પહેલું ગુણવ્રત અને છઠ્ઠે દિકપરિમાણ વ્રત ગુણવ્રત એટલે શું ?
પાંચેય અણુવ્રતના પાલનમાં તે કેવી રીતે ગુણ કર્તા છે તે સમજીએ. આપણે આગળ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત, સ્થૂલમૃષાવાદ વિરમણવ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત, સ્થૂલ મૈથુન વિરમણવ્રત અને સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રત એમ પાંચ અણુવ્રત જોઇ ગયા. આ અણુવ્રતના પાલનમાં વિશેષ કરીને સહાયક બની ગુણ ઉપજાવી ઉપકારક બને તેને ગુણવ્રત કહેવાય છે. અથવા જે ગૃહસ્થ શ્રાવકો / અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ અણુવ્રતોની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે ત્યારે તેઓ પોતાના જીવનમાં જેટલી જરૂરિયાત છે તે કરતાં પણ અધિકાધિક જરૂરિયાત અને સગવડોને જાળવીને અણુવ્રતનો સ્વીકાર કરે છે. જેને શાસ્ત્રની ભાષામાં - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો સ્થૂલ ત્યાગ (ઉપરછલો ત્યાગ) કર્યો કહેવાય. પરંતુ અસમજણથી તેઓને ઘણો ત્યાગ બાકી રહી જાય છે, આથી મહાત્માઓએ બારવ્રતોમાં ત્રણ ગુણવ્રતોને મુકી હિંસાદિ પાંચ સ્થૂલવ્રતોને કાબુમાં લેવાનો માર્ગ બતાવ્યો છે. પહેલું દિક્પરિમાણ ગુણવ્રત પાંચેય અણુવ્રતને કેવી રીતે ગુણકારક તે સમજીયે. કરવું, કરાવવું અને અનુમોદન કરવું આ ત્રણેનું ફળ એક સમાન છે માટે આ ગુણવ્રતમાં દશેય દિશામાં અમુક કિલોમીટર સુધી જવા-આવવાની મર્યાદા નIાળ કરવાની હોય છે, આવી મર્યાદા નIાળ કરવાથી મર્યાદા બહારની ભૂમિમાં થતા ત્રસ અને સ્થાવર જીવોની અમાપ હિંસા અને પાપોથી બચી શકાય છે. દશેય દિશામાં કન્યા, ગાય, ભૂમિ અને થાપણ સંબંધી જૂઠી સાક્ષીનું જે પાપ થાય છે તે ચારેય સંબંધી જૂઠના પાપથી બચી જવાય છે. શાસ્ત્રમાં ગૃહસ્થને તપાવેલા લોખંડના ગોળા જેવી ઉપમા અપાઇ છે, કારણ કે તપાવેલો લોખંડનો ગોળો જ્યાં જાય ત્યાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરતો જાય તેવી જ રીતે અજ્ઞાનવશ જીવ જ્યાં હોય ત્યાં મન-વચન-કાયાથી કર્યું કરાવ્યુ અને અનુમોદન થકી પાંચ પ્રકારના પાપો કરી અનંતા અશુભ કર્મબંધના ભાથા બાંધે છે આ અનંતા અશુભ કર્મબંધથી બચવા દિક્પરિમાણ વ્રત નામનું પહેલું ગુણવ્રત શ્રાવકે અવશ્યમેવ ગ્રહણ કરવું જોઇએ. જે શ્રાવકો દિક્પરિમાણ વ્રત સ્વીકારે છે તે શ્રાવકોએ દશેય દિશામાં ગમનાગમન માટે જેટલા કિલોમીટરની જયણા રાખી છે તે સિવાયના સ્થાનોમાં થતાં હિંસાદિ પાંચેય પાપોના કારણ - કરાવણના પાપોથી અટકી જાય છે. જેમ કે શ્રાવક શ્રી સમ્યક્ત્વમૂલ બારવ્રત ઉચાર્યા છે તે શ્રાવકો પહેલે સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત ગ્રહણ કરતાં હું કોઇપણ નિર્અપરાધી ત્રસ જીવોને મારવાની બુદ્ધિથી મારીશ નહિ, મરાવીશ નહિ, મારતાને અનુમોદીશ નહિ અર્થાત્ હું પોતે હિંસા કરીશ નહિ, હિંસા કરાવીશ નહિ અને હિંસા કરતાને અનુમોદીશ નહિ આ રીતની પ્રતિજ્ઞા કરે છે. શ્રાવકનું આ પચ્ચક્ખાણ સમગ્ર વિશ્વ - દુનિયાને અનુલક્ષીને થયું. હવે એ જ શ્રાવક બારવ્રતમાં છઠ્ઠા વ્રત અને પહેલું ગુણવ્રત દિક્પરિમાણ વ્રતમાં દશેય દિશામાં રોજે રોજ અમુક 100 કે 500 કિલોમિટરથી વધારે હું ગમનાગમન કરીશ નહિ એ પ્રમાણે દિક્પરિમાણ - વ્રત ગ્રહણ કરે તો તે 100, 500 કે 1000 કિલોમીટર સિવાયની દુનિયામાં થતા હિંસા, અસત્ય, ચોરી અબ્રહ્મ અને અપરિગ્રહના તમામ પાપોના કરણ, કરાવણ અને અનુમોદનાથી થતાં શુભાશુભ કર્મના અનુ-બંધથી આબાદ બચી જાય છે.
