• ત્રણ ગુણવ્રતમાં8thvrat

  • 1

"आर्तरौद्रमपध्यानं, पापकर्मोपदेशिता । हिंसोपकारिदानं च, प्रमादाचरणं तथा ।।73।। યોગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ."
"આર્તધ્યાન, રૌદ્રધ્યાન, પાપકર્મોપદેશ, હિંસાકારી વસ્તુઓનું પ્રદાન તથા નાટક - ચેટકાદિ પ્રમાદાચરણરૂપ અનર્થદંડનો ત્યાગ કરો."

દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની અંદર નિષ્પ્રયોજન (બેમતલબ) પાપોપદેશાદિરૂપ પાપપૂર્ણ મન - વચન - કાયાની પ્રવૃત્તિથી વિરમવું - વિરક્ત થવું
તેને તીર્થંકરદેવાદિ અનર્થદંડવ્રત કહે છે. ધ્યાન સાધના દરમ્યાન રૌદ્રધ્યાનમાં સ્થિર થતા પ્રસન્નચંદ્રરાજર્ષીએ નરકગતી બાંધી,
પરંતુ તુરંત જ જાગૃત થતા પશ્ચાતાપથી શુભ ધ્યાનથી શુદ્ધ ધ્યાનમાં શ્રેણી ચડતા કેવળજ્ઞાન પામે છે.

ત્રીજું ગુણવ્રત - આઠમું અનર્થદંડ વિરમણવ્રત

શ્રાવકના બાર વ્રતોમાં પહેલા પાંચ અણુવ્રતો પછી ત્રણ ગુણવ્રતો આવે છે. સાધુ ભગવંતો જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, તે પાળવાની ક્ષમતા ન હોવાથી શ્રાવકો તે જ મહાવ્રતોને સ્થૂલથી પાળે છે, તેને અણુવ્રતો કહેવાય છે. આ અણુવ્રતોના પાલનમાં સહાયક બને, ગુણકારી બને તેવા બીજા ત્રણવ્રતો  ગુણવ્રતો તરીકે ઓળખાય છે. તેમાંનું છેલ્લું ત્રીજું ગુણવ્રત આ અનર્થદંડ વિરમણવ્રત છે.
અનર્થદંડ વિરમણવ્રત એટલે શું?
સ્વજન, શરીર, વ્યવહાર તથા ધર્મને માટે જે આરંભ સમારંભ કરવામાં આવે તેને અર્થ દંડ કહેવામાં આવે છે. એટલે પોતાના ઉપયોગ માટે થતા આરંભ તે અર્થદંડ અને જેની સાથે કાંઇપણ પ્રયોજન નથી છતાં તેનો આરંભ, મન, વચન, અને કાયાથી કરે તે અનર્થદંડ.
અર્થઇંપ્રયોજન, અનર્થઇંપ્રયોજન વિના. કોઇપણ પ્રકારના પ્રયોજન વિના જેના વડે આત્મા દંડાય, કર્મોને બાંધનારો બને, દુર્ગતિમાં જનારો બને, તેને અર્થદંડ કહેવાય વિરમણ - અટકવું. આવી પ્રયોજન વિના આત્માને દંડ કરનારી વિચારણાઓ, વાણી કે વર્તનથી અટકવું તે અનર્થદંડ વિરમણ વ્રત.
પોતે યુદ્ધાદિ કરવાનું ન હોવા છતાં ય બીજા માટે હિંસક શસ્ત્રાે બનાવવા, તેના સ્પેરપાર્ટસ બનાવવા તેને જોઇન્ટ કરી આપવા તે અનર્થદંડ છે. વારંવાર બોલબોલ કરવું, પુષ્કળ પ્રમાણમાં બોલ બોલ કરવું, કોઇ પૂછે નહિ તો પણ બોલવું, જાણે કે બધી જવાબદારી પોતાની જ છે તેમ સમજીને જેને તેને સલાહ આપવા બેસવું કે જેની તેની સાથે ગમે તે વાત કર્યા કરવી તે અનર્થ દંડ છે. આવી વાચાળતા રાખવા જેવી નથી. `ચાર મળે ચોટલા, ભાંગે કોઇના ઓટલા' કહેવતને આપણે સામે ચાલીને પોતાના માટે સાચી ઠેરવવાની કોઇ જરૂર નથી. ટૂંકમાં પોતાના સાંસારિક જીવનની તમામ જવાબદારી અદા કરવા માટે જે જરૂરી હોય, તે છોડીને બાકીનું વિચારવું, બોલવું કે કરવું તે અનર્થદંડ છે. આવા અનર્થ દંડથી યથાશક્ય અટકવાનો પ્રયત્ન કરવો જોઇએ.

