• ચાર શિક્ષાવ્રતમાં11thvrat

  • 1
"गृहिणोडपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम् । दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ।।86।। યોગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ."
"તે ગૃહસ્થો ધન્ય છે કે દુષ્પાલ્ય એવા પૌષધવ્રતને પાળે છે, જેમ ચુલનીપિતાએ પાળ્યું."
વિરતી એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઇન્દ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવલ તુચ્છ છે.
એવી આ સર્વવિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ ચખાડવા ભગવાને સંસારમાં અતિ વ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે,
આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે છે.

ત્રીજું શિક્ષાવ્રત - અગ્યારમે પૌષધોપવાસ વ્રત : પૌષધ એટલે શું ? તેના ભેદો કેટલા?

જેનાથી ધર્મની પુષ્ટિ થાય તેને પૌષધ કહેવાય. આઠમ, ચૌદશ વગેરે પર્વતિથિએ પૌષધ કરવો જોઇએ. પૌષધ વ્રતના ચાર ભેદ છે અને તે દરેકના બે ભેદ છે.

  1. આહાર પૌષધ: આના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. અમુક વિગઇનો ત્યાગ કરવો અથવા આયંબિલ કે એકાસણું કરવું તે દેશથી આહાર પૌષધ કહેવાય છે. અને રાત દિવસ બેયના મળીને આઠે પહોર ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વથી આહાર પૌષધ કહેવાય છે.
  2. શરીરસત્કાર પૌષધ: આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે અમુક પ્રકારના દેહપ્રસાધનના સાધનોનો ઉપયોગ ન કરવો, તે દેશથી, સ્નાન, માલિશ, પ્રસાધન તથા શણગાર વગેરેનો તદ્દન ત્યાગ કરવો તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે.
  3. બ્રહ્મચર્ય પૌષધ: આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. દિવસે કે રાતે વિષય સેવન ન કરવું, તેની મર્યાદા બાંધવી તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. અને દિવસ રાતના આઠેય પહોરનું બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે.
  4. અવ્યાપાર પૌષધ: આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. `અમુક વ્યાપાર હું નહિ કરું' એમ ધારવું તે દેશથી અને દિવસ રાતનાં આઠેય પ હોર માટે સર્વ પ્રકારનો વ્યવસાય કે વ્યાપારનો ત્યાગ કરવો તે સર્વથી વ્યાપારનો પૌષધ કહેવાય છે. વર્તમાનમાં તો ચાર પ્રકારના પૌષધમાંથી ફક્ત આહાર પૌષધ જ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થાય છે બાકીના ત્રણેય પ્રકારના પૌષધમાં તો સર્વથી જ ત્યાગ થાય છે.

