અકરામ |
મહેરબાની, માન, ભેટ. |
અકર્તુત્વ શકિત |
કર્તાપણાની અભાવરૂપ શકિત. |
અકર્મણ્યતા |
નિક્રિયતા, કામ ન કરવું તે. |
અકલ |
ન કળી કે ન સમજી શકાય એવું. |
અકલંકસ્તોત્ર |
દિ.આ.અકલંક સ્વામી રચિત સ્તોત્ર. |
અકલ્પ્ય |
આચાર વિરૂદ્ધ. |
અકષાય |
કષાય રહિત. ક્રોધ-માન-માયા-લોભ કષાય છે. |
અકામનિર્જરા |
સમ્યગ્દર્શન રહિત આત્માની નિર્જરા અકામ છે. એટલે કર્મ નિર્જરે અને નવાં કર્મ બંધાય. અજ્ઞાનવશ દુ:ખ સહન કરે ત્યારે કર્મ વિપાક થઈને કર્મ ]રે તે. |
અકાર્યકારણશકિત |
જેમાં અન્યનું નિમિત્ત નહિં. |
અકાલ |
કવખતનું. |
અકાલ અધ્યયન |
દર્શનાચારનો દોષ,સમયોનુચિત અધ્યયન. |
અકાલનય |
કાલ-અકાલનો સમન્વય. |
અકાલમૃત્યુ |
આકસ્મિક-અણધાર્ય઼ું મૃત્યું. |
અક્રિયવાન |
ધર્મ અનુષ્ઠાનની ક્રિયા ન કરનાર. |
અક્રિયાવાદ |
ક્રિયાનું ઉત્થાપન.બંધ અને મોક્ષ સર્વ જીવોનું કર્મ કરે છે.તેમાં આત્મા કંઈ જ કરતો નથી. તેવી માન્યતા - (નિશ્ચયનય). |
અકિંચન |
સ્વૈચ્છિક રીતે સર્વ પદાર્થોનો કરેલો ત્યાગ. (દરિદ્રતા) |
અકિચિંત્કર |
અહેતુક, સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવા અસમર્થ. |
અક્ષ |
આત્મા.તે બોધરૂપ છે. વ્યાપ્ત છે. જ્ઞાનરૂપ છે. |
અક્ષત |
અખંડ ચોખા,જેના વડે પ્રભુ આગળ સાથિયા કરે તે અક્ષત પૂજા. |
અક્ષય સ્થિતિ |
પ્રાપ્ત થયેલી સ્થિતિ કદી નાશ ન પામે. |
અક્ષર |
જેનો વિનાશ નથી. (કેવળજ્ઞાન) |
અક્ષરજ્ઞાન |
દ્રવ્ય શ્રુતનો એક ભેદ. |
અક્ષરસમાસ |
દ્રવ્ય શ્રુત જ્ઞાનનો એક ભેદ. |
અક્ષસંચાર |
ગણિત સંબંધી પ્રક્રિયા. |
અક્ષિપ્ર |
મતિજ્ઞાનનો એક ભેદ.વસ્તુનું જ્ઞાન વિલંબથી થાય. |
અક્ષોભ |
એક વિદ્યાધરનું નામ છે. ક્ષોભરહિત. |
અક્ષૌહિણી |
સેનાનું એક અંગ.ઘણું મોટું સૈન્ય. |
અખંડ |
સતત, ખંડરહિત.ચોથી નરકનું સાતમું પટલ. |
અખિલાઈ |
આખાપણું, સમગ્રતા. |
અગમનિગમ |
ભૂત-ભવિષ્યનું કથન વેદનાં શાસ્ત્રાે. |
અગમિક |
શ્રુત શાસ્ત્રના સરખેસરખા પાઠ ન હોય તે. |
અગમ્યાર્થ |
સમજી ન શકાય તેવા અર્થો. ગૂઢાર્થ. |
અગાઢ |
સમ્યગ્દર્શનનો એક દોષ, દેવગુરુની શ્રદ્ધા છતાં કંઈ શંકા રહે. |
અગારી |
ઘરમાં રહેવાવાળો અણુવ્રતઘારી શ્રાવક-સાધક |
અગુપ્તિભય |
પોતે છુપાવેલી સંપત્તિ કોઈ જાણી જાય તેવો ભય. |
અગુરુલધુ |
ભારે નહિ અને હલકો નહિ તેવો પદાર્થ (આત્મા) આ ગુણને કારણે દરેક પદાર્થ સંયોગી હોય છતાં પોતાના સ્વભાવે જ રહે છે. જેમકે શરીર અને આત્મા બંનેનું પરિણમન સૂક્ષ્મ છે,પરંતુ સ્વભાવરૂપે જ રહે છે. જડ કે ચેતન દરેક દ્રવ્ય સ્વપણે ટકી રહે છે.પદાર્થનો કોઈ ગુણ વીખરાઈ જતો નથી |
અગુરુલઘુ પ્રતિજીવી ગુણ |
ઉચ્ચતા કે નીચતાનો અભાવ. |
અગુરુલઘુ નામ કર્મ |
આ નામકર્મની પ્રકૃતિને કારણે હલકું કે ભારે શરીર ન હોય તો ખસી ન શકે.રૂ જેવું હલકું હોય તો ટકી શકે.સિદ્ધના જીવને આ કર્મ લાગતું નથી. |
અગૃહિત મિથ્યાત્વ |
અનાદિથી પૂર્વનું ચાલ્યું આવતું મિથ્યાત્વ. |
અગોચર |
ઈદ્રિયોથી પર, દ્રષ્ટિમાં ન આવે તેવું. |
અગ્નિ |
રક્તવર્ણ. દીપક આદિની જ્વાળા,પ્રાયે ત્રિકોણ હોય છે.વીજળીનો શુદ્ધિ અગ્નિ પ્રાયે તેજસ્કાય છે. તે જીવો સ્થાવર નામકર્મના ઉદયવાળા છે.પરંતુ ગતિશીલ છે.પ્રયોજનપૂર્વક ગતિ નથી. ક્રોધાગ્નિ, વિરહાગ્નિ તે માનસિક તાપના પ્રકાર છે. |
અગ્રપૂજા |
પ્રભુની આગળ થતી પૂજા,જેમ કે ધૂપ,દીપ. |
અજ્ઞ |
મૂર્ખ,અજ્ઞાની. |
અજ્ઞાત |
અપરિચિત હોવું. પ્રમાદવશ નિરર્થક પ્રવૃત્તિ કરનાર. |
અજ્ઞાતાવસ્થા-અજ્ઞાતવાસ |
કોઈ ન જાણે તેમ વસવું. |
અજ્ઞાન |
અલ્પજ્ઞાન કે વિપરીત જ્ઞાન.સમ્યજ્ઞાનનો અભાવ. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન તે ઔદયિક અજ્ઞાન છે. જ્ઞાનની વિશેષતા હોવા છતાં સમ્યગ્દર્શન-રહિત જ્ઞાન ક્ષાયોપશમિક જ્ઞાન કહેવાય છે. |
અજ્ઞાનપરિષહ |
સાધક વિચારે કે મેં આવું તપ કર્ય઼ું છે,જાગ્રત રહું છું છતાં મને જ્ઞાન કેમ થતું નથી? એવું આર્તધ્યાન ન કરે તો તે અજ્ઞાન પરિષહ જય કહેવાય. |
અજ્ઞાની |
સ્વરૂપની વિપરીત માન્યતાવાળો,મિથ્યામતિ. |
અજ્ઞેય |
જાણી ન શકાય તેવું. જ્ઞેય જણાવા યોગ્ય પદાર્થ. |
અઘ |
એક ગ્રહ.પાપ એ વિશેષ અર્થ થાય છે. |
અઘટિત |
ઘટિત નહિ એવું,અયોગ્ય. |
અઘાતી કર્મ પ્રકૃતિ |
જે કર્મ જીવના જ્ઞાનાદિક અનુજીવી (સ્વભાવ)ગુણોનો ઘાત ન કરે,નામકર્મ,ગોત્રકર્મ,વેદનીય કર્મ,આયુષ્ય કર્મ,તે શુભાશુભ હોય. |
અઘોર |
ખૂબ ભયંકર.બેભાન અવસ્થામાં રહેલો દર્દી. |
અચક્ષુદર્શન |
ચક્ષુ-આંખ સિવાયની બાકીની ઈદ્રિયો અને મન સંબંઘી મતિજ્ઞાન,પહેલા થવાવાળું સામાન્ય અવલોકન (દર્શન).આ ગુણને આવરણ કરે તે અચક્ષુદર્શનાવરણ. |
અચલ |
જીવનો સ્થિર પ્રદેશ.ચળે નહિ તેવો,સ્થિર |
અચલપ્ર |
અચલાત્મ.અચલાવલી,કાળનું પ્રમાણવિશેષ. |
અચિત યોનિ |
ઉપપાદ જન્મના પુદ્ગલનું મળવું તે યોનિ અચિત છે. |
અચિત્ત |
ભક્ષ્ય પદાર્થોનું ચેતનારહિતપણું. |
અચિંત્ય શક્તિ |
કલ્પી ન શકાય તેવી આત્મશક્તિ. |
અચેતન |
ચેતનારહિત દ્રવ્ય તે અન્યને જાણે નહિ,જણાવા યોગ્ય છે. |
અચેલક |
દિ.સં.માં અચેલકપણું છે.વસ્ત્રાદિ સંપૂર્ણ પરિગ્રહના ત્યાગી. આર્કિચન્યવ્રતી. પંચમહાવ્રતધારી, તથા ક્ષમાદિ દસ ગુણધારક. |
અચૌર્ય |
અસ્તેય,ચોરી ન કરવી |
અચ્છેજ્જ |
અછેદ્ય :વસતિનો દોષ.છેદાય નહિ તેવું. |
અચ્યુત |
બારમો,છેલ્લો વૈમાનિકનો દેવલોક; કલ્પવાસી દેવોનો એક ભેદ.પતન વગરનું. |
અચ્યુતપતિ |
બારમાં દેવલોકનો સર્વોપરી ઇદ્ર.પ્રભુના કલ્યાણકોમાં તેની આજ્ઞા પ્રમાણે અન્યદેવો જોડાય. |
અજ |
બકરી,માયા. |
અજાગલસ્તન |
બકરાના ગળા પર લટકતો આંચળ.અર્થ વગરની વસ્તુ. |
અજાતશત્રુ |
જેને કોઈ શત્રુ નથી. |
અજિત |
ન જિતાય તેવું-નહિ જિતાયેલું. |
અજિતનાથ |
વર્તમાન ચોવીસીના બીજા તીર્થંકર. |
અજીવ |
જીવથી વિપરીત લક્ષણવાળા અજીવ,જેમાં જીવ નથી તે.દેહાદિમાં રાગાદિસંબંધ અનાત્માનું લક્ષમ છે. |
અજીવ દ્રવ્યો પાંચ છે |
|
ધર્મ દ્રવ્ય |
ગતિ સહાયક. |
અધર્મદ્રવ્ય |
સ્થિતિ સહાયક. |
આકાશદ્રવ્ય |
જગા પ્રદાન સહાયક. |
પુદ્ગલદ્રવ્ય |
રૂપી. |
કાળદ્રવ્ય |
પરિવર્તનમાં નિમિત્ત. |
અઢાઈ દ્વીપ (અઢી દ્વીપ) |
જંબુદ્વીપ-1,ઘાતકીખંડ-1.પુષ્કરદ્વીપ અર્ધોભાગ |
અણગાર |
ઘર વગરના; સવિશેષ સાધુ-સાધ્વીજનો. |
અણમોલ |
અમૂલ્ય. |
અણશન |
અનશન.સમજપૂર્વક અલ્પકાલીન કે આજીવન આહારાદિનો ત્યાગ. |
અણાહારીપદાર્થ |
જે આહાર ચાર આહારમાં ન આવતો હોય તે. ઉપવાસમાં લઈ શકાય તે વસ્તુ. અંબર જેવો પદાર્થ. |
અણુ |
(પરમાણું) પ્રદેશમાત્રનું ભાવિ સ્પર્શાદિ ગુણો રૂપ પરિમણન. અણુ અત્યંત સૂક્ષ્મ અને અવિભાજ્ય અંશ છે. કેવલીગમ્ય છે. |
અણુવ્રત |
અહિંસા,સત્ય,અચૌર્ય,બ્રહ્મચર્ય,અપરિગ્રહ આ પાંચે શ્રાવકના અલ્પ આચાર છે. દેશવ્રત કહેવાય છે. |
અતિરેક |
અતિશયતા. |
અતિચાર |
અતિક્રમ. નિયમ, પચ્ચક્થખાણ, વ્રતનો દોષ કે ઉલ્લંઘન.કષાય, નોકષાય, વ્યસનાદિનું સેવન પણ અતિચાર છે. મુખ્યત્વે સમ્યક્ત્વ અને વિરતિધર્મમાં જે દોષ લાગે છે તે. અતિચાર અનેક પ્રકારના છે. તે અતિચારની આઠ ગાથામાં બતાવ્યા છે.અને અતિચારસૂત્રમાં શ્રાવકને 124 અતિચાર બતાવ્યા |
અતિથિ |
જેના આવવાનો દિવસ સમય નિýિાત ન હોય.(તિથિનું પાલન ન કરે) સંયમપાલનને માટે વિહાર કરનાર યતિ - અતિથિ. |
અતિથિ સંવિભાગવ્રત |
શ્રાવકાચારનું બારમું વ્રત છે. પર્વતિથિએ પૌષધોપવાસ કરી, પારણાને દિવસે સાધુ સાધ્વીજનોને વિધિ અને આદરપૂર્વક શ્રાવક પોતાના નિવાસે આમંત્રણ આપી સંયમાર્થે ભિક્ષા આદિ આવશ્યક વસ્તુઓ આપે. પછી પોતે ભોજન કરે. |
અતિભારારોપણ |
માણસ કે પશુ ઉપર ઘણો ભાર ઉપડાવવો. |
અતિવીર |
ભગવાન મહાવીરનું અપરનામ,(વીર). |
અતિવ્યાપ્તિ |
લક્ષ્ય તેમ જ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું.જેમ કે ગાયનું લક્ષણ શીંગડા છે,અને બીજા લક્ષણ હોય. વળી ગાય (લક્ષ્ય) સિવાય અન્યને પણ શીંગડા હોય. |
અતિશય |
વિશેષતા.તીર્થંકર ભગવાનને આઠ પુણ્યાતિશયો હોય છે. |
અતીત |
પસાર થયેલું. |
અતીવ |
અત્યંત, ખૂબ. |
અતીદ્રિય |
ઈદ્રિયોથી પર. ઈદ્રિયોથી જાણી ન શકાય તેવું જ્ઞાન.જેમ કે અવધિજ્ઞાન વગેરે. |
અતીર્થ સિદ્ધ |
ભગવાનનું તીર્થ સ્થપાયા પહેલાં મોક્ષે જાય,તેવું અપવાદરૂપે બને. |
અતુલ |
તુલના વગરનું. |
અતૂટ |
તૂટે નહિ એવું,અખંડ. |
અતૃપ્તિ |
સંતોષનો અભાવ. |
અત્યંત |
ઘણું વધારે. |
અત્યુક્તિ |
વધારીને બોલવું તે. |
અત્યંતાભાવ |
એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો,તેની ક્રિયાનો અભાવ. |
અથાગ પ્રયત્ન |
થાક્યા વિના ઉત્સાહથી કાર્ય કરે. |
અદત્તાદાન (અસ્તેય) |
માલિકની રજા વગર લેવું.ગુરુની આજ્ઞા વગર કરવું.જિનાજ્ઞા વિરુદ્ધ કરવું. ચોરી કરીને લેવું. |
અદમ્ય |
ન દબાય કે ન દાબી શકાય તેવું. |
અદિતિ |
એક દેવીનું નામ છે. |
અદીઠ |
જોયેલું નહિ તેવું. |
અદૃષ્ટ |
કાયોત્સર્ગનો એક પ્રકાર. |
અદ્ધાપચ્ચક્થખાણ |
જેમાં કાળનો વ્યવહાર છે તેવાં પચ્ચક્ખાણો જેમ કે નવકારશી,પોરસી. |
અદ્ધાપલ્ય અદ્ધાકાલ |
બે હજાર કોશ ઊંડો અને પહોળો,એવા ગોળ કૂવામાં નાના બાળકના વાળના અત્યંત સૂક્ષ્મ ટુકડા ભરી દેવામાં આવે અને દર સો વર્ષે એક એક વાળ બહાર કાઢે તેમાં જેટલાં વર્ષ જાય તેટલાં વર્ષને વ્યવહારપલ્ય કહેવાય.તેનાથી અસંખ્યાતગુણો ઉદ્ધારપલ્ય તેનાથી અસંખ્યાતગુણો અદ્ધાપલ્ય કહેવા |
અદ્રિ |
પર્વત. |
અદ્વૈત |
એકતા, જીવાત્મા ને પરમાત્માની એકતા. |
અધર્મ દ્રવ્ય |
અધર્માસ્તિકાય. છ દ્રવ્ય પૈકી સ્થિતિ સહાયક દ્રવ્ય. એક, અખંડ, અસંખ્યાત પ્રદેશી, લોકવ્યાપક છે. |
અધઃ કર્મ |
જે કાર્યમાં જીવહિંસા લાગે તે. (પાપકર્મ) સવિશેષ સાધુજનો તેની અનુમોદના ન કરે કે તેવા આહારાદિ ગ્રહણ ન કરે. નારકિયોને તપýાર્યાદિ, મહાવ્રત આદિ ન હોવાથી તેમને અધઃકર્મ લાગતું નથી. તે પ્રમાણે તિર્યંચ અને અને ભોગભૂમિના મનુષ્યને અધઃકર્મ વ્રતાદિના અભાવને કારણે નથી ક |
અધઃકરણ |
યથાપ્રવૃત્ત કરણ જોવું. કર્મના ક્ષપોપશમ વડે સાતે કર્મની સ્થિતિ એક સાગર કોડાકોડી હીન થઈ જવી. ઘટી જવી. તેવા અધ્યવસાય. |
અધિકરણ |
ન્યાય વિષયક અધિકરણ. જે ધર્મોમાં જે ધર્મ હોય તે તેનું અધિકરણ છે. જેમ જીવનું જીવત્વ, ઘટનું ઘટત્વ. |
અધિકરણના બે ભેદ |
1. જીવાધિકરણ, 2. અજીવાધિકરણ. જીવાધિકરણ :- સંરંભ, સમારંભ, આરંભ મન વચન કાયાનાયોગ તેની સાથે કરવું, કરાવવું. અનુમોદન કરવું. ક્રોધ માન, માયા, લોભ જીવાધિકરણ 108 છે. જીવની સ્ફુરણાથી થતી ક્રિયા, ભાવ-વિશેષ તે જીવાધિકરણ-નિવર્તના, નિક્ષેપ, સંયોગ, નિસર્ગના અનુક્રમે 2 |
અધિકારિણી ક્રિયા |
સાંસારિક આરંભવાળી ક્રિયા તેના 25 પ્રકાર છે. |
અધિગમ |
ઉપદેશનું શ્રવણ કરીને કે શાસ્ત્રનો બોધ વાંચીને તે નિમિત્તથી જીવમાં જે ગુણ કે દોષનું ઉત્પન્ન થવું.બાહ્ય નિમિત્તથી થતું કાર્ય. |
અધિગમ સમ્યક્થત્વ |
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અધિગમ કે નૈસર્ગિક હોય.ચારિત્ર અધિગમ જ હોય.ચારિત્રમાં ગુર્વાદિકના ઉપદેશ,આજ્ઞા આવશ્યક હોય છે.નિસર્ગ સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન કેવળ નિસર્ગ નથી હોતું.પરંતુ સાક્ષાત્ કે પરંપરાથી અધિગમ જ હોય છે. નિસર્ગ એટલે સ્વભાવ નહિ પરંતુ શાસ્ત્ર-અધ્ય |
અધિગમ સામાન્ય |
પદાર્થનું જ્ઞાન.તે પ્રમાણ અને નય બે પ્રકારે છે. પ્રમાણ નયૈરધિગમ. |
સ્વાર્થાધિગમ |
મતિ શ્રુત આદિ જ્ઞાનરૂપ. |
પરાર્થાર્ધિગમ |
શબ્દરૂપ છે.વચનરૂપ છે. |
અધિષ્ઠાન |
આધાર, જેમ કે વિશ્વનું મૂળ અધિષ્ઠાન ચૈતન્ય છે. |
અધોગમન |
ભારે વસ્તુનું નીચે પડવું,ભારે કર્મી જીવોનું નીચે પડવું,પતન થવું. |
અધોમુખ |
ઉન્મુખ,નીચું. |
અધોલોક |
મેરૂપર્વતની નીચે સાત રજ્જુ અધોલોક,પાતાળ લોક, નરકભૂમિ. |
અધ્યધિ, અધ્યવધિ |
આહાર,વસતિનો એક દોષ.(સાધુજનો માટે). |
અધ્યયન |
(સ્વાધ્યાય) શાસ્ત્રનો અભ્યાસ. |
અધ્યવસાન |
સ્વ-પરનું જ્ઞાન ન હોવા છતાં-તે જીવમાં ચૈતન્યનું નિýિાત હોવું.જીવ સંચારિત તરતમતાવાળા પરિણમન છે,હું ધર્માત્મા છું,હું ધનાદિનો સ્વામી છું.હું મારી કે જિવાડી શકું છું.હું ધર્માત્મા છું. પોતાના સ્વરૂપને ભૂલીને અન્ય વિકલ્પોને અધ્યવસાન, અધ્યવસાય. અભિનિવેશ કહે છે |
અધ્યાત્મ |
પોતાના શુધ્દાત્મામાં વિશુધ્ધિના આધારભૂત અનુષ્ઠાન કે આચાર. |
અધ્યાત્મશાસ્ત્ર |
જેમાં શુદ્ધાત્માના અભેદરૂપ રત્નત્રય નિરૂપક અર્થ - સૂત્રને અનુરૂપ કથન,નિરૂપણ હોય. |
અધ્યાત્મસાર |
શ્વેતાંબર શ્રી યશોવિજય ઉપાધ્યાયરચિત ગ્રંથ. |
અધ્યાત્મી |
આત્મસુખની પ્રાપ્તિ માટે ]ંખના રાખનાર. |
અધ્યારોપ |
એક પદાર્થને-વિકલ્પને અન્યમાં લગાવવો.મિથ્યા કલ્પના. |
અધ્યાસ |
સ્વ-પરના એકત્વનો ભ્રમ,જેમ કે દેહાધ્યાસ. |
અધ્યાહાર |
ન કહેલું. |
અુવ |
અસઠિર, ચંચળ, નાશવંત, અસ્થિર. |
અુવબંધી |
જે પ્રકૃતિઓનો બંધ જે ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં સુધી બંધાય કે ન બંધાય. |
અુવસત્તા |
જે પ્રકૃતિઓની સત્તા અનાદિ મિથ્યાત્વી જીવોને હોય કે ન પણ હોય. |
અુવોદયી |
જે પ્રકૃતિનો ઉદય જે ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં સુધી ઉદયમાં આવે અથવા ન આવે. |
અધ્વર્યુ |
મહેતાજી. યજ્ઞક્રિયા કરાવનાર. |
અનગાર-અણગાર |
ઉત્તમ ચારિત્રવાળા મુનિ, શ્રમણ, સંયત, મુનિ, સાધુ, વીતરાગ, ભદંત, યતિ, પંચ મહાવ્રતધારી, જ્ઞાનાચારાનું પાલન, ઉત્તમ ક્ષમાદિ યતિધર્મ પાલન, કષાયોનું શમન, ઈદ્રિયોનું દમન કરનાર, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયમાં અપ્રમત, રત્નત્રયના આરાધક. મોક્ષ માર્ગના આરાધક. મોક્ષ માર્ગન |
અનધ |
પાપ વિનાનું, |
અનધ્યવસાય |
આ શું હશે તેવો પ્રતિભાસ.માર્ગમાં જતાં તૃણ, કાંટા વગેરેના સ્પર્શથી આ કઈંક છે તેવું જ્ઞાન.નિýિાત-અનિýિાત બંનેનું કારણ છે. |
અનનુગામી |
અવધિજ્ઞાનનો એક ભેદ. સ્થળાંતરે સાથે ન જાય. |
અનનુભાષણ |
વાદીના પૂછવા છતાં પ્રતિવાદી જવાબ ન આપે. |
અનપર્વતનીય |
બાંધેલું આયુષ્ય પૂરું ભોગવાય. વચ્ચે ઘટે નહિ. |
અનપાયી |
અવ્યભિચારી. |
અનભિગ્રહિક મિથ્યાત્વ |
બધા જ દર્શનકારોના વચનો સત્ય છે. રાગી-વિરાગી બંનેનું સાચું માને.બધા ભગવાન સાચા છે તેમ માને. |
અનભિજ્ઞ |
અજાણ. |
અનભિલાપ્ય |
વચનથી ન કહી શકાય તેવું. |
અનભ્ર |
વાદળ વિનાનું આકાશ. |
અનય |
એક નય. |
અનર્થદંડ |
શ્રાવકનું આઠમું વિરમણવ્રત છે. અહેતુક પાપયુક્ત પ્રવૃત્તિ કરવાથી જે દોષ લાગે તે.શસ્ત્ર બનાવવા આપવા, અસત્ય, હિંસા, પાપોપદેશ, દુર્ધ્યાન, (અપધ્યાન) પ્રમાદચર્યા, ઉત્સુત્રતા, કલેશિત કે કામવાસના ઉત્તેજિત શાસ્ત્ર વાંચવાં, સવિશેષ માનસિક દુર્ધ્યાન કરવું.આરંભાદિનો ઉપ |
અનર્થદંડના અતિચાર |
અસભ્ય વચન બોલવાં, કાયાની કુચેષ્ટા કરવી. નિરર્થક વચન પ્રયોગ. વિના પ્રયોજન મનમાં વિકારો કરવા, વિના પ્રયોજન ભોગાદિ સામગ્રી ભેગી કરવી. |
અનર્થદંડ વ્રત |
અનર્થદંડ વિરમણ પ્રયોજનરહિત હિંસાદિ દુષ્કૃત્યયુક્ત હોવાથી તેનો ત્યાગ કરવો અને નિર્દોષ અહિંસાદિવ્રતનું પાલન કરવું. |
અનર્પિત |
પ્રયોજનના અભાવથી જે વસ્તુની પ્રધાનતા ન રહે.(ગૌણતા) |
અનલ |
અગ્નિ. |
અનલકાયિક |
આકાશશોપપન્ન દેવ. |
અનવસ્થા |
ખોટી કલ્પનાઓની સંભાવનાથી જે અવ્યવસ્થા થાય તે. |
અનવસ્થિત |
અવધિજ્ઞાનનો એક ભેદ. થયેલું જ્ઞાન ચાલ્યું જાય જીવનપર્યંત ન રહે. |
અનશન |
શરીરનું મમત્વ છૂટવાથી, જીવ વૃત્તિઓને ભોજન આદિ બંધનથી મુક્ત કરે. આત્મબળની વૃધ્દિને કારણે ક્ષુધાદિમાં રસાસ્વાદાદિથી ચ્યુત ન થાય. મોક્ષમાર્ગ માટે શ્રેયસ્કર છે. કેવળ ભૂખે મરવાનું નથી પણ એક મહાન તપ છે. જેણે ઈદ્રિયો અને મનને જીત્યા છે. આ ભવ-પરભવ સુખની અપેક્ષા ન |
અનશન પ્રયોજન |
દેહમમત્વ ત્યાગ અને મોક્ષની સાધના માટે, કર્મોના સર્વથા નાશ માટે, ફલાકાંક્ષારહિત કરવું. |
અનશનના અતિચાર |
ભોજન કરે નહિ પણ કરાવે, કરનારને અનુમોદન આપે.મન, વચન, કાયાથી અતિચાર સેવે. ક્ષુધાથી પીડીત થઈને ક્યારે ભોજન કરું તેવી અભિલાષા થાય, પારણાદિક ચિંતા થાય. |
અનંગક્રીડા |
કામસેવનને યોગ્ય અંગો સિવાય અન્ય અંગોએ અન્ય રીતિથી ક્રીડા, વિષયસેવન કરવું. |
અનંત |
અંત વગરનું. |
અનંત અનંતાનંત |
ગણતરીથી અતિક્રાંત કરીને સંખ્યાની ગણના કરવી તે અસંખ્યાત - અનંત. યધપિ ઉભયની તરતમતા દર્શાવી છે. એક એક સંખ્યા ઘટતા જે રાશિ સમાપ્ત થાય તે અસંખ્યાત અને રાશિ સમાપ્ત ન થાય તે અનંત. અંતરહિત. સંસાર અનંત, જીવો અને પુદ્ગલ પરમાણુઓ અનંત, કર્મો અનંત. અનંતના અનેક ભેદ છે. |
અનંતકાયિક |
સાધારણ વનસ્પતિના જીવો. તમામ કંદમૂળ. |
અનંતચતુષ્ટય |
ઘાતી કર્મેનો નાશ થતાં કેવળી ભગવંતને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતલબ્ધિવીર્ય પ્રગટ થાય છે. |
અનંતનાથ |
વર્તમાન ચોવીસીના ચૌદમા તીર્થંકર. |
અનંતર |
વિલંબ કે આંતરહિત વસ્તુની પ્રાપ્તિ. |
અનંતાનુબંધી કષાય |
જીવોના ચાર પ્રકારના તીવ્ર કષાય તે જીવને અનંતકાળ સંસારનો બંધ કરાવે છે. અનંતાનુબંધી પ્રકૃતિના ઉદયથી જીવના વિપરિત - મિથ્યા અભિપ્રાયને કારણે સમ્યક્થત્વઘાતી અને રાગદ્વેષના ઉત્પન્ન થવાથી ચારિત્રઘાતી છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભની પ્રકૃતિ સાથે જીવ અનંત |
અનંતાનુબંધીનો સ્વભાવઃ |
સમ્યક્ત્વ અને ચારિત્ર બંનેનો ઘાતક છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કષાયનો અવિનાભાવી સંબંધ છે. પ્રથમ અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વ - સમ્યગ્દર્શન ગુણનો ઘાતક છે. બીજો અપ્રત્યાખ્યાનાવરણ કષાય દેશવિરતિનો ઘાતક છે. ત્રીજો પ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વ વિરતિનો ઘાતક છે. |
અનંતાવધિજ્ઞાન - અવધિજ્ઞાન |
ચૌદરાજ લોકના રૂપી પદાર્થોનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અલ્પાધિક અતીદ્રિય જ્ઞાન, સર્વ રૂપી પદાર્થોના જ્ઞાનને કારણે અંત કે અવધિ નથી તે સર્વાવધિ કહેવાય. |
અનાગત |
ભાવિમાં થવાવાળું. |
અનાથ |
આધાર કે શરણરહિત. |
અનાદિ - અનંત |
જેની શરૂઆત નથી, તે અનાદિ જેનો અંત નથી તે અનંત. |
અનાદિકાળ |
પ્રારંભરહિત કાળ. |
અનાદિનિધન |
જેનો આદિ નથી અને નિધન એટલે અંત નથી. |
અનાત્મભૂતકારણ |
વસ્તુના સ્વરૂપમાં ભળેલું ન હોય. જેમ કે પુરુષના હાથમાં લાકડી. |
અનાદેય નામકર્મ |
જે નામકર્મની પ્રકૃતિના ઉદયથી આદર ન મળે. |
અનાદૃત |
કાર્યોત્સર્ગનો એક અતિચાર. |
અનાનુપૂર્વી |
આડુંઅવળું. જેમ કે નવકારની અનાનુપૂર્વી. |
અનાભોગ મિથ્યાત્વ |
અત્યંત અજ્ઞાનદશા, સાચી વસ્તુની અજ્ઞાનતા. |
અનાયતન |
દેવ, ગુરુજનોરહિત સ્થાનો. |
અનાયાસ |
પ્રયત્નરહિત, સરળતાથી કાર્ય થાય. |
અનારંભ |
શુદ્ધાત્મામાં સ્થિર થવા મન, વચન, કાયાની પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. |
અનાર્ય |
જેની પ્રવૃત્તિ મનુષ્યજીવનને યોગ્ય ન હોય ,સુસંસ્કારરહિત. |
અનાર્યભૂમી (ક્ષેત્ર) |
જ્યાં દેવ, ગુરુ કે ધર્મની પ્રાપ્તિના સાધનો ન હોય. સંસ્કારરહિત ક્ષેત્ર. જ્યાં હિંસાદિની વિશેષતા હોય. |
અનાશ્રવ |
જે આત્મામાં કોઈ કર્મો આવતાં નથી તેવી આત્માની શુદ્ધદશા. |
અનાહદ નાદ |
આત્માનો આંતરિક અવાજ. પ્રયાસરહિત ધ્વનિ. |
અનાહારકતા |
જ્યાં કોઈ પણ પ્રકારનો આહાર લેવાતો નથી, તેવું આત્માનું સહજ અનાહારીપણું. |
અનિકાચિત કર્મ |
બાંધેલા કર્મો શુભભાવ વડે ફેરફાર થઈ શકે તે. |
અનિત્ય |
નાશવંત. |
અનિત્યભાવના |
ભૌતિક પદાર્થો નાશવંત છે તેમ ચિંતવવું. |
અનિત્યસ્થ |
સિદ્ધ પરમાત્માનું સંસ્થાન.અરૂપી આકૃતિ. એ આકૃતિ આવી છે તેવું કહી ન શકાય. સિદ્ધ આત્માઓ લોકાગ્રે આકાશપ્રદેશમાં રહ્યા છે. |
અનિદ્રિય |
જેને ઈદ્રિયો ન હોય તે, સિદ્ધ ભગવંતો. મન ઈદ્રિય નથી તેથી તે અનિદ્રિય ગણાય છે. |
અનિમિ |
આંખના પલકારા વગરનું. |
અનિર્વચનીય - અનિર્વાચ્ય |
વચનથી વર્ણવી ન શકાય તેવું. |
અનિવૃત્તિકરણ |
સમ્યગ્દર્શન પામનાર જીવનું આ કરણ છે. અપૂર્વકરણ પામ્યા પછી જીવ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગ્દર્શન પામે છે. જ્યાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી. કર્મગ્રંથના અભિપ્રાયે અનિવૃત્તિકરણ એ જ સમ્યક્થત્વરૂપ પરિણામ છે. |
અનિવૃત્તિકરણ ગુણસ્થાનઃ |
જીવોની પરિણામ વિશુદ્ધિમાં તરતમતા તે ગુણસ્થાન છે. આ નવમું ગુણસ્થાન છે. તે અવસ્થામાં સર્વ જીવોના પરિણામ તરતમતા રહિત સમાન હોય છે. અતિશુદ્ધ પરિણામને - ધ્યાનને કારણે કર્મોની અનંત ગુણી નિર્જરા કરતો શ્રેણીમાં આગળ વધે છે. સમગ્દર્શનની અપેક્ષાએ ચારિત્ર મોહ જીવનો ક્ |
અનિશ્રિત |
આલંબન કે આશ્રય વિનાનું. મતિજ્ઞાનનો એક ભેદ. |
અનિýિાત |
નિર્ણય વિનાનું. |
અનિષ્ટ સંયોગ આર્તધ્યાનઃ |
જે જડ કે ચેતન પદાર્થોનો સંયોગ થતાં તે ક્યારે દૂર થાય તેવું ચિંતન કર્યા કરવું. |
અનીક |
ન ગમતો સંયોગ. ઈંદ્રાદિ દસ પ્રકારના દેવોમાં સૈન્યના દેવો. |
અનુકંપા |
અન્યને ક્ષુધા - તૃષા આદિ કોઈ પ્રકારે દુખી જોઈ કરુણા થવી. અન્યના દુખને પોતાનું માને તેવા ભાવ. સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ, શુભોપયોગરૂપ દયાભાવ. નિýાયથી સ્વદોષનો ત્યાગ કરવો તે સ્વાનુકંપા છે. |
અનુગમ |
કેવળી કે શ્રુતકેવળી દ્વારા પરંપરાથી મળેલું જ્ઞાન. |
અનુગામી |
અવધિજ્ઞાનનો એક પ્રકાર. હાથમાં રાખેલી બેટરીના પ્રકાશની જેમ સાથે રહે. |
અનુગ્રહ |
ઉપકાર, ગુરુ કૃપા, પુણ્યસંચય અને સમ્યગ્દર્શનનું કારણ થાય. |
અનુજીવી ગુણ |
પરિણામ - ભાવરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે. જીવમાં ચારિત્ર, સુખ, શ્રદ્ધા વગેરે. જડમાં સ્પર્શાદિ વગેરે. |
અનુત્તર |
જે શ્રુતનો ઉત્તર નથી તે. (અધિક) અનુત્તરવાસી, છેલ્લી કોટિના કલ્પાતીત સ્વર્ગનો એક ભેદ. |
અનુત્તરોપપાદક |
અનુત્તર વિમાનવાસીનો ઉપપાદ જન્મ. ત્યારપછી એક કે બે ભવમાં મોક્ષે જાય. ભગવાન મહાવીરના સમયમાં 1.ઋષિદાસ, 2.ધન્ય, 3.સુનક્ષત્ર, 4.કાર્તિકેય, 5.આનંદ, 6.નન્દન, 7.શાલિભદ્ર, 8. અભય, 9.વારિષેણ, 10.ચિલાતિપુત્ર. આ દસ અનુત્તરો પાદિક થયા. |
અનુત્તરોપપાદક દશાંગ |
દ્રવ્ય શ્રુતજ્ઞાનનો નવાંગ. |
અનુત્સેક |
જ્ઞાનમાં શ્રેેષ્ઠ હોવા છતાં નિરહંકારી. |
અનુદિશ |
કલ્પનાતીત દેવોનો એક ભેદ. |
અનુપક્રમ |
જેને નિમિત્ત લાગતું નથી. ઉપક્રમરહિત. |
અનુપચરિત |
જેમાં કંઈ ઉપચાર નથી, વાસ્તવિક છે. |
અનુપાત |
દ્રવ્ય, તે પરમાણુ આદિ છે. જે આત્મા દ્વારા કર્મ તથા નોકર્મ રૂપે ગ્રહણયોગ્ય નથી. |
અનુપાતી |
અનુકૂળ થનાર. |
અનુપ્રેક્ષા |
કોઈ એક ભાવનાનું પુનઃ પુનઃ ચિંતન કરવું. તે અનુપ્રેક્ષાઓ બાર પ્રકારની છે. જે વૈરાગ્ય પેદા કરે છે. |
અનુબંધ ચતુષ્ટય |
મંગળાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન આ ચારનું હોવું. |
અનુભાગ |
જીવોના રાગાદિ ભાવોની તરતમતા અનુસાર કર્મફળ (રસ) |
અનુભાગબંધ |
રસબંધ, બંધાતા કર્મોનું તીવ્રમંદતાનું નIાળ થવું. |
અનુભૂતિ |
અનુભવ. |
અનુમત |
અનુમતિ, સંમતિ, પોતે ન કરે અન્યને કરવાની સંમતિ આપે. |
અનુમાન |
સાધન વડે સાધ્યનું જ્ઞાન. પરોક્ષ પ્રમાણનો એક ભેદ. તેની પ્રમાણતા મનાતી નથી. કાર્યના અનુમાનથી કારણનું અનુમાન થાય છે. ધુમાડો છે માટે અગ્નિ હોવો જોઈએ. |
અનુમોદના |
અન્યના સુકૃત પ્રત્યે આદર - પ્રસંશા કરવી. પોતાનાથી તપ ન થતું હોય તો અન્યના તપની પ્રસંશા કરવી વિગેરે. |
અનુયોગ |
જૈનાગમની ચાર વિશેષતા. અનુયોગના ચાર પ્રકાર. |
અનુયોગ સમાસ |
શ્રુતજ્ઞાનનો એક ભેદ. |
અનુયોગી |
દ્રવ્ય પોતાના ગુણનો અનુયોગી છે. (સહયોગી) |
અનુરાગ |
વિશેષ રાગ. |
અનુરાધા |
નક્ષત્ર, સ્ત્રાળ-સતીનું નામ છે. |
અનુલોમ |
સામાન્યની વિશેષતા અને વિશેષધર્મીની ગૌણતા કરવાની પદ્ધતિ. પ્રાણાયમનું એક નામ છે. |
અનુવર્તી |
અનુસરવું, અનુવાદ, આચાર્ય પ્રણીતશાસ્ત્ર. અર્થનું કથન કરવું, ભાષાંતર કરવું, અનુવાદ છે. |
અનુવિદ્ધ |
એકરૂપ થવું. |
અનુવીચિભાષણ |
પૂર્વાચાર્યકૃત સૂત્રની પદ્ધતિ અનુસાર કથન કરવું. |
અનુવૃત્તિ |
કોઈ પદાર્થની વિધિરૂપવૃત્તિ. જેમ કે ઘડાનું ઘટત્વ. |
અનુશાસન |
ઉપદેશ, કાયદો, રાજ્ય ચલાવવું તે, અમલ કરવો તે. |
અનુશિષ્ટ |
આગમથી અવિરુદ્ધ ઉપદેશ આપવો. |
અનુશીલન |
સતત ઊંડો અભ્યાસ. |
અનુષ્ઠાન |
ધાર્મિક ક્રિયા, પૂર્વતૈયારી. |
અનુષંગી |
પરિણામરૂપ, અન્યને અનુરૂપ. |
અનુશ્રેણી |
પ્રદેશ, પંક્તિ, આકાશપ્રદેશની પંક્તિ શ્રેણિ. |
અનુશ્રેણીગતિ |
જન્માંતરે જતાં આકાશપ્રદેશની શ્રેણિએ જતાં જે વિગ્રહગતિ થાય તે. (જુ. વિગ્રહગતિ) |
અનુસ્મરણ |
પૂર્વના અનુભવની સ્મૃતિ કરવી. |
અનુસંધાન |
આગળ સાથેનું જેડાણ. |
અનુસ્યૂત |
ની સાથે જોડાયેલું. |
અનૃત |
સત્ય, જૂઠું નહિ. |
અનેકત્વ |
વિવિધ દશાઓવાળું દ્રવ્ય પર્યાયની અપેક્ષાએ અનેક છે. ષટ દ્રવ્યોના એકથી અનેક વિભાગ. |
અનેકાન્ત |
એક જ દ્રવ્યમાં અનેક ધર્મો - લક્ષણ, ગુણો, અવસ્થાઓનું કથન, વિરોધી લક્ષણોનો સમન્વય, મુખ્યતા અને ગૌણતાની અપેક્ષાએ હોય છે. જેમ કે આત્મા સ્વભાવે નિત્ય અને શુદ્ધ છે. જન્મમરણની અવસ્થાઓ અનિત્ય છે. રાગાદિને કારણે અશુદ્ધ છે. આવું કથન કેવળ કલ્પના નથી. કારણ કે આ કથન સ |
અનેકાંતના બે ભેદ |
|
અનેકાન્ત ઉપદેશનું પ્રયોજનઃ |
અજ્ઞજનોને જ્ઞાનસ્વરૂપ આત્માના ઉપદેશ માટે, તેની અનેક શુદ્ધ અવસ્થાઓના જ્ઞાન માટે, તત્ત્વના હેય અને ઉપાદેયના વિવેક માટે. અનેકાન્ત દૃષ્ટિથી તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દૃષ્ટિ થાય છે. વિધિ અને નિષેધની યોગ્યતાની પ્રસિદ્ધિ માટે અનેકાંત છે. |
અનેરું |
અસાધારણ, જુદી જાતનું, અનોખું, ઉત્તમ. |
અન્યત્વ |
એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું હોય. |
અન્યદૃષ્ટિ પ્રશંસા |
મિથ્યાદૃષ્ટિના જ્ઞાન - ચારિત્રાદિ ગુણોનો મનમાં આદર કરવો. પ્રશંસા કરવી. વળી મિથ્યાદૃષ્ટિમાં ગુણ હોય કે ન હોય છતાં સદ્ભાવ બતાવવો. તે છતાં દ્વેષ ન કરતાં મધ્યસ્થ રહેવું. |
અન્યાત્વાનુપ્રેક્ષા |
જીવ જગતના સર્વ પદાર્થોથી જુદો છે. તાદાત્મ્ય સંબંધ નથી. હું દેહાદિથી જુદો છું વગેરે ભાવના - અનુપ્રેક્ષા કરવી. |
અન્યોન્યાભાવ |
પુદ્ગલના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયનો અભાવ. એક કપડું લાલરંગનું હોય ત્યારે તેના કાળા રંગનો અભાવ હોય અથવા ઘટમાં પટનો અભાવ. |
અન્યોન્યાશ્રય હેત્વાભાસ |
તાળું લગાવ્યું અને ચાવી ઘરમાં રહી ગઈ. હવે ચાવી નીકળે તો તાળું ખૂલે કે તાળું ખૂલે તો ચાવી નીકળે. આવી પરસ્પર અપેક્ષા. |
અન્વય |
પોતાના ધર્મ - જાતિનો ત્યાગ કર્યા વગર પોતાના જ રૂપમાં સ્થિર, ટકી રહેવું, નિત્ય સ્થિત સ્વાત્મભૂત અસ્તિત્વાદિ ગુણ અન્વય કહેવાય છે. સત્તા, સત્ સત્ત્વ, સામાન્ય, દ્રવ્ય, વસ્તુ, અર્થ, વિધિ એકાર્થવાચક છે. |
અન્વયી |
ગુણ અન્વયી છે. |
અન્વર્થ |
જેવું નામ તેવું કાર્ય, લક્ષણ. જેમ કે સૂર્ય તપે છે. |
અન્વેષણ |
શોધ, તપાસ. |
અપ્ |
જળ, પાણી. |
અપકર્ષ |
ભોગવાતા કર્મને ઘટાડીને નવું આયુકર્મ બાંધે તે અપકર્ષ. આયુકર્મનો 2/3 ભાગ વ્યતીત થયા પછી ન બાંધે તો 1/3 નો પુનઃ પુનઃ 2/3 ભાગ લે. તે ભાગના પ્રાયે આઠ વાર નવા આયુબંધનો સમય આવે છે. |
અપકર્ષણ |
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને કારણે કર્મોની સ્થિતિ તથા અનુભાગ - રસ ઘટાડી, ઘાત કરીને આત્મા વિશુદ્ધિમાં આગળ વધે છે. મોક્ષમાર્ગ માટે એ અપકર્ષણ શ્રેયભૂત છે. સંસારી જીવને પુણ્ય માટે બંને પ્રકૃતિઓનું અપકર્ષણ થાય છે. અર્થાત્ પ્રથમ બાંધેલી ઉદિત કર્મની સ્થિતિને તથ |
અપકાય |
પાણીના જીવોનું શરીર. |
અપકાર |
અન્યના ઉપકારને ભૂલી તેને ત્રાસ આપવો કે અવગણના કરવી. |
અપકીર્તિ |
અપયશ, બદનામી. |
અપક્વ |
કાચું, પકાવ્યા વગરનું. |
અપત્ય |
સંતાન. |
અપદેશ |
જેના દ્વારા અર્થનો નિર્દેશ થાય તે દ્રવ્યશ્રુત છે. |
અપધ્યાન |
રાગ કે દ્વેષને કારણે પદાર્થોનું, સ્ત્રાળ આદિનું ચિંતન કરવું, અન્યને મારવા, અપમાન કરવું, ધન, અપહરણ વગેરેનો વિચાર કરવો. આર્ત - રૌદ્રધ્યાન, કષાયોનું સેવન. વિષયનું સ્મરણ કરી ઈચ્છા થવી. |
અપભ્રંશ |
વિકાર, મધ્યકાલીન એક પ્રાકૃત ભાષાપ્રકાર. |
અપરત્વ |
નાનાપણું, કાળની વિશેષતાથી. |
અપરવિદેહ |
પýિામ વિદેહ, કોઈ રક્ષક દેવનું નામ. |
અપરાજિત |
કલ્પાતીત દેવોનો એક ભેદ. |
અપરાજિતા |
મુનિસુવ્રત સ્વામીની યક્ષિણી. એક દિગ્કુમારી. |
અપરાધ |
ગુનો, જે આરાધનારહિત હોય તે અપરાધ. |
અપરાહલ |
દિવસનો ત્રીજો પ્રહર. |
અપરિગ્રહ |
સાંસારિક સાધન - સામગ્રીના પરિગ્રહથી રહિત સાધુદશા. |
અપરિગૃહિતા |
જે વેશ્યા કે વ્યભિચારિણી હોય તે અન્ય પુરુષની સાથે આવે જાય. જેનો કોઈ એક સ્વામી નથી. |
અપરિણત |
આહારનો એક દોષ. |
અપરિણામી |
જેનું પરિણમન ન હોય. |
અપાર્યપ્ત |
જન્માંતરે જતાં જીવ નવો દેહ ધારણ કરવા યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે. |
અપલાપ |
કોઈની વાતને તુચ્છ ગણી હલકી પાડવી. |
અપવર્ગ |
દુખદાયી જન્મ - મરણથી આત્યંતિક મુક્તિ. (મોક્ષનું નામ) |
અપવર્તન |
શસ્ત્રાદિક બાહ્ય નિમિત્તથી આયુષ્યનું ઘટવું. અકાલ મૃત્યુ. પ્રતિસમય કર્મોનું ઘટવું. |
અપવર્તના |
મોટા કાળવાળા કર્મને નાની સ્થિતિમાં લાવવું. ઉચ્ચ અધ્યવસાયથી સ્થિતિનું ઘટવું. |
અપવર્તનીય |
બાંધેલું આયુષ્ય એવું હોય કે ખૂટે કે તૂટે. |
અપવાદ |
ખાસ સંયોગોમાં વિશેષરૂપે કહેલી વિધિને અપવાદ કહેવાય. મોક્ષમાર્ગની સાધના કેવળ સામ્યતાવાળી છે. છતાં ખાસ વૃદ્ધ, ગ્લાન, બાલ જેવા સંયોગોમાં સાધકમાં સવિશેષ સાધુજનોને સાધના-સંયમના લક્ષ્યે આહારાદિમાં કંઈક છૂટ લેવી પડે તે અપવાદ. સામાન્યતઃ સામ્યતાની સાધનામાં ઉત્સર્ગ |
અપસરણ |
અપકર્ષણ - ઘટવું, કર્મોની સ્થિતિ અને રસનું ઘટવું. |
અપહૃત સંયમ |
જે સંયમનો ઘાત ન થાય. |
અપાચ્ય |
પýિામ દિશા, પચે નહિ તેવું. |
અપાત્ર |
દાન, જ્ઞાનાદિને અયોગ્ય. |
અપાદાનકારણ |
ઉપાદાન, જે શક્તિમાં કે પદાર્થમાં કાર્ય થાય તે ઉપાદાન. કાર્ય થાય ત્યારે બહાર નિમિત્તની હાજરી હોય. |
અપાન |
બહારથી વાયુને અંદર ગ્રહણ કરવો. નિશ્વાસ - અપાન. |
અપાપ |
પાપરહિત. |
અપાય |
પાપમય પ્રવૃત્તિ. સાત પ્રકારના ભયાદિ. |
અપાય વિચય |
પાપ દુખદાયી છે તેવી વિચારણા. ધર્મધ્યાનનો એક ભેદ છે. |
અપાર્ધ પુદ્ગલ પરાવર્ત |
ચરમ પુદ્ગલ પરાવર્તથી અડધું વીત્યા પછીનું બાકી રહેલું પુદ્ગલ પરાવર્ત. |
અપૂર્વકરણ |
જીવોના પરિણામની ક્રર્મપૂર્વક વિશુદ્ધિનાં સ્થાનકો. આઠમું ગુણસ્થાન, આ ગુણસ્થાનનાં ક્ષાયિક અને ઔપશમિક બે ભાવની સંભાવના છે. પ્રત્યેક સમયે અનંતગુણી કર્મનિર્જરા થઈ વિશુદ્ધિ થાય છે. અપૂર્વકરણ સમ્યક્થત્વની પ્રાપ્તિકરણ છે. આત્મપરિણામ છે. મનની ઉત્તમ શુભ અવસ્થા છે. |
અપોહ |
સંશયના કારણભૂત વિકલ્પનું સમાધાન. |
અપૌરુષેય |
આગમના પૌરુષેય કે અપૌરુષેય ભેદ છે. |
અપ્રજ્ઞાપનીય |
જણાવી ન શકાય તેવું. |
અપ્રતિર્ક્મ |
સંયમના બળથી દેહના પ્રતિકારરહિત હોવું. |
અપ્રતિક્મણ |
પ્રતિક્રમણરહિત, પાપની આલોચનારહિત. |
અપ્રતિઘાત ઋદ્ધિ |
કોઈથી પ્રતિઘાત ન પામે તેવી ઋદ્ધિ. |
અપ્રતિઘાતી |
સૂક્ષ્મ પદાર્થોને અવરોધરહિત જાણે, કેવલજ્ઞાન. |
અપ્રતિ ચક્રેશ્વરી |
પદ્મપ્રભુની શાસક યક્ષિણી. |
અપ્રતિપાતી |
અવધિજ્ઞાનનો એક પ્રકાર, પ્રાપ્ત થયેલું જન્માંતરે સાથે આવે, કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી રહે. સવિશેષ તીર્થંકરને હોય છે. |
અપ્રતિબુદ્ધ |
બોધ નહિ પામેલો. |
અપ્રતિષ્ઠાન |
સાતમી નરકનું ઈંદ્રક બીલ. |
અપ્રત્યવેક્ષિત |
અપમાર્જિત, જયણા કર્યા વગરનું. |
અપ્રત્યાખ્યાન |
વ્રત પચ્ચક્ખાણરહિત. અણુવ્રત - દેશવિરતિને સૂચક છે. |
અપ્રત્યાખ્યાનાવરણ |
દેશસંયમના ભાવ થવા ન દે. દેશવિરતિને ઘાતક હોય, તેવો કષાય. |
અપ્રદેશી |
એક આકાશ પ્રદેશે એક કાલાણુને અપ્રદેશી કહે છે. કાલ પરમાણુને બીજો પ્રદેશ નથી. |
અપ્રમત્ત સંયત |
સાતમું ગુણસ્થાનક. પ્રમાદરહિત સંયમ. |
અપ્રવિચાર |
કોઈ પણ ગુણ કે પર્યાયમાં સ્થિર વિચારધારા. |
અપ્રશસ્ત |
અસદ્કાર્ય, જેનાથી અહિત થાય છે. |
અપ્રાપ્તકાલ |
જે કાલમાં સ્વાધ્યાયાદિ ન થાય. |
અપ્રાપ્યકારી ઈદ્રિય |
મન અને ચક્ષુ અપ્રાપ્યકારી છે, તે વિષયના પદાર્થને સ્પર્શ કર્યા વગર જાણે અને જુએ. |
અબદ્ધ |
મોહકર્મના અભાવમાં જ્ઞાનને અબદ્ધ કહે છે. |
અબંધ |
અબંધકારી પ્રકૃતિઓ. |
અબ્બદૂલ |
જલસ્વરૂપના આશ્રયયુક્ત અધોલોકની પ્રથમ પૃથ્વી. |
અબ્રહ્મ |
મૈથુન. |
અબ્રહ્મ નિષેધ |
બ્રહ્મચર્ય. મૈથુનનો ત્યાગ. |
અબાધા |
જેમાં કંઈ વિઘ્ન કે બાધા નથી. |
અબાધાકાળ |
કોઈપણ કર્મનો બંધ થયા પછી તે કર્મનો તરત જ વિપાક થતો નથી, તે કર્મો પાસે અમુક સમય સત્તામાં પડયા રહે છે. જેમ કે એક કોડા-કોડી સાગરની સ્થિતિનો બંધ હોય તો તે કર્મનો અબાધાકાલ એક હજાર વર્ષની પ્રાયે હોય. તેમાં હાનિવૃદ્ધિ થયા કરે. |
અબોધ |
અજ્ઞાનદશા. |
અબ્ધિ |
પાણીનો ભંડાર, સમુદ્ર. |
અબૂજ |
કદર વિનાનું. |
અબૂ] |
અણ-સમજુ. |
અભક્ષ્ય |
આહારને માટે અયોગ્ય. દોષયુક્ત પદાર્થો. |
અભયદાન |
જીવનદાન, અન્યને નિર્ભય રાખવા. |
અભવ્ય |
મોક્ષની પ્રાપ્તિ માટે અપાત્ર. સાધુપણું ગ્રહણ કરવા છતાં મોક્ષનો ભાવ ના થાય. દુખ ન ઈચ્છે, સુખ ઈચ્છે પણ મોક્ષના સુખની શ્રદ્ધા ન થાય. ચારિત્ર પાળીને નવ ગ્રૈવેયક દેવલોક સુધી જાય. જેમ આકડાનું દૂધ દહીં ન બને. તેમ અભવ્ય જીવમાં મોક્ષની પાત્રતા ન આવે. |
અભાવ |
જેમ એક સ્થાનમાં પહેલાં ઘડો હતો, પણ ત્યાંથી હટાવી લીધો ત્યાં ઘડાનો અભાવ થયો. અભાવ એટલે સર્વથા પદાર્થનો નાશ નહિ. જેમ કે મિથ્યાત્વ પર્યાયનો ભંગ થતાં સમ્યક્ત્વ પર્યાયનો પ્રતિભાસ થવો. અભાવના ચાર ભેદ છે. |
પ્રાગભાવ |
કાર્યના સ્વરૂપ લાભ પહેલાં અભાવ. વર્તમાન પર્યાયનો પૂર્વની પર્યાયમાં અભાવ. |
પ્રધ્વંસાભાવ |
આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ. |
અભિગ્રહપચ્ચક્ખાણ |
મનની ધારણા મુજબ કરાતાં પચ્ચક્ખાણ. |
અભિઘટ |
વસતિનો એક દોષ. |
અભિજિત |
એક નક્ષત્ર. |
અભિધાન |
વ્યાખ્યાન માટે યોગ્ય સૂત્ર કહેલા છે તે અભિધાન અથવા વાચક - પ્રતિપાદક. |
અભિધાન ચિંતામણિ કોશઃ |
વિશાળ શબ્દકોશ શ્વે. આ. રાજેદ્રસૂરિ કૃત. |
અભિધાનભેદ |
નામમાત્રથી જુદા. |
અભિધેય |
કથન કરવા યોગ્ય વિષય. |
અભિનંદન |
અભિવૃદ્ધિ, પ્રશંસા. |
અભિનંદન સ્વામી |
ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના ચોથા તીર્થંકર. |
અભિનિબોધ |
સાધનથી સાધ્યનું જ્ઞાન. નિયમિત પદાર્થોમાં જે બોધ થાય તે. જેમ કે સ્પર્શેદ્રિયમાં સ્પર્શનો બોધ. |
અભિનિવેશ |
પરપદાર્થમાં આત્મીયભાવ, આ શરીર મારું છે. તેવો અસત્નો આગ્રહ તે મિથ્યાત્વનો ત્રીજો ભેદ છે. |
અભિન્ન |
પદાર્થ સાથે એકરૂપ. |
અભિપ્રેત |
મનમાં ધારેલું. |
અભિમાન |
માન કષાયના ઉદયથી થતો અહંકાર. |
અભિયોગ |
દેવદેવીઓ વાહનાદિ રૂપ કરીને ઉપકાર કરે. નિમિત્ત બને. (આગ્રહ) |
અભિયોગીભાવના |
મંત્રપ્રયોગ કરવો, કોઈ પણ આકાંક્ષા માટે કાર્ય કરવું તે મુનિજનો માટે અ.યો. ભાવના. |
અભિયાંગ |
આસક્તિ, મમતા મૂર્ચ્છા. |
અભિરુચિ |
વસ્તુની પ્રીતિ. |
અભિલાપ્ય |
પોતાના ધ્યેયનું પ્રતિપાદન કરવું. |
અભિલાષા |
ઈદ્રિયભોગોની ઈચ્છા, અપ્રશસ્ત અભિલાષા. માત્ર મોક્ષ માટે ઈચ્છા કરવી. પ્રશસ્ત અભિલાષા છે. |
અભિવાદન |
નમસ્કાર, પ્રશંસા કરવી. |
અભિવાંછિત |
ઈચ્છેલું. |
અભિવૃદ્ધિ |
વધારો, ઉન્નતિ. |
અભિવ્યક્તિ |
વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ થવું. |
અભિશાપ |
શાપ, શ્રાપ. |
અભિષેક |
પ્રભુનું પ્રક્ષાલન તથા જન્મઉત્સવ. |
અભિસંધિ |
ફળ વગરનો ઉદ્દેશ. |
અભીષ્ટ |
ઈચ્છેલું, મનગમતું. |
અભીક્ષ્ણ |
નિરંતર - સતત. |
અભીક્ષ્ણજ્ઞાનોપયોગ |
તે અજ્ઞાનથી નિવૃત્તિનું સાક્ષાત્ ફળ છે. હિતપ્રાપ્તિ, અહિતપરિહાર એ પરંપરા ફળ છે. આ જ્ઞાનની ભાવનામાં સદા તત્પર ઉપયોગ. દર્શન વિશુદ્ધિ આદિ ભાવનાની શુદ્ધિ પછી આવો શુદ્ધ -તીક્ષ્ણ ઉપયોગ હોય છે. તીર્થંકર નામકર્મનું નિમિત્ત બને છે. |
અભૂતાર્થ |
ગધેડાને શીંગડા ન હોય. તેથી તે કથન અભૂતાર્થ છે. પરપદાર્થનો સંયોગ અસત્ય છે તેથી તે અભૂતાર્થ છે. |
અભેદ |
દ્રવ્ય અને ગુણોનું યુગપદ્ હોવું તે અભેદ. ગુણ અને ગુણીનું એકરૂપ હોવું તે અભેદ સ્વભાવ છે. |
અભેદ્ય |
જે ભેદાતું નથી તેવું સૂક્ષ્મ, અવિનાશી, સ્વયંભૂ (ચેતન) |
અભોક્તા |
ભોગ ન કરનાર, કર્મોને ન ભોગવનાર. |
અભોગ્ય |
ભોગવવાને અયોગ્ય. |
અભ્યસનીય |
અભ્યાસ કરવા જેવું. |
અભ્યસ્ત |
અભ્યાસમાં નિપુણ. |
અભ્યંતર |
મનને નિયંત્રણ કરવાવાળું અભ્યંતર તપ. (અંતરદશા) |
અભ્યંતર ઈદ્રિય |
દરેક ઈદ્રિયની અંદરનું વિશેષ પુદ્ગલનું બનેલું ઉપકરણ, સાધન. |
અભ્યંતર તપ |
આત્માને તપાવે. લોકો દેખી ન શકે તેવા પ્રાયýિાત્તાદિ તપ વિશેષ. પ્રાયýિાત વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન. કાયોત્સર્ગ એમ છ પ્રકાર છે. |
અભ્યાખ્યાન |
અન્યનો દોષ જણાવી આરોપ કરવો. આળ દેવું, કલંક ચડાવવું, દોષિત કરવો. |
અભ્યાગત |
જેને બધી તિથિ સમાન છે. તે અતિથિ છે, પરંતુ શેષ વ્યક્તિઓને અભ્યાગત - યાચક કહે છે. |
અભ્યાસ |
એક વિષયનું વારંવાર જ્ઞાન કરી સંસ્કાર ઉત્પન્ન થવો. દા.ત. શરીરાદિને આત્મીય માની તે પ્રમાણે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી. તે અજ્ઞાનનો સંસ્કાર સંસારાભિમુખ છે. તે મન - આત્મા અને દેહના ભેદજ્ઞાનના સંસ્કાર દ્વારા આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. માત્ર કોઈક વાર કરવાથી અભ્ય |
અભ્યુત્થાન |
ગુરુજનોની સાથે વિશેષ વિનય. સુખાકારી. |
અભ્યુદય |
માનુષ, સાંસારિક સ્વર્ગાદિ સુખ - આબાદી. પૌદ્ગલિક સાધનોની પ્રાપ્તિ. સમૃદ્ધિ વગેરેનો વિકાસ. |
અભ્યુપગમ |
વસ્તુનો સ્વીકાર. |
અભ્યુપેત |
આદરયુક્ત - સહિત. |
અભ્ર |
સૌધર્મ સ્વર્ગનો એક પ્રકાર. |
અમનસ્ક |
મનરહિત, અસંજ્ઞી. |
અમમ |
કાળ વિષયક એક પ્રમાણ. અનાગત ચોવીસીના બારમા ભાવિ તીર્થંકરનું નામ, શ્રીકૃષ્ણનો આત્મા. |
અમર |
મરે નહિ તેવું. દેવોને મરણ છે, પણ આયુષ્ય લાંબુ હોય. તીર્થંકરોનું અંતિમ આયુષ્ય પૂરું થાય પરંતુ હવે જન્મ - મરણ નથી તેથી અમર. |
અમરણધર્મા |
જેને હવે મરણ નથી તેવા સિદ્ધ પરમાત્મા. |
અમર્ત્યપૂજ્ય |
દેવો વડે પૂજનીય. |
અમાત્ય |
દેશનો અધિકારી. મહામંત્રી. |
અમાવાસ્યા |
રાહુ દ્વારા પ્રતિદિન ચંદ્રની એક એક કલા આચ્છાદિત થતાં ચંદ્રની એક જ કલા રહે તે અમાવાસ્યા. અંધારી રાત. મહિનાનો અંતિમ દિવસ. |
અમૂઢદૃષ્ટિ |
યથાર્થ - સમ્યગ્દૃષ્ટિવંતનો એક ગુણ. નિýાયથી વિશુદ્ધ જ્ઞાનાસ્વભાવી નિજાત્મામાં નિýાલ સ્થિતિ રહેવી. સત્દેવ, સત્ગુરુ, સત્ધર્મમાં એકરૂપ શ્રદ્ધા કરવાવાળી દૃષ્ટિ. |
અમૂર્ત |
અરૂપી, ચક્ષુથી દેખાય નહિ તેવો, સ્પર્શાદિરહિત પદાર્થ. |
અમોઘ દેશના |
જે દેશના ફળ આપે તેવી શ્રેષ્ઠ. |
અયન |
કાળનું એક પ્રમાણ. |
અયુક્ત |
અયોગ્ય, ખોટું. |
અયોગ |
યોગરહિત. |
અયોગકેવળી |
ચૌદમું ગુણસ્થાનક, ત્રણે યોગનો નિરોધ કરી નિર્વાણ પામે તે અવસ્થા. |
અયોગવ્યવચ્છેદ |
શ્વે. આ. હેમચંદ્રાચાર્ય રચિત ન્યાયવિષયક ગ્રંથ. |
અયોધ્યા |
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની જન્મભૂમિ, જેનાં સાકેત, સુકોશલા, વિનીતા નગરી અન્ય નામો છે. |
અરક્ષાભય |
સાત ભયમાંથી માલ મિલકતને હાનિ થવાનો એક ભય. |
અરજી |
વિદેહ ક્ષેત્રની એક નગરી. |
અરતિ |
દ્વેષ, અઢાર પાપસ્થાનકમાં પંદરમું પાપ. |
અરતિ પરિષહ જય |
સાધુ - સાધ્વીજનો પ્રતિકૂળતામાં પણ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે. ઈદ્રિય વિષયોમાં નિસ્પૃહ રહે. |
અરતિપ્રકૃતિ |
દ્વેષવાળી પ્રકૃતિ. |
અરતિવાગ્ |
દ્વેષયુક્ત વચન કહેવા. |
અરનાથ |
ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના અઢારમાં તીર્થંકર. |
અરિ |
દુશ્મન, શત્રુ. |
અરિભ્યા - અરિષ્ટ પૂરી |
વિદેહક્ષેત્રની એક નગરી. |
અરિષ્ટ |
લોકાંતિક દેવનો એક ભેદ. |
અરિષ્ટનેમિ |
ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના 22માં તીર્થંકર. |
અરિષ્ટસંભવા |
આકાશોપપન્ન દેવોનો એક ભેદ. |
અરિષ્ટા |
નરકની પાંચમી ભૂમિ. ૂમ્રપ્રભા. |
અરિહંત |
અંતરંગ શત્રુઓનો નાશ કરનાર તીર્થંકર ભગવાન. |
અરુણ |
લોકાંતિક દેવોનો એક ભેદ અરુણવર સમુદ્રનો રક્ષક છે. |
અરુણવર |
મધ્યલોકનો નવમો દ્વીપ અરુણીવર. |
અરુણા |
નદીનું નામ. |
અરૂપી |
રૂપ કે આકાર વિનાનું, વર્ણ ગંધ, રસ સ્પર્શાદિરહિત. |
અર્કમૂલ |
એક નગર. |
અર્ચન |
પૂજા, ચંદનાદિનું વિલેપન. |
અર્ચિત |
પૂજેલું, સન્માનેલું. |
અર્જિત |
