ચોથું અણુવ્રત: સ્વદારા સંતોષ અથવા સ્થૂલ મૈથુન વિરમણવ્રત.
મિથુન એ સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ યુગલ એવો થાય છે. યુગલ એટલે સ્ત્રાળ અને પુરુષનું જોડું. આ મિથુન (યુગલ) રૂપ સ્ત્રાળ પુરુષની પરસ્પરની કામક્રીડાને મૈથુન કહેવાય છે. આ મૈથુન શબ્દનો અર્થ થયો. હવે મૈથુન શબ્દનો ભાવાર્થ સમજીએ. વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રાળ-પુરુષના સહવાસ કે સંયોગથી થવાવાળી પરસ્પરની કામચેષ્ટા રૂપ રતિક્રીડાને મૈથુન કહેવાય છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજ સાહેબે તત્ત્વાર્થ સૂત્રમાં `મૈથુનમબ્રહ્મ' મૈથુન શબ્દનો બીજો અર્થ અબ્રહ્મ એવો કર્યો છે. બ્રહ્મ અને અબ્રહ્મ એટલે શું? જેનું પાલન કરવાથી અહિંસા, ક્ષમા, સમતા, સંતોષ આદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તેને `બ્રહ્મ' કહેવાય છે અને જેને સેવવાથી અહિંસા, ક્ષમા, સમતા, સંતોષ આદિ આધ્યાત્મિક ગુણોના નાશ થાય તેને `અબ્રહ્મ' કહેવાય છે. બ્રહ્મચર્યના પાલનમાં આત્મીક સુખોનું આચરણ બતાવ્યું છે જ્યારે અબ્રહ્મના સેવનમાં સાંસરિક અને વૈષયિક સોખોનું આચરણ બતાવ્યું છે. માટે જ બારવ્રતની પૂજાના રચયિતા પૂજ્ય કવિવર્ય ઉપાધ્યાયજી શ્રી વીર વિજયજી મહારાજે કહ્યું છે કે, `એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો' ચોથુ વ્રત એટલે સ્થૂલ મૈથુન વિરમણવ્રત. એ સર્વ વ્રતોમાં દીપક સમાન છે. કારણકે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર આત્માના તેજ પાસે અન્ય વ્રત પાલન કરનાર આત્માના તેજ ઝાંખા પડે છે. સ્થૂલ મૈથુન વિરમણવ્રત એટલે શું? સ્થૂલ એટલે અમુક સમય માટે મૈથુન એટલે અબ્રહ્મ, વિરમણ એટલે અટકવું અને વ્રત એટલે પ્રતિજ્ઞા. અમુક સમય માટે અબ્રહ્મના સેવનથી અટકવાની પ્રતિજ્ઞા તેનું નામ સ્થૂલ મૈથુન વિરમણવ્રત. આ અબ્રહ્મ બે પ્રકારે છે 1) સ્થૂલ અને 2) સૂક્ષ્મ વિજાતીય શરીર સાથે વિષય સેવન કરવું તે સ્થૂલ અબ્રહ્મ અને વેદમોહનીય કર્મના ઉદયે પેદા થતી કામવાસનાના જોરે ઇદ્રિયોમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મ અબ્રહ્મ. આ સ્થૂલ અને સૂક્ષ્મ બંને અબ્રહ્મનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહેવાય છે. તેમાંય સર્વ સ્ત્રાળઓ (વિજાતીય તત્ત્વ) સાથે સર્વ પ્રકારના વિષય સેવનનો ત્યાગ કરવો તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન છે. સ્વરૂપ કાયાથી સ્ત્રાળ-પુરુષે પરસ્પર સમાગમ સર્વથા ન કરવો અથવા પોતાની પરણેલી સ્ત્રાળમાં (સ્ત્રાળએ પુરુષમાં) સંતોષ રાખવો, પરસ્ત્રાળ સાથેના સમાગમનો (સ્ત્રાળએ પર-પુરુષગમનનો) ત્યાગ કરવો, દેવ-તિર્યંચ તથા નપુસંક સાથેના વિષયનો ત્યાગ કરવો. મૈથુન સંજ્ઞામાં આરૂઢ થયેલા જીવ તે ક્રિયાથી બે લાખથી નવ લાખ ગર્ભજ પંચેદ્રિય જીવોને, બેઇદ્રિય જીવોને તથા અસંખ્ય સંમૂર્ચ્છિમ પંચેદ્રિયોને મારે છે. શક્તિ પ્રમાણે મૂર્ચ્છા જીતીને દરેક મનુષ્યે બ્રહ્મચર્ય જ ધારણ કરવું હિતવાહ છે. અપેક્ષાએ સોનાનાં જિનભવન કરાવવા કરતાંય બ્રહ્મચર્યના પાલનમાં વધારે લાભ શાસ્ત્રકારે બતાવ્યો છે. પરસ્ત્રાળનો ત્યાગ કરી પોતાની સ્ત્રાળમાં સંતુષ્ટ રહેનાર ગૃહસ્થ મર્યાદિત બ્રહ્મચર્યનો લાભ મેળવે છે.
શ્રાવક - શ્રાવિકાએ ધારવા જેવા વિકલ્પો
- જીવનભર મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
- જીવનભર વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
- જીવનભર કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
- અમુક કાળ સુધી મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
- અમુક કાળ સુધી વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
- અમુક કાળ સુધી કાયાથી બ્રહ્મચર્ય પાળીશ.
- દિવસે બ્રહ્મચર્ય પાળીશ.
|
|
- જીવનભર પરસ્ત્રાળગમન / પરપુરુષગમન કરીશ નહિ.
