• ચાર શિક્ષાવ્રતમાં12thvrat

  • 1
"पश्य संकमको नाम, संपदं वत्सापालकः । चमत्कारकरीं प्राप, मुनिदानप्रभावतः ।।88।। યોગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ."
"જુઓ, સંગમ નામનો ભરવાડ છોકરો મુનિદાનના પ્રભાવથી વિસ્મય પમાડનારી સંપત્તિને પામ્યો."
જીવને અનાદિથી "લેવાની" મોહસંજ્ઞા લાગેલી છે. આ વ્રતથી "દેવાની" ધર્મસંજ્ઞા કેળવીને "લેવાની" મોહસંજ્ઞાનો નાશ કરવો.
લક્ષ્મી વગેરે પુણ્યાધીન અને પરિણામે નાશવંત છે. તેનો સુપાત્રની ભક્તિ અર્થે, સદ્ધર્મ ક્ષેત્રોની ઉન્નતિ અર્થે, દીન-હીનાદિની અનુકંપા અર્થે,
આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવા અર્થે ત્યાગ કરવામાં ઉદાર બનવાનું ધ્યેય રાખવું.

ચોથુ શિક્ષાવ્રત-બારમું અતિથિસંવિભાવગ વ્રત

सदा चान्नादिसंप्राप्ते, साधूनां दानपूर्वकम् ।
भुज्यते यत्तदतिथि – संविभागामिधं व्रतम् ।।

અન્નાદિષ્ઠની સામગ્રી પ્રાપ્ત થતાં જે ગૃહસ્થ હંમેશા સાધુઓને દાન દીધા બાદ તેનો ઉપભોગ કરે તે અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત છે.
વિશેષાર્થ: અતિથિ કોને કહેવો? આ અંગે કહ્યું છે કે `જે મહાત્માએ તિથિ, પર્વ, ઉત્સવ વગેરે સર્વનો ત્યાગ કરેલો હોય તે અતિથિ કહેવાય છે. બાકીના મહાત્માઓ અભ્યાગત કહેવાય છે.
`સમ' એટલે આધાકર્માદિ બેંતાલીશ દોષથી રહિત, `વિ' એટલે વિશિષ્ટ `ભાગ' એટલે ફરીથી રાંધવું ન પડે વગેરે દોષથી દૂર રહીને અન્નનો અંશ. આમ આધાકર્માદિ બેંતાલીશ દોષ વિનાનો પોતાના ભોજનમાંથી જે ભાગ અતિથિને આપવામાં આવે તે અતિથિ સંવિભાગ કહેવાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ વૃત્તિમાં અતિથિ સંવિભાગ વ્રતની વિધિ બતાવવામાં આવી છે. તે પ્રમાણે `સમાચારી શ્રાવકે તો નિયમીત પૌષધ પારી સાધુને અન્નદાન આપીને પછી પચ્ચક્ખાણ પારવું, બીજાઓ માટે એવો નિયમ નથી. તેથી તે દાન આપીને પચ્ચક્ખાણ પારે અથવા પચ્ચક્ખાણ પારીને દાન આપે.'
ભોજનનો સમય થાય ત્યારે શ્રાવકે ઉપાશ્રયે જઇને સાધુ ભગવંતને ભક્તિપૂર્વક ગોચરી માટે પ્રાર્થના કરવી જોઇએ તેમને આદરપૂર્વક પોતાના ઘરે લઇ આવવા જોઇએ અને સ્પર્ધા, મહત્તા, મત્સર, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, પ્રત્યુપકારની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર વગેરે દોષોથી વર્જિત એવું દાન વિનયપૂર્વક આપવું જોઇએ. આ દાન આપતી વખતે પોતાના આત્માને તારવાના જ વિચાર કરવા જોઇએ. આ દાન પોતાના હાથે પણ આપી શકાય અને બાજુમાં ઉભા રહી પોતાના આપ્તજન કે સ્વજન દ્વારા પણ આપી શકાય. હવે જો કોઇ સાધુ સ્વેચ્છાએ પોતાના આંગણે પધાર્યા હોય તો તેમનું વિનયપૂર્વક સ્વાગત કરવું જોઇએ. તેમને આવતાં જોઇ સામા તેડવા જવું જોઇએ અને પછી દોષ રહિત દાન દેવું જોઇએ આ પ્રમાણે દાન આપ્યા બાદ સાધુને વંદના કરી તેમને અમુક અંતર સુધી વળાવવા જવું જોઇએ. સાધુનો અભાવ હોય મતલબ કે પોતાના ગામમાં તે સમયે કોઇ સાધુની ઉપસ્થિતિ ન હોય તો અકસ્માતે, શુભયોગે કે કોઇ સાધુનું આગમન થાય તો અંબિકા શ્રાવિકાની જેમ આનંદ અને ઉલ્લાસથી દાન આપવું.

