બીજું ગુણવ્રત અને સાતમે ભોગોપભોગ વિરમણવ્રત
ભોગ અને ઉપભોગ માટેના પદાર્થોનું સ્વશક્તિ અનુસાર સંખ્યાદિ રૂપે પ્રમાણ નIાળ કરવું તે ભોગોપભોગ નામનું બીજું ગુણવ્રત અને સાતમું વ્રત છે. આ સાતમું વ્રત ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે. ભોગ: જે પાંચ ઇદ્રિયોના વિષય (પદાર્થ) એકવાર ભોગવ્યા પછી ફરીથી ભોગવવા યોગ્ય રહે નહિ તેને ભોગ કહે છે; જેમ કે ભોજન, અત્તર વગેરે અને જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે જેમ કે વસ્ત્ર, આભુષણ વગેરે. જે ભોગ-ઉપભોગની વસ્તુઓને ભોગવવામાં દ્રવ્યહિંસા થાય તે તો સર્વથા ત્યાજ્ય છે, પરંતુ જે વસ્તુઓ ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા તો નથી થતી, પણ તેને ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસા અવશ્ય થાય છે માટે તેને ઘટાડવા માટે તેવી વસ્તુઓનું કાલની મર્યાદાથી પરિમાણ કરવું યોગ્ય છે. મહામૂલો મનુષ્ય જન્મને સફળ કરવા મુનિજીવન સ્વીકારે તો જ ઉદ્ધાર છે, પણ હાલ સંયમ જીવન સ્વીકારવા શક્તિમાન ન હોય તો શ્રાવકે જીવન નિર્વાહ કરવા માટે નિષ્પાપ આહાર પાણી જ ગ્રહણ કરવા જોઇએ, આજીવિકા માટે શક્ય હોય ત્યાં સુધી આરંભ-સમારંભ યુક્ત નિંદનીય ગણાતા ધંધાનો ત્યાગ કરી જેમાં ઓછામાં ઓછી હિંસા હોય તેવો જ વ્યવસાય કરવો જોઇએ. શ્રી વિતરાગ પરમાત્માએ પ્રરૂપેલા અહિંસામય ધર્મને પામનાર શ્રાવકે જે પદાર્થોનો ખાવામાં ઘણાં સૂક્ષ્મ અને ત્રસ જીવોની અમાપ હિંસા છે તેવાં બત્રીશ અનંતકાય અને બાવીશ અભક્ષ્ય પદાર્થનો સર્વથા ત્યાગ કરીને શક્ય હોય તેટલાં નિર્જીવ (અચિત્ત) અને નિરવદ્ય (આરંભ - સમારંભ રહિતના) આહારાદિ વાપરવા જોઇએ. મધ અને માંસ ખાવાથી ત્રસ જીવોની હિંસા થાય છે અને દારૂ પીવાથી ઉન્મત્તતા - પાગલપણું આવે છે, સત્ અને અસત્નો વિવેક રહેતો નથી અર્થાત્ અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે અને ત્રસહિંસા પણ થાય છે માટે જિનેદ્રદેવના ભક્તોએ ત્રસહિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મધ, માંસ અને દારૂનો સર્વથા જીવનપર્યંત ત્યાગ કરવો જોઇએ. અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ વગેરે ચીજો પ્રમાદ વધારનારી તથા આત્માના સ્વભાવને વિકારી કરે છે, માટે તેવી ચીજોનો પણ સર્વથા - જીવનપર્યન્ત ત્યાગ કરવો જોઇએ. જે ખાવાથી ફળ (લાભ) થોડો અને સ્થાવર ત્રસ જીવોની હિંસા અધિક થાય તેવાં સચિત્ત હળદર, કંદમૂળ આદિ સર્વ પ્રકારના જમીનકંદ; માખણ, લીમડા અને કેતકી આદિનાં સર્વ પ્રકારના ફૂલ તથા એવી બીજી વસ્તુઓનો ભોગોપભોગ વ્રતધારીએ સર્વથા ત્યાગ કરવો જોઇએ. એવી વસ્તુઓનું પરિમાણ હોય નહિ પણ જીવનપર્યંત તેમનો ત્યાગ જ હોય. સાધારણ વનસ્પતિ અને કંદમૂળાદિમાં અનંત નિગોદિયા જીવ રહે છે. તેમનો ભક્ષ કરવાથી બહુ સ્થાવર જીવોની હિંસા થાય છે માટે તેમનો સર્વથા ત્યાગ કરવો.
સ્વરૂપ : આ વ્રત ભોજનથી તથા કર્મથી બે પ્રકારે છે. તેમાં ભોજનાદિ એક વાર ભોગવાય તે ભોગ, એકના એક વસ્ત્રાદિ વધુ વખત ભોગવાય તે ઉપભોગ. બત્રીસ અનંતકાય સહિત બાવીસ અભક્ષ્યાદિનો ત્યાગ કરી ભોગોપભોગમાં આવતી વસ્તુઓનો સંક્ષેપ કરવો. તે માટે ચૌદ નિયમ પણ ધારવા.
