પાંચમું અણુવ્રત : સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત
પરિગ્રહ એટલે મમતા, મૂર્ચ્છા, ધન વગેરેની કારમી આસક્તિ. વધુને વધુ મેળવવાની ઝંખના. જે છે તે જરાય ઓછું ન થઇ જાય તેની પળે પળે સાવધાની. જે મળ્યું હોય તે સદા ઓછું જ લાગવાના કારણે પેદા થતી દીનતા. તેનું નામ પરિગ્રહ. ગૃહસ્થને સાંસારિક, સામાજિક, કૌટુંબિક જવાબદારી પૂરી પાડવા ધનની આવશ્યકતા તો રહે જ. પણ તે માટે ગમે તેટલા દુષ્ટ બનવું, નીતિ નિયમો ત્યાગી અભરાઇએ ચડાવવા, બીજાનું આંચકી લેવું, વિશ્વાસઘાત, પ્રપંચોનો આશરો લેવો એટલું મૂર્ચ્છિત તો ન જ થવું. રાજા શ્રેણીકના રાજ્યમાં વસતા પેલા મમ્મણ શેઠ, પુષ્કળ સંપત્તિનો સ્વામી, રાજાની સંપત્તિ પણ તેની તોલે ન આવે આવો મહાધનાઢ્ય શ્રીમંત દુઃખી કેમ? ચોળાનું ભોજન જ તેના નસીબમાં કેમ? મહા મહીનાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે નદીના ઠંડા પાણીમાં લાકડા ભેગા કરવા તેણે કેમ જવું પડે? તેના જીવનમાં અઢળક સંપત્તિ વચ્ચે પણ સુખ-શાંતિ કેમ નહિ? શા માટે મૃત્યુ પýાાત સાતમી નરકનું દુઃખ? આ દરેક સવાલનો એક જ જવાબ મળશે કે `આસક્તિ'. ધનની આસક્તિ. ધન વધારવાની અગાધ ઇચ્છા. મર્યાદાથી અતિ પરિગ્રહ. દિવાળીના ચોપડા પૂજન કરતી વખતે મમ્મણને કોઇ યાદ નથી કરતું, શાલિભદ્રની ઋદ્ધિ હોજો એમ લખાય છે. કારણ કે શાલીભદ્રને અઢળક સંપત્તિ હોવા છતાં તે પ્રત્યે આસક્ત નહોતો, મૂર્છા નહોતી. ગૃહસ્થે જીવનમાં જરૂરી સર્વ પદાર્થો જેમ કે ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી, સોનું, વાસણ, દ્વિપદ એટલે કે નોકર ચાકરો, ચતુષ્પદ એટલે હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરે. આ બધાનું પ્રમાણ મર્યાદિત કરી તેનું વ્રત લેવું તેનું નામ પરિગ્રહ પરિમાણ વ્રત. અમાપ ઇચ્છાથી કર્મબંધ થાય છે. ઇચ્છાનું પ્રમાણ મર્યાદિત કરવાથી કર્મબંધ પણ મર્યાદિત થાય છે. ઇચ્છા મર્યાદિત થવાથી સંતોષ નામનો આત્મિક ગુણ સિદ્ધ થાય છે. પરિગ્રહ એટલે શું? તેનાં કેટલા પ્રકાર? ક્યા ક્યા? પ્રભુવીરે દશવૈકાલિક સૂત્રમાં સાધુને (શ્રાવકને) ઉદ્દેશીને કહ્યું છે કે, વસ્તુ એ પરિગ્રહ નથી પણ વસ્તુ ઉપરની મૂર્ચ્છા, મમત્વભાવ, એકત્વપણું, આશક્તિ એ પરિગ્રહ છે. ચાર સંજ્ઞામાંથી પરિગ્રહ નામની સંજ્ઞા જીવને ભવોભવ નચાવે છે. પરિગ્રહ એ લોભ, ઇર્ષા અને દ્વેષનું ઘર છે. જેથી કરી જીવને ચારે બાજુથી હેરાન થવું પડે છે. પીડાવું પડે છે. આ પરિગ્રહ બે પ્રકારે છે. 1) બાહ્ય પરિગ્રહ 2) અભ્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારે છે. જે વંદિત્તાસૂત્રની 18મી ગાથામાં બતાવ્યા છે.
ધણ-ધન્ન-ખિત્ત-વત્થ્; રુપ્પ-સુવન્ને અ કુવિઅ પરિમાણે, દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિIમે દેસિઅં સવ્વં.