 

અતિથિ સંવિભાગ વ્રત કરવાની વિધિ : હાલ, આ વ્રત પાળવા માટે ચોવિહાર ઉપવાસ સહિત આઠ પ્રહરનો પૌષધ કરવાનો હોય છે. બીજા દિને સાધુ ય સાધ્વીજી ભગવંતને નિર્દોષ ગોચરી વહોરવાની પછી તે દ્રવ્યોથી ઠામ - ચોવિહાર એકાસણું કરવાનું હોય છે. શ્રાવક માટે આચાર છે કે જે વાનગી ગુરુભગવંતને વહોરી ન હોય તે વાનગી પોતે ભોજનમાં ન વાપરવી, ક્યારેક ગુરુભગવંતનો યોગ ન જ મળે તો ઉત્તમ ગુણયુક્ત સાધર્મિકની ભક્તિ કરીને પછી એકાસણું કરાય છે. વર્ષમાં આવા અતિથિ સંવિભાગ જેટલી વાર કરવાની ભાવના હોય, તે સંખ્યા આ વ્રતમાં નIાળ કરવાની છે.
સુપાત્રદાન આપવાના  પાંચ ભૂષણો : 1) દાન કરતી વખતે દાતાને હર્ષના અશ્રુ આવે 2) રોમાંચ ખડા થાય 3) તે બહુમાનથી આપે 4) પ્રેમથી  બોલે અને 5) પાત્રની અનુમોદના કરે. આ પાંચ દાનના ભૂષણો છે. પોતાના આત્માને તારવાની બુદ્ધિ અને ભાવથી દાન દઇને જમવામાં આવે તો તે ભોજન દેવભોજન બને છે. ગુરુભગવંતને ભોજનની જેમ વસ્ત્ર, પાત્ર, નિવાસ વગેરેનું પણ દાન કરવું જોઇએ. પોતાની શક્તિ અને અનુકૂળતા વિચારીને, જરૂરી જયણા રાખીને આ વ્રત દરેક જણે અવશ્ય લેવું જોઇએ.
ધ્યેય : જીવને અનાદિથી `લેવાની' મોહસંજ્ઞા લાગેલી છે. આ વ્રતથી `દેવાની' ધર્મસંજ્ઞા કેળવીને `લેવાની' મોહસંજ્ઞાનો નાશ કરવો. લક્ષ્મી વગેરે પુણ્યાધીન અને પરિણામે નાશવંત છે. તેનો સુપાત્રની ભક્તિ અર્થે, સદ્ધર્મ ક્ષેત્રોની ઉન્નતિ અર્થે, દીન-હીનાદિની અનુકંપા અર્થે, આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવા અર્થે ત્યાગ કરવામાં ઉદાર બનવાનું ધ્યેય રાખવું.
અતિચારો :
1.    સચિત્તનિક્ષેપ : નહિ દેવાની બુદ્ધિથી દેવાની વસ્તુની ઉપર સચિત્ત વસ્તુ મૂકવી તે.
2.    સચિત્તપિધાન:દેવાની વસ્તુ, સચિત્ત વડે ઢાંકવી તે.
3.    પરવ્યપદેશ : પોતાની વસ્તુ પારકી અથવા પારકી વસ્તુ પોતાની કહીને આપવું તે.
4.    સમત્સરદાન : ગુસ્સો કે અવજ્ઞા કરીને આપવું કે પરની ઈર્ષ્યાથી આપવું તે.
5.    કાલાતિક્રમ : સમય વીત્યા પછી કે પહેલાં `નહિ લે' એમ માની સાધુ-સાધ્વીને નિયંત્રણ કરવું તે.
આ પાંચેય અતિચારો ટાળીને પૂ. સાધુ-સાધ્વીને દાન દેવાનો પ્રયત્ન કરવો. ગુણવાનની પૂજારૂપે આ વ્રત ગુણોના ખપી આત્માઓને ગુણાનીરાગની વૃદ્ધિ અર્થે અવશ્ય આદરણીય છે.