મેળવેલું, કમાયેલું. |
અર્ણવ |
સમુદ્ર. |
અર્થ |
જેનાથી નિýિાત કરી શકાય. |
અર્થપર્યાય |
પ્રદેશત્વ ગુણ, અન્ય સમસ્ત ગુણોનો વિકાર, દ્રવ્યોનો સમયવર્તી પર્યાય અથવા વર્તમાન કાળવર્તી પર્યાય. |
અર્થભેદ |
કહેવાનું તાત્પર્ય જુદું હોય તે. |
અર્થયોગ |
સૂત્રો બોલતાં તેના અર્થની બરાબર વિચારણા. |
અર્થસમય |
સમયને કહેવાનું જુદું તાત્પર્ય. |
અર્થસંવર્ધન |
પ્રાપ્ત અર્થની સારી રીતે વૃદ્ધિ કરવી. |
અર્થાધિગમ |
અર્થને સૂચવતું. |
અર્થાપત્તિ |
અર્થ સૂચવતું કથન, જેમકે મેઘના અભાવમાં વૃષ્ટિ ન થાય. અનુમાન થઈ શકે. જે કંઈ બોલાય તેમાંથી સારી રીતે આવતો નિýિાત બીજો અર્થ. |
અર્થાવગ્રહ |
મતિજ્ઞાનનો એક ભેદ, પ્રગટ પદાર્થનું અવગ્રહજ્ઞાન. |
અર્થાંતર |
મૂળ હેતુ સાથે સંબંધરહિત. |
અર્થોપાર્જન |
ધન મેળવવાનો પ્રયત્ન. |
અર્ધનિદ્રા |
ઊંઘની સામાન્ય દશા. |
અર્ધાવનતપ્રણામ |
પ્રણામ, વંદન કરતી વખતે બે હાથ, બે પગ અને મસ્તક પાંચ અંગ પૂરા નમાવવાને બદલે અર્ધા નમાવે. |
અર્ધ્ધનારાચ |
સંઘયણ બીજું શરીરની મજબૂતાઈ સૂચવે. અસ્થિના સાંધામાં બે બાજુ મર્કટ બંધ જેવું, ખીલી ન હોય. |
અર્ધ્ધ મંડલીક |
રાજા નહિ પણ રાજા જેવો. |
અર્પિત |
પ્રયોજન અનુસાર એક લક્ષણની જ્યારે પ્રધાનતા હોય. પ્રયોજનના અભાવમાં પ્રધાનતા ન હોય તે. અપેક્ષાસહિત પ્રધાન કરેલો નય. |
અર્હદ્ભક્તિ |
અરિહંતની ભક્તિ. |
અર્હંત (અર્હંત) |
ઘાતી કર્મોનો નાશ કરીને જે પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે. જે ત્રણે લોકને પૂજનીય છે. મોક્ષની પ્રાપ્તિ અવશ્ય કરે છે. અપેક્ષાએ 1. સશરીરી વિશેષ પુણ્યાતિશયયુક્ત અર્હંત તીર્થંકર જેમના કલ્યાણક મહોત્સવ મનાય. 2. સામાન્ય કેવળી અર્હંત જેમના કલ્યાણક મહોત્સવ મનાતા નથી. ક |
અલકા |
સ્ત્રાળનું નામ. |
અલાભ |
અલાભ પરિષહજ્ય. મુનિઓનો આવશ્યક વસ્તુઓની અપ્રાપ્તિરૂપ પરિષહ. એવા અલાભને મુનિ તપ માની સંતુષ્ટ રહે છે તે પરિષહજય. |
અલાબુ |
તુંબડું, માટીના લેપથી ડૂબે તે. |
અલીકવચન |
મૃષાવાદ. અસત્યવચન, જૂઠું બોલવું. |
અલોક |
અલોકાકાશ જેમાં છ દ્રવ્યો નથી. લોકની બહારનું આકાશ. |
અલૌકિક |
લોકોત્તર, સાંસારિક સામાન્ય વ્યવહારથી રહિત, શ્રેષ્ઠ. |
અલંક |
એક ગ્રહ. |
અલંકાર |
દાગીના. કાવ્યોમાં વપરાતા અલંકાર. |
અલંભૂષા |
એક દિગ્કુમારી. |
અલ્પતરબંધ |
વદારે કર્મપ્રકૃતિઓને બદલે, ઓછી કર્મપ્રકૃતિ બાંધે. |
અલ્પબહુત્વ |
મતિજ્ઞાનનો એક ભેદ જેમાં થોડું શું કે બહુ શું ? |
અલ્પાક્ષરી |
જેમાં અક્ષરો ઓછા હોય અને અર્થ ઘણો હોય તેવાં સૂત્રોેેેે. |
અવક્રાંત |
પ્રથમ નરકનું બારમું પ્રતર. |
અવગાહ |
ઊંડાઈ - ઊંચાઈ. |
અવગાહન |
અવગાહ સહાયક આકાશનો જગા આપવાનો અસાધારણ ગુણ. દરેક દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે. આત્મપ્રદેશોમાં ગુણ, આકાશ પ્રદેશમાં સર્વદ્રવ્યો સમાઈ જાય છે તે અવગાહનશક્તિ છે. એક સિદ્ધની અવગાહનામાં અનંત સિદ્ધો અવગાહ થાય છે. જેમ એક દીપકના પ્રકાશમાં અન્ય દીપકોનો પ્રકાશ સમાઈ જાય છ |
અવગ્રહ |
મતિજ્ઞાનનો એક ભેદ. ઈદ્રિય દ્વારા થતા જ્ઞાનમાં જે અલ્પકાલીન પ્રથમ સામાન્ય પ્રતીતિ થાય તે. અર્થાવગ્રહની અપેક્ષાએ વ્યંજન અવગ્રહ અત્યંત અસ્પષ્ટ છે. તેથી તે મન અને ચક્ષુ દ્વારા થતાં જ્ઞાનમાં હોતો નથી. અન્ય ઈદ્રિયોમાં અર્થાવગ્રહ થતાં પહેલા વ્યંજનાવગ્રહ થાય છે. |
અવડ્ઢપચ્ચ |
દિવસના ત્રણ ભાગ કર્યા પછીનું પચ્ચક્ખાણ. |
અવદાત |
સ્વચ્છ નિર્મળ ગુણો. |
અવધારણા |
નિýિાત અર્થવાળી ધારણા. |
અવધિજ્ઞાન |
અવધિ - મર્યાદા. |
પરમાવધિ - સર્વાવધિ |
ચરમશરીરી સંયત - નિર્ગંથ મુનિઓને હોય છે. |
અવધિજ્ઞાનાવરણ |
અવધિજ્ઞાનનું આવરણયુક્ત હોવું. |
અવધિદર્શન |
અવધિજ્ઞાનના પહેલા સામાન્ય અવલોકન, તે અવધિદર્શન કહે છે તેનું આવરણ તે અવધિદર્શનાવરણ. |
અવધૃત |
કાળ - અનશન. |
અવધ્ય |
જેનો વધ થઈ શકતો નથી તેવો પદાર્થ - આત્મા. |
અવનીતલ |
પૃથ્વીતલ, માનવભૂમિ. |
અવન્ધ્યકારણ |
જે કારણ અવશ્ય ફળ આપે જ. |
અવન્ધ્યબીજ |
જે બીજ અવશ્ય ફળને આપે. |
અવપીડક |
ગુણધારક, તેજસ્વી, સિંહ જેવા અક્ષોભ ગુરુ. શિષ્ય તેમની મધુરવાણી સાંભળીને દોષનું આલોચન ન કરે ત્યારે તેને જબરજસ્તીથી તેના હિત માટે તે દોષ કઢાવે છે. |
અવમૌદર્ય |
ક્ષુધા કરતાં આહારની અલ્પતા કરવી. અર્ધો આહાર લેવો તે ઉણોદરી તપ છે. તૃપ્તિ કરવાવાળો આહાર જેમકે ભાત - પાપડ કે વિકાર પેદા કરે, તેવા આહારનો મન, વચન, કાયા વડે ત્યાગ કરવો. |
અવમૌદર્ય અતિચાર |
તપ કર્યા પછી વિકલ્પ થવો કે ભૂખ લાગશે. અમુક રસયુક્ત ભોજન કર્યા વગર મારું શરીર નબળું થશે. હવે પુનઃ એવું તપ નહિ કરું. પોતે વધુ આહાર કરવો, અન્યને વધુ આહાર કરાવવો, કે અનુમોદવો, ખૂબ આહાર કરીને પ્રશંસા કરવી તે આ તપના અતિચાર છે. ઉપવાસ ન થાય તેને સંયમ સ્વાધ્યાય મા |
અવયવ |
શરીરના હાથ-પગાદિ અંગોપાંગ. જે વસ્તુના ભાગ પડી શકે તે અવયવ. પરમાણુને અવયવ નથી. તે અવિભાજ્ય અંશ છે. |
અવયનીય |
નિંદનીય. શબ્દથી ન કહેવાય તેવું. |
અવરોધ |
અટકાયત, નિયમન, રોકાણ. |
અવરોહક |
ઉપશ્રમ શ્રેણિથી ઊતરે તે અવરોહક. |
અવર્ણવાદ |
ગુણીજનોમાં કે જ્યાં દોષ નથી તેમનામાં દોષારોપણ કરી તેમના દોષનું કથન કરવું, નિંદા કરવી. |
કેવળી અવર્ણવાદ |
તેમના પૂર્ણ જ્ઞાનાદિમાં શંકાસ્પદ કથન કરવું. |
શ્રુતજ્ઞાન અવર્ણવાદ |
માંસાહાર, રાત્રિભોજનમાં કંઈ દોષ નથી તેવું શાસ્ત્ર વિરુદ્ધ કહેવું. |
સંઘ અવર્ણવાદ |
શ્રમણ સાધુજનો પ્રત્યે અશુચિ જોવી. તેમના સંયમમાં દોષ જોવો, કહેવો. |
ધર્મ અવર્ણવાદ |
વીતરાગ ધર્મમાં અલ્પતા જોવી, કહેવી. |
દેવ અવર્ણવાદ |
વૈક્રિય દેવોના દોષોનું કથન કરવું. |
અવલંબના |
પોતાની ઉન્નતિ માટે ઈદ્રિયાદિકનું કે પુદ્ગલોનું અવલંબન. |
અવશ |
યોગીઓ પરપદાર્થોને આધીન થતા નથી. |
અવશ્યંભાવિ |
જરૂર થવાનું છે. |
અવસન્ન |
સાધુતાથી ભ્રષ્ટ થઈને મોક્ષમાર્ગની ક્રિયા કરે. અસંયમીજનોની સેવા કરે. તે કષાયને આધીન થઈ જાય છે. વિષયોમાં આસક્ત થાય છે. |
અવસર્પિણી |
દસ કોડાકોડીનો પલ્યોપમનો એક સાગરોપમ. દસ કોડાકોડી સાગરોપમનો એક અવસર્પિણી કાલ થાય છે. સુખ સમૃદ્ધિથી ઊતરતો કાળ. ધર્મમાર્ગમાં પણ હાનિ થાય. |
અવસાય |
જ્ઞાન અથવા નિýાય. |
અવસ્થા |
દ્રવ્યો અને ગુણોનું પરિણમન. (પર્યાય). |
અવસ્થિત |
જેમાં કંઈ ઉલ્લંઘન, વધઘટ થાય નહીં, અવધિજ્ઞાનનો એક પ્રકાર. |
અવસ્થિતબંધ |
જેટલી કર્મપ્રકૃતિઓનો બંધ ચાલતો હોય તેટલો જ ચાલુ રહે. વધે નહિ કે ઘટે નહિ. |
અવસ્વાપિની નિદ્રા |
ઈદ્રાદિ દેવોએ તીર્થંકરની માતાને આપેલી એક પ્રકારની નિદ્રા. |
અવાક્ |
દક્ષિણ દિશા વ્યવહારિકપણે આýાર્યસહ વાચા બંધ થવી. |
અવાચ્ય પ્રદેશ |
સ્ત્રાળ પુરુષના ગુપ્ત અંગો જેનું શબ્દથી ઉચ્ચારણ ન થાય. |
અવાય |
(અપાય) વ્યવસાય બુદ્ધિ, વિજ્ઞપ્તિ, પર્યાયવાચી શબ્દો છે. મતિજ્ઞાનનો એક ભેદ છે. જેમાં વિશેષજ્ઞાન હોય છે. જેમ કે આ ગાય છે. પણ અન્ય નથી. સર્વકર્મથી મુક્ત સિદ્ધ હોય. પંચમહાવ્રતધારી સાધુ હોય વગેરે વિશેષજ્ઞાન. |
અવિચલ |
ચળે નહિ તેવું, સ્થિર. |
અવિચારધ્યાન |
એક અર્થમાંથી બીજા અર્થમાં, એક શ્રુતવચનમાંથી બીજા શ્રુતવચનમાં, એક યોગમાંથી બીજા યોગમાં જવું તેવા સંક્રમાત્મક વિચાર વિનાનું ધ્યાન. |
અવિચ્છિન્ન |
એકરૂપ, જેમ ઘટનું ઘટત્વ. |
અવિચ્યુતિધારણા |
મતિજ્ઞાનના અપાયમાં જે વસ્તુનો નિર્ણય કર્યો તેમાંથી પડી ન જવું. પણ દૃઢ થવું તેવી ધારણા. |
અવિનાભાવ |
સહભાવ નિયમ અથવા ક્રમભાવ નિયમ. જેના વિના જે તે વસ્તુની સિદ્ધિ ન હોય તે. દ્રવ્યમાં ગુણનો સહભાવ. ગુણની વ્યક્તિ ક્રમભાવી છે. કાર્યકારણમાં ક્રમભાવી નિયમ હોય. સાધન હોય ત્યાં સાધ્યનું હોવું. સાધ્ય ન હોય ત્યાં સાધન ન હોય. દા.ત. અગ્નિનું સાધન ધુમાડો - જ્વાલા. |
અવિનેય |
જેનામાં ઉપદેશનું જીવાદિતત્ત્વોનું શ્રવણ કે ગ્રહણ કરવાનો ગુણ નથી. |
અવિપાક |
કર્મના ફળનો વિપાક ન થયો હોય (ઉદય). |
અવિભાગ |
પ્રતિચ્છેદ જડ કે ચેતન પદાર્થોના ગુણોની શક્તિનો અંશ. પરમાણુનો જઘન્યરૂપ સ્થિત અનુભાગ. એક જીવપ્રદેશમાં સ્થિત જઘન્ય પણ એક ખંડ. જેના કેવળજ્ઞાનથી પણ બે ભાગ ન જણાય, તેવો નિર્વિભાજ્ય અંશ. |
અવિરત સમ્યગ્દૃષ્ટિ |
ચોથું ગુણસ્થાનક છે. વ્યવહારિક રીતે સત્દેવ, ગુરુ, ધર્મની અપૂર્વ શ્રદ્ધા. જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ. શ્રાવકને યોગ્ય સદ્વ્યવહાર કરે. નિýાયથી પણ પાપાદિ હિંસા અને ઈદ્રિયોના સંયમથી સર્વથા મુક્તિ કે વિરમણ વ્રત પણ ન હોય. |
નિýાયથી |
અંતરમાં પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિની પ્રીતિ, બાહ્યપણે વ્રતાદિનું ભલે ધારણ ન થવું અનંતાનુબંધી કષાય અને દર્શન - મોહનો ક્ષયોપશમાદિ હોય. |
અવિરુદ્ધ |
જેમાં વિરોધ નથી. દ્રવ્ય માત્રમાં સામાન્ય અને વિશેષનું જ્ઞાન તથા નિત્યાનિત્ય જેવા ગુણોના સમન્વયનું જ્ઞાન. સમ્યક્ત્વ પ્રાપ્તિના હેતુભૂત છે. |
અવિશદ |
જેમાં વિશાળતા કે વિવિધતા ન હોય. |
અવિષ્ય |
ભેજનને યોગ્ય સામગ્રી, |
અવિષ્યભાવ |
પ્રત્યેક અવયવોનો (હિસ્સો) અનેક અવયવોમાં અભેદ રૂપથી સ્વીકાર, અવયવ અને અવયવીની એકતા. |
અવ્યક્ત |
અપ્રગટ - વસ્તુમાં છુપાયેલું. (આલોચનાનો એક દોષ.) |
અવ્યક્તવ્ય |
સ્પષ્ટપણે ન હોય. અવાચ્ય જેવું. અવ્યક્તનય. |
અવ્યક્તવ્યબંધ |
કર્મપ્રકૃતિઓનો સર્વથા બંધ અટક્યા પછી પુનઃ ફરીથી બંધ શરૂ થાય તે ભૂયસ્કારાદિ ત્રણમાંથી કોઈ પણ નામે ન કહી શકાય. |
અવ્યાઘાત |
અપકર્ષણ. |
અવ્યાપ્ત |
લક્ષણનો એક દોષ, લક્ષ્યના એક ભાગમાં હોય જેમ કે પશુનું શીંગડું. |
અવ્યાબાધ સુખ |
જે સુખ પછી દુખ ન હોય. જે સુખમાં બાધા ન હોય જેમ કે શાતા અશાતારૂપ આકુળતાનો અભાવ. |
અશઠ |
સજ્જન કે મહાન પુરુષો. |
અશન |
ભાત, દાળ, રોટલી, શાક વગેરે. |
અશનિઘોષ |
કોઈ દેવનું નામ. |
અશનિ જવ |
વ્યંતરદેવનો એક ભેદ. |
અશય્યારાઘિની |
એક મંત્ર વિદ્યા. |
અશરણ |
અશરણ અનુપ્રેક્ષા, સંસારમાં દેવ, ગુરુ, ધર્મ સિવાય કોઈનું શરણું નથી તેવું ચિંતન કરવું. |
અશરીર |
શરીરરહિત સિદ્ધ પરમાત્મા, |
અશુચિ |
અશુદ્ધિ, શરીર અશુચિથી ભરેલું છે. તેના મમત્વનો ત્યાગ કરવાનું ચિંતન કરવું. |
અશુદ્ધ |
આત્મના ઉપયગોની વિભાવયુક્ત દશા. અશુદ્ધ ઉપયોગ. |
અશુદ્ધ ચેતના |
કર્મોના આવરણયુક્ત ચેતના, પોતાના ગુણોથી ચ્યુત ચેતના. |
અશુભ નામકર્મ |
નામકર્મની અશુભ પ્રકૃતિઓ. |
અશુભ ઉપયોગ |
ઉપયોગના બે ભેદ શુદ્ધ - અશુદ્ધ. શુદ્ધોપયોગ આત્માનો સ્વભાવ છે, અશુદ્ધોપયોગ વિકાર છે. તે બે પ્રકારે 1. અશુભ 2. શુભ. અશુભ પાપરૂપ, શુભ પુણ્યરૂપ. |
અશુભયોગ |
મન, વચન, કાયાનું અશુભ પ્રવર્તન. |
અશોક |
અશોક સંસ્થાન એક ગ્રહ. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર, બિંબિસારનો પુત્ર. મગધ દેશનો સમ્રાટ. કલિંગ દેશના ભીષણ યુદ્ધ પછી વૈરાગ્ય પેદા થયો. પ્રથમ જૈનધર્મી હતો પછી બૌદ્ધધર્મી થયો. તેના પુત્ર અને પુત્રીએ બૌદ્ધધર્મની દીક્ષા લીધી હતી. |
અશોકા |
અપર વિદેહની એક નગરી. |
અશૌચ |
અપવિત્રતા, શરીર અને મનની અશુદ્ધિ. |
અશ્મક |
ભરત ક્ષેત્રના દક્ષિણ આર્યભૂમિનો એક દેશ. |
અશ્વ |
ચક્રવર્તીનું એક રત્ન, એક નક્ષત્ર, લૌકાંતિક દેવનો એક ભેદ. |
અશ્વકર્ણકરણ |
એક અધ્યવસાય, ચારિત્રમોહની ક્ષપણા સમયે સંજ્વલન ચતુષ્ક કષાયોનો અનુભાગ. ઘોડાના કાનની આકૃતિની જેમ ઘટતો જાય. એવી પરિણામ વિધિને અશ્વકર્ણકરણ - અપવર્તન - ઉદ્ધર્તન કહે છે. તેનો અન્તર્મુહૂર્ત કાળ છે. |
અશ્વગ્રીવ |
પ્રથમ પ્રતિવાસુદેવ; ઘોડાના ગળાનો ભાગ. |
અશ્વત્થ |
પીપળાનું વૃક્ષ. |
અશ્વિની |
એક નક્ષત્ર. |
અષ્ટકર્મ |
જ્ઞાનાવરણાદિ આઠ કર્મો. જ્ઞાનાવરણ. દર્શનાવરણ, વેદનીય-મોહનીય, નામ, ગૌત્ર, અંતરાય અને આયુષ્ય. સંસારી જીવમાત્રને હોય છે. |
અષ્ટદિગ્અવલોકન |
કાયોત્સર્ગનો એક અતિચાર, દિશાઓમાં જોવું. |
અષ્ટદ્રવ્યપૂજા |
અષ્ટપ્રકારી પૂજા. 1. જળ અભિષેક, ચંદન વિલેપન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત (સાથિયો) ફળ, નૈવેદ્ય. |
અષ્ટપાહૂડ |
દિ. આ. શ્રી કુંદકુંદરચિત તાત્ત્વિક ગ્રંથ. |
અષ્ટપ્રવચનમાતા |
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, આઠ પ્રકારની સાધુ માટેની સંયમની ચર્યા તે માતારૂપ છે. |
અષ્ટમંગલ |
શ્વે. દહેરાસરમાં પ્રભુની આગળ આઠ મંગળ સૂચવતું પ્રતીક. |
અષ્ટ મધ્યપ્રદેશ |
આઠ રુચક પ્રદેશ. જીવના અસંખ્ય પ્રદેશોમાં આ આઠ પ્રદેશ આવરણરહિત છે. પ્રાયે નાભિ સમીપ છે. |
અષ્ટમપૃથ્વી |
મોક્ષ. સાત નારકી, પછીની મધ્યલોક, છ રજ્જુ પૃથ્વી દેવલોકની એ સાત પછી મોક્ષ. |
અષ્ટમભક્ત |
ત્રણ ઉપવાસ, પ્રથમ દિવસે એકાસણું. ત્રણ દિવસ ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું. આઠ ટંક આહારનો ત્યાગ. શ્રાવક વધુમાં વધુ બે ટંક ભોજન લે તે અપેક્ષાએ આઠ ટંક. |
અષ્ટમહાસિદ્ધિ |
અણિમા, લધિમા. મહિમા આદિ આઠ પ્રકારની વિપુલ સિદ્ધિઓ. |
અષ્ટમૂલગુણ |
દિ. સં. પ્રમાણે આ ઉદંબર ફળનો ત્યાગ. તે શ્રાવકના મૂળ ગુણ. |
અષ્ટાપદ |
ઋષભદેવનું નિર્વાણસ્થાન, જ્યાં ભરત ચક્રવર્તીએ મણિમય ચોવીસ તીર્થંકરની પ્રતિમા રચી હતી. તેનાં આઠ પગથિયાં એક એક યોજનને અંતરે છે. ગૌતમ સ્વામી લબ્ધિ વડે ત્યાં ગયા હતા. આ તીર્થ અત્યંત પવિત્ર મનાય છે. હાલ તેનું નિýિાત સ્થાન મળતું નથી. |
અષ્ટાન્હિકા |
આઠ દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ (પર્યુષણ પર્વ). |
અષ્ટાંક |
આઠમો અંક અનંતગુણ વૃદ્ધિનો વાચક છે. અધસ્તન ઊર્ધ્વકનો એક અધિક સર્વ જીવ રાશિથી ગુણાકાર કરવાથી અષ્ટાંક ઉત્પન્ન થાય છે. |
અસત્ |
અવિદ્યમાન, જેનું અસ્તિત્વ ન હોય. સિદ્ધાંતની અપેક્ષારહિત - અપ્રશસ્ત જ્ઞાન. |
અસત્ય |
પ્રાણપીડાકારી વચન, મર્મછેદક, ઉદ્વેગકારી, કટુ, વૈરયુક્ત, કલહકારી, ભયોત્પાદક, અવજ્ઞાકારી, અપ્રિયવચન અસત્ય છે. ક્રોધાદિ હાસ્ય - કટાક્ષવાળા વચન અસત્ય છે જેમાં હિંસાદિભાવ હોય તેવાં વચન, મિથ્યાત્વ, અસંયમ, કષાય. પ્રમાદયુક્ત વચન જિનવચનની ઉત્સૂત્રતાવાળાં વચન અસત્ય |
અસત્ય વચનયોગ |
વચનયોગ એ સાધન છે. તેનો દુર્વ્યય કરવો કે અસત્ય વચન બોલવાં તે. |
અસત્યોપચાર |
અસત્ય ઉપચાર, કોઈ પણ કથન અસત્ય આધારિત હોય. |
અસદ્ભાવ સ્થાપના |
વસ્તુનું અન્યરૂપે સ્થાપન કરવું. |
અસમીક્ષ્યાધિકરણ |
વિના પ્રયોજન મન, વચન, કાયાનું પ્રવર્તન. |
અસંજ્ઞી |
વિચારશક્તિ રહિત. મન વગરના નિગોદથી માંડીને ચાર ઈદ્રિયવાળા તથા સંમૂર્છન જીવો. |
અસંખ્યાત |
સંખ્યાથી ગણતરી ન થાય તે. |
અસંદિગ્ધ |
જેનો અર્થ - બોધ સ્પષ્ટ હોય. શંકા વિનાનું. મતિજ્ઞાનનો એક ભેદ. |
અસંપ્રજ્ઞાત સમાધિ |
જ્યાં મનવચનકાયાના યોગ નથી. સર્વથા શાંત આત્મા છે. એવી સમાધિઅવસ્થા. |
અસંપ્રપ્તા સૃપાટિકા |
જે કર્મના ઉદયથી જુદાં જુદાં હાડકાં નસોથી બંધાયેલાં હોય પણ પરસ્પર કીલિત ન હોય. છેવટ્ઠું સંહનન. |
અસંબદ્ધ પ્રલાપ |
પરસ્પર કહેવાનો સંદર્ભ ન સચવાય તેવું વચન. |
અસંભવ |
અશક્ય કાર્યની સિદ્ધિની અસંભાવના, જેમ કે આકાશમાં પુષ્પ. |
અસંભ્રાંત |
પ્રથમ નરકનું એક સાતમું પ્રતર. |
અસંમોહ |
ઈદ્રિયાધીન બુદ્ધિમાં જે જ્ઞાન આગમપ્રમાણ કે સદ્અનુષ્ઠાનપૂર્વક થાય તે જ્ઞાન. જેમ નિવાર્ણ સુખદાયક છે. ભવથી મુક્ત કરવાવાળું છે. તેવો વચનબોધ. |
અસંયત સમ્યગ્દૃષ્ટિ |
અવિરતિ સમ્યક્ત્વ. પૃથ્વી આદિ જીવોના ઘાતરૂપ તથા ઈદ્રિય વિષયોમાં રતિરૂપ અસંયમ ચારિત્ર મોહનીયના ઉદયથી હિંસાદિ યુક્ત તથા વ્રત સંયમના અભાવરૂપ, પરંતુ દર્શનમોહના ઘટવાથી સમ્યગ્ શ્રદ્ધાયુક્ત છે. |
અસંસાર |
સંસારની અવસ્થારહિત મોક્ષ. |
અસાતાવેદનીય |
વેદનીયકર્મની અસાતાની પ્રકૃતિ; જેના વડે શરીરમાં રોગ, પીડા, અસુખ પેદા થાય. |
અસાધારણ |
ખાસ લક્ષણ; જેમ આત્માનું ચેતનત્વ, જડનું સ્પર્શાદિ. |
અસાવકર્મ |
હિંસાદી પાપ આરંભરહિત નિરવદ્ય ક્રિયા. નિરવદ્ય શ્રાવકને સામાયિકમાં અને સાધુજનોને જાવજીવ હોય છે. યત્નાસહિત ક્રિયા. |
અસાંવ્યવહારરાશિ |
જે જીવો નિગોદમાંથી કદાપિ નીકળ્યા નથી, અન્યભવનો વ્યવહાર જેમને થયો નથી તે જીવોની દશા. |
અસિકર્મ |
શસ્ત્રથી થતી સાવદ્ય ક્રિયા. કર્મભૂમિમાં હોય. |
અસિદ્ધંત્વ |
અનાદિકર્મબદ્ધ આત્માની કર્મોના ઉદયવાળી પર્યાય. દસમા ગુણસ્થાન સુધી આઠ કર્મોના ઉદયથી હોય છે. અગિયારમે, બારમે, સાત કર્મોના ઉદયથી સયોગી, અયોગી કેવળીને ચાર અઘાતી કર્મોના ઉદયથી અસિદ્ધત્વ પર્યાય હોય. |
અસિદ્ધત્વ હેત્વાભાસ |
જેમાં સત્તાના પક્ષનો અભાવ હોય, કોઈ નિýાય ન હોય. જેમકે શબ્દ ઈદ્રિયજનિત છે પરંતુ ચક્ષુથી જાણી શકાતો નથી. કાનથી સાંભળી શકાય છે. |
અસિધારા |
તલવારની ધાર. |
અસિપત્ર |
તરવારની ધાર જેવા પાન જે નરકભૂમિમાં હોય છે. |
અસુર |
જેની હિંસાદિ પાપપ્રવૃત્તિમાં રતિ હોય તે અસુર દેવો છે. કેટલાક દેવો ત્રીજી નરક સુધી જઈને ત્યાંના જીવોને દુખ આપે છે. કેટલાક અસુર દેવો શુભ આચારવાળા છે. |
અસૂયા |
ઈર્ષા, અદેખાઈ. પરની વૃદ્ધિ ખમી ન શકે. |
અસૂનૃત |
અસત્ય નહિ. |
અસ્તિત્વ |
સ્વભાવની વિદ્યમાનતાને અસ્તિત્વ કહે છે, તે ઉત્પાદ વ્યય ૌવ્ય યુક્ત દ્રવ્યની સત્તા છે. જુદા જુદા પદાર્થોનું અલગ અલગ અસ્તિત્વ તે અવાંતર સત્તા છે. છએ દ્રવ્યોમાં તેમના દ્રવ્ય, ગુણ, પર્યાય દરેકની અલગ સત્તા સમસ્ત ભેદ પ્રભેદમાં વ્યાપ્ત થવાવાળી, તથા સમસ્ત વ્યાપક ગુ |
અસ્તિકાય |
અસ્તિ - પ્રદેશો, કાય - સમૂહ, વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં પાંચ અસ્તિકાય છે. કાળ એક પ્રદેશી છે, તેથી અસ્તિકાય નથી. 1. જીવાસ્તિકાય 2. ધર્માસ્તિકાય, 3. અધર્માસ્તિકાય. અસંખ્યાત પ્રદેશી. આકાશાસ્તિકાય લોકાલોક અનંત પ્રદેશી, પુદ્ગલાસ્તિકાય સંખ્યાત, અસંખ્યાત અનંત |
અસ્તિનાસ્તિ |
પ્રત્યેક પદાર્થો પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસ્તિ રૂપે છે. પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે નાસ્તિરૂપે છે. |
અસ્તેય |
ચોરીરહિત. (સ્તેય ઃ ચોરી) ત્રીજું અણુવ્રત તથા મહાવ્રત છે. શ્રાવક માલિકની રજા વગર માર્ગમાં પડેલો કોઈ પણ અણહIના પરદ્રવ્યને ગ્રહણ કરતો નથી કે અન્યને આપતો નથી તે સ્થૂલ અણુવ્રત છે. ક્રોધ, માન, માયા કે લોભવશ અન્યની વસ્તુને ગ્રહણ ન કરે. અન્યથી ભુલાઈ ગયેલી વસ્તુને |
અસ્તેય મહાવ્રત |
સાધુજનોનું અસ્તેય મહાવ્રત કહેવાય છે. કોઈ પણ સ્થળે પડેલી કે આપ્યા વગરના સચિત - અચિત પદાર્થો સ્થૂલ કે સૂક્ષ્મ પણ અલ્પાધિકપણે મન વચન કાયાથી સદાને માટે ત્યાગ કરે. સ્વામીની મંજૂરી વગર ઉપકરણ ગ્રહણ ન કરે. જરૂર હોય અને ગ્રહણ કરે તો તેમાં આસક્તિ ન રાખે. વિના પ્રયો |
અસ્થિ |
ઔદારિક શરીરમાં સવિશેષ તિર્યંચ પંચેદ્રિય અને મનુષ્યના શરીરમાં હાડકાંની રચના. |
અસ્થિર |
ચંચળ, સ્થિરતા વગરનું. |
અસ્નાન |
સ્નાનરહિત, સાધુજનોનો મૂળ ગુણ. |
અસ્પષ્ટ બોધ |
`આ કંઈક છે' એવું સામાન્ય જ્ઞાન. |
અસ્મિતા |
ગૌરવ - પોતાપણા (વ્યક્તિત્વ)નું ભાન. |
અહમિદ્ર |
ઈદ્ર. |
અહંકાર |
દેહાદિમાં મારાપણાની બુદ્ધિ. હું પદવીધારી વગેરે છું. |
અહંક્રિયા |
હું સ્ત્રાળ આદિ પદાર્થોનો સ્વામી છું તે પ્રમાણેનું વર્તન. |
અહિંસા |
શ્રાવકનું પ્રથમ અણુવ્રત તથા મુનિનું મહાવ્રત છે. લૌકિક અહિંસાનું નિરૂપણ ક્ષુદ્ર છે. પરંતુ જૈનદર્શનમાં અહિંસાધર્મની વિશેષતા છે. તેના મુખ્ય બે ભેદ છે. 1. દ્રવ્ય અહિંસા 2. ભાવ અહિંસા. |
દ્રવ્ય અહિંસા |
કોઈ પર જીવને મન. વચન કે કાયાથી કોઈ પણ પ્રકારે હીન કે અધિક પીડા ન પહોંચાડવી કે કોઈ પણ પ્રાણનો ઘાત ન કરવો તે અહિંસા અણુવ્રત છે. તેના પાંચ અતિચાર છે. વધ, બંધન, (અંગોને કાપવાં), છેદ, પશુ ઉપર અતિભાર ભરવો કે મનુષ્ય પાસે વધુ પડતું કામ લેવું. અન્નપાણીનો વિલંબ કરવ |
ભાવ અહિંસા |
અંતરંગમાં રાગદ્વેષના પરિણામથી નિવૃત્ત થવું, સામ્યભાવમાં સ્થિત થવું. તે નિýાય અહિંસા છે. અંતર - બહાર બંનેમાં યત્ના રાખવી કારણ કે વિશ્વમાં સર્વ જીવરાશિ રહેલી છે. અહિંસા ધર્મમાં સત્ય, બ્રહ્મચર્ય ઈત્યાદિ વ્રતોનો સમાવેશ થાય છે. સર્વ જીવોની રક્ષા એવો વિસ્તૃત અહ |
અહિંસા અણુવ્રતની ભાવના |
હિંસાથી વૈર વધે, અધોગતિ મળે, આ લોકમાં ક્લેશ થાય. અપયશ મળે છે. માટે હિંસાના પાપથી નિવર્તવું જોઈએ. નિýાયથી અહિંસા આત્માનો શુદ્ધ ભાવ છે. પરમધર્મ છે. અપ્રમત્તદશા છે. તેમાં સ્વ - પર અહિંસા અંતર્ગત છે. તેવી ભાવના કરવી. |
અહર્નિશ |
દિવસ - રાત. |
અહંતા |
હુંપદ, અભિમાન. |
અહિત |
પરહિતની અનિષ્ટતા જેમાં સ્વ કે પરનો દુખદાયી હેતુ. |
અહીંદ્ર |
મધ્યલોકમાં આવેલો દ્વીપ. |
અહેશા |
ઉપકાર. |
અહોરાત્રિ |
દિવસ અને રાત્રિ. |
અંક |
આંકડો, નંબર, સંખ્યા, પર્વનો એક ભાગ. |
અંકપ્રભ |
અંકમય. |
અંકમુખ |
ઓછી પહોળાઈ. |
અંકિત |
અંકાયેલું. |
અંકુશિત |
સંયમમાં રહેવું. કાયોત્સર્ગનો એક અતિચાર. |
અંગ |
દેહનો કે પદાર્થનો ભાગ, લક્ષણ, ગુણ. |
અંગજ્ઞાન |
શ્રુતજ્ઞાનનો એક વિકલ્પ. |
અંગપણ્ણતિ |
દિ. આ. શુભચંદ્રાચાર્ય રચિત ગ્રંથ. |
અંગપૂજા |
પ્રભુનાં અંગોને સ્પર્શીને થતી જળ - ચંદન - પુષ્પ - પૂજા. |
અંગપ્રવિષ્ટ |
દ્વાદશાંગીમાં આવેલું, બાર અંગોમાં રચાયેલું. |
અંગબાહ્ય |
દ્વાદશાંગી કે બાર અંગોમાં ન આવેલું. |
અંગારક |
ભરતક્ષેત્રનો એક દેશ. |
અંગારિણી |
એક વિદ્યા. |
અંગુલ |
ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ. |
અંગુલીચાલન |
કાયોત્સર્ગનો એક દોષ. |
અંગોપાંગ |
અંગ-ઉપાંગ શરીરનામ કર્મની પ્રકૃતિ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરવાળાને અલ્પાધિક અંગોપાંગ હોય છે. બે હાથ, બે પગ, કમર, પીઠ, હૃદય, મસ્તક એ આઠ અંગો છે. નાક, મુખ, કપાળ, ઓષ્ઠ આદિ ઉપાંગ છે. |
અંજન |
આંખમા લગાવવાનો કાળો પદાર્થ. કોઈ પર્વત કે દેવનો એક ભેદ પણ છે. |
અંજનગિરિ |
કાળા રંગના ચાર પર્વત છે. તે દરેક પર ચૈત્યાલય આવેલાં છે. |
અંજનમૂલક - અંજનશૈલઃ |
પર્વતનાં નામ છે. |
અંજનશલાકા |
પ્રભુની પ્રતિમાની આંખમાં ઉત્તમ સળી વડે ઉત્તમ પદાર્થનું વિધિપૂર્વક અંજન કરવું. ત્યાર પછી પ્રતિમાજીની પૂજાવિધિ કરવામાં આવે છે. |
અંજના |
હનુમાનની માતા, સતી. પંકપ્રભા નારકીનું બીજું નામ. |
અંજસા |
તત્ત્વરૂપથી. |
અંડ - અંડજ |
ઈંડું, જેનું પડ નખ જેવું સખત છે, તે શુક્ર અને શોણિતનું માતા - પિતાના સંયોગનું બનેલું છે. તે અંડજ - ગર્ભજ જન્મ છે. |
અંડર |
પુદ્ગલના અવયવરૂપ રસ, રુધિર, માંસરૂપ એક ભાગ. |
અંત |
સમાપ્તિ. જેમ કે જીવની સંસારરૂપ યાત્રાની સમાપ્તિ થઈ; મુક્ત થવું; કોઈ ચર્ચાની સમાપ્તિ થવી. |
અંતઃકરણ |
મન; આત્માનું જ્ઞાન થવાનું એક સાધન. |
અંતઃ કોડાકોડી |
એક કોડાકોડી સાગરોપમનો સંખ્યાતમો ભાગ કરીને જે એક ભાગ રહે તે. |
અંતકૃત |
આઠ કર્મોનો અંત - વિનાશ કરનાર; ત્યાર પછી તે સિદ્ધ થાય. અંતકૃત કેવળી. |
અંતકૃતદશાંગ |
દ્રવ્ય - શ્રુતજ્ઞાનનું આઠમું અંગ. |
અંતડી |
ઔદારિક શરીરના આંતરડાનું પ્રમાણ. |
અંતર |
કોઈ કાર્ય નિષ્પન્ન થયા પછી તે કાર્યની પુનઃસંભાવનામાં જે સમય જાય તેને અંતર - વિરહકાળ કહે. દૃવ્યાંતર, ક્ષેત્રાંતર, સ્થાનાંતર, કાળાંતર, ભવાંતર, પર્યાયાંતર વગેરેના જે જે પ્રકારમાં ભેદ પડે તે અંતર છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું. વગેરે. |
અંતરકરણ |
આગામી કાળમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મના પરમાણુઓને આગળ કે પાછળ ઉદયમાં આવવા યોગ્ય કરવા. નિષેકોને અધ્યવસાયની શુદ્ધિદ્વારા અટકાવવા તેવું અંતર તે અંતરકરણ ઉપશમ. આવી સ્થિતિ અંતર્મુહૂર્તકાળ રહે છે. ત્યારે સમસ્ત મિથ્યાત્વ સ્થિતિના કર્મ નિષેકોથી ઉપયોગ શૂન્ય થાય છે એવ |
અંતરકાલ |
પ્રાપ્ત થયેલી વસ્તુ પુનઃ ક્યારે મળે તે વિરહકાળ. |
અંતરદૃષ્ટિ |
આત્માની અંદરની ભાવદૃષ્ટિ; આત્મઅભિમુખતા. |
અંતરદ્વીપ |
પાણીની વચ્ચે આવેલા બેટ. |
અંતરપટ |
પડદો. |
અંતરંગ |
આત્માની અંતરંગ અવસ્થા. અંતરંગ ભૂમિકા. |
અંતરાત્મા |
બાહ્ય વિષયોમાંથી દૃષ્ટિનું અંતર પ્રત્યે વળવું. જે બાહ્ય વિકલ્પોમાં વર્તતો નથી. દેહાદિકથી ભિન્ન, સ્વપ્ને પણ વિષયસુખને ઈચ્છતો નથી. આત્મસુખમાં જ લીન છે તે કષાય અને મદરહિત ધર્મધ્યાનનો ધ્યાતા અંતરાત્મા છે. જઘન્ય અંતરાત્મા અવિરત સમ્યગદૃષ્ટિ. મધ્યમ અંતરાત્મા અવિ |
ઉત્કૃષ્ટ અંતરાત્મા |
ક્ષીણકષાય બારમા ગુણસ્થાનકે, સયોગી કેવળી તથા અયોગી કેવળી સિદ્ધ પરમત્મા. |
અંતરાયકર્મ |
વિઘ્ન, બાધકતા, અંતરાયકર્મની પ્રકૃતિ (ઘાતી કર્મ) દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય આ પાંચ પ્રકાર છે. |
દાનાંતરાય |
જે કર્મના ઉદયથી વસ્તુ - ધનાદિ હોવા છતાં આપવાની ઈચ્છા ન થાય. |
લાભાંતરાય |
વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા છતાં તેનો લાભ ન મળે. |
ભોગાંતરાય |
આહારાદિ જેવા પદાર્થોની ભોગની ઈચ્છા છતાં ન મળે. |
ઉપભોગાંતરાય |
સ્ત્રાળ આદિના ભોગની ઈચ્છા છતાં ન મળે. |
વીર્યાંતરાય |
ધર્મ કે વ્યવહારકાર્ય કરવાનો પુરૂષાર્થ ન જાગે. |
આચાર |
યથાશક્તિ સમ્યગ્દર્શનાદિમાં નિર્મળ ભાવનો યત્ન કરવો. |
આ આચાર પાંચ પ્રકારના છે. |
1. દર્શનાચાર, 2. જ્ઞાનાચાર, 3. ચારિત્રાચાર, 4. તપાચાર, 5. વીર્યાચાર. |
દર્શનાચાર |
નિઃશંક્તિ, નિકાંક્ષિત, (આકાંક્ષારહિત) નિર્વિચિકિત્સા, (દ્વેષરહિત) અમૂઢદૃષ્ટિ, (કુશળ) ઉપગૂહન, (અન્યના દોષને ઢાંકનાર) સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના, આઠ ગુણ છે. |
જ્ઞાનાચાર |
સ્વાધ્યાયમાં કાળ, વિનય, આદરપૂર્વક અધ્યયન, ગુરુજનોનું બહુમાન, ગુરુનું તથા શાસ્ત્રનું નામ પ્રગટ કરવું, છુપાવવું નહિ. સૂત્ર વગેરેની શુદ્ધિ, વર્ણ - પદની શુદ્ધિ. આઠ પ્રકારે જ્ઞાનાચાર. |
ચારિત્રાચાર |
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રકારે. |
તપાચાર |
બાર પ્રકારે. બાહ્ય તપ છ, અભ્યંતર તપ છ. બાહ્ય તપ = અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષય, રસત્યાગ, સંલીનતા, કાયક્લેશ, અભ્યંતરતપ - પ્રાયýિાત, વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. |
વીર્યાચાર |
ઉપરના આચારમાં પ્રવૃત્તિ કરવાવાળી સ્વશક્તિનું પ્રાગટય. ત્રણ પ્રકારે શક્તિ ગોપવવી નહિ. આવર્ત, ખમાસમણા પ્રમાદરહિત લેવા, આદરથી ક્રિયા કરવી વગેરે. |
આચારવત્થ |
આચાર્ય આચાર પાળે અને પળાવે. |
આચારાંગ |
દ્રવ્ય, શ્રુતજ્ઞાનનો એક ભેદ. |
આચાર્ય |
પંચપરમેષ્ઠીમાં ત્રીજું પદ. જે મુનિ પાંચ આચારદિ પોતે શુદ્ધપણે પાળે છે, અન્યને પળાવે છે. શિષ્યોને તે સંબંધી ઉપદેશ કરે છે. ધીર ગુણગંભીર છે. પાંચ ઈદ્રિયોનો સંયમ, નવપ્રકારની વાડયુક્ત બ્રહ્મચર્યનું પાલન, ચાર કષાયથી મુક્ત. પંચમહાવ્રતનું નિરતિચારપાલન, પાંચ આચારનુ |
આચ્છાદિત |
ઢંકાયેલું, આવરણવાળું, |
આછેદ્ય |
આહારનો એક દોષ. |
આજન્મ |
જન્મ કરવો પડે ત્યાં સુધી. |
આજીવ |
આહાર તથા વસતિનો એક દોષ. |
આજીવિકા |
ગૃહસ્થ જીવનના નિભાવનું સાધન. સાધુ માટે નિષેધ છે. |
આજ્ઞા |
આપ્તપુરુષના વચન, શાસન, અનુસાર વર્તવું. |
આજ્ઞાપતિકીક્રિયા |
અન્યને કામકાજ બતાવવું, આજ્ઞા કરવી. |
આજ્ઞાવિચય ધર્મધ્યાન |
ધર્મધ્યાનનો પ્રથમ પ્રકાર. દેવ-ગુરુના વચનને માન્ય કરી તેના પર ચિંતન કરવું. |
આણાગમ્ય |
કેટલાક ભાવો ભગવાનની આજ્ઞાથી જ જાણી શકાય જેમ કે નિગોદના જીવો વગેરે. |
આતપ |
સૂર્યના નિમિત્તથી થતો ઉષ્ણ પ્રકાશ. સૂર્યકાંતમણિનો પ્રકાશ. વિશેષપણે પૃથ્વીકાયમાં આતપ હોય છે. તે આતપ નામકર્મની પ્રકૃતિ છે. પોતે ઠંડું હોય તેનો પ્રકાશ ગરમ હોય. |
આતપન |
ત્રીજી નરકનું ચોથું પ્રતર. |
આતપન યોગ |
કાયક્લેશ, સૂર્યના તાપમાં તપ કરવું. |
આત્મખ્યાતિ |
દિ. આ. અમૃતચંદ્ર રચિત શ્રી સમયસાર ગ્રંથની ટીકા. |
આત્મગુણ |
આત્મિક ગુણ. |
આત્મદ્રવ્ય |
જીવ, નિગોદથી માંડીને ચારે ગતિના જીવો. |
આત્મપ્રવાદ |
શ્રુતજ્ઞાનનું 13મું અંગ. |
આત્મભૂત લક્ષણ |
જે સ્વરૂપમાં ભળેલું હોય. |
આત્મરક્ષ દેવ |
દેવલોકનો એક ભેદ. |
આત્મવ્યવહાર |
હું ુવ - અચળ ચેતના છું તેવું પરિણમન. |
આત્મહત્યા |
કોઈ ભય કે દુખથી વિષ, અગ્નિ જેવા પ્રકારો દ્વારા સ્વયં મરણ નિપજાવવું. |
આત્મા |
શુદ્ધ ચૈતન્ય લક્ષણનો ધારક, દ્વાદશાંગ આત્માના પરિણામ છે તેથી તે નામઆત્મા છે. યથાસંભવ જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે વર્તતો આત્મા છે અથવા છદ્મસ્થ દશામાં મન, વચન, કાયાની ક્રિયા દ્વારા શુભાશુભ ભાવે જે વર્તે છે તે આત્મા છે. ઉત્પાદ, વ્યય, ૌવ્ય ત્રણે ધર્મો રૂ |
આત્માધીનતા |
આત્મને આધીન. |
આત્માનુભવ-આત્માનુભૂતિ |
ઃ પારમાર્થિક આનંદનો અનુભવ. શુદ્ધાત્માનો અનુભવ છે. તેની મોક્ષમાર્ગમાં પ્રધાનતા છે. આત્માનુભવ ઈદ્રિય અગોચર સ્વ-સંવેદ્ય છે. જેનો ઉપયોગ રાગદ્વેષરહિત હોય, સ્વભાવમાં સ્પર્શેલો હોય, કર્મોદયથી ભિન્ન હોય તે એવા જ્ઞાન શુદ્ધ ચારિત્રના વૈભવબલથી જ્ઞાનચેતનાનો અનુભવ કરે |
આત્માનુભૂત લક્ષણ |
જેમ કે આત્માનું લક્ષણ જ્ઞાન - ચેતના. |
આત્માશ્રયદોષ |
પોતાને માટે પોતે જ અપેક્ષા રાખે. મારા આત્માએ આમ જ કરવું જોઈએ. |
આત્રેય |
ભરતક્ષેત્રનો એક દેશ. |
આદર |
સન્માન. એક વ્યંતરદેવ. |
આદાનનિક્ષેપન |
પાંચ સમિતિમાં ચોથી સમિતિ છે. સાધુજનોને પાત્રાદિનું પ્રમાર્જન. |
આદાનપ્રદાન |
વસ્તુની આપ - લે કરવી. |
આદિ |
પ્રથમ, પહેલું. એક વસ્તુ દ્વારા ઘણી વસ્તુઓનો નિર્દેશ કરવો. જેમ કે દેહાદિ, સ્ત્રાળ આદિ, નગર આદિ. |
આદિત્ય |
સૂર્ય. લોકાંતિક દેવનો એક ભેદ છે. આદિત્યનગર એક નગરનું નામ. |
આદિનાથ |
વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર (ઋષભદેવ) આદિપુરુષ કે બ્રહ્મા. |
આદિપુરાણ |
ઋષભદેવના પૂર્વભવનું પૂર્ણ કથન. |
આદિમાન |
જેનો પ્રારંભ હોય તે. |
આદેય |
આદેય નામકર્મની પ્રકૃતિ છે, જેના વડે બહુમાન મળે છે. |
આદેશ |
અધિકારપૂર્વક આજ્ઞા કરવી. |
આધાકર્મીદોષ |
સાધુ - સાધ્વીજનોને ઉદેશીને જે વસ્તુ બનાવી હોય તે આહારાદિ જો તેઓ વહોરે તો આ દોષ લાગે. |
આધાર |
અધિકરણ, અધિષ્ઠાન, અન્ય પદાર્થોને ધારણ કરે. જેમ કે તલમાં તેલ રહ્યું છે, આકાશમાં દ્રવ્યો રહેલાં છે. |
આધારતત્ત્વ |
જે મુનિઓ નવપૂર્વાદિકનો જ્ઞાની છે. ગંભીર છે. અન્યને માર્ગદર્શક છે. તે આચાર્ય આ ગુણના ધારક છે. |
આનત |
આનત સ્વર્ગલોકનું પ્રથમ (પ્રતર) ઈદ્રક. |
આનપાન |
શ્વાસ - પ્રશ્વાસ. |
આનયનપ્રયોગ |
ધારેલી ભૂમિકાની બહારથી કંઈ લાવવું તે દશમા વ્રતનો અતિચાર છે. |
આનંદ |
વ્યક્તિવિશેષનું નામ હોય છે. ભૌતિક પદાર્થોના ભોગનું સુખ તે આનંદ સદોષ છે. પરમાનંદ નિર્દોષ છે જે આત્મઆશ્રયી છે. |
આનંદા - આનંદિના |
દિગકુમારી દેવી છે. |
આનુપૂર્વી |
એક ભવથી બીજા ભવમાં જવા - આકાશ શ્રેણીમાં જીવને કાટખૂણે વાળનારું કર્મ. |
આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. |
પૂર્વાનુપૂર્વી, પરંપરાથી ચાલી આવતી હોય તે, જેમ કે પ્રથમ તીર્થંકરથી ચોવીસ તીર્થંકરની વંદના ક્રમશઃ કરવી. |
યથાતથાનુપૂર્વી |
પહેલા સોળમા ભગવાનની પછી બારમા પછી ચોવીસમાં એમ વંદના કરે તે. |
પýાાનુપૂર્વી |
અંતના ક્રમને લઈને આદિ ક્રમમાં જવું તે. જેમ કે શમ સંવેગને બદલે અનુકંપા, આસ્તિકયથી વિચારવું. |
આપૃચ્છના |
સમાચાર પૂછવા વારંવાર પ્રüા પૂછવો. |
આપ્ત |
પરમહિતોપદેશક સર્વજ્ઞ દેવને આપ્ત કહે છે. અઢાર દોષરહિત, સૌને માટે હિતોપદેશ કરવાવાળા, રાગ, દ્વેષ, મોહરહિત, અર્હન્ત પરમાત્મા મહાન ઉપદેશક હોવાથી આપ્ત છે. |
આપ્તપરીક્ષા |
એક ગ્રંથ છે. (આપ્ત - ઈશ્વર વિષયક). |
આપ્તમીમાંસા |
ન્યાયપૂર્ણ ગ્રંથ છે. |
આભા |
પ્રકાશ, તેજ, ચમક, ]ાક]માળ. |
આભાસ |
વાસ્તવિક પણે ન હોય પણ તેના જેવું દેખાય. |
આભિગ્રહિક મિથ્યાત્વ |
પોતનું જ સાચું તેવો દુરાગ્રહ. |
આભિનિવેશિક |
પોતાનું ખોટું છે તેમ જાણવા છતાં મિથ્યા અભિમાનને વશ, સત્ય માની વળગી રહેવું. મિથ્યાત્વનો પ્રકાર છે. |
આભ્યન્તર ઉપકરણ |
ઈદ્રિયોની અંદરની વિશિષ્ટ પુદ્ગલોની રચના; બહારની રચના તે બાહ્ય ઉપકરણ. |
આભ્યન્તર ક્રિયા |
યોગ અને કષાયનું પરિણમન. |
આભ્યન્તર તપ |
છ પ્રકારના આભ્યંતર તપ - પ્રાયýિાત, વિનય, વૈયાવચ્ચ. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. |
આભ્યન્તર નિવૃત્તિ |
આત્માના વિશુદ્ધ પ્રદેશોની ઈદ્રિયાકાર રચના વિશેષતે. |
આમિષ |
માંસ, સ્વાદિષ્ટ ભોજન. |
આમૂડા |
(બુદ્ધિનો વ્યવસાય) જેના દ્વારા અર્થને સંકુચિત કરવામાં આવે. |
આમ્નાય |
ઉચ્ચારની શુદ્ધિપૂર્વક પાઠને પુનઃ પુનઃ ગોખવો. સામાન્યપણે મત જેમકે શ્વેતાંબર, દિગંબર, આમ્નાય, સંપ્રદાય. |
આમ્લરસ |
ખાટો રસ, ખાટા પદાર્થોનો સ્વાદ. |
આય |
વૃદ્ધિ. |
આયત |
એક દ્રવ્યની સર્વ પર્યાયોમાં રહેલો એક અન્વય સામાન્ય. |
આયતન ઃ |
સંયમરહિત મુનિપણું હોય તે. સમ્યક્ત્વાદિ ગુણોને આયતન કહે છે. |
આયુ |
(આયુષ્યકર્મ) આત્માને વર્તમાન શરીરમાં રહેવાનો સમય તે આયુષ્યકર્મ છે. ચાર ગતિના પ્રકારથી આયુષ્યકર્મના ચાર પ્રકાર છે. ગતિ નામકર્મ છે. આયુ પરિણામ પ્રમાણે કોઈ પળે બંધાય છે. આયુ એક જન્મમાં એકવાર બંધાય પરંતુ તેવો પ્રસંગ આઠ વાર થાય છે. આયુના 2/3 ભાગના પુનઃ પુનઃ પ |
આર |
ચોથી નરકનું પ્રથમ પ્રતર. |
આરણ |
સ્વર્ગનો એક પ્રકાર. |
આરંભ |
આરંભક્રિયા. અન્ય પ્રાણીઓને દુખ પહોંચે તેવી ક્રિયા કરવી. મૂર્છા - મોહ સંબંધી સર્વ ક્રિયાને આરંભ કહે છે. તે સંબંધી સર્વ પ્રવૃત્તિ આરંભ છે. |
આરંભ ત્યાગ પ્રતિમા |
સાંસારિક આરંભનો ત્યાગ, નિવૃતિ. |
આરંભ - સમારંભ |
જીવોની હિંસા કરવી તે આરંભ. હિંસા કરવા સાધન સામગ્રી ભેગી કરવી તે સમારંભ. |
આરા |
અવસર્પિણી - ઉત્સર્પિણીના છ જાતના કાલવિભાગ, ગાડાના પૈડાના આરા જેવા ભાગો. |
આરાધક |
સંસારનાં ભૌતિક સુખો - દુખો ઉપરના રાગ - દ્વેષની મંદતા કરી અધ્યાત્મ દૃષ્ટિ તરફ જનાર સાધક. |
આરાધના |
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્ચારિત્ર, સમ્યગ્તપનું દૃઢતાપૂર્વક ધારણ કરવું. તેમાં પરિણતિ જોડવી. શુદ્ધાત્મ સ્વભાવમાં ટકવું. અધ્યાત્મદૃષ્ટિની પ્રાપ્તિ માટે કરાતી ધર્મ ક્રિયા. |
આરાધના કથા કોશ |
આરાધના પંજિકા, આરાધના સંગ્રહ. આરાધના સાર, દિગંબર આચાર્ય રચિત ગ્રંથો છે. |
આરાધ્ય |
આરાધના કરવા યોગ્ય સર્વજ્ઞ પરમાત્મા, ગુરુતત્ત્વ તથા ધર્મ તત્ત્વ. |
આરોહક |
ચઢનાર, ઉપશમ કે ક્ષપકશ્રેણી પર ચઢનાર. |
આર્જવ |
(આર્જવતા) સરળ તા. માયાચારથી વિપરીત સરળતા ગુણ. મનવચનકાયાના યોગની અવક્રતા, સરળતા. |
આર્ત |
દુખમાં દીનતા થવી. |
આર્તધ્યાન |
એક પ્રકારનું દુર્ધ્યાન છે. 1 થી 6 ગુણસ્થાન સુધી અલ્પાધિક હોય છે. માનસિક પ્રકારની અંતરંગ પીડા અને બાહ્મમાં શંકા, રુદન, ભય, પ્રમાદ, ચિંતા, વગેરે આર્તધ્યાનના પ્રકાર છે. ઈષ્ટની પ્રાપ્તિ માટે, અનિષ્ટની અપ્રાપ્તિ માટે, રોગથી છૂટવા કે થવાનો ભય, ભોગ મેળવવાની ઉત્ |
આર્તનાદ |
હૈયામાં થયેલી પીડાના સંવેદનથી બોલાતા શબ્દો. |
આર્દ્રા |
નક્ષત્ર છે. ગુજરાત જેવા પ્રદેશમાં કેરીના ફળનો ત્યાગ આ નક્ષત્રમાં કરવાનો હોય છે. |
આર્ય |
ગુણોવાચક શબ્દ છે, જે વ્યક્તિના ગુણોને જણાવે. ક્ષેત્રથી જ્યાં ધર્મસ્થાનો હોય, તીર્થંકરોના જન્માદિ કલ્યાણકો ઊજવાય. ઉત્તમ પુરુષો વસતા હોય તેવા દેશનો ગુણવાન મનુષ્ય, તેવો દેશ આર્યભૂમિ છે. ભરતક્ષેત્ર આદિ. |
આર્યકુલ |
સંસ્કારી કુટુંબ, ધાર્મિક દૃષ્ટિવાળા કુળમાં જન્મ. |
આર્યદેશ |
ભૂમિ. આ ભવ, પરભવ, ધર્મ, કર્મ, માનવાવાળો દેશ, સવિશેષ જ્યાં પરમાત્મા તથા ધર્મગુરુઓનું સાન્નિધ્ય હોય. |
આર્યિકા |
પ્રતિમાધારી સ્ત્રાળનું ચિન્હ - મહાવ્રત ઉપચારથી કહેવાય છે. |
આલબ્ધ |
કાયોત્સર્ગનો એક અતિચાર. |
આલય |
આવાસ, નિલય. |
આલયાંગ |
કલ્પવૃક્ષનો એક ભેદ. |
આલંબન |
આધાર તથા ઉત્તમ નિમિત્ત. |
આલાપ - સંલાપ |
લોકો સાથે એક વાર બોલવું તે આલાપ, વારંવાર બોલવું તે સંલાપ. |
આલુંછન |
આલોચના દોષ, અપરાધનું પ્રાયýિાત કરવું જેથી દોષો નાશ થાય છે. |
આવરણ |
જેનાથી આવરણ થાય, ગુણો ઢંકાઈ જાય. |
આવર્જિતકરણ |
સયોગી કેવળી સમુદ્ઘાત કરે તેના અંતમુહૂર્ત પહેલાં આ કરણ હોય છે. |
આવર્ત |
એક દેશનું નામ છે. મન, વચન, કાયાના પાપવ્યાપરથી દૂર થઈ અન્ય પ્રશસ્ત અવસ્થામાં જવું. |
આવલિકા |
અસંખ્ય સમયોનો સમૂહ; 48 મિનિટમાં 1,67,77,216 આવલિકા થાય. |
આવલી |
કાળનું વિશેષ પ્રમાણ. એક શ્વાસમાં અસંખ્યાત આવલી થાય છે. |
આવશ્યક - આવાસક |
શ્રાવક કે સાધુને ઉપયોગની જાગૃતિ અને જીવરક્ષા માટે નિત્ય છ ક્રિયા કરવાની હોય છે. તેને ષડાવશ્યક કહે છે. કષાયાદિને વશીભૂત ન થાય તેવું આચરણ, યોગ્ય જીવનચર્યાને અનુસરીને કરવા જેવી ક્રિયાઓમાં જે પ્રશસ્ત ક્રિયા છે તે આવશ્યક ક્રિયા છ પ્રકારની છે. |
આવાર્યગુણ |
આવરણ થવા લાયક જ્ઞાનદર્શનાદિ ગુણો. |
આવિર્ભાવ |
પ્રગટ થવું, સત્તામાં રહેલી પર્યાયનું પ્રગટ થવું. |
આવિર્ભૂત |
સત્તામાં રહેલો પ્રગટ થયેલો પર્યાય. |
આવિષ્કાર |
કોઈ વસ્તુનો ભેટ સહિત સ્વીકાર કરવો કે પ્રગટ કરવું. |
આવૃત્ત |
ઢાંકે, ગુણ ગુપ્ત કરનાર કર્મ. |
આવૃત્તકરણ |
એક પ્રકૃતિને અન્ય પ્રકૃતિરૂપ કરી નાશ કરવી. |
આવૃષ્ટ |
ભરતખંડનો એક દેશ. |
આશ્લેષા |
એક નક્ષત્ર. |
આસન |
સાધનાને યોગ્ય એક બેઠકની સિદ્ધિ, આસન અનેક પ્રકારનાં છે. |
આસન્નભવ્ય |
ભવ્ય જીવનો એક પ્રકાર જેની ભવ્યતા પરિપક્વ થઈ છે. સમીપમુક્તિગામી જીવ. |
આસંશા |
અભિલાષા. |
આસાતના |
અપભ્રાજના, અવહેલના, તિરસ્કાર. અણછાજતું વર્તન, દેવ, ગુરૂ, શાસ્ત્ર પ્રત્યે અનાદર થવો. |
આસાદન |
શાસ્ત્રવિહિત કોઈ પદાર્થનું સ્વરૂપ અન્યથા કે વિપરીત કહેવું. બીજું ગુણ - સ્થાનક આસ્વાદન. |
આસુરી |
હલકી, કોપયુક્ત મનોવૃત્તિ. |
આસ્તિક્ય |
સમ્યક્ત્વનો એક ગુણ છે. સર્વજ્ઞ દેવ પ્રણીત તત્ત્વોની રુચિ તે. સ્વાનુભૂતિ પરમ આસ્તિક્ય છે. |
આસ્તિ - નાસ્તિભંગ |
સપ્તભંગીનો એક પ્રકાર. |
આસ્રવ |
કર્મને આવવાનું કે કર્મબંધનું કારણ. જીવ દ્વારા મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિને કારણે કાર્મણવર્ગણાનું આકર્ષિત થઈ આત્મ પ્રદેશોમાં ગ્રહણ થવું. તેમાં કષાય ભળવાથી આગામી બંધ થાય છે. નદીઓ દ્વારા સમુદ્ર જેમ ભરેલો રહે છે તેમ પુણ્ય પાપરૂપ કર્મો દ્વારા આસ્રવ થાય |
આસ્રવ અનુપ્રેક્ષા |
ઉપરોક્ત પ્રકારના આસ્રવનું ચિંતન કરવું કે તે આત્મને પરિભ્રમણનું કારણ છે તેમ વિચારી આસ્રવને રોકવાનું ચિંતન કરવું. |
આહાર |
સામાન્ય રીતે પ્રાણીમાત્રને પોતાની સ્થિતિ અને સ્થાન પ્રમાણે આહારના જે પદાર્થો ગ્રહણ થાય છે. તેના ઘણા પ્રકાર છે. મુખ્ય પ્રકાર ત્રણ છે. |
ઓજ આહાર |
ગર્ભમાં કે જીવ ઉત્પન્ન થવાના સ્થાને નવા શરીર માટે જે પુદ્ગલો ગ્રહણ કરે તે. |
રોમ આહાર |
છિદ્રો દ્વારા કે કંઠની ગ્રંથિમાંથી સ્ત્રવતા પદાર્થો. |
કવળાહાર |
ભોજ્ય પદાર્થો, અન્નપાણી વગેરે મુખ દ્વારા ગ્રહણ થાય તે. |
આહારક |
જીવ હર ક્ષણે કોઈ પણ પ્રકારનો આહાર કરે છે તેથી તે આહારક છે. સ્વભાવથી અનાહારક છે. |
આહારક શરીર |
ચૌદ પૂર્વધર મહાત્માઓને, છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોની શંકા થતાં સમાધાન માટે કે મહાવિદેહમાં સાક્ષાત્ તીર્થંકરના દર્શન માટે તે સ્થાને જવા મસ્તકમાંથી એક હાથનું અતિ તેજસ્વી ઈદ્રિય અગોચર પૂતળું નીકળે તે આહારક શરીર. પ્રમત્તદશાવાળા સંયતિ મુનિ લબ્ધિ દ્વારા |
આહારનિહાર |
ભોજન - પાણી તે આહાર, મળ-મૂત્રનો ત્યાગ તે નિહાર. |
આહારપર્યાપ્તિ |
જન્માંતરે જતાં નવીન શરીરને યોગ્ય તે સ્થાને પુદ્ગલોનું ગ્રહણ કરવું. |
આહાર વર્ગણા |
આહાર પર્યાપ્તિને યોગ્ય કર્મ પુદ્ગલો તે. ઔદારિક, વૈક્રિય, આહારક ત્રણ શરીર તથા છ પર્યાપ્તિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરવું. |
આહારસંજ્ઞા |
જીવ માત્રને સંસારદશામાં ચાર સંજ્ઞા હોય છે. જીવ વિગ્રહ ગતિના મધ્યકાળે અને સમુદ્ઘાત સમયે અનાહારક હોય, સિવાય જીવ ત્રણ શરીર તથા છ પર્યાપ્તિરૂપ પુદ્ગલોને હરેક સમયે ગ્રહણ કરે છે. |
ઇક્ષુરસ |
શેરડીનો રસ. |
ઇક્ષ્વાકુકુલ |
ઉત્તમકુલ. |
ઇતર |
ભિન્ન, જુદું જેમકે પુરુષેતરઃ પુરુષથી જુદું. |
ઇતરનિગોદ |
એક વાર નિગોદમાંથી નીકળી અન્ય જન્મો કરી પુનઃ નિગોદમાં ઉત્પન્ન થાય. તેને કોઈ સિદ્ધાત્મા થાય તે નિયમ સાથે સંબંધ ન હોય. |
ઇતરપરિગૃહિતાગમન |
અન્ય પુરુષે ભાડે રાખેલી સ્ત્રાળ સાથે સંસાર વ્યવહાર. |
ઇતિ |
કોઈ વાક્ય કે રચના પ્રસંગે આદિની સમાપ્તિ. |
ઇતિવૃત્તિ |
ઈતિહાસ વાચક છે. એતિહ્ય. |
ઇતિહાસ |
કોઈ જાતિ, સંસ્કૃતિ, દેશ વગેરેના વિશેષ પરિચય માટે તેનું તે સંબંધી સાહિત્ય અતિ વિશાળ અને વિવિધતાપૂર્ણ હોય. |
