મહામંત્ર નવકાર
।।શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય, મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય.।। આત્મ સિદ્ધિ તથા સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા અને વ્યવહારથી પંચ પરમેષ્ઠી ભગવંતો. તેમનું સ્મરણ નવકાર મંત્રના જાપ તથા ગહન સમજણથી થઇ શકે છે. |
શ્રી ભક્તામરસ્તોત્ર
।। ભક્તામર સ્તોત્ર ।। આ સ્તોત્રની રચના કરીને તેના સમર્થ રચયિતા આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિશ્વરજી એ સમગ્ર જૈન શાસન ઉપર પરમ ઉપકાર અને કરુણાની વર્ષા કરી છે. આ સ્ત્તોત્ર દ્વારા આત્માર્થી ભક્તિવંત બની સમર્પિત હૃદય દ્વારા અહંકાર શૂન્ય થઈ મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે. |
રત્નાકર પચ્ચીશી
રતનનું કરતાં જતન, થયું સંયમી ભાવોથી પતન, મળ્યા સુધન શ્રાવક રતન, પશ્ચાતાપથી કર્યું કર્મ-કર્તન. ભગવાને પ્રાયશ્ચિતનું મહાનફળ દર્શાવ્યું છે. પ્રાયશ્ચિતની પરાકાષ્ઠા! લોકમુખે ગવાતું, પશ્ચાતાપની પાવનગંગામાં આત્મસ્નાન કરાવતું.. મંગળકારી સ્તવન..એટલે જ શ્રી રત્નાકર પચ્ચીશી |
આઠ દ્રષ્ટિ
मोक्षेण योजनाद् योगः ।મોક્ષ સાથે જે જોડે તે યોગ. પહેલી ચાર દૃષ્ટિ યોગ્યતા પ્રાપ્ત થવા માટે છે, તથા પાછળની ચાર દૃષ્ટિમાં સ્વરૂપનો યોગ થયા પછીની દશા જણાવી છે. મિત્રા, તારા, બલા, દિપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા આ આઠે દૃષ્ટિ સંકલનાબદ્ધ છે. |
પ્રથમ જેમના જેવા આપણે છીએ, જેમના જેવું આપણે થવું છે તે આત્મપુરુષોનું શરણ ગ્રહણ કરીએ..
ચત્તારિ શરણં પવજ્જામિ;
અરિહંતે શરણં પવજ્જામિ;
સિદ્ધે શરણં પવજ્જામિ;
સાહુ શરણં પવજ્જામિ;
કેવલી પણત્તો ધમ્મો શરણં પવજ્જામિ
"આત્મા છે"
આત્મા છે તે વાત ચોક્કસ છે. હું છું કે કેમ? આ શંકાને જે જાણે છે તે જ આત્મા છે. આત્મા અરૂપી વસ્તુ છે તેથી જેમ આંખો વડે બીજી વસ્તુઓ આપણે જોઇ શકીએ છીએ તેમ આત્મા જોઇ શકાતો નથી. આત્મામાં કોઇપણ જાતનું રૂપ કે આકાર નથી, છતાં આત્મા એક વસ્તુ તો છે જ. આત્મામાં ગુણો છે, તે ગુણો વડે આત્મા 'છે' એમ આપણે જાણી શકીએ છીએ. ઉપયોગ એ આત્માનો મુખ્ય ગુણ છે. ઉપયોગ બે પ્રકારનો છે. એક "જ્ઞાન ઉપયોગ", બીજો "દર્શનઉપયોગ." જ્ઞાન ઉપયોગ વડે આપણે વસ્તુને જાણી શકીએ છીએ અને દર્શન ઉપયોગ વડે પદાર્થને જોઇ શકીએ છીએ. આ જાણવું અને જોવું તે આત્માના ગુણો છે.