દેશથી પૌષધ કરનાર સામાયિક કરે પણ ખરો અને ન પણ કરે. પરંતુ જો સર્વથી પૌષધ કરવાનો હોય તો સામાયિક અવશ્ય કરવું જોઇએ. સામાયિક લીધેલા પૌષધ જ ફળ આપે છે. આ ચારેય પ્રકારનો સર્વથી પૌષધ, ઉપાશ્રય, ચૈત્યગૃહ, પૌષધશાળા કે ઘરમાં કરવો. આ પૌષધ ગુરુની સમક્ષ કરવો જોઇએ. પૌષધ લેતી વખતે સર્વ પ્રકારનાં આભૂષણો ઉતારી નાખવા જોઇએ. પૌષધના સમય દરમિયાન જ્ઞાનાભ્યાસ કરવો, સ્વાધ્યાય કરવો, ધર્મગ્રંથનું વાંચન કરવું, જાપ જપવો અથવા શુભધ્યાન કરવું.
શ્રાવક પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં અને પૌષધસૂત્રમાં કહ્યું છે: કરેમિ ભંતે પોસહં આહારપોસહં દેસઓ સવ્વઓ । વગેરે ચાર ભેદથી પોસહ કહ્યો છે. પૌષધ શબ્દનો અર્થ નિયમ કરીએ તો જ તેનો અર્થ બરાબર બંધબેસતો થાય છે. આહારપોસહ વગેરે ચાર પ્રકારના દેશથી અને સર્વથી મળી આઠ ભાંગાના એક બે વગેરે સંયોગી ભાંગા ગણાતા એંશી ભાંગા થાય છે. તેમાં અત્યારે આહાર પૌષધ બે પ્રકારે કરવામાં આવે છે, કારણ કે નિર્દોષ આહાર લેવામાં સામાયિકની સાથે વિરોધ જોવામાં નથી આવતો. બીજું સાધુ અને ઉપધાન કરનાર શ્રાવકો પણ આહાર લે છે. બાકીના ત્રણ પૌષધ તો સર્વથી જ કરવા. અહીં કોઇ શંકા કરે કે નિર્દોષ શરીર સત્કાર અને વ્યાપાર કરવામાં શો દોષ છે? આનું સમાધાન આ પ્રમાણે છે. આ બન્ને ક્રિયા શરીર શોભા અને લોભના હેતુભૂત છે અને સામાયિકમાં આવી પ્રવૃત્તિઓના નિષેધ ફરમાવ્યા છે. શક્તિના અભાવે ધર્મક્રિયાનો ઉત્સાહ અને શક્તિ ટકાવી રાખવા માટે સાધુની જેમ પૌષધમં આહાર સ્વીકારવા યોગ્ય છે. આ સંબંધમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે `દેશથી આહાર પૌષધ કર્યો હોય તો ગુરુની સમક્ષ પચ્ચક્ખાણ પારીને `આવસ્સહી' કહીને ઉપાશ્રયની બહાર નીકળવું. ઇર્યાસમિતિ વડે ઘરે જઇ ઇરિયાવહી પડિIમી, ગમણા-ગમણે આલોવી ચૈત્યવંદન કરવું. પછી સંડાસા પ્રમાજી કટાસણા ઉપર બેસવું. પાત્રને પ્રમાર્જવા અને પછી ઉચિત્ત ભોજન પીરસાવવું. ભોજન પીરસાઇ ગયા બાદ પચ્ચક્ખાણ સંભારી વદન પ્રમાજી ભોજન લેવું. ભોજન સમયે સબડકા કે બચકારા કરવા નહિ. આરામથી રસપૂર્વક જમવું નહિ. છાંડવું નહિ. મન-વચન અને કાયાની ગુપ્તિથી સાધુની જેમ  ભોજન લેવું. ભોજન બાદ પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને નવકાર ગણીને ઉઠવું. પછી ચૈત્યવંદન કરી પચ્ચક્ખાણ ધારી અને ફરી પૌષધશાળામાં આવવું અને સ્વાધ્યાય - ધ્યાન વગેરે કરવું.

 

શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂર્ણિમાં પણ આ પ્રમાણે કહ્યું છે, પણ આ સામાયિક અને પૌષધની એકતાની અપેક્ષાએ છે. કારણ કે મુહૂર્ત માત્રના સામાયિકમાં તો અશન કરવું સર્વથા નિષિદ્ધ છે. પૌષધને આશ્રીને શ્રી નિશીથભાષ્યમાં એમ પણ કહેલું છે કે "उदिट्टठकडंपि सो मुंजे" તેને ઉદ્દેશીને કરેલું હોય તે સામાયિક કર્યું હોય `છતાં પણ ખાય' નિર્વિવાદ વૃત્તિએ સર્વ આહાર વગેરેનો ત્યાગ કરવો એ જ સર્વોત્તમ પૌષધ છે. શંખ નામના શ્રાવકે આવો સર્વોત્તમ પૌષધ કર્યો હતો.

