• પાંચ અણુવ્રતમાં..3rdvrat

  • 1
"दौर्भाग्य प्रेष्यतां दास्यमड्गच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं झात्वा, स्थूलस्तेयं विवर्जयेत् ।।65।। યોગશાસ્ત્ર, બીજો પ્રકાશ."
"દુર્ભાગ્ય, નોકરી, ગુલામી, અંગછેદ, દરિદ્રતા આદિ ચોરીના ફળ છે, એમ જાણીને, નીતિથી નહિ આપેલી વસ્તુ લઇ લેવા રૂપ અદત્તાદાન - ચોરીનો ત્યાગ કરો."
જે કારણે રાજ્યદંડ ભરવો પડે, જેલાદિમાં જવું પડે અને સમાજમાં નિંદાને પાત્ર થવું પડે તેવી માલિકે નહિ આપેલી વસ્તુની ચોરી - લૂંટફાટ હું કરીશ નહિ,
કરાવીશ નહિ અને અનુમોદીશ નહિ. દુનિયામાં ચોરી તરીકે જેનો વ્યવ્હાર થાય છે તેવું ધાડ પાડવી, તાળા તોડવા વિગેરે રૂપ ચોરી
હું કરીશ નહિ, કરાવીશ કે કરતાને અનુમોદીશ નહિ.

ત્રીજું અણુવ્રત - સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત

અર્થ: સમ્યકત્વમૂલ એટલે શ્રદ્ધાથી, સ્થૂલ એટલે મોટી વસ્તુ, અદત્ત એટલે નહિ આપેલી, આદાન એટલે ગ્રહણ કરવી વિરમણ એટલે અટકવું, વ્રત એટલે પ્રતિજ્ઞા.

વ્યાખ્યા: કોઇએ અથવા માલિકે નહિ આપેલી વસ્તુ લેવી, જે વસ્તુ લેવાથી રાજદંડ થાય, જેલમાં જવું પડે, સમાજમાં નિંદા થાય તેવી વસ્તુ લેવી તેને અદત્તાદાન કહેવાય છે. અર્થાત્ માલિકે નહિ આપેલી વસ્તુને ગ્રહણ કરવી તે અદત્તાદાન. ચોરી અને તેનાથી અટકવું તે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત કહેવાય છે. ટૂંકમાં અદત્તાદાન એટલે ચોરી. અને સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત એટલે મોટી ચોરીથી અટકવાની પ્રતિજ્ઞા. અથવા ઉછાવી લાવેલું, થાપણ તરીકે મુકેલુ, કોઇનું ખોવાયેલું, કોઇનું ભૂલાયેલું, કોઇનું પડી ગયેલું, ગમે તે જગ્યાએ રહેલું જે પોતાનું ન હોય તેવું ધન, વસ્તુ ગ્રહણ કરવી તે અદત્તાદાન અને તેવું ન ગ્રહણ કરવું તે અદત્તાદાન વિરમણ વ્રત.
પ્રતિજ્ઞા: જે કારણે રાજ્યદંડ ભરવો પડે, જેલાદિમાં જવું પડે અને સમાજમાં નિંદાને પાત્ર થવું પડે તેવી માલિકે નહિ આપેલી વસ્તુની ચોરી કે લૂંટફાટ હું કરીશ નહિ, કરાવીશ નહિ અને અનુમોદીશ નહિ. દુનિયામાં ચોરી તરીકે જેનો વ્યવહાર થાય છે તેવું ખાતર પાડવું, ધાડ પાડવી, તાળા તોડવા વિગેરે રૂપ ચોરી હું કરીશ નહિ, કરાવીશ નહિ કરતાને અનુમોદીશ નહિ.

અદત્તાદાનના ચોરીના મુખ્યત્વે ચાર પ્રકાર છે.