- સ્વસ્ત્રાળ / સ્વપુરુષ સાથે પર્વ દિવસોમાં અટ્ઠાઇમાં, ચાતુર્માસમાં તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્ય પાળીશ.
- શ્રાવક - શ્રાવિકાએ લેવા જેવા નિયમો
- સ્વસ્ત્રાળ / સ્વપુરુષ સાથે પણ અનંગક્રિડા કરીશ નહિ.
- જેની જવાબદારી નથી તેવાના વિવાહ આદિ કરાવીશ નહિ.
- અન્યના વિવાહ આદિમાં જઇશ નહિ.
- વર-વહુના વખાણ, પ્રશંશા કરીશ નહિ.
- વિકારપોષક ચિત્રો, સાહિત્ય, ટી.વી., પીક્ચર આદિને જોઇશ નહિ.
- અન્યને વિકાર થાય તેવા વેશ પહેરીશ નહિ.
- વિકાર પેદા કરાવનાર દ્રવ્યો વાપરીશ નહિ.
- પુનઃવિવાહ કરીશ નહિ, કરાવીશ નહિ.
- સ્ત્રાળમિત્રો (સ્ત્રાળએ પુરુષ મિત્રો) કરીશ નહિ.
- અન્યને વિકાર થાય તેવા રાગપોષક વચનો બોલીશ નહિ.
ધ્યેય
આત્માએ બ્રહ્મમાં-આત્મામાં ચરવું તે બ્રહ્મચર્ય, તે બ્રહ્મચર્યનો વિશદ અર્થ છે. આત્મામાંથી બહાર નીકળવું તે અબ્રહ્મનો ભાવ છે. આ બ્રહ્મચર્યની ઉચ્ચ કક્ષા અપ્રમત્ત કક્ષામાં રહેલા મહાત્માઓને આવી શકે છે. શાસ્ત્રમાં તો સંસારમાં રહેલા પણ બ્રહ્મચારીને અપેક્ષાએ અળધા સાધુ કહ્યા છે, કારણ કે અબ્રહ્મ એ સાંસારિક જીવનમાં બોજો વહન કરવાનું મૂળ છે. એમ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ફરમાવે છે. બ્રહ્મચર્ય પાળવું એ આત્મધર્મ છે, મોક્ષનો એક અદ્ભુત ઉપાય છે, છતાં દરેક જીવની મન-વચન-કાયાની વર્તમાન પરિસ્થિતિ સરખી નથી હોતી કે જેથી તેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકવા સમર્થ હોય, તો પણ તેઓ ઉપરોક્ત આદર્શને હૃદયમાં ધારીને માત્ર તીવ્ર વેદોદયની શાંતિ માટે, જગતની અન્ય સર્વ સ્ત્રાળજાતિનો ત્યાગ કરી માત્ર એક સ્વસ્ત્રાળમાં સંતોષ માને અને તે પણ `આ અબ્રહ્મની ક્રિયા, મારી વાસનારૂપી મહાઅગ્નિને મર્યાદિત સમય સુધી શમાવવારૂપ માત્ર દુઃખોપચાર જ છે, પણ સાચું સુખ નથી' એવું દૃઢ રીતે માનતો હોય તો તે પણ મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવા લાયક બને છે.
અતિચારો
અપરિગૃહીતાગમન - કોઇએ પણ ગ્રહણ ન કરેલી સ્ત્રાળ, જેમ કે વિધવા, વેશ્યા, કુંવારી કન્યા સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રાળએ કુંવારા, અપંગ, વિધુર પુરુષ સાથે અબ્રહ્મ સેવવું તે. ઇત્વર પરિગૃહીતાગમન - વેશ્યા આદિ સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રાળએ થોડા સમય માટે અન્યથી વશ કરાયેલા પુરુષ સાથે સંબંધ કરવો તે. અનંગક્રીડા - પુરુષે પરસ્ત્રાળઓ સાથે (સ્ત્રાળએ પરપુરુષો સાથે) આલિંગનાદિ કામચેષ્ટાઓ કરવી અથવા સ્વસ્ત્રાળ (સ્વપુરુષ) સાથે કામાસનો, સૃષ્ટિ વિરુદ્ધ કર્મ, હસ્તકર્મ તથા કુત્રિમ કામોપકરણો સેવવાં તે. પરવિવાહકરણ - પારકા છોકરા - છોકરીના `કન્યાદાનનું ફળ મળશે' એવી ઇચ્છાથી, સ્નેહ કે તેવા શોખથી વિવાહ કરવા-કરાવવા અથવા પોતાને એક સ્ત્રાળ હોય છતાં અસંતોષથી બીજી સ્ત્રાળ કરવી, વૃદ્ધાવસ્થાએ લગ્ન કરવાં, કુલીન સ્ત્રાળએ પુનઃ વિવાહ કરવા તે. તીવ્ર વિલાસ: કામભોગની અતૃપ્તપણે તીવ્ર ઇચ્છા કરી વારંવાર અભિલાષા કરવી તથા વાજીકરણ કે કામવર્ધક ઔષધિઓ વગેરે ખાવી તે. ચોથા વ્રતના આ પાંચ અતિચારો પ્રયત્નથી ટાળવા અને શિયળની નવ વાડો સાચવવાનો બરાબર ઉપયોગ રાખવો. દ્રષ્ટાંત ૧) સુદર્શન શેઠ. દ્રષ્ટાંત ૨) વિજય શેઠ અને વિજયા શેઠાણી.
|