ઇત્વરકથિત |
અલ્પકાલીન પચ્ચક્ખાણ. |
ઇર્યાપથકર્મ |
જયણાપૂર્વક ચાલવું. ત્યારે જે બંધ થાય તે. કેવળી ભગવંતોને ઈર્યાપથ ક્રિયા સમય માત્રની હોય છે. |
ઇષુગતિ |
વિગ્રહગતિ, ભૂમિને બરાબર જોઈને ગમનાગમન કરવું. |
ઇષ્ટ |
જે પદાર્થ મળવાથી રાગ-સુખ પેદા થાય. મનગમતું. |
ઇષ્ટફલસિદ્ધિ |
મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય. |
ઇષ્ટ વિયોગ આર્તધ્યાન |
જડ કે ચેતન ઈષ્ટ પદાર્થોનો વિયોગ થતાં તેની ચિંતા - તેના જ વિચારો સતત કરવા તે. |
ઇષ્ટોપદેશ |
દિ. આ. પૂજ્યપાદ રચિત એક આધ્યાત્મિક ગ્રંથ. |
ઇહિત |
મનને ગમેલું, ધારેલું. |
ઇંદ્ર |
દેવોમાં અધિપતિ. અહમિંદ્ર સર્વ સમાન છે. પરમ વિભૂતિ યુક્ત સુખમય સ્થાન છે. |
ઇંદ્રક |
ઉડુ આદિ વિમાન ઈદ્રક કહેવાય છે. સ્વર્ગના ઈદ્રક વિમાન. નરકના ઈદ્રક બીલ. |
ઇંધન |
બળતણ. આગની વૃદ્ધિના પદાર્થો. |
ઇંદ્રધનુ |
મેઘધનુષ્ય. |
ઇંદ્રધ્વજ |
પૂજાઓનો એક ભેદ. |
ઇંદ્રનીલ |
નીલમણિ - નીલમ. |
ઇંદ્રપુર |
વર્તમાન ઈન્દોર. |
ઇંદ્રપ્રસ્થ |
વર્તમાન દિલ્હીનું અસલ નામ. |
ઇંદ્રભૂતિ |
ગૌતમ ગોત્રિય પ્રથમ ગણધર ગૌતમસ્વામી. |
ઇંદ્રિય |
સંસારી શરીરધારી જીવને પદાર્થોના બોધ માટે સ્પર્શાદિ પાંચ ઈદ્રિયો હોય છે. મન સૂક્ષ્મ ઈંદ્રિય છે તેથી અનિંદ્રિય કહેવાય છે. ઈંદ્રિયોનો બાહ્યાકાર દ્રવ્યેદ્રિય છે. અંદરનો ચક્ષુપટલ વગેરે ઉપકરણ છે. તેની અંદર આત્મપ્રદેશોની રચનાવિશેષ ભાવેદ્રિય છે. અર્થાત્ તેની સાથ |
ઇંદ્રિયજય |
પાંચે ઈંદ્રિયોના વિષયોને જીતે તે. |
ઇંદ્રિયજ્ઞાન |
મતિજ્ઞાન ઈંદ્રિયજન્ય છે. |
ઇંદ્રિયનિગ્રહ |
ઈંદ્રિયો વશ રાખવી તે. |
ઇંદ્રિંય પર્યાપ્તિ |
નવીન શરીરની રચના માટેની ઈંદ્રિયને યોગ્યની પર્યાપ્તિ. |
ઇંદ્રિયાતીત |
જ્યાં ઈદ્રિયોથી પહોંચી શકાય તેવું નથી. |
ઈજવું |
અર્પણ કરવું. |
ઈતભીત |
સંકટ -ભય. સાત પ્રકારના છે. |
ઈર્યાપથકર્મ |
જે હેતુ - કર્મોથી આસ્રવ થાય પણ બંધ ન થાય. પ્રથમ સમયે ફળ આપી નિર્જરી જાય. સર્વથા કષાયરહિત સયોગી કેવળી ભગવંતને હોય. યોગમાત્રને કારણે જે કર્મ બંધાય તે ઈર્યાપથકર્મ. અઘાતીકર્મને કારણે સાતા વેદનીય કર્મ હોવા છતાં વેદન નથી કેમ કે તેનું સહકારી કારણ ઘાતીકર્મોનો અભા |
ઈર્યાપથક્રિયા |
(ઈર્યાપથિ ક્રિયા)ઃમનવચનકાયાના યોગ માત્રથી થતી ક્રિયા. કષાયરહિત યોગમાત્રથી જે કર્મબંધ થાય તેમાં કારણભૂત ક્રિયા. |
ઈર્યાસમિતિ |
સંયમીજનો માટેની પાંચ સમિતિમાંથી પ્રથમ સમિતિ ગમનાગમનમાં અન્ય જીવોની રક્ષારૂપ જાગૃતિ. |
ઈલાનિલજલાદિ |
પૃથ્વી, પવન ને પાણી. |
ઈશાન |
પૂર્વોત્તર ખૂણાવાળી વિદિશા. સ્વર્ગનો એક કલ્પ. |
ઈશિત્વ ઋદ્ધિ |
ઐશ્વરીય ઋદ્ધિ. |
ઈશ્વર |
પરમાત્મા - ભગવાન વગેરે. |
ઈશ્ર્વરવાદ |
ભગવાન જગતની વ્યવસ્થાના કર્તા છે તેમ માનવું તે. |
ઈશ્ર્વરપ્રીત્યર્થ |
ઈશ્વરની પ્રાપ્તિ માટે ભક્તિ. (ફળપ્રાપ્તિની ઈચ્છા વિના). |
ઈષપ્રાગ્ભાર |
મોક્ષ, સિદ્ધશિલા, સ્ફટિક જેવી પૃથ્વી. |
ઈસવી સંવત |
ઈસા મસીહના સ્વર્ગવાસ પછી યુરોપમાં પ્રચલિત થયા પછી સમસ્ત વિશ્વમાં અંગ્રેજી સામ્રાજ્યની સાથે પ્રસિદ્ધિ પામ્યો. વીર નિર્વાણ પછી 725 વર્ષ અને વિક્રમ સંવત પછી 57 વર્ષ પછી શરૂ થયો છે. |
ઈહલોકભય |
આ જન્મમાં ભવિષ્યમાં આવનારા દુખોનો ભય, રોગ, અપમાન, પરાભવ. પશુઓનો ભય વગેરે. |
ઈહા |
ચિંતન, વિચારણા, મતિજ્ઞાનનો બીજો ભેદ, પ્રથમ અવગ્રહ અસ્પષ્ટ બોધ થાય ત્યાર પછી વિષયની કંઈક સ્પષ્ટતા થાય તે છતાં આ જ્ઞાનમાં પદાર્થની ઈહા છૂટી જાય તો સંશય કે વિસ્મરણ થાય. |
ઉક્ત |
મતિજ્ઞાનનો એક વિકલ્પ. જેમ તે પ્રમાણે. |
ઉખરભૂમિ |
વાવેલું બીજ ઉગે નહિ તેવી વંધ્યભૂમિ. |
ઉગ્રતપ |
દીર્ઘકાળનું તપ (એક ઋદ્ધિ) |
ઉચ્ચકુલ |
ઉચ્ચગોત્ર જ્યાં ધર્મના ઉત્તમ જીવનના સંસ્કાર મળે તેવું કુળ. કુળ માતાનું; ગૌત્ર પિતાનું મનાય છે. |
ઉચ્ચાર |
શબ્દનું વ્યક્ત થવું. (વિષ્ટાને ઉચ્ચાર કહે છે) |
ઉચ્છાદન |
પ્રગટ થતી વૃત્તિઓનું રોકાઈ જવું. ઉચ્છેદ કરવો. નાશ કરવો. |
ઉચ્છ્વાસ |
અંગોપાંગ નામકર્મના ઉદયથી આત્મા વાયુને બહાર કાઢે તે. |
ઉજ્યન્ત |
જૂનાગઢ નગરમાં ગિરનાર પર્વત, નેમનાથ ભગરાનનું નિર્વાણ કલ્યાણક સ્થાન. |
ઉણોદરિકા |
ભૂખ કરતાં ઓછું ખાવું. આહાર અને શરીરનું મમત્વ છોડવા માટે ઉણોદરી તપ છે. |
ઉત્કર્ષણ ઉદિત |
કર્મપ્રદેશોના રસ તથા સ્થિતિની વૃદ્ધિ થવી. |
ઉત્કીર્ણ |
કોતરેલું. |
ઉત્કૃષ્ટ |
ઉત્તમ - પ્રશંસનીય. |
ઉક્રમ |
ઊલટો ક્રમ. |
ઉત્તરકુરુ |
વિદેહક્ષેત્રની ઉત્તમ ભોગભૂમિ. |
ઉત્તરગુણ |
સામાયિક તથા તપને ઉત્તરગુણ કહે છે. |
ઉત્તરચૂલિકા |
કાયોત્સર્ગનો એક અતિચાર. |
ઉત્તરાધ્યયન |
દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું 8મું અંગ બાહ્ય. |
ઉત્થાપના |
સ્થાપના કરેલી વસ્તુને વિધિપૂર્વક લઈ લેવી. |
ઉત્પત્તિ |
ઉત્પન્ન, જીવોનો જન્મ. |
ઉત્પાત |
એક ગ્રહ. તોફાન |
ઉત્પાદ |
પદાર્થનું ઉત્પન્ન થવું. જન્મ. |
ઉત્પાદપૂર્વ |
શ્રુતજ્ઞાનનું ચૌદપૂર્વમાંનું પ્રથમ પૂર્વ. |
ઉત્પાદવ્યય ૌવ્ય |
ત્રિકાળ નિત્ય એવું પદાર્થનું સત્ - અસ્તિત્વ છે. છતાં દરેક પદાર્થ પરિણમશીલ છે. એટલે નિત્ય - પરિણામી કહેવાય. ચેતન કે જડ પોતાના સ્વભાવને છોડતા નથી. છતાં બાહ્ય કે અંતરંગ નિમિત્તને વશ પ્રતિ સમય નવીન અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ઉત્પાદ છે. પૂર્વ અવસ્થાનો ત્યાગ તે |
ઉપ્રેક્ષા |
ભેદજ્ઞાનપૂર્વક ઉપમેયમાં ઉપમાનની પ્રતીતિ હોય. જેમકે ગુણમાં ગુણીની. |
ઉત્સર્ગ |
ત્યાગ કરવો. છોડી દેવું. આધ્યાત્મિક રીતે ઉત્સર્ગ અને અપવાદ બે પદ્ધતિ - માર્ગ છે. ઉત્સર્ગમાર્ગમાં વિશેષ તાની છૂટ વગર આરાધના કરવી. અપવાદમાં ખાસ સંયોગોમાં શરીરાદિ નિમિત્તે છૂટ લેવી, જેમાં પ્રાયýિાતની અપેક્ષા હોય છે. |
ઉત્સરણ - ઉત્કર્ષણ |
કર્મોની વૃદ્ધિ થવી. |
ઉત્સર્પિણી |
10 કોડાકોડી સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ હોય જેમાં આયુ, સમૃદ્ધિ વધતાં જાય. |
ઉત્સંજ્ઞા સંજ્ઞ |
ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ. |
ઉત્સાહ |
ઉમંગ, હોંશ. |
ઉત્સેધ |
ઊંચાઈ. |
ઉત્સેધાંગુલ |
ક્ષેત્ર પ્રમાણનું એક માપ. |
ઉદક |
ઉત્તર દિશા. |
ઉદકવર્ણ |
એક ગ્રહ. |
ઉદય |
કર્મફળ. જીવના પૂર્વકૃત શુભાશુભ કર્મનો ચેતનાના પ્રદેશો પર સંયોગ થયા પછી, સ્થિતિકાળ થતાં જીવને શુભાશુભ કર્મોનો ઉદય થાય. ઉદય આવેલું કર્મ અવશ્ય નિર્જરી જાય છે. |
ઉદયકાળ |
પુણ્ય પાપના ઉદયથી પ્રાપ્ત થતાં સુખ દુખનો કાળ. |
ઉદયાભાવિ વિચય |
ફળ આપ્યા વગર આત્માથી કર્મના સંબંધનું છૂટી જવું. |
ઉદયાવલી |
કર્મોનું ઉદયમાં આવ્યા પછી કંઈ ફેરફાર ન થાય. |
ઉદરભરણ |
પોતાનું પેટ ભરવા માટે સ્વાર્થી પ્રવૃત્તિ કરવી. |
ઉદંબર |
પાંચ પ્રકારની હોય છે. વડના ટેટા, પીંપળના ટેટા, ઉમરા કટૂ મર. પટકર, ગુલર, અંજીર વગેરે. જેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે. તેથી અભક્ષ્ય મનાય છે. તે ત્યાજ્ય છે. |
ઉદાસ, ઉદાસીન, ઉદાસીનતા |
ઉપેક્ષાભાવ, સંસાર પ્રત્યે અભાવ. |
ઉદાસીનનિમિત્ત |
કર્તાભાવરહિત નિમિત્ત જેમકે ધર્માસ્તિકાયનું ગતિઉપકારક કાર્ય. |
ઉદાહરણ |
દૃષ્ટાંત - કોઈ પદાર્થના નિરૂપણ માટેનું કથન. |
ઉદિતકર્મ |
પૂર્વે બાંધેલાં ઉદયમાં આવેલાં કર્મો. |
ઉદ્દિષ્ટ |
આહારનો ઉદ્દેશિક દોષ. યક્ષાદિ, પાખંડી, દીનજન, કૃપણજન, જેવા માટે બનાવેલો આહાર દોષિત છે. મુનિને ઉદ્દેશી કરેલો આહાર, આહારના 42 દોષ, અધઃકર્માદિ 16 ઉદ્ગમ દોષ એ સર્વ પ્રકારો ઉદ્દિષ્ટ છે. ઉદ્દેશિક છે. |
ઉદીચ્ય |
ઉત્તરદિશા. |
ઉદીરણા |
કર્મઉદય અને ઉદીરણામાં વિશેષ અંતર નથી. બંનેમાં કર્મફળ વ્યક્ત થાય છે. ઉદીરણાની વિશેષતા એ છે કે કર્મનો વિપાક થાય તે પહેલાં તપ જેવા કોઈ વિશેષ પ્રયોગથી સમય પહેલાં કર્મનો વિપાક કરવામાં આવે છે. ઉદિત કર્મોના ફળ ભોગવવા તે ઉદય. સત્તામાં રહેલાને-અપક્વ કર્મોને ઉદયગત |
ઉદીર્ણ |
ફળ આપવાને યોગ્યરૂપે પરિણત થયેલા કર્મપુદ્ગલસ્કંધો. |
ઉદ્ગમ |
ઉત્પતિ સ્થાન, આહાર અને વસતિનો એક દોષ. |
ઉદ્ગાર |
બોલ, ધ્વનિ. |
ઉદ્ઘાટિક |
પ્રકાશિત. |
ઉદ્ઘોષણા |
જાહેરાત, ઢંઢેરો. |
ઉદ્બોધ |
જાગ્રત કરવું, કથાત્મક બોધ. |
ઉદ્ભટ |
અનુચિત વર્તન. |
ઉદ્ધૃત |
કોઈ વસ્તુમાંથી તેનો અલ્પ ભાગ લેવો. |
ઉદ્વર્તંના |
કર્મોની અધ્યવસાય વડે નાની સ્થિતિ મોટી કરવી. મંદ રસ તીવ્ર કરવા વગેરેમાં વપરાતું વીર્ય. |
ઉદ્વલના-કરણ |
અમુક કર્મોમાં સંક્રમાવવાની જે ક્રિયા. જેમકે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને સમ્યક્ત્વમાં સંક્રમાવવામાં વપરાતું વીર્ય તે. |
ઉદ્દેશ |
પદાર્થનું નામ માત્રના કથનનો હેતુ - આશય. |
ઉદ્દેશ્ય |
આશયવાળું. |
ઉદ્ધરવું |
ઉદ્ધાર કરવો. |
ઉદ્ધારપલ્ય |
સાગર કાલનું પ્રમાણ. |
ઉધ્વસ્ત |
જડમૂળથી નાશ પામેલું. |
ઉદ્વેધ |
પૃથ્વીની પહોળાઈ. |
ઉદ્વેલન |
સંક્રમણ કર્મ પ્રકૃતિનું સ્વજાતિમાં ભળી જવું. |
ઉદ્ભાવ |
ઉત્પત્તિ. |
ઉદ્યવન |
પુનઃ પુનઃ સમ્યગ્દર્શનાદિ ગુણોથી આત્માનું પરિણત હોવું. |
ઉદ્યાપન |
કોઈ વિશેષ તપાદિ અનુષ્ઠાન પછી ઉત્સવની રચના. |
ઉદ્યોત |
સવિશેષ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્ચારિત્ર, સમ્યગ્ તપમાં વિશુદ્ધ ભાવનાયુક્ત તત્પર થવું. ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ છે. આગિયા જેવાં જંતુઓના શરીરમાં અલ્પ પ્રકાશ નીકળે છે. ચંદ્રનો પ્રકાશ શીત, ચંદ્ર સ્વયં શીત તે ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ છે. |
ઉદ્રેક |
વધારો, અતિશયતા. |
ઉન્મત્ત |
કાયોત્સર્ગનો એક અતિચાર (અતિ ઉત્સાહ) |
ઉન્માન |
પ્રમાણ. |
ઉન્મિત્ર |
આહારનો એક દોષ. |
ઉન્મીલન |
જાગ્રત થવું તે, ખીલવું તે. |
ઉન્મેષ |
પલકારો. |
ઉપકરણ |
જેનાથી ઉપકાર થાય તે ઉપકરણ, ધર્મ અનુષ્ઠાનને યોગ્ય બાહ્ય સાધન. જે સાધન મોક્ષમાર્ગ કે સંયમને અનુરૂપ ન હોય તેવાં સાધનો સાધુજનોએ ગ્રહણ ન કરવાં. |
ઉપકાર |
(આભાર) વ્યવહારમાર્ગમાં ઉપકારની અને અધ્યાત્મમાર્ગમાં સ્વઉપકારની મહત્તા છે. વ્યવહારમાર્ગમાં દાન દેવાથી પુણ્યનો સંચય થાય છે. તે સ્વઉપકાર છે. જેને દાન ગ્રહણ કર્યુ તેને પોતાને લાભ થાય છે તે પરઉપકાર છે. મહાપુરુષો ઉપકારનો બદલો ચાહતા નથી. તપાદિ આચરણથી જીવને કર્મન |
ઉપકારક્ષમા |
ઉપકાર કરનારા પુરુષો ક્રોધ કરે તો પણ આ પુરુષો ઉપકારી છે તેમ માની સમતા રાખવી. |
ઉપકૃત |
આભારી. |
ઉપકૃતિ |
ઉપકાર - આભાર. |
ઉપક્રમ |
જે વસ્તુને પોતાની સમીપ કરે છે તે ઉપક્રમ છે. અન્યની સહાય વડે થતાં કાર્યને ઉપક્રમ કહે છે. |
ઉપગૂહન |
ઢાંકવું, સમ્યગ્દૃષ્ટિ આત્મા અન્યના દોષને ઢાંકે છે, અને પોતાના ગુણને અપ્રગટ રાખે છે. નિýાયદૃષ્ટિથી જોતાં વ્યવહાર ઉપગૂહન ગુણની સહાયતાથી પોતાના નિર્દોષ નિરંજન સ્વરૂપને ઢાંકવાવાળાં રાગાદિ દોષોને સમ્યજ્ઞાનાદિ દ્વારા ઢાંકે, નાશ કરે. તે ઉપગૂહન. |
ઉપગ્રહ |
પ્રશંસનીય જ્ઞાનાદિમાં કોઈ દોષારોપણ કરવું. ક્લુષિત બુદ્ધિને કારણે યોગ્ય વસ્તુને અયોગ્ય રીતે જાહેર કરવી. નાનો ગ્રહ. |
ઉપઘાત |
નામકર્મની પ્રકૃતિ છે. જીવને પીડા કરવાવાળા અવયવો. જેવા કે મોટાં શીંગડાં, છઠ્ઠી આંગળી પીડાકારી છે. |
ઉપચય |
અધિકતા, વૃદ્ધિ થવી. |
ઉપચરિતકાળ |
જીવ-અજીવના વર્તના આદિ પર્યાયો સ્વતંત્ર છે, છતાં તેમાં કાળદ્રવ્યનો ઉપચાર કરવો. |
ઉપચરિતસ્વભાવ |
અત્યંત ભિન્ન પદાર્થને અભેદરૂપે ગ્રહણ કરે, જેમ કે મકાન, નગર, હાથી-ઘોડા મારા છે, તેમ કહેવું. |
ઉપચાર |
અન્ય વસ્તુના લક્ષણને પ્રયોજનવશ અન્ય વસ્તુમાં આરોપિત કરવી, જેમ કે વ્યવહારના પ્રયોજનવસ માટીના ઘડાને પાણીનો ઘડો કહેવો. સ્વજાતીય દ્રવ્યાદિમાં વિજાતિ દ્રવ્યાદિનો આરોપ કરવો. કારણમાં કાર્યનો આરોપ, જેમ કે અન્ન-ધન આદિ પ્રાણ છે. હિંસાદિ દુખ છે, અર્થાત્ દુખનું કાર |
ઉપદેશ |
બોધ, મોક્ષમાર્ગનો બોધ પરમાર્થથી પાત્ર જીવ માટે, વિનીત માટે, અત્યંત મહાન ઉપકારી છે. પ્રથમ મુનિધર્મનો, પછી શ્રાવકધર્મનો બોધ ગુરુજનો આપે છે. ધર્મઅનુષ્ઠાન કરવા, તપ અનુષ્ઠાન, સત્પાત્રદાન, જિનભક્તિ, મહાવ્રત, દેશવ્રત, હિતોપદેશ, તત્ત્વોપદેશ, આદિ બોધ ભૂમિકા પ્રમાણ |
ઉપધાતુ |
ઔદારિક શરીરમાં હાડમાંસ ઈત્યાદિ ધાતુ-ઉપધાતુ હોય. |
ઉપધાન |
નવકારાદિની સાધના માટે વિશિષ્ટ તપ. તે દિવસોમાં સાધુજીવન જેવી ચર્યા પાળવાની હોય છે. |
ઉપધિ |
અન્યના નિમિત્તે ગ્રહણ કરેલા પદાર્થો. ધન-ધન્યાદિ બાહ્ય ઉપધિ છે. ક્રોધાદિ આત્મભાવ અભ્યંતર ઉપધિ છે. સાધુસાધ્વીજનોનાં સંયમાદિ માટે રખાતાં વસ્ત્રાદિને, જરૂરિયાતના ઉપકરણોને ઉપધિ કહે છે. |
ઉપનય |
પક્ષ અને સાધનમાં દૃષ્ટાંતની સદૃશતા દેખાડવાને ઉપનય કહે છે. જેમ કે આ પર્વત પણ એવા જ ધુમાડાવાળો છે. |
ઉપનીતિ |
સંસ્કાર સંબંધી એક ગર્ભાન્વય ક્રિયા. |
ઉપપાદ જન્મ |
નારકીઓ તથા દેવોનો જન્મ ઉપપાદ કહેવાય. |
ઉપબૃંહણ |
(વૃદ્ધિ) ઉત્તમક્ષમાદિ ગુણો દ્વારા આત્મસ્વરૂપની - ધર્મની વૃદ્ધિ કરવી સમ્યગ્દર્શનાદિ ગુણોમાં દૃઢ રહેવું. ભાવની વૃદ્ધિ કરવી. |
ઉપભોગ |
જે વસ્તુ પુનઃ પુનઃ ભોગમાં આવે તે ઉપભોગ છે. જેમ કે સ્ત્રાળ, પુરુષ, ધન, ઘર વગેરે. આહારાદિ ભોગ છે. એક વાર લીધેલો પદાર્થ પુનઃ ગ્રહણ થતો નથી. |
ઉપમાન |
પ્રસિદ્ધ પદાર્થની તુલ્યતાથી સાધ્યના સાધનને કહેવું. |
ઉપમિતિભવ પ્રપંચ કથા |
શ્વેતાંબર આચાર્ય સિદ્ધર્ષિશ્રી દ્વારા રચિત ગ્રંથ. જેમાં સંસારમાં જીવને લાગેલા કર્મની દરેક પ્રકૃતિનું પાત્રથી રૂપક આપી તેનો પ્રભાવ બતાવ્યો છે, જેમાં મોહ - કુમતિ જેવાની વિશેષતા બોધરૂપે બતાવી છે, તેની સામે જ્ઞાનાદિ વડે મોહ કેવી રીતે જીતાય છે તે બતાવ્યું છે. |
ઉપયોગ |
આત્માના (ચેતનાની પરિણતિ) લક્ષણને ઉપયોગ કહે છે. આત્માનો ગુણ ચેતના, તેના દર્સનજ્ઞાન બે ઉપયોગ છે. દર્શન અંતઃચેતનાનો સામાન્ય પ્રતિભાસ, નિર્વિકલ્પ છે. જ્ઞાન પદાર્થોને વિશેષપણે ગ્રહણ કરે છે. સવિકલ્પ છે. ઉપયોગ શુભાશુભ પદાર્થોનો આશ્રય કરે છે ત્યારે શુભાશુભ વિકલ્પ |
ઉપરતિ |
વૈરાગ્ય |
ઉપરિભાગવર્તી |
ઉપરના માળે રહેનાર. |
ઉપલબ્ધિ |
પદાર્થના તથા મતિજ્ઞાનના ક્ષપોયશમના નિમિત્તથી ઉત્પન્ન થતી વિશેષ - તકાદાર પરિણત જ્ઞાનશક્તિ. ચેતના, અનુભૂતિ. ઉપલબ્ધિ એ કાર્ય છે. અતીદ્રિયજ્ઞાન દ્રારા અંતરંગ પદાર્થના, અંતરાત્માના પ્રત્યક્ષ અનુભવને ઉપલબ્ધિ કહેવાય છે. |
ઉપવનભૂમિ |
સમવસરણની ચોથી ભૂમિ. |
ઉપવાસ |
અમુક દિવસ સુધી ચારે આહારનો ત્યાગ કરવો. |
ઉપશમ |
કષાયોનું શાંત થવું કે દબાવું. |
ઉપશમ ચારિત્ર |
ઔપશમિક ભાવના બે ભેદ 1. દર્શનમોહના ઉપશમથી, ઉપશમ સમ્યક્ત્વ. 2. ચારિત્રમોહના ઉપશમથી ઉપશમ ચારિત્ર. |
ઉપશમના |
બાંધેલા કર્મ ઉદયમાં ન આવે તેમ દબાવી રાખવા. |
ઉપશમ શ્રેણી |
ચારિત્રમોહનીય પ્રકૃતિને દબાવતો ચઢે. ક્ષાયિક સમ્યગ્દૃષ્ટિ બંને શ્રેણી ચઢે છે. ક્ષયોપશમવાળો ઉપશમ શ્રેણી ચઢે છે. ક્ષયોપશમવાળો ઉપશમ શ્રેણી ચઢે છે. તેમાં આઠ, નવ, દસ અને અગિયારનું ચાર ગુણસ્થાન છે. ઉપશમ શ્રેણીવાળો અગિયાર ગુણસ્થાનથી પાછો ફરે છે. |
ઉપશમ સમ્યક્ત્વ |
વિશેષ પુરુષાર્થ વડે કર્મોનો ઉદયને સવિશેષ મોહજન્ય પરિણામોને રોકવા. ત્યારે કર્મોનો અભાવ થતાં એટલો સમય જીવના પરિણામ અત્યંત શુદ્ધ હોય પરંતુ તેનો (અંતર્મુહૂર્તનો) સમય પૂરો થતા જીવના પરિણામ પુનઃચલિત થાય છે. કર્મોનું દબાવું કે શાંત થવું ઉપશમ છે અને તેના કારણે ઉત |
ઉપશમાક |
જે જીવ કર્મોના ઉપશમનમાં પ્રવૃત્ત છે તે. |
ઉપશાંત કર્મ |
જે કર્મ ઉદયાવલીમાં આવવા સમર્થ નથી તે. |
ઉપશાંત કષાય |
જેનું મોહકર્મ સર્વથા ઉપશાંત થયું છે તે અગિયારમા ગુણસ્થાનવર્તી જીવ અત્યંત નિર્મળ પરિણામવાળો હોય, ચારિત્રમોહની અપેક્ષાએ ઔપશમિક ભાવ અને સમ્યગ્દર્શનની અપેક્ષાએ ઔપશમિક તથા ક્ષાયિકભાવ હોય છે. |
ઉપશાંત મોહ ગુણસ્થાનક |
અગ્યારમું ગુણસ્થાનક છે સર્વથા મોહ જેનો ઉપશમી ગયો છે તેવો અત્મા. મોહનીયકર્મને દબાવતો ચઢે છે. તેથી આ ગુણસ્થાનકેથી અંતર્મુહૂર્તમાં પાછો પડે છે. |
ઉપષ્ટમ્બ |
આલંબન ટેકો, સાધન વિશેષ. |
ઉપસર્ગ |
મુનિજનોને તિર્યંચ, મનુષ્ય અને દેવો દ્વારા વિપરીત તાડનપીડન થાય તે. છદ્મસ્થદશામાં તીર્થંકરોને પણ ઉપસર્ગ થાય છે. |
ઉપસ્થ |
જનનેદ્રિય - પુરુષલિંગ. |
ઉપાદાન |
વસ્તુની નિજ શક્તિ. જીવના પરિણામ ક્ષણિક ઉપાદાન છે. જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે તે ઉપાદાન. ગુણ શાશ્વત ઉપાદાન છે. નિમિત અને ઉપાદાનની ગૌણતા - મુખ્યતા હોય છે. જેમાં કાર્ય બને છે તે ઉપાદાન છે. તેમાં જે કારણ બને તે ઉપાદેય. |
ઉપાદાનકારણ |
જે કારણ પોતે કાર્યરૂપે બને તે. જેમ કે ઘડામાં માટી. વસ્ત્રમાં તન્તુ (તાર). |
ઉપાદેય |
આદરવા લાયક, પ્રાપ્ત કરવા લાયક. |
ઉપાધિ |
દેખાતી વસ્તુમાં જે ધર્મ (લક્ષણ) સ્વયં રહીને તેને અનેક વસ્તુઓથી જુદો કરે, તે ધર્મ ઉપાધિ છે. સંસારમાં બાહ્ય સંયોગો વડે જે ચિંતા-ભય થાય તે ઉપાધિ. |
ઉપાધ્યાય |
નવકારમંત્રનું ચોથું પદ છે. નમો ઉવજ્]ાયાણં. રત્નત્રયના આરાધક જિનેશ્વરે કહેલા તત્ત્વોને, શાસ્ત્રાેને ભણે અને ભણાવે. મોક્ષમાર્ગમાં સ્થિર છે. મુનિચર્યામાં પ્રવૃત્ત છે. 25 ગુણોના ધારક છે. 11 અંગ, બાર ઉપાંગના ઉપાસક (અથવા 14 પૂર્વ) ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું |
ઉપાય વિચય - અપાયવિચય |
ધર્મધ્યાનનો બીજો પ્રકાર, પાપ પ્રવૃત્તિ શું છે તેના વડે જીવો દુખ પામે છે, તેવી પ્રવૃત્તિથી મુક્ત થવાનું નિરંતર ચિંતન. |
ઉપાલમ્ભ |
અન્ય વ્યક્તિને રાગ કે દ્વેષથી કટાક્ષ કરવો કે આરોપ મૂકવો. |
ઉપાશ્રય |
ધર્મક્રિયા કે વ્યાખ્યાન કરવા આદિ માટેનું શુભસ્થાન. |
ઉપાસકાચાર |
શ્રાવકાચાર. |
ઉપાસકાધ્યયન |
દ્રવ્યશ્રુતનું સાતમું અંગ. |
ઉપાસના |
નિકાંક્ષભાવે, શુદ્ધાત્મભાવના વડે અંગત આરાધના કરવી. કે ગુરુની સેવા કરવી. |
ઉપેક્ષા |
અપરાધી પ્રત્યે અભાવ ન કરવો. મધ્યસ્થભાવ, સમતા, સામ્ય, અસ્પૃહા, શાંત રહેવું વગેરે. |
ઉપોદ્ઘાત |
ઉપક્રમ, પુસ્તકના પ્રારંભમાં લેખક દ્વારા પ્રાસંગિક નિવેદન. |
ઉભય |
બન્ને વસ્તુ જણાવે. |
ઉભયદૂષણ |
બે વસ્તુના, પદાર્થનો પરસ્પર માન્યતાનો વિરોધ. |
ઉભયશુદ્ધિ |
સૂત્ર અને અર્થનો શુદ્ધ ઉચ્ચારવડે અભ્યાસ. |
ઉભયાત્મક સ્વરૂપ |
બંને ધર્મોયુક્ત સ્વરૂપ. જેમકે નિત્યા-નિત્ય, ભિન્નાભિન્ન, સામાન્ય - વિશેષ. |
ઉમાસ્વામી |
તત્ત્વાર્થ સૂત્રના રચયિતા, શ્વેતાંબર, દિગંબર બંને આમ્નાયને માન્ય આચાર્ય છે. (ઉમાસ્વાતિ) |
ઉપપરિસર્પ |
પેટે ચાલનાર જીવો. જેમ કે સર્પ, અજગર, નોળિયો. |
ઉરસ્થ |
છાતી ઉપર રહેલા સ્તન આદિ ભાગ. |
ઉર્ણયોગ |
પ્રતિક્રમણ ચૈત્યવંદનાદિનાં સૂત્રો અતિશય સ્પષ્ટ બોલવાં. |
ઉવવુહ |
ગુણીના ગુણોની પ્રશંસા કરી પ્રેરણા કરવી. |
ઉષ્ણ પરીષહ |
મુનિજનો ગ્રીષ્મ ઋતુમાં ગરમીને દરેક પ્રકારે ચારિત્રની શુદ્ધિ માટે સહન કરે તે. |
ઉષ્ણયોનિ |
જન્મસ્થાનરૂપ યોનિનો એક પ્રકાર. |
ઊર્ધ્વગતિ |
જીવ તથા પુદ્ગલનું ઊર્ધ્વગમન સવિશેષ જીવનો એક ગુણ. |
ઊર્ધ્વતા સામાન્ય |
કાળક્રમે થતાં ભિન્નભિન્ન પર્યાયોમાં દ્રવ્યની એકતા બુદ્ધિ. |
ઊર્ધ્વલોક |
સ્વર્ગલોક. મેરુપર્વતના ઉપરના લોકાગ્ર પ્રર્યંતનો ઊર્ધ્વલોક. |
ઊલુક |
ઘુવડ, પક્ષીવિશેષ જે સૂર્યના પ્રકાશમાં જોઈ ન શકે. |
ઊહા |
ઈહા, ઊહાપોહ, જિજ્ઞાસા, વિચારણા, તર્ક, પરીક્ષા વગેરે. |
ઊહાપોહઃ |
ચર્ચા - તર્ક અને પ્રતિતર્ક. |
ઋગ્વેદ |
બ્રાહ્મણોના ચાર વેદોમાંનો એક વેદ. |
ઋજુગતિ |
જન્માંતરે જતાં આકાશશ્રેણીએ થતી સરળગતિ. |
ઋજુણ |
કોઈના ઉપકારનો ભાવ. |
ઋજુતા |
સરળતા, માયારહિતતા. |
ઋજુદ્ધિ |
વિશેષ તપýારણના પ્રભાવથી કોઈક યોગીજનોને કંઈક ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. તેના ઘણા ભેદ છે. જેમકે ઉપદેશ દ્વારા એક પદને પ્રાપ્ત કરી સંપૂર્ણ શ્રુતને ધારણ કરે. વાદવિવાદમાં જીત થાય. ઈદ્રિયજનિત જ્ઞાનની વિશિષ્ટ શક્તિ. અતિસૂક્ષ્મ શરીર કરવું અણિમા તે ઋદ્ધિ. મહિ |
ઋજુમતિ |
મનઃપર્યવજ્ઞાનનો એક ભેદ. |
ઋજુસૂત્રનય |
સાત નયમાંથી ચોથો પ્રકાર, ભૂત-ભાવિની અપેક્ષા રહિત વર્તમાન પર્યાયને ગ્રહણ કરે. |
ઋઢિ |
પરંપરાગત પ્રણાલિકા. |
ઋણ |
દેવું. |
ઋણમુક્ત |
અન્યના દેવાથી છૂટો થયેલો. |
ઋણાનુબંધ |
પૂર્વના કર્મણા લીધે થયેલો સંબંધ. |
ઋદ્ધિગૌરવ |
અનેક પ્રકારની ઋદ્ધિમાં લોલુપ થવું. અહંકાર થવો, જેમાં ભયંકર અહિત છે. |
ઋદ્ધિમદ |
સાધનસંપન્નતાની કે જડ પૌદ્ગલિક સામગ્રીના નિમિત્તે અહંકાર થવો. |
ઋષભ |
સપ્તક સ્વરનો એક પ્રકાર. |
ઋષભનાથ |
વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર. |
ઋષભનારાચ સંઘયણ |
શરીરના હાડકાની મજબૂતાઈ એવી હોય કે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયા હોય, ઉપર પાટો લપેટયો હોય. |
ઋષભરૂપ |
બળદનું રૂપ, જે રૂપ કરીને ઈદ્ર મહારાજા મેરુપર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક કરે. |
ઋષિ |
મુનિ, અધ્યાત્મી મહાત્મા, યોગી. |
ઋષિભાસિત |
ઋષિઓએ કહેલું. |
ઋષિમંડલ યંત્ર |
ઋષિમંડલ સ્તોત્ર મંત્રના વિધિ માટેનું યંત્ર. |
એકત્વ |
અનેક લક્ષણ સ્વભાવનું ભળીને એક થવું, અન્યોન્યમાં ભળવું. ચેતનાનું પુદ્ગલના નિમિત્તમાં ભળવું. |
એકત્વભાવના - અનુપ્રેક્ષાઃ |
બાર ભાવનાની એક ભાવના. હું એકલો આવ્યો હતો એકલો જવાનો છું. તેમ મમત્વના ત્યાગ માટેની ભાવના. |
એકત્વ વિતર્ક સુવિચાર |
શુકલધ્યાનનો બીજો ભેદ. કોઈ પણ એક દ્રવ્યગુણ-પર્યાયના વિચારમાં સ્થિર થવું પણ વિષયાંતર ન થવું તે. |
એકદેશ |
અલ્પતા સૂચક. |
એકમના |
એક મનવાળા, સંપીલા. |
એકલ આહારી |
પદાચારી સંઘમાં છ `રી' પાળવાનું એક અંગ, એકાસણું કરવું તે. |
એકલઠાણું |
એક સમય ભોજન લેવાનું ત્યારે હાથ સિવાયનાં અંગો હલાવવાં નહિ. |
એકલવિહાર |
જે મુનિ એકલા વિહાર કરે તે. |
એકસિદ્ધ |
સિદ્ધોના પંદર ભેદમાંથી એક ભેદ. જે મોક્ષે જાય ત્યારે તે એકલા જ નિર્વાણ પામ્યા હોય. |
એક ક્ષેત્રવર્તી |
એક ક્ષેત્રમાં રહેનારા. મોક્ષમાં અનંતા જીવો એક જ ક્ષેત્રમાં રહે છે. તેમની અવગાહનામાં ફરક છે. |
એકાકીવિહાર |
આચાર્યને યોગ્ય નિષ્પત્તિ થયા પછી તેને ગચ્છનો ભાર સોંપી ભક્ત પરીજ્ઞાદિ મરણ માટે પોતે એકલા વિચરવું. |
એકાગ્ર ચિંતા નિરોધ |
(અગ્ર - લક્ષ્ય) ચિંતા, અંતઃકરણની પ્રવૃત્તિ. અનેક પદાર્થોના સંયોગ અવલંબનથી ચિત્ત પરિસ્પંદન થાય તેને અનેક વિષયોમાંથી પાછું વાળી એક અગ્ર - વિશેષ વિષયમાં જોડવું. આત્માને લક્ષ્ય બનાવીને બહારના પદાર્થોમાં ભટકતી વૃત્તિને આત્મામાં સ્થિર કરવી. તેને ધ્યાન કહેવાય છે |
એકાંત |
કોઈ પદાર્થના અમુક અંગ પ્રકારને જાણીને તેને પૂર્ણ માનવું. તેમાં રહેલા અન્ય પ્રકારનો નિષેધ કરવો. તેમાં દૃષ્ટિની સંકુચિતતા, રાગદ્વેષની પુષ્ટિ, વિશાળતાનો છેદ વગેરે દોષોને કારણે તે મોક્ષમાર્ગમાં એકાંત અનિષ્ટકારી છે. વસ્તુ અનેક ધર્માત્મક છે તેનું યોગ્ય નિરૂપણ ન |
સમ્યગ્ એકાંત |
વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, તેમાં રહેલા ધર્મને અન્ય ધર્મનો નિષેધ ન કરતાં તે વિષયને માને તે સ્વીકાર્ય હોય. |
મિથ્યા એકાંત |
પદાર્થોના એક પ્રકારનો નિýાય કરી અન્ય ધર્મનોö પ્રકારનો એકાંતે નિષેધ. આવા એકાંતથી નિવૃત્ત થવું. |
એકાંતિક |
નિયમથી એકાંત પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો. જેમ કે આત્માને એકાંતે શુદ્ધ માનવો. |
એકેદ્રિય |
(જીવ) જે સંસારી જીવને સ્પર્શ ઈદ્રિય છે. પૃથ્વીકાય, અપકાય (જળ) તેઉકાય (અગ્નિ) વાઉકાય (વાયુ) વનસ્પતિકાય. તેના અંતરગત ઘણા ભેદ છે. |
એકેદ્રિય જાતિ |
એકેદ્રિયપણું, તે નામકર્મની પ્રકૃતિ. |
એલાચાર્ય |
ઉપ-આચાર્ય. |
એવકાર |
નિýાયપૂર્વક વાત કરવી. |
એવંભૂત નય |
સાત નયમાંથી સાતમો નય. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય તે ક્રિયારૂપ પરિણમેલ પદાર્થને ગ્રહણ કરે. પૂજારી પૂજા કરતી વખતે પૂજારી કહેવાય તે પ્રકારે. |
એષણા |
આહારનો દોષ, તેને નિવારવા એષણા સમિતિ. |
લોકેષણા |
લોકમાં પ્રશંસનીય થવું. - વિત્તેષણા ધનાદિના ઉપાર્જનનો લોભ. |
પુત્રેષણા |
સંતાનપ્રાપ્તિની ]ંખના. (વૃત્તિ) |
એષણાસમિતિ |
નિર્દોષ આહાર લેવો. બેંતાલીસ દોષરહિત ગોચરીની પ્રાપ્તિ. |
ઐત્તિહ્ય |
ઈતિહાસ. |
ઐરાવણ - ઐરાવત |
સૌધર્મ ઈદ્રનો હાથી (વાહન) અત્યંત સુંદર અને શક્તિમાન. |
ઐરાવતક્ષેત્ર |
એક કર્મભૂમિ, પાંચ ઐરાવત ભરતભૂમિ જેવા છે. |
ઐલક |
અગિયારમી પ્રતિમાના ધારક. એક વસ્ત્ર કે કોપીન ધારક, ઉત્તમ શ્રાવક. કેશ લોચ કરે. કમંડલધારક હોય. ગ્રંથ આદિ ઉપકરણ ધારણ કરે. સાવદ્ય કારણભૂત પદાર્થોના ત્યાગી. તેમની ચર્યા લગભગ મુનિજનો જેવી અને કઠિન તપાદિને ધારણ કરવાની હોય. તેઓ મુનિજનોના સહવાસમાં રહે છે. |
ઐશ્વર્યમદ |
પોતાની પૌદ્ગલિક શક્તિઓનો અહંકાર. |
ઐહિક |
આ લોક સંબંધી. |
ઐહિકફલાનપેક્ષા |
દાતાર દાનના બદલામાં કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા ન રાખે. |
ઐહિકભય |
આ ભવ સંબંધી ભય. રાજાનો દંડ, કારાવાસ, લોકનિંદા. માલમિલકત લૂંટાઈ જવાનો વગેરે. |
ઓઘ |
સમૂહ સામાન્ય વર્ગ. ભેગું મળવું. |
ઓઘશક્તિ |
દૂરના કારણમાં રહેલી શક્તિ, જેમ ગાય ઘાસ ખાય અને અનુક્રમે ઘી પેદા થાય તેમ. |
ઓઘસંજ્ઞા |
સમજ વગરની સંજ્ઞા, જેમ વેલડીઓ ભીંત પર વળે તેમ. |
ઓજ |
ઔદારિક શરીરમાં શુક્રનામની ધાતુ. |
ઓથ |
છાયા, આશ્રય, આધાર, આલંબન. |
ઓદન |
ભાત તથા રાંધેલા આહાર. |
ઓજાહાર |
જીવની નવા શરીરની રચના - પર્યાપ્તિ સમયે યોનિમાં જે પુદ્ગલો ગ્રહણ કરે તે. અર્થાત્ જન્મ લેતા સર્વ જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે તૈજસ કાર્મણ શરીરથી જે આહાર ગ્રહણ કરે તે. |
ઓદ્રાવણ |
જીવનું ઉપદ્રવણ કરવું. |
ઓમ્ |
ઁ઼ ઃ આ એક અક્ષર પંચ પરમેષ્ઠિના આદિ શબ્દોનો છે. અરિહંતનો `અ' |
સિદ્ધ |
અશરીરીનો `અ' આચાર્યોનો `આ', ઉપાધ્યાયનો `ઉ' (સાધુ) - મુનિનો `મ્'. અ અ આ ઉ મ = ઓમ્. તે પ્રણવમંત્ર છે. તેનું ધ્યાન કરવામાં આવે છે. ઓમ્ ત્રણે લોકનું પ્રતીક છે. તેને અંકિત કરતી આકૃતિમાં ત્રણે લોક દર્શાવેલા છે. અધોલોકનો `અ' ઊર્ધ્વલોકનો ઉ, મધ્યલોકનો મ્. અ+ઉ+મ ઓમ |
ઓળંબડો |
ઉપાલંભ, ઠપકો, મીઠો આરોપ. |
ઓંકાર મુદ્રા |
અનામિકા, કનિષ્ઠા અને અંગૂઠાથી નાકને પકડવું. |
ઔચિત્ય |
ઉચિત લાગે તેવું, યોગ્ય વર્તન, શ્રાવકનો ગુણ છે. |
ઔત્પાતિકીબુદ્ધિ |
અકસ્માત થનારી બુદ્ધિ. તત્કાલ જવાબ આપી શકે. |
ઔત્સુક્ય |
ઉત્સુકતા -આતુરતા. |
ઔદયિકભાવ |
ઉદય કર્મના નિમિત્તે થતો આત્મપરિણામ. આત્મભાવ, તે ચાર ગતિ, ચાર કષાય, ત્રણલિંગ-(વેદ) મિથ્યાદર્શન, અજ્ઞાન, અસિદ્ધત્વ (સંસારી) છ લેશ્યારૂપે છે. |
ઔદારિક વર્ગણા |
ઔદારિક શરીર બનાવવા યોગ્ય પુદ્ગલો. તિર્યંચ તથા મનુષ્યોના ઈદ્રિય ગોચર. સ્થૂલ (ઉદાર) શરીરને ઐદારિક શરીર કહે છે. અર્થાત્ સમૂર્ચ્છન અને ગર્ભજ જન્મથી ઉત્પન્ન થતા શરીર ઔદારિક છે. જીવ નવીન શરીરના પુદ્ગલો કાર્મણકાય યોગની સહાયથી ગ્રહણ કરે છે. તે ખલ-રસરૂપે તેજસ શરીર |
ઔદાર્ય ચિંતામણિ |
દિ.આ. કૃત પ્રાકૃત વ્યાકરણ. |
ઔદાસિન્યતા |
ઉદાસપણું, રાગદ્વેષ રહિત દશા. |
ઔદ્દેશિક |
સાધુ સાધ્વીજનોનો આહારનો એક દોષ. |
ઔપચારિક |
ઉપચાર પૂરતું જ. |
ઔપપાતિક જન્મ |
નારક તથા દેવોનો ઉપપાત જન્મનો પ્રકાર. |
ઔપશમિક ચારિત્ર |
મોહનીયકર્મના ઉપશમથી આત્મામાં પ્રગટ થતું ક્ષમા નમ્રતા સરળતા આદિ ગુણોવાળું ચારિત્ર. |
ઔપશમિકભાવ |
ઉપશમ સમ્યક્ત્વથી ઉત્પન્ન થતો ભાવ, દર્શન તથા ચારિત્ર મોહનીયના કર્મોના દબાવથી થતો ભાવ. |
ઔપશમિક સમ્યક્ત્વ |
દર્શન-મોહનીયની ત્રણ અને અનંતાનુબંધી કષાયની ચાર એ સાત પ્રકૃતિના ઉપશમથી આત્મામાં પ્રગટ થતી તત્ત્વરૂચિ.ઔષધ દવા, ઓસડ, શરીરના રોગ મટાડવાનો પદાર્થ. નિમિત્ત છે. |
કચવાટ |
ખેદ કરવો. મનદુખ થવું. ઈચ્છા ન થવી. |
કચ્છ |
ગુજરાતનો એક ભાગ. મહાવિદેહક્ષેત્રમાં આવેલી 32 વિજયોમાંથી પ્રથમ વિજય. |
કટક |
ચટ્ટાઈ, વાંસની પટીઓમાંથી બનતાં બેસવા - સૂવાનાં સાધન. બેસવાના સાધનને કટાસણું કહેવાય. કટક સૈન્ય સૂચક છે. ઓરિસાની રાજધાની. |
કટકુટી |
સાદડી ]ાંપડી. સૂર્યના તડકાનું આવરણ. |
કટુ |
કડવું. જેની વાણી અનિષ્ટ હોય તે કટુવાણી. |
કણાદ |
કણાદ ઋષિનો અજ્ઞાનવાદ. |
કણ્વ |
અજ્ઞાનવાદી. |
કથંચિત |
પરસ્પર અપેક્ષાયુક્ત કથન. અમુક અપેક્ષાએ આમ છે. |
કથા |
મોક્ષને પ્રયોજનભૂત ધર્માદિનું કથન, કથા કહેવી. સત્કથા (ધર્મકથા) જેમાં ધર્મની વિશેષતાનું કથન, મહાપુરુષોના જીવનના પ્રસંગો હોય તે સત્કથા કે ધર્મકથા. |
વિકથા |
પાપહેતુભૂત સ્ત્રાળ-પુરુષ આદિ કથા. રાજકથા, સંપૂર્ણ દેશકથા, ભોજન કથા. |
ધર્મકથાના પ્રકાર |
: |
કથાનુયોગ |
ચાર અનુયોગમાંનો એક, જેમાં પૂર્વે થઈ ગયેલ મહાન આત્માઓનાં જીવનચરિત્ર - કથા હોય. |
કદંબ |
એક પુષ્પનું નામ. |
કદાચિત્ |
ક્યારેક બને તે. વિવક્ષિત કાળે. |
કનકાચલ |
મેરુપર્વતનું ઉપનામ. |
કપટ |
માયા. હૈયામાં કંઈક; હોઠે કંઈ એવા ભાવ. છેતરપિંડી. |
કપાટ સમુદ્ઘાત |
કેવળી સમુદ્ઘાતનો એક પ્રકાર. કમાડ-બારણા જેવો આકાર. |
કપિત્થ મુષ્ટિ |
કાયોત્સર્ગનો એક અતિચાર. કોઠા નામનું ફૂલવિશેષ. |
કપિલ |
સાંખ્યદર્શનના ગુરુ. જૈન દર્શનમાં કપિલ કેવળી થઈગયા. |
કપોલકલ્પિત |
મનમાં આવે તેવું, કાલ્પનિક. |
કમલ |
લોકની રચનામાં પ્રત્યેક વાવડીમાં કમલાકાર દ્વીપ છે. તેમાં દેવીઓ અને તેમનો પરિવાર વાસ કરેછે. એક સુંદર પુષ્પ છે. કાદવમાંથી ઉત્પન્ન થાય છે તેથી અપેક્ષાએ પૃથ્વીકાય છે. |
કમલાંગ |
કાળનું એક પ્રમાણ. |
કમ્મપયડી |
શ્વે. શ્રી શિવશર્મસૂરિકૃત કર્મસંબંધી વર્ણનનો મહાગ્રંથ અથવા કર્મપ્રકૃતિ. |
કરણ |
પરિણામ, સાધન. અધ્યવસાય. જીવના શુભાશુભ પરિણામોને કરણની સંજ્ઞા છે. તેના દશકરણ ભેદ છે. બંધ, ઉત્કર્ષણ, સંક્રમણ, અપકર્ષણ, ઉદ્દીરણા, સત્ત્વ, ઉદય, ઉપશમ, નિધત્ત, નિકાચિત. યથાપ્રવૃત્તકરણ, (અધઃકરણ) અનિવૃત્તિકરણ, અંતરકરણ આ ત્રણ પ્રકારની વિશુદ્ધિઓ તે સમ્યક્ત્વ પ્રાપ્ |
કરણપર્યાપ્તા |
ઈદ્રિયોની પર્યાપ્તિ પૂર્ણ કરવાનું કામ જે જીવોએ કર્યુ છે. |
કરણલબ્ધિ |
કર્મોનો ક્ષયોપશમ થયા પછી પાંચમી લબ્ધિ છે. ત્યારપછી જીવને અપૂર્વકરણ થાય છે. |
કરણ સિત્તરિ |
સાધુસાધ્વીજનોને સંયમ માટે ખાસ પ્રસંગે કરાતી ક્રિયા. |
કરણાનુયોગ |
ચાર અનુયોગમાંથી બીજો અનુયોગ. |
કરુણા |
દયા, અનુકંપા, જીવનો ગુણ છે.ધર્મનું મૂળ છે. સમ્યક્ત્વનું અનુકંપારૂપ લક્ષણ છે. મૈત્રી આદિ ભાવનામાં ત્રીજી ભાવના છે. નિýાયદૃષ્ટિથી વૈરાગ્ય કરુણા છે. |
કરોતિ |
ક્રિયા-કર્મ, પરિણમિત થવાવાળી જે પરિણતિ તે દ્રવ્યમાત્રની ક્રિયા છે. |
કર્ણેદ્રિય |
શ્રવણ ઈદ્રિય. |
કર્તા |
વ્યવહારથી વિભાવ - અજ્ઞાનદશામાં જીવ દ્રવ્ય અને ભાવકર્મનો કર્તા છે. નિશ્ચયથી પોતાના પરિણામોનો કર્તા છે. પરપદાર્થના નિમિત્તની અપેક્ષાએ પરપદાર્થોનો કર્તા છે. શુદ્ધ નિýાનયથી આત્મા સ્વભાવથી સ્વરૂપ-આનંદનો કર્તા છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું સુખદુખાદિમાં નિમિત્ત બ |
કર્તાવાદ |
ઈશ્વર કર્તાવાદમાં આ જગતના કર્તા ઈશ્વર છે. |
કર્તૃત્વ |
કર્તાપણાનો ભાવ-બુદ્ધિ. |
કર્મ |
(ક્રિયા) મિથ્યાત્વાદિ હેતુઓ વડે જે કરાય તે, આત્માના ગુણોને ઢાંકે તે. જીવની સાથે બંધાતા વિશેષજાતિના પુદ્ગલ સ્કંધો - કાર્મણવર્ગણા તે કર્મ. મન, વચન, કાયા દ્વારા જે ક્રિયા થાય છે તે કર્મ. તે દ્વારા કાર્મણ વર્ગણાનું બંધાવું તે દ્રવ્યકર્મ, તે નિમિત્તોથી શુભાશુભ |
કર્મચેતના |
દ્રવ્ય કર્મના નિમિત્તથી ઊપજતા ભાવપરિણામ. કર્મફળ સાથે ચેતનાનું જોડાવું. |
કર્મત્વ |
પ્રત્યેક કર્મમાં રહેલો સામાન્ય કે નિત્ય ધર્મ. |
કર્મપ્રકૃતિ |
બંધાયેલું કર્મ ઉદય વખતે કેવું ફળ આપશે, (તેવો સ્વભાવ) તે જ્ઞાનાવરણ ઈત્યાદિ પ્રકૃતિ કર્મનો ફળ આપવાનો સ્વભાવ. |
કર્મ પ્રવાદ |
શ્રુતજ્ઞાનનું સાતમું પર્વ. |
કર્મ પ્રાભૃતટીકા |
દિ. આ. કૃત કર્મ સિદ્ધાંત વિષયક ગ્રંથ. |
કર્મફળ |
ઉદયમાન કર્મ, કર્મનો વિપાક, પરિણામ. |
કર્મફળ ચેતના |
કર્મના ફળ વિપાક થયા પછી સુખદુખનો અનુભવ થવો તે. |
કર્મભૂમિ |
જ્યાં અસિ, (શસ્ત્ર) મસી (લેખન) કૃષિ (ખેતીવાડી) જેવો વ્યવહાર હોય. પરિશ્રમપૂર્વક જીવનનિર્વાહ બને, તેવી પંદર કર્મભૂમિ છે. |
કર્મભૂમિજન્ય |
કર્મભૂમિમાં જન્મેલા 24 તીર્થંકર આદિ ત્રિશષ્ટિ શલાકા પુરુષો કર્મજન્યભૂમિમાં જ હોય. |
કર્મવિપાક |
પ્રથમ કર્મગ્રંથનું નામ છે. બાંધેલા કર્મ કેવાં ફળ આપે તેનું વર્ણન છે. કર્મનો ઉદય. |
કર્મશક્તિ |
આત્માની અવસ્થામાં કર્મનો પ્રભાવ. |
કર્મસ્તવ |
શ્વે. આ. દેવચંદ્રજી રચિત કર્મ સિદ્ધાંતનો શ્વેતાંબરીય ગ્રંથ. |
કર્માકૃતાવસ્થા |
જ્ઞાનાવરણાદિ કર્મો વડે થયેલી આત્માની અવસ્થા. |
કલહ |
ક્રોધાદિકને વશ અન્યને વચન દ્વારા સંતાપ પેદા કરવો. કડવાશ. વેર]ેર. |
કલા |
કાળનું એક પ્રમાણ. |
કલિકલહ |
કલિયુગમાં થતાં કજિયા અને સંઘર્ષ. |
કલિકાલસર્વજ્ઞ |
કલિયુગમાં કાળ પ્રમાણે ધર્મનો બોધ આપે, શાસ્ત્રાર્થમાં જાણે સર્વજ્ઞ જેવા હોય. હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ કહેવાતા. |
કલિકાળ |
કલિયુગ. |
ક્લુષતા |
ક્લેશસહિત, કાલુષ્ય, તુચ્છ. |
ક્લેવર |
એક ગ્રહ, નિર્જીવ શરીર. |
કલ્કી |
નામના રાજાએ જૈનયતિઓ પર અત્યાચાર કર્યો હતો. કોઈ અસુર દેવે તેને મારી નાખ્યો હતો. પંચમકાળમાં ઘણાં કલ્કી તથા ઉપકલ્કી થશે. તે કાળમાં ચતુર્વિઘસંઘ ક્ષીણ થશે. છઠ્ઠા આરાનો પ્રારંભ થશે. |
કલ્પ |
સાધુચર્યાનો આચાર. નાના-મોટાની મર્યાદાનો વિવેક ચાતુર્માસની સ્થિરતાનો એક કલ્પ અને શેષ આઠ માસના દરેક માસે વિહાર સ્થાનાંતર કુલ નવ કલ્પ. તે ઉપરાંત જિનકલ્પ, સ્થવિરકલ્પ, મહાકલ્પ આદિ. શ્રુતજ્ઞાનનો અગિયારમો અંગબાહ્ય એક કલ્પ કહેવાય છે. |
કલ્પદ્રુમ |
કલ્પતરુ - કલ્પલતા. |
કલ્પભૂમિ |
સમવસરણની છઠ્ઠી ભૂમિ. |
કલ્પવૃક્ષ |
યુગલિક ક્ષેત્ર તથા કાળમાં કલ્પવૃક્ષ હોય છે. તે કાળમાં ખેતી જેવો વ્યવહાર નથી. કલ્પવૃક્ષો યુગલિક માનવોના જીવનની જરૂરિયાત પૂરી કરે. તેથી ઈચ્છિત ફલ આપનાર વૃક્ષ કહેવાય છે. |
કલ્પવ્યવહાર |
શ્રુતજ્ઞાનનું નવમું અંગબાહ્ય, કલ્પાકલ્પ. |
કલ્પસૂત્ર |
શ્વે. જૈનદર્શનનું મહાન શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવનચરિત્રોનું કથન છે. |
કલ્પાતીત દેવ |
દેવલોકમાં સ્વામી સેવકના આચારરહિત દેવલોક (કલ્પોપન્ન). |
કલ્પાન્તકાલ |
કળિયુગનો અંતિમ પ્રલયકાળ, સર્વથી જઘન્ય કાળ. |
કલ્યાણ |
શ્રુતજ્ઞાનનું દસમું પૂર્વ. |
કલ્યાણક |
જૈનદર્શનમાં તીર્થંકર નામકર્મના યોગે પાંચ વિશિષ્ટ પ્રસંગોનો દેવો - માનવો દ્વારા મનાતો મહોત્સવ. તે જગતના જીવો માટે કલ્યાણકારી છે. તીર્થંકર નામકર્મનો પુણ્યાતિશય હોવાથી કલ્યાણકો તીર્થંકરના જ હોય. 1. ચ્યવન કલ્યાણક (દેવલોકમાંથી ચ્યવન થવું, ગર્ભધારણકાલ). 2. જન્મ |
કલ્યાણમંદિરસ્તોત્ર |
શ્વેતાંબરાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર રચિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર. |
કલ્લોલ |
પાણીના તરંગો, દરિયાઈ ભરતી. |
કવલાહાર |
મનુષ્ય, પશુ-પક્ષી આદિનો કોળિયાથી લેવાતો આહાર. |
કવિતા |
કાવ્ય, મધુર સ્વરે ગવાતી પ્રાસવાળી રચના. |
કષાય |
બગાડવું, મારવું, ઘસવું, ગળામાં સ્વાદને બગાડે તે કષાય. તુરો સ્વાદ. મનની વૃત્તિઓને બગાડે તે કષાય. |
કષાય દુપ્રણિધાન |
મન વચન તથા કાયાનો દુર્ઉપયોગ. કુચેષ્ટાઓ. |
કષાયપાહુડ |
દિ.આ. રચિત મહાગ્રંથ. |
કષાય મોહનીય |
અનંતાનુબંધી આદિ 16 પ્રકારની પ્રકૃતિનું મોહનીય કર્મ. |
કષાય સમુદ્ઘાત |
પૂર્વે બાંધેલા કષાયોને ઉદયમા લાવીને ભોગવવા. જે ભોગવતાં જૂના કષાયોનો નાશ થાય, નવા બંધાય. કે જેમાં કોઈ વ્યક્તિની સાથે તીવ્રતાથી ક્રોધાદિ કરવા. |
કંડક |
એક અંગુલના અસંખ્યાતા ભાગમાં આકાશ પ્રદેશો છે તે પ્રમાણવાળી સંખ્યા અથવા આવલિકાના અસંખ્યાતા ભાગના સમયો પ્રમાણ સંખ્યા. |
કંદમૂળ |
જે વનસ્પતિ અનંતકાય હોય. જેમ કે બટાટા-લસણ. જેના ટુકડા પણ ઊગે. ગાંઠા કે રેસા ન હોય. પ્રાયે જમીનની અંદર થાય. જેના બે સરખા ભાગ થઈ શકે. અભક્ષ્ય મનાય છે. |
કંદર્પ |
બિનજરૂરી પાપવૃત્તિ. મોહજનિત ભાવ. કામવાસનાની ઉત્તેજના. અસભ્ય વચનો બોલવાં. |
કાકતાલીયન્યાય |
વિના પુરુષાર્થ એકેદ્રિયથી માંડીને આગળનો વિકાસ થતો રહે તે. જેમ ડાળ પર કાગડો બેસે અને ડાળ તૂટી જાય. તે ન્યાયે. |
કાકાવલોકન |
કાયોત્સર્ગનો એક અતિચાર. આમ તેમ જોવું. |
કાકિણી |
ચક્રવર્તીના ચૌદ રત્નોમાંથી એક. |
કાજો કાઢવો |
સાધુ-સાધ્વીજનો વસ્ત્રાદિનું પડિલેહણ કરે પછી જયણાપૂર્વક કચરો ભેગો કરે. |
કાપોત |
છ લેશ્યામાંથી ત્રીજી અશુભ લેશ્યા. |
કામના - કામવાસના |
અભિલાષા - ઈચ્છા મોહજનિત વાસના. |
કામરાગ |
એક પ્રકારના અશુભ પરિણામ; સ્ત્રાળ પુરુષ કે પરસ્પર ભોગ-સંયોગની અભિલાષા. |
કામ |
રસ અને સ્પર્શ. |
ભોગ |
ગંધ, વર્ણ, શ્રોત છે. |
કાય |
પ્રદેશોના સમૂહને કાય કહે છે. અસ્તિકાય પાંચ છે. જીવના ભેદથી ષટ્કાય જીવો છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચ સ્થાવર અને ત્રસ (હાલતા-ચાલતા) કુલ છ કાય જીવોનો પ્રકાર છે. તે નામકર્મના ઉદયથી હોય છે. |
કાયક્લેશ |
સ્વેચ્છાએ શરીરને કઠિન તપશ્ચર્યા દ્વારા કષ્ટ આપવું. તે દ્વારા આત્મશક્તિની વૃદ્ધિ થાય અને કર્મોની નિર્જરા થાય, તિતિક્ષા. તપનો એક પ્રકાર. |
કાયગુપ્તિ |
સાધુજનોને ત્રણ ગુપ્તિનું પાલન છે, તેમાં શરીરને સ્થિર રાખવું. સાવદ્ય ચેષ્ટારહિત શરીરની ગુપ્તિ. |
કાયપ્રવિચાર |
કાયાથી વિષય સેવન કરવું. |
કાયસ્થિતિ |
એકની એક જ કાયમાં ઉત્પન્ન થવું, જેમ કે પૃથ્વીકાયમાં માટી, મીઠું વગેરે સ્થાન. |
કાયા |
શરીર, દેહ. કાયિકી ક્રિયાઃ આસ્ત્રવના 42 ભેદમાં 25 ક્રિયા છે. જેમાં મુખ્યત્વે મન, વચન, કાયા દ્વારા થતી આરંભિક ક્રિયાઓ છે. |
કાયોત્સર્ગ |
કાય- ઉત્સર્ગ- કાયાના મમત્વનો ત્યાગ કરવો. દેહઘ્યાસ ત્યજી ઘ્યાન મુદ્રામાં રહેવું. |
કારક |
કર્તા, કર્મ, કરણ સપ્રદાન, અને અઘિકરણ નામના છ કારક છે. પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવાય છે તે વ્યવહાર કારક છે. અને પોતાના જ ઉપાગાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવાય છે તે નિýાયકારક છે. |
પરમાર્થત |
એક દ્રવ્ય બીજાની સહાયતા કરી શકતું નથી. દ્રવ્ય સ્વયં અર્થાત આત્મા, આત્માને. આત્મા માટે આત્માથી, આત્મામાં પરિણમન કરે છે. અન્યના કારકની અપેક્ષા રાખતો નથી. તેથી શુદ્ધાત્મા સ્વભાવ પ્રાપ્તિ માટે અન્યત્ર શોધ કરતો નથી. વ્યવહારમાં નિમિત્તની અપેક્ષા એ કહેવાય કે દેવ |
કારકતા |
ક્રિયાને કરનારું, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન આધાર છ કારક છે. દરેક પદાર્થના છ કારક સ્વક્ષેત્રે સ્વાધીન છે. |
કારણ |
કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. |
કારણજ્ઞાન |
કાર્ય થવામાં જે જ્ઞાન હેતુભૂત હોય. |
કાર્તિકેયાનુપેક્ષા |
દિ. આ શ્રી કાર્તિકેય રચિત બાર વૈરાગ્યભાવનાઓનો પ્રાકૃત ભાષાનો ગ્રંથ. તેના ઉપર દિ. આ. શ્રી શુભચંદ્રની સંસ્કૃત ટીકા છે. |
કામણવર્ગણા |
જે વર્ગણા કાર્મણ શરીરરૂપે પરિણામે તે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના સમૂહને કાર્મણ શરીર કહે છે. |
કાર્મિકી બુદ્ધિ |
કામ કરતા જે બુદ્ધિ ઉત્પન્ન થાયઃ જેમ કે શિલ્પકળા. |
કાલક |
એક ગ્રહ. |
કાલમુખી |
એક વિધ્યા. |
કાલાતિક્રમ |
યોગ્ય કાળ વ્યતીત થયા પછી સાધુને આમંત્રણ આપવું. |
કાલાંતર |
કાળનું અંતર પડવું. અન્યકાળ.કાળનું ઉલ્લંધન કરવું. |
કાલુષ્ય |
ક્રોધાદિ કષાયયુક્ત ચિત્ત. |
કાલોદૃધિ સમુદ્ર |
અઢી દ્વીપમાંનો ઘાતકી ખંડનો ફરતો સમુદ્ર બંને બાજુ આઠ આઠ લાખ યોજન વિસ્તારવાળો. |
કાળચક્ર |
6 ઉત્સર્પિણી અને 6 અવસર્પિણીના આરાનું બનેલું ગાડાના પૈડાં જેવું કાળચક્ર વિશેષ. |
કાળ પરિપાક |
કોઈ વસ્તુ બનવાનો પાકેલો કાલ. જેમ કે આસન્ન ભવ્યજીવ શીઘ્ર મોક્ષ પામે. |
કાળ લબ્ધિ |
નિયતિ, ભવિતવ્યતા. |
કાંક્ષા |
અપેક્ષા, આકાંક્ષા. |
કાંડક |
અંગૂલના અસંખ્યાતમાં ભાગ તે, તેના અસંખ્યાત પ્રતિભાગ હોય છે. |
કાંતાર - કાદંબ |
દુષ્કાળ જેવો વિષમ સમય. |
કિલિકાસંઘયણ |
જે બે હાડકાં વચ્ચે માત્ર ખીલી જ મારી હોય તેવું હાડકાંનું બંધારણ. |
કિલ્વિષ |
કિલ્વિષ જાતિના દેવનું લક્ષણ. ક્ષુદ્ર જાતિની ઉપમા ધારણ કરવાવાળા દેવ. શ્રુતજ્ઞાન આદિનો અનાદર કરનાર મુનિ જેવા આ દેવ જાતિમાં ઉત્પન્ન થાય છે. તેને ઈદ્રની સભામાં પ્રવેશબંધી હોય છે. |