1) સ્વામિઅદત્ત: માલિકે ન આપ્યું હોય તે અથવા માલિકની રજા સિવાય લેવું તે સ્વામિઅદત્ત કહેવાય. આ સ્વામિઅદત્તના બે પ્રકાર છે. જેમાં 1) સૂક્ષ્મ સ્વામિઅદત્ત એટલે તણખલું, ઢેફું અને ધૂળ જેવી સામાન્ય વસ્તુ પણ તેનાં માલિકને પૂછ્યા વિના લેવી તે સૂક્ષ્મ સ્વામિઅદત્ત કહેવાય અને 2) સ્થૂલ સ્વામિ અદત્ત એટલે જે વસ્તુ લેવાથી લોકમાં ચોરી કરી એવું કહેવાય તે સ્થૂલ સ્વામિઅદત્ત. સોનું, ઝવેરાત, પૈસા તેમ જ ખેતર, ખળામાંથી માલિકને પુછ્યા વિના થોડુંક પણ ઉઠાવી લેવું તે સ્થૂલ સ્વામિઅદત્ત કહેવાય. આમ બે ભેદવાળા સ્વામિઅદત્તમાં શ્રાવકે સૂક્ષ્મ સ્વામિઅદત્તમાં જયણા રાખવી અને સ્થૂલ સ્વામિઅદત્તનો સદંતર ત્યાગ કરવો.

2) જીવઅદત્ત: ફળ, ફૂલ, ધાન્ય અને દરેક વનસ્પતિના જીવો એમ છ જીવનિકાયના દરેક દરેક એકેદ્રિયના જીવો કે તે જીવવાળા ગણાતા દરેક પદાર્થોના માલિક, સ્વામિ વ્યવહારથી તેને રાખનાર વેચનાર કે સાચવનાર ગણાતો હોય છતાં તે દરેક ષડ્જીવનિકાયના જીવોનાં સાચા માલિક તો તેમનાં શરીર જ છે. માલિક કે માળી પાસેથી પૈસા આપીને પૃથ્વી, અપ્, તેઉ, વાઉ કે વનસ્પતિ સંબંધી ફળ-ફૂલ ખરીદીએ તો પહેલા નંબરનું અદત્ત એટલે સ્વામિ અદત્તાદાન રુપ પાપ ન લાગે પણ તે ફળકે ફૂલનો સાચો માલિક જે તેનો પોતાનો જીવ છે તેની ક્યાં રજા લીધી છે? તેણે કાંઇ તમને થોડી સંમતિ આપી છે કે મારું આ શરીર હું તમને સોંપી દઉં છું અને તમે તમારી ઇચ્છા પ્રમાણે મારા શરીરનો ઉપયોગ કરી શકો છો' ના, એવી સંમતિ તો તે જીવ તરફથી તમને મળી નથી. આમ જીવે નહિ આપેલું તેનું શરીર ગ્રહણ કરીએ તો તેમાં જીવઅદત્તનું પાપ લાગે.
કેરી, સફરજન, ચીકુ આદિ દરેક જાતિના ભક્ષ્ય સચિત્ત પદાર્થો, વસ્તુઓને કોઇ ગૃહસ્થે ખરીદી લીધા, છતાં તે ગૃહસ્થ પાસેથી તે ફળ, ફૂલ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો આખા વહોરતાં નથી કારણકે સ્વામિઅદત્ત નથી કેમ કે તે ખરીદનાર ગૃહસ્થને તે વહોરાવવા ભાવના છે છતાં પણ તે ફળ-ફૂલના સાચા માલિક તો તેમાં રહેલા તે તે જીવોના શરીર છે તેથી જ જો સાધુ-સાધ્વી સચ્ચિત ફળ-ફૂલ વહોરે તો સ્વામિઅદત્ત ન લાગે પણ જીવઅદત્તનું તો પાપ લાગે જ.
પરંતુ ગૃહસ્થોએ જ્યારે પોતાના માટે તે ફળ ફૂલનો ઉપયોગ કર્યો હોય, રસ કાઢ્યો હોય અને પછી 48 મિનિટ પસાર થાય એટલે તેમાંથી તે તે ફળનો જીવ ચવી જાય છે એટલે જે જીવરહિતનું અચિત્ત થઇ જાય છે. આથી જેમને ફળ-ફૂલ ખરીદીને લીધા છે તે જ તેનો માલિક કહેવાય છે, એવા અચિત્ત ફળાદિ જો તેનો માલિક ભાવથી વહોરાવે તો સાધુ-સાધ્વીજી તે વહોરે છે જેમાં સ્વામિઅદત્ત કે જીવઅદત્ત કોઇનો દોષ નથી. જીવ અદત્તાદાનથી અટકવું તે જીવઅદત્તાદાન વિરમણવ્રત.