1) ધણ એટલે ધન: જે ચાર પ્રકારે છે. જેમાં ગણિમ એટલે ગણીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. રોકડ રકમ, સોપારી, શ્રીફળ વગેરે. ધરિમ એટલે તોળીને, જોખીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. ગોળ, સાકર, અનાજ વગેરે. મેય એટલે માપીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. ઘી, તેલ, કાપડ વિગેરે. પરિછેદ્ય એટલે કસીને કે છેદીને લેવાય તેવી વસ્તુઓ. દા.ત. સોનું, ચાંદી, રત્ન વગેરે. 2) ધન્ન એટલે ધાન્ય: જેમાં જવ, ઘઉં, ચોખા વિગેરે ચોવીશ પ્રકારના ધાન્યનો સમાવેશ થાય છે. 3) ખિત્ત એટલે ક્ષેત્ર: જેમાં સેતુ, કેતુ, સુતકેતુ દ્વારા અનાજ ઉત્પન્ન થાય તેવી ભૂમિ, જમીન, બગીચા વાડી વગેરે. હવે સેતુ એટલે નદી, કૂવાના પાણીથી જે ભૂમિ સિચાય તે ક્ષેત્ર, ભૂમિ, જમીન, બગીચા, વાડીને સેતુ કહેવાય. કેતુ એટલે વરસાદના પાણીથી જે ભૂમિ સિંચાય તે ક્ષેત્ર. ભૂમિ, જમીન, બગીચા, વાડીને સેતુ કહેવાય. સેતુકેતુ એટલે નદી અને વરસાદના પાણીથી જે ભૂમિ સિંચાય તે ક્ષેત્ર-ભૂમિ, જમીન, બગીચા વાડીને સુતકેતુ કહેવાય. ઉપરના ત્રણેય સેતુ, કેતુ, સુતકેતુનો સમાવેશ ક્ષેત્રમાં થાય છે. 4) વત્થુ એટલે વાસ્તુ: ઘર, મકાન, બંગલો, બ્લોક, રૂમ, ફ્લેટ, ટેનામેન્ટ, વિગેરેનો સમાવેશ વાસ્તુમાં થાય છે. 5) રૂપ્પ એટલે રૂપુ: ચાંદી વિગેરેના દાગિના, અલંકારનો સમાવેશ રૂપ્પમાં થાય છે. 6) સુવન્ને એટલે સુવર્ણ જેમાં નહી ઘડેલું સોનું, લગડી, પાટ, બિસ્કીટ વિગેરેનો સમાવેશ થાય છે. 7) કુવિચ એટલે: કુપ્ય જેમાં તાંબુ આદિના વાસણો તેમ જ ઘરવખરી દરેક જાતના ફર્નિચરનો સમાવેશ કુવિયમાં થાય છે. 8) દુપએ એટલે : બે બગવાળા જેમાં દાસ, દાસી, રસોઇયા, રામા વિગેરે માણસોનો સમાવેશ દુપએમાં થાય છે. 9) ચઉપ્પયંમિ એટલે : ચાર પગવાળા જેમાં હાથી, ઘોડા, ઉંટનો સમાવેશ ચઉપ્પયંમિમાં થાય છે.
|
|
સ્વરૂપ
રોકડ, અનાજ, ખેતર, મકાન, સોનું ö રૂપું, ઝવેરાત, રાચરચીલું, નોકરöચાકર, ઢોર öઢાંખર આ નવવિધ પરિગ્રહનું જુદું જુદું પ્રમાણ નિયત કરવું અથવા બધાનું ભેગું અમુક રકમનું ધારવું. 1. રોકડ 2. અનાજ 3. ખેતર 4. મકાન 5. સોનું-રૂપું 6. ઝવેરાત 7. વાસણ-કુસણાદિ, રાચરચીલું 8. નોકર-ચાકર 9. ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે અમુક પ્રમાણથી વધારે રાખવું નહિ અથવા તમામ વસ્તુનું એકંદર પ્રમાણ અમુક રૂપિયાથી વધારે રાખવું નહિ. જો વધારે થાય તો તરત ધર્માર્થ કરવું.
વિકલ્પો
1. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ધન (અમુક) (કુલ પ્રમાણ) રૂપિયાથી વધારે રાખીશ નહિ. 2. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ધાન્ય (અમુક) કિલોથી વધારે રાખીશ નહિ. 3. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ખેતર, જમીન (અમુક) વારથી વધારે રાખીશ નહિ. 4. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી મકાન (અમુક) થી વધારે રાખીશ નહિ. 5. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી સોનું, સોનાના દાગીના (અમુક) કિલો (કુલ) થી વધારે રાખીશ નહિ. 6. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી ચાંદી, ચાંદીના દાગીના/વસ્તુ (અમુક) કિલો (કુલ) થી વધારે રાખશ નહિ. 7. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી સોના, ચાંદી સિવાયની ધાતુઓ (અમુક) કિલો તથા રાચરચીલું (અમુક) થી વધારે રાખીશ નહિ. 8. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી દાસ / દાસીની સંખ્યા (અમુક) થી વધારે રાખીશ નહિ. 9. જીવનપર્યંત (અમુક) વર્ષ સુધી વાહનોની સંખ્યા (અમુક) થી અને પશુઓની સંખ્યા (અમુક)થી વધારે રાખીશ નહિ.