કિષ્કુ |
ક્ષેત્રનું પ્રમાણ, રીકું - ગજ. |
કીલિત સંહનન |
કીલિત - (ખીલી) સંહનન (શરીર બંધારણ) હાડની સંધિ કીલિત (ખીલીથી જોડેલી) હોય. (કીલિક) |
કુઅવધિજ્ઞાન |
મિથ્યાદૃષ્ટિ જીવનું અવધિજ્ઞાન. |
કુગુરુ |
જે ગુરુમાં ધર્મ, અહિંસાદિ પંચ મહાવ્રતની વાસ્તવિકતા ન હોય, સમકિતના આચાર રહિત. |
કુડઈ |
જિનગૃહ (દિ. સં.) |
કુત્સા |
જુગુપ્સા - તિરસ્કાર. |
કુદેવ |
જે દેવ સરાગી છે, જેમની પાસે રાગદ્વેષના નિમિત્ત અને સાધન હોય. |
કુધર્મ |
અહિંસાની ગૌણતા હોય. હિંસક પ્રવૃત્તિઓને ધર્મ માને. |
કુપાત્ર |
જે મળેલી વસ્તુઓનો દુરુઉપયોગ કરે. સંસ્કાર વિહીન હોય. |
કુપ્ય |
રેશમ, કપાસ, કાંસાના વસ્ત્ર, ચંદન વગેરે કુપ્ય કહેવાય છે. |
કુબ્જસંસ્થાન |
જે કર્મના ઉદયથી શરીર કુબડૂં હોય. (બેડોળ) |
કુમતિ |
મતિ અજ્ઞાન, મિથ્યાજ્ઞાન. |
કુલ |
દીક્ષાચાર્યનો શિષ્ય સમુદાય. ગુરુકુલ નિવાસ. જિન દીક્ષાને યોગ્ય હોય. (2 જાતિભેદને કુલ કહે) |
કુલકર |
(કુલધર) પ્રજા જીવનની વ્યવસ્થા વગેરે જાણનાર અને કરનાર કુલકર. ઋષભદેવ ભગવાનના પિતા કુલકર હતા. જેણે વંશ સ્થાપિત કર્યા હોય તે. |
કુલદીપક |
કુલને દીપાવનાર પુત્ર. |
કુલમદ |
પોતાનું ગોત્ર - કુળ ઉચ્ચ સંસ્કારવાળું હોય તેનો ગર્વ કરવો. |
કુવલયમાયા |
ધાર્મિક કથા છે. |
કુશ |
ડાભ નામનું ઘાસ. મહાસતી સીતાનો પુત્ર. |
કુશલ અનુષ્ઠાન |
આત્મ હિતકારી ક્રિયા તેનું સેવન કરવું તે. |
કુશીલ |
શીલથી ભ્રષ્ટ, શિથિલાચારી ભ્રષ્ટ મુનિ. |
કુશ્રુત |
મિથ્યા શ્રુતજ્ઞાન. |
કુસંગતિ |
વિનયહીનની સોબત. |
કુંચિત |
કાયોત્સર્ગનો અતિચાર - દોષ. |
કુંથુનાથ |
વર્તમાન ચોવીસીના 17 માં તીર્થંકર. |
કુંભ |
ઘડો. |
કુંભક |
પુરક (લીધેલો) શ્વાસને સ્થિર કરી નાભિમાં ધારણ કરવો. એક પ્રકારનો પ્રાણાયમ છે. |
કુટ |
પર્વત ઉપરના શિખર. |
કુટ લેખક્રિયા |
ખોટી સાક્ષી આપીને લેખ કરવા. |
કૃત |
કર્તાની કાર્ય વિષયક સ્વતંત્રતા. દર્શક કાર્ય. |
કૃતકૃત્ય |
કરવા યોગ્ય સર્વ કાર્યની સિદ્ધિ થયા પછી આકુળતારહિત એકાંત સ્થાનમાં કેવળ સ્વરૂપરમણતામાં સ્થિર ભગવાનની દશા. |
કુતકૃત્ય છદ્મસ્થ |
છદ્મસ્થ છતાં અપવાદરૂપે પરમ સમાધિયુક્ત હોય. |
કૃતધ્નતા |
જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય તે ભૂલી જવો અને તેને નુકસાન થાય તેવું કરવું તે. |
કૃતજ્ઞતા |
જેણે આપણા પર ઉપકાર કર્યો હોય તેનો પ્રત્યુપકાર કરવાની ભાવના. |
કૃતનાશ |
જે કર્મો આપણે કર્યા છતાં તે ફળ પ્રાપ્તિ વગર નાશ પામે. |
કૃતાન્ત |
યમરાજ - મૃત્યુનો અધિકારી. |
કૃતિ |
જેના દ્વારા કરી શકાય તે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે કાર્ય કરાય. |
કૃતિકર્મ |
સાધુજનોની દિનચર્યા વિષયક જેમાં આસન, વંદન, ભક્તિ, વિનય, શુશ્રૂષા, વિધિ, આલોચના, ધ્યાન, સ્વાધ્યાય, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ ઈત્યાદિ ક્રિયા. આચારાંગ શાસ્ત્ર સાધુજનોના (કૃતિકર્મ) આચારની મુખ્યતાથી છે. છતાં શ્રાવકોએ, શ્રાવિકાએ પણ પોતાની ભૂમિકાનુસાર કૃતિકર્મ કરવ |
કુત્સ્ન |
સંપૂર્ણ. |
કૃપા |
કરુણા, લાગણી, પરોપકાર બુદ્ધિ. |
કુષિકર્મ |
ખેતી જેવી સાવદ્ય પ્રવૃત્તિ. |
કૃષિવ્યવસાય |
ગૃહસ્થ માત્રને આહારનું પ્રયોજન કરવું પડે છે. નીચા હલકા પ્રકારના વ્યવસાયના પ્રકારની અપેક્ષાએ ખેતી સાવદ્ય છતાં ઉત્તમ વ્યવસાય છે. કારણ કે શ્રાવક એ કાર્યમાં શક્ય તેટલી જ્યણા પાળી શકે. |
કૃષ્ણલેશ્યા |
છ લેશ્યામાં પ્રથમ અશુભતમ લેશ્યા. જેના પરિણામે જીવમાં અત્યંત સ્વાર્થ અને લોભ જેવા દોષો હોય છે. |
કેવળ |
ફક્ત એક, (વ્યવહારથી રૂઢિપ્રયોગ) પોતાના આત્મામાં એકાંતપણે રહે તેવી ઉચ્ચ દશા. જેમાં અન્યની સહાય નથી. |
કેવળજ્ઞાન |
જીવનમુક્ત યોગીઓનું નિર્વિકલ્પ અતીદ્રિય અતિશયજ્ઞાન, ત્રણે કાળના સમસ્તલોકના સર્વ પદાર્થોનું અનેક ધર્માત્મક પ્રત્યક્ષ જ્ઞાન, જ્ઞાનનો સ્વાભાવિક શુદ્ધ પરિણામ. નિýાયથી સંપૂર્ણ આત્માના આનંદનું કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે, ઘાતીકર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છ |
કેવળજ્ઞાનાવરણ |
કેવળજ્ઞાનને પ્રગટ થવામાં આવરણ કરે. સર્વઘાતી પ્રકૃતિ છે. |
કેવળદર્શન |
કેવળજ્ઞાનની સાથે જ થતું સામાન્ય અવલોકન તે. |
કેવળદર્શનાવરણ |
કેવળદર્શન પ્રગટ થતું અટકાવે તે કર્મ સર્વઘાતી છે. |
કેવળજ્ઞાન કલ્યાણક |
કેવળ જ્ઞાનસ્વરૂપ તીર્થંકર ભગવાનનું ચોથું કલ્યાણક. |
કેવળલબ્ધિ |
અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થતી અનંત લબ્ધિ. |
કેવળી |
કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે. 1. તીર્થંકર કેવળી પુણ્યાતિશયયુક્ત તથા ઉપદેશાદિ દ્વારા ધર્મ પ્રવર્તન કરે. 2. તે સિવાયના સામાન્ય કેવળી. 1. મનાદિ યોગસહિત સયોગી કેવળી તેરમું ગુણસ્થાનક. 2. યોગ નિરોધ કરી સર્વથા કર્મથી મુક્ત અયોગી કેવળી ચૌદમું ગુણસ્થાનક. જે નિરાવરણ જ્ |
કેવળશ્રી |
કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી. આત્મધન. |
કેવળી સમુદ્ઘાત |
જે કેવળીની આયુષ્યની અપેક્ષાએ નામ ગોત્ર, તથા વેદનીય કર્મની અધિક સ્થિતિ રહે તે સમુદ્ઘાત કરે. અન્ય કેવળી કરતા નથી. કેવળી પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને કર્મરજનું પરિશાતન કરવા માટે દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ એમ ચાર પ્રકારે સમુદ્ઘાત આઠ સમયમાં પૂરો કરે. તે ફેલ |
કેશલૌંચ |
સાધુ સાધ્વીજનો કાયક્લેષ તપની આરાધના માટે અને જૂ આદિ જીવોની રક્ષા માટે, શોભનીય આકર્ષણથી દૂર રહેવા કેશ લોચ કરે. અસ્ત્ર શસ્ત્ર વગર આંગળીઓ વડે કેશ દૂર કરે - કરાવે. જેનાથી દેહાધ્યાસ ઘટવાનો અભ્યાસ થાય ઉદિરણાનો હેતુ બને છે. |
કોટિ કોટિ - ક્રોડા ક્રોડી |
એક ક્રોડને એક ક્રોડે ગુણવાથી જે થાય તે. એકડા ઉપર 14 મીંડાં થાય. |
કોટિશીલા |
જેના પરથી કરોડો મુનિ સિદ્ધપદને પામ્યા છે. |
કોશ |
ક્ષેત્રનું પ્રમાણ - ગાઉ કે માઈલની જેમ. |
કોષ્ઠા |
ધરણી, ધારણા, એકાર્થ છે. |
કૌત્કુચ્ય |
કૌત્કુચ્ય પરિહાર તથા અસભ્ય વચન વડે અન્યને પીડાકારી શારિરીક કુચેષ્ટાઓ કરવી. |
ક્રમ |
વસ્તુના બે ધર્મ છે. 1. ક્રમવર્તી, 2. અક્રમવર્તી. જે પરિવર્તન પામ્યા કરે છે તે ક્રમવર્તી પર્યાય છે. તે ઊર્ધ્વપ્રચય છે. ગુણ એક સ્થાને રહેતાં હોવાથી અક્રમવર્તી છે. તે તિર્યંકપ્રચય છે. પ્રથમ પર્યાયનો વ્યય થતો નથી પર્યાય ઉત્પન્ન થાય છે. તેથી ક્રમમાં અંતર નથી, |
ક્રમબદ્ધ |
નિયતિ જે કાળે તે થવાનું છે તે ક્રમનિયત છે. ક્રમસર થતું. |
ક્રમબદ્ધ પયા7ય |
સર્વ દ્રવ્યોમાં અતીત, અનાગત અને વર્તમાનકાળના સર્વ પર્યાયો. કેવળી જ્ઞાનીની અપેક્ષાએ ક્રમસર ગોઠવાયેલા છે તે ક્રમસર આવે છે. તેમાં ફરક પડતો નથી. |
ક્રિયા |
દ્રવ્યમાત્ર ક્રિયા સંપન્ન છે. સંસારી જીવ અને અશુદ્ધ પુદ્ગલોની ક્રિયા વૈભાવિક છે. મુક્તાત્મા અને પરમાણુની ક્રિયા સ્વાભાવિક છે. સાધકો વડે જે ધાર્મિક ક્રિયા થાય છે તે આગમ પ્રસિદ્ધ છે. કર્મના અર્થમાં ક્રિયા કહેવાય છે. |
ક્રિયાકલાપ ગ્રંથ |
દિ. આ. કૃત સાધુજનો માટે નિત્ય નૈમિતિક પ્રતિક્રમણાદિ ક્રિયાકર્મ સંબંધી વિષયોનો એક સંગ્રહગ્રંથ. |
ક્રિયાકાંડ |
કૃતીકર્મ ક્રિયાની મુખ્યતાથી થાય તે. |
ક્રિયાકોશ |
દિ. આ. કૃત શ્રાવક ક્રિયા. પ્રદીપાદક ગ્રંથ. |
ક્રોડી |
એક કરોડને એક કરોડ ગુણવાથી જે સંખ્યા આવે છે. |
ક્રોધ |
સ્વ ને કે પરને ઉપઘાત, અપકાર આદિ કરવામાં ક્રૂર પરિણામ તેમાં તીવ્રતા - મંદતાના ભેદ છે. રોષ, આક્રોશ, ઉગ્રતા, ગુસ્સો એકાર્થવાચી છે. ક્રોધ એ કષાય છે જીવનું અહિત કરનાર છે. |
ક્લેશ |
અશુભના ઉદયમાં જીવને સંતાપ થવો. |
ક્લિષ્ટ કર્મ વિનાશ |
ભારે બાંધેલા કર્મેનો વિનાશ. |
ગગનમંડળ |
આકાશના નક્ષત્ર આદિનું મંડળ. |
ગચ્છ |
સમુદાયને સંગઠનને, ગણના સમૂહને, સ્થવિરો - સાધુજનોની પરંપરાને ગચ્છ કહે. |
ગચ્છાધિપતિ |
પોતાના ગચ્છના નાયક. જૈન સાધુ સમાજમાં મોટા સમુદાયના નાયક. |
ગજ |
(હાથી) ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંથી એક રત્ન. |
ગજદંત પર્વત |
મેરુપર્વતની ચારે દિશાએ હાથીદાંતના આકારે સોમનસ આદિ ચાર પર્વતો કે જે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા છે. |
ગજાનન |
હાથીના જેવી મુખાકૃતિવાળા ગણપતિજી. |
ગણ |
સાધુ - સાધ્વીજનોની સરખી સમાચારીવાળાનો સમૂહ. |
ગણતરી |
ગણના - એકથી અનંત સુધીની. |
ગણધર |
તીર્થંકરોના આદ્યશિષ્ય. શિષ્ય સમુદાયના નેતા, દ્વાદશાંગી રચનાર, બીજ બુદ્ધિના સ્વામી, ચતુર્દશ પૂર્વી. |
ગણિ |
અગિયાર અંગના જ્ઞાતા. |
ગણિપદ |
ગચ્છને સંભાળે તેવું સામાન્ય સ્થાન, ભગવતી સૂત્રાદિના યોગવહન પછી યોગ્યતાવિશેષથી આપવામાં આવે તે પદ. |
ગતાનુગતિક |
સમજણ વગર એકબીજાને અનુસરવું. ગાડરિયો પ્રવાહ. ચાલુ ચીલે ચાલનાર |
ગતિ |
ગમન - જવું. બાહ્ય કે અંતરંગ કોઈ નિમિત્તાધીન ઉત્પન્ન થતા શરીરના સ્પંદનો તે ગતિ, ગતિના ઘણા પ્રકાર છે. સ્વાભાવિક રીતે મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે. પરંતુ સંસારી જીવની કર્મોના નિમિત્તથી નીચે આડી અને ઊર્ધ્વગતિ હોય છે. ગતિ નામકર્મની પ્રકૃતિને કારણે જે ચેષ્ટા થાય |
ગતિ દાયકતા |
ગતિ આપવાપણું, જેમ કે અનંતાનુબંધી કષાય નરક ગતિનું કારણ બને. મંદ કષાય દેવ કે મનુષ્ય ગતિનું કારણ બને. |
ગતિ સહાયકતા |
જીવ તથા પુદ્ગલને ગમન કરવામાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાયની સહાયતા. |
ગદ્ગદ સ્વરે |
રડતા કે ભારે હૈયે બોલે. |
ગનીમત |
ઈશ્વર કૃપા, સદ્ભાગ્ય, સંતોષકારક. |
ગમનાગમન |
આવવું - જવું. |
ગમિકશ્રુત |
જે શાસ્ત્રાેના પાઠોના આલાપ સરખા હોય. |
ગમ્ય |
શબ્દથી ન લખ્યું હોય પણ અર્થથી સમજાય તેવું. જણાય તેવું. |
ગરકાવવું |
ઓતપ્રોત થવું, લયલીન થવું. |
ગરલ અનુષ્ઠાન |
પરભવના સાંસારિક સુખની બુદ્ધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવા તે. તુચ્છ ભાવના છે. |
ગરિમા |
મોટાઈ. |
ગરિહામી |
કરેલાં પાપોની દેવ - ગુરુ પાસે નિંદા કરવી. |
ગર્ભ |
જીવને ઉત્પન્ન થવાનું સ્થાન. માતાપિતાના સંયોગથી જીવને પંચેદ્રિયયુક્ત શરીર ધારણ થવાના ગર્ભના (ગર્ભજના) ત્રણ ભેદ છે. 1. જરાયુજ (ઓળ - પડદા સહિત), અંડજ (ઈંડાનો ગર્ભ), પોતજ (ઓળરહિત). |
ગર્ભિત |
છૂપું. |
ગર્ભિતભાવ |
ઊંડાભાવ - છૂપો ભાવ. |
ગર્વ |
અહંકાર, મદ. |
ગર્હણ |
સ્વદોષની નિંદા કરવી. |
ગર્હા |
ગુરુ સમક્ષ પોતાના દોષ પ્રગટ કરવા. |
ગર્હિત |
નિંદાયેલું. |
ગવેષણા |
ઈહા, ઊહા, મીમાંસા, પદાર્થના બોધ માટે ઊંડાણથી વિચારણા. |
ગળથૂથીમાં |
જન્મથી મળેલું. |
ગંગાનીર - ગંગોદક |
ગંગા ગદીનું પવિત્ર પાણી, જે પ્રભુના જન્માભિષેકમાં વપરાય છે. |
ગંધ |
જે પદાર્થ સૂંઘી શકાય. 1. સુગન્ધ, 2. દુર્ગન્ધ તેના અંતરગત ઘણા ભેદ છે. નામકર્મની પ્રકૃતિથી શરીરમાં સુગંધ કે દુર્ગન્ધ પેદા થાય છે. |
ગંધકૂટી |
સમવસરણના મધ્ય ભાગમાં ભગવાનની બેઠકનું સ્થાન. |
ગંધહસ્તી |
નમુત્થુણં સૂત્રમાં તીર્થંકરનું ગુણવાચક છે, ગંધ હત્થીણં. તત્ત્વાર્થસૂત્રનું સંસ્કૃત ભાષામાં દિ. આ. લિખિત એક ભાષ્ય છે. |
ગંધોદક |
સુગંધવાળું પાણી. |
ગાઢમેઘ |
અતિશય ચઢી આવેલ વર્ષા. |
ગાથા |
શ્લોક, પંક્તિઓ. |
ગારવ |
આસક્તિ. લોલુપતા. ગારવના ત્રણ પ્રકાર છે. |
ગાર્હસ્થ |
ગૃહસ્થપણું, ઘરસંબંધી વ્યવસાય. |
ગિરનાર |
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નગરમાં પવિત્ર તીર્થ છે જ્યાં બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથના દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણક થયા હતા. આજે પણ તેની પવિત્રતા અને ભવ્યતા જળવાઈ છે. |
ગીર્વાણ |
દેવ, વૈમાનિક નિકાય આદિના દેવો. |
ગુચ્છ - ગુચ્છો |
સાધુ - સાધ્વીજનોને પાત્રા રાખવા માટે રખાતી ]ાેળી. |
ગુટિકા |
પ્રભાવિક ઔષધિ વિશેષ. |
ગુણ |
જૈનદર્શનમાં `ગુણ' શબ્દ પદાર્થના સહભાવી વિશેષતાને સૂચક છે. દરેક દ્રવ્યમાં અનેક ગુણો હોય છે. દરેક પદાર્થ - દ્રવ્યને અન્ય દ્રવ્યથી ભિન્ન દર્શાવે અને ઓળખાવે તે અસાધારણ ગુણ. જેમકે આત્મા - જીવનો અસાધારણ ગુણ ચેતન, પુદ્ગલદ્રવ્યનો જડ. દરેક દ્રવ્યો અનંત ગુણોયુક્ત |
ગુણજ્ઞ |
ગુણગ્રાહી |
ગુણદેશ |
ગુણની અપેક્ષાએ વસ્તુમાં ભેદાભેદ. |
ગુણપ્રત્યયિક |
ગુણના નિમિત્ત પ્રગટ થનારું, મનુષ્ય, તિર્યંચનું અવધિ જ્ઞાન ગુણ પ્રત્યય છે. |
ગુણવ્રત |
અણુવ્રતની દૃઢતા - વૃદ્ધિ માટે 1. દિગ્પરિમાણ વ્રત (દિશાનો સંક્ષેપ) 2. ભોગોપભોગ વિરમણ વ્રત. 3. અનર્થદંડ વિરમણ વ્રત. ત્રણ ગુણવ્રત છે. |
ગુણશ્રેણિ |
8મા ગુણસ્થાનથી 13 ગુણસ્થાનક સુધીની શ્રેણિ. ટૂંકા ગાળામાં વધારેમાં વધારે કર્મોનો ક્ષય કરવા માટે ગુણોની અધિક અધિક ક્રમશઃ પ્રાપ્તિ અથવા સ્થિતિઘાતાદિકથી ધાત થયેલા પરમાણુઓની ઉદય સમયથી અસંખ્યાત ગુણકાર કર્મદલિકની રચના કરવી. |
ગુણસંક્રમણ |
અશુભ કર્મોની સ્થિતિ તથા રસઘાત થઈ શુભકર્મોની સ્થિતિની વૃદ્ધિ થાય. |
ગુણસ્થાન |
મોહ તથા મન - વચન - કાયાની પ્રવૃત્તિને કારણે જીવના અંતરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થતી હાનિ - વૃદ્ધિનું નામગુણસ્થાન છે. સમ્યગ્ દર્શનાદિ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા વિશેષ તે ગુણસ્થાન. સામાન્ય અલ્પ વીતરાગ પરિણામથી માંડીને ઉત્કૃષ્ટ પરિણામોની વૃદ્ધિના ક્રમને |
ગુણહાનિ |
ષટગુણ હાનિવૃદ્ધિ છે. અનંત, અસંખ્ય અને સંખ્યાત ગુણવૃદ્ધિ. સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ હાનિ. ગુણાકારરૂપ ઉત્તરોઉત્તર વધે તે ગુણવૃદ્ધિ, હીન હીન પરમાણુ પ્રાપ્ત થાય તે ભાગ હાનિ. |
ગુણાકાર |
(ગુણન, ગુણા, ગુણ્ય) એક રાશિ (અંક) સાથે અન્ય રાશિનો ગુણાકાર. |
ગુણાધિક |
સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે ગુણાધિક, ગુણોની વિશેષતા. |
ગુણાનુરાગી |
અન્યના ગુણ પર અનુરાગવાળો. |
ગુણાનુવાદ |
અન્યના સદ્ગુણોનું આદર પૂર્વક કથન કરવું. |
ગુણાર્થિક |
ગુણાર્થિક - નયનિર્દેશનો નિષેધ. |
ગુપ્તિ |
મન, વચન, કાયાની સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ. જ્ઞાતા, દ્રષ્ટાભાવયુક્ત નિýાયસમાધિ તે પૂર્ણગુપ્તિ. શુભરાગ મિશ્રિત વિકલ્પો, પ્રવૃત્તિ સહિત યથાશક્તિ સ્વરૂપમાં નિમગ્ન તે આંશિક ગુપ્તિ. |
ગુરુ |
મહાન વ્યક્તિત્વ, પરમાર્થમાર્ગમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ - ગુરુ છે. ઉપદેશ દ્વારા તથા સ્વયં સંયમજીવન દ્વારા જીવોને કલ્યાણનો માર્ગ બતાવે છે. તે સિવાય સમ્યગ્દૃષ્ટિ શ્રાવક પણ અન્યને કલ્યાણનો માર્ગ બતાવે તો તે ગુરુ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. માતાપિતા પણ ગુરુ સંજ્ |
ગુરુઅક્ષર |
બે વ્યંજનો વચ્ચે સ્વર ના હોય તેવા જોડાક્ષર. |
ગુરુગમતા |
ગુરુ - પરંપરાથી કે ગુરુ પાસેથી જાણેલું. |
ગુરુતત્ત્વ વિનિýાય |
શ્વેતાંબરમુનિ યશોવિજયજી રચિત સંસ્કૃત ન્યાય વિષયક ગ્રંથ. |
ગુરુતમ |
સૌથી મોટું, સૌથી ભારે. |
ગુરુત્વ |
ઉપર કે નીચે લઈ જવાનું સામર્થ્ય તે ગુરુત્વ, જેમ કે પુદ્ગલ અધોગુરુત્વ ધર્મવાળું છે. (નીચે જનારું) જીવ ઊર્ધ્વ ગુરુત્વ (ઉપર લઈ જનારું) ધર્મવાળો છે. કેવળ નીચે લઈ જાય તેમ નહિ પરંતુ કોઈ પણ દિશા પ્રત્યે લઈ જાય તે ગુરુત્વ. |
ગુરુદ્રવ્ય |
ગુરુ - ભક્તિ કે વૈયાવચ્ચ માટે રાખેલું દ્રવ્ય. |
ગુર પરંપરા |
ગીતાર્થ મુનિજનો દ્વારા ચાલી આવતી મોક્ષમાર્ગની પ્રણાલિ. |
ગુરુપૂજનક્રિયા |
વડીલો, ઉપકારી ગુરુજનો, ઉપકારીઓનું બહુમાન તથા પૂજા કરવાની વિધિ. |
ગુરુમૂઢતા |
મિથ્યાદૃષ્ટિ, વિપરીત માર્ગે જનારાને ગુરુ માનવા તે. |
ગુહ્ય |
છુપું, રહસ્ય. |
ગુંજારવ |
અવ્યક્ત મધુર અવાજ. |
ગૂઢ |
સૂત્રોના ઊંડા રહસ્યો. |
ગૃહ |
ઈંટ, માટી, લાકડા વગેરેથી બાંધેલું સુરક્ષિત મકાન. |
ગૃહપતિ |
ચક્રવર્તીનું એક રત્ન. (સંસ્થાઓમાં દેખભાલ માટે રખાતાં વેતનીય પુરુષ) |
ગૃહસ્થધર્મ |
ઘરમાં રહિને સદાચારપૂર્વક રહેવાનો ધર્મ. |
ગુહ્યમાણાવસ્થા |
પ્રતિસમયે કર્મોને ગ્રહણ કરતી અવસ્થા વિશેષ. |
ગોચરીવૃત્તિ |
ગાય જેમ થોડું થોડું ઘાસ ચરે તેમ સાધુ - સાધ્વીજનો ઘરે ઘરેથી થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. |
ગોત્રકર્મ |
વર્ણવ્યવસ્થા કે જે ગોત્રમાં જન્મ્યો હોય તે સંસ્કાર પ્રમાણે જે ક્રિયા કે વ્યાપાર કરે, જે કર્મના ઉદયથી પૂર્વના ક્રમથી ચાલતાં આવેલાં જીવનાં આચરણરૂપ ઉચ્ચ - નીચ ગોત્રમાં જન્મ થાય, તે ગોત્રકર્મ. |
ગોપુચ્છક |
દિગંબર સાધુઓનો એક સંઘ. (ગોપ્ય) |
ગોમટ્ટસાર |
મંત્રી ચામુંડરાયની વિનંતીથી દિ. આ. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત કર્મસિદ્ધાંત પ્રરૂપક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ; તેના મુખ્ય બે વિષય છે. 1. જીવકાંડ 2. કર્મકાંડ. |
ગોરસ |
ગાયના દૂધમાંથી બનતા પદાર્થો. |
ગોશીર્ષ |
એક મૂલ્યવાન ઔષધિ. ગૌશીર્ષ ચંદન પણ છે. |
ગોસર્ગકાલ |
બે ઘડી દિવસ ચડયા પછી મધ્યાહ્ન કાલમાં બે ઘડી ઓછી રહે તે કાલ. |
ગૌણ |
ગૌણતા, અધિકતાની દૃષ્ટિએ અલ્પતા. |
ગૌતમ |
ભગવાન મહાવીરના પ્રથમ ગણધર. પૂર્વનું નામ ઈદ્રભૂતિ હતું. ગૌતમ ગોત્રીય હોવાથી ગૌતમ કહેવાયા. અત્યંત ક્ષમાવાન, આજ્ઞાધારક, પ્રભુ પ્રત્યે ગાઢ પ્રશસ્ત રાગવાળાં, લબ્ધિના ભંડાર છતાં અત્યંત વિનયવાન. હજારો શિષ્યોને મોક્ષ માર્ગે લાવનાર. મૂળ બ્રાહ્મણ કુળ પ્રમાણે યજ્ઞ |
ગૌમૂત્રિકા |
ગાયના પેશાબની જમીન પર થતી વાંકીચૂંકી રેખા. કષાયની અલ્પતા એવા પ્રકારે છે. તરત ભૂંસાઈ જાય. |
ગ્રહ |
ગ્રંથિ એક ગ્રહ છે. આઠસો ગ્રહ છે તેમ કહેવાય છે. |
ગ્રહણ |
ગ્રહણ કરવું, સ્વીકારવું, હિતકારક બોધને આત્મસાત્ કરવો ઈદ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરવા. |
ગ્રંથ |
મુખ્યત્વે ગણધરદેવે રચેલા દ્રવ્યશ્રુત ગ્રંથો કહેવાય. ત્યારપછી મુનિજનો, જ્ઞાનીજનો રચિત દ્રવ્યશ્રુત શાસ્ત્રાેને ગ્રંથો કહેવાય. |
ગ્રંથિ |
ગાંઠ, બંધન, રાગદ્વેષયુક્ત ભાવોની સંધિ તે મિથ્યાત્વની ગ્રંથિ. આ ગ્રંથિને કારણે જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. |
ગ્રાસ |
કોળિયો - કવલ, 1000 ભાતના દાણાનો એક કવલ. |
ગ્રાહ્ય |
ગ્રહણ કરવા યોગ્ય પદાર્થો. |
ગ્રીવાવનમન - ગ્રીવોન્નમન |
ઃકાયોત્સર્ગનો એક અતિચાર. |
ગ્રૈવેયક |
કલ્પાતીત સ્વર્ગોનો એક ભેદ. લોક પુરુષના સંસ્થાનની ગ્રીવાની (કંઠ) આકૃતિ જૈવું ગ્રૈવેયક વિમાન છે. તેના નવ ભેદ છે. |
ગ્લાન |
રોગ-પીડાયુક્ત વેદનાવાળો ગ્લાન કહેવાય. |
ગ્લાનિ |
ઘૃણા, જુગુપ્સા, નિર્વિચિકિત્સા, આત્મસાધનામાં વર્જ્ય છે. |
ઘટપટ |
માટીમાંથી બનેલું ઘટ. તંતુમાંથી બનેલો પટ. |
ઘટા |
ચોથી નરકનું સાતમું પ્રતર. |
ઘટિકા |
કાળનું એક પ્રમાણ. 24 મિનિટ (ઘડી) |
ઘન |
પોલરિહત સઘન અથવા કોઈ રાશિનો ત્રણ વાર ગુણાકાર કરવો. |
ઘનફળ |
અમુક માપ કાઢવાની પદ્ધતિ. |
ઘનલોક |
લોકનું પ્રમાણ. |
ઘનવાત |
જાડો પવન. એક જાતનો ઘન વાયુ જે નરકની ભૂમિઓની વચ્ચે હોય છે. |
ઘનામ્બુ |
સખત થીજેલું પાણી. |
ઘનીભૂત |
નIર બનેલું, પોલાણરહિત. |
ઘનોદધિ |
ઘન ઉદધિ (સાગર) ઘન અત્યંત ઘાડું થયેલા જળનું ક્ષેત્ર. જે નારક ભૂમિઓની વચમાં હોય છે. |
ઘમ્મા |
પ્રથમ નરકની પૃથ્વી. |
ઘાટા |
ચોથી નરકનું છઠ્ઠું પ્રતર. |
ઘાત |
બીજી નરકનું પાંચમું પ્રતર. |
ઘાતાયુષ્ક |
ઘાતન - મારવું હણવું. |
ઘાતી |
(ઘનઘાતી) આત્મગુણોનો ઘાત કરે તે દેશઘાતી તથા સર્વઘાતી પ્રકૃતિઓ સર્વઘાતી પ્રકૃતિઓ - જ્ઞાનાવરણમાં કેવળજ્ઞાન પૂરું આવરાયેલું રહે. દર્શનાવરણમાં કેવળદર્શનાવરણ અને પ, નિદ્રા. મોહનીયની ક્રોધાદિ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના-વરણ પ્રત્યાખ્યાના-વરણ, 4 મિથ્યાત્વ અને સ |
ઘૂમ |
લીન - ચકચૂર. |
ઘોટકપાદ |
કાયોત્સર્ગનો એક અતિચાર. |
ઘોટમાન - ઘોલમાન |
હાનિવૃદ્ધિયુક્ત અનવસ્થિત ભાવનું નામ. પ્રાયે આયુષ્યબંધ આવી અવસ્થામાં થાય છે. |
ઘ્રાણ |
ગંધ ગ્રહણ કરવાળી ઈદ્રિય. (નાક) |
ઘ્રાણેદ્રિય |
નાક. |
ચઉરિદ્રિય |
ચાર ઈદ્રિયોવાળા જીવો. ભ્રમર, વીંછી, માખી વગેરે. |
ચઉવીસત્થો |
ચોવીસ તીર્થંકર ભગવંતોની સ્તુતિ-પ્રાર્થના, લોગસ્સ સૂત્ર. |
ચક્ર |
ચક્રવર્તીનું એક રત્ન. બે છેડા ગોળાકારે મળે તેને અપેક્ષાએ ચક્ર કહે છે. કાળચક્ર, સિદ્ધચક્ર, તત્ત્વચક્ર એમ કહેવું તે ભાષાની પદ્ધતિ છે. |
ચક્રક |
વાદી સાથે વાત કરતાં પુનઃ પુનઃ એક જ વાત પર આવવું. |
ચક્રવર્તી |
તીર્થંકરના સમયમાં આર્યદેશમાં બાર ચક્રવર્તી થાય છે. તેઓ છ ખંડના અધિપતિ હોય છે. ચૌદરત્ન, નરનિધિ તેમને પ્રાપ્ત હોય છે. સુખભોગનું અપાર ઐશ્વર્ય હોય છે. મનુષ્યોમાં અત્યંત પુણ્યશાળી હોય છે. દેવો લોકો તથા રાજેશ્વરીઓ તેમની સેવામાં હાજર હોય છે. હજારો રાણીઓના સ્વામી |
ચક્રરત્ન |
ચક્રવર્તીઓના 14 રત્નોમાંનું એક રત્ન જેના વડે તે છ ખંડનું રાજ્ય જીતી શકે છે. |
ચક્રેશ્વરી |
ભગવાન ઋષભદેવની શાસક યક્ષિણી. |
ચક્ષુ |
નેત્ર - આંખ. ચક્ષુ ઈદ્રિય છે. પદાર્થનો - દૃશ્યનો બોધ કરવાવાળી ઈદ્રિય. |
ચક્ષુગોચર |
આંખે દેખી શકાય તેવું. |
ચતુરંક |
અસંખ્યાત ભાગ વૃદ્ધિની સંજ્ઞા છે. ચતુરંગી સેના પણ છે. હસ્તિદળ, અશ્વદળ, રથદળ, ભૂમિદળ - પાયદળ. |
ચતુરિંદ્રિય |
ચાર ઈદ્રિધારી જીવ. જાતિ - નામ - કર્મની પ્રકૃતિ છે. સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, ચાર ઈદ્રિય હોય છે. |
ચતુર્થભક્ત |
એક ઉપવાસ. ચાર ટંક આહારનો ત્યાગ. પ્રથમ દિવસે એક વાર આહાર બીજે દિવસે ઉપવાસ. ત્રીજે દિવસે એક વાર આહાર. (એકાસણું.) |
ચતુર્માસ |
વર્ષાઋતુના ચાર માસ સાધુજનો સ્થિર વાસ કરે તે ચારમાસનો સમય-ચાતુર્માસ. |
ચતુર્વિધ |
ચાર પ્રકારનું. |
ચતુર્વિંશતિ |
ચોવીસ તીર્થંકરની પૂજા-સ્તવન વગેરે. |
ચતુષ્ટય |
ચારની ગણતરીયુક્ત, સ્વચતુષ્ટય, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની વિચારણા આત્મા સ્વ-રૂપે છે, પરરૂપે નથી. પર ચતુષ્ટય પરદ્રવ્ય, ક્ષેત્રે, કાળ, ભાવ, જે સ્વરૂપમય નથી. જેમકે માટી જળરૂપે નથી. |
અનંત ચતુષ્ટય |
અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ (ચારિત્ર) અનંતલબ્ધિ. કેવળી ભગવંતોને અનંત ચતુષ્ટય હોય છે. |
ચતુષ્યપદ |
ચાર પગવાળાં પ્રાણી, ગાય, ઘોડા વગેરે. |
ચત્તારિ |
જેણે દુશ્મનો ત્યજ્યા છે તેવા પ્રભુ. |
ચત્તારિ મંગલાણિ |
અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ. એ ચાર મંગલ. |
ચત્તારિ લોગુત્તમા |
અરિહંતાદિ તથા કેવળીએ બતાવેલો ધર્મ. એ ચાર લોકમાં ઉત્તમ છે. |
ચત્તારિ શરણાણિ |
અરિહંતાદિ ચાર વસ્તુઓનું શરણ હજો. |
ચમત્કાર |
આýાર્યકારી ઘટના. લૌકિક ચમત્કારોમાં ભ્રમિત થવું. આકર્ષિત થવું તે સમ્યગ્દર્શનો દોષ છે, મૂઢદૃષ્ટિ છે. |
ચમત્કૃતિ |
ચમત્કાર, નવાઈ. |
ચમરી ગાય |
વિશિષ્ટ ગાય જેના અતિ સુંવાળા વાળમાંથી ચામર બને છે. |
ચમરેદ્ર |
ભવનપતિ નિકાયના અસુરકુમારનો દક્ષિણેદ્ર. |
ચરણ |
ચારિત્ર, આચરણ. |
ચરણકમળ |
પરમાત્માના ચરણને ચરણકમળ કહે છે. (નિર્લેપતા) |
ચરણરજ |
પવિત્રાત્માઓના ચરણની ધૂળ. |
ચરણસિત્તરિ |
સાધુ સાધ્વીજનોના આચારના નિયમો. મનાદિ યોગને સમ્યગ્ પ્રવૃત્તિમાં જોડવા માટે સતત્ કરવાનું આચરણ. તેના સિત્તેર ભેદ હોય છે. |
ચરણોદક |
દેવ, ગુરુ વગેરેના ચરણ ધોયેલું પાણી. |
ચરમ |
છેલ્લું. અંત્યવાચી. |
ચરમશરીરી |
(ચરમદેહ) એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા જીવ ચરમોત્તમ દેહધારી કહેવાય. જે છેલ્લા બે ભવ ધારણ કરી મોક્ષે જાય તે દ્વિચરમ. ચરમદેહવાળા જીવો તીર્થંકરની પ્રત્યક્ષતામાં જન્મ ધારણ કરતાં હોય છે. |
ચરમાવર્તી |
જેને ફક્ત એક પુદ્ગલ પરાવર્ત જ સંસાર બાકી છે તેવા જીવો. |
ચર્મરત્ન |
ચક્રવર્તીનું એક રત્ન. |
ચર્યા |
પ્રવૃત્તિ. કોઈ પ્રતિજ્ઞા કરવી. દિનચર્યા. |
ચર્યાપરિષહ |
સાધુજનો વિહારાદિમાં વાહન-યાનનો ઉપયોગ ન કરતાં ખુલ્લા પગે ચાલી કાંટા કાંકરાનાં વિઘ્નો સહન કરે. પથકાળે આવશ્યકાદિનું પરિપૂર્ણ પાલન કરે. તે ચર્યાપરિષહજય કહેવાય છે. |
ચલ |
સમ્યક્ત્વનો એક દોષ છે. શ્રદ્ધામાં ભ્રમ. ઉપકરણાદિમાં મોહભાવ. પોતે સ્થાપિત કરેલા જિનબિંબમાં અહંભાવ કરવો. |
ચલનશીલ |
ગર્વથી કે અસભ્યતા પૂર્વક વચનોનો પુનઃ પુનઃ પ્રયોગ કરવો. |
ચલિતરસ |
આહારમાં વિક્રિયા થઈ અમુક સ્વાદ પેદા થવો તે અભક્ષ્ય છે. |
ચંચલચિત્ત |
ભટકતું મન, અસ્થિર ચિત્ત. |
ચંચુપ્રવેશ |
કોઈ વિષયમાં ઉપરથી જ માત્ર પ્રવેશ. |
ચંદ્રપ્રભુ |
ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના આઠમા તીર્થંકર. |
ચંદ્રાભવત્ |
ચંદ્ર પર વાદળનું આવરણ. |
ચાક્ષુ સ્કંધ |
આંખે દેખાય તેવા મોટા પદાર્થો - પરમાણુનો જથ્થો. |
ચારણઋષિ |
વિદ્યાચારણ, જંઘાચારણ, વિદ્યાશક્તિથી આકાશમાં ગમન કરે. |
ચારિત્ર |
મોક્ષમાર્ગનું એક પ્રધાન અંગ છે. સમ્યક્ કે મિથ્યાભાવને કારણે ચારિત્ર સમ્યક્ - મિથ્યા હોય છે. તેના નિýાય વ્યવહાર, સરાગ, વીતરાગ આદિ ભેદ છે. તે સર્વે એક વીતરાગતા રૂપ નિýાય ચારિત્રમાં સમાઈ જાય છે. જ્ઞાતાદ્રષ્ટાભાવ, સાક્ષીભાવ, સામ્યભાવ વીતરાગતા વાચક છે. પ્રત્યે |
ચારિત્રમોહનીય |
મોહનીય કર્મનો એક ભેદ, જેની 25 પ્રકૃતિઓ છે. મુખ્યત્વે કષાયનો- કષાયના પ્રકારો છે. તેમાં અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે. ચારિત્રમોહનીય જીરના વીતરાગ ગુણનો ઘાત કરે છે. તે ઘાતીકર્મની પ્રકૃતિ છે. |
ચારિત્રશુદ્ધિ |
અતિચારરહિત ચારિત્રનું પાલન. |
ચારિસંજીવની ન્યાય |
ઘાસ ચરાવતા અનાયાસે વશીકરણથી પુરુષ બળદ બન્યો હતો તે પુનઃ માણસ થયો. તેમ માનવ કોઈ ધર્મને સેવતા સાચો ધર્મ પામી શકે. |
ચિકિત્સા |
નિદાન - તપાસ. |
ચિત્ત |
(મન) વિકલ્પ, બોધ, જ્ઞાન એકાર્થ છે. પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળું, જે પોતાના રૂપનો સદા સ્વયં અનુભવ કરે તે ચિત્ત - ચેતન - ચિતિશક્તિ, આત્માના ચૈતન્ય વિશેષરૂપ પરિણામને ચિત્ત કહે છે. તેનું લક્ષણ સ્વસંવેદન છે. હિતાહિતનો વિચાર કરવાવાળું ચિત્ત છે. |
ચિપ્રકાશ |
અંતરચિપ્રકાશ દર્શન છે. બાહ્યચિપ્રકાશ જ્ઞાન છે. |
ચિત્ર |
ચિત્તનું રક્ષણ કરે તે. ચિત્ર અનેક પદાર્થોની આકૃતિ. |
ચિન્મય |
ચિદ્મય આત્મા, ચેતનમય આત્મા. |
ચિંતા |
ચિન્તન કરવું તે. અંતઃકરણની વૃત્તિઓનું પદાર્થોમાં પ્રવૃત્ત થવું. મતિજ્ઞાનનો એક ભેદ છે. વ્યવહારમાં ચિંતા એ ઉપાધિજન્ય છે. એથી ચિંતા અને ચિંતનમાં (ધ્યાનમાં) અંતર છે. ચિંતા અશુભ પરિણામ છે. શુદ્ધિ વિષયક ચિંતન શુભ પરિણામ છે. |
ચૂલિકા |
સર્વ અથવા અમુક અનુયોગ દ્વારોથી સૂચિત અર્થોની વિશેષ પ્રરૂપણા થાય તે. આગળના પદ કે શ્લોકની પૂર્તિ કરે. જેમ કે પંચપરમેષ્ઠી મંત્રની પાછળ ચાર પદથી જે પૂર્તિ કરી છે. તેમાં મંત્રનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે તે ચૂલિકા છે. |
ચેતના |
સ્વસંવેદનરૂપે અંતરંગ પ્રકાશસ્વરૂપ ભાવવિશેષને ચેતના કહે છે. 1.શુદ્ધ ચેતના, યદ્યપિ ચેતના મૂળ સ્વરૂપે એક પ્રકારે શુદ્ધ છે, પરંતુ જીવના શુદ્ધાશુદ્ધ પરિણામને કારણે બે ભેદ છે. |
શુદ્ધ ચેતના |
જ્ઞાનચેતના - જ્ઞાની અથવા વીતરાગી જીવોના જ્ઞાતાદ્રષ્ટારૂપ ભાવ પદાર્થોને જાણે પણ ઈષ્ટાનિષ્ટ ભાવ ન કરે, કર્મબંધ તથા કર્મફળને જાણે, જ્ઞાનમાત્રને જાણે છે, તેથી તે જ્ઞાનચેતના છે. અશુદ્ધ ચેતના બે પ્રકારે છે. મિથ્યાત્વોદય રહિત સમ્યજ્ઞાનયુક્ત ચેતના જ્ઞાનચેતના છે. |
ચેષ્ટા |
હાથ - પગના હલનચલનથી કે આંખના ઈશારાથી કોઈ વિગતને સમજાવવા પ્રયત્ન કરવો. અથવા કોઈ વસ્તુ લેવા - મૂકવા માટે જે ક્રિયા થાય છે. |
ચૈત્ય - ચૈત્યાલય |
જિનપ્રતિમા અથવા તેમના સ્થાન હોય તે. 1. મનુષ્યકૃત ચૈત્યાલય મનુષ્યલોકમાં હોય છે. જે કૃત્રિમ કહેવાય છે. 2. અકૃત્રિમ ચૈત્યાલયો ચારે દેવલોકમાં ભવન તથા વિમાનોમાં, મધ્યલોકમાં 13 દ્વીપોમાં મોટી સંખ્યામાં હોય છે. લોકમાં સ્થિત હોવાથી તે સ્થાવર જિનપ્રતિમા કહેવાય છે |
ચૈત્ય પ્રાસાદભૂમિ |
સમવસરણની પ્રથમ ભૂમિ. |
ચૈત્યવંદન |
મંદિરમાં મૂર્તિને ભાવથી સ્તુતિ કરવાની એક વિધિ. સૂત્ર સ્તવન વગેરે. (ચૈત્યસ્તવ). |
ચોમાસી ચૌદશ |
કારતક, ફાગણ, અષાઢ સુદ 14. જે દિવસથી ચાર માસની અવધિ ગણાય. આ ચાર માસની ચૌદસ મોટી તિથિ ગણાય, તે દિવસે ચૌમાસી પ્રતિકમણમાં વીસ લોગસ્સનો કાઉસગ્ગ આવે. |
ચોવિહાર |
સૂર્ય આથમ્યા પછી ચારે આહારનો ત્યાગ. |
ચ્યવન |
દેવ નારકીનું મરણ તેને ચ્યવન કહેવાય. |
ચ્યવનકલ્પ |
દર્શન, જ્ઞાન, ચારિત્રોના અતિચારોને દૂર કરવાનો કલ્પ. |
ચ્યુતવન |
ગિરનારમાં આવેલું સહસ્ત્રામ્રવન. |
ચ્યુતિ |
પતન, ખામી, ભૂલ. |
ચૌર્યાસીલાખ યોનિ |
જીવોને ઉત્પન્ન થવાના જુદા જુદા સ્થાનો. |
છ જીવનીકાય |
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ જીવોના છ પ્રકાર. |
છત્ર |
ચક્રવર્તીનું એક રત્ન. |
છત્રત્રય |
તીર્થંકર ભગવાનનું એક પ્રાતિહાર્ય. (ત્રણ છત્ર) સાંસારિક રીતે માતાપિતાનો આધાર છત્ર ગણાય. મોક્ષમાર્ગ જવા પરમાત્મા છત્રરૂપ મનાય. |
છદ્મ |
જ્ઞાનાવરણ - દર્શનાવરણ છદ્મ કહેવાય, (સંસારનું કારણ) - આવરણ |
છદ્મસ્થ |
જ્ઞાનાવરણ - દર્શનાવરણવાળો જીવ છદ્મસ્થ કહેવાય. કર્મવશ સંસારમાં રહેવાવાળો જીવ સંસારસ્થ - છદ્મસ્થ કહેવાય - આવારણસહિત. |
છલ |
(કપટ, માયા, પ્રપંચ) અન્યના વચનમાં અર્થાતર કરી દોષ દેવો, વચનછલ. કોઈ વસ્તુની સંભાવના હોય તેને સામાન્ય નિયમ બનાવી અન્યને હલકો પાડવો સામાન્ય છલ. ઉપચાર કથન પર કટાક્ષ કરવો. જેમ કે રાજાના મરણથી નગર રડી રહ્યું છે. તેનો નિષેધ કરવો, હાસ્ય કરવું, નગર કોઈ રડે ? નગરના |
છવિચ્છેદ |
પ્રાણીઓનાં અંગો કે ચામડી કાપવી. ખસી કરવી. હિંસાયુક્ત કાર્ય છે. દયાભાવથી કરવું પડે તે અનુકંપા છે. |
છવિચ્છેદ વિધિ |
કોઈ વ્યાધિ કે વિકારમાં અંગચ્છેક દયાપૂર્વક કરવો પડે છવિચ્છેદવિધિ. |
છહઢાલા |
દિ. આ.નો તાત્વિક ગ્રંથ. |
છંદ |
કાવ્યરચના, શ્લોક, પદ. |
છાયા |
પ્રકાશના આવરણથી શરીરાદિની છાયા હોય છે. દર્પણાદિ સ્વચ્છ દ્રવ્યોમાં મુખાદિકનું પ્રતિબિંબ પડવું. |
છુઆછૂત |
સૂતકનો એક નિયમ. અસ્પર્શનો શૂદ્રાદિ સાથેનો વ્યવહાર. |
છેદ |
નાક - નાક જેવા અવયવોનો ભેદ (વીંધવું) કરવો. અશુદ્ધ ઉપયોગ બાહ્ય છેદ છે. |
છેદપ્રાયýિાત્ત |
એક દિવસથી માંડીને વર્ષ આદિ સુધી દીક્ષાપર્યાયનો છેદ કરી નીચેની ઈચ્છિત ભૂમિકામાં સ્થાપિત કરવા. છેદ પ્રાયýિાત છે. |
છેદોપસ્થાપક |
આચાર્ય સિવાયના અન્ય મુનિજનો. નિર્વિકલ્પ તથા સામ્યભાવચારિત્ર તે નિýાય ચારિત્ર છે તે 7મું ગુણસ્થાન. વિકલ્પાત્મક સમિતિગુપ્તિયુક્ત વ્યવહારચારિત્ર અથવા છેદોપસ્થાપના છે. હિંસાદિનો ત્યાગ કરીને આત્મામાં સ્થિર રહેવું. અથવા વિકલ્પોથી નિવૃત્ત થવું તે. પ્રથમ અને ચરમ |
છેવટુંસંઘયણ |
છ સંઘયણમાંનું છેલ્લું નબળું સંઘયણ. હાડકાના બે છેડા સામેસામે અડીને રહેલા હોય. ધIાે લાગતાં તૂટે કે જુદા પડે. |
જગજીવન |
તીર્થંકર પરમાત્માનો ઉત્કર્ષ માનવાચક ભાવ. જગતને જ્ઞાનરૂપી જીવન આપનારા. |
જગત |
દુનિયા, લોક, સંસાર, વિશ્વ. |
જઘન્ય |
નાનામાં નાનું. |
જટિલ |
કઠિન. |
જડ |
અચેતન પદાર્થો, ભૌતિક સામગ્રીનાં સાધનો, શરીરાદિ જડ છે. |
જન્મ |
કર્માધીન સંસારી જીવને જન્મ હોય માતાપિતાના સંયોગથી થતો જન્મ, તે ગર્ભજ. |
ગર્ભજના ત્રણ પ્રકાર |
1. ગર્ભજ, |
જરાયુજ |
ઓળવાળો. |
અંડજ |
ઈંડામાંથી ઉત્પન્ન થતો. |
પોતજ |
ઓળરહિત. |
બદ્ધાયુષ્ક |
સમ્યગ્દૃષ્ટિ જીવ ચારે ગતિમાં જન્મ લે છે. |
જપાપુષ્પ |
જાઈનું ફુલ. |
જમ્બુદ્વીપ |
મધ્યલોકના મધ્ય ભાગમાં આવેલો એક લાખ યોજન પહોળાઈ-લંબાઈવાળો દ્વીપ. |
જયધવલા |
દિ. આ. રચિત કષાય પાહૂડ ગ્રંથની વિસ્તૃત ટીકા. |
જયવિલાસ |
શ્વે. ઉ. યશોવિજયજી રચિત ભાષાપદસંગ્રહ. |
જરા |
વૃદ્ધાવસ્થા, ઘડપણ, તિર્યંચ તથા મનુષ્યોના આયુકર્મકૃત દેહનો વિકાર (અવસ્થા) |
જરાજર્જરિત |
ઘડપણથી થયેલું બળરહિત શરીર. |
જલ |
(જળ) જૈન દર્શનકારોએ એકેદ્રિયમાં જળને જીવકાય તરીકે સ્વીકાર્યું છે. ]ાકળ, ઓસ, બરફ, વર્ષા, પાણી વગેરે પ્રકાર છે. તે જળકાય - (અપકાય) |
જલકમલવત્ |
કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં નિર્લેપ રહે છે. તેમ મહાત્માઓ સંસારમાં રહેવા છતાં નિર્લેપ રહે છે. |
જલગાલન |
જૈન દર્શનમાં પાણીને ગાળીને વાપરવાનો ધર્મ છે. ગાળીને તથા સવિશેષ ઉકાળીને જળશુદ્ધિ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જળકાય જીવોની શક્ય તેટલી રક્ષાનો આશય છે. ચોખા ચણા જેવા પદાર્થોના ધોવાણનું પાણી કે ઉકાળેલું પાણી જે નિરસ અને અચિત બને છે તે વ્રતધારી ગ્રહણ કરે છે |
જલચરજીવો |
પાણીમાં રહેનારા જીવો, માછલી, મગર, દેડકાં વગેરે. |
જલપ્રલય |
પાણીનું વિનાશક પૂર. |
જલધિ |
સમુદ્ર, દરિયો, ભવજલધિ સંસારરૂપી દરિયો. |
જલ્પ |
અન્ય દર્શનની સાધનાનો નિષેધ કરીને ન્યાય પ્રસિદ્ધ કરવો તે. |
જંગ જીતવો |
યુદ્ધમાં જીતવું, મહાન વિજયપ્રાપ્તિ. |
જંગમતીર્થ |
ચતુર્વિઘ શ્રીસંઘ રૂપી હાલતુંચાલતું તીર્થ. |
જંઘાચારણ મુનિ |
જંઘામાં - પગમાં આકાશસંબંધી વેગવાળી ગતિનું બળ. |
જંઘાબળ |
જાંઘમાં પ્રાપ્ત થયેલું શારીરિક બળ. |
જંતુ |
ચતુર્વિઘ સંસારમાં અનેક યોનિમાં જન્મ ધારણ કરે તે સંસારી જીવ જંતુ કહેવાય છે. |
જંબાલ |
કચરો, કાદવ, તુચ્છ પદાર્થ, એઠવાડ. |
જાતિ |
મનુષ્ય, તિર્યંચ, મકાન આદિના સમૂહ જાતિ કહેવાય. તેના અનેક પ્રકાર છે. જાતિ નામકર્મની પ્રકૃતિથી એકેદ્રિયથી પંચેદ્રિય સુધી પાંચ પ્રકારે છે. તે પ્રમાણે ભૌતિક પદાર્થોની સમાનતાથી જાતિ-રૂપ હોય છે. જેમકે વસ્ત્રાે, પાત્રો. |
જાતિભવ્ય |
જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા છે, પરંતુ જે જીવો નિગોદમાંથી ન નીકળવાને કારણે કદી મોક્ષે જવાના નથી તે. |
જાતિમદ |
આઠ મદમાંથી એક; પોતાની જાતિનો મદ. અભિમાન. |
જાતિસ્મરણાજ્ઞાન |
ગયા જન્મનું જ્ઞાન થવું. |
જાનહાનિ |
ઘણા જીવોનો નાશ થાય તેવું. |
જાપ |
કોઈ મંત્રનું રટણ, ભાષ્ય જાપ, ઉષાંસુજાપ, અંતર્જલ્પ, માનસજલ્પ. |
જાવજ્જીવ |
જિંદગી સુધીના વ્રતાદિ લેવાં તે. |
જિગીષુભાવ |
જીતવાની ઈચ્છાનો પરિણામ. |
જિજ્ઞાસા |
તીવ્ર વિચારણા કુતૂહલ, પરીક્ષા વગેરે જ્ઞાત-અજ્ઞાત પદાર્થોને જાણવાની ઈચ્છા, ઉત્કંઠા. |
જિતકષાય |
ક્રોધાદિ કષાયો પર જીત. નિýાયથી અકષાયરૂપ આત્મામાં લીન રહેવું. ક્ષમા સ્વરૂપ હોવું. |
જિતમોહ |
મોહને જીતીને મુનિ જ્ઞાનસ્વરૂપ આત્મા દ્વારા અન્ય પદાર્થોનું જ્ઞાન ધરાવે છે. |
જિતેદ્રિય |
જેણે ઈદ્રિયોના વિષયો પર વિજય મેળવ્યો છે તે. મુનિ જ્ઞાનસ્વભાવ દ્વારા આત્માને જાણે છે. મનને જીતવાવાળો જિતેદ્રિય છે. ઈદ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં મન સર્વોપરી છે. તેથી મન જીત્યું તે જિતેદ્રિય કહેવાય. |
જિન |
અનેક જન્મોનું પરિભ્રમણ કરવાવાળા મોહાદિ ક્રોધાદિ, ઘાતીકર્મરૂપી સર્વ અંતરંગ શત્રુઓને જીતે તે જિન - અર્હન્ત - અરિહંત છે. ઘાતીકર્મોનો ક્ષય કર્યો છે તે સકલ જિન છે. તે અર્હન્ત તથા સિદ્ધ. જેમણે તીવ્ર કષાય, ઈદ્રિય વિષયો અને મોહને જીત્યો છે તે દેશજિન છે. આચાર્ય, ઉ |
જિનચૈત્ય |
જિનેશ્વર પરમાત્માનું દહેરાસર . (જિનાલય). |
જિનમુદ્રા |
ખડગાસન, (ઊભાકાઉસગ્ગયુક્ત) પદ્માસનમુદ્રા. |
જિનવરવૃષભ |
જિનવરમાં પણ શ્રેષ્ઠ. મુખ્ય તીર્થંકર પરમદેવ. |
જિનસહસ્ત્રનામ |
ભગવાનનાં 1008 નામવાળું સ્તોત્ર, સ્તુતિ. |
જિનસ્તુતિશતકઃ |
આ. સ. કૃત સંસ્કૃત છંદબદ્ધ જિનેદ્ર ભગવાનની સ્તુતિ. બીજા જિનનાશક. |
જિવાની |
જળને ગાળ્યા પછી તેનું શેષ પાણી તે જ જળાશયમાં પહોંચાડવું. |
જિહ્થવા |
(રસના) સ્વાદેદ્રિય. બીજી નરકનું સાતમું પ્રતર. |
જીવ |
જીવે છે, જીવતો છે અને જીવશે તે ચેતનાયુક્ત જીવ છે. ઉપયોગ લક્ષણયુક્ત છે. સંસાર કે મોક્ષ બંને અવસ્થામાં જીવની મુખ્યતા છે. જોકે જ્ઞાનદર્શનસ્વભાવી હોવાથી તે આત્મા છે. છતાં પણ સંસારી દશામાં દ્રવ્ય - ભાવ પ્રાણને ધારણ કરવાથી જીવ કહેવાય છે. શરીરમાં રહેવા છતાં જ્ઞા |
જીવના અનુજીવી ગુણો |
ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોર્ક્તૃત્વ વગેરે અનંતગુણ છે. |
જીવના પ્રતિજીવી ગુણો |
અવ્યાબાધ અવ્યાગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ વગેરે. |
જીવન |
શરીરપર્યાયમાં ધારણ કરવામાં કારણભૂત આયુકર્મના ઉદયમાં ભવસ્થિતિને ધારણ કરવાવાળા જીવને પ્રાણ તથા શ્વાસ વગેરેની ક્રિયા ચાલુ રહે તે. |
જીવન્મુક્ત |
પૂર્ણ મોક્ષ અથવા દેહધારી છતાં દેહાતીત દશા. |
જીવબંધ |
રાગાદિભાવરૂપ બંધ. |
જીવવિચાર |
જીવોની ચેતના અને ઈદ્રિયોની અપેક્ષાએ કરેલા વિચારોનો ગ્રંથ. શ્વે. આ. શાંતિચંદ્રસૂરિજી રચિત. |
જીવવિપાકી |
જેમાં જીવના ભાવની મુખ્યતા છે તેવી કર્મપ્રકૃતિઓ. |
જીવસમાસ |
અનંતાનંત જીવો તેમની જાતિઓ, અને ભેદ પ્રભેદ તેના પદાર્થોનો સંગ્રહ કરવાવાળા ધર્મવિશેષને જીવ સમાસ કહે છે. |
જીવીતાશંસા |
સુખ આવે લાંબુ જીવવાની ઈચ્છા. |
જુઆ |
દ્યુત-જુગાર. શ્રાવકને વર્જ્ય છે. |
જુગુપ્સા |
જેના કારણે પોતાના દોષ ઢાંકવા અને પરદોષ પ્રગટ કરવા; તિરસ્કાર કે ઘૃણા થવી. |
જૈન |
જિનેશ્વરના ચરણકમળની સેવા કરવાવાળો. રાગદ્વેષને જીતે તે જિન. જિનાજ્ઞામાં રહે તે જૈન. |
જૈનતર્ક |
શ્રી યશોવિજયજી રચિત સંસ્કૃત ન્યાય વિષયક ગ્રંથ. |
જૈનદર્શન પરિચય |
રાગદ્વેષ વર્જિત અનંત જ્ઞાનદર્શનરૂપ પરમાર્થોપદેશક અર્હંત. જૈન દર્શનના પરમાત્મા છે. સર્વથા કર્મનો નાશ કરવાવાળો કોઈ પણ જીવ પરમાત્મા બને છે. કોઈ એક જ ઈશ્વર નથી. જીવ શુભાશુભ કર્મોનો કર્તા અને ભોક્તા છે. તેમ તે કર્મોનો નાશ કરી મોક્ષ પામે છે. જિનેશ્વર પ્રરૂપિત ન |
જૈન ધર્મ |
વીતરાગ પરમાત્માએ બતાવેલો સંસાર સાગર તરવા માટેનો માર્ગ. રાગાદિને હણવાવાળો રત્નત્રયીનો માર્ગ. |
જ્યેષ્ઠ |
મોટું (મોટાઈ) (મોટાભાઈ) મનુષ્યમાં પંચમહાવ્રતધારી જ્યેષ્ઠ છે. પુરુષ પરાક્રમ તથા રક્ષણ કરતો હોવાથી સ્રીની અપેક્ષાએ જ્યેષ્ઠ છે. |
જ્યોતિ |
પ્રકાશ, જ્ઞાનની ઉપમા છે. પરમ જ્યોતિ તે મોક્ષ |
જ્યોતિષ વિદ્યા |
જ્યોતિષ દેવોની ગતિવિધિ ઉપરથી ભૂત ભવિષ્યને જાણવાવાળું એક મહાન નિમિત્ત જ્ઞાન. જ્યોતિષ્ક દેવ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો. આ દેવોના વિમાન મધ્યલોકમાં છે, તે ફરતા અને સ્થિર, (ચરઅચર) બે પ્રકારે છે. |
ઝંખના |
વારંવાર સ્મરણ. |
ઝંઝાવાત |
અતિવૃષ્ટિ, વર્ષાની સાથે જોરદાર વાયુ. ઝાંઝવાં મૃગજળ, દૂરથી દેખાતો પાણી જેવો આભાસ. |
ટંકોત્કીર્ણ |
પથ્થર પર ટાંકણું પડે અને તરત જ આકૃતિ પડે. તેમ જીવને બોધનું પરિણમન. કેવળજ્ઞાન પોતાનામાં સમસ્ત વસ્તુઓને જ્ઞેયાકાર ટંકોત્કીર્ણન્યાયથી જાણે છે. |
ટિપ્પણ |
સમજૂતી માટે લખેલી નાની ટીકા |
ટીકા |
સંસારમાં એક અર્થમાં નિંદા. શાસ્ત્રાેના વિસ્તૃત વર્ણનને ટીકા કહે. |
ણમોકારમંત્ર |
નમસ્કાર - નવકારમંત્ર માગધિ - પ્રાકૃતમાં ણમોકારમંત્ર બોલાય છે. |
તક્ષશિલાનગરી |
બાહુબલિજીનું જ્યાં રાજ્ય હતું તે. |
તટસ્થ |
પક્ષપાતરહિત. |
તત્ |
શબ્દનો પ્રકાર. તત્ સર્વનામ પદ છે. પૂર્વપ્રકરણમાં, વાક્યોમાં આવેલા અર્થને જણાવે. |
તત્ત્વ |
પ્રયોજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ પદાર્થ-વસ્તુ કહે છે. પરમાર્થથી શુદ્ધાત્મા જ પ્રયોજનભૂત તત્ત્વ છે. જીવની કર્મયુક્ત જુદી જુદી અવસ્થાઓને કારણે તેના સાત ભેદ કહ્યા છે. પુણ્ય-પાપ બંને આશ્રવ હોવાને કારણે આશ્રવમાં ગણવાથી સાત તત્ત્વ થાય છે અને અલગ ગણવાથી નવ તત |
તત્ત્વજ્ઞાનતરંગિની |
દિ.આ. રચિત શુદ્ધચૈતન્યપ્રતિપાદક ગ્રંથ છે. |
તત્ત્વદીપિકા |
દિ.આ. રચિત આધ્યાત્મિક ગ્રંથ છે. |
તત્ત્વપ્રતિરૂપક |
સાચી કે સારી વસ્તુ બતાવી તેની સરખી કે મળતી બનાવટી વસ્તુ આપવી. |
તત્ત્વપ્રદીપિકા |
દિ.આ. રચિત, તત્ત્વાર્થ સૂત્રની પ્રાકૃત ટીકા છે. |
તત્ત્વ સંવેદનજ્ઞાન |
જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ ત્રણે કર્મોના ક્ષયોપશમવાળું આત્માના અનુભવવાળું સાચું જ્ઞાન. તત્ત્વજ્ઞાન, નવતત્ત્વો, દ્રવ્ય ગુણ, પર્યાયાદિનું પારમાર્થિક જ્ઞાન. |
તત્ત્વાનુશાસન |
દિ.આ. રચિત આધ્યાત્મિક ગ્રંથ છે. |
તત્ત્વાર્થ રાજવાર્તિક |
દિ.આ. રચિત તત્ત્વાર્થસૂત્રની ટીકા છે. |
તત્ત્વાર્થ શ્રદ્ધાન |
તત્ત્વભૂત પદાર્થોની રુચિ થવી; શ્રદ્ધા કરવી. |
તત્વાર્થ સૂત્ર |