વિકલ્પો : 1. બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય, પંદર કર્માદાન વગેરેમાંથી સર્વનો અથવા શક્ય હોય તેટલાનો ત્યાગ કરવો અને ચૌદ નિયમ ધારવા. 2. માંસ, મદિરા, મધ અને માખણ આ ચાર મહાવિગઈનો ત્યાગ કરીશ. 3. અનંતકાય (કંદમૂળ)નો ત્યાગ કરીશ. 4. અભક્ષ્યનો ત્યાગ કરીશ. 5. દ્વિદળનો ત્યાગ કરીશ. 6. વાસી ભોજનનો ત્યાગ કરીશ. 7. બહુબીજનો ત્યાગ કરીશ. 8. તુચ્છફળનો ત્યાગ કરીશ. 9. ચલિતરસનો ત્યાગ કરીશ. 10. અજાણ્યા ફળનો ત્યાગ કરીશ. 11. બોળ અથાણાનો ત્યાગ કરીશ. 12. રાત્રિ ભોજનનો આજીવન (અમુક વર્ષ-મહિના) માટે ત્યાગ કરીશ. 13. પશુ:પંખીઓને શોખ ખાતર નહિ પાળીશ.
પંદર કર્મદાનના કેટલાક વિકલ્પો : 1. મકાનાદિ - કન્સ્ટ્રક્શનનો ધંધો કરીશ નહિ કે સીધો કરાવીશ નહિ. 2. ખેતી, કૂવા, બોરિંગ વગેરે જમીન ફોડવાનાં કાર્યો કરીશ નહિ. 3. વાહનો બનાવીશ નહિ. 4. વાહનો ભાડે આપીશ નહિ. 5. જંગલમાં લાકડાં કાપવા : કપાવવાનો વ્યાપાર કરીશ નહિ. 6. બોઈલરો, ભઠ્ઠી આદિ ચલાવીશ નહિ. 7. પશુ:પંખીઓના દેહમાંથી બનતી વસ્તુઓનો વ્યાપાર નહિ કરું. 8. રાસાયણિક દ્રવ્યો, જંતુનાશક દ્રવ્યો, ઝેરી દવાઓ આદિનો વ્યાપાર કરીશ નહિ. 9. કેફી દ્રવ્યોનો વ્યાપાર નહિ કરું. 10. કારખાનું નહિ કરું. 11. જીવોનાં અંગોપાંગનો છેદનભેદનનો વ્યવસાય કરીશ નહિ. 12. જંગલ, ઘર આદિમાં આગ લગાડવાનું કામ કરીશ નહિ. 13. કારખાનાંઓનાં ઝેરી જળ વડે જમીન-જળને પ્રદૂષિત નહિ કરું. 14. ફિશરી, પોલ્ટ્રીફાર્મ (મરઘા ઉછેર કેદ્ર આદિ) કતલખાનાં, જુગાર, વેશ્યા આદિને પોષણ થાય તેવા શેર આદિમાં રોકાણ કરીશ નહિ.
પૂરક નિયમો
1. સાંજ : સવારના ચોવિહાર, નવકારશી આદિ પચ્ચક્ખાણ કરવાં. 2. બેસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ આદિ તપýાર્યા રોજ અથવા પર્વ દિવસે કરવી. જેમ કે આઠમ, ચૌદશે ઉપવાસ કરવા ઈત્યાદિ. 3. પર્વતિથિએ લીલોતરી ન ખાવી. કાયમને માટે અમુક લીલોતરીનું લિસ્ટ બનાવી લેવું, એટલે બાકીનાનો ત્યાગ કરવો. 4. આર્દ્રા નક્ષત્રથી કેરી વગેરે, ફાગણ ચોમાસાથી ભાજી, પતરવેલી વગેરે ન વાપરવી. 5. ચા, પાન, બીડી, તમાકુ, અફીણ આદિ વ્સનોનો ત્યાગ કરવો. 6. ઉકાળેલું પાણી વાપરવું, સંથારે સૂઈ રહેવું વગેરે.
જયણા :
દવા, ભેળ-સંભેળ, શરીર વગેરેને કારણે અભક્ષ્યાદિમાં તેમ જ ઘરવખરીના કારણે લેવાય : દેવાય : વેચાય તથા ખાસ ઘરકામ અને વેપાર વગેરેના કારણે; અજાણતાં તથા પરવશપણે પંદર કર્માદાનની બનેલી ચીજ લેવી પડે, ઘર વગેરે ધોળાવવામાં, વસ્ત્ર વગેરે રંગાવવામાં, લગ્ન વગેરે વ્યાવહારિક પ્રસંગોમાં, યંત્રો વગેરે રાખવામાં, તેમજ બીજી અણધારી જરૂરિયાતોમાં જરૂર પડે તેની જયણા.