દિક્પરિમાણ વ્રત એટલે શું?
પાંચજાતિ, ચાર ગતિ અને ચોર્યાશી લાખ જીવને અનંતાકાળ સુધી ભટકવાનું બંધ કરવું હોય તો દશેય દિશા એટલે પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પýિામ, વાયવ્ય, ઉત્તર, ઇશાન, અધો અને ઉર્ધ્વ એમ દશેય દિશોમાં જવા આવવાની, હરવા ફરવાની અમુક કિલોમીટર સુધીની ગમનાગમન માટેની મર્યાદા નIાળ કરવી તેને દિક્પરિમાણવ્રત કહેવાય છે. આ વ્રત ગ્રહણ કરવાથી અઢાર પાપસ્થાનકોથી થતા અવિરતિજન્ય પાપોથી બચી શકાય છે. કારણકે કોઇપણ જીવ પોતાના જ શરીરથી સમગ્ર દુનિયામાં ગમનાગમન કરી શકવાનો નથી, છતાં પણ તેને જો દિક્પરિમાણ વ્રત ગ્રહણ કર્યું નથી અર્થાત્ વિરતિધર્મને અંગીકાર કર્યો નથી તો તે જીવ અઢાર પાપસ્થાનકો વડે દુનિયાભરમાં થતાં અવિરતિજન્ય પાપોને સદાયને માટે બાંધ્યા જ કરે છે. દા.ત. કોઇક જન્મમાં જીવે વનસ્પતિ-કાયનો દેહ ધારણ કર્યો હોય અથવા કોઇ વૃક્ષનો દેહ ધારણ કર્યો છે અને તેને ત્યાગ્યા બાદ તે વૃક્ષમાંથી જો હિંસક શસ્ત્રાે બનાવવામાં આવે એને તેનાથી કોઇ જીવને દુઃખ પહોંચે તો પણ તેનું પાપ તે જીવને લાગે છે. માટે દિક્પરિમાણવ્રત લીધું હોય તે તેથી થતાં પાપોથી બંધાતો નથી. દશ વૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું છે કે, શિષ્ય પ્રભુને પ્રüા કરે છે કે હે પ્રભુ ! કેમ ચાલવું ? કેમ ઊભા થવું ? કેમ બેસવું ? કેમ સુવું? કેમ ભોજન કરવું? કેમ ભાષણ કરવું? જેથી પાપ કર્મ ન બંધાય. ત્યારે પ્રભુએ કહ્યું, ઉપયોગ પૂર્વક ચાલવું, ઉપયોગ પૂર્વક ઉભા રહેવું, ઉપયોગ પુર્વક બેસવું, ઉપયોગ પૂર્વક સુવું, ઉપયોગ પૂર્વક ભોજન કરવું, ઉપયોગ પૂર્વક ભાષણ કરવું જેથી પાપ કર્મ ન બંધાય.
આ વ્રતના 5 અતિચારો - વિંદત્તા-સૂત્રની 19મી ગાથા. ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉડ્ઢં અહે અ તિરિઅં ચ। વુડ્ઢી સઇ - અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવ્વએ નિંદે।।
|
|
- સઇ - અંતરદ્ધા - એટલે સ્મરણ યાદ ન રહેવાથી ધારેલી દિશાનું પ્રમાણ ભૂલી જવું તે
- ઉડ્ઢં - એટલે ઉર્ધ્વ દિશા (ઊંચી દિશા) એટલે પર્વત, માળ, ઝાડ કે વિમાનમાં જવાનું પ્રમાણ ઓળંગવું તે
- અહે - એટલે અધોદિશા (નીચી દિશા) એટલે ભોંયરા, નદી, કૂવા, વાવ, સમુદ્ર, ખાણમાં જવાનું પ્રમાણ ઓળંગવું તે
- તિરિઅં ઃ એટલે ઊંચી અને નીચી દિશાની વચલો ભાગ, તિર્યંગ દિશામાં જવાનું પ્રમાણ ઓળંગવું તે
- ગમણસ્સ ય પરિમાણે ઃ એટલે જુદી જુદી દિશામાં જે મર્યાદા નIાળ કરી હોય તેમાંથી એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારવી તે ક્ષેત્રવૃદ્ધિ નામનો પાંચમો અતિચાર.