આ. ઉમાસ્વાતિ રચિત મોક્ષમાર્ગ-તત્વાર્થદર્શન વિષયક ગ્રંથ છે. દિ. શ્વે. બંને આમ્નાયને માન્ય છે, સર્વપ્રધાન સિદ્ધાંતગ્રંથ છે. અનેક શાસ્ત્રકારોએ આ ગ્રંથ પર ટીકા-વિવેચન કર્યા છે. |
તત્વાર્થાધિગમ સૂત્ર |
શ્વે. આ ઉમાસ્વાતિજી રચિત સૂત્રાત્મક મહાગ્રંથ જે શ્વેતાંબર, દિગંબર બન્ને આમ્નાયને માન્ય છે. |
તપ્રદોષ |
તત્વજ્ઞાનમાં હતોત્સાહ, પ્રમાદ. એક દોષ છે. |
તથાગતિ પરિણામ |
પ્રતિબંધ વિનાનું. અજીવ નીચે જાય છે અને પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે. જીવ-અજીવની એવા પ્રકારની ગતિનો સ્વભાવ છે. |
તદાહ્યતાદાન |
પોતાને માટે અયોગ્ય તથા ચોર દ્વારા લાવેલી વસ્તુ ગ્રહણ કરવી. |
તદુભય પ્રાયýિાત |
બંને પ્રકારનું પ્રાયýિાત. |
તદ્ધિતપ્રત્યય |
શબ્દને જે જે પ્રત્યય લાગે તે. જેમ કે ગ્રામ પરથી ગ્રામ્ય. |
તદ્ભવ મોક્ષગામી |
અંતિમ ભવવાળા. ભવાંતરે જન્મ ન લેનારા. |
તદ્વચન સેવના |
ઉપકારી પરમ ગુરુજીના વચનોની સેવા કરવાની ભાવના. |
તનવાત |
અતિ પાતળો વાયુ. ધનોદધિ ધનવાતનો જે આધાર. |
તનુતમ |
અતિશય પાતળું. |
તપ |
(તપýાર્યા) સંસારના દુ:ખરૂપી તાપોને શમાવે તે તપ. દુ:ખનું મૂળ ઈચ્છા છે. ઈચ્છાઓનો નિરોધ એ તપ છે. એ પ્રથમ તો દુ:ખદાયક લાગે તેવું છે. અંતરંગ શુદ્ધિ વીતરાગતા, સામ્યતાની વૃદ્ધિ માટે તપ મહાન ધર્મ છે. તેથી જ્ઞાનીજનો સાધકો તપ કરવામાં પ્રમાદ સેવતા નથી. તપ દ્વારા અના |
બાહ્ય તપ |
અનશન, ઉણોદરી વૃત્તિસંક્ષેપ, રસત્યાગ કાયક્લેષ સંલીનતા. |
તપસ્વી |
વિષયોની આશાથી, ઈચ્છા નિરોધ કરવાવાળો, વ્યવહારથી બાહ્ય-અભ્યંતર તપનો આરાધક. |
તપોધન |
તપ જ જેનું ધન છે તેવા મહાત્માનું તપોધન. |
તપ્ત |
દુખની પીડાથી ત્રાસ પામેલો. |
તમ |
દૃષ્ટિનો વિકાર - અંધકાર. |
તમઃ પ્રભા |
છઠ્ઠી નરકભૂમિ. જ્યાં અંધકારની વિશેષતા છે. (મઘવા) |
તમઃ તમપ્રભા |
અત્યંત અંધકારમય સાતમી નારકી, બીજું નામ માઘવતી. |
તમસ |
અંધકાર (પ્રકૃતિ) |
તરતમતા |
હીનાધિકતા, અલ્પાધિક. |
તર્ક |
પદાર્થોના સંદર્ભમાં જિજ્ઞાસા, બુદ્ધિપૂર્વકની ચર્ચા, પરીક્ષા-વિચારણા એકાર્થ છે. સાધ્ય અને સાધનના નિýિાત સંબંધમાં અજ્ઞાનની નિવૃત્તિ કરવા, ઉપકારક તે સુતર્ક છે. જે પદાર્થોનો અન્યોન્ય સંબંધ ન હોય તે તર્કાભાસ છે. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે. |
તર્કવિતર્ક |
ઊહાપોહ. |
તર્કસિદ્ધ |
તર્કથી પુરવાર થયેલું. |
તલવર |
કોટવાલ. (દરવાજાનો રક્ષક) |
તલ્લીન |
એકાકાર, લીન. |
તસલ્લી |
વિશ્વાસ, નિરાંત. |
તહત્તિ |
તમે જેમ કહો તેમ, તે વસ્તુ તે પ્રમાણે માન્ય છે. |
તાણ્ડવ |
એક પ્રકારનું નૃત્ય. તમાશો ભજવવો. |
તાદાત્મ્ય સંબંધ |
અગ્નિ અને ઉષ્ણતા. જળ અને શીતળતા. આત્મા અને જ્ઞાન. આત્મા અને શુદ્ધસ્વભાવ. |
તાપ |
અપવાદ આદિ નિમિત્તથી મનનું ભિન્ન થવું અથવા મનમાં કોઈ પ્રતિકૂળ નિમિત્તથી સંતાપ થવો. સામાન્યતઃ ગરમી. |
તાપસ |
જૈનમુનિ સિવાય જે સંન્યાસ આદિની ચર્યાવાળા. |
તામસદાન |
દાન આપે પણ મનમાં ઉદ્વેગ કે આવેશથી આપે. |
તામસી પ્રકૃતિ |
ઉગ્ર સ્વભાવ, ક્રોધાવેશ. |
તારક |
પરમાત્માનું આલંબન સાધકને ભવજળ તરવામાં સહાયક હોવાથી પરમાત્મા તારક કહેવાય. તારનાર. |
તાલપ્રલંબ |
વનસ્પતિઓના અંકુરાદિ. કંદમૂળ મૂળ પ્રલંબ છે. ફળ, ફુલ, અંકુર, કદોર અગપ્રલંબ છે. |
તિક્તરસ |
તીખો અથવા કડવો. |
તિમિરહર |
અંધકારને દૂર કરનાર. મુખ્યત્વે પરમાત્મા. સૂર્ય, ચંદ્ર. |
તિરસ્કૃત |
તિરસ્કાર પામેલું. |
તિરોભાવ |
છુપાઈ જવું, ગુપ્ત થવું. |
તિરોભૂત |
જે જે પર્યાયો થઈ છે, અને થવાવાળા છે તે સર્વે દ્રવ્યોમાં છુપાયેલા છે તે. |
તિર્ચ્છાલોક |
મધ્યલોક, મનુષ્યલોક. |
તિર્યગ્ |
આડું (પશુ આડા ચાલે છે તેવું) |
તિર્યગ્જૃંભકદેવો |
વ્યંતર નિકાયના દેવો. જેઓ વૈતાઢય પર્વત પર વસે છે. ઈદ્રની આજ્ઞાથી માલિક વિનાનું ધન પ્રભુના વરસીદાનમાં લાવે છે. |
તિર્યગ્ સામાન્ય |
ભિન્ન ભિન્ન દ્રવ્યના એકસરખા બનેલા પર્યાયોની એકાકારતાની બુદ્ધિ. |
તિર્યંચ |
નિગોદથી માંડીને પંચેદ્રિય તિર્યંચ સુધીના સઘળા જીવો, પશુ, પક્ષી, કીટ, પતંગિયા, વૃક્ષ, ફળ, જલ, પૃથ્વીના જીવો. દેવ, નારક, મનુષ્ય સિવાયના સઘળા જીવો. |
તિર્યચાયુ |
તિર્યંચ ગતિનું આયુષ્યકર્મ. |
તિર્યચિની |
તિર્યંચમાં સ્ત્રાળલિંગ. |
તિલાંજલિ |
ત્યાગ કરવો. છોડી દેવું. સર્વથા સંપર્ક ન કરવો. |
તીર્થ |
જેનાથી સંસાર તરાય તે. તીર્થંકર ગણધર આદિ. શત્રુંજય આદિ તીર્થો. |
તીર્થભૂમિ |
(ક્ષેત્ર) તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલી ભૂમિ. |
તીર્થસિદ્ધ |
અરિહંત પરમાત્માનું તીર્થ સ્થપાયા પછી જેજે જીવો મોક્ષે જાય તે ગણધરાદિ. |
તીર્થંકર |
ધર્મતીર્થના સ્થાપનાર. સંસારસાગર જે સ્વપુરુષાર્થ વડે તર્યા છે અન્યને તારે છે તે તીર્થંકર છે.પ્રત્યેક કલ્પમાં 1.ઉત્સર્પિણી કે અવસર્પિણીકાળમાં 24 તીર્થંકર થાય છે. જેનો પાંચ કલ્યાણકનો દેવો મહાન ઉત્સવ મનાવે છે. છેલ્લા ભવથી ત્રીજે ભવે તીર્થંકર પદની મુનિપણામાં વ |
તીલપીલકવત્ |
ઘાણીનો બળદ ઘણું ચાલે તોપણ ત્યાં જ હોય. તેમ જીવો દાનાદિ ધર્મ પુરુષાર્થ કરે પરંતુ દૃષ્ટિ મિથ્યા હોવાથી તે જ ગુણસ્થાનકમાં હોય. |
તીવ્રકામાભિનિવેશ |
કામવાસનાની અતિશય તીવ્ર અભિલાષા. |
તીવ્રતર કર્મબંધ |
અતિશય ચીકણાં કર્મોનો બંધ. |
તીવ્રભાવેપાપાકરણ |
કોઈ સંજોગોમાં પાપ કરવું પડે તોપણ અતિશય તીવ્ર ભાવે ન કરવું. |
તીવ્રમંદતા |
કર્મોમાં ભાવનું ભારે કે હળવાપણું. |
તીવ્રમેધાવી જીવો |
અતિશય સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવો. |
તીવ્રરસબંધ |
ઘણા ઉગ્ર કે ચીકણા ભાવથી કર્મ બાંધવા. |
તીસિય |
ત્રીસ ક્રોડાક્રોડી સાગરની ઉત્કૃષ્ટિ સ્થિતિવાળા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને કહે છે. |
તુચ્છ સ્વભાવ |
હલકી મનોવૃત્તિવાળો. ]ગડા કરે તેવો. |
તુચ્છફળ |
જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઘણું તેવાં સીતાફળ, શેરડી જેવાં ફળ. |
તુણ્ડતાણ્ડવ |
વાચાળપણે વધારે પડતું બોલવું, તેવી મુખાકૃતિ. |
તુલ્ય |
અન્ય પદાર્થને મળતાં લક્ષણ હોય તે. (સરખાપણું) |
તુલ્યમનોવૃત્તિ |
ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર બંને પર સમાન ભાવ. |
તુષારવન્ના |
હિમના જેવા વર્ણવાળી સરસ્વતી દેવી. |
તૂક્યોસાહિબ |
પ્રસન્ન થયેલા ભગવાન. |
તૃણવત્ |
ઘાસની જેવું સંસારનું તુચ્છ સુખ. |
તૃણસ્પર્શપરિષહ |
ચર્યા, શય્યા, નિષધામાં તૃણના સ્પર્શની પીડાનો અપ્રમાદપણે પરિહાર તે પરિષહ જય. |
તૃતીયપદ |
પંચ પરમેષ્ટિમાં ત્રીજું પદ. |
તૃષા પરિષહ |
તરસ, પિપાસા અપ્રમાદપણે ઉદ્વેગરહિત સહન કરવી. |
તૃષ્ણા |
રાગ, લોભ તથા અભિલાષા. તૃષ્ણા અનંત મનાય છે. |
તેઈદ્રિય |
સ્પર્શ, રસ, ઘ્રાણ આ ત્રણ ઈદ્રિયોવાળા જીવો કીડી. મકોડો, મચ્છર, માંકડ વગેરે. |
તેઉકાય |
અગ્નિકાય જીવો, જેનું શરીર આગમય છે. |
તેજસ વર્ગણા |
પાંચ શરીરમાં તેજ તથા પ્રભાયુક્ત એક શરીર તેજસ છે. સંસારી દરેક જીવને હોય છે, તે સૂક્ષ્મ છે. ઔદારિક આદિ શરીરમાં દીપ્તિ, ગરમી, પાચન કરવામાં સહાયક છે. કાર્મણ અને તેજસ શરીરની જુગલબંધી છે. તે બંને અપ્રતિઘાતી છે. સંસારમાં ભવાંતરે જીવની સાથે જાય છે. તેજોલબ્ધિ વડે |
તેજંતુરી |
એ નામની ઔષધિ જેના સ્પર્શની લોખંડ સોનું થાય. |
તેજોલેશ્યા |
લબ્ધિવિશેષ છે જેના વડે ગુસ્સો કરી આગમય શરીર બનાવી અન્યને બાળે. હલકી મનોવૃત્તિ. |
તેરાપંથ |
જેઓ મૂર્તિ મંદિરને સ્વીકારતા નથી. તેર સાધુ વડે આ પંથ શરૂ થયો હતો. પ્રથમ સાધુ ભિક્ષુકસ્વામી હતા. |
તૈજસકાય |
(શરીર) અગ્નિકાય, તૈજસ શરીર. |
તૈજસ સમુદ્ઘાત |
તેજોલેશ્યા અથવા શીત લેશ્યાની વિકુર્વણા કરતા પૂર્વબદ્ધ તૈજસ નામકર્મના અનેક કર્મપરમાણુઓને ઉદયમાં લાવી બળાત્કારે વિનાશ કરે. |
ત્યાગ |
સાધક જીવ પરપદાર્થોનો મોહ છોડી સંસાર, દેહ, ભોગ આદિ પ્રત્યે ઉદાસીન પરિણામ રાખે છે તે અભ્યંતર ત્યાગ છે, સચિત-અચિત પરિગ્રહનો ત્યાગ કરવો કે દાન કરવું તે બાહ્ય ત્યાગ છે. નિýાયથી બાહ્ય અને અભ્યંતર પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ છે. |
ત્યાજ્ય |
તજવાલાયક. |
ત્વક |
ત્વચાને લગતું. સ્પર્શ. |
ત્વચા |
વૃક્ષાદિની છાલ, સૂરણ વગેરેનું બાહ્ય પડ. મનુષ્યાદિની ચામડી. |
થિણદ્ધિનિદ્રા |
દર્શનાવર્ણીય કર્મ પ્રકૃતિનો ભેદ છે. દિવસે ચિંતવેલું જે કાર્ય નિંદ્રામાં ઊઠીને કરી આવે, પાછો સૂઈ જાય. પણ તેને તેની સ્મૃતિ પણ ન હોય. આ નિદ્રા વખતે પ્રથમ સંઘયણવાળાને અર્ધચક્રીથી અર્ધુબળ પ્રાપ્ત થાય છે. શેષ સંઘવણવાળાને સાતઆઠ ગણું ફળ પ્રાપ્ત થાય છે. |
થિરીકરણ |
દર્શનાચારના આઠ આચારમાનોં છઠ્ઠો આચાર, સમ્યક્થત્વના આઠ ગુણમાંથી એક ગુણ. શ્રદ્ધાનું દઢપણું. |
દક્ષ |
એક નામ છે. તેનો અર્થ કુશળ ચતુર, પ્રવીણ થાય. |
દગ્ધ |
બળેલું, દા]ેલું. |
દત્તાદાન |
બીજાએ હર્ષથી આપેલી વસ્તુ લેવી. |
દત્તિ |
દાન, જરૂરિયાતવાળા જીવોને દયાપૂર્વક શુદ્ધ ભાવથી તેના ભયને દૂર કરવો. ઈત્યાદિ. |
દધિ |
દહીં, લઘુ વિગઈ. |
દધિમુખ |
નંદીશ્વર દ્વીપ ઉપર સોળ શ્વેત પર્વત છે. તે દરેક પર એક એક જિન-મંદીર છે. |
દન્તાલી |
ખેતરમાં જુદા જુદા સ્થાને કરેલાં અનાજના ઢગલાને ભેગું કરવામાં વપરાતું સાધન. |
દરિદ્ર |
ગરીબ, દીન. |
દર્પ |
અહંકાર, કપટ, ગર્વસહિત હાસ્યાદિ ચેષ્ટા કરવી. |
દર્શક |
જોનાર. |
દર્શન |
ધાર્મિક સંપ્રદાયોના મતની અલગ અલગ સૈદ્ધાંતિક દષ્ટિ દર્શન. દર્શનનાં મુખ્ય છ પ્રકાર ભારતમાં મનાય છે. મુખ્યત્વે દર્શનનો હેતુ ઉત્તમ જીવનવિકાસનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. દર્શનના પ્રરૂપક મેધાવી - દ્રષ્ટા હોય છે. છ દર્શન-બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમ |
દર્શન ઉપયોગ |
જીવની ચૈતન્યશક્તિ દર્પણ જેવી સ્વચ્છ છે. જીવની ચૈતન્યશક્તિ જ્ઞેયાકારોના પ્રતિબિંબને ગ્રહણ કરે છે. તે ચેતનાનું નિજપ્રતિભાસ દર્શન છે. જેમ પ્રતિબિંબને વિશિષ્ટ સ્વચ્છતા ગ્રહણ કરે તે પરિપૂર્ણ દર્પણ છે. તેમ વિશિષ્ટ જ્ઞાન દર્શન પરિપૂર્ણ ચેતના છે. આ દર્શનરૂપ અંતરચ |
દર્શનકાર |
શાસ્ત્રાે રચનાર. ભિન્ન ભિન્ન માન્યતા ધરાવનાર. |
દર્શનમોહ |
મોહનીય કર્મની પ્રકૃતિ છે. સમ્યક્ત્વનો ઘાત કરવાવાળી ઘાતી છે. |
દર્શન વિશુદ્ધિ |
તીર્થંકર નામકર્મની નિકાચનાની 16 ભાવનામાં પ્રથમ અને સર્વ પ્રધાન ભાવના દર્શન વિશુદ્ધિ છે. સમ્યગ્દર્શનની અત્યંત નિર્મલતા અને દઢતા આ ભાવનાથી થાય છે. તત્વાર્થ શ્રદ્ધા દ્વારા શુદ્ધ સમ્યગ્દર્શન, આઠ ગુણ અંગો સહિતનું હોય છે. તથા ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, હિતાહિત અત્ |
દર્શનશાસ્ત્ર |
ભિન્ન ભિન્ન માન્યતાઓ બતાવનારાં શાસ્ત્રાે. |
દર્શનશુદ્ધિ |
આ. ચંદ્રપ્રભસૂરી રચિત સમ્યક્ત્વ વિષયક ન્યાયપૂર્ણ ગ્રંથ. |
દર્શનાવરણઃ |
(દર્શનાવરણીય કર્મ) પદાર્થોનું સામાન્ય અવલોકન થવું કે બોધ ન થવો. આત્માના દર્શનગુણને આવરણ કરનારું દર્શનાવરણીય કર્મ, તેના નવ ભેદ છે. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિદર્શનાવરણ,કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્ત્યાનગૃદ્ધિ. રા |
દશદિશિ |
પૂર્વાદિ 4 દિશા. વાયવ્ય આદિ 4 વિદિશા ઉપર અને નીચે કુલ દસ. |
દશપૂર્વી |
દસપૂર્વનું જ્ઞાન ધરાવનાર શ્રુતકેવળી કુલ પૂર્વ ચૌદ છે. |
દશલક્ષણ |
યતિનાં દસ ધર્મ, ક્ષમા, આર્જવ, માર્દવ, શૌચ, સત્ય તપ, ત્યાગ, સંયમ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. |
દશવૈકાલિક |
દ્વાદશાંગ જ્ઞાનના ચૌદ પૂર્વમાંથી સાતમું અંગબાહ્ય. આચાર્ય સ્વયંપ્રભશ્રીએ પોતાના શિષ્ય (પુત્રનું) આયુષ્ય છ માસનું જાણીને તેની અંતિમ આરાધના માટે આ ગ્રંથની રચના કરી હતી. |
દંડ |
શિક્ષા. ગુના પ્રમાણે શિક્ષા કરવી. પ્રાયýિાત આપવું. |
દંડક |
આત્મા કર્મોથી દંડાય, દુ:ખી થાય. શિક્ષા પામે તેવાં જીવસ્થાનકો. નારકી આદિ 24 દંડસ્થાનકો. |
દંડક પ્રકરણ |
શ્વે. ગજસાર મુનિ રચિત 24 દંડકો ઉપર 24 દ્વારો સમજાવતો એક ગ્રંથ. |
દંડદ સૂત્રો |
શાસ્ત્રમાં કહેલ મુદ્દા વડે અસ્ખલિત રીતે જે બોલવામાં આવે તે સૂત્રો. |
દંતકથા |
મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા. |
દંભ |
માયા, કપટ. |
દંશમશકપરિષહ |
માખી કે મચ્છર જેવાં જંતુ દ્વારા પીડા થાય ત્યારે સાધુજનો મન, વચન, કાયાથી તે જીવને બાધા ન પહોંચે તેમ સહી લે તે દંશમશકપરિષહ જય. |
દાતા |
આહારાદિ દાન દેવાવાળા. |
દાન |
કેવળ શુદ્ધોપયોગરૂપ ધર્મનો અવકાશ ન હોવાને કારણે ગૃહસ્થધર્મમાં દાનની પ્રધાનતા છે. તેમાં સુપાત્ર, લોકોત્તર દાન સાધુજનોને આહારાદિ આપવા વૈયાવૃત્ત કરવી, ઉપકરણ આપવા ઉત્તમ દાન છે. લૌકિક - સામાન્ય દાન જેમાં જરૂરિયાતવાળા તમામ ક્ષેત્રોમાં દાન આપવું. યદ્યપિ દાન સમયની |
દાનાંતરાયકર્મ |
અંતરાયકર્મની પ્રથમ ઘાતી પ્રકૃતિ છે. જેના ઉદયથી જીવને વસ્તુનો યોગ હોવા છતાં દાન કરવાની ભાવના ન થાય. ભાવિબંધ દરિદ્રતાનો થાય. |
દાયક |
દાન કરવાવાળો દાતા. તીર્થંકર મહાન દાતા-દાયક છે. |
દિક્ |
દિશા |
દિક્કુમારી |
આઠ દેવીઓ, ભગવાનની માતાની ગર્ભ સમયે સેવા કરે છે. |
દિવ્રત |
દિવ્રત ઃ શ્રાવકનાં બાર વ્રતમાં છઠ્ઠું વ્રત દસ દિશાનું પરિમાણ કરવા માટે છે. સૂક્ષ્મ પાપોની નિવૃત્તિ માટે નદી, પર્વત આદિ પ્રદેશમાં કેટલા ક્ષેત્રમાં કેટલા સમય માટે જવું તેનું પરિમાણ. પ્રતિજ્ઞા લીધા પછી પ્રમાદવશ કે જાણેઅજાણે ક્ષેત્રાદિની વૃદ્ધિ થાય તો અતિચાર |
દિગંબર |
વસ્રરહિત, સર્વ પરિગ્રહરહિત અવસ્થા. દિગંબર સાધુ સંઘ તે પ્રથમ હતો. શ્વે. સંઘ નવીન ઉત્પન્ન થયેલો સંઘ મનાય છે. અન્યોન્ય એવી માન્યતા છે. |
દિગ્પટ ચૌરાસી |
શ્રી યશોવિજયજી રચિત છંદોમાં રચેલો ગ્રંથ જેમાં દિગંબર મત પર ચોરાસી આક્ષેપ કર્યા છે. |
દિગ્વિજય |
ચક્રવર્તી કે વાસુદેવાદિ છ ખંડાદિ પર વિજય મેળવે તે. |
દિવ્યધ્વનિ |
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર ભગવાનની ઉપદેશરૂપ દિવ્ય વાણી, સહજવાણી, આઠ પ્રાતિહાર્યનો એક પ્રકાર. ગણધર ભગવાનની ઉપસ્થિતિમાં માગધી ભાષામાં દિવ્યવાણી પરિણમે છે. યધપિ દિગંબર આમન્યાની માન્યતા પ્રમાણે તીર્થંકરની વાણી ભાષાત્મક નથી. પરંતુ ઁ઼કાર ધ્વનિ વીખરે છે, |
દિશાપરિમાણવ્રત |
ત્રણ ગુણ વ્રતોમાનું પહેલું, દિશાનું માપ ધારવું, જીવન પર્યંત સર્વદિશામાં કેટલા માઈલ જવું તેની ધારણા. |
દિશામન્ત્ચ, દિશામાદિ, દિશામુત્તર |
સુમેરુપર્વતનાં અન્ય નામ. |
દીક્ષા |
પ્રવજ્યા, સંસારત્યાગ, સર્વવિરતિ. ઉત્તમ સંસ્કારનો આરોપ કરવો તે. તેના મંત્ર વ્રત ઈત્યાદિ અનેક પ્રકાર છે. (પ્ર- વ્રજ દૂર જવું) સંસારવાસથી દૂર થવું કે ત્યાગ કરવો. |
દીક્ષા કલ્યાણક |
તીર્થંકર પરમાત્માનો દીક્ષા મહોત્સવ. |
દીનદરિદ્રિ |
લાચાર, દુ:ખી, નિર્ધન વ્યક્તિ. |
દીપકલિકા |
દીવાની જ્યોત કે પ્રકાશ. |
દીપાવલી |
દિવાલી, દીવડાઓની હારમાળા. |
દીપાંગ |
કલ્પવૃક્ષનો એક ભેદ. |
દીર્ઘકાલિકી સંજ્ઞા |
લાંબા કાળનો વિચાર કરવાની શક્તિ, થયેલા અનુભવ પરથી કામ કરવાની બુદ્ધિ. |
દીર્ઘદ્રષ્ટિ |
ભાવિનો વિચાર કરીને કાર્ય કરવાની દ્રષ્ટિ. |
દીર્ઘસ્વર |
શબ્દમાં લાગતાં દીર્ઘ ચિહ્ન. |
દીર્ઘસ્થિતિ |
જ્ઞાનાવરણીયાદિ કર્મોની લાંબી બાંધેલી સ્થિતિ. |
દુIડં |
મારું પાપ મિથ્યા થાઓ. |
દુગંછા |
જુગુપ્સા, તિરસ્કાર, ઘૃણા, દ્વેષ. |
દુરભિગંધ |
ખરાબ ગંધ. |
દુરિત |
પાપ, દુષ્ટાચરણ. |
દુર્ગતિદાતાર |
નરકાદિ દુર્ગતિમાં આત્માને લઈ જનાર પાપવૃત્તિઓ. |
દુર્જય |
વિષય કષાયો, જે જીતવા મુશ્કેલ પડે. |
દુર્દર |
કાયોત્સર્ગનો એક અતિચાર. |
દુર્ધર |
ઘણું કઠિન તપ આદિ. |
દુર્ભંગ |
દુર્ભાગ્ય. અશુભ નામ કર્મની પ્રકૃતિ. |
દુર્ભવ્ય |
જેને મોક્ષે જવાનો ઘણો કાળ બાકી છેતે. |
દુર્ભાષા |
કઠોર વચન, અપ્રિય વચન. |
દુષમા |
દરેક કાળમાં દુષમા નામનો દુ:ખદ આરો - સમય હોય છે. જેમ કે આ વર્તમાન પંચમકાળ દુષમા છે. |
દુષમા દુષમા |
અવસર્પિણીનો છઠ્ઠો આરો જેમાં દુ:ખ જ દુ:ખ હોય તે. |
દુષમા સુષમા |
અવસર્પિણીનો ચોથો આરો જેમાં દુ:ખ વધારે અને સુ:ખ ઓછું હોય તે. |
દુષ્કૃતગર્હા |
પોતાનાં કરેલાં પાપોની નિંદા, પ્રાયýિાત કરવું. |
દુષ્ટચેષ્ટા |
કાયા વડે પાપભર્ય઼ું વર્તન કરવું. |
દુષ્ટભાષણ |
પાપયુક્ત વચન બોલવાં. |
દુપ્રણિધાન |
દુર્ધ્યાન, અશુભ પરિણામ. સામાયિક વ્રતનો એક દોષ. |
દુ:ખ |
માનસિક કે શારીરીક શાતા-અશાતા, વ્યથા, પીડા, ત્રાસ, તેના અનેક પ્રકાર છે. દુ:ખ વ્યાકુળતા ઊભી કરે છે, તેથી આર્તધ્યાન થતાં જીવ વળી નવાં કર્મ બાંધે છે. અને સંસારનું પરિભ્રમણ પામે છે. ચારે ગતિમાં દુ:ખ પામે છે. વાસ્તવમાં જડ પદાર્થો તથા શરીરમાં આત્મબુદ્ધિ તે દુ:ખન |
દુ:ખદાયી |
દુ:ખ આપનાર. |
દુ:ખદૌર્ભાગ્ય |
પ્રતિકુળતા, લોકોની અપ્રીતી. |
દુ:પક્વ |
આહારના પદાર્થોને પુન પકાવવા તે દોષિત આહાર છે. |
દુ:શ્રુતિ |
મિથ્યાશ્રવણ કરવું તે અનર્થદંડનો એક ભેદ છે. |
દુ:સ્વર |
કંઠમાંથી નીકળતો કર્કશ સ્વર, નામ કર્મની અશુભ પ્રકૃતિ છે. |
દૂરસ્થ - દૂરાર્થ |
ક્ષેત્રથી દૂર હોય તે. |
દૂરોત્સારિત |
દૂર દૂર નંખાયેલી ચીજ. |
દૃઢીભૂતતા |
અતિશય સ્થિરતા, અચલિતાવસ્થા. |
દૃશ્યમાન દ્રવ્ય |
વર્તમાન સમયમાં જેટલાં દ્રવ્ય દેખાય તે. |
દૃષ્ટાંત |
સાધનભૂત કોઈ પદાર્થ બતાવવા માટે થતો વચનપ્રયોગ. સાધ્ય સાધન બંને ધર્મના અવિનાભાવી સંબંધની રજૂઆત તે દષ્ટાંત. દષ્ટાંત રૂપથી જે વચનપ્રયોગ થાય તે ઉદાહરણ. |
દૃષ્ટિ |
જીવની વિચારશક્તિ, મિથ્યાદષ્ટિ કે સમ્યગ્દષ્ટિ. |
દૃષ્ટિપ્રવાદ |
દષ્ટિઓને જે નિર્દેષ કરે તે. દ્વાદશાંગ શ્રુતનું 12મું અંગ જે હાલ વિચ્છેદ ગયું છે. |
દૃષ્ટિભેદ |
આધ્યાત્મિક ક્ષેત્રમાં દૃષ્ટિભેદની સંભાવના નથી, પરંતુ આ ક્ષયોપશમજ્ઞાનના કાળમાં પ્રત્યક્ષ જ્ઞાનીઓના અભાવમાં મતભેદ થતા હોય તે. |
દૃષ્ટિરાગ |
એક જ વ્યક્તિ પર ગાઢ રાગ થવો, જેના કારણે અન્ય પ્રત્યે દ્વેષ થાય. |
દૃષ્ટિવાદ |
દ્વાદશાંગીનું બારમું અંગ. ચૌદ પૂર્વોવાળું અંગ. |
દૃષ્ટિવાદોપદેશિકીસંજ્ઞા |
શાસ્ત્રાેમાં કહ્યા પ્રમાણે આત્માના હિતાહિતની વિચારવાળી જે સંજ્ઞા (બુદ્ધિ) તે. |
દેય |
આપવાલયક પદાર્થનો પરોપકારાર્થે ત્યાગ કરવો. |
દેરાસર |
પ્રભુની મૂર્તિનું સ્થાપન કરી પૂજાદિ કરવાનું સ્થાન. |
દેવ |
દેવ શબ્દ અનેકાર્થવાચી છે. સ્વર્ગલોકના દેવ વૈક્રિયદેવ છે. (દેવતા) સર્વજ્ઞ દેવ વીતરાગી છે. અરિહંત - સિદ્ધ બંને દેવ છે. વળી આચાર્યાદિ ગુરુ તત્ત્વને પણ દેવ મનાય છે. અર્થાત્ સર્વજ્ઞ વીતરાગ તથા પવિત્ર યોગીના દેવત્વમાં ભેદ નથી. આથી પંચ પરમેષ્ઠીમાં પાંચે પદ દેવસ્ |
દેવકુરુ |
વિદેહક્ષેત્રની ઉત્તમ ભોગભૂમિ છે. |
દેવદ્રવ્ય |
પ્રભુની મૂર્તિ કે મંદિરની સુરક્ષા માટે રખાતું દ્રવ્ય. |
દેવમૂઢતા |
સર્વજ્ઞ વીતરાગ કે પંચપરમેષ્ઠી દેવ સિવાય અન્ય દેવને આરાધ્ય માનવા. |
દેવલોક |
વૈમાનિક દેવોનાં સ્થાનો શ્વે. સં. પ્રમાણે 12 અને દિ. સં. 16 દેવલોક. |
દેવાગમ સ્તોત્ર |
દિ. આ. સમંતભદ્ર રચિત જિનસ્તુતિ. |
દેશ |
અલ્પ, અણુવ્રતની જેમ. |
દેશઘાતી પ્રકૃતિ |
આત્મગુણનો પૂર્ણપણે આવરણ ન કરે, અલ્પઘાત, એકદેશ ઘાત કરે. જ્ઞાનાવરણની 4, દર્શનાવરણની -3, (કેવળજ્ઞાન અને કેવળદર્શન સિવાયની) અનંતાનુબંધી આદિ ત્રણ સિવાયની મોહનીયની, સંજ્વલન 4, નોકષાય 9, સમ્યક્ત્વ - 1. અંતરાયની 5, કુલ 26. |
દેશચારિત્ર |
શ્રાવકનાં વ્રતો. |
દેશનાલબ્ધિ |
સદ્ગુરુના ઉપદેશ દ્વારા થતો બોધ. |
દેશપ્રત્યક્ષ |
અવધિજ્ઞાન - મનઃપર્યવજ્ઞાન અતીદ્રિય જ્ઞાન છતાં અલ્પપ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ છે. |
દેશવિરત |
સંયમાસંયમ - દેશસંયત. |
દેશવિરતિ |
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ. માન, માયા, લોભના ઉપશમથી શ્રાવકવ્રતરૂપ દેશચારિત્ર, દેશવિરતિ નામે પાંચમું ગુણસ્થાનક છે. તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનસહિત હોય છે. |
દેશોનપૂર્વક્રોડવર્ષ |
પૂર્વ ક્રોડ વર્ષોમાં કંઈક ઓછું. ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણતાં જે આવે તે 1 પૂર્વ, પાંચમા અને તેરમા ગુણઠાણાનો તથા 6 - 7 નો સંયુક્તકાળ આટલો થાય. |
દેહ |
શરીર, કાયા. |
દેહત્યાગ |
વર્તમાન શરીરનો ત્યાગ થવો. |
દેહાતીત |
દેહમાં રહેલો આત્મા દેહની ભિન્નતા અનુભવે તે. |
દેહાધ્યાસ |
શરીર ઉપરની મમતા, અતિરાગ. |
દૈવ |
નિયતિ, પ્રારબ્ધ, ભાગ્ય. |
દૈવસિક પ્રતિક્રમણ |
સવારથી સાંજ સુધી લાગેલાં પાપોના પ્રાયýિાત માટે સાંજે કરાતું પ્રતિક્રમણ. |
દૈવાધિષ્ઠિત |
ભાગ્યને આધીન, દૈવ સંબંધી સ્વરૂપ જેમાં સ્થાપિત કરાયું છે તે. |
દોલાચિત્ત |
કાયોત્સર્ગનો એક અતિચાર. |
દોષ |
અપરાધ, અઢાર પાપસ્થાનક દોષ કહેવાય. |
દોષ નિવારક |
દોષોને અટકાવનાર. |
દોષિત |
દોષથી ભરેલું. |
દ્યૂતક્રીડા |
જુગાર, શરત, તાસ, ચોપાટ શ્રાવકને માટે ત્યાજ્ય છે. |
દ્યૂતિ |
શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેની કાન્તિ. |
દ્યોતન |
ઉદ્યોત ઃ પ્રકાશ, દ્યોતિત. |
દ્રવ્ય |
ગુણોનો સમૂહ. દ્રવ્યોનો સમૂહ લોક - (વિશ્વ) મુખ્ય દ્રવ્ય છ છે. તેના અન્ય પ્રકારો અનંત છે. દ્રવ્ય નિત્યપરિણામી છે. ગુણપર્યાયવત્ દ્રવ્ય છે. ગુણ દ્રવ્યમાં સહભાવી - સર્વ પ્રદેશે વ્યાપ્ત છે. પર્યાય ગુણની બદલાતી - વ્યક્ત થતી અવસ્થા છે. ગુણના બે ભેદ છે. 1. સામાન્ય |
દ્રવ્યકર્મ |
કાર્મણવર્ગણા કર્મત્વરૂપે પરિણમે તે જ્ઞાનાવરણીય ઈત્યાદિ કર્મ. |
દ્રવ્યત્વ |
દ્રવ્યનું પરિણમન - જે શક્તિના કારણથી દ્રવ્યની પર્યાયો (અવસ્થા) સ્વયં બદલાતી રહે. દરેક દ્રવ્યનું સાધારણ લક્ષણ. |
દ્રવ્યનિક્ષેપ |
કોઈ પણ વસ્તુના ભાવાત્મક સ્વરૂપની આગળ-પાછળ બંને અવસ્થા. |
દ્રવ્યનિર્જરા |
આત્મપ્રદેશ પરથી કાર્મણવર્ગણાનું અંશે અંશે ખરી જવું. |
દ્રવ્યપૂજા |
ચંદન, ધૂપ, દીપ આદિ દ્રવ્યપૂજા છે. અષ્ટપ્રકારથી માંડીને અનેક પ્રકાર છે. |
દ્રવ્યપ્રાણ |
શરીરસંબંધી બાહ્ય પ્રાણો, પાંચ ઈદ્રિ, મન, વચન અને કાયા. શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય, કુલ દસ પ્રાણ છે. આત્માને શરીરમાં રહેવાનાં સાધનો છે. |
દ્રવ્યબંધ |
કાર્મણવર્ગણારૂપ પુદ્ગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિ. આત્માના યોગ તથા કષાયરૂપ ઉપયોગના નિમિત્તથી દ્રવ્યબંધ થાય. |
દ્રવ્યમોક્ષ |
કેવળી અવસ્થા. ચાર ઘાતીકર્મનો નાશ. |
દ્રવ્યશ્રુતજ્ઞાન |
આગમાદિ શાસ્ત્રનું જ્ઞાન. |
દ્રવ્યસંવર |
સમિતિગુપ્તિ આદિ આચાર વડે દ્રવ્યકર્મનું રોકાવું. |
દ્રવ્યહિંસા |
અન્ય જીવોને મારી નાંખવા. પ્રાણરહિત કરવા. |
દ્રવ્યાર્થિકનય |
દ્રવ્યની મૂળ સત્તાને જણાવતો નય, વસ્તુના મૂળ સ્વરૂપને પ્રધાનપણે જાણનારી જે દૃષ્ટિ. |
દ્રવ્યાસ્રવ |
દ્રવ્યબંધના ઉપાદાન કારણને તથા ભાવબંધના નિમિત્તકારણને દ્રવ્યાસ્રવ કહે છે. તેના 42 પ્રકાર છે. |
દ્રવ્યેદ્રિય |
પાંચ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શ્રોતેદ્રિય, બાહ્યરચના તે દ્રવ્યેદ્રિય છે. શરીરમાં પુદ્ગલની બનેલી જે ઈદ્રિયો તે, બાહ્ય આકારરૂપે જે છે તે બાહ્ય નિવૃત્તિ. અંદર આકારરૂપે છે તે અભ્યંતર નિર્વૃત્તિ (રચના). અંદરની પુદ્ગલની બનેલી ઈદ્રિયમાં જે વિષય જણાવવામાં સહાયક |
દ્વયાશ્રવ મહાકાવ્ય |
શ્વે. આ. હેમચંદ્રસૂરિ રચિત ગ્રંથ. |
દ્વંદ્વ |
બેનું જોડું. કલહ, લડાઈ. |
દ્વાર્ત્રિશતિકા |
શ્વે. આ. સિદ્ધસેન દિવાકર રચિત અધ્યાત્મભાવના પૂર્ણ 32 શ્લોક પ્રમાણ ગ્રંથ. (2) હેમચંદ્રાચાર્ય રચિત ન્યાયવિષયક 32 શ્લોક પ્રમાણ ગ્રંથ. (3) દિ.આ. અમિતગતિ રચિત 32 શ્લોક પ્રમાણ સામાયિક પાઠ. |
દ્વિચરમ |
છેલ્લા બે ભવ થવાવાળો જીવ. |
દ્વિજ |
બ્રાહ્મણ. |
દ્વિતીયોપશમ |
સાતમા ગુણસ્થાનમાં ક્ષયોપશમિક સમ્યગદૃષ્ટિ જીવ, શ્રેણી ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ક્રોધાદિ ચતુષ્ટયનું વિસંયોજન, અર્થાત્ અપ્રત્યાખ્યાનાદિરૂપ કરીને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિનો ઉપશમ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. |
દ્વિર્બન્ધક |
જે આત્માઓનું મિથ્યાત્વ નબળું પડયું છેકે જેઓ મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાક્રોડીની ફક્ત બે જ વખત બાંધવાના છે તેવા જીવો. |
દ્વિંદ્રિય જાતિ |
બે ઈદ્રિય જાતિ નામ કર્મ. |
દ્વિદ્રિય જીવ ઃ |
બે ઈદ્રિય જીવ. સ્પર્શ રસવાળા. |
દ્વીપ |
સમુદ્રોથી વીંટળાયેલી ભૂમિ તથા સાગરોની વચ્ચે વચ્ચે આવતાં અંતર્દ્વીપ (ભૂમિ). |
દ્વેષ |
અપ્રીતિ, અનિષ્ટ કે અસહ્ય પદાર્થોમાં વેરભાવ રાખવો. તેના ક્રોધ, માન, અરતિ, શોક, ભય,જુગુપ્સા વિગેરે ભેદ છે. |
દ્વૈત |
બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ એવા ભેદવાળી બુદ્ધિ. |
ધન |
સાંસારિક વ્યવસ્થાનું સાધન. |
ધનદ ઃ કુબેર |
એક દેવ છે. |
ધનપતિ |
ધનવાન ઃ સંપત્તિવાન. |
ધનરાશિ |
ઘણું ધન (રાશિ-ઢગલો) |
ધનુષ |
કાયાનું પ્રમાણ, ક્ષેત્રનું પ્રમાણ, દંડ, યુગ,મુસલ, નાલી, એકાર્થ. |
ધમ્મ રસાયણ |
દિ. મુ. પદ્મનંદિ રચિત વૈરાગ્ય વિષયક ગ્રંથ. |
ધરણ |
માપ-તોલનું એક પ્રમાણ. |
ધરણીધર |
ભગવાન ઋષભદેવના વંશના એક રાજા હતાં. |
ધરણીધર દેવ |
પાર્શ્વનાથનાં અધિષ્ઠાયક દેવ. |
ધર્મ |
દુગતિથી પડતા આત્માને જે ધારી રાખે. દરેક પદાર્થના સ્વભાવને ધર્મ કહે છે. જેમકે જીવનો સ્વભાવ સુખ, અતિદ્રિય આનંદ, તે અંતરંગ છે, ખાસ અનુષ્ઠાન દ્વારા આનંદની પ્રાપ્તિ થાય તે બાહ્ય આનંદ છે. અંતર આનંદ નિýાય ધર્મ છે. બાહ્ય આનંદ વ્યવહાર ધર્મ છે. નિýાય ધર્મ સાક્ષાત્ |
ધર્મકથા |
જેમાં ક્ષમાદિ ધર્મો, સમ્યક્ત્વની પ્રાપ્તિનું કથન, આધ્યાત્મિક ભાવના હોય સવિશેષ ધાર્મિક જ્ઞાનીજનોનાં જીવનચરિત્રનાં દૃષ્ટાંતો. |
ધર્મક્ષમા |
ક્ષમા રાખવી તે આત્માનો ધર્મ છે એમ સમજી ક્રોધને શમાવવો તે. |
ધર્મચક્ર |
સમવસરણની પીઠિકા, અષ્ટમંગલરૂપી સંપદાઓ તથા યક્ષો મસ્તક પર અત્યંત શોભાયમાન ધર્મચક્ર રાખીને તીર્થંકરની સાથે રહે. |
ધર્મચક્રવર્તી |
જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને જીતે છે, તેમ તીર્થંકર ભગવંતો ધર્મ વડે ચારે ગતિનો અંત કરી મોક્ષ પામે છે તે. |
ધર્મધ્યાન |
કોઈ શુદ્ધ વિષયમાં મનને એકાગ્ર કરવું તે છદ્મસ્થનું ધ્યાન છે. સામાન્ય રીતે જીવ માત્રનું મન - ઉપયોગ કોઈ પણ વિષયમાં રોકાયેલું હોય તે કોઈ પણ પ્રકારનું ધ્યાન છે. પરંતુ રાગાદિ-ભાવવાળું હોવાથી તે દુર્ધ્યાન છે. સાધક રાગાદિ રહિત સામ્યભાવ. આત્મભાવના અભ્યાસ માટે જે ધ |
ધર્મપરાયણ |
ધર્મમાં ઓતપ્રોત થયેલો. |
ધર્મબિન્દુ |
શ્વે.આ.પૂ. હરિભદ્રસૂરિજી રચિત એક મહાગ્રંથ. |
ધર્મભ્રષ્ટ |
ધર્મથી પતિત થયેલો. |
ધર્મરત્નાકર |
દિ.આ. કૃત ધર્મવિલાસ, ધર્મશર્માભ્યુદય, ધર્મસંગ્રહ શ્રાવકાચારનું ધર્મામૃત આધ્યાત્મિક ગ્રંથ છે. |
ધર્મરાગ |
ધર્મ પરનો ઘણો સ્નેહ. |
ધર્મસંગ્રહણી |
શ્વે.આ. હરિભદ્રસૂરિજી રચિત મહાન ન્યાયગ્રંથ. |
ધર્માનુષ્ઠાન |
ધર્મ સંબંધી ક્રિયાવિશેષ. સામાયિક, દાનાદિ, સ્વાધ્યાય, વિનય, વૈયાવય્ય આદિ. |
ધર્માભિમુખતા |
આત્માનું ધર્મ સન્મુખ થવું. જોડાવું. |
ધર્માધર્મ |
ધર્માસ્તિકાય = અસંખ્યાત પ્રદેશી, લોકવ્યાપક, જીવ અને પુદ્ગલને ગતિસહાયક એક અખંડ સજીવ મહા સ્કંધ. સ્વતંત્ર દ્રવ્ય છે. નિત્ય પરિણામી, અરૂપી છે. |
અધર્માસ્તિકાય |
અસંધ્યાત પ્રદેશી લોકવ્યાપક સ્થિતિ સહાયક એક અખંડ અજીવ મહાસ્કંધ. સ્વતંત્ર દ્રવ્ય છે. નિત્ય પરિણામી અરૂપી છે. |
ધવલા |
દિ.આ. ભૂતબલી રચિત ષટખંડાગમ મહાન ગ્રંથ. |
ધાતકીખંડ |
મધ્યલોકમાં સ્થિત એક દ્વીપ. અઢી દ્વીપમાંનો લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રની વચ્યે આવેલો યાર યાર લાખ યોજનના વિસ્તારવાળો ઘંટીના પડના આકારવાળો દ્વીપ. |
ધારણા |
મતિજ્ઞાનનો એક ભેદ. જાણેલી વસ્તુના સંસ્કારથી કાલાંતરે વિસ્મરણ ન થાય તે. |
ધારણાભિગ્રહ |
મનમાં કોઈ પણ જાતના ભોગનો ત્યાગ કરી તે માટે લેવાતો નિયમ. |
ધારાવાહિક જ્ઞાન |
જેમાં ખંડ ન પડે, સતત પ્રતિ સમયે પ્રગટ થતું જ્ઞાન. |
ધિIાર |
અપમાન, તિરસ્કાર. |
ધીધનપુરુષ |
બુદ્ધિરૂપી ધનથી ભરેલો બુદ્ધિશાળી પુરુષ. |
ધીર |
ધ્યેયો પ્રત્યે જેની બુદ્ધિ ગમન કરે, પ્રેરણા આપે તે. ઘોર ઉપસર્ગ પર વિજય પ્રાપ્ત કરે તેવા ધીર. સાધુજનો, આચાર્યનો એ મહાન ગુણ છે. |
ધુમપ્રભાનારકી |
પાંચમી નારકી, રિષ્ટા નામની નારકીનું બીજું નામ. |
ધૂપઘટા |
પ્રભુજીની સામે થતી ધૂપ પૂજા. |
ધૂલિશાલ |
સમવસરણનો પ્રથમ કોટ. |
ધૃતિ |
કુશળ બુદ્ધિ, ધારણા જેવી દઢ સંજ્ઞા. |
ધૈર્યગુણ |
ધીરજ નામનો ગુણવિશેષ, અતિશય ધીરજવાળું. |
ધ્યાતા |
ધર્મધ્યાન કરનાર ધ્યાતા. પ્રશસ્ત ધ્યાતા દસ કે ચૌદ પૂર્વને ધારણ કરવાવાળા હોય છે, કારણ કે એવા જ્ઞાન વગર ઉત્તમ ધ્યાન થતું નથી. એ ધ્યાતા ઉત્તમ સંહનનવાળા હોય છે. સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન ધારી, વૈરાગ્ય ભાવના યુક્ત ધ્યાતા પ્રશસ્ત છે. |
ધ્યાન |
કોઈ એક વિષયમાં એકાગ્રતા એ ધ્યાન છે. તેના ચાર પ્રકાર છે. 1. આર્તધ્યાન 2. રૌદ્રધ્યાન 3. ધર્મધ્યાન 4. શુક્લધ્યાન. પ્રથમનાં બે અશુભ છે. પછીના બે શુભ (પ્રશસ્ત) છે. |
ધ્યેય |
શુભાશુભ પરિણામોનાં કારણને ધ્યેય કહે છે. જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ બુદ્ધિમાનોને ધર્મધ્યાનમાં ધ્યેય હોય છે. ધ્યાન માટેનાં સર્વ આલંબનો ધ્યેય છે. સર્વજ્ઞ વીતરાગ તથા અષ્ટકર્મ રહિત સિદ્ધોનું ધ્યાન ધ્યેય છે. આચાર્યાદિ ગુરુતત્ત્વનું ધ્યાન ધ્યેય છે. શુદ્ધાત્ |
ુવ |
અચલ, સ્થિર. |
ુવપદ |
સ્થિરપદ, મોક્ષપદ. |
ુવબંધી પ્રકૃતિઓ |
જે કર્મપ્રકૃતિઓનો બંધ જે ગુણઠાણા સુધી કહ્યો છે તે અવશ્ય બંધાય. |
ુવસત્તા |
જે કર્મપ્રકૃતિઓની સત્તા અનાદિ મિથ્યાત્વ જીવને સમ્યક્ત્વ પામ્યા પહેલાં સદાકાળ હોય તે. |
ુવોદયી |
જે કર્મપ્રકૃતિઓનો ઉદય બીજા કર્મગ્રંથ આદિમાં જે ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં સુધી અવશ્ય હોય. |
નગ્નતા |
દિગંબરત્વ ધારણ કરવું. અચેલકત્વ, દિગંબર મુનિદશા. |
નખક્ષત |
નખો દ્વારા કરાયેલા શરીર ઉપરના ઘા. |
નપુંસક |
દ્રવ્યથી પુરુષ કે સ્ત્રાળલિંગ - (ચિહ્ન) બંને શક્તિથી રહિત. ભાવથી સ્ત્રાળરૂપ કે પુરુષરૂપ ન હોય. બંને વેદ - ભોગ કામના અતિપ્રબળ હોય. તેથી તેમનું ચિત્ત પણ કલુષિત હોય. નપુંસકવેદના ઉદયથી સ્ત્રાળ - પુરુષ બંને લિંગ, મૂછ - દાઢી, સ્તનાદિરહિત જન્મથી મરણ સુધી દ્રવ્ય |
નભસ્થળ |
આકાશમંડળ. |
નભોમણિ |
સુર્ય; આકાશમાં રહેલું જાજ્વલ્યમાન રત્ન. |
નમસ્કાર |
નમવું. પ્રણામ કરવા. પંચપરમેષ્ઠીના ગુણોનું મન દ્વારા સ્મરણ કરવું. વચન દ્વારા ગુણોનું વર્ણન કરવું. શરીર દ્વારા ચરણોમાં નમવું. બે હાથ, બે ઘૂંટણ અને મસ્તક પાંચ અંગો વડે પંચાંગ નમસ્કાર. અથવા મસ્તક નમાવી પ્રણામ કરવા. તેમાં વિધિ માટે કંઈક ગણતરી છે, અન્યથા પુનઃપુ |
નમસ્કારમંત્ર |
ણમોકારમંત્ર, નવકાર-મંત્ર, જેમાં પંચ પરમેષ્ઠીનાં પાંચ પદ અને તેના મહિમાનો બોધ થવા ચાર પંક્તિ ચૂલિકારૂપ છે. એમ નવકારમંત્ર છે. |
નમિનાથ ભગવાન |
ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના 21મા તીર્થંકર. |
નય |
જ્ઞાનનો પ્રકાર છે, દૃષ્ટિ. |
નૈગમનય |
ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણેના વિકલ્પને ગૌણ-મુખ્યપણે સ્વીકારે છે. જેમકે ભાત રાંધવાની તૈયારી ત્યારે કહેવાય કે ભાત બનાવી રહ્યા છે. જે વસ્તુ ભવિષ્યમાં બનવા માટે છે તેને બની રહી છે તેમ કહેવું. શુદ્ધ કે અશુદ્ધ નૈગમની પ્રણાલિમાં સમાય છે. |
સંગ્રહનય |
સર્વ અવસ્થાઓને તથા વિશેષ વિષયને ભેદ સહિત પોતાના નયમાં અવિરોધપણે એક માનીને સામાન્યથી સર્વને ગ્રહણ કરે તે સંગ્રહનય. જેમ કે જીવસમૂહ, અજીવસમૂહ, પદાર્થંના સંગ્રહને સ્વીકારે છે. |
વ્યવહારનય |
સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થોને ભેદ સહિત તે વસ્તુમાં ભેદ કરવો. જેમ દ્રવ્ય અભેદ છે તેમાં ગુણપર્યાય વડે ભેદ કરવો. જેમ કે ચાર દ્રવ્યો અરૂપી છે પરંતુ આત્મા ચેતના લક્ષણવાળો છે આવો ભેદ બતાવવો તે વ્યવહારનય. |
શબ્દનય |
રૂઢિગત સર્વ શબ્દોને એક અર્થમાં પ્રયુક્ત કરવા તે શબ્દનય. જેમ કે ઈદ્ર, શક્ર, પુરંદર ત્રણે એકાર્થ છે. શબ્દનય શબ્દ પ્રધાન છે. |
સમભિરૂઢનય |
જે શબ્દ જે પદાર્થને માટે રૂઢ થયો હોય (પ્રચલિત) તે શબ્દ હરેક અવસ્થામાં વાચક રહે. જેમ કે કોઈ કે અમુક દિવસનું તપ કર્યુ હોય તેનાથી મુક્ત થાય તો પણ તેને તપસ્વી કહેવાય. જેમ કે `ગો' ના બીજા અર્થ થાય તોપણ રૂઢ અર્થ ગાય - પશુ જ કરવામાં આવે. |
એવંભૂતનય |
જે શબ્દની તે અર્થમાં પરિણમનરૂપ ક્રિયા થતી હોય ત્યારે તે શબ્દનો પ્રયોગ કરવો યુક્ત ગણાય. રાગથી પરિણત જીવ રાગી, દ્વેષથી પરિણત જીવ દ્વેષી રાગદ્વેષથી મુક્ત પરિણત જીવ વૈરાગી. |
નયચક્ર |
નયની વિવિધતા દર્શક ગ્રંથો છે. |
નયનિક્ષેપ |
વસ્તુને સમજવા માટે 7 નયો અને 4 નિક્ષેપા છે. |
નરક્ષેત્ર |
કર્મભૂમિમાં જ્યાં મનુષ્યોનું જન્મમરણ થાય છે. |
નરક |
ભયંકર પાપકર્મોના ફળસ્વરૂપે અનેક પ્રકારનાં અસહ્ય દુખોને ભોગવવાળા જીવ નારકી કહેવાય. તેની ગતિ નરકગતિ, તેમને રહેવાનું સ્થાન તે નરક, સાંકડા મુખવાળાં બીલ કે સુરંગ જેવાં સ્થાનોમાં મહા દુખદાયક ઉપપાત જન્મ હોય છે. નરકગતિકર્મ સંપૂર્ણ અશુભકર્મોના ઉદયનું સહકારી કારણ છ |
નરકાયુ |
નરકગતિના આયુષ્યનો બંધ. |
નવકલ્પિત વિહાર |
ચૌમાસી ચાર માસનો એક અને અન્ય આઠ માસમાં દરેક માસે સાધુજનો સ્થાન બદલે એમ નવકલ્પ વિહાર હોય. જેથી એક સ્થાને લોકસંપર્કમાં રાગાદિ ન થાય. |
નવકારશી પચ્ચક્ખાણ |
સૂર્યોદય પછી 48 મિનિટ પછી, ત્રણ નવકાર ગણીને પાણી કે આહારવિધિ થાય. મૂઠી વાળવી તે પચ્ચક્ખાણ પાળવાનો સંકેત વિશેષ છે. |
નવધા |
મન, વચન, કાયા વડે કરવું કરાવવું. અનુમોદવું તેવો અન્યોન્ય નવ પ્રકારનો ભેદ. |
નવનિધિ |
ચક્રવર્તીને ભોગયોગ્ય નવ ભંડારો. જે વૈતાઢય પાસે પાતાળમાં છે. પુણ્યોદયથી ચક્રવર્તીને મળે છે. જેમાં ઘણી વિદ્યાઓ અને ઐશ્વર્ય હોય છે. |
નવપદ |
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આ નવપદ. |
નવપદની ઓળી |
આસો અને ચૈત્ર માસના શુક્લપક્ષમાં સાતમથી પૂનમ સુધીની નવ દિવસોની આયંબિલ તપપૂર્વક કરાતી નવપદની આરાધના. |
નંદનવન |
મેરુપર્વત ઉપર સમભૂતલાથી પાંચસો યોજનની ઊંચાઈએ પાંચસો યોજનના ઘેરાવાળું સુંદર વન. |
નંદાવર્ત |
વિશિષ્ટ પ્રકારનો સાથિયો. જેમાં આત્માના સંસારમાં ભિન્નભિન્ન પરિભ્રમણ સૂચવતાં ચિહ્થનો છે. |
નંદીશ્વરદ્વીપ |
જંબુદ્વીપથી આગળ ઘંટીના પડ જેવો ગોળાકારે આઠમો દ્વીપ જેમાં બાવન પર્વતો અને ચૈત્યો છે. |
નાડી |
ઔદારિક શરીરમાં રહેલી નાડીઓ. ચૌદરાજની ત્રસનાડી પણ છે. |
નામ |
અર્થની સન્મુખ લઈ જય તે નામ. તેના ચાર ભેદ. |
નામકર્મ |
નામ સંજ્ઞાવાળું કર્મ જીવના શુદ્ધ સ્વભાવને આવરણ કરીને મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકીપણે ઓળખાવે. આત્માને નમાવે તે નામકર્મ. શરીરમાં અનેક પ્રકારની રચના, જેમકે સંસ્થાન, સંહનન, વર્ણ, ગંધાદિ. ગતિ, જાતિ, આદેય, અનાદેય, ત્રસ, સ્થાવર, આનુપૂર્વી, બાદર, સૂક્ષ્મ, શુભ, અશુ |
નામનિક્ષેપ |
નામ-સંજ્ઞા અનુસાર જેમાં ગુણ ન હોય છતાં વ્યવહારને માટે ઈચ્છાને અનુરૂપ આપેલી સંજ્ઞા. જેમકે દરિદ્રિ હોય છતાં નામ ધનપાળ હોય. |
નામમાલા |
શબ્દકોશ. |
નારક-નારકી |
અતિશય દુખ, ભોગવવાનું અધોલોકમાં રહેલું સ્થાન. તેમાં રહેલા જીવો તે નારક-નારકી. |
નારાચ સંઘયણ |
શરીરની મજબૂતાઈ સૂયવનારું શરીર, સંહનન, છ પ્રકારમાં ત્રીજું. |
નાસ્તિક્ય |
નાસ્તિકપણું જીવાજીવને માન્ય ન કરવાવાળા, બંધ મોક્ષની વ્યવસ્થાને અસ્વીકાર કરવાવાળા. |
નિકાચિત |
નિધત્ત ઃ ઉદયાવલિને પ્રાપ્ત થયેલું કર્મ અન્ય પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી, પ્રાયýિાત વડે દૂર થાય છે તે નિધત્ત. અને જે ભોગવીને જ દૂર થાય તે નિકાચિત. આવાં કર્મો જિનભક્તિ વડે દૂર થાય છે. |
નિકાય |
સ્વર્ગના દેવોનો પ્રકાર, સત્તામાં રહેલાં કર્મોના ભેદને પ્રાપ્ત થવાવાળા દેવગતિ નામકર્મના ઉદયના સામર્થ્યને નિકાય કહે છે. |
નિકૃતિ |
માયાનો એક ભેદ. |
નિક્ષિપ્ત |
આહારનો એક દોષ. |
નિક્ષેપ |
જેના દ્વારા વસ્તુના જ્ઞાનમાં ઉપચારથી વસ્તુને જે પ્રકારથી આક્ષેપ સમજાવવામાં, કરવામાં આવે તે નિક્ષેપ ચાર પ્રકારના છે. |
સ્થાપનાનિક્ષેપ |
તે વસ્તુની પ્રતિમા કે આકારથી જ્ઞાન કરવામાં આવે. |
ભાવનિક્ષેપ |
વસ્તુની વર્તમાન અવસ્થાનું જ્ઞાન કરવામાં આવે. નિક્ષેપ વિષય છે, નય વિષયી છે. વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન પ્રમાણ છે. તેના અંશનું જ્ઞાન નય છે. તે બંનેથી થયેલો નિýાય પદાર્થ નિક્ષેપનો વિષય છે. |
નિગમન |
હેતુપૂર્વક પુનઃ પ્રતિજ્ઞાનું વચન કહેવું. સાધનને દોહરાવીને સાધ્યના નિýાયરૂપ વચનને નિગમન કહે છે. |
નિગોદ |
સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી સૂક્ષ્મ જીવરાશિ. સોયના અગ્રભાગ જેવી જગામાં અનંત જીવો રહી શકે, એક શ્વાસોછ્વાસમાં સતરથી અધિક વાર એક સાથે જન્મે, મરે એક જીવ સિદ્ધ થાય ત્યારે એક નિગોદિયો જીવ યોગાનુયોગ તે સૂક્ષ્મ ક્ષેત્રમાંથી બહાર નીકળે, બાદર નિગોદમાં આવે, ત્યાર |
નિગ્રહ |
કોઈ પણ દોષજનક પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરવો. જેમ કે સમગ્ર પ્રકારની મીઠાઈનો ત્યાગ. |
નિતદભાવ |
સાંસારિક પ્રલોભન રહિત આત્મભાવ. |
નિત્થાર પારગાહો |
તમારો સંસારથી ઉદ્ધાર થાઓ. સાધુજનો ગૃહસ્થને મસ્તકે વાસક્ષેપ નાખે ત્યારે કહે. |
નિત્ય |
ુવ સત્-લક્ષણથી કે સ્વભાવથી પોતાની જાતિથી ચ્યુત ન થવું. વિશ્વના પદાર્થો મૂળ સ્વભાવે નિત્ય છે, પરંતુ તેમાં થતું પરિણમન અનિત્યનો આરોપ પામે છે. જેમ ક જીવની મનુષ્યની અવસ્થા પૂર્ણ થાય, દેવલોકમાં ઉત્પન્ન થાય. પણ આત્મા નિત્ય રહ્યો. દૂધ મટીને દહીં થાય. પણ પદાર્થ સ |
નિત્ય નિગોદ |
જે કદી નિગોદમાંથી બહાર નીકળ્યા નથી કે નીકળવાના નથી. તેવું સર્વજ્ઞ ભગવાને જોયું છે. ઈતર નિગોદ એકવાર બહાર નીકળે પણ પુનઃ નિગોદમાં ઉત્પન્ન થાય. |
નિત્યપિંડ |
સાધુજનો રોજ એક જ ઘરે આહાર લે તે આહારદોષ. |
નિત્યમરણ |
(ભાવમરણ) સમયે સમયે આયુકર્મના દલિકોનો ક્ષય થવો તે આવીચીન મરણ. તે પછી છેલ્લા દલિયાનો ક્ષય થવો તે નિત્યમરણ. |
નિત્યાનિત્ય સમાજાતિ |
નિત્યમાં પર્યાયપણે અનિત્યપણું હોવું. અનિત્ય પદાર્થો સત્તા-દ્રવ્યથી નિત્ય છે તેમ જાણવું. પદાર્થ ટકીને પરિવર્તન પામે છે તે. |
નિદર્શન |
વસ્તુને બતાવવી, પ્રદર્શિત કરવી. |
નિદાન |
ભોગોની લાલસાને નિદાન કહે છે. ધર્મારાધના માટે ઉત્તમ ગતિ - સામગ્રીની લાલસા પ્રશસ્ત નિદાન છે, અહંકારવશ અમુક પદવી વગેરેની લાલસા કરવી અપ્રશસ્ત નિદાન છે. ક્રોધાદિવશ તપના બદલામાં અન્યનો ઘાત કરવાની લાલસા ભોગકૃત નિદાન છે. રત્નત્રયની પ્રાપ્તિ થાઓ એ પ્રશસ્ત નિદાન છે |
નિંદ્રા |
ઊંઘ, સામાન્ય રીતે જીવો નિંદ્રામાં શાતવેદનીયનો અનુભવ કરે છે. પરંતુ નિંદ્રા દર્શનાવરણનો પ્રકાર છે. જે પ્રકૃતિ દેશઘાતી છે. આથી સાધુજનોને અર્ધ રાત્રિનો બે ઘડી પહેલાંનો અને પછીનો સમય સ્વાધ્યાય માટે અયોગ્ય છે. તેથી કેવળ શરીરશ્રમ દૂર કરવાને માટે નિંદ્રા લે તે પણ |
પ્રચલા |
શોકગ્રસ્ત જીવ અથવા આ નિંદ્રાના ઉદયથી બેઠા પણ ઊંઘે. જેમ વ્યાખ્યાનાદિમાં શ્રોતાજનો ઊંઘતા હોય છે તેમ. વાહનમાં કે સભામાં અર્ધો જાગતો ઊંઘતો વળી કંઈ સાંભળતો ]ાેકાંખાધા કરે તે. |
પ્રચલા-પ્રચલા |
આ નિદ્રાના ઉદયથી બેઠા કે ઊભા પણ ઊંઘી શકે. શરીર વારંવાર ઊંઘથી હાલી જાય છતાં પણ નિરાંતે ઊંઘે. |
સ્ત્યાનગૃદ્ધિ |
સ્વપ્નમાં આ નિદ્રાનો ઉદય થાય છે ત્યારે તે રૌદ્રકર્મ કરે છે. ઊંઘમાં દાંતની ભીંસ આવે. બબડયા કરે. ઊંઘમાં ચાલે, કોઈને મારે, છતાં તેને કંઈ ભાન ન હોય. પરમાર્થથી પરપદાર્થને વિષે ઊંઘે છે (આસક્તિ નથી) તે સમ્યગ્ દ્રષ્ટિવંત છે. |
નિધત્ત |
કર્મબંધ થવાના ચાર તીવ્ર -મંદ રસ છે. ત્રીજા પ્રકારનું છે. આ રસથી બાંધેલું કર્મ કઠિન પ્રાયýિાતથી નાશ થાય. માટે ગુરુનિશ્રાથી પ્રાયýિાત ગ્રહણ કરવું. |
નિધત્તિકરણ |
જેમાં કર્મ એવી સ્થિતિમાં મુકાય કે તેને ઉદ્વર્તના કે અપવર્તના વિના બીજાં કોઈ કારણો લાગે નહિ. તેમાં વપરાતું વીર્યવિશેષ. |
નિધિ |
ચક્રવર્તી નવ નિધિ હોય છે. અત્યંત પુણ્યથી મળેલી દૈવી સંપત્તિ. |
નિબંધન |
જોડવું, સંબંધ થવો, કર્મોનું બંધન થવું. |