અનર્થદંડના મુખ્યત્વે ચાર પ્રકાર છે.

1) દુર્ધ્યાન 2) પાપ-કાર્યનો ઉપદેશ 3) હિંસાદિમાં ઉપયોગી સાધનો 4) પ્રમાદાચારણ. ઉપરની ચાર રીતે આત્મા વગર પ્રયોજને કર્મોથી દંડાય છે. માટે આ ચારેય અનર્થદંડ ગણાય છે.

1) દુર્ધ્યાન

ધ્યાન એટલે અંતર્મુહૂર્ત સુધીની (48 મિનિટથી ઓછી) મર્યાદાવાળી મનની સ્થિરતા કે એકાગ્રતા. અંતર્મુહર્ત સુધી મનની એકાગ્રતા જ્યારે અશુભ વિષયની હોય ત્યારે તે અપધ્યાન કે દુર્ધ્યાન કહેવાય. જ્યારે તે એકાગ્રતાનો વિષય શુભ હોય ત્યારે તે ધર્મધ્યાન કે શુક્લધ્યાન બને છે.
આ અપધ્યાન કે દુર્ધ્યાનના બે પ્રકાર છે. અ) આર્ત્તધ્યાન બ) રૌદ્રધ્યાન.
આર્તધ્યાન: દુઃખી થવાના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આ આર્તધ્યાન આત્માને થતુ હોવાથી અલક્ષ્ય છે, છતાં બહારના લક્ષણો ઉપરથી `આર્તધ્યાન થઇ રહ્યું છે' તેવું અનુમાન કરી શકાય છે. આર્તધ્યાનને જણાવનારા સામાન્ય રીતે ચાર લક્ષણ છે. 1) આક્રંદ: કાળો કકળાટ કરવો, મોટેથી રડવું વગેરે 2) શોચન: શોક કરવો, આસું પાડવા, વિલખા થવું, સુનમુન રહેવું વગેરે. 3) પરિદેવન: દીનતા કરવી, નિસાસા નાંખવા, વારંવાર તેવી કર્કશ વાણી કહેવી વગેરે. 4) તાડન: પોતાના શરીરે જ ઘાત કરવો, છાતી, માથા કુટવા વગેરે.
આર્તધ્યાનના ચાર પ્રકાર છે.
1) અનિષ્ટનો સંયોગ તે આર્તધ્યાન: અનિષ્ટ એટલે નહિ ઇચ્છેલું, નહિ ગમતું, પોતાને જે પ્રતિકૂળ હોય તે આવા અનિષ્ટનો જ્યારે સંયોગ થાય ત્યારે ઘણીવાર જીવ આકૂળ, વ્યાકૂળ બની જાય છે. અને તે અનિષ્ટ પરિસ્થિતિને દૂર કરવા ધમપછાડા કરે છે. મનમાં સતત હાયવોય કરે છે. તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દુર્ભાવોની પરંપરા ચલાવે છે. ટૂંકમાં નહિ ઇચ્છાયેલી ચીજ પાસે આવે ત્યારે અરૂચિ, અણગમો અને તે ચીજ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જે બેચેની રહે તે અનિષ્ટના વિયોગની ઇચ્છા તેનું નામ આર્તધ્યાન.
2) ઇષ્ટનો વિયોગ તે આર્તધ્યાન: પોતાને જે વસ્તુ ઇષ્ટ હોય, અનુકુળ હોય, ગમતી હોય તે વસ્તુનો ગમે તે કારણસર વિયોગ થાય ત્યારે જે હાય, વોય થાય આર્તધ્યાન છે. એ વસ્તુ ક્યારે મળશે? કેમ મારી પાસેથી ચાલી ગઇ? તે મેળવવા હું શું કરું? વગેરે રીતે દુઃખી થઇ જે ધ્યાન થાય તેને આર્તધ્યાન કહેવાય.
3) ચિંતા: રોગ, આંતક, કષ્ટ - વેદના વગેરે પ્રાપ્ત થયા પછી એવો વિચાર આવે કે આ ક્યારે મટશે? સતત તે રોગ વગેરેના નાશની વિચારણાઓ કર્યા કરવી તે ચિંતા નામનું આર્ત્તધ્યાન છે.
4) અગ્રશૌચઃ પૂર્વ ભોગવેલા ભોગોનું સ્મરણ કર્યા કરવું તે આર્તધ્યાન છે અથવા ઇદ્ર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરે જોઇને ભવાંતરમાં તે બધું મળે તેવી ઇચ્છાઓ કરવી કે તેવા નિયાણાં કરવા તે પણ આર્તધ્યાન છે. આર્તધ્યાન કરવાથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે માટે આર્તધ્યાનથી દૂર રહેવું જોઇએ.
આજ આર્તધ્યાનના કારણે સંયતિ નામના સાધ્વીજી ગિરોળી તરીકે જન્મ્યા. નંદમણિયાર શેઠને પાણી પીવા નહિ મળવાથી પાણી પીવાની લેશ્યામાં મરવાથી મરીને તળાવમાં દેડકો થયા. સુકોસલ મુનિની માતા આર્તધ્યાનમાં મરી વાઘણ થયા. આવા કડવા ફળ જાણીને આર્તધ્યાન ન કરવાનો આજે જ સંકલ્પ કરવો જોઇએ.
બ) રૌદ્રધ્યાન: રૌદ્ર એટલે ભયંકર. આ અપધ્યાન આર્તધ્યાન કરતાં વધારે ક્રૂર અધ્યવ્ય - વાયવાળું છે. આ ધ્યાનથી નરકગતિમાં જવાય છે. આ ધ્યાનમાં આત્માના પરિણામો નિષ્ઠુર અને નિર્દય થાય છે. આ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે.
1) હિંસાનુબંધી રૌદ્રધ્યાન: જીવોની હિંસા કરવાની ઇચ્છાથી માંડીને તેને ખતમ કરવા માટેની જાત જાતના વિચારોની પરંપરા ચલાવી તે. 