3) તિર્થંકરઅદત્ત: જેની ભગવાને આજ્ઞા નથી આપી તેવા કાર્ય કરીએ તેને તેવી વસ્તુઓ ખાઇએ-પીઇએ તે તીર્થંકર અદત્ત. દા.ત. શ્રાવકોને રાત્રિભોજનાદિ, 22 અભક્ષ્ય, અને બત્રીશ અનંતકાય વિગેરેનો ભગવંતે નિષેધ કર્યો છે, છતાં તે ખાઇએ, પીઇએ તેમ જ સાધુ ભગવંતોને પણ નિષ્કારણ આધાકર્મી ગૌચરી વાપરવાનો નિષેધ ફરમાવ્યો છે, અપવાદ અને માંદગીના કારણે છૂટ હોય છે અને તેવું કોઇ કારણ ન હોય તો સાધુને આધાકર્મી આહાર વહોરવામાં તીર્થંકર અદત્તનું પાપ લાગે છે. આમ તીર્થંકર અદત્તનાં પાપથી અટકવું તે તીર્થંકર અદત્તાદાન વિરમણવ્રત.

4) ગુરુ અદત્ત: ગુરુ ભગવંતની આજ્ઞા વિના ચીજ ગ્રહણ કરવામાં આવે તે ગુરુઅદત્ત કહેવાય. ગૃહસ્થે ઉલ્લાસભેર વહોરાવેલી ગૌચરી ગ્રહણ કરવામાં સ્વામિ અદત્તાદાનનો દોષ ન લાગ્યો, વળી રસોઇ કે ફળ-ફૂલાદિને 48 મિનિટ પસાર થઇ હોવાથી જીવ અદત્તનો પણ દોષ ન લાગ્યો.


 

આમ સ્વામિ અદત્ત અને જીવ અદત્ત દોષનું નિવારણ કરીને લાવેલા આહાર-પાણી જેની નિશ્રામાં હોઇએ તે ગુરુઆદિને બતાવ્યા વિના તેમની સંમતિ લીધા વિના કે તેમને નિમંત્રણ કર્યા સિવાય વાપરે તો તેમાં ગુરુ અદત્તાદાનનો દોષ લાગે.

ઉપર દર્શાવેલા ચારેય અદત્તમાંથી કોઇપણ અદત્ત સાધુથી ગ્રહણ ન થાય માટે સાધુના અદત્તાદાન વિરમણને વ્રત નહિ કહેતા મહાવ્રત કહેવામાં આવે છે, વળી ઘાસ, માટી, કાંકરા, તણખલાં જેવી તુચ્છ વસ્તુ પણ સાધુને ન કલ્પે અને જો ગ્રહણ કરે તો દોષ લાગે. ગૃહસ્થોને આ મહાવ્રત સ્વીકારવું શક્ય ન હોય તો તેને અદત્તાદાન સંબંધી અણુવ્રત સ્વીકારવું જોઇએ.

વિકલ્પો

  • ગ્રાહક સાથે છેતરપિંડી કરીશ નહિ.
  • ખીસાં કાપીશ નહિ.
  • કોઈને ત્યાં ધાડ કે ખાતર પાડીશ નહિ.
  • કરચોરી કરીશ નહિ.
  • ખોટાં તોલ-માપ કરીશ નહિ.
  • દાણચોરીની વસ્તુ લઈશ નહિ.
  • થાપણ રાખનારનો વિશ્વાસઘાત કરીશ નહિ. ત્ રસ્તામાં પડેલી પારકી કિંમતી વસ્તુઓ લઈશ નહિ. ત્ વસ્તુની ભેળસેળ કરી કોઈને છેતરીશ નહિ.

પૂરક નિયમો

  • ગ્રાહક સાથે છેતરપિંડી કરીશ નહિ.કોઈનું પણ હIથી વધારે લેવું નહિ અને ઓછું આપવું નહિ.
  • જેનું વધારે લીધું હોય તેનું આપી દેવાની દાનત રાખવી, અતિલોભ કરવો નહિ.
  • ધર્માદાનું દેવું તરત ચૂકવી આપવું, બોલી કરીને રાખી નહિ મૂકવું.