નિમિત્ત |
કાર્યની નિષ્પત્તિ સમયે હેતુકારણની ઉપસ્થિતિ-સહાય કરવાવાળા કારણને નિમિત્તકારણ કહે છે. કારણ, પ્રત્યય, હેતુ, સાધન, સહકારી, ઉપકારી, ઉપગ્રહ, આશ્રય, આલંબન, અનુગ્રાહક, ઉત્પાદક, પ્રેરક વગેરે એકાર્થવાચી શબ્દો છે. કારણ વગર કાર્યની સિદ્ધિ માનવી, બતાવવી, કહેવી તે સ્વમ |
નિમિત્તકારણ |
સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોવાનો જેના પર આરોપ આવે તે પદાર્થ, જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર વગેરે નિમિત્તકારણ મનાય. |
નિમિત્તજ્ઞાન |
સૂર્ય, ચંદ્ર, ગ્રહ આદિના ઉદય તથા અસ્તના આધારે સુખ-દુખ, જન્મ-મરણ આદિ જાણે તે નિમિત્તજ્ઞાન (જ્યોતિષજ્ઞાન) |
નિમેષ |
આંખનું પલક પલક થવા જેવો સમય, કાલનું એક પ્રમાણ. |
નિયતક્ષેત્ર |
નIાળ થયેલું ક્ષેત્ર, જેમકે યુગલિક મનુષ્યો માટે અકર્મભૂમિ, સિદ્ધ પરમાત્મા માટે સિદ્ધશિલા. |
નિયતપ્રદેશત્વ |
જીવદ્રવ્યની અસંખ્યાત પ્રદેશત્વશક્તિ. |
નિયતવૃત્તિ |
પોતના સ્વભાવમાં અવસ્થિત રહેવું. ટકી રહેવું. |
નિયતિ |
જે કાર્ય અથવા પર્યાય (વસ્તુની અવસ્થા) જે નિમિત્ત દ્વારા જે દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ ભાવથી થાય છે. તે કાર્ય તે નિમિત્ત દ્વારા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં કે ભાવથી તે પ્રકારથી થાય. આ કાર્યવ્યવસ્થાને નિયતિ કહે છે. નિયત કર્મોદયના નિમિત્તની અપેક્ષાએ તેને દૈવ `પ્ર |
નિયમ |
નિજ આત્મારાધનામાં તત્પરતા એ નિયમ છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સ્વાધ્યાય, આલોચના,તપ કરવા, વ્યસનાદિ દોષોનો ત્યાગ નિયમ છે. નિýાયથી સમ્યજ્ઞાન, સમ્યગ્ચરિત્ર નિયમ છે. |
નિયમસાર |
નિયમથી જે કરવા યોગ્ય સમ્યજ્ઞાનાદિની વિરુદ્ધ ભાવોનો ત્યાગ કરવા માટેનો સાર, તે નિયમસાર, દિ.આ. શ્રી કુન્દકુન્દ કૃત અધ્યાત્મ વિષયક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. જે શુદ્ધાત્મસ્વરૂપપ્રદર્શક છે. |
નિયાણશલ્ય |
ધર્મના ફળરૂપે સંસારસુખની માંગણીનો દોષ. |
નિરકાંક્ષ |
આકાંક્ષા-અપેક્ષારહિત ભાવ. |
નિરતિચાર |
અતિચાર - દોષરહિત શીલવ્રત શુદ્ધ ચારિત્રનું પાલન. |
નિરન્વય |
અન્વય - અનુગમન અથવા સંગતિથી નિક્રાંત તત્ત્વ કે સ્વરૂપ. |
નિરય |
પ્રથમ નરકનું બીજું પ્રતર. |
નિરર્થક |
હેતુ કે અર્થ વગરનું જે કાર્યથી કંઈ લાભ ન હોય તેવું. |
નિરસન કરવું |
દુર કરવું, ત્યાગ કરવો. |
નિરંજન નિરાકાર |
જે પરમાત્મા રાગાદિરહિત નિરંજન છે અને શરીરરહિત નિરાકાર, વીતરાગ પરમાત્મા છે. |
નિરંજન સાકાર |
જે પરમાત્માને રાગાદિ નથી પણ શરીર છે તે અરિહંત સાકાર પરમાત્મા. |
નિરાકાર |
વિકાર રહિત જ્ઞાનીજનોની દશા. સવિશેષ પરમાત્મા સર્વજ્ઞની અવસ્થા. |
નિરાકારોપયોગ |
વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાવાળો જે ઉપયોગ, દર્શનોપયોગ. |
નિરાકુલતા |
આકુલતા, ચંચલતા રહિત, (શાંત દશા ) અબાધિત સુખ. |
નિરાલંબન ધ્યાન |
જે ધ્યાનની એકાગ્રતામાં બાહ્ય અવલંબન ના હોય, કેવળ શુદ્ધાત્માનું જ અવલંબન હોય. ઉચ્ચ ધ્યાનદશા. |
નિરાલંબન યોગ |
બાહ્ય આલંબનરહિત રત્નત્રયની સાથે આત્માનો યોગ, આત્માના ગુણોમાં રમણતા. |
નિરાશંસ ભાવ |
ધર્મકાર્ય કરતાં સાંસારિક સુખોની વાંછા થતી નથી. કેવલ કર્મક્ષયની ભાવના છે. |
નિરાહારી |
આહારરહિત અણાહારી અવસ્થા. |
નિરુક્તાર્થ |
શબ્દના અર્થને તોડીને ગોઠવાતો અર્થ. અરિહંત - અરિ હંત. |
નિરુપક્રમી |
બાંધેલાં કર્મો ઉપક્રમને (નિમિત્તને) યોગ્ય ન હોય. |
નિરુપભોગ |
જે શરીરથી સાંસારિક સુખદુખો આહારનિહારાદિ ભોગો ભોગવી શકાતા નથી તે કાર્મણશરીર. |
નિરુપાધિક સ્થિતિ |
જ્યાં પુદ્ ગલ કર્મ કે શરીરાદિની ઉપાધિ નથી તે મોક્ષાવસ્થા. |
નિરૂપણા |
નામ જાતિની દૃષ્ટિથી શબ્દયોજના કરવી તે. |
નિરોધ |
અનેક પ્રકારના પરપદાર્થોમાં ભટકતી ચિત્તવૃત્તિઓને કોઈ એક શુદ્ધ વિષય કે ક્રિયામાં રોકવી તે નિરોધ છે. નિýાયથી બાહ્યધર્મ અનુષ્ઠાનોમાંથી પણ ચિત્તવૃત્તિને સમેટી લઈને કેવલ શુદ્ધોપયોગમાં સ્થિત થવું તે નિરોધશ્રેણિમાં ચિત્ત નિરોધ છે, ચૌદમા ગુણસ્થાનમાં યોગ નિરોધ થઈ. |
નિર્ગમન |
જવું, અન્યત્ર ગમન કરવું. જેમ કે એક ગતિમાંથી અન્ય ગતિમાં જન્મ થવો. એક ગુણસ્થાનમાંથી અન્ય ગુણસ્થાનમાં જવું. |
નિર્ગ્રંથ |
રાગદ્વેષની ગ્રંથિરહિત સાધુજનો. નિýાયદૃષ્ટિથી બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહના ત્યાગી નિર્ગ્રંથ છે. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન સમ્યગ્ચારિત્રરૂપ રત્નત્રંયના પરિણામ નિર્ગ્રંથ છે. વ્યવહારદૃષ્ટિથી સંસારનો ત્યાગ કરીને જે સાધુજનો સર્વવિરતિધારી છે તે નિર્ગ્રંથ છે. |
નિર્જરા |
આત્મપ્રદેશો પરથી પૂર્વે બાંધેલા કર્મ પ્રદેશોનું ઈષ્ટાનિષ્ટ ફળ આપીને એકદેશ ]રવું, નિવૃત્ત થવું તે નિર્જરા. તપ વડે નિરસ થયેલાં કર્મો સંસારચક્ર ચલાવવા સમર્થ નથી થતાં. ફળની શક્તિને નષ્ટ કરે, તેનાથી નિવૃત્તિ થાય તે નિર્જરા. સંસારી સર્વ જીવને ક્રમથી પરિપાકકાલન |
નિર્જરાનુપ્રેક્ષા |
નિર્જરા એ નવ તત્ત્વમાં સાતમું તત્ત્વ છે. તેનું વિવિધ પ્રકારે ચિંતન કરી જીવ સકામ નિર્જરા કરીને કેમ છૂટે તેવી ભાવના. |
નિર્ણય |
સંશયરહિત નિýાય કરવો. ચોIસ વિચાર કરવો. |
નિર્દંડ |
મન-વચન-કાયાના ત્રણે દંડ યોગ્ય ભાવકર્મો તથા દ્રવ્યકર્મોનો અભાવ થવાથી આત્મા નિર્દંડ થાય છે. ચૌદમું ગુણસ્થાન. |
નિર્દેશ |
કોઈ વસ્તુના સ્વરૂપનું કથન કરવું. ઈશારો કરવો. |
નિર્દ્વંદ્વ |
ક્લેશરહિત, ભોગરહિત, જન્મ મરણ જેવા યુગલથી (જોડું) રહિત. |
નિર્મમ |
મમત્વરિહત, `મમ' નો જેનામાં અભાવ છે. |
નિર્માણ નામકર્મ |
જે કર્મના ઉદયથી જાતિને અનુરૂપ શરીરનાં આંગોપાંગની રચના થાય. |
નિર્માણરજ |
એક લોકાંતિક દેવ. |
નિર્માલ્ય |
ક્ષુદ્ર, કાર્યમાં અનઉપયોગી. જેમ કે પૂજા ર્ક્યા પછી રહેલાં અવશેષ દ્રવ્યો. |
નિર્મૂઢ |
મૂઢતારહિત, પરમવીતરાગ સુખ આદિ અનેક ધર્મોના આધારભૂત નિજ પરમાત્વતત્ત્વને જાણવામાં સમર્થ આત્મા નિર્મૂઢ છે. નિýાયથી સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન તથા સમ્યગ્ચારિત્ર સહિત આત્મા નિર્મૂઢ છે. સમ્યગ્દૃષ્ટિ આત્મ નિર્મૂઢ છે. (અમૂઢદૃષ્ટિ ) |
નિર્યાપક |
છત્રીસ ગુણ યુક્ત આચાર્ય સાધુ સંઘના નિર્યાપક છે. જે સંસારથી ભયમૂક્ત, પાપકર્મ ભીરુ છે.જિનાગમમાં પારંગત આચાર્યના ચરણમાં રહીને યતિમુનિ સમાધિમરણની સાધના કરી શકે છે. |
નિર્લાંછન કર્મ |
સાવદ્ય પ્રવૃતિ છે. પશુઓના અંગોપાંગનું છેદન કરવું, નાક વીંધવા, કાન કાપવા વગેરે. |
નિર્લેપન |
આહાર, શરીર, ઈદ્રિય અને શ્વાસોચ્છ્વાસની અપર્યાપ્તિની નિવૃત્તિને નિર્લેપન કહે છે. |
નિર્વદ્યકર્મ |
જે કાર્યોમાં હિંસા, અસત્ય આદિ દ્રવ્ય પાપો, સ્થૂલ પાપો કે રાગદ્વેષાદિ પાપો નથી. |
નિર્વર્ગ |
જે સર્વથા અસદૃશ્ય હોય તે.(અસમાન) |
નિર્વર્ગણા |
સમયોની સમાનતા વર્ગણા છે. એ સિવાયના જે ઉપરના સમયવર્તી પરિણામ ખંડ છે, તેના કાંડક કે પર્વનું નામ નિર્વર્ગણા છે. |
નિર્વર્તના |
બનાવવું, રચના થવી. ખાસ કરીને ઈદ્રિયરચનામાં આ શબ્દ હોય છે. |
નિર્વહણ |
પરિષહોના સમયે નિરાકુળપણે રત્નત્રયરૂપ પરિણતિમાં દૃઢ રહેવું તે. |
નિર્વાણ |
સંસારનાં સુખદુખ, જન્મ-મરણ, ઈદ્રિયો, મોહ, ક્ષુધા, તૃષા, ચિંતા, દુર્ધ્યાન વગેરેથી સર્વથા રહિત, ધર્મધ્યાન શુક્લધ્યાનથી પણ મુક્ત દશા તે નિર્વાણ. સર્વથા સર્વ કર્મોનો નાશ થઈ જીવ સંસારથી મુક્ત થાય તે. જેને પુનઃ જન્મ-મરણ નથી. કેવળ અવ્યાબાધ સુખમાં રમણતા છે. તીર્થં |
નિર્વાહ |
દેહનું - જીવનનું ભરણપોષણ. |
નિર્વિકૃતિ |
જે આહારથી જીભ અને મનમાં વિકૃતિ પેદા થાય તેનો ત્યાગ. અતિ ભારે માદક પદાર્થોથી વિકૃતિ થાય તેનો ત્યાગ. |
નિર્વિચિકિત્સા |
મલિન પદાર્થો જોઈને ગ્લાનિ નિંદા કે તિરસ્કાર ન કરવો તે. નિર્વિચિકિત્સા બે પ્રકારની છે, 1. દ્રવ્યનિર્વિચિકિત્સા, 2. ભાવનિર્વિચિકિત્સા. |
દ્રવ્ય નિર્વિચિકિત્સા |
સવિશેષ ત્યાગી, સાધુજનોનાં મલ-મલિન, ગાત્ર પાત્ર, વસ્ત્ર, દેહ, મળ, મૂત્રાદિ જોઈને ગ્લાનિ ન થવી, પૂર્ણતા ન પામેલા રત્નત્રયયુક્ત પવિત્ર ધર્માત્માઓના દેહાદિ પ્રત્યે ગ્લાનિ ન કરવી. રત્નત્રયના આરાધક ભવ્ય જીવોના શરીરની દુર્ગંધી કે કુરૂપતા જોઈને ગ્લાનિ ન કરવી. અસા |
ભાવ નિર્વિચિકિત્સા |
સવિશેષ સાધુજનોએ ક્ષુધાદિ પરિષહો ઘોર કષ્ટ છે તેવું ન માનવું. અસ્નાન ઈત્યાદિ દૂષણ છે તેવું વિચારવું નહિ. પોતાના ગુણોની પ્રશંસા ન કરવી. અન્યના દોષો પ્રત્યે ઘૃણા ન કરવી. સમ્યગ્દૃષ્ટિ આત્મા અન્યને હલકો ન માને, તે ભાવ સમ્યગ્દૃષ્ટિનો નિર્વિચિકિત્સા ગુણ છે. વિચિક |
નિવૃત્તિ |
પુદ્ગલ પ્રદેશોની રચનાને સવિશેષ ઈદ્રિયોની રચના - આકૃતિની નામ નિવૃત્તિ છે. તેના બે ભેદ છે. 1. બાહ્ય નિવૃત્તિ 2. આભ્યંતર નિવૃત્તિ. |
બાહ્ય નિવૃત્તિ |
ઈદ્રિયના આકારરૂપ પુદ્ગલની રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ છે. |
આભ્યંતર નિવૃત્તિ |
આત્માના વિવિધ પ્રદેશોના ઈદ્રિયાકાર રચના વિશેષને આભ્યંતર નિવૃત્તિ કહે છે. નિવૃત્તિની રક્ષા કરે તે ઉપકરણ ( બાહ્ય આકાર) |
નિર્વેગની કથા |
જે કથા સાંભળી શ્રોતાને સંસાર ર્ત્યે વૈરાગ્ય પેદા થાય. |
નિર્વેદ |
સંવેગમાં મોક્ષની અભિલાષા છે, નિર્વેદમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય છે. ભોગ એ રોગ છે તેમ માની ઉપેક્ષા કરે છે. સવિશેષ નિર્વેદ એ ઉદાસીન થવાનું છે. |
નિવૃત્તપકૃત્યધિકાર |
જે આત્મા મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ મિથ્યાત્વ આદિ મોહનીય કર્મોની પ્રકૃતિઓનો ગુસ્સો ઓછો થઈ ગયો છે તેવા લઘુકર્મી જીવો. |
નિવૃત્તિ ઈદ્રિય |
શરીરમાં બાહ્ય અને અંદર પુદ્ગલોના આકારે બનેલી ઈદ્રિયો આત્માને બોધની ઉત્પત્તિમાં સહાયક છે. |
નિવૃત્તિકરણ |
એક જ સમયવર્તી જીવોના અધ્યવસાય સ્થાનોમાં રહેલી તરતમતા ષટ્સ્થાન પતિતઅધ્યવસાયોનું હોવું. આઠમા ગુણસ્થાનકનું નામ (અનિવૃત્તિકરણ). |
નિશીભોજન ત્યાગ |
રાત્રિ ભોજન ત્યાગ. |
નિýાય |
પરમાર્થને વિશેષરૂપે સંશયાદિરહિત ધારણ કરેલો નિર્ણય, વસ્તુના મૂળ અંશને ગ્રહણ કરવાવાળું જ્ઞાન. જેમ કે માટીના ઘડાને માટીનો ઘડો કહેવો. આત્માની શુદ્ધદશાનું લક્ષ કરવું. |
નિýાયકાળ |
નિýાયનયઃ કાળ દ્રવ્યને નિýાયકાળ કહે છે. |
નિýાયનય |
વસ્તુના સહજ સ્વભાવને મુખ્ય કરે, આન્તરિક સ્વરૂપ જે હોય તે, ઉપચાર રહિત અવસ્થા વસ્તુનું સહજ - મૂળ સ્વરૂપ. |
નિýાલ |
અચલ. |
નિષદ્યા પરિષદ |
જેનો અભ્યાસ નથી તેવા સ્મશાન, ઉદ્યાન, શૂન્યઘર, ગિરિગુફા, આદિમાં સાધુજનો નિવાસ કરે. નિયત કાળ સુધી બેસે, વન્ય પશુઓથી ભય ન પામે. ગહન સ્થાનમાં રહે, ત્યાં થતાં ઉપસર્ગને સમતાથી સહન કરે, મોક્ષમાર્ગથી ચ્યુત ન થાય. સ્થિર આસનથી ચલાયમાન ન થાય તે નિષદ્યા પરિષહ જય છે. |
નિષદ્ય |
પહાડોની હારમાળા અથવા એક પહાડી છે. |
નિષાદ |
સાત સ્વરમાંનો એક સ્વર છે. |
નિષિદ્ધ |
નહિ કરવા યોગ્ય કાર્ય કે ક્ષેત્ર. |
નિષિદ્ધિકા |
શ્રુતજ્ઞાનમાં અંગ બાહ્યનો 14મો નિકલ્પ. |
નિષેક |
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય તથા અંતરાય કર્મોનું અબાધાકાલથી હીન કર્મ સ્થિતિ પ્રમાણ કર્મનિષેક હોય છે. આયુકર્મ સિવાય સાતે કર્મોની દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી તે તે કમોનો અબાધાકાલ (સત્તા) ઘટાડીને જે શેષ રહે તે નિષેક. આયુકર્મની સ્થિતિ પ્રમાણ કાળનો સમય તેનો ન |
નિષેકહાર |
ગુણ હાનિના પ્રમાણથી દ્વિગુણા પરીમાણને નિષેકહાર કહે છે. ( ગુણહાનિ પ્રમાણ 8 હોય તો 16 ને ) |
નિષેધ |
અસ્વાધ્યાયના નિયત કાળમાં સ્વાધ્યાય આદિનો નિષેધ. ( ન કરવા યોગ્ય ) |
નિષ્કામભાવ |
નિઃકાંક્ષભાવ, નિઃસ્પૃહભાવ. |
નિષ્ઠાપક |
પ્રસ્થાપક. |
નિષ્પત્તિ |
પરિણામ, ગણતરી. |
નિષ્પન્નતા |
પરિપૂર્ણતા. |
નિસર્ગ |
(નિસર્ગજ) સ્વાભાવિક, કુદરતી, સ્વપરિણામની શુદ્ધિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તે. |
નિસહી |
દહેરાસરમાં મનશુદ્ધિ અને અન્ય પ્રવૃત્તિથી મુક્ત થવા જતાં સમયે પ્રવેશદ્વારમાં, પછી ગર્ભગૃહમાં જતાં અને અંતમાં ચૈત્યવંદન - કરતાં પહેલાં એમ ત્રણ નિસહી કહેવાય છે. (નિસ્સિહી) |
નિસ્તરણ |
(નિસ્તીર્ણ) અન્ય ભવમાં સમ્યગ્દર્શનાદિ પહોંયે તેવું નિર્દોષ પાલન કરવું. અન્ય જન્મમાં સાથે આવે તેવી દૃઢ શ્રદ્ધા. |
નિહ્નવ |
પ્રભુનાં નચનને ન ઓળખનાર અથવા એકાંતે ગ્રહણ કરનાર - અવિવેક અને કુશીલના સેવનથી ગુરુ તથા શાસ્ત્રનું નામ છુપાવવું. સ્વમતિકલ્પનાથી જ્ઞાનનો અપલાપ કરવો. ગુરુ પ્રત્યેના અભાવથી અન્યને પોતાના ગુરુ મનાવવા, ઉત્સૂત્રતા કરવી, સ્વેચ્છાએ વિહરવું વગેરે. |
નિહાર |
કુદરતી હાજત, લઘુ કે વડી નીતિ. |
નિંદન |
નિંદા અન્યના સત્ય કે અસત્ય દોષોને પ્રગટ કરવાની ઈચ્છા, તે દોષ છે. આત્મસાક્ષીપૂર્વક પોતાના દોષોને પ્રગટ કરવા તે સ્વનિંદા - પ્રાયýિાત છે. હિતાવહ છે. વળી સ્વપ્રશંસા પણ ગુણને હાનિ કરે છે માટે ત્યાજ્ય છે. પરપ્રશંસા સવિશેષ વ્રતધારીની પ્રશંસાથી નિર્જરા છે. |
નિઃકાંક્ષિત |
આકાંક્ષારહિત સમ્યગ્દૃષ્ટિનો ગુણ. આ લોકમાં સુખ, યશ, પરલોકનાં સુખ કે અન્ય ધર્મોસંબંધી કોઈ અભિલાષા ન કરે, તે સમ્યગ્દર્શનની શુદ્ધિ છે. દુર્ધર તપાદિ દ્વારા સ્વર્ગાદિની અભિલાષા ન કરે, માત્ર મોક્ષની અભિલાષા રાખે, તે વ્યવહારિક નિઃકાંક્ષિત ગુણ છે. નિýાયથી એ વ્યવહા |
નિઃશલ્ય |
માયા, કપટરહિત વ્રતતપાદિ. |
નિઃશંકિત |
સમ્યગ્દૃષ્ટિ જીવ સાત ભયોથી રહિત હોય છે. સામાન્ય જીવો ભયથી ચલિત થઈ મોક્ષમાર્ગ ત્યજી દે છે. સમ્યગ્દૃષ્ટિ આત્મા વજ્રઘાત થાય તો પણ પોતને દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ માનીને સ્વરૂપથી જિનવરકથિત તત્ત્વાદિમાં નિઃશંક હોય છે. ચ્યુત થતાં નથી. વ્યવહારિક નિઃશંકિત ગુણની સહા |
નિઃશ્રેયસ |
જન્મ, જરા, મરણ, રાગ, દ્વેષનાં દુખો તથા સાત ભયોથી રહિત અવિનાશી, કલ્યાણમય અવ્યાબાધ સુખ. |
નિઃસંગત્વ |
બાહ્ય તથા અંતરંગ પદાર્થોથી વિરકત. અસંગ. |
નિઃસૃણાત્મક |
તૈજસ શરીર. |
નીચ |
(નીયગોત્ર) હલકા મનવાળો, ગોત્રવાળો કે વર્તનવાળો. |
નીર્વૈરવૃત્તિ |
ઉત્કૃષ્ટ ગુણોવાળા પ્રતિ વિનયપૂર્વક વૈરભાવ રહિત રહેવું. |
નીલ |
નીલવર્ણવાળો પર્વત એક રક્ષક દેવ. નીલ નામની અશુભ લેશ્યા છે. |
નીવી |
એક વખત ભોજન લેવાનું તેમાં વિગઈના મૂળ સ્વરૂપને બદલી વિકારોને દૂર કરીને લેવાય તે. |
નેત્રોન્મિલન |
નેત્રનું અર્થાત્ દૃષ્ટિનું અંતર્મુખ થવું. |
નેમનાથ |
ભરતક્ષેત્રના આ ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાન. |
નૈવેદ્ય |
પ્રભુજીની આગળ ત્યાગ ભાવનાની વૃદ્ધિ માટે અણાહારી પદની પ્રાપ્તિ માટે ભાવનાથી સમર્પિત થતી આહાર સામગ્રી. |
નૈષ્ઠિક બ્રહ્મચારી |
ચુસ્તપણે બ્રહ્મચર્યનું પાલન કરનાર. |
નૈષ્ઠિક શ્રાવક |
પ્રતિમાધારી, વ્રતધારી. |
નૈýાયિક |
નિýાય દૃષ્ટિવાળું. તાત્ત્વિક, માર્મિક યથાર્થ સ્વરૂપ દર્શક જેમકે ભમરો દેખાવમાં કાળો છે પણ મૂળરૂપે ત્યાં પાંચ વર્ણો છે. |
નૈýાયિકાર્થાવગ્રહ |
વ્યંજનાવગ્રહ અંતે એક સમય પૂરતો થતો બોધ. જે અત્યંત અવ્યક્ત છે. કંઈક છે, નામ, જાતિ કે કલ્પના આદિથી રહિત બોધ થાય તે. |
નોઅવસર્પિણી |
જ્યાં ચડતોપડતો કાળ નથી, જેમ કે મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ ભરતક્ષેત્રના ચોથા આરા જેવો કાળ વર્તે. |
નોઉત્સર્પિણી |
જ્યાં ચડતોપડતો કાળ નથી. એક સરખો કાળ છે. |
નોકષાય (મોહનીય) |
જે સાક્ષાત્ કષાયરૂપ નથી પરંતુ કષાયોને પ્રેરે, પરંપરાએ કષાયોનું કારણ બને તે હાસ્યષટક આદિ. |
નોભવ્યનોઅભવ્ય |
મોક્ષે પહોંચી ગયેલા આત્માઓ હવે ભવ્ય કે અભવ્ય પણ નથી. જ્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ યોગ્યાયોગ્યનો વ્યવહાર છે. |
ન્યગ્રોધ પરિમંડળ |
છ સંસ્થાનોમાંનું બીજું સંસ્થાન કે જેમાં નાભિ ઉપરના અવયવો સપ્રમાણ હોય, નીચેના અપ્રમાણ હોય. |
ન્યાય |
તર્ક તથા યુક્તિ દ્વારા પરોક્ષ પદાર્થોની સિદ્ધિ કે નિર્ણય કરવા માટે ન્યાયશાસ્ત્રની રચનાઓ થઈ. યદ્યપિ ન્યાયશાસ્ત્રનો મૂળાધાર નૈયાયિક દર્શન છે. પરંતુ વીતરાગ માર્ગના ઉપાસક જૈન તથા બૌદ્ધ દર્શનોને પોતાના સિદ્ધાંતોની રક્ષા માટે ન્યાયશાસ્ત્રની રચના કરવી પડી. અન્ય |
ન્યાયસંપન્ન દ્રવ્ય |
શ્રાવકના 35 ગુણોમાંનો પ્રથમ ગુણ. ન્યાયનીતિપૂર્વક મેળવેલું ધન. |
ન્યાસાપહાર |
મૃષાવાદનો એક દોષ છે. ન્યાસ - થાપણ, અપહાર ઓળવવી, અન્યની સાચવવા આપેલી થાપણ પોતાની કરી લેવી, અને પછી અજાણકારી બતાવવી. આથી સામો જીવ દુખી થાય કે આઘાતથી મૃત્યુ પામે. તેથી તે મહાદોષ છે. |
ન્યૂન |
અલ્પ. |
પઉમચરિઉ |
દિ.આ. કૃત. પદ્મપુરાણ. |
પક્ષ |
વિશ્વસનીય, એકમતવાળાનું સંગઠન (સામાન્ય). વિશેષપણે જેમકે મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થભાવયુક્ત બુદ્ધિને પ્રાપ્ત કરીને સમસ્ત હિંસાનો ત્યાગ કરવો, તે જૈનોનો પક્ષ છે. |
પક્ષપાત |
કોઈની તરફેણમાં હોવું. |
પખ્ખી પ્રતિક્રમણ |
પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ (શ્વે.સં.) |
પચ્ચક્ખાણ |
કોઈ વસ્તુના નિયમ માટે બોલાતું સૂત્ર. નવકારસી, પોરસી ઈત્યાદિ. |
પચ્ચક્ખાણ ભાષ્ય |
શ્વે.આ. દેવેદ્રસૂરિ રચિત ત્રીજું ભાષ્ય. |
પટુતા |
કુશળતા, ચતુરાઈ. |
પડિમા |
શ્રાવક કે શ્રાવિકાની ધર્મમય વિશિષ્ટ અવસ્થા. તે અગિયાર પડિમાઓ છે. (પ્રતિમા) |
પડિલેહણ |
સાધુ-સાધ્વીજનોને તથા પૌષધધારીને સવાર-સાંજ વસ્ત્રાે, પાત્રો આદિ પુંજવા-પ્રમાર્જવા તે. |
પણ્યભવન |
એક દેવનું સુમેરુ પર્વતના વનમાં એક ભવન. |
પત્તન |
જે ઉત્તમ રત્નોની યોનિ છે. |
પત્તિ |
સેનાનું એક અંગ છે. |
પથિક |
મુસાફર, યાત્રિક. |
પથ્ય |
હિતકર, લાભદાયી. |
પદ |
અમુક યોગ્યતા ધરાવતા સ્થાનને પદ કહે છે. તેના વ્યાકરણની દૃષ્ટિએ અનેક ભેદ છે. અધ્યાત્મ માર્ગમાં પંચપરમેષ્ઠી પદ મનાય છે. વ્યવહારમાં રાજા મંત્રી આદિ પદ મનાય છે. (હોદ્દો). સવિશેષ અક્ષરો વડે ઉત્પન્ન થતું શ્રુતજ્ઞાન - તેના શ્લોકાદિ પદ છે. |
પદજ્ઞાન |
શ્રુતજ્ઞાનનું અંગ છે. |
પદપંકજ |
(ભગવાનના) ચરણરૂપી કમળ. |
પદસ્થધ્યાન |
મંત્રાદિ વડે થતું ધ્યાન. મંત્રના અક્ષર સ્વરૂપ પદોના અવલંબનથી જે ચિંતન થાય તે પદસ્થધ્યાન છે. જેમાં એક અક્ષરથી (ઁ઼) માંડીને પંચપરમેષ્ઠી સુધી મંત્રોચ્ચાર વડે જે ધ્યાન કરીએ તે પદસ્થધ્યાન છે. |
અક્ષરોની માત્રા |
એકાક્ષરી `ઁ઼' બે અક્ષરી `અર્હં કે સિદ્ધ' ચાર અક્ષરી `અરિહંત' પંચાક્ષરી `અ.સિ.આ.ઉ.સા.' છ અક્ષરી `અરિહંત સિદ્ધ' સપ્તાક્ષરી `નમો અરિહંતાણં' દશાક્ષરી `નમો અર્હત-પરમેષ્ઠીને' સોળાક્ષરી નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ 35 અક્ષરી નમો અરિહંતાણં, નમો સિદ્ધ |
પદાસ્થાવસ્થા |
તીર્થંકર ભગવાનની કેવળજ્ઞાનયુક્ત અવસ્થા. |
પદાતીત |
કોઈપણ પદવીરહિત ઉચ્ચ અવસ્થા. |
પદાનુસારિણી લબ્ધિ |
અપૂર્વજ્ઞાન. કોઈ પણ શાસ્ત્રનું એક સૂત્ર જાણવાથી આખા શાસ્ત્રનું જ્ઞાન થાય. |
પદાર્થ |
આકૃતિ, જાતિ, જે શબ્દનો વિષય બને છે તે પદાર્થ છે. તે પદાર્થો નવ છે, જે દ્રવ્ય, ગુણ, પર્યાયયુક્ત હોય છે, તે તત્ત્વ કે દ્રવ્ય પણ કહેવાય છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. |
પદ્ધતિ |
(રીત) તેમાં મુખ્ય પરમાર્થ પદ્ધતિ અને વ્યવહારપદ્ધતિ છે. પરમાર્થ પદ્ધતિમાં આધ્યાત્માદિ મોક્ષમાર્ગનું સ્વરૂપ છે. વ્યવહારપદ્ધતિમાં સંસારનું સ્વરૂપ છે. આ ઉપરાંત અનેક પ્રકારની પદ્ધતિઓ હોય છે. |
પદ્મનંદિ પંચવિંશતિકા |
દિ.આ. પદ્મનંદિદ્વારા સંસ્કૃત છંદોમાં રચિત, પ્રધાનતઃ ગૃહસ્થધર્મપ્રરૂપક ગ્રંથ છે. જેનું ગુજરાતી ભાષાંતર થયું છે. |
પદ્મનાભ |
અનાગત ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. |
પદ્મપુરાણ |
રામ-રાવણની કથાનું નિરૂપણ છે. |
પદ્મપ્રભુ |
વર્તમાન ચોવીસીના છઠ્ઠા તીર્થંકર છે. |
પદ્મલેશ્યા |
છ લેશ્યા છે. તેમાં પાંચમી પદ્મલેશ્યા શુભલેશ્યા છે. |
પદ્માવતી |
કમઠે કરેલા યજ્ઞમાં લાકડાની અંદર જલતી સર્પિણી પાર્શ્વનાથ કુમારના ઉપદેશથી બોધ પામી મરણ થતાં દેવી પદ્માવતી થઈ. તે પાર્શ્વનાથ ભગવાનની શાસક યક્ષિણી છે. |
પદ્માસન |
કમળના જેવું યોગનું એક વિશિષ્ટ આસન. |
પન્યાસપદ |
સાધુ મહાત્માને ભગવતી આદિના સૂત્રોના (અભ્યાસ) યોગોદ્વહનની ક્રિયા પછી અપાતું વિશિષ્ટ પદારોપણ. |
પર |
અન્ય, પોતાનું નહિ, જેમ કે પરભાવ, પરસ્ત્રાળ, પરપુત્ર આદિ. |
પરકૃતિ |
અન્યનું કરેલું અથવા મનુષ્યોના કર્મોમાં પરસ્પર વિરોધ દર્શાવનાર. |
પરક્ષેત્ર |
અન્યનું સ્થાન, આત્મભાવમાં રહેવું તે સ્વક્ષેત્ર છે. પરભાવમાં જવું તે પર (દ્રવ્ય) ક્ષેત્ર છે. |
પરચતુષ્ટય |
જે આત્માશ્રિત છે તે સ્વચતુષ્ટય છે, જે પરાશ્રયી છે તે પરચતુષ્ટય છે. આત્મા માટે પર દ્રવ્યાદિ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પરચતુષ્ટય છે. |
પરત્વ |
મોટું. દૂરવર્તી. |
પરદારા |
પર-અન્યની વિવાહિત સ્ત્રાળ. |
પરદારાવિરમણવ્રત |
શ્રાવકનાં બાર વ્રતમાં ચોથું વ્રત. જેમાં અન્યની વિવાહિત સ્ત્રાળ સાથે સંસારભોગ કરવાનો ત્યાગ. સ્વસ્ત્રાળ કે સ્વપુરુષ સાથે સંતોષ માનવો. |
પરદ્રવ્ય |
આત્મા સ્વભાવથી અન્ય કોઈ સચિત્ત-અચિત્ત પદાર્થને ગ્રહણ કરે તે સર્વે પરદ્રવ્ય છે. તે પ્રમાણે રાગાદિભાવકર્મ, શરીરાદિ નોકર્મ પરદ્રવ્ય છે. સર્વ દુર્ધ્યાનરૂપ પરિણામ પરદ્રવ્ય છે. |
પરનિમિત્ત |
બાહ્ય નિમિત્ત, જેમકે માટીમાં ઘડો બનવા માટે ચાકડો વગેરે. |
પરપરિવાદ |
નિંદા, કુથલી કરવી. અઢાર પાપસ્થાનકમાંનું સોળમું પાપસ્થાનક. |
પરભવ |
વર્તમાન ચાલુ ભવથી આગળપાછળનો ભવો. |
પરભાવદશા |
પુદ્ગલ સંબંધી સુખદુખમાં આત્માની કષાયોયુક્ત દશા. રતિ-અરતિ વગેરે. |
પરમ |
(અતિ ઉત્તમ) વસ્તુમાં પારિણામિક ભાવ પ્રધાન હોવાથી તે પરમ સ્વભાવ છે. વસ્તુના સ્વભાવને પરમ કહે છે. જેનો વ્યય થવા છતાં વ્યય હોતો નથી. ઉત્પન્ન હોવા છતાં ઉત્પન્ન થતું નથી તે પરમ છે. કારણ કે તે વૈકાલિક વિષયક તત્ત્વ છે. માધ્યસ્થ, સમતા, વૈરાગ્ય, સામ્ય, શાંતિ આદિ શ |
પરમ અદ્વૈત |
નિર્વિકલ્પ સમાધિનું અપર નામ (મોક્ષ) પરમ એકત્વ. દરેક ઉત્તમાર્થ શબ્દ-ભાવને `પરમ' લાગે છે. પરમગુરુ, પરમજ્યોતિ, પરમ મોક્ષ, પરમતત્ત્વ-તત્ત્વજ્ઞાન, પરમબ્રહ્મ, પરમ ભેદજ્ઞાન, પરમવૈરાગ્ય-સમતા, પરમસમાધિ, પરમસ્વરૂપ, પરમહંસ. (નિર્વિકલ્પ સમાધિરૂપભાવ છે.) |
પરમવિદુષી |
અતિશય પંડિત એવા પૂ.સાધ્વીજી, મહાસતીજી કે શ્રાવિકા. |
પરમાણુ |
અતિશય સૂક્ષ્મ પુદ્ગલ, પુદ્ગલ દ્રવ્યના અંતિમ-સૂક્ષ્મ નિર્વિભાજ્ય ભાગને પરમાણું કહે છે. સર્વ પરમાણું પદ્ગલરૂપ હોવાથી સ્પર્શ ,રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. તેમનું પરસ્પર ભળવું અને વીખરાવું થાય છે. તેમના પરસ્પર સંયોગથી પૃથ્વી આદિ તત્ત્વો ઉત્પન્ન થાય છે. જેનો છ |
પરમાત્મજ્ઞાન |
નિર્વિકલ્પ સમાધિનું અન્ય નામ, પરમાત્મદર્શન, પરમાત્મસ્વરૂપ, પરમાત્મભાવના. |
પરમાત્મતત્વ |
ધ્યાન યોગ્ય પરમાત્મતત્વ. |
પરમાત્મા |
સયોગી તથા અયોગી કેવળી, સિદ્ધ પરમાત્મા સાક્ષાત્ પરમાત્મા છે. |
કારણ પરમાત્મા |
જન્મ જરા મરણ પુનરાગમન, પુણ્ય પાપ આઠ કર્મરહિત, શુદ્ધજ્ઞાનાદિક ગુણે યુક્ત અવિનાશી, અવ્યાબાધ અતીદ્રિય, નિત્ય અચલ તથા નિરાલંબ છે. શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ - સ્વભાવવાળા કારણ પરમાત્મા છે. તે વાસ્તવમાં આત્મા છે. |
કાર્ય - પરમાત્મા |
અષ્ટ કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન, કેવળ દર્શનમય જેનો સ્વભાવ છે તે સિદ્ધ પરમાત્મા છે. તે પાંચે શરીરના અભાવથી નિઃશરીરી તથા નિરાકાર છે. અનંત ચતુષ્ટયધારી કાર્ય-પરમાત્મા તે અર્હંત પરમેશ્વર છે. અર્થાત્ અર્હંત તથા સિદ્ધ પરમાત્મા છે. |
પરમાનંદ |
શુદ્ધ ઉપયોગનું અપર નામ. (પરમાર્થ) |
પરમાર્થ |
નિýાયથી પરમાર્થ સ્વ સમય, શુદ્ધ, કેવળી મુનિ જ્ઞાની છે. ઉત્કૃષ્ટ અર્થને પરમાર્થ કહે છે. મોક્ષમાર્ગ અર્થસૂચક પરમાર્થ છે. |
પરમાર્થ પ્રત્યક્ષ |
કેવળજ્ઞાનીને પદાર્થોનું જ્ઞાન અત્યંત પ્રત્યક્ષ હોય છે તે. |
પરમાવગાઢ સમ્યગ્દર્શન |
કેવળ - જ્ઞાનીનું સમ્યગ્દર્શન - કેવળ-દર્શન. |
પરમાવધિજ્ઞાન |
તદ્ભવ મોક્ષગામી મહાત્માઓને હોય, સર્વાવધિ. |
પરમાવસ્થા |
મુક્તાવસ્થા. જેની મુક્તિ અવશ્ય છે. |
પરમેષ્ઠી |
જે પરમપદને સ્થાપિત છે. તે પરમેષ્ઠી પરમાત્મા છે. જે દેવો - માનવો - ત્રણે લોકથી પૂજિત છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પંચપરમેષ્ઠી તત્ત્વ છે, તે પાંચે આત્માની વિકસતી અવસ્થા છે. આ પંચપરમેષ્ઠી મંત્ર સ્વરૂપ છે. |
પરલોક |
નિýાયથી શુદ્ધ સ્વભાવનું અવલોકન, નિર્વિકલ્પ સમાધિનું અનુભાવન. વ્યવહારથી સ્વર્ગ કે મોક્ષ પરલોક છે. |
પરલોક ભય |
આવતા જાવમાં દુખ, રોગનો ભય થવો. |
પરવ્યપદેશ |
દાનનો દોષ છે. પોતાની વસ્તુ હોવા છતાં દાન ન આપવાની વૃત્તિથી તે વસ્તુ અન્યની કહેવી. અથવા તે વસ્તુના દાતા અન્ય છે તેમ કહેવું. શ્રાવકના બારમા વ્રતનો અતિચાર. |
પરસમય |
આત્મભાવ સ્વસમય છે. તે સિવાયના સર્વ ભાવ સર્વ પદાર્થો આત્મા માટે પરસમય છે. |
પરંપરા |
આગળથી ચાલ્યું આવતું. જેમ કે આગમ પરંપરા, આચાર્ય પરંપરા વગેરે. |
પરંપરાપ્રયોજન |
કાર્ય કરવામાં જે સીધું કારણ ન હોય પણ પરંપરાએ કાર્યનું જે કારણ બને. ઘીનું અનંતરકારણ માખણ. પરંપરા કારણ દૂધ. |
પરા |
ઉત્કૃષ્ટ. સમસ્ત કર્મોનો નાશ થવાથી સ્વભાવનું ઉત્પન્ન થવું તે. |
પરાઘાતનામ કર્મ |
પોતે સશસ્ત છતાં પરાઘાત નામકર્મના ઉદયથી અન્યના શસ્ત્રાદિ વડે વ્યાઘાત પામવો, અથવા પોતાના જ શરીરમાં અન્યનો ઘાત કરવાવાળા પુદ્ગલોની પ્રાપ્તિ થવી. જેમ કે સર્પમાં ]ેર, વીંછીમાં ડંખ,સિંહ, વાઘના નહોર. વનસ્પતિમાં વિષ, ધતૂરો, પરાઘાત નામકર્મની પ્રકૃતિનો આવો બંધ - ઉદય |
પરાજય |
કોઈ પણ ક્ષેત્રમાં હાર થવી. |
પરાત્વાપરત્વ |
પરત્વ - અપરત્વ. દૂરવર્તી પદાર્થ પર અને સમીપવર્તી પદાર્થ અપર કહેવાય છે. જેમ આપણાથી ઋષભદેવ પર અને મહાવીર સ્વામી અપર (દૂર-નજીક), કાળદ્રવ્યનો વિશેષ પર્યાય, કાળની અપેક્ષાએ નાના -મોટાપણું. |
પરાવર્તના |
શીખેલું પુનઃપુનઃ સંભાળી જવું. સ્વાધ્યાયનો ત્રીજો ભેદ. |
પરાવલંબી |
અન્ય પર આલંબન - આશ્રયવાળું, પરાધીન. |
પરિકર્મ |
દૃષ્ટિ પ્રવાહ અંગનો પ્રથમ ભેદ. |
પરિગૃહીતા |
જેનો કોઈ પુરુષ ભર્તા છે. |
પરિગ્રહ |
મૂર્છા પરિગ્રહ છે. લોભ કષાયના ઉદયથી વિષયોનો સંગ અને વસ્તુઓનો સંગ્રહ પરિગ્રહ છે. પરિગ્રહ બે પ્રકારનો છે. 1. બાહ્ય પરિગ્રહ - બાહ્ય પદાર્થોના ગ્રહણ કે સંગ્રહ. 2. અંતરંગ પરિગ્રહ - અંતરંગ રાગાદિ પરિણામ, બાહ્ય પરિગ્રહ નિમિત્ત છે. રાગાદિ મૂળ કારણ હોવાથી તે અંતરં |
પરિગ્રાહિકી ક્રિયા |
પરિગ્રહ કરવા વધારા માટે થતી ક્રિયા. |
પરિચારક |
સેવક. સેવા કરનાર. જેની ધર્મ ભાવના દૃઢ હોય, સ્થિર હોય, સંસાર પાપભીરુ હોય. પ્રત્યાખ્યાન આદિનો જ્ઞાતા હોય. ચારિત્રપાલનના દોષને જાણતો હોય. સ્વ-પર શ્રેયાર્થી હોય. જે યશસ્વી છે તે પરિચારક છે. |
પરિજન |
પરિવાર, પતિપત્ની આદિ કુટુંબીજનો. |
પરિણમન |
દ્રવ્ય માત્રમાં સમયે સમયે થતું રૂપાંતર તે પરિણમન શક્તિ છે. જ્ઞેય પદાર્થોમાં વિકલ્પ કરવો તે જીવનું પરિણમન છે, જેમકે આ પદાર્થ મારો છે, મને ગમે છે, આવું પરિણમન તે કર્મયુક્ત છે જ્ઞાનનો સ્વભાવ નથી. |
પરિણામ |
ફળશ્રુતિ (Result) વસ્તુના ભાવને પરિણામ કહે છે. તે ગુણરૂપે અક્રમવર્તી છે, પર્યાય ક્રમવર્તી છે. તેના શુભ, અશુભ અને શુદ્ધ પ્રકાર છે. શુભ પુણ્યજનક છે, પાપ અશુભજનક છે. શુદ્ધ પરિણામ મોક્ષનું કારણ છે. |
પરિણામી |
દ્રવ્યમાત્ર નિત્યપરિણામી છે. પરિણમન થવા છતાં વસ્તુ વસ્તુરૂપે રહે છે. |
પરિદાવન |
સંતાપ - શોક ઉત્પન્ન કરવો. અન્યને કરાવવો. |
પરિદેવન |
સંકલેશરૂપ પરિણમોને કારણે સ્વજનના વિયોગમાં તેના ગુણોના સ્મરણથી કરુણાજનક રડવું તે. |
પરિધિ |
કેદ્ર-સ્થાનની આજુબાજુ. |
પરિભોગ |
ભોગ્ય વસ્તુનો પુનઃ પુનઃ ભોગ કરવો. તે ઉપભોગ કહેવાય છે ચારે બાજુથી ભોગ કરવો. |
પરિમિત |
મર્યાદિત. |
પરિલેખા |
આરાધનામાં નિર્વિઘ્નતાને માટે દેશ નગર વાતાવરણ ક્ષેત્ર વગેરેનું અવલોકન કરવું. |
પરિવર્તન |
અનેક પ્રકારનાં રૂપાંતર સંસારમાં અનેક પ્રકારનાં જન્મ મરણ, સુખદુખાદિ રૂપાંતર થાય છે. દરેક પદાર્થો નિત્યપરિવર્તનશીલ છે. |
પરિવર્તના |
પુનરાવર્તન, ભણેલું ભૂલી ન જવાય માટે પુનઃ પુનઃ તેનું સ્મરણ કરવું. શાસ્ત્ર-અર્થનું પુનઃ પુનઃ પરિશીલન કરવું. |
પરિશાતન |
શરીરના પુગદ્લ સ્કંઘોના સંચયરહિત જે નિર્જરા થાય તે. પાંચે શરીર માટે સમજવું. |
પરિષહ |
માર્ગથી ચલિત ન થતા, કર્મોની નિર્જરા માટે સાધુ જે કંઈ સહન કરે તે. અતિ ક્ષુધા, તૃષા, ગરમી, ઠંડી, લાભ, અલાભ, માન, અપમાન ઈત્યાદિ બાવીસ પરિષહો છે, તેને સમતાથી સહન કરે તે પરિષહજ્ય છે. સમતારૂપ સામાયિક દ્વારા નિજ-પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન વિકારરહિત નિત્યાનંદરૂપ |
પરિસ્પંદ |
જીવના ચલિત-અચલિત પ્રદેશ યોગની સક્રિયતાથી થતું આત્મ પ્રદેશોનું સ્પંદન. |
પરિહાર |
ત્યાગ કરવો. (પ્રાયýિાત) શિથિલાચારી સાધુજનોને સંઘથી બહાર મૂકવા. પરિહાર વિશુદ્ધિ અત્યંત નિર્મલ ચારિત્ર છે. પાંચ સામાયિકમાં સાધુ ચારિત્રમાં ત્રીજું છે. પ્રાણીવધ જેવી હિંસાના ત્યાગને પરિહાર કહે છે. સાધુ અષ્ટ પ્રવચન-સિદ્ધાંતના દૃઢપણે ધારક છે. સમ્યગ્દર્શનની વિશ |
પરિહાસધામ |
મશ્કરીનું પાત્ર કે સ્થાન. |
પરીક્ષા |
કસોટી, વિચારણા, જિજ્ઞાસા, તર્ક પરસ્પર વિરુદ્ધ અનેક યુક્તિઓમાંથી કઈ યુક્તિ પ્રબલ કે દુર્બલ છે તેનો નિર્ણય કરવા વિચારણા કરવી (કસોટી) પરીક્ષા. |
પરોક્ષ |
ઈદ્રિયો તથા મન દ્વારા જણાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, છતાં પરોક્ષ છે. યદ્યપિ કેવલ પરોક્ષ નથી કારણ કે તે દ્વારા પદાર્થોનો નિર્ણય દૃઢ હોય છે. જે વ્યવહારથી પ્રત્યક્ષ સમાન હોય છે, છતાં ઈદ્રિયાધીન હોવાથી પરમાર્થ દૃષ્ટિએ પરોક્ષ છે. |
પરોક્ષ પ્રમાણ |
બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે. તેના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ ભેદ છે. |
પર્યવસિત |
નિýાય છેડાવાળુ, અંતરાળું. જેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અંત છે. શ્રુતજ્ઞાનો એક સપર્યવસતિ ભેદ. |
પર્યકાસન |
એક આસન, પ્રભુજીની પ્રતિમાનું જે આસન છે તે. (પદ્માસન) |
પર્યંત |
અંતિમ, ત્યાગ, મૃત્યુ, (પર્યવસાન) |
પર્યાપ્ત |
પૂરું. |
પર્યાપ્તિ |
નવા જન્મમાં દેહ ધારણ કરવા માટેની સામગ્રી છે. જન્માંતરે જતાં નવીન શરીરાદિ માટેની સામગ્રીની રચના કરવી. યોનિસ્થાનમાં પ્રવેશ કરીને જીવ પોતાના શરીરને યોગ્ય પુદ્ગલ વર્ગણા ગ્રહણ કરે છે. તે આહારપર્યાપ્તિ છે. ત્યાર પછી અનુક્રમે શરીર ઈદ્રિય, શ્વાસ, ભાષા,મનને યોગ્ય |
પર્યાય |
પર્યાયનો વાસ્તવિક અર્થ વસ્તુનો અંશ છે. તે ક્રમભાવી છે. ગુણના પ્રતિસમયવિશેષ પરિણમનને પર્યાય કહે છે. તેના બે ભેદ છે. 1. અર્થપર્યાયઃ છ દ્રવ્યોમાં સમાનરૂપથી થતું ક્ષમસ્થાયી સૂક્ષ્મ પરિણમન તે અર્થપર્યાય અથવા ભાવાત્મક પર્યાય - અવસ્થા સૂક્ષ્મ છે. ક્ષણે ક્ષણે પરિ |
સ્વભાવપર્યાય |
કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય બે પ્રકાર છે. |
કારણશુદ્ધપર્યાય |
સહજશુદ્ધ નિýાયથી, અનાદિ અનંત, અમૂર્ત, અતીદ્રિય સ્વભાવયુક્ત શુદ્ધ સહજ જ્ઞાન દર્શનાદિ સુખાત્મક પરમ વીતરાગતા શુદ્ધ સ્વભાવની સાથે અનંત પૂજિત ચતુષ્ટય સ્વરૂપ પૂજિત પાંચમો ભાવ પરિણતિ કારણ શુદ્ધ પર્યાય છે. |
કાર્યશુદ્ધપર્યાય |
સાદિ અનંત, અમૂર્ત અતીદ્રિય સ્વભાવયુક્ત શુદ્ધ સદ્ભુત વ્યવહારથી કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયયુક્ત જીવની પરમોત્કૃષ્ટ ક્ષાયિક ભાવની પરિણતિ કાર્યશુદ્ધપર્યાય છે. અન્યની અપેક્ષારહિત પરમાણુનું પરિણમન તે પુદ્લગની સ્વભાવપર્યાય. સર્વ કર્મથી મુક્ત સિદ્ધ જીવોમાં અંતિમ દેહાકાર |
વિભાવપર્યાય |
નારક, તિર્યચ, દેવ કે મનુષ્યરૂપ અનેક પર્યાય જીવની અવસ્થાઓ વિભાવ રૂપ છે. સ્કંધરૂપ પરિણમન પુદ્ગલની વૈભાવિક પર્યાય છે. |
પર્યાયાર્થિક નય |
જે ગુણ અથવા પર્યાયને (વિશેષને) ગ્રહણ કરે તે. તેના ચાર ભેદ. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત. |
પર્વ |
પવિત્ર તિથિ-દિવસ. પૌષધવ્રત. કાળનું એક પ્રમાણ. |
પર્વત |
લોકમાં સ્થિત પર્વતોના નક્શા. આકાર. |
પલિકુંચન |
અતિચારનો એક દોષ. |
પલ્ય |
જેમાં અસંખ્યાતા વર્ષ જાય તેવું કાળનું પ્રમાણ. એક યોજન લાંબા પહોળા અને ઊંડા કુવામાં બાળકના ઊગેલા એકેક વાળના અસંખ્ય ટુકડા કરી. દર સો વર્ષે એકેક વાળ કાઢવામાં જે કાળ લાગે તેટલા કાળનું નામ |
પવાઈજ્જમાણ |
જે ઉપદેશ આચાર્યસંમત હોય. ચિરકાલથી સપ્રદાયના ક્રમથી ચાલ્યો આવતો હોય, શિષ્યપરંપરાથી જળવાયો હોય તે. |
પશ્વાતાનુપૂર્વી |
પાછળના ભેદથી વિચારવું જેમ શમ સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપાને બદલે અનુકંપાથી શમ સુધી. (પýાાનુપૂર્વી) |
પશ્યન્તી |
ભાષાનો એક પ્રકાર. |
પળ |
કાળનું એક પ્રમાણ. હાલમાં ક્ષણ કહીએ છીએ તે. |
પંકજ |
કમળ - કાદવમાં ઉત્પન્ન થાય છે, છતાં સૌંદર્યવાળું હોય છે. માનવે સંસારરૂપી કાદવમાં એવી રીતે રહેવાનું છે. |
પંકપ્રભા |
ચોથી નરક છે. કીચડ-કાદવ સમાન છે. |
પંચકલ્યાણક |
તીર્થંકર ભગવાનના જ આ કલ્યાણકો હોય છે. 1. ચ્યવન, 2. જન્મ, 3. દીક્ષા, 4. કેવળજ્ઞાન, 5. નિર્વાણ. કલ્યાણક. તીર્થંકર પરમાત્માના પુણ્યાતિશયતાનું માહાત્મ છે. દેવો માનવો સ્વકલ્યાણ માટે કલ્યાણનો ઉત્સવ મનાવે તથા તપાદિ કરે. |
પંચમકાલ |
પાંચમો આરો. જે કાળ દુષમા કહેવાય છે. |
પંચમુષ્ઠિ |
તીર્થંકર ભગવાન જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે સ્વયં મસ્તકના કેશનું પાંચમુષ્ઠિ વડે લોચ કરે. |
પંચવર્ણ |
એક ગ્રહ, પુદ્ગલના પાંચ વર્ણ છે. |
પંચવિંશતિકા |
દિ.સં.માં પંચસંગ્રહ નામના કર્મ સિદ્ધાંત વિષયક ગ્રંથ છે. શ્વે. સં.માં પ્રાકૃત પંચસંગ્રહ 1005 ગાથા પ્રમાણ ગ્રંથ છે. વર્તમાનમાં તેનું ગુજરાતી ભાષાંતર થયું છે. |
પંચાચાર |
પંચાગ્નિ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. |
પંચાધ્યાયી |
દી.સં.માં સંસ્કૃતમાં દર્શનશાસ્ત્રનો ગ્રંથ. |
પંચાસ્તિકાય |
દિ.આ. શ્રી કુન્દ કુન્દ રચિત પાંચ અસ્તિકાય દ્રવ્યોનો પ્રાકૃતમાં તત્ત્વ વિષયક મહાન ગ્રંથ. |
પંચેદ્રિય જાતિ |
જાતિ નામકર્મથી સ્પર્શાદિ પાંચ ઈદ્રિય યુક્ત શરીર ધારી છે. |
પંચેદ્રિય જીવ |
પાંચ ઈદ્રિય ધરાવતા દેહધારી જીવો. દેવ, મનુષ્ય, પશુ, પક્ષી-નારક. |
પંજિકા |
વૃતિ સૂત્રોના વિષય પદાર્થોને સ્પષ્ટ કરવાવાળાં વિવેચન. |
પંડિતમરણ |
સમ્યગ્દૃષ્ટિ આત્માનું સમાધિમરણ. |
પાતાલવાસી |
લવણ વગેરે સમુદ્રોમાં પ્રભાસ આદિ દેવ. |
પાત્ર |
યોગ્ય મોક્ષ પામવાને યોગ્ય. સમ્યદર્શનાદિ યુક્ત, ધર્મધ્યાનમાં લીન, પરિગ્રહ, શલ્યાદિ જેવા દોષોથી રહિત વિશેષ પાત્ર છે. શુદ્ધોપયોગ અથવા શુભોપયોગથી પરિણત જીવ પાત્ર કહેવાય. અવિરતિ, દેશવ્રતી શ્રાવક, મહાવ્રતી સાધુ, આગમમાં રુચિવાળા એમ અનેક પ્રકારે પાત્ર જીવો હોય છે |
પાદપૂર્તિ |
શ્લોક બનાવવામાં ખૂટતું જોડી દેવું. |
પાદવિહારી |
પગે ચાલનાર, વાહન વિહાર કરનાર. |
પાદ્ય સ્થિતિકલ્પ |
દિ.મુનિજનો વર્ષાકાળમાં ચાર માસ એક સ્થાનમાં રહે, વિહાર ન કરે તે (પાદ્ય નામનું દસમું સ્થિતિકલ્પ છે) વર્ષાકાળમાં જમીન પર જીવજંતુની રક્ષા માટે આ નિયમ પાળવાનો છે. અષાદ સુદ ચૌદશથી કાર્તિક સુદ ચૌદશ સુધીનો આ કાળ છે. અત્યંત આપત્તિ જેવા સમયમાં અન્ય સ્થાનમાં જવાનું |
પાન |
ચાર આહારમાં પ્રવાહી પદાર્થોનો આકાર. |
પાપ |
જે જીવને શુભથી દૂર રાખે છે. દુખરૂપ છે, જે કર્મ વડે અનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. અશાતા ભોગવવી પડે છે. હિંસાદિ અવ્રતાદિ અશુભ પરિણામો અશુભ યોગાશ્રવ પાપરૂપ છે. |
પાપભીરુતા |
પાપ કરવાથી કરવું. |
પાપાનુબંધી પાપ |
જે કર્મોના ઉદયથી વર્તમાનકાળે દુખ હોય. વળી હિંસાદિ વડે નવું ભાવપાપ બંધાતું હોય તે. |
પાપાનુબંધી પુણ્ય |
જે કર્મોના ઉદયથી વર્તમાનકાળે સુખ સૌભાગ્ય ભોગવે, પરંતુ હિંસાદિ કરી નવું પાપ બાંધે. પાપનો બંધ કરાવે તેવું પુણ્ય. |
પાપોપદેશ |
હિંસા કરવામાં, અન્યને દુખ દેવામાં દોષ નથી, કે મિથ્યાચારનો ઉપદેશ આપવો. અનર્થદંડ આઠમા વ્રતમાં વિશેષ પ્રકાર બતાવ્યા છે. |
પારભવિક |
પરભવ સંબંધી જ્ઞાન શક્તિ. |
પારમાર્થિક પ્રત્યક્ષ |
જે જ્ઞાન અતીદ્રિય છે તે જ્ઞાન, કેવળજ્ઞાન. |
પારસમણિ |
એક પ્રકારનું રત્ન. જેના સ્પર્શથી લોખંડ સોનું બને. |
પારિણામિક ભાવ |
ચોIસ પ્રકારનો સ્વભાવ, પ્રત્યેક પદાર્થના નિરૂપાધિક તથા ત્રૈકાલિક સ્વભાવને પારિણામિક ભાવ કહે છે. અન્ય પદાર્થોના સંયોગથી ઉપાધિવશ પદાર્થ અશુદ્ધ પ્રતિભાસિત હોય છે. છતાં પણ કોઈ પદાર્થ પોતાના સ્વભાવથી ચલિત થતો નથી. જેમકે ઘટ કોઈ દિવસ પટ ન બને, જડ ક્યારે પણ ચેતન ન |
પારિણામિકી બુદ્ધિ |
વયોવૃદ્ધતાના અનુભવથી પ્રગટ થયેલી બુદ્ધિ. |
પારિતાપિકી ક્રિયા |
આશ્રવરૂપ 25 કાયિકી ક્રિયામાંથી પોતાના કે પરના તાડન તર્જના વડે સંતાપ કરવો તે. |
પારિભાષિક શબ્દ |
અમુક અર્થમાં રૂઢ થયેલા શબ્દો. જેમકે શ્રદ્ધા - રુચિ તે સમ્યક્ત્વ કહેવાય. |
પારિષદ્ય દેવ |
પર્ષદાના દેવો. ઈદ્રને વિચારણામાં સહાયક ત્રણ પ્રકારની સભાના દેવો. |
પારિષહ |
દેવોનો એક પ્રકાર છે તે સભામાં મિત્ર સમાન હોય છે. |
પારિષ્ઠાપાનિકા સમિતિ |
સાધુ - સાધ્વીજનો તથા વ્રતીજનો માટે ખાસ. મળ મૂત્ર થૂંક આદિ શારીરિક મેલો જ્યાં નાખવાના હોય તે ભૂમિને જોવી, પ્રમાર્જવી. |
પાર્થિવી ધારણા |
ધ્યાનનો એક પ્રકાર છે. |
પાર્શ્વનાથ |
વર્તમાન ચોવીસીના ત્રેવીસમા તીર્થંકર. |
પાર્શ્વસ્થ |
મુનિનો એક પ્રકાર છે. ઈદ્રિય કષાય તથા વિષયોથી પરાજિત થઈને ચારિત્રભ્રષ્ટ મુનિ પાર્શ્વસ્થ છે. તેની સેવા કરવાવાળા પણ પાર્શ્વસ્થ જેવા છે. સંયમીઓના દોષ જુએ છે. તેથી તે મુનિઓ નથી, નમસ્કારને યોગ્ય નથી. |
પાલંબ |
ભગવાન મહાવીરના તીર્થમાં અંતકૃત કેવળી થયા. |
પાહુડ |
(પ્રાભૃત) ગ્રંથ છે. દિ.આ.કુંદાકુંદાચાર્યશ્રી દ્વારા 85 પાહુડ ગ્રંથની રચના થઈ હતી. તેમાંથી સમય સારાદિ 12 ઉપલબ્ધ છે. અષ્ટ પાહુડ ગ્રંથ પ્રચલિત છે. |
પાંડુ |
ચક્રવર્તીની નવનિધિઓમાંથી એક. |
પાંડુકવન |
સુમેરુ પર્વત પરનું ચોથું વન. જેના પર ચાર ચૈત્યાલય છે. |
પાંડુકંબલાશિલા |
સુમેરુ પર્વત ઉપરની એક શિલા, જેના પર પýિામ વિદેહના તીર્થંકરોનો જન્મ અભિષેક થાય છે. |
પાડુંશિલા |
સુમેરુ પર્વત પર સ્થિર એક શિલા. જેના પર ભરતક્ષેત્રના તીર્થંકરોના જન્મ કલ્યાણકનો ઉત્સવ થાય છે. (જન્માભિષેક) |
પાંશુલપાદ |
ધુળિયા પગવાળાં નાના બાળકો. |
પિચ્છિકા |
દિ.મુનિ. અન્ય જીવોની જયણા માટે મોરપીંછનો કોમલ ગુચ્છો રાખે છે. |
પિત્ત |
ઔદારિક શરીરની પિત્ત ધાતુ છે. |
પિપાસા |
તૃષા (તરસ) મુનિજનો અતિશય ગરમીમાં તથા પિત્તજ્વર કે અનશનમાં તૃષાને સમતાથી સહન કરે તે પિપાસાજય છે. તથા શરીર અને ઈદ્રિયોના સંયમમાં થતી મંથનરૂપ પિપાસાને સંતોષ અને સંયમથી જય કરે તે પિપાસાજય છે. |
પિશાચ |
દેવની જાતિ છે જેના ચૌદ ભેદ છે. |
પિશુલિ |
શ્રુતજ્ઞાનના અનેક ભેદોમાંથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનંતમો ભાગ દેવાની જે પ્રક્રિયા છે તે. |
પિષ્ટપેસન |
અતિપ્રસંગ. કોઈ વાતને મોટું રૂપ આપી તેનું પુનરાવર્તન ર્ક્યા કરવું. |
પિંડ |
એક વસ્તુમાં ઘણાનો સમાવેશ, જેમકે કેળાની લૂમ. દ્રાશનું ]ષમખું અથવા ઊંડાઈ અથવા મોટાઈ સૂચક. કર્મોની જે પ્રકૃતિઓના પેટા ભેદ થઈ શકતાં હોય તે. - જેમ કે નામકર્મમાં ગતિ, જાતિ વગેરે. |
પિંડસ્થધ્યાન |
આ ધ્યાન દ્વારા જીવ ઉપયોગને એકાગ્ર કરવાનો ઉદ્યમ કરે છે. જેમ કે - |
પિંડસ્થાવસ્થા |
તીર્થંકર પ્રભુના જન્મથી કેવળજ્ઞાન પામે ત્યાં સુધી ત્રણ અવસ્થા જન્માવસ્થા, રાજ્યાવસ્થા, દીક્ષિતાવસ્થા. |
પીડા |
વેદના. |
પિતલેશ્યા |
ત્રણ શુભલેશ્યામાંથી પ્રથમ લેશ્યા. |
પુણ્ય |
જીવના દાન, દયાદિ શુભ ભાવ પુણ્યનું કારણ છે. અશુભ પાપભાવથી બચાવે છે. પુણ્યથી થતા સાંસારિક ભોગાદિ પાપજનક હોવાથી તેવું પુણ્ય સાધક માટે હેય છે પરંતુ તેને સર્વથા પાપરૂપ માની લેવું નહિ. સામાન્ય જીવોને પાપની અપેક્ષાએ પુણ્ય સારું છે. મુમુક્ષુ માટે નીચેની અવસ્થામાં |
પુણ્યાનુબંધી પાપ |