ધ્યેય :
જડના ભોગ:ઉપભોગ આત્માની વિભાવદશા છે અને તે એકાંતે આત્માને પીડાકારી છે, પણ ઘણા કષ્ટમાં વર્તતી વ્યક્તિને જેમ જેમ હળવા કષ્ટનો વિકલ્પ આપો તેમ તેમ સુખાકારિતાનું ભાન થાય, એવી રીતે અનાદિકાળથી જીવને મિથ્યાત્વજનિત ઈચ્છા, વાસનાઓના મહાકષ્ટના કારણે તેના હળવા વિકલ્પરૂપે જડના ભોગ : ઉપભોગમાં સુખનું ભાન થાય છે, અને આ ગાઢ મિથ્યાત્વના કારણે આત્માને ચૈતન્યના ભોગ:ઉપભોગમાં તસુભાર પણ રસ નથી. આથી પ્રભુએ આત્માને ચેતનમાં રસ જગાવવા માટે સાધુઓ પાસે આરાધનાને પૂરક સિવાયના સર્વ ભોગોપભોગનો ત્યાગ કરાવ્યો છે. જ્યારે સંસારીઓને તેઓ સંસારમાં રહે છતાં પણ તેના પરથી રસ તૂટે અને અનેક `વિણ ખાધાં વિણ ભોગવ્યાં....' જે ફોગટ કર્મબંધ થાય તેવાં ઘણાં કર્મથી બચાવવા આ ભોગોપભોગની મર્યાદા બતાવી છે.
અતિચારો
આ વ્રતના અતિચારો પંદર કર્માદાન સહિત વીસ છેઃ 1. સચિત્ત આહાર : અનાભોગાદિથી ત્યક્ત સચિત્ત વસ્તુ ખાવી તે. 2. સચિત્ત પ્રતિબદ્ધ : સચિત્તની સાથે સંબંધિત વસ્તુ ખાવી તે. 3. અપક્વ આહાર : લોટ વગેરે અપક્વ વસ્તુ ખાવી તે. 4. દુષ્પક્વ આહાર : અડધાં કાચા-પાકાં, નહિ ચઢેલાં શાક અને એવા જ ધાણી, ચણા, પૌંવા વગેરે વસ્તુ ખાવી તે. 5. તુચ્છૌષધિ ભક્ષણ : બોર, જાંબુડાં, શેરડી વગેરે જેમાં ખાવા કરતાં ઘણું નાખી દેવાનું હોય તેવી વસ્તુ ખાવી તે. સચિત્ત ત્યાગીને ઉપલા પાંચ અતિચારો લાગે અને સચિત્ત પરિમાણવાળાને અનાભોગાદિથી ત્યક્ત કરેલ વસ્તુનો ઉપયોગ થતાં ઉપરના અતિચારો લાગે. હવે પંદર કર્માદાનો, જે અતિ પાપવ્યાપારો છે, તે પણ શ્રાવકે ન સેવવા અતિ ઉત્તમ છે. તે પંદર કર્માદાન આ પ્રમાણેઃ- 1. અંગારકર્મ : ભઠ્ઠીકર્મ, ભાડભુંજા-સોની : લુહારનાં કર્મ, ઈંટ-ચૂનો-નળિયાં-કોલસા આદિ પકવવાના વેપાર કરવા તે. 2. વનકર્મ : વન, શાક, પાન, અનાજ, લાકડાં વગેરે કાપવાં-કપાવવાં તે. 3. શટરકર્મ : સ્કુટર, મોટર, બસ, રેલવે, જહાજ, વિમાન વગેરે વાહનો બનાવવાના અને તેના ચક્રાદિ અંગો આદિ ઘડવાના વેપાર કરવા તે. 4. ભાટકકર્મ : ગાડી, ઘોડા, રેલવે, મોટર વગેરે વાહનો ભાડે ફેરવવાના વેપાર કરવા તે. 5. સ્ફોટકકર્મ : ખેતી, કૂવા, બોરિંગ, વોટરવર્ક્સ આદિ જમીન ફોડવાના વેપાર કરવા તે. 6. દંત વાણિજ્ય : કસ્તૂરી, દાંત, મોતી, ચામડાં, હાડકાં, શિંગડાં, વાળ, પીંછાં, ઊન, રેશમ, રાસાયણિક ખાતર વગેરે ત્રસ પ્રાણીઓને મારી તેના અંગના વેપાર કરવા તે. 7. લક્ષ વાણિજ્ય : લાખ, ગુંદર, ખાર, હડતાલ, મનશીલ, રંગ આદિના વેપાર કરવા તે. 8. રસ વાણિજ્ય : મધ, માંસ, માખણ, દૂધ, ઘી, તેલ, ગોળ, ખજૂર આદિના વેપાર કરવા તે. 9. વિષ વાણિજ્ય : વિષ (અફીણ, સોમલ), દારૂગોળો, બંદૂક, કારતૂસ, તીર, તલવાર, ભાલા વગેરે શસ્ત્ર, કોદાળી, પાવડા, હળ, મશીનરી સ્પેરપાર્ટ્સ આદિના વેપાર કરવા તે. 10. કેશ વાણિજ્ય : જીવતા મનુષ્યોના તથા ગાય, બળદ વગેરે તિર્યંચોના વેપાર કરવા તેમ જ તેના કેશ, રુવાંટાં વગેરેનો વેપાર કરવો તે. 11. યંત્રપિલણ કર્મ : મિલ, જીન, ચરખા, ઘંટી, ધાણી, નવા નવા ઔદ્યોગિક પ્લાન્ટ્સ, મશીનરી આદિ ચલાવવાં તે. 