 

2) મૃષાનુબંધી રૌદ્રધ્યાન: બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ બોલવાની વિચારણા કરવી, તે જૂઠનો કોઇ પ્રતિકાર કરે તો તેના બચાવમાં બીજા ક્યા ક્યા જૂઠાણાઓ રજૂ કરવા, કઇ રીતે જૂઠ બોલી પોતાનું કાર્ય સાધી લેવું તેની વિચારણાઓ કરવી તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન.
3) સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન: સ્તેય-ચૌરી. ચોરી સંબંધિત ક્રુરતાભર્યું ચિંતન કરવું તે. ધનના સ્વામી પાસેથી ધન વગેરે મેળવવા ક્યા ક્યા ઉપાયો અજમાવવા? તે ઉપાયો પકડાઇ જતાં ફસાઇ ન જવાય તે માટે શું કરવું? તેમાં વચ્ચે આવનારને શું કરવું ? વગેરે વિચારો કરવા તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન છે.
4) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન: પોતાના દ્રવ્યાદિની રક્ષા માટે સર્વત્ર શંકાશીલ બનીને શત્રુ વગેરેને મારવા સુધીની વિચારણાઓ કરવી તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.

2) પાપ કર્મોનો ઉપદેશ આપવો. : તિર્યંચોને ક્લેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ, વ્યાપર સંબંધી ઉપદેશ, હિંસા તથા આરંભનો ઉપદેશ, છેતરપીંડીનો ઉપદેશ વગેરે નિપ્રયોજન પાપના ઉપદેશને અર્થાત્ તેવાં પાપ ઉત્પન્ન કરે તેવી વાર્તાઓના પ્રસંગને વારંવાર ઉપસ્થિત કરવા તેને પોપદેશ અનર્થ દંડ કહે છે. પોતે પાપ કરવાના નથી તેમ બીજાને પાપ કરવાનો ઉપદેશ પણ આપવાનો નથી. જેમાં પોતાને કાંઇ મેળવવાનું નથી, છતાં ઉપદેશ અપાય તો તે અનર્થદંડ ગણાય. જાવ ખેતર ખેડો, હળને જોડો, કુવો ખોદો, બળદ જોડો, શત્રુઓને મારો, તમારી કન્યાને પરણાવો, ભોજન રાંધો, કેમ! હજુ કપડા નથી ધોવા? વગેરે જે વગર ફોગટનું બોલાય છે, તે બધું અનર્થદંડ છે. નવરા બેઠાં એટલે જાત જાતના ઉપદેશ આપવાનું મન થઇ જાય છે. બિનજરૂરી શિખામણો ઢગલાબંધ અપાય છે. આ બધું બરોબર નથી. આપણો ઉપદેશ કે સૂચન સાંભળીને સામેવાળો તેનો અમલ કરે તો કેટલા બધા હિંસાદિ પાપો થાય.?