જયણા

માલિકી વિનાની નજીવી ચીજ લેવાય, સંબંધીના ઘરની વસ્તુ લેવાય, માલિક ના પાડે તેમ ન હોય અગર તેના મનને કશું દુઃખ થાય તેવું ન હોય તેવી ચીજ લેવાય, અજાણતાં દાન વગેરે ન ચૂકવાય, ટપાલ વગેરેની સૂક્ષ્મ ચોરી થઈ જાય, માનöમાયામાં અજાણતાં ફેર-બદલ થાય, સ્વપ્નમાં કોઈની વસ્તુ લેવાય, કાયદાની ગૂંચવણ, વ્યાવહારિક આજીવિકાદિ કારણ, નિધાન તથા ઘર પ્રસંગાદિમાં અજાણતાં અથવા પરંપરાથી અદત્તભોગ ન થાય તેની જયણા રાખવી.

ધ્યેય

ઘરવ્યવહાર અને બીજી સર્વ લેવડ-દેવડમાં સખ્ત નીતિ પ્રમાણિકપણું જાળવવાનું ધ્યેય રાખવું. અતિ ઉષ્ણ ઘીથી ચોપડેલું અન્ન તથા સાંધા વિનાનું વસ્ત્ર મળે તેનાથી વધારે જરૂરિયાત માનવી તે લોભનાં લક્ષણ છે. સંસારમાં જે નર `પુણિયા શ્રાવક' જેવા સંતોષી બને તેને ધન્ય છે. `સંતોષી નર સદા સુખી.' સાધુ મહારાજની ઉત્તમ સંતોષવૃત્તિને ધ્યાનમાં રાખી નીતિમત્તાનું ધોરણ ઊંચું જાળવી રાખવાનું ધ્યેય રાખવું.

અતિચારો

  • સ્તેનાહૃત ö ચોરની લાવેલી વસ્તુ મફત અથવા થોડી કિંમતમાં લેવી તે.
  • તસ્કરપ્રયોગ ö ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી, ચોરીનાં સાધન, ભોજન વગેરે આપી મદદ કરવી તે.
  • તપ્રતિરૂપ ö વસ્તુ ભેળસેળ કરવી, જે દેખાડી તેને બદલે ભળતી બીજી આપવી તે.
  • વિરુદ્ધગમન ö રાજ્યે નિષેધ કરેલા વ્યાપાર અને નિષેધ કરેલા સ્થાને જઈ વેપાર કરવા અથવા તે હેતુથી જકાત-મહેસૂલ આપ્યા વિના છાનીમાની કોઈ ચીજ લઈ જવી ö લાવવી તે.
  • કૂટતોલ ö લેવડöદેવડનાં માન-માપાં વત્તાં-ઓછા કરવાં તે.

ત્રીજા વ્રતના આ અતિચારો છે. સુખી થવાની ઈચ્છાવાળાઓએ આ અતિચારોનો પણ ત્યાગ પાળવો.
આત્માર્થી જીવ આ વ્રતને સમજી સ્વીકાર્યા બાદ સદાય જાગૃત અને સાવચેતીથી વર્તે છે. અજાણપણે અન્યની વસ્તુ ભુલથી લેવાય જાય, વપરાય જાય તો તે માટે જયણા. સ્વપ્નમાં પણ આજીવિકાદિના કારણે સૂક્ષ્મદોષ સેવાય જાય તો જયણા. પુણિયા શ્રાવકની શ્રાવિકાને ત્યાં પાડોશીને ત્યાંથી કહ્યા વિના - અનાભોગથી એક છાણું આવી ગયું અને તેના દ્વારા રસોઇ થઇ તો પુણિયાશ્રાવકને સમાયિકમાં મન ન ચોંટ્યું. અસ્તેય - અચૌર્ય કે સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાલન વિશે દૃષ્ટાંત