12. નિર્લાંછન કર્મ : પશુ-પક્ષીનાં પૂંછડાં કાપવાં, પીઠ ગાળવી, ડામ ઠેવા, ખસી કરવી વગેરે કર્મ કરવાં:કરાવવાં તે. 13. દવદાન કર્મ : ખેતરો અથવા જંગલો આદિમાં અગ્નિ ચાંપવા, અજ્ઞાનતાથી પુણ્ય માની જંગલોમાં દવ આપવા, પાવર હાઉસ ચલાવવા વગેરે પ્રકારનાં કર્મ કરવાં તે. 14. જલશોષણ કર્મ : કૂવા, તળાવ, સરોવર ઉલેચવાં, પાણી સૂકવવાં, બંધો બાંધવા, નહેરો કાઢવી વગેરે કર્મ કરવાં તે. 15. અસતીપોષણ કર્મ : મેના, પોપટ, કૂતરાં, વેશ્યાદિ સ્ત્રાળઓ પોષવી અને તે દ્વારા કમાણી મેળવવી. કૂટણખાણાનાં આદિના ધંધા ચલાવવા વગેરે. આવી જ બીજી જે જલ્લાદ, દારોગા વગેરેની કર્મવૃત્તિઓ હોય તે પણ નહિ કરવી. કર્માદાનો જાતે કરવા-કરાવવાથી લાગે છે. રેલવે, મિલો, કારખાનાંઓ વગેરેના શેરો ધરાવવાથી ભયંકર કર્માદાનો લાગે છે. આ કારણથી સાતમા વ્રતના આ અતિચારોથી પણ બચવાનું યથાયોગ્ય ધ્યાન રાખવું અને યથાશક્તિ નિયમ કરવો.
ચાળ્યા વિનાના લોટનો મિશ્રતાદિનો કાળ
દળાયા પછી ચાળેલો લોટ બે ઘડી બાદ અચિત્ત બને છે અને ચાળ્યા વગરનો લોટ મિશ્ર રહે છે. તેનું કાળ પ્રમાણ જુદા જુદા મહિનાઓને આશ્રયીને નીચે મુજબ છે :-

આ મહિનાઓમાં લોટ ચાળ્યા પછી એક અંતર્મુહૂર્ત:બે ઘડી સુધી મિશ્ર રહે છે, તે પછી અચિત્ત ગણાય છે.
સચિત્ત - અચિત્તાદિની સમજણ
જીવવાળી વસ્તુ હોય તે સચિત્ત કહેવાય છે, જીવરહિત બનેલી વસ્તુ અચિત્ત કહેવાય છે, અને જેમાં કેટલાક અવયવ જીવવાળા હોય, કેટલાક અવયવ જીવરહિત હોય તે વસ્તુ મિશ્ર કહેવાય છે. કાચી પૃથ્વી, પાણી, અગ્નિ, પવન તથા ધાન્યાદિ વનસ્પતિ, એકેદ્રિય જીવસ્વરૂપ છે. શંખ, કોડા વગેરે બેઈદ્રિય જીવો છે. કીડી, મકોડા આદિ તેઈદ્રિય જીવો છે. માખી, વીંછી, ભમરા વગેરે ચઉરિદ્રિય જીવો છે અને નારકી, દેવતા, મનુષ્યો, સાપ, પશુ, પંખી આદિ પંચેદ્રિય જીવો છે. આ જીવોની હિંસા ન થાય તથા ઈદ્રિયોના વિકારો ન વધે, તે હેતુથી શાસ્ત્રમાં તેમજ લોકવ્યવહારમાં ભક્ષ્યાભક્ષ્યાદિની જે વ્યવસ્થા નિયત કરવામાં આવી છે તેને અનુસરીને અભક્ષ્યાદિનો ત્યાગ કરવો. જીવદયાના પરિણામ સાચવવા તથા શાસ્ત્રાેક્ત વ્રત:નિયમો બરાબર ગ્રહણ કરવા અને પાળવા, એ પ્રત્યેક વિવેકીનું કર્તવ્ય છે. તેની યતના રાખવાના હેતુથી શ્રાવકે મકાનમાં રસોઈના સ્થાને, તથા ખાવા:પીવા, દળવા, ખાંડવા, સૂવા, બેસવા, નાહવા આદિના સ્થાને દસ ઠેકાણે ચંદરવા બાંધવા જોઈએ અને (1) પાણી ગાળવાનું, (2) ઘી ગાળવાનું, (3) તેલ ગાળવાનું, (4) દૂધ ગાળવાનું, (5) છાશ ગાળવાનું, (6) ઉકાળેલું પાણી ગાળવાનું, (7) આટો ચાળવાનું એમ સાત ગળણાં-ગળણી ચાળણી યથાયોગ્ય રાખવાનો ઉપયોગ રાખવો જોઈએ.
સંયમી બનવા માટે ચૌદ નિયમ ધારવાની ખાસ જરૂર
- ભૂતકાળ કરતાં આજકાલ વધી પડેલી બિનજરૂરી જરૂયાતોને લીધે જીવન અસંયમી બની રહ્યું છે, મોંધું બની રહ્યું છે.
- સંયમી અને સાદું જીવન જ તેમાંથી બચવાનો ઉપાય છે. આ ચૌદ નિયમ ધારવાની યોજના સંયમી જીવન કેળવવા માટેની વ્યવહારુ ચાવી છે.