3) હિંસાદિમાં ઉપયોગી સાધનો આપવા

 મનુષ્ય તથા તિર્યંચોની હિંસાના કારણભૂત ફરસી, તલવાર, કોદાળી, પાવડા, અગ્નિ (બંદુક, તોપ, બોમ્બ) વગેરે, આયુધ (અસ્ત્ર-શસ્ત્ર), વિષ, સાંકળ (બેડી) આદિ હિંસાના સાધનો બીજાને આપવા અને વિશેષ કારણ ન હોય તો પોતાના સુડી, ચપ્પુ, કાતર, સોય વગેરે હિંસક સાધનો બીજાને આપવા ન જોઇએ. કૃમિ વિગેરે જંતુનાશક કે ગર્ભાદિ પાડે તેવા ઔષધાદિ કોઇને આપવા તે હિંસા રૂપી પાપનું જબરું કારણ છે. આને હિંસાદાન અનર્થદંડ કહે છે.

4) પ્રમાદાચરણ :

પ્રયોજન વગર મનોરંજનાદિ નિમિત્તે થતા પાપ કાર્યોનો ત્યાગ કરવો. જમીન ખોદવી, પાણી ઢોળવું, અગ્નિ સળગાવવો, પવન ચલાવવો તથા વનસ્પતિ તોડવી, નિપ્રયોજન અહીં તહીં ભટકવું અને અન્યને વિના કારણ ભટકવા માટે પ્રેરણા કરવી વગેરે નિપ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. આગમમાં કહ્યું છે કે :

मज्जं विसय - कसाया, निद्दा विकहा य पंचमी मणिया ।
एए पंच पमाया जीवं पाडंति संसारे ।।1।।

 અર્થ: મદ્ય (નશા કરે તેવા ખાદ્ય-પીણા જેમકે અફીણ, ચરસ, ચંડુ, ગાંજો, કોફીન, ભાંગ, તાડી નિરો આદિ), વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે, ભમાડે છે.

અનર્થદંડ વિરમણવ્રતના અતિચારો
કંદપ્પે કુકકુઇએ, મોહરિ અહિગરણ ભોગ અઇરિત્તે

દંડમિ અણટ્ટાએ, તઇઅંમિ ગુણવ્વએ નિંદે.