12shalibhadra

ધન્યા ખૂબ જ ગરીબ સ્ત્રાળ હતી. રાજગૃહી નગરીથી થોડે દૂર આવેલા શાલિ નામના ગામમાં પોતાના એકના એક પુત્ર સાથે તે પોતાના દિવસો મહાકષ્ટથી પસાર કરતી હતી. સંગમક ગાયો ચરાવવાનું કામ કરતો. માતા અને પુત્ર બન્ને મહેનત કરતાં તો પણ મહામુશ્કેલીએ તે બે ટંકને સારુ ખાવાને પામતા.
એક દિવસ કોઇ ઉત્સવ આવ્યો. આ દિવસે ઘણાંને ત્યાં ખીરના ભોજન થયા. સંગમકને પણ ખીર ખાવાનું મન થઇ ગયું. માતા પાસે તેણે ખીર માંગી. માતાએ ભારે હૈયે કહ્યું, `મારા વ્હાલા! આપણા ઘરમાં ખીર ક્યાંથી હોય?'' પણ બાળકને શું ખબર પડે કે ખીર શેની બને? તેને કેટલો ખર્ચ લાગે? સંગમકે ખીર માટે જીદ કરી. માતાનો જીવ વલોવાઇ ગયો. ખીર માટે રડતા બાળકને જોઇ તે પણ પોતાના ભાગ્યને રડવા લાગી. માતા - પુત્ર બંન્નેને ઉત્સવને દિવસે રડતા જોઇ કોઇ પાડોશણે તેનું કારણ પુછયું, ધન્યાએ ખૂબ જ આગ્રહ બાદ સાચી વાત કહી. પાડોશણને દયા આવી. તે તુરત જ પોતાના ઘરે ગઇ અને ખીર બનાવવાની તમામ સામગ્રી લઇને ધન્યાને તે પ્રેમથી આપી ગઇ. પાડોશણનો પ્રેમ જોઇ ધન્યાની આંખમાં આભારના આંસુ દડી પડયા. થોડીવારમાં તેણે ખીર બનાવી સંગમકને ખીર થાળીમાં કાઢી આપી. `સંગમક! આ ખીર જમી લેજે. હું ત્યાં સુધીમાં બહાર જઇને આવું છું, એમ કહીને ધન્યા બહાર ગઇ'
પોતાની મનભાવતી ચીજ જોઇ સંગમકના આનંદનો પાર ન રહ્યો. હાથ ધોઇ તે ખીર ખાવા જતો હતો ત્યાં જ તેને વિચાર આવ્યો આ સમયે જો કોઇ સાધુ આવી જાય તો તેમને દાન કરીને પછી હું જમું તો સારું, અને તેનો હાથ થંભી ગયો. ઊભો થઇને તે ઘરની  બહાર આવ્યો અને કોઇ સાધુ આવતા હોય તો તે જોવા લાગ્યો.
દૈવયોગે એક માસખમણના તપસ્વી સાધુને તેણે જોયા. તુરત જ તેમને પોતાને ત્યાં તેડી આવ્યો. સાધુને જોઇ તેમાંય ભોજનના સમયે પોતાને ત્યાં પધારેલા સાધુને જોઇને સંગમકનો આનંદ અને ઉલ્લાસ ચાર ગણો વધી ગયો. હરખાતા હૈયે તેણે બધી જ ખીર સાધુના પાત્રમાં ઠાલવી દીધી.
ધન્યા પાછી ફરી ત્યારે સંગમક થાળી ચાટતો હતો, એ જોઇ તેણે તેને બીજી ખીર પીરસી. સંગમક ભૂખ્યો હતો આથી તે બધી જ ખાઇ ગયો. વધુ પડતી ખીર ખાવાથી રાતના તેની તબિયત બગડી અને થોડી જ વારમાં તો તે મૃત્યુ પામ્યો. પરંતુ મૃત્યુ પામતી વખતે તેના હૈયે વેદનાને બદલે મુનિને ખિર વ્હોરાવવાનો આનંદ ઉછળતો હતો. આથી સુપાત્રદાનના પ્રભાવથી તે મૃત્યુ પýાાત રાજગૃહી નગરમાં ગોભદ્ર શ્રેષ્ઠિને ત્યાં જન્મ્યો. તેમની પત્નીએ સગર્ભા અવસ્થામાં પાકેલી શાળીનું ક્ષેત્ર જોયું હતું આથી પુત્રનું નામ શાલીભદ્ર રાખવામાં આવ્યું. ગોભદ્રે શાલિભદ્રને બધી જ કળાઓનો અભ્યાસ કરાવ્યો, ઉંમર થતાં કુળવાન બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કર્યાં.