પૂરક નિયમો
1. વધારે કમાવા માટે વધુ પ્રવૃત્તિ કરવી નહિ, પરંતુ જે કમાયા હોય તેમાંથી ધર્મ માર્ગે સદુપયોગ કરવાની વૃત્તિ જરૂર રાખવી. 2. આવકના 50 ટકા કે 25 ટકા કે અમુક ભાગ સાતક્ષેત્રે વાપરવો.
જયણા
ભેટ, સોગાદ કે લેણöદેણ તેમજ અનામત વગેરેમાં કિંમત વધી જતાં તથા જાણતાં અજાણતાં પ્રમાણાતીત થાય તેની જયણા, પરંતુ પછીથી પ્રમાણસર કરી લેવું. ધ્યેય પરિ એટલે નાગપાશની જેમ વ્યક્તિને ચારે બાજુથી ગ્રહે છે અર્થાત્ ગ્રસે છે, પછી વ્યક્તિને તેમાંથી છૂટવું મુશ્કેલ પડે તે પરિગ્રહ. ત્રીજા વ્રતના ધ્યેયમાં જણાવ્યા મુજબનો સંતોષ રાખવો. વધારે સંગ્રહખોરીથી વધારે મૂર્ચ્છા અને પાપબંધ થાય છે. પરિગ્રહમાં ધારેલ પ્રમાણથી વધુ મેળવવાની લાલસા કે પ્રવૃત્તિ ન રાખવી. અંતે તો સર્વ મૂકીને જવાનું છે, આત્માથી પર છે. આથી લક્ષ્મી, પરિવાર શરીર આદિ કોઈપણ પદાર્થ ઉપર ગૃહસ્થપણામાં પણ મૂર્ચ્છાöમમતા રાખવી નહિ. અનાસક્તભાવે જીવતાં શીખવું અને નિર્ગ્રન્થ પદ પામવાનું ધ્યેય રાખવું.
અતિચારો
1. ધન ö ધાન્ય પરિમાણાતિક્રમ ö ધન ö ધાન્યના ધારેલા પ્રમાણનું સ્વપુત્રાદિના નામે ચઢાવી ઉલ્લંઘ કરવું તે. 2. ક્ષેત્ર, વાસ્તુ, પરિણામાતિક્રમö ખેતર આદિ સ્થાવર વસ્તુનું પરિમાણ ઉલ્લધવું તે. ઘર કરી નાખી ઉલ્લંધન કરવું તે. ધારેલા મકાન વગેરેમાં ધાર્યા કરતાં અધિક માળ બંધાવવારૂપ ઉલ્લંધન કરવું તે. 3. રૂપ્ય, સુવર્ણ, પરિમાણાતિક્રમ ö સોનાö ચાંદી આદિનું ધારેલું પ્રમાણ સ્ત્રાળ કે પુત્રના નામ પર ચડાવી દે, કે પોતાની સ્ત્રાળ કે પુત્રને આપી દઈ ઉલ્લંધન કરવું તે. 4. કુપ્ય પરિમાણાતિક્રમ ö ત્રાંબાદિ ધાતુ અને રાચરચીલાના પ્રમાણનું નાનુંöમોટું કરી ઉલ્લંધન કરવું તે. જેમ કે નાના થાળના મોટા થાળ કરાવીને સંખ્યા ઓછી કરી નાખી ઉલ્લંધન કરવું તે. 5. દ્વિપદ, ચતુષ્પદ પરિમાણાતિક્રમö સ્ત્રાળö પત્ની, દાસöદાસી તથા જાનવરનું ધારેલું પ્રમાણ ઉલ્લંધવું તે. સગર્ભા ગાય આદિને એક ગણીને તેના બચ્ચાનો જન્મ થયા પછી તેને પ્રમાણથી વધારે ન ગણવું તે. જે જીવો પરિગ્રહમાં મમતા-આસક્તિ-વાળા હોય છે, તે મૂર્ચ્છામાં જ આરંભ સમારંભ કરે છે અને હિંસા, અસત્ય, ચોરી આદિ અનેક પાપો આચરે છે તેથી દુર્ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. ઉત્તમ જીવોએ આ વ્રત અવશ્ય લેવું જેથી આત્માનું ભવભ્રમણ ટળે અને મુક્તિ મળે.
|