- દરરોજ સવારે આગલી રાત્રિના નિયમો સંક્ષેપવા જોઈએ અને ચાલુ દિવસના ધારવા જોઈએ.
- દરરોજ સાંજે પણ ઉપર મુજબ દિવસના નિયમો સંક્ષેપવા જોઈએ અને રાત્રના ધારવા જોઈએ.
- વળી આખી દુનિયામાં આરંભ:સમારંભની જે કંઈ પ્રવૃત્તિઓ નિરંતર ચાલી રહી છે, તેમાં રહેલા પાપમાં આપણો ભાગ છે. જ્યાં સુધી આપણે જે ચીજનો મન:આત્માના પરિણામપૂર્વક ત્યાગ ન કરીએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરવાની છૂટ રાખીએ છીએ, માટે તે પાપના ભાગીદાર બનીએ છીએ.
|
|
- જે ચીજો આપણને જરૂરી જણાય તેટલી જ છૂટ રાખી લઈને બાકીની દુનિયાભરની તમામ ચીજોનો પરિણામપૂર્વક ત્યાગ કરવાની સતત જાગૃતિ રાખવાથી તે પાપ લાગતું નથી અને સંયમ કેળવાય છે.
- સવારે દિવસ દરમ્યાન પોતાને જરૂર પડે તેમ હોય તેટલી ચીજોની છૂટ રાખી લઈ બાકીની વસ્તુઓનો નિયમ કરવો તનું નામ નિયમ ધાર્યા કહેવાય.
- સાંજે, સવારે ધારેલા નિયમોની મર્યાદા પ્રમાણે બરાબર પાલન થયું છે કે નહિ તેનો વિગતવાર વિચાર કરવો તેને નિયમ સંક્ષેપવા કહેવાય. લાભમાં એટલે નિયમો સંક્ષેપતી વખતે જેટલી ચીજ વાપરવાની જે પ્રમાણે છૂટ રાખી હતી, તેમાં પણ ઓછી ચીજનો વપરાશ કર્યો હોય તો બાકીની છૂટ લાભમાં કહેવાય છે; કેમ કે છૂટ રાખવા છતાં વપરાશ વખતની પ્રવૃત્તિમાંથી થતા પાપમાંથી છૂટવાનો લાભ મળે છે.
- નિયમો ધારવાથી સંતોષવૃત્તિ પેદા થાય છે.
- નિયમો ધારવાથી ઘણાં બધાં પાપોથી બચી જવાય છે.
- નિયમો ધારવાથી જીવન ઓછું ખર્ચાળ બની જાય છે.
- નિયમો ધારવાથી મન ખોટી ઈચ્છાઓમાંથી પાછું વળે.
જયણા : ધર્મકાર્ય વગેરેને લીધે ચીજોનો વપરાશ તેમ જ નિયમની મર્યાદા-હદ ઓળંગાઈ ન જાય કે વધારે સૂક્ષ્મ ગણતરી કરી શકાય નહિ તો તે સંબંધી રખાતી છૂટ તેને જયણા કહેવાય છે. થોડા દિવસ ધારવાનો અભ્યાસ પાડયા પછી દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કરવું.
દેશાવગાસિયં ઉવભોગં પરિભોગં પચ્ચક્ખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ-વોસિરામિ. ચૌદ નિયમો અંગે સમજ અને ધારવાની સમજૂતી सचित-दव्व-विगड्-वाणह-तंबोल-वत्थ-कुसुमेसु । वाहण-सयण-विलेवण-बंभ-दिसि-नाण-भत्तेसु ।।
અ નિયમ ધારવાનું પ્રમાણ ત્રણ રીતે નIાળ થાય છે : સંખ્યાથી, વજનથી અને પ્રમાણથી વધુ ન વાપરવું. બ જે વસ્તુ બિલકુલ ન વાપરવાની હોય તેનો ત્યાગ રખાય છે.
સચિત્ત : જેમાં જીવ છે એમ જણાય તે સચિત્ત કહેવાય છે. અનાજ વગેરે વાવવાથી ઊગે તેને સચિત્ત કહેવાય છે. કાચું શાક, કાચું પાણી, કાચું મીઠું વગેરે પણ સચિત્ત કહેવાય છે. તે ચૂલે ચડવાથી અચિત્ત થાય છે. પછી સચિત્ત ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી કાઢી નાંખ્યા બાદ બે ઘડી (48 મિનિટ) પછી અચિત્ત થાય છે. દાખલા તરીકે પાકી કેરીમાંથી ગોટલો જુદો કર્યા પછી બે ઘડી બાદ તેનો રસ તથા કટકા અચિત્ત થાય છે. તેમ દરેક ફળમાં સમજવું.
- ખાવામાં આવતા દરેક સચિત્ત પદાર્થની આમાં ગણતરી કરવામાં આવે છે. ખાવાની 1-2-5-7 કે અમુક સંખ્યા ધારી લેવી. તેનાથી વધુનો ત્યાગ.