અતિચારો

1. અપ્રતિલેખિત અથવા દુપ્રતિલેખિત શય્યાસંસ્તારક öશય્યા-મકાન, સંસ્તારક-પીઠ ફલકાદિ ઉપધિ, દૃષ્ટિથી બિલકુલ અથવા બરાબર ન જોવાં ત. 2. અપ્રમાર્જિત અથવા દુપ્રમાર્જિત શય્યાસંસ્તારક ö શય્યા વગેરે સર્વ ચરવળા-રજોહરણથી બિલકુલ અથવા બરાબર ન પૂંજવાં તે. 3. અપ્રતિલેખિત અથવા દુપ્રતિલેખિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ ö સ્થંડિલ-માત્રાની જગ્યા ઉપર પ્રમાણે ન જોવી તે. 4. અપ્રમાર્જિત અથવા દુપ્રમાર્જિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ ö સ્થંડિલ-માત્રાની જગ્યા ઉપર પ્રમાણે યોગ્ય રીતે ન પૂંજવી તે. 5. પૌષધ વિધિ વિપરીતતા ö પૌષધવિધિનું પાલન બરાબર ન કરવું, પૌષધ મોડો લેવો - વહેલો પાળવો ઈત્યાદિ.

પૌષધ વ્રતના અઢાર દોષો

1. પૌષધમાં વ્રતી સિવાયના બીજા શ્રાવકનું આણેલું પાણી પીવું. 2. પૌષધ નિમિત્ત સરસ આહાર લેવો. 3. પૌષધ કરવાના આગલા દિવસે ઉત્તરપારણામાં વિવિધ પ્રકારે સ્વદિષ્ટ પદાર્થોનો સંયોગ મેળવીને આહાર કરવો. 4. પૌષધમાં અથવા પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહવિભૂષા કરવી. 5. પૌષધ નિમિત્તે વસ્ત્રાદિક ધોવાં કે ધોવરાવવાં. 6. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવી પહેરવાં. સ્ત્રાળએ પણ સૌભાગ્યનાં ચિહ્ન સિવાય ઘરેણાં પહેરવાં. 7. પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવીને પહેરવાં. 8. પૌષધમાં શરીર ઉપરનો મેલ ઉતારવો. 9. પૌષધમાં અકાળે શયન કરવું, નિદ્રા લેવી. 10. પૌષધમાં સારી કે નઠારી સ્ત્રાળ સંબંધી કથા કરવી. 11. પૌષધમાં આહારને સારોöનઠારો કહેવો. 12. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી. 13. પૌષધમાં દેશકથા કરવી. 14. પૌષધમાં પૂંજ્યા કે જોયા વિના લઘુનીતિ (મૂત્ર) વડીનીતિ (ઝાડો) પરઠવવાં. 15. પૌષધમાં બીજાની નિંદા કરવી. 16. પૌષધમાં માતા, પિતા, ભાઈ, સ્ત્રાળ વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો. 17. પૌષધમાં ચોરની કથા કરવી. 18. પૌષધમાં સ્ત્રાળ-પુરુષનાં અંગોપાંગ નીરખીને જોવાં. આ અઢાર દોષો પૌષધમાં જરૂર ટાળવા પ્રયત્ન કરવો, તેમ જ તેમાંથી જેટલા દોષો ત્યજાય તેટલા ત્યજવા અને જે કોઈ દોષો લાગે તેને સારા જાણવા નહિ. પૌષધવ્રતના પાંચ અતિચારો પણ ટાળવા. વાસક્ષેપ પૂજા કરીને પૌષધ લેવાનું પ્રતિમાધર શ્રાવક માટે આવશ્યક છે. બીજાઓ પૂજા કર્યા વિના પણ તે લઈ શકે, તેથી સવારે પ્રતિક્રમણ સાથે વહેલો પૌષધ લેવો જોઈએ.

ધ્યેય : ધર્મના પોષને (પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પૌષધ. શાસ્ત્રમાં સર્વવિરતિનો અપરંપાર મહિમા ગાતાં જણાવ્યું છે કે ભાવવિરતિધરની બે ઘડીની આરાધના પાસે ભાવશ્રાવક (આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવક)ની આખી જિંદગીની આરાધનાની પણ તુલના ન કરી શકાય. તેનું કારણ શું? વિરતિ એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઈદ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવ તુચ્છ છે. એવી આ સર્વવિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ (સેમ્પલ) ચખાડવા ભગવાને સંસારમાં અતિ વ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે, જે તમે દુનિયામાં દીવો લઈને ગોતવા જાવ તો પણ મળવું અશક્ય છે. આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પુણ્યનો સંચય કરી પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે છે.