 

સમય જતાં ગોભદ્રે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, મૃત્યુ પýાાત દેવગતી મળતા અવધિજ્ઞાન દ્વારા જાણી તેણે પોતાના પુત્ર શાલિભદ્રને ત્યાં રોજ વિવિધ મૂલ્યવાન વસ્તુઓથી ભરેલી 33 પેટીઓ મોકલવા માંડી. શાલિભદ્ર પોતાના ભોગ સુખમાં જ રત હતો.
એક દિવસ 16 રત્નકંબલ લઇ એક વેપારી રાજગૃહીમાં આવ્યા, દરેકની કિંમત સવા લાખ સુવર્ણની હતી. આવી મોંઘી મૂલ્યવાન વસ્તુ રાજા જ લઇ શકે તેવા ખ્યાલથી તે શ્રેણીક રાજા પાસે ગયા, પણ રાજાને ત્યાંથી નિરાશ પાછા ફર્યા, વેપારી રાજગૃહિ નગરી છોડવાનો વિચાર કરતા હતા, ત્યાં ભદ્રા શેઠાણીને આ વાતની ખબર પડી તેણે તુરત રાજસેવકને મોકલી એ વેપારીને બોલાવ્યો.
શેઠાણીએ કેટલી રત્ન કંબલો લાવ્યા છો અને તેની કિંમત પુછી, વેપારીએ કિંમત અને 16 રત્ન કંબલ લાવ્યા છીએ એમ જણાવ્યું. શેઠાણીએ સ્વસ્થતાથી કીધુ મારે તો બત્રીસ રત્નકંબલની જરૂર છે. વેપારી આýાર્ય થઇ જોતો જ રહ્યો, તેણે કહ્યું આટલી મૂલ્યવાન માત્ર 16 જ બની છે જોઇએ તો 16 મુકી જાવ. શેઠાણીએ તુરત સેવકને હુકમ કર્યો, ભાઇ! આ કંબલના બબ્બે ટુકડા કર અને દરેક વહુને પગ લૂછવા આપી આવ. અને વેપારીને તેની પૂરી કિંમત મળી ગઇ.
રાજાને આ વાત જાણ થતા તેને આટલા શ્રીમંત તેમની નગરીમાં રહે છે તેને મળવાનું મન થયું, અને તે ભદ્રા શેઠાણીને ત્યાં રાણી સહીત પહોંચી ગયા. ભદ્રા શેઠાણીએ યોગ્ય આવકાર આપ્યો. રાજાએ કહ્યું મારે તમારા દીકરા શાલીભદ્રને મળવું છે. ત્યારે માતા શાલિભદ્રના ખંડમાં પહોંચી તેને કહ્યું ચાલ દીકરા ! આપણે આંગણે શ્રેણિક પધાર્યા છે. તું તેમને જોવા આવ. `માતાજી! એમાં મારે શું જોવાનું હોય? તમે તમારે જોઇ લો અને તેનું જે મૂલ્ય હોય તે ચૂકવીને કોઇ ખૂણામાં મૂકાવી દો.' શાલીભદ્રે નિર્દોષતાથી કહ્યું. ભદ્રામાતાએ ખુલાસો કરતા કહ્યું, શ્રેણિક કોઇ વસ્તુ નથી, એ આપણા સ્વામી છે, રાજા શ્રેણીકને તું મળવા આવ અહીં એ ખાસ પધાર્યા છે.
શ્રેણીકનું રહસ્ય જાણી શાલિભદ્ર અવાચ્ચક્ થઇ ગયા! શું મારા પણ કોઇ સ્વામી છે? રાજા શ્રેણિકને મળ્યા પýાાત આ પ્રüા તેના મનમાં ઘુમરી ખાઇ રહ્યો. રાજગૃહમાં એક જ્ઞાની મહારાજ સાહેબ પધાર્યા હતા. શાલિભદ્રે તેમની પાસ જઇ પૂછ્યું, `ભગવંત્ ! કેવા કર્મ કરીએ તો આપણો કોઇ બીજો સ્વામી ન થાય?' જ્ઞાની મુનિએ કહ્યું `જિનદીક્ષા અને વિતરાગ ભગવંતે પ્રરૂપેલા માર્ગ પર ચાલવાથી, જન્મ-મરણના ફેરા ટળે છે અને આત્મા મુક્તિ પામી સિદ્ધક્ષેત્રે બીરાજે છે બીજા સ્વામી થવાનો સવાલ જ નથી આવતો. તેમ કહી સરસ ઉપદેશ આપ્યો.
શાલીભદ્રને ત્યાં શ્રીમંતાઇ આળોટતી હોવા છતાં, ગયા ભવના સુપાત્રદાનના પુણ્ય પ્રભાવે આ ભવમાં એવા નિમીત્તો અને યોગ ગોઠવાયા કે શાલીભદ્રએ સર્વજ્ઞ પ્રભુ ભગવાન મહાવીરના કાળમાં દીક્ષા ગ્રહણ કરી, વૈભાર ગિરિ પર્વત ઉપર સાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. ભવ્ય જીવોએ શાલિભદ્રની ભાવના સમજી ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક સુપાત્રદાન હેતુ કાર્યરત રહેવું જોઇએ.

endlne