- દ્રવ્ય : આખા દિવસમાં જેટલી ચીજો મોઢામાં નાખવાની હોય તે દરેક ચીજ જુદાં જુદાં દ્રવ્ય ગણાય. જેમ કે પાણી, દૂધ વગેરે. ધાતુ તથા આંગળી મુખમાં નાખવી તે સિવાય મુખમાં જે નાખવામાં આવે તે દરેકની ગણતરી કરવી. એક જ ચીજમાં સ્વાદ ખાતર કે અન્ય કારણે સ્વાદ કર્યા પછી કંઈપણ ઉમેરવામાં આવે ત્યાર પછી તે દ્રવ્ય બીજું ગણાય. જેટલા સ્વાદ જુદા તેટલાં દ્રવ્ય જુદાં ગણાય.
- વિગઈ : કુલ વિગઈઓ 10 છે. તેમાં મધ, મદિરા, માંસ, માખણ આ ચાર મહાવિગઈ છે અને અભક્ષ્ય છે. બાકીની છ ભક્ષ્ય વિગઈઓ છે. તે આ મુજબ : દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (ઘી-તેલમાં તળેલી ચીજ, કડાઈમાં થતી ચીજો : લોઢી ઉપર તેલ, ઘી, મૂકીને તળેલી ચીજો) વિગઈ સંબંધી વિગતવાર જાણવાની ઈચ્છાવાળાએ પચ્ચક્ખાણ ભાષ્ય તેમજ ગુરુગમથી જાણી લેવું.
છ વિગઈઓમાંથી ઓછામાં ઓછી એકાદ વિગઈની વારાફરતી ત્યાગ રોજ રાખવો જ જોઈએ.
વિગઈનો ત્યાગ ત્રણ રીતે થઈ શકે છે : 1) મૂળથી ત્યાગ 2) કાચી ત્યાગ 3) નીવિયાતી ત્યા
દૂધ વિગઈ : મૂળથી ત્યાગ હોય તો દૂધ અને દૂધમાંથી બનેલી કોઈપણ ચીજ વાપરી શકાય નહિ. કાચી ત્યાગ હોય તો ફક્ત દૂધ પીવાય નહિ, પણ દૂધની બીજી કોઈ બનાવટની ચીજ વાપરી શકાય. નીવિયાતી ત્યાગ હોય તો દૂધનો સ્વાદફેર થઈ ગયેલી ચીજ (ખીર:દૂધપાક) ન વપરાય.
- દહીં:વિગઈ : મૂળથી ત્યાગ હોય તો દહીં અને દહીં નાખેલી કોઈપણ ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો ફક્ત (કાચું) દહીં ખવાય નહિ પરંતુ દહીંનો સ્વાદ ફરી જાય તે રીતે બનાવેલી કોઈપણ ચીજ તેમ જ માખણ કાઢેલી વલોણાની છાશ પણ વપરાય. નીવિયાતી ત્યાગ હોય તો શિખંડ, રાયતું, દહીં ભાંગીને કરવામાં આવેલ કઢી વગેરે વપરાય નહિ.
: ખાસ સૂચના : બરાબર ગરમ કર્યા વગરનાં ગોરસ, એટલે કાચાં દૂધ, દહીં, છાશની સાથે કઠોળ અથવા કઠોળના લોટમાંથી બનાવેલી કોઈપણ ચીજ વાપરવાથી વિદળ દોષ લાગે. માટે તેના ત્યાગનો ઉપયોગ (કાળજી) રાખવા ચૂકવું નહિ, કારણ કે તે બન્ને ભેગા થતાંની સાથે જ તેમાં બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે.
- ઘી વિગઈ : મૂળથી ત્યાગ હોય તો ઘી અને જેની અંદરથી આવેલ હોય તે સઘળી ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો કાચું ઘી અથવા કાચા ઘીથી ચોપડેલી કોઈપણ ચીજ ન વપરાય, પરંતુ ત્રણ ઘાણ પછીનું ઘી વપરાય. નીવિયાતી ત્યાગ હોય તો પકવાન્ન વગેરે મીઠાઈઓ તેમ જ તળેલી ચીજો તથા નિવિયાતું ઘી વપરાય નહિ.
તેલ વિગઈ :: મૂળથી ત્યાગ હોય તો તેલ અને જેની અંદર તેલ આવે તેવી ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો કાચું તેલ કોઈ ચીજમાં ઉપર નાંખીને અથવા લઈને વપરાય નહિ. નીવિયાતી ત્યાગ હોય તો તેલનાં શાક આદિ વપરાય નહિ. ગોળ વિગઈ :: મૂળથી ત્યાગ હોય તો ગળપણ-વાળી કોઈપણ ચીજ વપરાય નહિ, એટલે કે ગોળ તથા ખાંડ આદિ તથા તે નાખેલી કોઈપણ ચીજ કલ્પે નહિ. કાચી ત્યાગ હોય તો ગોળ કે ખાંડ વાપરવાં નહિ, તે નાખેલી અને ચૂલે ચઢેલી ચીજ કાચી ન કહેવાય. કડા વિગઈ : તળાઈને જે ચીજ થાય તે કડામાં ગણાય, પણ વઘારેલું હોય તે કડા વિગઈમાં ન આવે. મૂળથી ત્યાગ હોય તો તળેલી ત્રણ ઘાણ પહેલાં કે પછીની ચીજ તેમ જ કોઈ જાતનું પકવાન્ન ન વપરાય. કાચી ત્યાગ હોય તો ત્રણ ઘાણ પછીની વસ્તુ વપરાય. નીવિયાતી ત્યાગ હોય તો પહેલા ત્રણે ઘાણની વસ્તુ વપરાય, પણ ત્યાર પછીના ઘાણની વપરાય નહિ. તમામ જાતનાં પકવાન્ન કડા વિગઈના નીવિયાતામાં આવે, માટે વપરાય નહિ. વિગઈઓ માટે વધુ ખુલાસો ગુરુગમથી જાણી લેવો. પ્રાય: કરીને વિગઈની બાબતમાં ઘણા સમજભેદ પડતા હોવાથી આ નિયમ લેનારે તેને માટે ગુરુગમ લઈને જ કરવું.