જે પાપકર્મના ઉદયથી સાંસારિક દુખ ઊપજે પરંતુ તે સમયે સમભાવ રહેવાથી તે ભાવ પુણ્યનું કારણ બને જેમ ચંડકૌશિકે પ્રતિબોધ પામ્યા પછી કીડીઓના ચટકા સહન કર્યા. |
પુણ્યાનુબંધી પુણ્ય |
જે પુણ્યકર્મ ઉદયમાં આવ્યું છતું સાંસારિક સુખો - સદ્ધિ મળવા છતાં આસક્તિ ન ઊપજે . આત્મકલ્યાણ કરવાની વૃત્તિ થાય. પ્રાયે સમ્યગ્દૃષ્ટિ આત્માની આવી સ્થિતિ હોય છે. જેમકે ધન્નાજી, શાલિભદ્ર વગેરે. |
પુદ્ગલ |
જે પદાર્થમાં પૂરણ - ગલન સ્વભાવ છે તે પુદ્ગલ છે. મૂળભૂત પુદ્ગલ પદાર્થ અવિભાગ પરમાણુ (નો પુંજ) છે. પરસ્પર બંઘ થવાથી જગતમાં ચિત્રવિચિત્ર પદાર્થોનું નિર્માણ થાય છે, જે સ્કંધ કહેવામાં આવે છે. આમ પુદ્ગલના પરમાણુ અને સ્કંધ બે ભેદ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ યુક્ત |
પુદ્ગલક્ષેપ |
(પુદ્ગલ પ્રક્ષેપ) સામાયિક, પૌષધમાં પ્રમાણ કરેલા સ્થાનની બહાર કોઈ પથ્થર વગેરે ફેંકીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું તે પુદ્ગલક્ષેપ દેશવ્રતનો અતિચાર છે. |
પુદ્ગલ પરિવર્તન - પરાવર્તન |
અનંતકાળ આ જગતમાં રહીને તમામ વર્ગણાઓનાં પુદ્ગલોને ઔદારિક શરીરાદિરૂપે ગ્રહણ કરીને મૂકે, તેમાં જેટલો કાળ જાય તે અથવા સમસ્ત લોકાકાશના પ્રદેશે પ્રદેશે ક્રમશઃ મૃત્યુ પામી સ્પર્શીને પૂરાં કરે તે અથવા કાળચક્રનાં પ્રતિ સમયોમાં ક્રમશઃ મરણ પામીને પૂર્ણ કરે, તથા રસબ |
પુદ્ગલવિપાકીકર્મ |
જે કર્મનું ફળ શરીરમાં થાય. |
પુદ્ગલાનંદી જીવ |
પુદ્ગલના, સાંસારિક, ભૌતિક સુખમાં આનંદ લેનાર. |
પુદ્ગલાસ્તિકાય |
વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિવાળું જડરૂપ દ્રવ્ય વિશેષ. |
પુનર્ભવ |
આ જન્મ પછી ભાવિમાં જન્મ થનાર. |
પુન્નવિકાયવ્વં |
સાધુજનો ગૃહસ્થને સામાયિક આદિ ધર્મકાર્ય પુનઃ પુનઃ કરવા જેવું છે, એમ કહે . |
પુરસ્કાર |
સત્કાર સહિત અપાતી ભેટ. |
પુરસ્કાર પરિષહ |
મુનિને અતિ સત્કાર ગર્વનું કારણ બને તેનો જ્ય. |
પુરાકલ્પ |
ઐતિહાસિક. સહચરિત વિધિને પુરાકલ્પ કહે છે. |
પુરિમદ્રક |
સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેનો અર્ધા ભાગ ગયા પછી ત્રણ નવકાર ગણીને આહાર લેવો. |
પુરુરવા |
(દિ.સં.) ભગવાન મહાવીરનો નયસારનો જન્મ. નામ પુરુરવા. |
પુરુષ |
જે ઉત્તમ ગુણવાળો, ઉત્તમ ભોગ ઐશ્વર્યવાળો ઉત્તમકર્મ કરવાવાળો છે, તેને પુરુષ કહેવાય છે. જે નિર્માણ નામકર્મના ઉદયથી પુરુષના ચિન્હ ધરણ કરે છે તે દ્રવ્યપુરુષ. નિýાયથી જે ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શનાદિનો સ્વામી છે. તે માટેનો પુરુષાર્થી તે પુરુષ છે. |
પુરુષ વેદ |
જેનામાં સ્ત્રાળ વિષયક અભિલાષા છે. તે પુરુષવેદ છે. પુરુષના જીવને સ્ત્રાળ સુખની ઈચ્છા થાય છે. |
પુરુષાર્થ |
પુરુષ - પુરુષાર્થપ્રધાન પ્રકૃતિવાળો છે. તેથી લૌકિક કે લોકોત્તર સર્વ ક્ષેત્રમાં પુરુષાર્થ કરે છે. અર્થ અને કામ પુરુષાર્થની સર્વ જીવો રુચિ રાખે છે, જે અહિતકારી છે. ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ પુણ્યરૂપ હોવાથી તે હિતાકરી છે. ધર્મ પુરુષાર્થ પુણ્યરૂપ હોવાથી લૌકિ |
પુરુષોત્તમ |
પુરુષોમાં ઉત્તમ. (અરિહંત તીર્થંકરનો ગુણ) |
પુરોહિત |
ચક્રવર્તીના ચૌદ રત્નમાંથી એક. અન્ય અર્થ બ્રાહ્મણમાં અમુક વિધિ કરાવનાર. |
પુલવિ |
પુલવિઓને નિગોદ કહે છે. એક એક આકાશપ્રદેશમાં અસંખ્યાત લોકપ્રમાણ હોય છે. ઔદારિક તેજસ તથા કર્માણ શરીરનું ઉપાદાન કારણ છે. કચ્છઉડઅંડર વકખાર પુલવિની અંતરસ્થિત દ્રવ્યોની સમાન અલગ અલગ અનન્તાનન્ત નિગોદ જીવોથી ભરપૂર છે. |
પુલાક |
મુનિ - ચારિત્રીનો એક પ્રકાર. જેનું મન ઉત્તર ગુણોની ભાવનાથી રહિત છે. વ્રતમાં શિથિલ હોય. |
પુષ્કર |
(પુષ્કરવરદ્વીપ) મધ્યલોકનો બીજો પુષ્કરવર દ્વીપ તથા ત્રીજો સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર. પુષ્કરવૃક્ષ વિશેષતાથી તેનું નામ પુષ્કર દ્વીપ છે. તેના મધ્યભાગમાં માનુષોત્તર પર્વત છે. તેના કારણે તેના બે વિભાગ થયા હોવાથી પુષ્કરાર્ધ કહે છે. |
પુષ્કરાવર્ત |
એક પ્રકારનો ઉત્તમ વરસાદ છે. |
પુષ્કલાવતી |
પૂર્વ વિહેદની પુષ્કલાવર્ત ક્ષેત્રની મુખ્ય નગરી. |
પુષ્પક |
દેવનું એક સ્થાન (વિમાન) પુષ્પક વિમાન અત્યંત સુંદર છે તે રાવણે મેળવ્યું હતું. |
પુષ્પદંત |
આ ચોવીસીના નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથનું બીજું નામ. |
પુષ્ય |
એક નક્ષત્ર. |
પુંડરિક |
શ્રુતજ્ઞાનનું 12મું અંગ બાહ્ય. (દિ.સં.) |
પુંડરિકિની |
પૂર્વ વિદેહસ્થ પુષ્કલાવર્તની મુખ્ય નગરી. પુષ્કલાવતી. |
પૂજા |
આરંભ સમારંભ તથા રાગાદિયુક્ત ગૃહસ્થોને જિન (ગુરુ) પૂજા પ્રધાનધર્મ છે. તેમાં પંચ પરમેષ્ઠીઓની પ્રતિમાઓ આશ્રય (અવલંબન) છે. પૂજામાં મુખ્યતા અરિહંત અરિહંત તીર્થંકરની છે. પૂજા મુખ્યત્વે પ્રધાન હોવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે. |
નામપૂજા |
અરિહંત ભગવંતના નામનો જાપ કરીને હૃદૃયમાં વિશુદ્ધ ભાવ ધારણ કરવો. |
સ્થાપનાપૂજા |
અરિહંત ભગવંતની વિવિધ આકારે સ્થાપના કરવી આરસ, ઉત્તમ ધાતુ જેવા પદાર્થોની પ્રતિમા દ્વારા તેમના ગુણોનું સ્મરણ થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવપૂજાના પ્રકાર. |
ક્ષેત્રપૂજા |
અરિહંત ભગવંતના પંચકલ્યાણક જ્યાં થયા હોય ત્યાં ઉપર પ્રમાણે પૂજા કરવી. |
કાળપૂજા |
કલ્યાણકો તથા પર્વના દિવસે થતી વિશેષ પૂજા. તથા નિત્ય નિયમ તરીકે સમયોચિત પૂજા કરવી. |
ભાવપૂજા |
અરિહંત ભગવંતના અનંત ગુણોની ભાવપૂર્વક સ્તવના, ચૈત્યવંદન કરવા. જાપ કે ધ્યાન ભાવપૂજા છે. |
નિýાયપૂજા |
વિકલ્પરહિત મન આત્મામાં સ્થિત થાય, અને પરમેશ્વરમાં લીન થતાં બંનેનું સમરસ - ઐક્ય થવાથી કોની પૂજા કરવી આવી દશા જ્ઞાનીજનોની હોય છે. પંચ પરમેષ્ઠિ આત્મામાં જ સ્થિત છે, તેનું મને શરણ હો. એવી ભાવના હોય છે. તે નિýાયપૂજા. |
પૂરક |
પ્રાણાયામનો એક પ્રકાર, તાળવાના છિદ્રથી અથવા બાર અંગુલ પર્યંતથી ખેંચીને પવનને ઈચ્છાનુસાર પોતાના શરીરમાં પૂરણ કરે. તે પૂરક પ્રાણાયામ પવન છે. |
પૂર્ણ નિરાવરણ |
જેનાં આવરણ સંપૂર્ણપણે નષ્ટ થયાં છે તે સર્વજ્ઞ ભગવાન. |
પૂર્ણાંક |
પૂરો અંક - અખંડ. |
પૂર્વક્રોડ વર્ષ |
ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણવાથી જે આવે તે 1 પૂર્વ = 7056,00,00,000નું 1 પૂર્વ. |
પૂર્વગત |
દૃષ્ટિપ્રવાદ અંગનો ચોથો ભેદ અથવા પૂર્વોના સ્વરૂપને જેણે પ્રાપ્ત કર્યુ છે તે પૂર્વગત કહેવાય. |
પૂર્વધર |
ચૌદ પૂર્વ ભણેલાં મહાજ્ઞાની. |
પૂર્વપરાયતા |
પૂર્વ - પýિામ દિશામાં લાંબા જંબુદ્વીપમાં છ વર્ષધરો અને વચ્ચેનાં ક્ષેત્રો પૂર્વ-પýિામ લાંબા છે. |
પૂર્વપરિક્ષેપિ |
આગળના દ્વીપ સમુદ્રોને વીંટળાઈને રહેલા જેમકે જંબુદ્વીપને વીંટળાઈને લવણસમુદ્ર. |
પૂર્વપ્રયોગ |
પૂર્વના પ્રયત્નોને લીધે, વર્તમાનમાં પ્રયત્ન કર્યો ન હોય છતાં કાર્ય થાય. જેમકે પગ લઈ લીધા પછી હિંચોળાનું ચાલવું. ઘંટનું વાગવું. |
પૂર્વમીમાંસા |
એક દર્શન છે. |
પૂર્વવિદ |
શ્રુતકેવળી અથવા પ્રમત્ત - અપ્રમત્ત મુનિ પૂર્વના જાણકાર છે. |
પૂર્વવિદેહ |
સુમેરુ પર્વતની પૂર્વ દિશામાં સ્થિત કચ્છાદિ સોળ ક્ષેત્રોને પૂર્વ વિદેહ કહે છે. |
પૂર્વ સમાસજ્ઞાન |
પૂર્વોનો સમાવેશ કરેલું જ્ઞાન. |
પૂર્વાંગ |
કાળનું એક પ્રમાણવિશેષ. |
પૂર્વાચાર્ય વિરચિત |
પૂર્વે ભૂતકાળમાં થયેલા આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રાે, શ્રી ઉમાસ્વાતિ, હેમાચંદ્રાચાર્ય વગેરે. |
પૂર્વાનુપૂર્વી |
પૂર્વથી ચાલ્યું આવતું. |
પૂર્વાનુબંધ |
પૂર્વાવસ્થામાં પ્રાપ્ત જ્ઞાનાદિ શક્તિઓને, સંસ્કારોને ગાઢ કરવા. સ્થિર કરવા. |
પૂર્વાનુવેધ |
ભૂતકાળમાં મેળવેલા સંસ્કારોનું ગાઢપણે પુનઃ મેળવવું. |
પૂર્વાપરપર્યાય |
દ્રવ્યનું આગળપાછળ થયેલું અને થવાવાળું જે પરિણમન જેમકે સોનાના કડું - કુંડળાદિ. |
પૃચ્છના |
સંશયનું સમાધાન કરવા અથવા નિશ્ચિત અર્થની ખાતરી માટે પ્રüા પૂછવો. ગ્રંથ, અર્થ વગેરે માટે પૃચ્છના કરવી. |
પૃથIરણ |
વસ્તુને અલગ પાડવી. વ્યવહારનયની અપેક્ષાએ જેમકે જીવના ત્રસ સ્થાવર બે ભેદ. વળી સ્થાવરના પાંચ ભેદ વગેરે. |
પૃથક્ત્વ |
ભિન્નપણું. કોઈ પણ વસ્તુમાં 2 થી 9 ની સંખ્યા. જેમકે માઈલ પૃથકત્વ એટલે 2 થી 9 માઈલનું અંતર. આગમિક સંજ્ઞા છે. |
પૃથુ |
બળદેવના પંદરમા પુત્રનું નામ. |
પૃથ્વી |
ધરતી . અથવા એક તત્ત્વ. (પંચમહાભૂત) જૈનદર્શન - કારોએ તેને સ્થાવર એકેદ્રિય જીવનો પ્રકાર કહ્યો છે. તેના ખડી માટી આદિ ઘણા ભેદ છે. સોનું,રૂપું, હીરા વગેરે પૃથ્વીકાયના ભેદ છે. |
પૃથ્વીકાય |
માટીરૂપે કાયા છે જેની તેવા જીવો. પથ્થર, ધાતુ વગેરે. |
પેય |
પ્રવાહી પદાર્થ, જળ, દૂધ વગેરે. |
પેશિ |
ઔદારિક શરીરના માંસનો પ્રકાર. માંસપેશિ. |
પૈશુન્ય |
ચાડીચુગલી. અઢાર પાપસ્થાનકમાં પંદરમો દોષ. અન્યના દોષ પ્રગટ કરવા માટે જેમાં વાણીનો દુર્વ્યય છે. |
પૌરુષ |
પુરુષાર્થ ઃ જેમાં પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે. |
પૌષધવ્રત |
ધર્મની પુષ્ટિ કરે તે. ચોવીસ કલાક સાંસારિક સંબંધ છોડી ત્યાગમય જીવન . શ્રાવકના બાર વ્રતમાંનું 11 મું વ્રત. |
પ્રકરણસમ જાતિ |
બંને પદાર્થના સાધર્મ્યની કે વૈધર્મ્યની પ્રક્રિયાની સિદ્ધિ થાય તે. વિચારને આશ્રિત અનિýિાત પક્ષ કે પ્રતિપક્ષને પ્રકરણસમ કહે છે. |
પ્રકરણસમ હેત્વાભાસ |
જે પદાર્થોનું વિરોધી સાધન હાજર હોય તે. જેમકે શબ્દ અનિત્ય છે. કેમ કે તે નિત્યધર્મરહિત છે. તેમ વિરોધી તત્ત્વનું હોવું તે. |
પ્રકાર |
ભેદ, ભાગ, વગેરે. |
પ્રકાશ |
તેજ. જ્યોત. બાહ્ય પદાર્થોના જ્ઞાનને પ્રકાશ કહે છે. |
પ્રકીર્ણક |
(પરચુરણ) શ્રેણિબદ્ધ વિમાનની વચમાં વિખરેલાં પુષ્પોની જેમ છૂટાંછવાયાં - પંક્તિરહિત સ્થિત વિમાનો, દેવોના આવાસો. અથવા ચારે દિશા કે વિદિશાઓની વચ્ચે પંક્તિરહિત જે બિલ છે તે નરકના આવાસો છે. |
પ્રકીર્ણક દેવ |
ગામ કે શહેરના રહેવાસી જેવા દેવ. |
પ્રકુર્વી |
સર્વ પ્રકારે ક્ષપકની શુશ્રૂષા કરે છે, તેમાં પરિશ્રમ પડવા છતાં પ્રસન્ન રહે કરે છે, તે આચાર્યને પ્રકુર્વી આચાર્ય કહે છે. |
પ્રકૃતિબંધ |
રાગદ્ધેષાદિના નિમિત્તથી જીવની સાથે પૌદ્ગલિક કર્મોનો નિરંતર બંધ થાય છે. જીવના પરિણામોની વિચિત્રતાથી કર્મ પણ અનેક પ્રકારની ફલાદાન શક્તિ યુક્ત છે. તેના મૂળ આઠ પ્રકાર છે અને ઉત્તર ભેદ 148 છે. વળી અનંત જીવોની પ્રકૃતિ અનુસાર અનંત પ્રકાર છે. અર્થાત્ સંપૂર્ણ કર્ |
પ્રકૃતિ |
સ્વભાવ ઃ જેમકે સાકરની પ્રકૃતિ ગણપણ. તેમ જ્ઞાનાવરણીયની પ્રકૃતિનું જ્ઞાનને આવરણ કરવું. અથવા તત્ત્વ અર્થનું જ્ઞાન ન હોવું |
પ્રકૃતિવાદ |
સાંખ્યદર્શનની માન્યતા, પુરુષ અને પ્રકૃતિ. |
પ્રક્રમ |
ઉપક્રમ. નિમિત્ત. |
પ્રક્રિયા |
પદ્ધતિ, રીત - પદાર્થનું પરિણમન. |
પ્રક્ષેપક |
નાખનાર, ફેંકનાર. |
પ્રગણના |
સ્થિતિ, બંધ અધ્યવસાય સ્થાનના પ્રમાણની પ્રરૂપણા થાય તે. |
પ્રજ્ઞપ્તિ |
જ્ઞાન, વિદ્યા. |
પ્રજ્ઞા |
સમ્યજ્ઞાનને પ્રજ્ઞા કહે છે. |
પ્રજ્ઞાપનીભાષા |
જ્ઞાનયુક્ત વચન. |
પ્રજ્ઞાપનીય |
ગુરુજી સમજાવે તે પ્રમાણે સમજવાની જેની મનોવૃત્તિ છે. તેવો સરળ સ્વભાવી પાત્ર શિષ્ય. |
પ્રજ્ઞા પરિષહ |
હું ક્યારે અંગ અને પૂર્વાદિ જ્ઞાન પામીશ ? નિપુણ થઈશ તેવું વિચારવું તે પ્રજ્ઞાપરિષહ. અથવા મારા જેવો જ્ઞાનવિશારદ બીજો નથી તેવા જ્ઞાનમદનો નિરાસ કરવો તે પ્રજ્ઞાપરિષહજ્ય છે. અતિશય બુદ્ધિ હોવા છતાં ગર્વ ન કરે, પોતાને અલ્પજ્ઞ જાણે, અને જ્ઞાનવૃદ્ધિ માટે ]ંખના કરે |
પ્રચય |
ઢગલો, સમૂહ, વૃદ્ધિ. |
પ્રચલાપ્રચલા |
જેમાં ચાલતાં ચાલતાં ઊંઘ આવે. (ઘોડાની જેમ) |
પ્રચ્છન્ન |
આલોચનાનો એક દોષ. |
પ્રજનનશક્તિ |
જીવ - દેહ ઉત્પન્ન કરવાની શક્તિ. વીર્ય તથા બીજની ઉત્પાદક શક્તિ. |
પ્રજનેદ્રિય |
પુરુષયિહ્ર, ગર્ભજ જીવને ઉત્પન્ન કરનાર ઈદ્રિય. |
પ્રજ્વલિત |
ત્રીજા નરકનું છઠ્ઠું પ્રતર. |
પ્રણય |
બાહ્ય પદાર્થોમાં મમત્વભાવ . સ્ત્રાળ - પુરુષનો અન્યોન્ય સ્નેહ. |
પ્રણામ |
નમસ્કાર. |
પ્રણિધાન |
પ્રણિધાન જીવનો સંકલ્પ, તે શુભ અને અશુભ બે પ્રકારે છે. આધ્યાત્મિક સંકલ્પ, પંચસમિતિ ગુપ્તિરૂપ સંકલ્પ શુભ પ્રણિધાન છે. ઈદ્રિય વિષય - કષાયરૂપ વિકલ્પ દુપ્રણિધાન છે. પાપરૂપ છે. સવિશેષ મનને શુદ્ધતત્ત્વમાં એક સ્થાને લગાવવું તે પ્રણિધાન છે. |
પ્રણિધિ |
માયાનો એક ભેદ (પ્રતિકુંચન) |
પ્રણિપાત |
નમસ્કાર કરવા, પ્રણામ કરી પગે પડવું. |
પ્રણીતતત્ત્વ |
ગીતાર્થ જનો વડે કહેવાયેલું તત્ત્વ. |
પ્રતર |
પ્રતર તથા દેવોના આવાસો. |
પ્રતરલોક |
સાત રાજ લંબાઈ અને પહોળાઈવાળો લોક. |
પ્રતર સમુદ્ઘાત |
કેવળી સમુદ્ઘાતનો એક પ્રકાર. |
પ્રતિક્રમણ |
પાપથી - દોષથી પાછા વળવું. સંસારી જીવને કષાયવશ નિરંતર અંતરંગ કે બાહ્ય દોષ લાગ્યા કરે છે. તેની શુદ્ધિ કે પ્રાયýિાત્ત કરવું શ્રેયાર્થીને માટે જરૂરી છે. ભૂતકાળમાં લાગેલા દોષ અને વર્તમાનમાં લાગતા દોષનું ગુરુજનો પાસે પ્રાયýિાત્ત લેવું જરૂરી છે. તે રીતે શાસ્ત્ર |
પ્રતિક્ષેપ |
સામો આક્ષેપ કરવો. ખંડન કરવું. |
પ્રતિજ્ઞા |
કોઈ વિશેષ કાર્યની સિદ્ધિ માટે અલ્પાધિક સમય માટે વિધિ નિષેધથી નિયમ લેવો. જેમકે સત્ય બોલવું. મૈથુન સેવન ન કરવું. ધર્મી દ્ધારા સાધ્ય ધર્મહેતુને સિદ્ધ કરવું તે પ્રતિજ્ઞા છે. |
પ્રતિજ્ઞા વિરોધ |
પ્રતિજ્ઞાવાક્ય (સંકલ્પ) તથા હેતુવાક્યનો વિરોધ કરવો. |
પ્રતિજ્ઞા સંન્યાસ |
કોઈ પણ પક્ષનો નિષેધ થતા પ્રથમ કરેલી પ્રતિજ્ઞાના માનેલા અર્થને છોડી દેવો. |
પ્રતિઘાત |
એક કોઈ પદાર્થનો અન્ય પદાર્થ દ્વારા વ્યાઘાત. નાશ કરવો. |
પ્રતિઘાતી |
પ્રતિઘાત કરવાવાળો. |
પ્રતિજીવગુણ |
વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. જેમકે નાસ્તિત્વ, અચેનત્વ અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ. |
પ્રતિપક્ષ |
વિરોધી પક્ષ. |
પ્રતિપાત |
પડવું, ધર્મમાર્ગમાં શિથિલ થવા જેવું. |
પ્રતિપાતી અવધિજ્ઞાન |
એક વાર થયા પછી જતું રહે |
પ્રતિપાતી મનઃપર્યવનજ્ઞાન ઃ |
ઋજુમતિ થાય પછી જતું રહે. |
પ્રતિપ્રતકજ્ઞાન |
શ્રુતજ્ઞાનનો એક ભેદ. |
પ્રતિબંધ |
કોઈ વસ્તુનો લગાવ થવો, અથવા વિશેષ કરીને રોકાણ થવું. |
પ્રતિબંધક |
કોઈ કાર્યને રોકનાર, કાર્ય થવાનાં કારણો હાજર છતાં કાર્ય થવા ન દે. મનુષ્ય જન્મ છતાં ધર્મકાર્યમાં બાધા પહોંચે. |
પ્રતિબુદ્ધતા |
સમ્યગ્દર્શનાદિ ગુણોને વિકસિત કરે અને કર્મમલને દૂર કરે તેનું નામ પ્રતિબોધન છે. પ્રત્યેક ક્ષણે તથા સૂક્ષ્મ કાળે થતો પ્રતિબોધ છે. આવી ઉત્કૃષ્ટ ક્ષણમાં તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. |
પ્રતિભગ્ન |
ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામથી પ્રતિનિવૃત્ત થઈને વિશુદ્ધિનું પ્રાપ્ત થવું. |
પ્રતિભા |
વ્યક્તિત્વ. પ્રત્યભિજ્ઞાન, તે મતિજ્ઞાનનો એક પ્રકાર છે. પ્રથમ કોઈ પદાર્થ જોયો ત્યાર પછીના કાળમાં તે પદાર્થ જોતાં પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય છે. તે મતિજ્ઞાનનું પ્રત્યભિ - જ્ઞાન છે. |
પ્રતિભાસંપન્ન |
કોઈનાથી ડરે નહિ. તેજસ્વી માનવી. |
પ્રતિભેદી |
પ્રતિભેદ કરનાર. જેનો પડઘો પડે તે. ઉત્તરભેદવાળી વસ્તુ. |
પ્રતિમા |
મૂર્તિ, આકૃતિ. અન્ય અર્થમાં શ્રાવકની ક્રમશઃ અગિચાર પ્રતિમા હોય છે. સંલેખના સહિત બાર પ્રતિમા છે. |
પ્રતિયોગી |
જે ધર્મ - ગુણમાં જે ધર્મ - ગુણનો અભાવ હોવો તે ધર્મ તે અભાવનો પ્રતિયોગી છે. જેમ ઘટમાં પટ ન હોય. |
પ્રતિરૂપક |
બનાવટી સિIા વગેરેનો કપટ સહિત વ્યવહાર કરવો. |
પ્રતિલોકક્રમ |
વિશેષની મુખ્યતા તથા સામાન્યની ગૌણતા કરવામાં જે અસ્તિ - નાસ્તિરૂપ વસ્તુ પ્રતિપાદિત થાય તે. |
પ્રતિવાસુદેવ |
જે ત્રણ ખંડના અધિપતિ, વાસુદેવનો વિરોધી. તે વાસુદેવના હાથે મરે. |
પ્રતિશ્રવણાનુમતિ |
પોતાના નિમિત્તે કરેલા આરંભસમારંભથી બનાવેલ આહાર વાપરે નહીં, પરંતુ પૌષધાદિમાં જરૂર પડે સુખદુખની વાત કરે. |
પ્રતિષેધ |
નિષેધ. |
પ્રતિષ્ઠા |
સ્થાપનામહોત્સવ, વિધિ - વિધાનપૂર્વક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પૂર્ણ શુદ્ધિ - યુક્ત કરવી. આ સર્વ ક્રિયાઓ આચાર્યાદિની નિશ્રામાં શુદ્ધ મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવે છે. |
પ્રતિસરણ |
સમ્યક્ત્વાદિ ગુણોની પ્રેરણા કરવી. |
પ્રતિસેવના કુશીલ સાધુ |
શિથિલાચારી સાધુ લીધેલા નિયમમાં છૂટછાટ ભોગવે. |
પ્રતિહરણ |
મિથ્યાત્વ - રાગાદિ દોષોનું નિવારણ કરવું. |
પ્રતીક |
ચિહ્ય નિશાન કોઈ પદાર્થની સમાન આકૃતિ જેવું. |
પ્રતીચ્ચ |
પýિામદિશા. (પ્રત્યક્) |
પ્રતીચ્છના |
જ્ઞાનીજનો દ્વારા કહેલા અર્થનો નિýાય કરવો કે શ્રવણ કરવું. |
પ્રતીતિ |
દૃષ્ટિ, શ્રદ્ધા, રુચિ, પ્રત્યય, તત્ત્વાર્થનું જે સ્વરૂપે છે તે જ પ્રકારે સ્વીકાર કરવું તે. |
પ્રત્યક્ષ |
સામાન્ય રીતે નજર સમક્ષ જાણેલું, જોયેલું. વિશેષાર્થ આત્મા દ્વારા જાણેલા વિશદ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. તેના બે ભેદ છે. |
સર્વપ્રત્યક્ષ |
સર્વજ્ઞ ભગવાનનું ત્રિકાળવર્તી, ત્રણ લોકના સર્વ પદાર્થોનું યુગપત્ જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન, નિરાવરણજ્ઞાન, |
પ્રત્યક્ષ પ્રમાણ |
ઈદ્રિય, મન આદિ અન્યની સહાય વગર આત્માને થતું સાક્ષાત્ જ્ઞાન. |
પ્રત્યનિક |
શ્રુતજ્ઞાન કે શ્રુતના ધારકોનો અવિનયરૂપ શિષ્યનું પ્રવૃત્તિને પ્રતિકૂલ હોવૂં તે, એવી પ્રવૃત્તિ ન કરવી. |
પ્રત્યભિજ્ઞાન |
પ્રથમ કોઈ વસ્તુ જોઈ હોય તે વસ્તુ પુનઃ જોતાં ખાતરી થવી કે આ તે જ વસ્તુ છે. જેમકે કોઈ પુષ્પ જોયું હોય તે જ પુષ્પ પુનઃ જોતાં આ તે જ પુષ્પ છે તેવી પ્રતીતિ તે પ્રત્યભિજ્ઞાન છે. આમ ભુતકાળની સ્મૃતિ અને વર્તમાનનું જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાનની જોડી છે. |
પ્રત્યય |
નિમિત્ત, કારણ, એ અર્થ પ્રત્યયનો છે. પ્રણાલિગત આગમમાં આ શબ્દ પ્રધાનતઃ કર્મોના આશ્રવ અથવા બંધના નિમિત્ત માટે વપરાય છે. જેમાં મિથ્યાત્વ, અવિરતિ આદિ પ્રત્યય છે. એવા અનેક ભેદ છે. |
આભ્યંતર પ્રત્યય |
ક્રોધાદિરૂપ દ્રવ્યકર્મોના સ્કંધ આભ્યંતર પ્રત્યય છે.ે |
બાહ્ય પ્રત્યય |
ક્રોધાદિરૂપ ભાવકષાયની ઉત્પત્તિના કારણભૂત જીવ કે અજીવ રૂપ બાહ્ય દ્રવ્ય તે બાહ્ય પ્રત્યય. |
પ્રત્યવેક્ષણ |
દેહમાં જીવ છે કે નહિ તે આંખથી જોવું તે પ્રત્યવેક્ષણ છે. |
પ્રત્યાખ્યાન |
આગામી કાળમાં દોષ ન કરવાની પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન અથવા સીમિત કાળ માટે આહારદિનો ત્યાગ કરવો તથા આહારાદિ ર્ક્યા પછી પુનઃ યોગ્ય કાળપર્યંત અન્નાદિનો ત્યાગ કરવો. પરમાર્થથી ભવિષ્યકાળના શુભ કે અશુભ કર્મ જે ભાવથી બંધાય તે ભાવથી આત્માને નિવૃત્ત કરવો તે આત્મપ્રત્ય |
પ્રત્યાખ્યાનાવરણ |
મોહનીય કર્મની ઉત્તરભેદની પ્રકૃતિરૂપ એક કર્મ છે જેના ઉદયથી જીવ વિષયાદિનો ત્યાગ કરવા સમર્થ થતો નથી. પ્રત્યાખ્યાનને આવરણ કરનારા ક્રોધાદિ કષાયો છે, જેથી જીવ સર્વ વિરતિના ભાવ કરવા અસમર્થ બને છે. સામાન્યતઃ તેનો સમય એક પખવાડિયાનો છે. |
પ્રત્યાહાર |
ઃઈદ્રિયોના અસંયમને રોકવો. |
પ્રત્યુષકાલ |
પ્રાતઃનો સંધિકાલ. |
પ્રત્યેકશરીર નામકર્મ |
જે કર્મના ઉદયથી વનસ્પતિનાં ફળ, ફૂલ વગેરેનાં શરીર જુદાં જુદાં છે. |
પ્રત્યેકશરીરવર્ગણા |
પ્રત્યેક શરીરની વનસ્પતિને લગતી વર્ગણા. |
પ્રથમાનુયોગ ઃ |
આગમ સંબંધ પ્રથમાનુયોગ જેમાં ધર્મકથાની વિશેષતા છે. દૃષ્ટિ - પ્રવાદનો ત્રીજો ભેદ. |
પ્રથમોપશમ સમ્યક્ત્વ |
દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનન્તાનુબંધીની 4 પ્રકૃતિ એવી રીતે સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય તે ઉપશમ સમ્યક્ત્વ અને સાતે પ્રકૃતિઓનો ક્ષય થવાથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ અને છ પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્ત્વ મોહનિયના ઉદયથી જે ઉત્પન્ન |
પ્રદેશ |
(Space point or Place as become place.) જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈ પણ આકાર હોય. આકાશના અત્યંત સૂક્ષ્મ અવિભાગી અંશને પ્રદેશ કહે છે. પરમાણું અને પ્રદેશનું ક્ષેત્ર પ્રમાણ સમાન છે. આ પ્રમાણે દરેક દ્રવ્યમાં પૃથક્ પ્રદેશની ગણના છે. રૂપી દ્રવ્યમાંથી પ્રદેશનુ |
પ્રદેશત્વ |
પ્રદેશના ભાવ - (લક્ષણ) ને પ્રદેશત્વ - ક્ષેત્રત્વ કહે છે. તે અવિભાગી પુદ્ગલ પરમાણું દ્વારા ઘેરાયેલું સ્થાન છે. |
પ્રદેશબંધ |
કર્મરૂપી પરિણત પુદ્ગલસ્કંધોનું આત્મપ્રદેશ સાથે જોડાવું. બંધ થવાવાળાં કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે. જીવ એક સમયમાં અનંત પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે પ્રદેશબંધ છે. |
પ્રદેશવિસ્થ |
કર્મપુદ્ગલ પ્રદેશ જેમાં સ્થાપિત થાય છે. |
પ્રદેશોદય |
તીવ્ર કર્મને હળવાં રસવાળાં કરી સજાતીય એવી પ્રકૃતિમાં સંક્રમાવીને પર રૂપે ભોગવવાં. |
પ્રદોષ |
તત્ત્વજ્ઞાન, જ્ઞાનીજનોનો ઉપદેશ વગેરે મોક્ષનું સાધન છે. તેના ગુણ ગાન ગાવાને બદલે મૌન રહેવું કે અપલાપ કરવો. |
પ્રદ્વેષ |
અંતરની ઈર્ષા, અદેખાઈ. |
પ્રભ |
21 મું ઈદ્રક. |
પ્રભંકર |
સૌધર્મ સ્વર્ગનું 27 મું ઈદ્રક - પટલ. |
પ્રભા |
પ્રકાશ, જ્યોતિ તદુપરાંત દરેક દ્રવ્યનું પોતાનું વિશેષ લક્ષણ હોય છે. |
પ્રભાવ |
વ્યક્તિત્વ - પ્રભાવ, પ્રગટ કરવું, અદ્યોત કરવું અથવા શાપ કે ઉપકારરૂપ શક્તિ. |
પ્રભાવના |
સમ્યગ્દૃષ્ટિ આત્માનું એક અંગ છે, જે જિનેદ્ર ભગવાનના જ્ઞાનનો યથાર્થપણે પ્રસાર કરે છે અને સમ્યજ્ઞાનાદિ ગુણ વડે સ્વયં આત્માને પ્રકાશમાન કરે છે. આવા વ્યવહાર પ્રભાવના ગુણના બળથી મિથ્યાત્વ, કષાય, વિષય જે વિભાવ પરિણામરૂપ પર સમયના પ્રભાવને નષ્ટ કરી શુદ્ધોપયોગ રૂપ |
પ્રભુ |
શુદ્ધાત્મા, પરમેશ્વર, ભગવાન, ઈશ્વર, પરમાત્મા વગેરે એકાર્થવાચી છે. |
પ્રભુત્વ શક્તિ |
જેનો પ્રતાપ અખંડિત છે. સમસ્ત આત્મિક શક્તિરૂપ - પ્રભુત્વ. |
પ્રમતસંયત |
છઠ્ઠા ગુણ સ્થાનવર્તી સાધુ, જેમાં હજી કંઈ વિકલ્પ કે પ્રમાદનો અંશ છે. વૃતાદિમાં સંશયયુક્ત મન વચન કાયાની પ્રવૃત્તિ. |
પ્રમાણ |
જેના દ્વારા પદાર્થ જાણી શકાય છે તે પ્રમાણ છે. પ્રમાણ જ્ઞાનનો ભેદ છે. સ્વ-પર પ્રકાશક સમ્યજ્ઞાન પ્રમાણ છે. તેના પરોક્ષ અને પ્રમાણ બે ભેદ છે. મતિજ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે. અવધિ, મનઃપર્યવ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. તેમાં કેવળજ્ઞાન વિ |
પ્રમાણનય તત્ત્વાલોક |
શ્વે. આ. વાદિદેવસૂરિ રચિત ન્યાયવિષ્યક ગ્રંથ છે. (ટીકા) બીજું નામ સ્યાદ્વાદરત્નાકર છે. |
પ્રમાણ નયૈરધિગમ |
જીવાદિ તત્ત્વોના જ્ઞાન કરવાના ઉપાયને પ્રમાણ તથા નયથી નિરૂપણ કરે છે. તે સિવાય અન્ય ઉપાય નથી. શ્વેતાબંર - દિગંબર બંને આમ્નાયમાં આચાર્યો રચિત ગ્રંથમાંથી વિશેષ અભ્યાસ કરવો. |
પ્રમાણપરીક્ષા |
પ્રમાણમીમાંસા વિદ્યાનંદિ કૃત સંસ્કૃત ન્યાય વ્ષ્યિક ગ્રંથ. |
પ્રમાણમીમાંસા |
શ્વે. આ. હેમચંદ્રસૂરિ રચિત ન્યાય વિષયક ગ્રંથ. |
પ્રમાણયોજન |
ક્ષેેત્રનું પ્રમાણવિશેષ. |
પ્રમાણરાશિ |
ગણિતમાં યોગ્ય પ્રમાણ કરી જે ઉત્તર આવે તે. |
પ્રમાણવિસ્તાર, પ્રમાણસંગ્રહ |
ઃદિ.આ. રચિત ન્યાય વિષયક દ્રંથ. |
પ્રમાણાંગુલ |
ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ |
પ્રમાતા |
જાણનાર. વસ્તુને મળવવાની કે છોડવાની ઈચ્છા કરે તે. |
પ્રમાદ |
કષાય સહિત અવસ્થાને પ્રમાદ કહે છે. ધર્મમાં અનાદર, ચાર કષાય, નવ નોકષાયના પરિણામ, ઉદય, આળસ, નિદ્રા, મૂળગુણ ઉત્તરગુણરૂપ દેશવ્રત મહાવ્રતમાં અતિચાર લાગવો. ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઈદ્રિયના વિષયો, રાગ, નિદ્રા એ પંદર ઈદ્રિયના વિષયો, રાગ, નિદ્રા એ પંદર પ્રકાર વગે |
પ્રમાદચરિત |
અનર્થદંડમાં આવતા દોષો. અતિચાર. |
પ્રમાર્જન - પ્રમાર્જિત |
જીવોની રક્ષા માટે કોમળ ઉપકરણ. રજોહરણ ચરવળા જેવાં સાધનાથી વસ્તુ કે ભૂમિનું પ્રમાર્જન કરવું. |
પ્રમિતિ |
કસોટી - પરીક્ષા કરીને જેનું જ્ઞાન થાય તે. |
પ્રમેય |
દરેક પદાર્થમાં જણાવાનો ગુણ છે તે પ્રમેય. |
પ્રમેયત્વ |
પ્રમાણ દ્વારા જે જણાય તે. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય. |
પ્રમેયરત્ન કોશ |
પ્રમેય રત્નાકર. ન્યાય વિષયક સંસ્કૃત ગ્રંથ. |
પ્રમોદ |
મુખની પ્રસન્નતા દ્વારા અંતરની ભક્તિ કે અનુરાગનું વ્યક્ત થવું. જ્ઞાની - ગુણવાનજનોના ગુણથી હર્ષ પામવો. |
પ્રયોગ |
મન, વચન, કાયાના યોગને પ્રયોગ શબ્દથી ગ્રહણ કરાય છે. |
પ્રયોજન |
કોઈ વસ્તુ મેળવવા કે છોડવાનો પ્રયત્ન, ઉપાય. |
પ્રયોજ્યતા |
પ્રયોજનવશ. |
પ્રરૂપણા |
નિરૂપણા, પ્રજ્ઞાપના, તત્ત્વનું યથાર્થ નિરૂપણ, રજૂઆત. |
પ્રલય |
કાળ બદલાતાં જે ભયંકર હાનિ વગેરે થાય છે તે. જૈનદર્શન પ્રમાણે અવસર્પિણીનો છઠ્ઠો દુષમ દુષમ કાળ પૂર્ણ થતાં, દુષમ દુષમ કાળના ઓગણપચાસ દિવસ બાકી રહેશે ત્યારે આગામી કાળ શરૂ થતાં પહેલાં જંતુઓના ભયદાયક ઘોર પ્રલયનો પ્રારંભ થશે. તે વખતે પર્વતોની શિલાદિકનું ચૂર્ણ કરી |
પ્રલંબ |
અંકુર, કોમળ પાન, ફળ, કઠોર પાન અગ્રપલંબ છે. કંદમૂળ જે ભૂમિમાં ઉત્પન્ન થાય છે તે પ્રલંબ છે. |
પ્રલાપ |
વચનને પુનઃ પુનઃ કહેતાં - જેમતેમ બોલવું. |
પ્રવચન |
આગમ, સિદ્ધાંત, પ્રવચન એકાર્થવાચી છે. પ્રકૃષ્ટ વચન, સિદ્ધાંત તથા બાર અંગોનાં નામ પ્રવચન છે. સર્વજ્ઞનાં પ્રકૃષ્ટ વચન છે. તેમાં દેશવ્રતી, મહાવ્રતી અસંયત સમ્યગ્દૃષ્ટિ પ્રવચન કહેવાય છે તે પ્રવચનનો વિશેષાર્થ છે. રત્નત્રય વીતરાગનાં વચન, દ્વાદશાંગી પ્રવચન છે. |
પ્રવચન પ્રભાવના |
ઉત્કૃષ્ટ આચાર્યો દ્વારા સર્વજ્ઞનાં વચનની પ્રભાવના. |
પ્રવચન ભક્તિ |
જિનશાસનની સેવા, વીતરાગના વચનમાં અચલ શ્રદ્ધા. |
પ્રવચનસાર |
દિ.આ.શ્રી કુંદકુંદ કૃત પ્રાકૃતગાથા પ્રમાણે નવતત્ત્વ વિષયક તત્ત્વદૃષ્ટિની વિશેષતાવાળો ગ્રંથ છે. જેના પર અનેક ટીકાઓની રચના ઉપલબ્ધ છે. |
પ્રવચન સારોદ્ધાર |
શ્વે. આ. નેમિચંદ્રસૂરિ દ્વારા લોકસ્વરૂપને દર્શાવતો ગ્રંથ છે. |
પ્રવચનાદ્ધા |
અદ્ધાકાલ. પ્રકૃષ્ટ વચનોનો કાલ જે શ્રુતિમાં હોય તે શ્રુતજ્ઞાન. |
પ્રવચનાર્થ |
વચન અને અર્થ બંને મળીને વચનાર્થ કહેવાય છે. જે આગમમાં વચન અને અર્થ એ બંને પ્રકૃષ્ટ અર્થાત્ નિર્દોષ હોય તે આગમની પ્રવચનાર્થ પ્રણાલી છે. અથવા તે દ્વાદશાંગ ભાવશ્રુત છે. જેની રચના વિશિષ્ટ છે. અનેક અર્થસભર છે. વિશેષ ઉપાદાન કારણો સહિત છે. જેને હૃદયંગમ કરવામાં ગી |
પ્રવચની |
ભાવાગમનું નામ પ્રવચની છે. અર્થાત્ દ્વાદશાંગ ગ્રંથનું નામ પ્રવચની છે. |
પ્રવચનીય |
પ્રબંધપૂર્વક વચનીય અથવા વ્યાખ્યાનનું પ્રતિપાદન થાય તે. |
પ્રવજ્યા |
વૈરાગ્યની ઉત્તમ ભૂમિકાને પ્રાપ્ત મુમુક્ષુ પરિવાર તથા પરિગ્રહનો, તેના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી સૌની ક્ષમા માંગી ગુરુના શરણમાં જાય છે. જ્ઞાતા દ્રષ્ટા થઈને સમભાવમાં જીવવાની પ્રતિજ્ઞા લે છે. છકાયની જીવની રક્ષા તથા ઈદ્રિય વિષય, કષાયનો સંયમ પાળે છે, તેને પ્રવજ |
પ્રવરવાદ |
સ્વર્ગ કે અપવર્ગ (મોક્ષ) નું કારણ રત્નત્રય પ્રવર છે. તેનું કથન જેના દ્વારા થાય છે તેનું કથન જેના દ્વારા થાય છે તે આગમનું નામ પ્રવરવાદ છે. |
પ્રવર્તક સાધુ |
જેનું જ્ઞાન અલ્પ છે પરંતુ સર્વ સંઘની મર્યાદાની યોગ્ય હોય, તેવા આચરણનું જેને જ્ઞાન છે તે પ્રવર્તક સાધુ છે. |
પ્રવાદ |
જેના દ્વારા ઈષ્ટ અર્થને ઉત્તમતાથી પ્રતિપાદન કરવામાં આવે તે. |
પ્રવિચાર |
મૈથુનના ઉપસેવનને કહે છે. તે વેદનો (કામભોગનું) પ્રતિકાર માત્ર છે. |
પ્રવૃત્તિ |
પ્રમાણથી જાણેલી વસ્તુને જ્ઞાતાની પ્રાપ્ત કરવાની કે છોડવાની ઈચ્છા સહિતની ચેષ્ટાનું નામ. |
પ્રશમ |
પંચેદ્રિયોના વિષયમાં તથા તીવ્ર ક્રોધાદિમાં મનને શિથિલ, શાંત કરવું. અપરાધી પ્રત્યે પણ સમભાવ રાખવો. સવિશેષ અનંતાનુબંધી કષાયોના ઉદયભાવ તથા પ્રત્યાખ્યાનાદિ કષાયોના મંદ ઉદય નિýાયથી પ્રશમભાવ છે. |
પ્રશસ્ત |
જે ધ્યાન કર્મોને નષ્ટ કરવા સમર્થ છે. |
પ્રશસ્ત ઉપશમ |
ઉત્કૃષ્ટપણે જેના કષાયો શાંત થયા છે. |
પ્રશસ્તકષાય |
કષાયો વાસ્તવમાં અપ્રશસ્ત જ છે. તથાપિ જ્યારે ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્વિ પૂરતો આશ્રય લેવો પડે, તે વ્યવહારથી પ્રશસ્ત કષાય છે. શિષ્યના દોષને દૂર કરવા ગુરુજીનો આક્રોશ. બાળકને દુરાચારથી બચાવવા માતાપિતાનો આક્રોશ. |
પ્રશસ્ત પરિણામ |
મોહનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરે એવો આત્માના જ્ઞાનાદિ ગુણવાળો ઉપયોગપૂર્વકનો ભાવવિશેષ. |
પ્રüા કુશલ સાધુ |
અભ્યાસ અર્થે જ્ઞાનવૃદ્ધને પૂછીને જે તત્ત્વનું ગવેષણ કરે. |
પ્રüા વ્યાકરણ |
દ્વાદૃશાંગ શ્રુતજ્ઞાનનું દસમું અંગ. |
પ્રüાાેત્તર શ્રાવકાચાર |
દિ.આ. રચિત શ્રાવકાચારના વિશેષ વર્ણનનો ગ્રંથ. |
પ્રસ્તર |
સ્વર્ગલોકમાં શ્રેણિબદ્ધ તથા પ્રકીર્ણક વિમાન પ્રસ્તર કહેવાય છે અને નરકના પ્રકીર્ણક નરક પ્રસ્તર કહેવાય છે. |
પ્રસ્તાર |
અક્ષ સંચાર ગણિતમાં અંકોનું સ્થાપન કરવું તે. |
પ્રસ્તાવ |
પ્રમાણ ફળરૂપથી જેને ગ્રહણ કરાય તેવો હેય ઉપાદેય રૂપ તત્ત્વનો નિર્ણય. સામાન્ય રજૂઆત. |
પ્રસ્થ |
ધાન્ય આદિ જેનાથી પામી શકાય તે, તોલનું એક વિશેષ પ્રમાણ. |
પ્રસ્થાપક |
દર્શનમોહ ક્ષપણાના (ક્ષય). પ્રારંભ સમયમાં સ્થિત સમ્યક્ત્વ પ્રકૃતિની પ્રથમ સ્થિતિનો અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તેના અંત સમય પર્યંત પ્રસ્થાપક અને અંત નિષેક પર્યંત નિષ્ઠાપક કહેવાય છે. |
પ્રહાર સંક્રામિણી |
એક મંત્રવિદ્યા. |
પ્રાક્ |
પૂર્વ દિશા. (પ્રાચ્ચ) |
પ્રાકાર |
જિનગૃહ આદિમાં પાકી ઈંટો દ્વારા જે વરંડા - ગેલેરી બનાવે તે. |
પ્રાકૃત સંખ્યા |
સામાન્ય અંક - સંખ્યા. |
પ્રાણાયામ |
જૈનેતર સાધકો ધ્યાન તથા સમાધિમાં પ્રાણાયામની મુખ્યતા માને છે. જૈનાચાર્ય તેની મહત્તા માનતા નથી કારણ કે ચિત્તની એકાગ્રતા થતાં શ્વાસ નિરોધ સ્વતઃ થાય છે. યદ્યપિ તેના ઘણા ભેદ છે. ત્રણે યોગનો નિગ્રહ કરવો અને શુભ ભાવના રાખવી તે પ્રાણાયામનો એક હેતુ છે. |
પ્રાતઃ સ્મરણીય |
પ્રાતઃકાળે પ્રભાતે આદરપૂર્વક સ્મરણ કરવા યોગ્ય. |
પ્રાતિહાર્ય |
અરિહંત તીર્થંકરના આઠ પ્રાતિહાર્યો - પુણ્યાતિશયો હોય છે. |
પ્રાદુષ્કાર |
આહારનો એક દોષ. |
પ્રાદોષિક કાલ |
રાતના પૂર્વ ભાવની સમીપ દિવસનો પýિામ ભાગ (પાછળ) તે સવાર અને સાંજનો સંધિકાલ છે. જે વાતાવરણમાં ક્ષુદ્ર તત્ત્વો કાર્યકારી હોય છે. તેથી તે સમયે શુભ કાર્યો કે શાસ્ત્રાભ્યાસ થતો નથી. |
પ્રાદોષિકી ક્રિયા |
આશ્રવની પચ્ચીસ ક્રિયામાંથી એક ક્રિયા. ક્રોધાવેશથી થતી ક્રિયા. |
પ્રાપ્તાપ્રાપ્તવિભાષા |
સંસ્કૃત ભાષામાં જે નિયમ અમુક શબ્દોમાં નIાળ લાગુ પડતો હોય, અને અમુક શબ્દોમાં બિલકુલ લાગુ ન પડતો હોય તેવા શબ્દમાં તે નિયમ વિકલ્પે લાગુ પાડવો. |
પ્રાપ્તિં સમાજાતિ |
હેતુના સાધ્યની સાથે જે પ્રાપ્તિ કરીને નિýિાત કરાય છે તે પ્રાપ્તિં સમાજાતિ અને અપ્રાપ્તિ કરીને જે પુનઃ નિýિાત કરાય તે અપ્રાપ્તિ સમાજાતિ. |
પ્રાપ્યકર્મ |
પ્રાપ્ત થયેલું કર્મ. |
પ્રાપ્યકારી ઈદ્રિયો |
જે ઈદ્રિયો જે વિષયો ગ્રહણ કરે તેના પરિમાણુઓનો ઈદ્રિયોના ઉપકરણને સ્પર્શ થવો તે, સ્પર્શ, રસ, ઘ્રાણ, શ્રોત, પ્રાપ્યકારી ઈદ્રિયો છે. જે ઈદ્રિયો પોતાના વિષયની સાથે સંયોગ પામીને જ્ઞાન કરાવે. |
પ્રાબલ્ય |
જોર, જુસ્સો, કર્મોનું જોર. |
પ્રાભૃત |
(દિ.સં.) આહારનો એક દોષ, સવિશેષ પદો દ્વારા સ્પષ્ટ અર્થને પાહુડ કહે છે. તીર્થંકર દ્વારા થયેલી પ્રરૂપણા પ્રાભૃત છે. તેની પરંપરાને આચાર્યો દ્વારા થતાં વ્યાખ્યાનને પ્રાભૃત કહે છે. પૌદ્ગલિક પદાર્થોના પણ અન્ય ભેદો છે. |
પ્રાભૃતક જ્ઞાન |
શ્રુતજ્ઞાનનો પ્રકાર, તે ઉપરાંત પ્રાભૃતક, પ્રાભૃતકજ્ઞાન પાભૃતક સમાસજ્ઞાન વગેરે છે. |
પ્રામાણ્ય |
પદાર્થને નિýિાત કરવાનું લક્ષણ. |
પ્રાયýિાત્ત |
પ્રતિસમય અંતરંગ કે બાહ્ય લાગતાં દોષોની નિવૃત્તિ કરીને અંતર સંશોધન દ્વારા થતો પ્રýાાત્તાપ અથવા તેની શિક્ષા માટે ઉપવાસાદિ કરીને દોષથી મુક્ત થવું. બાહ્ય દોષોનું પ્રાયýિાત્ત સ્વયં કરી શકાય. પરંતુ અંતરંગ કે તીવ્રપણે પુનઃ પુનઃ દોષોનું પ્રાયýિાત્ત નિર્દોષભાવે ગુ |
પ્રાવિષ્કૃત |
સાધુને સ્થિરતાનો વસતિકાનો એક દોષ. |
પ્રાસુક |
જે પદાર્થમાંથી એકેદ્રિય જીવોનું ચ્યવન થયું હોય અચિત બનેલો પદાર્થ પ્રાસુક છે. જળ, અન્ન વગેરે. |
પ્રિય |
જે વસ્તુ ઈષ્ટ લાગે, રુચે તે પ્રિય. રતિ. |
પ્રિયકારિણી |
ભગવાન મહાવીરનાં માતાનું ઉપનામ. (દિ. સં.) |
પ્રિયોદ્ભાવ |
પ્રીતિ ક્રિયા. |
પ્રેત્યભાવ |
મરણ થયા પછી કોઈ શરીરમાં જન્મ લેવો. |
પ્રેષ્યગણ |
આપણે જેનું પોષણ કરવાનું છે તેવા નોકરાદિનો સમૂહ. |
પ્રેષ્ય પ્રયોગ |
સામાયિક કે પૌષધમાં સ્વીકૃત મર્યાદાથી બહાર પોતે ન જાય, પણ અન્ય દ્વારા તે વ્યાપારાદિ કાર્ય સિદ્ધ કરે, તે એક દોષ છે. |
પૌષધોપવાસ |
પર્વના દિવસમાં ચારે આહારનો ત્યાગ કરી પવિત્ર સ્થાન, ઉપાશ્રયમાં ધર્મ ધ્યાનાદિમાં રાત્રિદિન પસાર કરવા તે. સર્વ આરંભ પરિગ્રહનો ત્યાગ કરવો. ગૃહસ્થના વ્રતમાં તે સાતિચાર છે. |
પૌક્ષણ વિધિ |
પ્રતિમાની પ્રતિષ્ઠા સમયે તેવી પોખણાવિધિ. (આવકાર) |
ફણીધર |
નાગ; મોટી ફણાવાળો સર્પ. |
ફલનિષ્પાદક |
ફળ ઉત્પન્ન કરનાર, અવશ્ય ફળ આપનાર. |
ફલોપદાયક |
જે બીજમાંથી અવશ્ય ફળ નીપજે. |
ફલોપદાયકતા |
ફલ આપવાની બીજમાં રહેલી અવંધ્ય શક્તિ. |
ફળ |
વનસ્પતિનો એક ભેદ છે. તેના ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કરવો. શાસ્ત્રમાં કર્મોના વિપાકને કર્મફળ કહે છે. |
બકુશ |
જે નિર્ગંથ - મુનિ છે. જે મહાવ્રતોનું પાલન કરે છે. શરીર તથા ઉપકરણોમાં કંઈક આસક્તિ યુક્ત છે. લોકસંપર્કથી ઘેરાયેલો છે. |
બદ્ધ |
મોહનીય કર્મના આવરણયુક્ત જ્ઞાનને બદ્ધ કહે છે. |
બદ્ધવચન |
વચનથી બંધાયેલા. |
બધ્યમાન આયુ |
પરભવનું આયુષ્ય જે જીવે બાંધી લીધું છે. |
બધ્યમાન કર્મ |
મિથ્યાત્વાદિ દ્વારા કર્મસ્વરૂપને પ્રાપ્ત થતા કાર્મણ પુદ્ગલ સ્કંધ બધ્યમાન કહેવાય છે. |
બનારસી વિલાસ |
પંડિત બનારસી દાસ રચિત આધ્યાત્મિક પદ સંગ્રહ. |
બહલ |
કાંજી, દ્રાક્ષરસ, આબલીનો રસ વગેરે પ્રવાહી પદાર્થ છે. |
બહિરાત્મા |
ઈદ્રિયોના વિષયમાં રાયતો, ઘનાદિ, સ્ત્રાળઆદિ પરિવાર બાહ્ય પદાર્થોમાં વ્યસ્ત, સ્વ -પર દેહમાં આત્મબુદ્ધિ કરે છે તે. જે મદ મોહ, માન, રાગ, દ્વેષમાં નિત્ય સંતપ્ત છે, જે જીવ મિથ્યાત્વ દોષને કારણે તીવ્ર કષાયભાવમાં પ્રવિષ્ટ છે. નિજશુદ્ધાત્માના સુખને ન જાણતો દૈહિકસ |
બહુ |
મતિજ્ઞાનનો એક ભેદ બહુ. બહુવિધ વગેરે. |
બહુમાન |
ઘણો આદર; દેવ, ગુરુ, ધર્મ, સંઘ, જ્ઞાની, જ્ઞાન, જ્ઞાનનાં સાધનો, ગુણવાન પ્રત્યે બહુમાન. વળી આગમાદિનું ચિત્તની એકાગ્રતાપૂર્વક અધ્યયન કરવું તે. |
બહુમુખી |
અનેક પ્રકારની પ્રતિભા ધરાવે. |
બહુરૂપિણી |
અનેક રૂપ ધારણ કરવાની વિદ્યા. |
બહુશ્રુત |
બાર અંગોના જ્ઞાતા હોય તે. |
બહુશ્રુત ભક્તિ |
બાર અંગોના જ્ઞાતા તથા જ્ઞાની પ્રત્યે આદર. |
બહ્યારંભી જીવ |
જેના જીવનમાં ઘણા આરંભસમારંભની પ્રવૃત્તિ હોય. |
બળ |
શક્તિ, મન, વચન, કાયા, બળ કહેવાય છે. |
બળમદ |
શારીરિક શક્તિનો અહંકાર. આવો મદ અધોગતિ અપાવે છે. |
બંધ |
પરમાણુ કે સ્કંધનું ભેગા થઈને એક થવું તે બંધ છે. |
બંધછેદ |
કર્મના બંધનો ક્ષય થવો જે ચૌદમું ગુણસ્થાનક છે. |
બંધન બદ્ધત્વ |
તે સાધારણ ગુણ છે. દરેક દ્રવ્ય પોતે અનાદિકાળથી પોતાના સ્વભાવથી બદ્ધ છે. જેમકે જીવનું જીવત્વ. પુદ્ગલનું વર્ણાદિ. જોકે તે જીવના કર્મોદયમાં નિમિત્ત છે અને શેષ દ્રવ્યો સ્વભાવથી પારિણામિક છે. |
બંધવિચ્છેદ |
તે તે ગુણસ્થાનકને યોગ્ય કર્મના બંધનું અટકી જવું જેમકે મિથ્યાત્ર મોહનીય તથા અનંતાનુબંધી કષાયનું ચોથા ગુણસ્થાનકે અટકી જવું. |
બંધવિધાન |
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશના ભેદથી બેદને પ્રાપ્ત બંધને બંધવિધાન કહે છે. |
બંધસ્થાન |
એક જીવ એકસાથે જ્ઞાનાવરણીયાદિ એકેક કર્મની કેટલી કેટલી પ્રકૃત્તિઓ બાંધે તે. |
બંધસ્વામિત્વ |
ત્રીજા કર્મગ્રંથનું નામ. નરક ગતિ આદિ 62 માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણામાં વર્તતો જીવ કેટલાં કર્મ બાંધે તે. |
બાદર |
સ્થૂલ, ચક્ષુગોચર એક જીવનું એક શરીર અથરા અનેક જીવોનાં અનેક શરીરો ભેગાં થાય અને તે ચક્ષુથી જોઈ શકાય, તેવા પુદ્ગલ સ્કંધો. |
બાદર પર્યાપ્તા |
જે જીવોનાં શરીરો ચક્ષુગોચર છે, પોતાના ભવને યોગ્ય 4/5/6 પર્યાપ્તિઓ જેણે પૂરી કરી છે. અથવા પૂરી કરવા સમર્થ છે તેવું બાદર પર્યાપ્ત નામકર્મ. સવિશેષ પૃથ્વી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને રોકે જેમ કપડાં વડે રેતનું રોકાવું તે બાદર છે. |
બાદરેકેદ્રિય |
જેને સ્પર્શની એક જ ઈદ્રિય મળી છે તેવા પૃથ્વી આદિ સ્થાવર જીવો, જે ચક્ષુથી ગોચર થાય તેવા શરીરવાળા. કોઈ પણ આધારનું નિમિત્ત પ્રાપ્ત કરીને જ નિવાસ કરે. |
બારપર્ષદા |
ભગવાનના સમવસરણમાં 12 જાતના જીવોનો સમૂહ. પ્રભુની દેશના સાંભળનાર હોય તે. 1. ભવનપતિ, 2. વ્યંતર, 3. જ્યોતિષ્ક, 4. વૈમાનિક, દેવો, 5 થી 8 આ ચારે દેવોની દેવીઓ. 9 સાધુ, 10 સાધ્વી, 11 શ્રાવકો, 12 શ્રાવિકોઓ, |
બારસઅણુવેક્ખા |
બાર અનુપ્રેક્ષા અનિત્યાદિ ભાવનાઓ. |
બાલ |
બાલ જીવ, મંદ બુદ્ધિ. |
બાલ તપ |
યથાર્થતારહિત મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જીવના તપ. વ્રત વગેરે. |
બાલમરણ |
મિથ્યાદૃષ્ટિ જીવોનું તથા સામાન્ય જીવોનું મરણ. |
બાહુલ્ય |
વિવિધતા - વિચિત્રતા. |
બાહ્ય |
અન્યના જોવામાં આવે તેવી ક્રિયા, વ્રત, તપ વગેરે. |
બાહ્યઉપકરણ ઈદ્રિય |
જે તે વિષયને ગ્રહણ કરવાવાળી અંદરની ઈંદ્રિય જેમ શબ્દ શ્રવણના અંદરના પુદ્ગલવિશેષ. |
બાહ્યતપ |
ઉપવાસાદિ દેખાય તેવા છ બાહ્ય તપ. |
બાહ્યનિર્વૃત્તિ ઈદ્રિય |
બહાર દેખાતી ચામડીરૂપ, અંદરની ઈદ્રિયની માત્ર રક્ષા કરનારી એવી પુદ્ગલના આકારવાળી ઈદ્રિયો. જેમકે આંખની પાંપણ. પલક દ્વારા નિર્વૃત્તિનો ઉપકાર કરે તે બાહ્ય ઉપકરણ. |
બાહ્ય પરિગ્રહ |
ધન, ધાન્ય, રૂપું, સોનું, જમીન, ગૃહ, દાસ, દાસી. વસ્ત્રપાત્ર આદિ દરેક પૌદ્ગલિક પદાર્થોની માલિકી. મૂર્છાભાવ. |
બિનપ્રમાણતા |
શરીરના અંગોની જેવી ઊંચાઈ આદિ રચના હોવી જોઈએ તેવી ન હોય. |
બિલ |
નારકીઓના જન્મના સ્થાનને બિલ કહે છે. |
બિંબ |
પ્રતિમા, કર્મના ક્ષયથી જે અર્હંત છે તેવા સર્વજ્ઞ તીર્થંકર દેવની પ્રતિમા. ગુરુજનોની પ્રતિમા. |
બીજ |
વનસ્પતિનો ભેદ છે, તેનું લક્ષણ છે. અથવા ઉદ્ગમસ્થાન છે. |
બીજભૂત |
અંશે અંશે જેમાં મૂળ કારણનું સ્વરૂપ રહ્યું હોય. જેમકે બાળપણમાં પડેલા ધર્મના સંસ્કારો. |
બીજ સમ્યક્ત્વ |
સમ્યગ્દર્શન, બોધિબીજ. |
બીજાક્ષર |
મંત્રોના બાજાક્ષર જેવા કે ઁ઼ ર્હ્રીં શ્રીં કલીં આદિ. |
બીસીય |
જે કર્મોની વીસ ક્રોડાક્રોડી સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ, નામ - ગોત્ર વેદનીયની છે તે. |
બુદ્ધ |
કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય યુક્ત આત્મા બુદ્ધ છે. સામાન્ય અર્થ બુદ્ધિવડે જે સર્વ કંઈ જાણે છે તે બુદ્ધ સામાન્ય. |
બુદ્ધબોધિત |
જે જ્ઞાની મહાત્માઓે પ્રતિબોધ પામૈલા છે. તેઓની પાસે ઉપદેશ સાંભળવાથી જે પ્રતિબોધ થાય તે. |
બુદ્ધિકીર્તિ |
મહાત્મા બુદ્ધનું અપરનામ. |
બુધ |
યથાવસ્થિત વસ્તુ તત્ત્વના સાર તથા અસારના વિષયના ભેદની વિચારણા દ્વારા થતું જ્ઞાન. |
બૃહત્કથા |
બૃહત કથા કોશ, કથામંજરી, સરિત્સાગર. |
બૃહક્ષેત્ર સમાસ |
શ્વે. મુનિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત ત્રૈલોક પ્રરૂપક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. |
બૃહત્રયમ |
દિ.આ. રચિત સંસ્કૃત ભાષાબદ્ધ ન્યાય વિષયક ગ્રંથ. |
બૃહત્ સંગ્રહિણી સૂત્ર |
શ્વે. સં. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત પ્રાકૃત ભાષાબદ્ધ ગ્રંથ (સંઘાયણી) |
બૃહસ્પતિ |
એક ગ્રહ છે. (નાસ્તિક દર્શનનો સ્થાપક) |
બે ઘડી |
48 મિનિટનો સમય; 24 મિનિટની એક ઘડી. |
બોધિ |
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્ચારિત્રરૂપ સમ્યક્ત્વ. |
બોધિદુર્લભ અનુપ્રેક્ષા |