 કંદપ્પે: એટલે કંદર્પ - વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી તે કંદર્પ નામનો અનર્થદંડનો પહેલો અતિચાર
કુકકુઇએ: શરીરના અંગોથી એવા હાવભાવ વ્યક્ત કરવા કે જેથી સામી વ્યક્તિ ઉપહાસ કરે, એઠલે કોકુચ્ય, કુચેષ્ટાઓ કરવી તે અનર્થદંડનો બીજો અતિચાર.
મોહરિ: એટલે મૌર્ખય, વાણીની વાચળતા નામનો ત્રીજો અતિચાર. અર્થ વિનાનું, પ્રયોજન વાનું, હાસ્યાદિકથી જેમ તેમ બોલવું, કોઇની ખાનગી વાત પ્રગટ કરવી, અલ્પ સમય માટે લોકોને જેમ-તેમ હસાવવા તે અનર્થદંડનો વાણીની વાચાળતા નામનો ત્રીજો અતિચાર.
અહિગરણ: એટલે અધિકરણ. જરૂર કરતાં વધારે હથિયારો રાખવા તે અધિકરણ નામનો ચોથો અતિચાર. જેનાથી આત્મા પૃથ્વી વગેરેમાં અધિકૃત થાય તે અધિકરણ કહેવાય. અને તેવા અધિકરણ સાથે બીજા અધિકરણો - સાધનોને જોડી રાખવા તેને સંયુક્તાધિકરણત્વ કહેવાય છે.
દા.ત.: ખાંડણીમાં પરાળ મૂકી રાખવી, ખાયણામાં સાંબેલુ મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથો પણ જોડી રાખવો વગેરે સંયુક્તાધિકરણ કહેવાય. આવી રીતના તૈયાર જોડેલા સાધનો અનર્થ કાર્ય કરાવી શકે તેવી પૂરી સંભાવના છે. આમ કરવાથી એ સાધનો માંગવા આવનાર બીજી વ્યક્તિની માંગને સરળતાથી ટાળી શકાય છે અને તે નિમિત્તથી લાગતા પાપથી સહેજે બચી શકાય છે. આ રીતે આચરણ કરવાથી પરંપરાએ પાપની વૃદ્ધિ અટકી જાય છે. ટુંકમાં શુભ અથવા અશુભ કામની જે પહેલ કરે છે, તે ત્યાર પછીના શુભાશુભ કાર્યનો પણ કર્તા બને છે એમ ઉપચારથી જાણવું, આ અનર્થદંડનો હિંસાપ્રદાનરૂપ અધિકરણ નામનો ચોથો અતિચાર છે. ભોગ-અઇરત્તે: ભોગ એટલે ભોજન અને ઉપભોગ એટલે વસ્ત્ર, પાત્ર, આભૂષણ સંબંધી ચીજ વસ્તુઓ જરૂરિયાત કરવાં વિશેષ પ્રકારે રાખવી તે અનર્થદંડનો ભોગ-અઇરિત્તે નામનો પાંચમો અતિચાર છે. રૌદ્રધ્યાનમાં સ્થિર થતાં અનર્થદંડના ફળરૂપે નરકગતિ બાંધનાર મુનિ આલોચના અને પ્રતિક્રમણ સાથે આત્મજાગૃતિથી કેવળજ્ઞાનપ્રાપ્ત કરી મોક્ષે જનાર શ્રમણ શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષીનું દૃષ્ટાંત.

8prassanchandra

ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, સૂર્યની સામે દૃષ્ટિ રાખી ઉગ્ર સાધના કરતા હતા, એમની આકરી તપýાર્યા જોઇ મગધ સમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે પ્રભુ મહાવીરને પુછ્યું, `પ્રભુ બહાર એક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઇ ગતિ થાય?

પ્રભુએ કહ્યું, `આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે, જો એમનું આ જ ક્ષણ મૃત્યુ થાય તો નરકમાં ગતિ પામે.' મહારાજ શ્રેણિક મનોમન વિસામણમાં પડ્યા, સાધુને નરકગમન હોય નહિ, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરક ગતિ કેમ ભાખી? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયા ન હોય એમ માનીને મગધરાજ શ્રેણેક પુનઃ પ્રüા કર્યો, `હે ભગવાન! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય?' ભગવાન મહાવીરે કહ્યું, ``સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. મોક્ષ ગતિ થાય.''

 

ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આýાર્ય પામેલા મગધરાજ શ્રેણિકે કહ્યું, `પ્રભુ, આપે પહેલીવાર નરકગતિ પામશે એવી વાત કરી અને થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કહી?' ભગવાને કહ્યું, `પ્રથમવાર તમે પૂછ્યું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઇ ગયું! પરિણામે એમણે સાતમી નરક યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યા. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળપામ્યા હોત તો અવશ્ય નરકે જાત. એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં તરત જ જાગૃત બની ગયા, વિચાર કરવા લાગ્યા કે `સાધુની તપýાર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા ક્રૂર પાપનું આચરણ કર્યું?' આમ મુનિ પ્રસન્નચંદ્ર પારાવાર પýાાતાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે જ્યારે સમ્રાટ શ્રેણિકે પ્રભુજીને બીજી વાર પૂછ્યું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધ યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા. એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવ-દુંદુભી વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું `એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઉજવવા લાગ્યા.' મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગૃત મુનિની ઓળખ આપે છે.

endlne