- વાણહ: ઉપાનહ:જોડા, બૂટ, ચંપલ વગેરેનો સમાવેશ થાય છે. તેની સંખ્યા નIાળ કરવી. ભૂલથી બૂટ વગેરે ઉપર પગ મુકાઈ જાય તેની જયણા રાખવી.
- તંબોલ : પાન, સોપારી, ઈલાયચી, તજ, લવિંગ વગેરે મુખવાસની વસ્તુઓ વજનથી ધારવી.
- વસ્ત્ર : પહેરવા:ઓઢવાનાં વસ્ત્રાેની સંખ્યા નIાળ કરવી. ધર્મકાર્યમાં જયણા રાખવી. ભૂલથી પોતાના બદલે બીજાનાં વસ્ત્રાે પહેરાય તેની જયણા રાખવી (તે ગણાય નહિ.)
- કુસુમ : સૂંઘવામાં આવતી દરેક વસ્તુનો આમાં સમાવેશ થાય છે. આની ગણતરી વજનથી નIાળ કરી શકાય. ઘી, તેલ આદિના ભરેલા ડબ્બા વગેરે સૂંઘવા નહિ. જે વસ્તુ સૂંઘવાની જરૂર જણાય તે આંગળી ઉપર લઈને જ સૂંઘવાનો અભ્યાસ રાખવો.
- વાહન : મુસાફરીનાં વાહનો : ફરતાં, ચરતાં, તરતાં એ ત્રણ પ્રકારનાં છે. ફરતાં-ગાડી, મોટર, સ્કૂટર, સાયકલ, રેલવે, ઊડતાં ઍરોપ્લેન અને લિફ્ટનો તેમાં સમાવેશ થાય છે. ચરતાં : બળદ, ઊંટ, હાથી, ખચ્ચર વગેરે સવારીનાં પશુવાહનો. તરતાં : સ્ટીમર, વહાણ, આગબોટ, નૌકા વગેરે જળમાર્ગી મુસાફરીનાં વાહનો. તેની સંખ્યા નIાળ કરવી.
- શયન : સૂવા માટે પાથરવાની ચીજો અને બેસવાનાં આસનોનો પણ આમાં સમાવેશ થાય છે. પાટ:પાટલા: ખાટલા : ખુરશી : પલંગ : સોફાસેટ - કોચ :ગાદી : ચાકળા : ગાદલાં : ગોદડાં : સાદડી : શેતરંજી વગેરેની સંખ્યા નIાળ કરવી.
- વિલેપન : શરીરે ચોપડવાનાં દ્રવ્યો તેલ, અત્તર, સુખડ, સેન્ટ, વિક્સ, બામ તેમ જ મીઠું, હળદર આદિ વસ્તુઓનો લેપ. આની ધારણા વજનથી કરવી.
- બ્રહ્મચર્ય : અહીં બ્રહ્મચર્યનો મુખ્ય અર્થ મૈથુનત્યાગ તેમ જ કૃત્રિમ રીતે શુક્રક્ષયનો નિષેધ સમજવો. સ્વદારા-સંતોષવાળા એ પણ પ્રમાણ કરી લેવું, કાયાથી પાળવું, મન અને વચનથી જયણા, પરસ્ત્રાળ ત્યાગ.
- દિશા : ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પýિામ અને ઊંચે તથા નીચે એમ 6 દિશા થાય છે અથવા ચાર ખૂણા (વિદિશા) ઉમેરતાં દશ દિશા થાય છે. ઊંચે એટલે સીડી, લિફ્ટ, પર્વત આદિનું ચઢાણ. નીચે એટલે વાવ, ભોંયરા આદિમાં ઉતરાણ. દરેક દિશામાં તથા ઊંચે નીચે અમુક ગાઉ-માઈલ-કિલોમીટરથી વધુ ન જવું, તેનો નિયમ કરવો. ધર્મકાર્યમાં જયણા.
- સ્નાન : નહાવાની ગણતરી... 1-2-3-4 વખતથી વધુ ન નહાવું, તેની સંખ્યા નIાળ કરવી. ધર્મકાર્યમાં જયણા.
- ભક્તપાન : ખોરાક-પાણીના વજનનો સમાવેશ, આખા દિવસમાં વપરાતાં ખોરાક-પાણીનું કુલ વજન (પાંચશેર- દશશેર-અડધો મણ વગેરે) નIાળ કરવું. વપરાતી વસ્તુના વજનનો ખ્યાલ રાખવો કે જેથી સંક્ષેપતી વેળાએ સુગમતા રહે.