આત્માનો અનુભવ થાય છે. આત્મા જ આત્માને જાણે છે. દુનિયાના બીજા કોઇ પદાર્થો આત્માને જાણી શકતા નથી. જે આત્મા આ વિશ્વને જાણી શકે છે તેને જાણનારો કોણ હોઇ શકે? તેને જે જાણે તે આત્મા જ છે. આત્મા હોય તો શરીર હાલી ચાલી શકે, મુખ બોલી શકે, કાન સાંભળી શકે, નાક સૂંઘી શકે, જીભ સ્વાદ લઇ શકે, ટાઢ, તાપ, આદિ શરીર જાણી શકે. મન વિચારી શકે અને સુખ - દુઃખાદિ જાણી શકે. આત્મા ન હોય તો સુખ-દુઃખ જાણી ન શકાય, મન વિચાર ન કરી શકે. મુખ બોલી ન શકે, નાક સુગંધ લઇ ન શકે. જીભ સ્વાદન લે, શરીર હાલી ચાલી ન શકે, કાન સાંભળી ન શકે, આત્મા વિનાનું શરીર મડદું કહેવાય, સચેતન દશા અને લાગણીઓ આત્માની હૈયાતીને જ આભારી છે...
માનવ જન્મનું શ્રેષ્ઠ કર્તવ્ય
ચત્તારિ શરણં પવજ્જામિ;
અરિહંતે શરણં પવજ્જામિ;
સિદ્ધે શરણં પવજ્જામિ;
સાહુ શરણં પવજ્જામિ;
કેવલી પણત્તો ધમ્મો શરણં પવજ્જામિ
મનની મુંઝવણ - અશાંતિ, આકુળતા - વ્યાકુળતા ટાળવા માટે અરિહંત - સિદ્ધ - સાધુ, કેવલી પ્રરૂપિત તાત્વિક ધર્મ સાથે ચારેયનું ભાવપૂર્વક શરણ લેવાથી શાંતિ થશે. ચિત્ત ક્લેશ મુક્ત થશે. જીવને સમજાશે કે ધર્મથી વિપરીત વર્તન કર્યું માટે પાપકર્મનું દુઃખદાયી પરિણામ આવ્યું છે. હવે સમતાપૂર્વક સહન કરવાની શક્તિ શરણભાવથી મળશે. મનને ક્લેશ મુક્ત કરવાનો રામબાણ ઉપાય પંચસૂત્રના પ્રથમ સૂત્રથી જાણવો. દુષ્કૃત-ગર્હા : પાપના અનુબંધ તોડવા માટે પોતાના મન - વચન કાયાના દુષ્કૃત્યો - પાપોની ગર્હા - નિંદા કરવી. પાપ કરતાં પહેલાં ભારે અકળામણ ઊભી કરવી. પાપ કરતાં સમયે ધ્રુજારી - અરેરાટી થાય. પાપ કર્યા પછી ભારે પશ્ચાત્તાપ થાય, ન કરવા જેવા પાપોની શુદ્ધિ ગીતાર્થ ગુરુ ભગવંત પાસે આલોચના - પ્રાયશ્ચિત દ્વારા દર વરસે કરવી. દુર્લભ માનવ ભવ પાપ કરવાનો ભવ નથી. પાપ વધારવાનો ભવ નથી. સર્વ પાપ છોડવાનો ભવ હોય તો એક માત્ર માનવ ભવ છે.
જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂર્વી ગણવાની પ્રણાલિકા બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કરવા માટેની આ એક ઉત્તમ ક્રિયા છે.
`પચ્ચકખાણ' શબ્દ વારંવાર આપણા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ `પ્રત્યાખ્યાન' છે અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પોતાનું સાધ્ય સ્મરણમાં રહે, રોમરોમમાં પોતાનું લક્ષ પરિણમી રહે તે જાપ ઉત્તમ છે. ૐ અર્હમ નમઃ આ પાંચ અક્ષરના જાપનું રહસ્ય જાણો..
કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય ચોઘડીયામાં જોઇને મેળવી શકાય છે.
મોક્ષ કર્મના ક્ષયથી જ થાય છે, કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન આત્માનું હિત કરનાર છે.
Read Moreસઘળી શ્રેષ્ઠ ઉપમાઓ જેમની આગળ વામણી બની જાય છે એવા વિરાટ અરિહંત પરમાત્માના પ્રભાવે જ આ વિશ્વ સૌભાગ્યવંતુ છે, વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે.
Read Moreનમસ્કારમંત્રનું ધ્યાન કરવા માટે પ્રથમ ચૌદ રાજલોકરૂપ પુરુષ આકૃતિ કલ્પવી. તે આકૃતિના મુખમાં નમો અરિહંતાણં પદની સ્થાપના કરવી.
Read Moreઅનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન કષાયના આ ચાર પ્રકારોની ચોકડીને પરમાર્થદર્શીઓએ ચંડાળચોકડી કહી છે.
Read More