laxmipunj

હસ્તિનાપુરમાં સુધર્મ નામનો વણિક તેની પત્ની ધન્યા સાથે વસતો હતો, તેઓ દુઃખમાં દિવસો વિતાવતા અને સુખના દિવસોની આશા રાખતા હતા, એકરાત્રિએ ધન્યાએ સ્વપ્નમાં પદ્મદ્રહમાં મોટા કમળ પર બિરાજમાન પ્રસન્નવદના લક્ષ્મીદેવીના દર્શન થયા, સવારે ઉઠી તેણીએ સુધર્મને જોયેલા સ્વપ્નની વાત કરી, એ વાત સાંભળી સુધર્મ ઘણો ખુશ થયો અને ધન્યાને કહ્યું કે ધન્યા તમે ઘણું સારું સ્વપ્ન જોયું જરૂર આપણ ભાગ્ય થોડાક વખતમાં ઉઘડશે. યોગાનુંયોગ કોઇ દેવ સ્વર્ગનું આયુષ્ય પુર્ણ કરીને ધન્યાના ગર્ભમાં આવ્યા, અને આવેલ દેવના સાથી મિત્રદેવોએ સુધર્મના ઘરમાં સોનું આદિ લાવીને મુક્યું. પૂર્ણ સમયે ધન્યાએ એક પુત્રને જન્મ આપ્યો. ધન્યાના ગર્ભમાં આ બાળક આવતાં જ સુધર્મના ઘરમાં ધન, ધાન્ય, સમૃદ્ધિની વૃદ્ધિ થઇ ગઇ આથી સુધર્મએ સ્વજનોને આમંત્રી બાળકનું ગુણને અનુસારે લક્ષ્મીપુંજ એવું નામ પાડ્યું બીજના ચંદદ્રમાની  જેમ બાળક મોટો થવા લાગ્યો. યૌવનવયમાં આવતા લક્ષ્મીપુંજ ધનાઢ્ય એવા શેઠોની નમણી અને સોહામણી આઠ રમણીઓ પરણ્યો. વૈભવ વિલાસથી ભરપૂર ભોગપભોગના સુખમાં લીન થયેલા લક્ષ્મીપુંજનો સમય ક્યાં પસાર થતો તેની તેને ખબર પણ પડતી ન હતી.
એકદા લક્ષ્મીપુંજ તેના શયનખંડમાં સૂતો હતો. મળસ્કે તેના મનમાં એક પ્રüા ઊઠ્યો, હું જે સુખને ઇચ્છું છું તે સુખ અને જે સુખની મને કલ્પના પણ નહોતી તેવું અનૈચ્છિક સુખ મને કેવી રીતે મળ્યું ?  લક્ષ્મીપુંજ આ પ્રમાણે મનમાં વિચારે છે ત્યાં જ તેના શયનખંડમાં દિવ્ય આકૃતિ પ્રગટ થઇ. જેનું શરીર દિવ્ય હતું. તે દિવ્ય વસ્ત્રાે અને તેજસ્વી અલંકારોથી સુશોભિત હતો. તેણે પ્રગટ થઇ બે હાથ જોડી મસ્તક નમાવી લક્ષ્મીપુંજને કહ્યું.
હે કુમાર, તું મારા ગતભવનો મિત્ર છે માટે તારા ગતભવની વાત હું તને કહીશ તે તું એકાગ્રચિત્તે સાંભળ, તારા મનમાં પ્રüા ઉઠ્યો છે કે હું આટલું બધું સુખ, સમૃદ્ધિ કેમ પામ્યો. તેનો હું તને જવાબ આપું છું, દિવ્યપુરુષે કહ્યું કે લક્ષ્મીપુંજ! મણિપુર નામના નગરમાં તું ગણધર નામનો સાર્થવાહ હતો. એકવાર મુનિજનનો સમાગમ થતાં તે મુનિજનનો ઉપદેશ સાંભળ્યો કે જીવને દ્રવ્યનું, ધનનું હરણ અર્થાત ધનની ચોરી મરણ કરતાં પણ વધુ પીડા આપે છે, માટે કલ્યાણકારી જીવોએ તેમના જીવનમાં ચોરીના ત્યાગનો નિયમ કરવો જોઇએ. અને મુનિરાજની દેશના સાંભળીને તે મુનિમહારાજ પાસેથી ચોરી ન કરવી તેવા ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતની પ્રતિજ્ઞા કરી તુ ઘરે આવ્યો અને આનંદીત થઇને વ્રતની આરાધનામાં સાવધાન બન્યો.
એક વખત એવુ બન્યું તું કમાવવા માટે દેશાંતર નીકળ્યો, ઘોર જંગલમાં ઘોડા પર બેસી ધીરે - ધીરે ચાલ્યો જતો હતો અને અચાનક તે પૃથ્વી પર પડેલો મૂલ્યવાન હાર જોયો, પરંતુ ચોરી ન કરવી એવા ત્રીજા વ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર તે એ હારને ઉપાડ્યો નહિ, આગળ ચાલતા ચાલતા માર્ગમાં ઘોડાનો પગ નમી જતા તું ઘોડા પરથી નીચે ઉતરી ગયો અને ઘોડાની ખરીથી ઉઘડી ગયેલ જમીન નીચે સોના અને ઝવેરાતથી ભરેલાએક તાંબાનો ચરુ જોયો ત્યાંથી તું તારી નજર ખસેડી તુરત જ આગળ વધ્યો, ત્યાં અચાનક ઘોડો બેભાન થઇ ધરતી પર ઢબી પડ્યો, સૂર્યના અગન વરસતા તાપથી પવન પણ જ્વાલાઓ ફેંકી રહ્યો હતો, ઘોડા વિના આ ગાઢ જંગલ ઓળંગવું તારા માટે મહામુશ્કેલ હતું અને અસહ્ય તરસ લાગી હોવાથી તું પણ ચાલવા સમર્થ ન હતો. આથી તે મનમાં સંકલ્પ કર્યો કે જે મારા ઘોડાને સાજો કરી આપે તેને મારું બધું ધન આપી દઉં અને તુ જંગલમાં મહામુસીબતે આગળ પાણીની ખોજ કરતો ચાલવા લાગ્યો.