ચૌદ નિયમો ઉપરાંત તેની સાથે નીચેની બાબતો ષટ્કાયના નિયમો વિશે પણ ધારવામાં આવે છે.
- પૃથ્વીકાય : પૃથ્વીરૂપ શરીરવાળા જીવો. અહીં તેનાં નિર્જીવ શરીરો ખાવામાં કે અન્ય કામમાં પણ સમજવાં. માટી-મીઠું-સુરમો-ચૂનો-ક્ષાર-પથ્થરાદિનો વજનથી નિયમ ધારવો. ઉપરોક્ત વસ્તુઓ ખાવા તથા વાપરવાનો આમાં સમાવેશ છે.
- અપકાય : પાણીરૂપ શરીરવાળા જીવો. અહીં તેનાં નિર્જીવ શરીરો પણ સમજવાં. પાણી-બરફ-કરા વગેરેનો સમાવેશ થાય છે. વજનથી નિયમ કરવો. પીવા તથા વાપરવાના પાણીનો આમાં સમાવેશ થાય છે. નિયમ ધારનારે નળ નીચે બેસી નહાવું નહિ. તેમ જ ઘણા પાણીમાં પડીને નહાવું નહિ, પરંતુ વાસણમાં થોડું પાણી લઈ પછી જ નહાવું.
- તેઉકાય : અગ્નિરૂપ શરીરવાળા જીવો. દેવતા-વીજળી-સળગતા ગેસ વગેરેનો સમાવેશ થાય છે. ચૂલા-સ્ટવ-ભઠ્ઠી તથઅ સઘળી જાતના દીવા વગેરે : લાઈટ વગેરે કે ઈલેક્ટ્રિકથી ચાલતાં સાધનોમાં તેઉકાયની વિરાધના થાય છે. આનો નિયમ સંખ્યાથી કરવો. એક-બે ચૂલા ધારવા. (કંદોઈના ચૂલાની છૂટ રાખી હોય તો જ તેની મીઠાઈઓ ખપે.)
- વાઉકાય : પવનરૂપ શરીરવાળા જીવો. અહીં તેના અચિત્ત શરીરનો પણ સમાવેશ થાય છે. લીલોતરી તોલીને સમજવી. અમુક સંખ્યા પણ ધારી શકાય.
- વનસ્પતિકાય : વનસ્પતિરૂપ શરીરવાળા જીવો. અહીં તેના અચિત્ત શરીરનો પણ સમાવેશ થાય છે. લીલોતરી તોલીને સમજવી. અમુક સંખ્યા પણ ધારી શકાય.
- ત્રસકાય : હાલતાં ચાલતાં તમામ સક્રિય પ્રાણીઓ. આમાં બેઈદ્રિયથી પંચેદ્રિય સુધીનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. અળસિયાં, ડાંસ, માખી, મનુષ્યો, પશુ, પંખી, માછલાં વગેરેને જાણી જોઈને મારવાની બુદ્ધિથી હણવાં નહિ. દરેક પ્રવૃત્તિઓમાં ઉપયોગ (કાળજી) રાખવો.
- અસિકર્મ : હથિયારથી આજીવિકા ચલાવવાનો ધંધો. તલવાર, બંદૂક, ચપ્પુ, સૂડી, કાતર વગેરેનો હથિયારમાં સમાવેશ થાય છે. આવા હથિયારો કેટલાથી વધુ ન વાપરવાં તેનો સંખ્યાથી નિયમ કરવો.
- મસિકર્મ : લખેલાં શાસ્ત્રાેના પઠન, પાઠન અને વેપારમાં નામ વગેરે લખવામાં મસી:શાહીનો ઉપયોગ થાય છે. અર્થાત્ મસી-શાહીના ઉપયોગપૂર્વક આજીવિકા ચલાવવાનો ધંધો. અહીં લખવાના કામમાં ઉપયોગમાં લેવાતાં દ્રવ્યો શાહી, કલમ, હોલ્ડર, પેન્સિલ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વસ્તુઓનો સંખ્યાથી નિયમ કરવો, તેનાથી વધુ ન વાપરવી.
- કૃષિકર્મ : ખેતી કરીને આજીવિકા ચલાવવાનો ધંધો. ખેતીમાં ઉપયોગી હળ-કોશ-હથોડી-પાવડા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સાધનોની સંખ્યાની ધારણા કરવી.
સારાંશ
જગતમાં જે જે પદાર્થો વિદ્યમાન છે, તે તે બધા કદી આપણા ભોગોપભોગમાં આવતા નથી. છતાં તે પદાર્થોના આરંભથી ઉત્પન્ન થતા દોષો આપણને અવિરતપણે લાગી રહ્યા છે. માટે ઉપર પ્રમાણે નિયમો ધારવાથી છૂટા રાખેલ સિવાયના તમામ આરંભ-સમારંભ કે પાપની પ્રવૃત્તિઓનો ત્યાગ થાય છે અને ધર્મ આરાધનાની શ્રેણીમાં આત્મા વિશુદ્ધિ અને તન્મયતા કેળવી આગળ વધે છે.
|