બાર ભાવના પૈકી 11 મી ભાવના છે. સમ્યગ્દર્શન - સમ્યક્ત્વ પામવું કેટલું દુર્લભ છે તેનું ચિંતન. |
બોધિબીજ |
સમ્યક્ત્વરૂપી મોક્ષનું અવન્ધ્યકારણ, અવશ્યફળ આપે. |
બોધિસત્ત્વ |
બૌદ્ધધર્મમાં `સમ્યગ્દૃષ્ટિ જીવ' માટેનો પારિભાષિક શબ્દ. બુદ્ધ ભગવાનનો સ્થાપેલો ધર્મ બાદ્ધ ધર્મ દર્શન કહેવાય છે. |
બ્રહ્મ |
કલ્પવાસી દેવોનું પાંચમું કલ્પ. |
બ્રહ્મચર્ય |
અધ્યાત્મમાર્ગમાં બ્રહ્મચર્યને સર્વપ્રધાન માન્યું છે. નિýાયથી આત્માની સ્વમાં રમણતા તે બ્રહ્મચર્ય. અઢાર હજાર ભાંગારહિત, નવવાડયુક્ત છે. સ્ત્રાળના (સ્ત્રાળપુરુષ અન્યોન્ય) ત્યાગરૂપ, અણુવ્રત, મહાવ્રત છે. સ્ત્રાળપુરુષની અન્યોન્ય ભોગેચ્છાનો ત્યાગ, અનુભૂત વિષયસેવન |
બ્રહ્મચારી |
જે બ્રહ્મમાં (આત્મામાં) આચરણ કરે છે. ઈદ્રિયવિજયી છે. જેને પરસ્ત્રાળ માત્ર માતા બહેન સમાન છે. આજીવન જેને બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યુ છે તે. |
બ્રહ્મવિદ્યા |
આત્મલ્લિષેણ રચિત સંસ્કૃત છંદબદ્ધ અધ્યાત્મિક ગ્રંથ. |
બ્રહ્મોત્તર |
કલ્પવાસી દેવોનો એક ભેદ. |
બ્રાહ્મણ |
જૈન દર્શનમાં અણુવ્રતધારી વિવેકવાન શ્રાવક સુસંસ્કારી હોવાથી દ્વિજ કે બ્રાહ્મણ કહેવાય છે. સામાન્ય રીતે ચાર વર્ણમાં બ્રાહ્મણ એક વર્ણ છે. સવિશેષ તપ, શાસ્ત્રજ્ઞાન તથા સંસ્કારી જાતિયુક્ત બ્રાહ્મણ છે. એક વાર જન્મથી અને બીજી વાર ક્રિયાથી એમ બે પ્રકારથી દ્વિજ કહેવ |
ભક્ત |
ગણિતની દૃષ્ટિએ ભાગાકાર વિધિમાં ભાજ્યરાશિને ભક્ત કહે છે. ભગવાનના અનુયાયીને ભક્ત કહે છે. આહારના પ્રકારમાં આ શબ્દ વપરાય છે. |
ભક્તપાન વિય્છેદ |
આશ્રિતજનોને સમયસર ભોજન પાણીનો વિયોગ કર્યો હોય, તે દોષ છે. |
ભક્તપ્રત્યાખ્યાનમરણ |
ચારે આહારનો ત્યાગ કરી સંલેખના લેવી. (અનશન) |
ભક્તામર સ્તોત્ર |
શ્વે.આ. માનતુંગ રચિત આદિનાથ ભગવાનનું સંસ્કૃત છંદબદ્ધ સ્તોત્ર. |
ભક્તિ |
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, કે સાધ્વી સર્વને માટે અર્હંત તીર્થંકર પરમાત્માની વંદના, સ્તુતિ, પૂજા, વગેરે દ્વારા ભક્તિ મોક્ષમાર્ગંનું પ્રધાન અંગ છે. ભાવોની વિશુદ્ધિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ તે ભક્તિ છે. લૌકિક ભક્તિ સંસારના પ્રયોજનરૂપ હોય છે તે સાચી ભક્ |
ભક્તિયોગ |
કર્મોના ક્ષય કરવાના ત્રણ માર્ગો, પ્રાથમિક જીવો માટે પ્રભુ ભક્તિ, મધ્યમ જીવો માટે ક્રિયામાર્ગ, ઉત્તમ જીવો માટે જ્ઞાનમાર્ગ. યદ્યપિ ત્રણે અન્યોન્ય પૂરક છે. |
ભક્ષ્યાભક્ષ્ય |
મોક્ષમાર્ગમાં અંતરંગ પરિણામની પ્રધાનતા છે. પરંતુ આહારની અસર પરિણામ પર થતી હોવાથી ભક્ષ્યાભક્ષ્યનો વિવેક રાખવો, અત્યંતાવશ્યક છે. મદ્ય, માંસ, મધ, માખણ ચાર મહાવિગઈ, અજાણ્યાં ફળ, કંદમૂળ, તુચ્છ ફળ, વાસી ભોજન, દ્વિદલ, બહૂબીજ, અનંતકાય, ચલિતરસ, (ફૂગ લાગે) જેવા પદા |
ભગવતી આરાધના |
દિ.આ. રચિત પ્રાકૃત ગાથાબદ્ધ આરાધનાદર્શક ગ્રંથ છે. તેના પર અન્ય ટીકાગ્રંથોની રચના છે. |
ભગવતી સૂત્ર |
શ્વે.આ. રચિત આગમિક ગ્રંથ છે. વ્યવહાર પ્રજ્ઞપ્તિ નામના પાંચમા અંગનું નામ. |
ભટ્ટારક |
દિ.સં. પ્રમાણે દિગંબર મુનિ પહેલાની પ્રાથમિક લાલ વસ્ત્રધારી અવસ્થા. |
ભદન્ત |
ભગવાન, પરમાત્મા, અર્હંત, સિદ્ધ જેમના કલ્યાણકો થાય છે તે ભદન્ત છે. અપેક્ષાએ આચાર્યાદિ ગુરુજનોને ભદંત કહેવાય છે. |
ભદ્ર |
નિર્દોષ, સજ્જન, ધર્મનો અદ્ધેષી, ગુણવાન. |
ભદ્રબાહુ |
ભગવાન મહાવીરના શાસનમાં પાંચમા શ્રુતકેવળી હતા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બાર વર્ષ બિહારમાં દુષ્કાળ પડવાથી તેમણે 12000 સાધુઓ સહિત દક્ષિણ - નેપાળ બાજુ વિહાર ર્ક્યો હતો. તેમના શિષ્ય સ્થૂલભદ્ર છેલ્લા દશપૂર્વધર થયા. યદ્યપિ શ્વેતાંબર અને દિગંબર મતમાં આ કથન વિષે |
ભદ્રવ્યાખ્યા |
સરળ - ઉત્તમ વ્યાખ્યા/ વાચના |
ભદ્રશાલવન |
સુમેરુપર્વતના મૂળમાં સ્થિત એક વન છે તેની ચારે દિશાઓમાં ચાર ચૈત્યાલય છે. |
ભય |
મોહનીયકર્મની નોકષાયની પ્રકૃતિ છે, જેના ઉદયથી જીવને ભીતિ, ચિંતા - ઉદ્ધેગ પેદા થાય છે. તેના સાત ભેદ છે. આલોકભય, પરલોક ભય, અરક્ષા, અગુપ્તિ, મરણ, વેદના તથા અકસ્માત. આવાં કારણોથી શું થશે તેની નિરંતર ભીતિ તે ભયકષાય મોહનીયનો ઉદય છે. |
ભયભીત |
ભયોથી આકુલવ્યાકુલ આત્મા (ભયાન્વિત). સમ્યગ્દૃષ્ટિને દર્શનમોહ જવાથી તત્ત્વની યથાર્થ શ્રદ્ધાને કારણે ઉપરોક્ત ભય નથી, યદ્યપિ આ પ્રકૃતિ આઠમા ગુણસ્થાનકે ક્ષય થાય છે. |
ભયસંજ્ઞા |
મનુષ્ય ઉપરાંત પ્રાણીમાત્રને ભયસંજ્ઞા હોય છે. |
ભરત |
ભગવાન ઋષભદેવના સંસારી અવસ્થાના જ્યેષ્ઠપુત્ર તથા ભગવાનના મુખ્ય શ્રોતા હતા. પ્રથમ ચક્રવર્તી હતા. રાજ્યાદિનો ત્યાગ કરી, પ્રવજ્યા ગ્રહણ કરી. મોક્ષ પામ્યા હતા. બીજા ભરત દશરથ રાજાના કૈકેયીરાણીથી પુત્ર તથા રામના ભાઈ તેમણે પણ સંસારનો ત્યાગ કરી પ્રવજ્યા ગ્રહણ કરી |
ભરતક્ષેત્ર |
અઢાઈ દ્વિપમાં આવેલો એક ખંડ. ભરત ચક્રવર્તીએ જે ખંડમાં શાસન ર્ક્ય઼ું તે ક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર, આ નામ અનાદિ પણ છે. |
ભવ |
આયુષ્ય નામકર્મના ઉદયના નિમિત્તે જીવને જે અવસ્થા - પર્યાય ઉત્પન્ન થાય છે તે ભવ છે. (જન્મ) તે ઉત્પત્તિના પ્રથમ સમયથી લઈને અંતિમ સમય સુધીની અવસ્થાને ભવ કહે છે. |
ભવચક્ર |
જન્મમરણ વડે સંસારમાં ભટકવું. |
ભવન |
(ભવનવાસી દેવો) ભવનપતિ દેવોને રહેવાનાં મોટાં ભવનો. રત્ન પ્રભા પૃથ્વીના એક ભાગમાં આ ભવનો છે. ભવનમાં રહેવાવાળા ભવનવાસી દેવો છે. તેમના દસ ભેદ છે. તેઓ કુમાર કહેવાય છે. તેઓ અત્યંત શોભાયમાન હોય છે. અત્યંત વૈભવશાળી હોય છે. યદ્યપિ ઉપરના દેવો કરતા તેમના ઐશ્વર્યાદિ |
ભવનભૂમિ |
સમવસરણની સાતમી ભૂમિ. |
ભવનિર્વેદ |
સંસાર ઉપર ઉદાસીન. સંસારસુખથી વાંછારહિતપણું. |
ભવપરિપાક |
ભવોનું પાકી જવું. અંત આવવો. મોક્ષ માટેની પાત્રતા. |
ભવપરિવર્તનરૂપ સંસાર |
સંસારનું ચારે ગતિમાં જીવનું થતું પરિભ્રમણ. તેના કારણે શરીરની અવસ્થાઓનું થતું પરિવર્તન. |
ભવપ્રત્યયજ્ઞાન |
અવધિજ્ઞાન. દેવ અને નારકને જે જન્મની સાથે હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન. |
ભવપ્રત્યય પ્રકૃતિઓ |
જે ભવ મળે તેને યોગ્ય પ્રકૃતિઓનો ઉદય. |
ભવપ્રત્યયિક |
ભવ જેમાં નિમિત્ત છે એવું. જેમ પક્ષીને ઊડવાની શક્તિ. માછલાંને તરવાની શક્તિ. નારકીને તથા દેવોને વૈક્રિય શરીર તથા અવધિજ્ઞાન ભવથી મળે. |
ભવવિચય ધર્મધ્યાન |
ભવસ્વરૂપનું, જન્મમરણનું ચિંતન કરી ચિત્તને એકાગ્ર કરવું. |
ભવવિપાકી પ્રકૃતિઓ |
ચારે ગતિમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે તે ગતિને યોગ્ય પ્રકૃતિઓનો ઉદય થાય તે. જેના ફળથી જીવ સંસારમાં રહે તે ભવવિપાક કર્મ. |
ભવસ્થિતિ |
ભવાંતર થતાં જે અવસ્થા થાય તે. કાયસ્થિતિ - જેમ કે પૃથ્વીકાયના જીવોનું ભવાંતર થાય પણ પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ. |
ભવાદ્ધ |
પર્યાય સંબંધમાં પરિભ્રમણનો ઉત્કૃષ્ટ કાળ. |
ભવાભિનંદી |
સાંસારિક સુખોમાં આનંદ માનનાર. |
ભવિતવ્ય |
જે કાળે જે બનવાનું હોય તે બને તેવું ભવિતવ્ય જે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતી નથી. |
ભવિષ્યવાણી |
આગમમાં અનેકવિધ ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે. જેમ કે કયા આરા - કાળમાં શું થશે. પંચમકાળમાં પૂર્ણ મોક્ષ, કેવળજ્ઞાન જેવા પદાર્થો લુપ્ત રહેશે. જંબુકુમાર પછી કોઈનો ભરતક્ષેત્રે મોક્ષ નથી. છઠ્ઠા આરામાં કેવાં દુખો પડશે વગેરે. |
સામાન્યત |
સંસારમાં પણ જ્યોતિષીઓ તે તે શાસ્ત્રાેના આધારે આગાહી કરે છે. |
ભવ્ય |
સંસારથી મુક્ત થવાને યોગ્ય તે ભવ્ય અને તેવી યોગ્યતારહિત તે અભવ્ય, એવું જિનેશ્વરનું કથન છે. યદ્યપિ ભવ્ય જીવ માત્ર મુક્તિ જ પામશે તેવું નથી. કેટલાક ભવ્ય જીવો મુક્તિનો પુરૂષાર્થ કરવા સમર્થ નહિ બને તે જાતિભવ્ય જ રહેવાના. (અભવ્યસમ) |
ભવ્યત્વગુણ |
જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ થવાની યોગ્યતા હોય. |
ભસ્મછન્નાગ્નિ |
રાખથી ઢંકાયેલો અગ્નિ. |
ભાગ |
અંશ, પર્યાય, ભાગ, હાર, વિદ્યા, પ્રકાર, ભેદ, છેદ તથા ભંગ એકાર્થવાચી છે. |
ભાગાભાગ |
કુલ દ્રવ્યના વિભાગ કરીને કેટલો ભાગ કોના હિસ્સામાં આવે છે તે ભાગાભાગ. જેમ કે એક સમયબદ્ધ સર્વ કર્મ પ્રદેશોનો કંઈ ભાગ જ્ઞાનાવરણીને મળ્યો તેમાંથી ચોથો ભાગ મતિજ્ઞાનાવરણીને મળ્યો. તે પ્રકારે કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, ચારે પ્રકારના અલ્પતર બંધક જી |
ભાજનાંગ કલ્પવૃક્ષ |
એક પ્રકારનું વૃક્ષ. |
ભાટક જીવિકા |
સાવદ્ય પાપવ્યાપાર દ્વારા જીવિકા. |
ભામંડળ |
તીર્થંકર જેવા પવિત્રાત્માના પૂર્ણ શરીરના તેજને સંહરીને મસ્તકની આસપાસ ગોળાકારમાં તેજપૂર્ણ આકૃતિ તે ભામંડળ; તીર્થંકરના આઠ પ્રતિહાર્યમાંથી એક છે. |
ભારારોપણ |
બીજા જીવના શરીર પર ભારનું મૂકવું. આરોપણ કરવું. |
ભાવ |
(લાગણી, રુચિ, પરિણામ) ભવન ભવતીતિ વા ભાવઃ થવું અથવા માત્ર હોવું તે ભાવ છે. ચેતન તથા અચેતન દ્રવ્યોમાં પોતાનો સ્વભાવ - લક્ષણ હોય છે તે તે દ્રવ્યોનો ભાવ છે. પદાર્થોના પરિણમનને ભાવ કહે છે. ગુણ તથા પર્યાય બંને ભાવ છે. પદાર્થોના પરિણમનને ભાવ કહે છે. ગુણ તથા પર્ય |
ભાવકર્મ |
જીવના રાગાદિ ભાવ ભાવકર્મ છે, જે દ્રવ્યકર્મનુંનિમિત્ત પામી અજ્ઞાનદશામાં આત્મામાં થાય છે. |
ભાવના |
જેમાં ભાવની મુખ્યતા છે, તે ભાવના. 1. સદ્ભાવના, 2.અસદ્ભાવના. (સમ્યગ્ભાવના, મિથ્યાભાવના) પુણ્ય-પાપ, રાગ-વૈરાગ્ય, સંસાર-મોક્ષના કારણમાં ભાવનાઓ છે. વીર્યાંતરાયના ક્ષયોપશમથી આત્મા દ્વારા શુદ્ધ વિષયનું પુનઃ પુનઃ અનુશીલન તે તથા જ્ઞાત પદાર્થનું પુનઃ પુનઃ ચિંતન કર |
ભાવનિપેક્ષ |
વર્તમાન પર્યાય, સંયુક્ત વસ્તુને ભાવનિપેક્ષ કહે, જેમ કે સજ્ય કર્તા પુરુષ રાજા કહેવાય. નામાદિ ચાર નિપેક્ષમાં વસ્તુના મૂળ સ્વરૂપને ભાવનિપેક્ષ કહે છે. |
ભાવનિર્જરા |
ઉપયોગથી શુદ્ધિ દ્વારા સકામ નિર્જરાને કારણે જીવના રાગાદિ ભાવનું દૂર થવું; નષ્ટ થવું તે. |
ભાવપાપ |
ચાર ઘાતીકર્મોનો ઉદય, મુખ્યત્વે મોહનીયકર્મ. જેમાં ક્રોધાદિ કષાયો હોય. |
ભાવપુણ્ય |
ચાર ઘાતીકર્મોનો ક્ષયોપશમ. વિશેષ મોહનીયનો ઉપશમ, સમ્યજ્ઞાન, ક્ષમાદિ ગુણો. |
ભાવેદ્રિય |
પાંચ ઈદ્રિયોના વિષયને જાણવાવાળા તે તે ઈદ્રિયોની સમીપમાં રહેલા ચૈતન્યપ્રદેશોમાં મતિજ્ઞાનના ક્ષયોપશમનો ઉપયોગ - શક્તિ. જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ. |
ભાષા |
સાધારણ જે જીવ વડે બોલાય તે ભાષા (વાચા) છે. મનુષ્યની ભાષા સાક્ષરી છે, પશુ-પક્ષીઓની ભાષા નિરાક્ષરી છે. ભાષાત્મક શબ્દના બે ભેદ છે. 1.સાક્ષર, 2. અનક્ષર. |
આમંત્રણી |
જેના વડે અન્યને અભિમુખ કે સંબોધન કરાય છે. |
અજ્ઞાપની |
કોઈને કંઈ કરવાની પ્રેરણા આપવી જેમ કે સંયમ અહિંસાદિ પાળો અથવા અસત્ય ન બોલો ઈત્યાદિ. |
યાચની ભાષા |
જ્ઞાનના ઉપકરણની યાચના કરવી. |
પ્રશ્નભાષા |
તમને સંયમાદિ સુખશાતા છે અથવા કંઈ વેદના છે? |
પ્રજ્ઞાપની ભાષા |
ધર્મોપદેશ આપવો. |
પ્રત્યાખ્યાની ભાષા |
પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા કરવી. |
ઈચ્છાનુલોમા |
કોઈને કંઈ ઈચ્છા માટે પૂછવું. |
સંશયવચન |
આ વૃક્ષનું ઠૂંઠું છે કે મનુષ્ય એમ પૂછવું તે. |
અનક્ષર વચન |
આંગળી કે ચપટી વડે ઈશારાથી કહેવું. બીજી રીતે ભાષાના ચાર પ્રકાર છે. |
પશ્યંતી |
લબ્ધિ - શક્તિ અનુસાર દ્રવ્ય વચનનો જે ઉપયોગ. |
મધ્યમા |
વક્તાની બુદ્ધિ અનુસાર દ્રવ્ય વચનનો જે ઉપયોગ. |
વૈખરી |
કંઠાદિના સ્થાનને ભેદીને નીકળે તે. અર્થાત્ કર્ણેદ્રિયગ્રાહ્ય પર્યાયસ્વરૂપ દ્રવ્યવચન. |
સૂક્ષ્મ |
આત્માના ક્ષયોપશમથી પ્રગટ મનાતા આત્માના અક્ષરને (અંતર અવાજ) ગ્રહણ કરવાવાળી તથા કહેવાની શક્તિ. |
ભાષ્ય |
સૂત્રકથિત અર્થ જેમાં સ્પષ્ટ કર્યો હોય તે, સૂત્રમાં કહેલા સંક્ષિપ્ત અર્થને વિસ્તારથી સમજાવ્યો હોય, જેમ કે તત્ત્વાર્થ ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય. |
ભાષ્યત્રયમ |
શ્વે. આ. દેવચંદ્રસૂરિએ બનાવેલાં ચૈત્યવંદન, ગુરુવંદન તથા પચ્ચક્ખાણ ત્રણ ભાષ્ય. |
ભાષાપર્યાપ્તિ |
ભવાંતરે જતાં જીવ જ્યારે નવા શરીરની રચના માટે જે આહારાદિ સામગ્રી ભેગી કરે તેમ ભાષા પર્યાપ્તિને ત્યારે જ ગ્રહણ કરી સમાપ્ત કરે છે. |
ભાષાવર્ગણા |
જૈનદર્શન પ્રમાણે વિશ્વમાં આઠ વર્ગણા છે. તેમાં શબ્દરૂપે પરિણમે છે તે ભાષાવર્ગણા પાંચમી છે. એક પ્રકારના પુદ્ગલ સ્કંધો જેને આત્મા ગ્રહણ કરી ભાષા સ્વરૂપે બનાવીને ભાષા રૂપે પ્રયોજે. |
ભાષાસમિતિ |
સાધુજનો ભાષા - વચનનો સમ્યગ્ પ્રકારે ઉપયોગ કરે છે. |
ભિક્ષા |
(સાધુજનોની ગોચરી) સાધુજનો સંયમના પાલન માટે શ્રાવકના ઘરેથી નિર્દોષ આહાર ગ્રહણ કરે. લાભ-અલાભમાં સમતા રાખે. (દિ.સં. અને શ્વે.સં. માં આ વિધિમાં અંતર છે) સાધુ પોતે ભોજન બનાવે નહિ. પોતાને માટે બનેલું ગ્રહણ કરે નહિ. સાધુ માટે ભિક્ષાનો આચાર ઘણો જ ઉપયોગપૂર્વકનો કા |
ભિક્ષુ |
સાધુ, સંન્યાસી. |
ભિન્ન |
જુદું, અલગ. |
ભિન્નાભિન્ન |
દ્રવ્યાર્થિક નયથી આત્મા - દેહ એક ક્ષેત્રાવગાહમાં અભિન્ન છે. પર્યાયાર્થિક નયથી બંને અવસ્થાથી ભિન્ન છે. |
ભીતિ |
ભય, ડર, બીક. |
ભુક્તાહાર પાચન |
ખાધેલા આહારને પકવનારું (તેજસ શરીર) |
ભુજ પરિસર્પ |
જે હાથથી ચાલે, જેના હાથ બેઠેલી અવસ્થામાં ભોજનાદિ તથા ચાલવાને માટે કામ આવે. વાંદરા, ખિસકોલી વગેરે. |
ભુજંગ |
સર્પ, વ્યંતરજાતિનો એક ભેદ. |
ભુજાબળ |
પોતાના જ હાથનું બળ. |
ભુયસ્કારબંધ |
કર્મોની થોડી પ્રકૃતિઓ બાંધતો જીવ વધારે પ્રકૃતિઓ બાંધે ત્યારે પહેલા સમયે ભુયસ્કારબંધ કહેવાય. |
ભૂગોળ |
પૃથ્વી સંબંધી વિચારો. દ્વિપ સમુદ્રાદિનું વર્ણન. |
ભૂચર |
પૃથ્વી પર ચાલનારા પ્રાણીઓ - મનુષ્ય - પશુ વગેરે. |
ભૂત |
પ્રાણી સામાન્ય, જે કર્મોદયને કારણે વિવિધ ગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ્રાણી માટે પર્યાયવાચી શબ્દ છે. વ્યંતરદેવની જાતિને ભૂત કહેવાય છે. તે મૃત શરીરમાં પ્રવેશ કરે છે. અને તે શરીર દોડે, ઊભું થાય છે. |
ભૂતનૈગમનય |
નૈગમનયનો એક પ્રકાર જે ભૂતકાળને સૂચવે. |
ભૂતાર્થ |
યથાર્થ, સત્ય |
ભૂમિ |
લોકમાં જીવોના નિવાસસ્થાનને ભૂમિ કહે છે. |
ભૂમિગામી |
પૃથ્વી પર ગમન કરનાર મનુષ્ય-પશુ આદિ. |
ભૂમિશુદ્ધિ |
પૂજા-વિધાનાદિમાં ભૂમિશુદ્ધિ માટે મંત્રાદિનું આરાધન. |
ભૃકુટિ |
બંને આંખની પાંપણની મધ્યનો ભાગ. જેને આજ્ઞાચક્ર કે જ્યોતિચક્ર કહે છે. |
ભેદ |
જુદુ - ભિન્ન. અંતરંગ કે બાહ્ય એ બંને પ્રકારનાં નિમિત્તોથી સંઘાત (ભેગા) થયેલા પદાર્થનો ભેદ (છુટું) કરવું. સ્કંધોનો વિભાગ. એક પદાર્થમાં વિરુદ્ધ ધર્મોના લક્ષણનું રહેવું અને ભિન્ન ભિન્ન કારણોનું હોવું તે ભેદસંઘાત. |
ભેદજ્ઞાન |
આત્મા અને દેહમાં થયેલી એકાકાર માન્યતાને છોડીને આત્મા અને દેહ જુદા છે તેવું જ્ઞાન થવું. આત્માનો આત્માપણે અનુભવ થવો. ગ્રંથિભેદ થવો. સ્વ-પર પદાર્થોમાં સ્વઆત્મ બુદ્ધિનો ભેદ થવો. |
ભેદછેદ |
બંને વસ્તુ વચ્ચે રહેલી ભિન્નતાનો નાશ કરવો. |
ભેદાભેદ |
કોઈ પણ બે વસ્તુ વચ્ચે અપેક્ષાએ ભેદ-જુદાઈ, અને અપેક્ષાએ અભેદ-એકતા હોય. મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ છે. પણ પંચેદ્રિયપણું અભેદ છે. |
ભોક્તા |
નિýાયથી શુભાશુભ કર્મ જેનું નિમિત્ત છે એવાં સુખદુખ પરિણામનું ભોક્તૃત્વ હોવાથી જીવ ભોક્તા છે. |
ભોક્તા ભોગ્યભાવ |
ભોગનાં સાધનોને ભોગવવાનું ભોક્તાપણું. |
ઉપભોગ - પરિભોગ |
જે પદાર્થો - પાત્ર ઘર અલંકાર-વાહન વગેરે જે પદાર્થોનું પુનઃ પુનઃ ભોગવવામાં આવે તે ઉપભોગ. પરિભોગ. રસ અને સ્પર્શેદ્રિય કામ છે. અને ગંધ રૂપ શબ્દ ભોગ છે. |
ભોગભૂમિ |
નરક દુખ માટેની ભોગભૂમિ છે. સ્વર્ગ સુખજનિત ભોગભૂમિ છે. તિર્યંચની મુખ્યત્વે દુખની ભૂમિ છે. મનુષ્ય માટે કર્મભૂમિ સુખદુખ મિશ્રિત છે. |
ભોગાંતરાયકર્મ |
અંતરાયકર્મની પ્રકૃતિ છે, જેના કારણે જીવને સંસારમાં સુખનાં સાધનોનો અંતરાય હોય. પરમાર્થથી જીવના ગુણોનું આવરણ થવું. તેનું વ્યક્ત ન થવું તે. |
ભોગોપભોગ |
ભોગ-ઉપભોગ જોવું. |
ભોગ્યકાળ |
પૂર્વે બાંધેલાં કર્મોનો ઉદય શરૂ થાય ત્યારથી તેનો ભોગવવાનો કાળ, કર્મદલિકોની રચનાવાળો કાળ. |
ભોજન |
જે ખાવા લાયક પદાર્થો છે તે. |
ભોજનકથા |
એક વિકથા છે. શરીરને જરૂરી આહાર આપવો પરંતુ તે માટેની ગમવા ન ગમવાની ચર્યાવાર્તા, પ્રશંસા કે નિંદા ન કરવી. |
ભૌતિક દૃષ્ટિ |
સાંસારિક સુખવાળી દૃષ્ટિ. |
ભ્રમ |
(ભ્રમક ભ્રમકા) પાંચમી નરકનું બીજું પ્રતર. સામાન્યતઃ શંકા |
ભ્રમરાહારવૃત્તિ |
(ભામરીવૃત્તિ) ભિક્ષા, ભ્રમર જેમ દરેક પુષ્પમાંથી થોડો થોડો રસ લે તેમ સાધુએ ગૃહસ્થના અલગ અલગ ઘરેથી અલ્પમાત્રામાં ગોચરી લેવી. |
ભ્રાન્ત |
પ્રથમ પૃથ્વીનું ચોથું પ્રતર. (રત્નપ્રભા) ભ્રાન્તિ વસ્તુના સ્વરૂપને વિપરીત રીતે ગ્રહણ કરવું. શંકા |
મખ |
યોગ, યજ્ઞ, પૂજા, ઈજ્યા. પૂજાવિધિના પર્યાયવાચી શબ્દ છે. |
મઘા |
એક નક્ષત્ર. |
મઘાનારકી |
છઠ્ઠી નારકી |
મણિચિત |
સુમેરુ પર્વતનું બીજું નામ. |
મત |
પક્ષ, પંથ. |
મતાનુજ્ઞા |
પ્રતિવાદી દ્વારા દર્શાવેલા દોષને પોતાના પક્ષમાં સ્વીકાર કરી લે, પરંતુ તેની સુધારણા ન કરે, અને પ્રતિવાદીના પક્ષને કહે કે તમારા પક્ષમાં પણ દોષ છે. તે મતાનુજ્ઞા નામનું નિગ્રહસ્થાન છે. |
મતાર્થ |
આગમાદિના અર્થમાં અજ્ઞાનવશ પોતાના અભિપ્રાયને સાચો ઠરાવે તે મતાર્થ. |
મતિ |
સામાન્ય બુદ્ધિ. |
મતિકલ્પના |
પોતાની બુદ્ધિ પ્રમાણે વસ્તુની કલ્પના કરવી. |
મતિજ્ઞાન |
ઈદ્રિયો તથા મન દ્વારા મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું જ્ઞાન. જે મનન થઈ શકે તે મતિજ્ઞાન. તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન છે. |
મતિજ્ઞાનાવરણ |
ઈદ્રિયો તથા મનના નિમિત્તે થતા જ્ઞાન પરનું આવરણ. જેથી ઈદ્રિયોની વિષયોને ગ્રહણ કરવામાં અલ્પતા હોય તથા બુદ્ધિની મંદતા હોય છે. |
મતિવિપર્યય |
બુદ્ધિની વિપરીતતા, ધર્મના સ્વરૂપમાં વિપરીત માન્યતા કરવી. જેમ છે તેમ ન માનવું. |
મત્સ - મત્સ્ય |
માછલાં, મહામત્સ્ય, જળચર પ્રાણી છે. |
મત્સ્યગલાગલન્યાય |
મોટું માછલું નાના માછલાને ગળે. મોટો નાનાને દબાવે. સબળો નબળાને દબાવે તેવી પદ્ધતિ. |
મત્સર |
કોઈ વસ્તુમાં વિનાપ્રયોજન કુતૂહલ કરવું. પર વ્યક્તિને વિઘ્ન આપવું, તેનો કે તેના ગુણોનો ઘાત કરવા ઈચ્છા કરવી. |
મદ |
અહંકાર, અભિમાન, તેના મુખ્યત્વે આઠ પ્રકાર છે. કુલ, જાતિ, બલ, ઋદ્ધિ, તપ, રૂપ, જ્ઞાન, સત્કાર (પ્રતિષ્ઠા) આ દરેક પ્રકારનો મદ જીવને નીચગોત્રકર્મ બંધાવે છે. |
મદોન્મત્ત |
ઘણો ગર્વિષ્ઠ, અહંકારથી છકી ગયેલો. |
મદ્ય |
મદિરા - દારૂ, આ પદાર્થની ઉત્પત્તિમાં ખુબ હિંસા રહેલી છે, તેમાં નિરંતર સૂક્ષ્મ એકેદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તેના સેવનથી આત્મગુણોને ઘાતરૂપ કામ, ક્રોધ, માન, ભય, ઘૃણા, કઠોરતા જેવા દોષોની ઉત્પત્તિ થાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈને નિંદનીય આચરણ કરે છે. અંતે દુર્ગત |
મધ |
મધુ, માંસ - મદ્ય (મદિરા) ની જેમ મધ પણ અભક્ષ્ય પદાર્થ છે. મધ મધુમાખીની લાળ છે, તેમાં સૂક્ષ્મ એકેદ્રિય જીવોની નિરંતર ઉત્પત્તિ હોય છે. મધ મેળવવા મધપૂડામાં રહેલા જીવોની હિંસા થાય છે. તેથી સાધકે તેનો ત્યાગ કરવો જોઈએ. મધમિશ્રિત ગુલકંદ જેવા પદાર્થોનો ત્યાગ કરવો. |
મધુર સંભાષણ |
વચનમાં મધુરતા, વાણીમાં સૌમ્યતા, પ્રિય તથા સભ્ય વચન. |
મધુસ્ત્રાવી |
જેમાંથી મધુરરસનું ]રવું હોય. સરળ સ્વભાવી. |
મધ્યલોક |
મનુષ્યલોક - તિર્ચ્છાલોક અઢીદ્વિપમાં એક લાખ ચાલીસ યોજન મેરુની ઊંચાઈએ બરાબર મધ્યલોક છે. |
મધ્યાહ્ન |
બપોરનો સંધિકાળ |
મન |
ચિત્ત, બુદ્ધિ, (લાગણી, ભાવ.) મન અભ્યંતર ઈદ્રિય છે, તેના બે ભેદ છે 1 દ્રવ્યમન 2 ભાવમન. દ્રવ્યમન (હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલના આકારરૂપ પુદ્ગલોની રચના - વિશેષ) ચક્ષુ આદિ ઈદ્રિયની સાથે તે તે વિષયોમાં નિમિત્ત હોવાથી અપ્રત્યક્ષ તથા અત્યંત સૂક્ષ્મ હોવાથી તેને |
દ્રવ્યમનની |
મનોવર્ગણા વિશેષથી રચના થાય છે, તે પુદ્ગલ વિપાકી નામકર્મના ઉદયથી હોય છે. તે ભાવમનનું નિમિત્ત છે. ભાવમનથી પરિણત આત્માના ગુણ, દોષ, વિચાર, સ્મરણાદિ કરવામાં દ્રવ્યમન નિમિત્ત છે. ઈદ્રિયોનો વ્યાપાર મનને આધીન છે. ગુણ દોષના વિચાર કે સ્મરણમાં ઈદ્રિયોની અપેક્ષા નથી |
ભાવમન |
સંકલ્પ વિકલ્પાત્મક પરિણામ, વિચાર, ચિંતનરૂપ, જ્ઞાનની અવસ્થાવિશેષ તે ભાવમન છે, તે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જીવનો ગુણ હોવાથી તેનો આત્મામાં અંતર્ભાવ થાય છે. તેના લબ્ધિ અને ઉપયોગ બે લક્ષણ છે. શક્તિ અને વ્યાપાર - તે મનોયોગ છે. |
મનવાંછિત |
મનગમતું, ઈષ્ટ હોય. |
મનઃપર્યય |
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે, ચૌદપૂર્વી સંયતિ મુનિને આ જ્ઞાન હોય છે. પાંચ જ્ઞાનમાં ચોથું છે. સંજ્ઞિ જીવોના મનની વાતવિચારને પ્રત્યક્ષ જાણે છે. અવધિજ્ઞાનથી અલ્પક્ષેત્ર હોવા છતાં વિશુદ્ધિની વિશેષતા છે. |
મનઃપર્યય જ્ઞાનાવરણ |
જે જ્ઞાનાવરણ કર્મના ઉદયથી મનઃપર્યાય જ્ઞાનને આવરણ થાય તે. |
મનઃ પર્યાપ્તિ |
ભવાંતરે જતાં નવીન દેહની રચનાની પર્યાપ્તિ સમયે મનવર્ગણા ગ્રહણ થઈ મનરૂપે પરિણમે તે. |
મનીષા |
બુદ્ધિ - મતિ. |
મનીષી પુરુષો |
બુદ્ધિશાળી મહાત્માઓ, જ્ઞાનીજને. |
મનુજ |
મનુષ્યિની - સ્ત્રાળની સાથે મૈથુનકર્મ કરવાવાળો મનુજ મનુષ્ય. |
મનુષ્ય |
હિત-અહિતનો હેય-ઉપાદેહનો વિવેક ધારણ કરવાને કારણે તે મનુષ્ય કહેવાય કહેવાય છે. પરમાર્થથી મોક્ષની પ્રાપ્તિનું દ્વાર હોવાનું નિમિત્ત હોવાથી આ ગતિ સર્વોત્તમ છે. ચૌદ રાજલોકની વચમાં પિસ્તાલીસ યોજન પ્રમાણ અઢી દ્વીપ મનુષ્યક્ષેત્ર છે તેની સુમેરુ પર્વતના શિખર પર્યંતન |
મનુષ્યવ્યવહાર |
હું મનુષ્ય છું, શરીરાદિની સર્વ ક્રિયાઓ કરું છું. સ્ત્રાળ-પરિવાર આદિનો ગ્રહણ ત્યાગ કરી શકું છું વગેરે સામાન્ય મનુષ્યનો વ્યવહાર છે. |
મનુષ્યાયુ |
મનુષ્યની ગતિને યોગ્ય આયુષ્ય કર્મ. |
મનોગતભાવ |
મનમાં રહેલાં પરિણામ. |
મનોગુપ્તિ |
મનને ગોપવવું, સંકલ્પ - વિકલ્પથી શાંત કરવું. |
મનોદંડ |
મન દ્વારા થતી ક્રિયા. |
મનોયોગ |
વીર્યાંતરાય તથા નોઈદ્રિયાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિને કારણે બાહ્ય નિમિત્તભૂત મનોવર્ગણાનું અવલંબન ગ્રહીને મનની અવસ્થાની સન્મુખ આત્મામાં થતાં પરિસ્પંદન તે મનોયોગ છે. બાહ્ય પદાર્થના ચિંતનમાં પ્રવૃત્ત થયેલા મનમાં ઉત્પન્ન જીવપ્રદેશોનો પરિસ્પંદ તે મનોયોગ |
મનોવર્ગણા |
જે વર્ગણાને ગ્રહણ કરીને વિચાર-મનરૂપે પરિણમવું. |
મમકાર ઃ |
સદા અનાત્મીય એવા કર્મજનિત સ્વ-પરશરીરાદિમાં આત્મીય બુદ્ધિ. તે મમકાર. |
મમત્વ |
અન્ય પદાર્થોમાં મારાપણાનો ભાવ તે. |
મરણ |
દેહનું આત્માથી છૂટી જવું તે તદ્ભવ મરણ, અને પ્રતિક્ષણે આયુકર્મનું ક્ષીણ થવું તે નિત્ય મરણ. ક્ષણેક્ષણે વિભાવમાં રહેવું તે ભાવમરણ. પોતાના પરિણામો વડે પ્રાપ્ત આયુષ્યકર્મ ઈદ્રિયો, મનાદિનો નાશ થવો તે મરણ. સવિશેષ આયુકર્મનો નાશ થવો તે મરણ છે. સંસારમાં સર્વ જીવ મર |
મરણભય |
મનુષ્ય સાત પ્રકારના ભયથી ભયભીત છે. તેમાં મરણ ભયની મુખ્યતા છે. આજન્મની જ્ઞાત વસ્તુઓ છૂટી જાય તેનો ભય. |
મરણ સમુદ્ઘાત |
મૃત્યુકાલે ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશોનું લંબાવવું પરંતુ આયુકર્મ પૂર્ણ થયું ન હોય એટલે તે પ્રદેશો પાછા સંકોચાય. આયુ પૂર્ણ થાય ત્યારે જ પ્રદેશો છૂટે. |
મર્કટબંધ |
માંકડાનું બચ્ચું તેની માને પેટે એવું વળગી રહે કે તે માતા કૂદે તોપણ બચ્ચું છૂટું ન પડે. તેમ શરીરના હાડકાંનો એવો બાંધો. |
મર્મસ્થાન |
ઔદારિક શરીરમાં તાળવું, કપાળ, હૃદય, નાભિ જેવાં મર્મસ્થાન. જ્યાં આત્માના ઘણા પ્રદેશોનું અસ્તિત્વ છે. તેના વિશેષ છેદનભેદનથી મૃત્યુ થાય તેવાં હોય છે. |
મલ |
દોષજનિત પદાર્થ. પરસેવો, મળ, મૂત્ર, કાદવ એ બાહ્ય મલ છે. આંતરિક દોષો તે અંતરમલ છે. જેમ કે કષાય તથા રાગાદિ ભાવો. જીવના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહરૂપ બંધને પ્રાપ્ત પ્રકૃતિ આદિ ભેદોયુક્ત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના સંપૂર્ણ કર્મરૂપી રજ જીવના પ્રદેશો સાથે સંબંધ હોવ |
મલપરિષહ |
અસ્નાનાદિ જેવા પરિષહનો સ્વીકાર કર્યો છે તે સાધુ સાધ્વીજનો મલપરિષહજ્ય છે. વળી સમ્યજ્ઞાનાદિ વડે કર્મકલંકમલને દૂર કરે છે. |
મલયગિરિ |
શ્વેતાંબર પ્રસિદ્ધ આચાર્ય. |
મલયાચલ |
સુંદર, વળી અતિશય સુગંધવાળો પવન જ્યાં વાય છે તેવો એક વિશાળ પર્વત. |
મલ્લધારી દેવ |
દિગંબર પ્રસિદ્ધ આચાર્ય. |
મલ્લવાદી |
શ્વે. આ. દ્વાદશાંગ નયચક્રના રચયિતા. |
મલ્લિનાથ |
વર્તમાન ચોવીસીના 19માં તીર્થંકર. |
મલ્લિષેણ |
દી. સં.માં પ્રસિદ્ધ મંત્રતંત્રવાદી ભટ્ટારક હતા. |
મસકપરિષહ |
મચ્છર વગેરેના ડંખ-દંશ, પરિષહ. |
મસિકર્મ |
કર્મભૂમિના મનુષ્યોનો લેખન આદિ સાવદ્ય વ્યાપાર. |
મસ્તિષ્ક |
ઔદારિક શરીરના ઉપરનો મસ્તકનો ભાગ. |
મહત્તા |
મહત્ત્વ, પ્રભુત્વ. |
મહસેનવન |
બિહાર પ્રદેશનું સુંદર વન, જ્યાં ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશના અને સંઘની સ્થાપના થઈ હતી. |
મહાકલ્પ |
દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું 11મું અંગબાહ્ય. |
મહાતમઃ પ્રભા |
નરકની અંધકારમય સાતમી ભૂમિ (માઘવી) |
મહાત્મા |
મોક્ષ માર્ગની મહાપ્રયોજનની સાધનાને કારણે શ્રમણને મહાત્મા કહે છે. (સાધુજનો) |
મહાપુરાણ |
દિ.આ. રચિત ત્રેસઠ શલાકાપુરુષચરિત્ર. |
મહાપુંડરિક |
દ્વાદશાંગ શ્રુતનું 13મું અંગબાહ્ય. |
મહાભારત |
મહાભારત યુદ્ધનું વૃત્તાંત. પાંડવ-કૌરવ ભાઈઓ વચ્ચે થયેલું ભીષણ યુદ્ધ. |
મહામત્સ્ય |
સ્વયંભૂરમણસમુદ્ર આદિના મહાકાય મત્સ્ય-માછલાં. |
મહામંડલીક |
રાજાઓમાં એક ઊંચી શ્રેણી. (મહારાજા) |
મહામાત્ય |
રાજકાર્યના મુખ્ય મંત્રી, અધિકારી. |
મહાવિગઈ |
અતિશય વિકાર કરનારા પદાર્થો, તે તે વર્ણવાળા અસંખ્ય જીવોથી યુક્ત એવા મધ, માંસ, મદિરા, માખણ. |
મહાવિદેહક્ષેત્ર |
જંબુદ્વીપના અતિશય મધ્યભાગમાં પૂર્વ-પýિામ એક લાખ યોજન લાંબું, એ જ પ્રમાણે ઘાતકીખંડ અને પુષ્કર દ્વીપમાં અનિયત માપવાળાં મહાવિદેહ ક્ષેત્રો બધાં મળીને પાંચ છે. |
મહાવીર |
વર્તમાન ચોવીસીના 24મા તીર્થંકર. |
મહાવ્રત |
સાધુ-સાધ્વીજનોનાં અહિંસાદિ પંચમહાવ્રત. |
મહાસત્તા |
સર્વ પદાર્થોના અસ્તિત્વ ગુણને ગ્રહણ કરવાવાળી સત્તા સામાન્યને મહાસત્તા કહે છે. |
મહાસ્કંધ |
સર્વવ્યાપક પુદ્ગલ દ્રવ્ય સામાન્ય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. |
મંખલિ ગોશાલક |
ભગવાન મહાવીરના સમયમાં થયેલો. ભગવાનના દીક્ષાકાળ દરમિયાન થોડો વખત સાથે રહ્યો. તેજોલેશ્યા લબ્ધિ પ્રાપ્ત થયા પછી તે પોતાને સર્વજ્ઞ મનાવતો. ભગવાન મહાવીરનો પ્રથમ અવર્ણવાદ કર્યો. અંતિમ સમયે પોતે સત્ય સમજ્યો હતો. |
મંગલ |
એક ગ્રહ છે. વિશેષ સુખ આપનાર તે મંગળ; નવકાર મંગળમય છે. મંગલ પાપવિનાશક ભાવ અથવા પુણ્યપ્રકાશક ભાવ તથા દ્રવ્ય નમસ્કાર વગેરે મંગલ છે. નિર્વિઘ્ને શાસ્ત્રરચના સમાપ્ત થાય તે માટે પ્રથમ કે અંતમાં મંગલ કરવાનો આદેશ છે. અન્ય લૌકિક કાર્યોની નિર્વિઘ્ને સમાપ્તિ માટે તથા |
મંગલા |
એક વિદ્યા છે. |
મંગલાવર્ત |
પૂર્વવિદેહની મંગલાવર્ત એક નગરી છે. મંગલાવર્ત પૂર્વવિદેહનું એક ક્ષેત્ર. |
મંજૂષા |
વસ્તુને મૂકવાનું એક સાધન, વસ્તુસંગ્રહપેટી, તે મંજૂષાનો અર્થ થાય છે. |
મંડપભૂમિ |
સમવસરણની આઠમી ભૂમિ. |
મંડલીક |
રાજાની એક પદવી. |
મંડલીક વાયુ |
એક પ્રકારનો વાયુ. |
મંડળ |
ઃગોળાકારે રહેલું ચક્ર. જંબુદ્વિપમાં સૂર્યચંદ્રને ફરવાનાં મંડળો છે. |
મંત્ર |
મંત્ર એક શક્તિ છે. વિદ્યા, મણિ, મંત્ર, ઔષધ વગેરેની અચિંત્ય શક્તિનું માહાત્મ્ય પ્રસિદ્ધ છે. એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ તર્કનો વિષય નથી. સર્વધર્મ સંમત છે.મંત્રનો લૌકિક વ્યવહાર મોક્ષમાર્ગમાં નિષેધ છે. વળી વશીકરણ જેવી મલિન વિધિનો પણ નિષેધ છે. મંત્રસિદ્ધિના |
મંત્રન્યાસ |
જિનપ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રોચ્ચારનું માહાત્મ્ય. |
મંત્રી |
મંત્રો વિષે પ્રવીણ (સામાન્યતઃ રાજ્યના શાસનને વ્યવસ્થિત ચલાવનાર) |
મંત્રોપજીવી |
મંત્ર વડે આજીવિકા ચલાવે તેમાં દોષ લાગે તે. |
મંદ |
અલ્પ, તીવ્રતાના રસની ઓછાઈ. |
મંદમિથ્યાત્વી |
જેનું મોહનીય કર્મ શિથિલ થયું છે તે. |
મંદર |
સુમેરુ પર્વતનું અપરનામ. |
મંદરાકારક્ષેત્ર |
પર્વતાકારનું ક્ષેત્ર. ચારે બાજુ પર્વત હોય. |
માઘવતી |
સાતમી નારકી. |
માતંગપતિ |
(હાથી) હાથીઓનો પતિ. |
માત્સર્ય |
ઈર્ષા, અદેખાઈ. |
માધ્યસ્થભાવ |
તટસ્થપણું |
માન |
મદ, અહંકાર, અભિમાન, નમ્રતારહિત, ગર્વ |
માનતુંગ |
શ્વે.સં. તથા દિ.સં. બંનેમાં સમ્માનિત આચાર્ય છે. ભક્તામર સ્તોત્રના રચયિતા છે. |
માનસ |
મનમાં ઉત્પન્ન થચેલી ચેષ્ટા તથા મનની સંજ્ઞા, માનસ છે. |
માનસાહાર |
માનસિક આહાર. |
માનસિક દુખ |
અનિષ્ટતાનું, અશુભયોગનું નિમિત્ત પામીને મનમાં દુખી થવું. |
માનસ્તંભ |
સમવસરણની માનસ્તંભભૂમિમાં અભ્યંતર ભાગમાં કોટ હોય છે, જેની અંદર વનખંડો, દેવોનાં ક્રીડાસ્થાન, વાપિઓ વગેરેથી સુશોભિત હોય છે. તેને ત્રણ માળ છે. મધ્યમાં વૃતાકાર હોય છે. અત્યંત સુશોભિત હોય છે. પ્રત્યેક દિશામાં એકએક જિનપ્રતિમા હોય છે. આ ઉપરાંત દેવોનાં ભવનોમાં તથા |
માનુષોત્તર |
મધ્યલોકના પુષ્કરદ્વીપના મધ્યમાં સ્થિત કુંડલાકાર પર્વત જેના કારણે પુષ્કરવર દ્વીપના બે ભાગ થયા છે. બીજા ભાગમાં મનુષ્યોનો વાસ નથી તેથી તે મનુષોત્તર કહેવાય છે. |
માય |
પ્રમાણ - તેનું લક્ષણ કેવળજ્ઞાન તથા આગમ સ્વરૂપ છે. |
માયા |
આત્માનો કુટિલભાવ, વંચના, કપટ, પ્રપંચ, છલ અર્થાત્ અન્યને ઠગવાની વૃત્તિ. મોહનીય કર્મની કષાયપ્રકૃતિ છે. તેના ચાર ભેદ છે. 1. અનંતાનુબંધી - વાંસની ગાંઠ જેવી તીવ્ર માયા. 2. અપ્રત્યાખ્યાનીય બકરાની શિંગડા જેવી માયા, ઘણા પ્રયત્ને ઘટે. 3. પ્રત્યાખ્યાનીય - ગાયના મૂત |
માયામૃષાવાદ |
મનમાં કપટ રાખી અસત્ય બોલવું. અઢાર પાપસ્થાનકમાં સત્તરમું પાપ છે. |
માયાશલ્ય |
કપટજન્ય દોષ. |
માર |
ચોથી નરકનું બીજું પ્રતર. |
મારુતીધારણા |
ધ્યાનનો એક પ્રકાર (જુઓ યોગશાસ્ત્ર) |
માર્ગ |
જેના દ્વારા માર્ગણ - ગતિ - થાય છે તે માર્ગ અથવા પથ. ચારે ગતિના કારણે ચાર માર્ગ, મોક્ષરૂપ પંચમગતિમાર્ગ. આમ માર્ગ - પથ અનેક પ્રકારના હોય છે તેમાં મોક્ષમાર્ગ ઉપાદેય છે. જે જે ધર્મવિશેષોથી જીવોનું અન્વેષણ (શોધ) કરાય તે તે ધર્મ - વિશેષો તે માર્ગ. |
માર્ગણા |
ઈહા, ઊહા, અપોહ, માર્ગણા, ગવેષણા, અને મીમાંસા એકાર્થવાચક નામ છે. માર્ગણા શોધવું. જિન આગમ પ્રમાણે જીવ જે ભાવો દ્વારા, જે અવસ્થાઓમાં અનુમાર્ગણ બોધ કે શોધ પામે છે તે માર્ગણા છે. જીવોના આવા બોધ કે શોધની શ્રુતજ્ઞાનમાં 14 માર્ગણા છે. તેના ચૌદ ભેદ છે. |
માર્દવ |
નમ્રતા, વિવેક જે જીવ જાતિ, કુળ ધનાદિનું અભિમાન નથી કરતો તે નમ્રતા ગુણવાળો છે. સાધુ, તપસ્વી ગૃહસ્થમાં જાતિ આદિના અભિમાનનો અભાવ છે. તે માર્દવ ગુણવાળો છે. તે માનનો નિગ્રહ કરે છે. કારણ કે માન કષાયથી આ જન્મમાં અપયશ, પરજન્મમાં નીચગોત્ર મળે છે. અને અન્ય દોષો તેમ |
માષફળ |
તોલનું એક પ્રમાણ. |
માંસ |
પ્રાણીઓના ઘાતથી માંસ મળે છે. તે અત્યંત હિંસક પદાર્થ છે. મરેલાં પ્રાણીઓના માંસમાં અનંતા નિગોદ જીવની હિંસા છે. વળી તે પ્રાણીઓ પ્રાણઘાતથી ઘણી પીડા પામે છે. તે માંસમાં અન્ય જીવોત્પત્તિ થાય છે, તેના સેવનથી નરકગતિ પ્રાપ્ત થાય છે. માંસનો પરંપરાથી જે ઉપયોગ થાય છે |
મિથ્યા અનેકાંત |
બધા ધર્મ સરખા છે. એવી વિશાળ દૃષ્ટિ રાખવી તેને ધર્મ માને. સ્વર્ગના - મોક્ષના સુખને સમાન માને વગેરે. |
મિથ્યાજ્ઞાન |
સર્વજ્ઞ ભગવાને કહેલા જગતના સ્વરૂપને તે રીતે ન માનતાં વિપરીત મિથ્યા માનવું જેમ કે આત્મા પરનો કર્તા ભોક્તા છે વગેરે. |
મિથ્યાત્વ |
મિથ્યાદર્શન. જેની દૃષ્ટિમાં સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં તત્ત્વોનું શ્રદ્ધાન નથી. જે કર્મના ઉદયથી જીવને વિપરીત શ્રદ્ધાન થાય તે. |
મિથ્યાત્વ કર્મ |
મોહનીય. દર્શન મોહનીયની પ્રથમ પ્રકૃત્તિ. જેમાં સ્વરૂપધર્મની ભ્રાંતિ હોય છે. |
મિથ્યાત્વ ક્રિયા |
મિથ્યાદૃષ્ટિની ક્રિયા મિથ્યાત્વ ક્રિયા મનાય છે. તે ભલે તપ, જપ કરતો હોય પણ જો સમકિત સન્મુખ થયો નથી કે માર્ગે ચઢયો નથી તેની ક્રિયા મિથ્યા છે. |
મિથ્યાદર્શન |
સ્વાત્મતત્ત્વથી અપરિચિત જીવ શરીર, ધન, પરિવારાદિમાં સ્વાત્મભાવ રાખે તથા તેમાં સુખ દુખ માને અને તે પ્રમાણે વર્તે, તેના અભિપ્રાય અને રુચિને મિથ્યાત્વદર્શન કહે છે. જિનેશ્વર પ્રણીત જીવાદિ પદાર્થોમાં અશ્રદ્ધાન તથા મિથ્યાત્વ કર્મના ઉદયથી થતા પરિણામ તે વિપરીત જ્ઞ |
મિથ્યાદર્શન ક્રિયા |
જે દર્શનમાં વીતરાગ પરંપરા નથી તેવા દર્શનની ક્રિયાઓ સરળ જાણી તે પ્રમાણે ક્રિયા કરવી તે. |
મિથ્યાદર્શન દોષ |
પોતાના જ મતનો આગ્રહરૂપી દોષ. ખોટા મતનો માયાયુક્ત પ્રચાર કરવો. |
મિથ્યાદર્શન વચન |
મિથ્યાદૃષ્ટિયુક્ત વચન બોલવાં. જેમ કે દેહ જ આત્મા છે. |
મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક |
પહેલું ગુણસ્થાનક, આત્મભાન તથા આત્મજ્ઞાનથી રહિત બાહ્ય જગતમાં, ભૌતિક સુખમાં પોતાનો સમસ્ત પુરુષાર્થ વ્યય કરી જીવનને નિરર્થક કરવાવાળા સર્વ લૌકિક જન મિથ્યાદૃષ્ટિ બહિરાત્મદૃષ્ટિ (પરસમય) કહેવાય છે. વિપરીત જ્ઞાન - માન્યતા - શ્રદ્ધાને કારણે તેમનાં ધર્મ, તપ, વ્રત, |
મિશ્ર |
બે ભાવ કે અન્યોન્ય પદાર્થનું ભળવું. જેમ કે અપક્વ-દુપક્વ આહારનો દોષ. સંયમાસંયમ ચારિત્ર. સમિતિ - ગુપ્તિરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ. સમ્યગ્મિથ્યા ગુણસ્થાન. |
મિશ્રગુણસ્થાન |
દહીં અને સાકરમાં જેમ બંનેનો મિશ્ર સ્વાદ આવે તેમ સમ્યક્ત્વથી પડતા સમયે કે મિથ્યાત્વથી ચઢતા સમયે ક્ષણભર જે અવસ્થાનું વેદન હોવું તે સમ્યગ્મિથ્યાત્વ અથવા મિશ્રગુણસ્થાન કહેવાય છે. જેના ઉદયથી જીવમાં તત્ત્વોમાં શ્રદ્ધાન તથા અશ્રદ્ધાન યુગપત્ ઉત્પન્ન થાય છે. કેવળ |
મિષ્ટ સંભાષણ |
સત્ય પણ મધુર ભાષાયુક્ત વચન. |
મીમાંસા |
મતિજ્ઞાનના અવગ્રહ ઉપયોગ દ્વારા ગ્રહણ કરેલા અર્થવિશેષની વિચારણા કરવી. |
મીમાંસાદર્શન |
વૈદિક દર્શનોનો વિકાસક્રમ - સમન્વય. |
મુક્તા-મુક્તિ |
મોક્ષ. સંસારના ભવભ્રમણની સમાપ્તિ. |
મુક્તાશુક્તિ |
ચૈત્યવંદનની એક મુદ્રા. |
મુખ |
શરીરના ઉપરના ભાગને અથવા પૂરા શરીરને મુખ કહે છે. |
મુખપટ |
પૂજા પ્રતિષ્ઠા જેવા પ્રસંગમાં મુખે બાંધવા આઠ પડવાળું વસ્ત્ર. |
મુદ્રા |
દેવ-ગુરુ વંદન, ધ્યાન, સામાયિક પ્રતિક્રમણ કરતી વખતે મુખ કે શરીરની સ્થિર આકૃતિ હોય તે. મુખ્યત્વે ચાર પ્રકારની છે. |
મિતમુદ્રા |
પદ્માસન કે ખડ્ગાસન (ઊભા ધ્યાન મુદ્રા) |
યોગમુદ્રા |
પર્યકાસન, કે વીરાસન કરીને પગની હથેળી પર બેસીને બંને હાથને નાભિ નીચે ઉપર-નીચે રાખવા. |
વંદન મુદ્રા |
ઊભા રહીને બંને હાથને જોડીને કોણીને પેટ આગળ રાખીને ઢીંચણ વાળીને ભૂમિ સુધી નમી, જોડેલા હાથ પર માથું રાખવું તે. |
મુનિ |
શ્રમણ, સંયત, સાધુ, વીતરાગ, ઋષિ, અણગાર, ભદંત, યતિ વગેરે. |
મુનિસુવ્રતસ્વામી |
વર્તમાન ચોવીસીના 20મા તીર્થંકર. |
મુમુક્ષુ |
મોક્ષનો અર્થી, દેવગુરુની આજ્ઞાયુક્ત શાસ્ત્રાનુસારી વિધિનો આવકારી, આવશ્યક ક્રિયાનો આરાધક, ગુણસંપન્ન પરોપકારને પ્રધાન રાખી સ્વઉપકારના જ લક્ષણયુક્ત આરાધક, છતાં નિરપેક્ષ સ્વઉપકારવાળો. |
મુસલ |
ક્ષેત્રનું પ્રમાણ, યુગ, ધનુષ, નાલી, દંડ વગેરે પર્યાયવાચી છે. |
મુહાંવાપુર |
વર્તમાન મુંબઈનું પ્રાચીન નામ. |
મુહૂર્ત |
પૂરી 48 મિનિટ 3773 ઉચ્છ્વાસોના અથવા 5110 નિમિષનું એક મુહૂર્ત. જ્યોતિષસાસ્ત્ર પ્રમાણે 21600 ઉચ્છ્વાસનો એક અહોરાત્ર છે. |
અતંમુહૂર્ત |
એક મુહૂર્તથી એક સમય ઓછો તથા એક આવલિથી અધિકકાળ પ્રમાણ. અંતમુહૂર્તના અનેક ળેદ છે. |
મુંડ |
પાંચે ઈદ્રિયોના વિષયોનો ત્યાગ, વિનાપ્રયોજને વચનનો ત્યાગ, હાથપગની વિનાપ્રયોજને ચેષ્ટાઓનો ત્યાગ, મન દ્વારા દુર્ધ્યાન દુચિંતનનો ત્યાગ કરવો. |
મૂઢ |
મોહથી ગ્રસિત, હિતાહિતના વિવેકહીન, બહિરાત્મા, લોકસંજ્ઞાને અનુરૂપ જીવવું તે લોકમૂઢતા, અન્ય દેવદેવતામાં દેવપણાની માન્યતા કરવી તે દેવમૂઢતા. મહાવ્રતી નિગ્રંથ સિવાય ચમત્કારના પ્રલોભન આપનારને ગુરુ માનવા ગુરુમૂઢતા, ધર્મમાં સંશયાદિ તે ધર્મ મૂઢતા છે. |
મૂર્ચ્છા |
ધન, ધાન્યાદિ, સ્ત્રાળ-પરિવાર આદિમાં રાગાદિભાવ. મોહરૂપ મનોભાવ. સામાન્ય અર્થમાં પિત્તાદિ પ્રકોપથી ભાનરહિત શરીરની અવસ્થા મૂર્ચ્છા છે. |
મૂર્ત |
રૂપી. આકૃતિ. મુખ્યત્વે ઈદ્રિય ગ્રાહ્ય પદાર્થોને મૂર્ત અથવા રૂપી કહે છે. છ દ્રવ્યમાં પુદ્ગલ-ભૌતિક પદાર્થો મૂર્ત છે. પુદ્ગલનો સૂક્ષ્મ અંશ પરમાણુ કે સૂક્ષ્મ સ્કંધ ઈદ્રિયગ્રાહ્ય નથી છતાં પણ તેનું કાર્ય સ્થૂલ સ્કંધ ઈદ્રિયગ્રાહ્ય હોવાથી તેને મૂર્ત માનવામાં આવે |
મૂર્તિ |
પ્રતિમા, મુખ્યત્વે દેવ-ગુરુજનોની પ્રતિમા હોય છે, જેની પૂજા વગેરે કરવામાં આવે છે. સંસારી જીવોની આકૃતિને બાવલું કહેવામાં આવે છે. |
મૂર્તિક |
આકૃતિયુક્તરૂપી પદાર્થોને મૂર્તિક કહે છે. |
મૂલગુણ |
શ્રાવકના વ્રતાદિ મૂળગુણ છે. અનશનાદિ ઉત્તરગુણ છે. |
સાધુજનોના |
સત્તાવીસ ગુણ મૂળગુણ છે. અનશનાદિ ઉત્તરગુણ છે. |
મૂલાચાર |
દિ.સં. યત્યાચાર યતિ આચાર વિષયક પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ. |
મૂલારાધના |
દિ.સં. ભગવતી આરાધના ગ્રંથનું અન્ય નામ. |
મૂલારાધનાદર્પણ |
(દિ.સં.) ભગવતી આરાધનાની ટીકા. |
મૂળ |
વર્ગમૂળ, ઘનમૂળ ગણિતનો વિષય છે. કંદમૂળ સાધારણ વનસ્પતિ છે. |
મૂળરાશિ |
ગણિતની સંકલન કે વ્યકલન. જે રાશિમાં (ગણતરી) અન્યરાશિ જોડવામાં આવે, કે ઘટાડવામાં આવે તે. |
મૃગ |
હરણ. |
મૃગચારિત |
સ્વેચ્છાધારી સાધુ. ગુરુઆજ્ઞામાં અવિવેકી. |
મૃગપતિ |
સિંહ. |
મૃગશીર્ષા |
એક નક્ષત્ર. |
મૃતસંજીવની |
એક મંત્રવિદ્યા |
મૃત્યુ |
મરણ. દેહનો આત્માથી વિયોગ થવો. |
મૃત્યુલોક |
મનુષ્યલોક મધ્યમ કે તિર્ચ્છાલોક. (તિર્ચ્છુ = આડું) |
મૃત્યુંજય યંત્ર |
મંત્રના એવા યંત્રો છે જેની મૃત્યુથી બચવા સાધના થાય છે યદ્યપિ આયુષ્યકર્મ પ્રમાણે મૃત્યુ નીપજે છે. |
મૃષાનંદી રૌદ્રધ્યાન |
મૃષા એટલે અસત્ય. ધ્યાનના પ્રથમ બે અશુભધ્યાનમાં રૌદ્રધ્યાન બીજું છે. જેમાં પરિણામ રૌદ્ર, ક્રૂર અને હિંસાદિ ભાવવાળા હોય છે. જેને કારણે આ ધ્યાનમાં આયુષ્યનો બંધ મહદ્અંશે અધોગતિનો થાય છે. કોઈ પણ અસત્ય જેવાં કાર્યોમાં આનંદ માનવો તે મૃષાનંદી રૌદ્રધ્યાન. |
મૃષામન |
મનમાં અસ્તય વિચાર કરવા, અસત્ય મનોયોગ. |
મૃષાવચન |
અસત્ય વચન બોલવાં અસત્ય વચનયોગ. |
મેઘ |
સૌધર્મ દેવલોકનું 20 મું પ્રતર. |
મેઘરથ |
શાંતિનાથ ભગવાનનો પૂર્વનો બીજો ભવ. |
મેઘા |
નરકની ત્રીજી પૃથ્વી. |
મેચક |
સંસારી આત્મા અનેક અવસ્થાઓરૂપ છે તે મેચક. |
મેદ |
ઔદારિક સરીરની એ ધાતુ. (ચરબી) |
મેધા |
પદાર્થને જાણવાની તીક્ષ્ણ બુદ્ધિ. અવગ્રહનો એક પ્રકાર. |
મેય |
જે પદાર્થને માપી શકાય. |
મેરુ |
સુમેરુપર્વત. પુરુષ - રાજાનું નામ પણ હોય છે. |
મૈત્રી |
અન્યને મારા દ્વારા દુખ ન હો તેવી ભાવના તે મૈત્રીભાવના. સૂક્ષ્મ કે સ્થૂલ ભેદરૂપ ત્રસ કે સ્થાવર જીવો સુખદુખાદિ અવસ્થાઓમાં સમતા પામે, કોઈ જીવ વિરાધના ન પામો તેવી ઉત્તમ ભાવના મૈત્રીભાવના છે. દરેક જીવ વૈરભાવ ત્યજી સુખને પ્રાપ્ત હો. તેવી નિર્વૈરબુદ્ધિ. |
મોક્ષ |
સંસારના રાગાદિ ભાવ કર્મ અને દ્રવ્યકર્મથી સર્વથા મુક્ત થવું. શુદ્ધ રત્નત્રયથી મોક્ષપ્રાપ્તિ મનુષ્યગતિમાં જ સંભવ છે. મોક્ષે જતાં જીવ એક સમયમાં સ્વાભાવિક ગતિથી લોકાગ્રે સ્થિત થાય છે. ત્યાં સાદિ અનંત-અનંત કાળ સુધી સમાધિ-સુખમાં રહે છે. જેમને જન્મ નથી. જ્ઞાન જ |
ભાવમોક્ષ |
કર્મોને નિર્મૂલ કરવામાં સમર્થ એવા શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ નિýાય રત્નત્રયાત્મક જીવનો શુદ્ધ પરિણામ ભાવમોક્ષ છે, જે કેવળી ભગવંતને શરીરાવસ્થામાં હોય છે. સ્વરૂપમાં અવસ્થાન તે વાસ્તવિક મોક્ષ છે. દ્રવ્યમોક્ષ ભાવમોક્ષના નિમિત્તથી જીવ કર્મોના પ્રદેશોથી મૂળમાંથી જુ |
મોક્ષપાહૂડ |
દિ.આ.કુંદકુંદ રચિત મોક્ષપ્રાપ્તિના ક્રમનો ગા |