 

જંગલમાં આગળ ચાલતા તે એક વૃક્ષ પર પાંજરે પૂરાયેલો પોપટ અને તેની બાજુમાં પાણીનો ચંબુ લટકાવેલો જોયો. અને તું આýાર્ય સાથે તે પાણીને જોતો ત્યાં ઉભો રહ્યો અને તેને જોઇને પોપટ બોલ્યો વનમાં પાણી મળવું ઘણું દુર્લભ છે, પણ તમારા માટે અગત્યનું હોઇ તમે પાણી પીઓ તરસ તો પ્રાણ લઇ લે. માટે તમને જેટલું પીવું હોય તેટલું પાણી આ ચંબુમાંથી પીવો, હું આ ચંબુના સ્વામીને વાત કરીશ નહિ. આ પ્રમાણે પોપટે કહ્યું એટલે તે પોપટને જવાબ આપ્યો, અતિતૃષાથી ભલે મૃત્યુ થાય પણ માલિકે દીધા વિના તેનું પાણી પીવાય નહિ કારણ કે હાસ્ય, રોષ કે પ્રપંચથી અદત્તાદાન લેવાથી અનિષ્ટ ફળ ભોગવવા પડે છે માટે હું તો પાણી લઇશ નહિ.
આમ તારા અને પોપટ વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યાં અચાનક તેજનો ચમકારો થયો, પાંજરું તૂટી ગયું અને એક તેજસ્વી માણસ મંદ મંદ હાસ્ય સાથે તારી સામે આવી ઉભો અને તેણે કહ્યું `હું સૂર્યનામક વિદ્યાધર છું' તમે જ્યારે મુનિરાજની દેશના સાંભળી અને ત્રીજું અદત્તાદાન વિરમણવ્રત ગ્રહણ કર્યું એટલે મને આýાર્ય થયું કે આવો સમૃદ્ધ, વેપારી વાણિયો આ વ્રત કેવી રીતે પાળી શકશે આથી તારી પરિક્ષા કરવા માટે હું તારી પાછળ પડ્યો છું.
તને જંગલમાં માર્ગમાં સુવર્ણનો હાર, તાંબાનો ચરુ, પોપટ પાંજરું અને પાણીનો ચંબુ એ બધો જ દેખાવ મેં જ ઉભો કર્યો હતો પરંતુ પ્રાણ જાય તેવી તરસ લાગી હોવા છતાં માલિકે સોપ્યા વિના પાણી તે લીધુ નહિ એવા તારા દૃઢવ્રત પાલનથી વ્રત પરીક્ષામાં તમે સફળ થયા છો. માટે હવે આ સુવર્ણનો હાર વગેરે હું તમને અર્પણ કરું છું. આમ બધી સંપત્તિ આપવા છતાં તે ના કહી અને જવાબ આપ્યો હે વિદ્યાધર દેવ! આ દ્રવ્ય મેં શુદ્ધ વ્યાપારાદિથી ઉપાર્જન કર્યું નથી માટે આ દ્રવ્ય જો હું લઉં તો મારા જીવનમાં મને શાંતિ અને સમાધિ ન મળે. તમારું ધન મારે શા કામનું ? એટલું જ નહિ પરંતુ મારી પાસેનું આ બધું જ દ્રવ્ય તમારે