endlne

11shankhshravak

શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલિ નામના બે શ્રાવકો રહેતા હતા. એક દિવસ તેઓ બંને શ્રી વીરભગવંતને વંદના કરી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે શંખે પુખિલને કહ્યું `તમે સારું ભોજન તૈયાર કરાવો. જમ્યા બાદ આપણે પાક્ષિક પૌષધ લઇશું.'
શંખ ઘરે આવ્યો. પુખલિને તેણે ભોજન કરવા માટે કહ્યું તો ખરું, પણ ઘેર પહોંચતાં તેને બીજો શુભ વિચાર આવ્યો. જમ્યા બાદ પૌષધ શા માટે લેવો. ભોજન વિના જ પૌષધ કરવો ઉત્તમ છે. કારણ એવા પૌષધનું ફળ મોટું બતાવાયું છે.
શંખે પોતાની પત્નીને પોતે ભોજન નહિ લે તેમ જણાવી દીધું પછી તે પૌષધશાળામાં ગયો. શરીર ઉપરના આભૂષણો ઉતારી શરીર-સત્કારનો ત્યાગ કર્યો અને પૌષધ લઇ દર્ભના સંથારા ઉપર શુભધ્યાન ધરવા લાગ્યો.
આ બાજુ પુખલિએ ભોજન તૈયાર કરાવ્યું ભોજન તૈયાર થઇ ગયા બાદ તે શંખને તેના ઘરે જમવા માટે તેડવા આવ્યો. પુખલિને આવતો જોઇ શંખની પત્ની ઉત્પલા તેનું સ્વાગત કરવા ઉભી થઇ અને સત્કારથી તેને ઘરમાં લઇ આવી. શંખ પૌષધશાળામાં છે એમ જાણી પુખલિ ત્યાં ગયો અને ઇર્યાયપથિકી પડિIમીને ભોજન માટે પધારવા નિમંત્રણ આપ્યું.

 

શંખે કહ્યું, `મારે એ ભોજનમાંથી કંઇ પણ કલ્પે નહિ તમારી ઇચ્છાથી તમને ઠીક લાગે તેમ તમે કરો. મારી સૂચનાથી તમારે કંઇ પણ વાનગી બનાવવાની નથી. શંખનો જવાબ સાંભળી પુખલિ પોતાના ઘરે પાછો ફરી ગયો. શંખે ધ્યાન ધરતા વિચાર્યું કે `સવારમાં શ્રી પ્રભુને વંદના કરી હું પૌષધ પારીશ.' સવાર પડતાં શંખ શ્રી વીર પ્રભુ પાસે ગયો. પુખલિ પણ તે સમયે આવી પહોંચ્યો હતો. શંખને જોઇ તેણે ઠપકો આપ્યો કે, `ગઇકાલે તમે જે કર્યું તે ઠીક નથી કર્યું' ભગવાને આ સાંભળી કહ્યું, પુખલિ! `તમે શંખની નિંદા ન કરો. ગઇકાલે રાત્રે તે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.' ત્યારે શ્રી ગૌતમસ્વામીએ પ્રüા કર્યો, `ભગવંત! જાગરિકા કેટલા પ્રકારની છે?' ભગવંતે કહ્યું જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા તે કેવળી ભગવંતોને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છદમસ્થ અણગારી (મુનિ)ને હોય છે. ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે. આ ધર્મસંવાદ સાંભળી શંખે ભગવંતને ક્રોધાદિકનું ફળ પૂછ્યું. ભગવંતે કહ્યું, `ક્રોધ, માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.' આ સાંભળી પુખલિ આદિ શ્રાવકોએ શંખને વારંવાર ખમાવ્યો. શંખ પૌષધ વગેરે વ્રતો પાળી સૌધર્મ દેવલોકના અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર લાખ પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. પાંચમાં અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષધવ્રત વખાણ્યું છે. આથી પર્વના દિવસોએ આત્માના ઉલ્લાસથી આ વ્રતનું અવશ્ય પાલન કરવું.

endlne