આવા અતિચાર ન લગાડવા લીધેલા વ્રતને બરોબર યાદ રાખવું જોઇએ. તે વ્રતની પ્રતિજ્ઞા ભૂલી ન જવાય તેની સતત કાળજી રાખવી જોઇએ. આ વ્રતનું ટુંકમા સ્વરૂપ, જયણા, વિકલ્પો, નિયમો વગરે જોઇએ અને ત્યાર બાદ છઠ્ઠે દિક્પરિમાણ વ્રતના પાલન અંગે સિંહશ્રેષ્ઠીનું દૃષ્ટાંત જોઇએ.
સ્વરૂપ
ચાર દિશા, ચાર, વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા મળી દશ દિશામાં જવા-આવવાનો નિયમ કરવો.
વિકલ્પો
- ઊર્ધ્વ (ઉપરની) દિશામાં (અમુક) અંતરથી વધુ જઈશ નહિ.
- અધો (નીચેની) દિશામાં (અમુક) અંતરથી વધુ જઈશ નહિ.
- તિર્યગ્ (તિર્ચ્છી) દિશામાં અર્થાત્ પૂર્વ આદિ ચાર દિશા તથા અગ્નિ આદિ ચાર વિદિશામાં (અમુક) અંતરથી વધુ જઈશ નહિ.
- આજીવન / (અમુક) વર્ષ સુધી / જીવનમાં (અમુક) વારથી વધુ પરદેશ જઈશ નહિ અથવા (અમુક) છોડીને બીજા કોઈપણ ઠેકાણે પરદેશ જઈશ નહિ.
પૂરક નિયમો
- ચાતુર્માસમાં દેશ/રાજ્ય/નગર બહાર જઈશ નહિ.
- ભારતમાં અનાર્ય તુલ્ય (અમુક) સ્થળોમાં અનિવાર્ય સંજોગો સિવાય જઈશ નહિ.
જયણા
ત્યક્ત કરેલી ભૂમિની બહારથી આવતાં છાપાં, તાર, ટપાલ, માણસ, ચીજ આદિ લેવા-મોકલવાનો ઉપયોગ કરવો પડે. ધર્મકાર્ય, ગંભીર - અસમાધિકારક -અકસ્માત, શારીરિક વ્યાધિ આદિમાં ઉપરોક્ત નિયમોની છૂટ ગીતાર્થ ગુરુગમથી જાણવી.
ધ્યેય
સંસારની અવિરતિમાં પડેલો આ જીવ લોઢાના બળતા ગોળા જેવો છે. તેનાથી જ્યાં જાય ત્યાં ષડ્જીવનિકાયની હિંસા થાય છે. નિપ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા:આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્રસ-સ્થાવર જીવોને અભયદાન અપાય છે. લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે, મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. આ જાણીને શક્ય એટલું બાહ્ય દિશાગમન નિવારવું અને જ્ઞાન આદિ ઉપયોગે આત્માની અભ્યંતર દિશામાં વિચરવાનું લક્ષ્ય રાખવું.
અતિચારો
- ઊર્ધ્વદિક્પરિમાણાતિક્રમ : અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે.
- અધોદિક્પરિમાણાતિક્રમ : અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે નીચે જવું તે.
- તિર્યગ્દિક્પરિમાણાતિક્રમ : અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે દિશા : વિદિશામાં જવું તે.
- ક્ષેત્રવૃદ્ધિ : એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય ત્યારે ધારેલી એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ સ્વેચ્છાએ વધારવું તે.
- સ્મૃતિઅંતર્ધાન : રાખેલું પ્રમાણ ભૂલી જવું અને શંકા થવા છતાં પણ મર્યાદાથી વધુ આગળ જવું તે.
આ અતિચારોનો ત્યાગ કરવો. એક વાત યાદ રાખવી કે જિનશાસનની તમામ આરાધનાઓ ઉપયોગ - પ્રધાન છે, માટે આપણે દરેક આરાધના કરતી વખતે તમાં બરોબર ઉપયોગ રાખવો, વિશેષ જાગૃતિ રાખવી, પોતે શું કરી રહ્યા છે તે પૂરે પૂરું આપણા ખ્યાલમાં રાખવું તો આરાધના વિશિષ્ટ ફળદાયક બને છે.
|