લેવું પડશે, કારણ કે થોડા સમય પૂર્વે જંગલમાં મારો ઘોડો બેભાન થયો ત્યારે મેં એવા ભાવ કર્યા હતા કે જે મારા ઘોડાને સાજો કરશે તેને હું મારુ બધું જ ધન આપી દઇશ, ત્યારે વિદ્યાધરે કહ્યું કે જો ભાઇ ઘોડો વેગીલો કે બેભાન થયો ન હતો પણ દેવમાયાથી તમને એવું બતાવવામાં આવ્યું હતું માટે હું પણ તમારું ધન લઇ શકું નહિ, આમ તમારા બન્નેની વચ્ચે ઘણો લાંબો સમય વાતચિત-ચર્ચા ચાલી અને છેવટે તમે નિર્ણય કર્યો કે આપણા બન્નેનું ધન શુભમાર્ગે વાપરવું અને તે ધન જીર્ણોદ્ધારાદિ ધર્મક્ષેત્રમાં વાપર્યું.
સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાલનમાં તુ દૃઢ રહ્યો, ત્યાર બાદ તે સાધુ ધર્મ પાળી દેવલોકમાં દેવ થયા ત્યાંથી ચવી તમે મહાભાગ્યવંત લક્ષ્મીપુંજ શેઠ થયા અને હું સૂર્યવિદ્યાધર નામનો વ્યંતરતિકાય દેવ થયો. પૂર્વના ભવના આપણે બન્ને દેવ મિત્રો છીએ. તમારા પુણ્ય અને મહિમાથી પ્રેરિત થઇને તમે માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી આજ સુધી હું સુવર્ણ અને ધનની વૃદ્ધિ કરુ છું. પૂર્વના દેવભવના આપણે મિત્રો છીએ અને ધર્મકાર્યમાં પ્રેરણા દેવા આપણે બંધાયેલા છીએ માટે મે તમને ગયા ભવની વાત કરી. આમ મિત્રદેવની વાત સાંભળીને લક્ષ્મીપુંજ શેઠને જાતિસ્મરણ જ્ઞાન થયું તેઓ ધર્મારાધનામાં સાવધાન બન્યા યાવત્ સર્વવિરતિ ચારિત્ર સ્વિકારી ઉત્તમ આરાધના કરી બારમા દેવલોકમાં ઓજસ્વી દેવ થયા ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી મોક્ષ પામશે.
આ પ્રમાણે લક્ષ્મીપુંજ શેઠનું ઉદાહરણ વાંચી સાંભળી જેઓ અદત્તાદાન વિરમણવ્રતનો નિયમ લે છે તેઓ ઉત્તમ પ્રકારની સમૃદ્ધિને પામે છે યાવત્ મોક્ષ મેળવે છે.
ગણધર નામના સાર્થવાહે પારકુ ધન ન લેવાનો નિયમ લીધો તો વિદ્યાધર તેની પછવાડે ફર્યો અને દેવતા ઘરે બેઠા આવી બોધવચન કહી ગયા, માટે હે પુણ્યવંતો! તમે પણ અદત્તાદાન વિરમણવ્રત મેળવવા સૌભાગ્યવાન બનો.

endlne