સૈદ્ધાંતિક શબ્દકોષ

Label Description
અઠ્ઠાઈ આઠ દિવસ સુધી ચાલતી ઘર્મને લગતી પ્રવૃત્તિ. છ અઠ્ઠાઈઓ છે. એકી સાથે આઠ દિવસ સુધી કરવામાં આવતા ઉપવાસ.
અઠ્ઠાઈધર અઠ્ઠાઈ કરવાના આઠ દિવસમાં શરૂઆતનો દિવસ.
અઢીદ્વિપ જંબુદ્વિપ, ઘાતકીખંડ, ને પુષ્કરદ્વિપનો અર્ધ ભાગ મળી થતો 45 લાખ જોજન વિસ્તારનો દ્વિપસમૂહ.
અન્યલિંગી જૈનતર પોશાકવાળું.
અવધિજ્ઞાનાવરણ અવધિજ્ઞાનને રોકવાના સ્વભાવવાળું કર્મ.
અવધિદર્શન અવધિજ્ઞાનથી મૂર્ત પદાર્થનું સામાન્ય જાણપણું.
અવધિદર્શનાવરણ અમુક હદમાં જોઈ શકવાની શક્તિને રોકનાર કર્મ, દર્શનાવરણી ય કર્મની એક પ્રકૃતિ કે જેના પરિણામે જીવ અવધિ દર્શન પામતો નથી.
અવસર્પિણી સુખ સમુદ્ધિથી ઊતરતો કાળ - દસ ક્રોડાક્રોડિ એટલે 1000,000,000,000,000 સાગર વર્ષનો હોય છે.
અવાય શંકા વિનાનું જ્ઞાન. ચર્ચા કરી વસ્તુનો કરાતો નિશ્ચય.
અવિગ્રહગતિ અકુટિલગતિ, જીવ એક ભવમાંથી બીજા ભવમાં જતાં રસ્તામાં વળાંક વગર ગતિ કરે તે.
અવિજ્ઞા અજાણ્યે દોષ સેવવો તે.
અવિજ્ઞાયક અજાણ.
અવિતત્કરણ ખરાબ કામ કરવાપણું, લોકનિંદિત કર્મ કરવું તે.
અવિદ્યા કુશાસ્ત્ર.
અવિપર્યય વિપરીત બુદ્ધિ ન હોવાપણું.
અવિમુક્તતા પરિગ્રહવૃત્તિ, પરિગ્રહ રાખવો તે.
અવિરત કોઈ ચીજના ત્યાગ રૂપ મનનો ભાવ ન હોવાપણું.
અવિરતગુણસ્થાન ચૌદ માંહેનું - 4થું ગુણસ્થાન આ ગુણસ્થાને રહેલ આત્મા વ્રત ન કરી શકે પણ સમકીત એટલે શુદ્ધ જ્ઞાન પામે.
અવિરતમરણ બાળમરણ, અવ્રતીપણે મરવું તે.
અવિરતવાદી અવિરત છું એમ કહેનાર પરિગ્રહધારી.
અવિરતસમ્યક્દૃષ્ટિ વ્રત ન કરી શકે પણ સમ્યક્ત્વ એટલે તત્ત્વના યથાર્થ જ્ઞાનનું (શ્રદ્ધાનું) હોવાપણું.
થઅવિરતિ પાંચ અણુવ્રત રહિત.
અવિશોધિ અતિચાર, ચારિત્રને મલિન કરવું તે.
અવિહડ અખંડ, સ્થાયી.
અવ્યાબાધ લોકાંતિક દેવતાની નવ માંહેની એક જાત. આ દેવ વાયવ્ય ખુણામાં રહેતા મનાય છે. મોક્ષ, સિદ્ધિસ્થાન.
અવ્યાબાધપ્રતિજીવી ગુણ સાતા એટલે શાંતિ અને અસાતા એટલે અશાંતિરૂપ આકુળતા ન હોવાપણું.
અવ્રત વ્રત છોડી દેવાપણું. (1) પ્રાણવધ (2) મૃષાવાદ (3) અદત્તદાન (4) મૈથુન અને (5)પરિગ્રહ એમ પાંચ અવ્રત છે.
અશરણભાવના મરણ વખતે અરિહંત દેવ સિવાય કોઈનો આશરો નથી એવું ચિંતન. બાર ભાવનામાંની એક.
અશરીર સિદ્ધ.
અશાતના અપવિત્રતા.
અશાતા અસુખ, દુખ.
અશાતાવેદનીય જેના પરિણામે જીવ દુખ ભોગવે એવું કર્મ.
અશાશ્વત કાયમનું નહિ એવું, અનિત્ય.
અશુભકાયયોગ શરીર વડે ખરાબ કામ કરવા તે. દેહનું અશુભ કામમાં જોડાણ, જેમકે કોઈનું ખૂન કરવું, ચોરી કરવી.
અશુભનામકર્મ નામકર્મની એક પ્રકૃતિ, માઠું ફળ આપનારું કર્મ. જેને પરિણામે શરીરના રૂપાળા અવયવ ન મળે તે કર્મ.
અશુભમનોયોગ મનનું ખરાબ કામમાં જોડાણ. જેમકે કોઈની ઘાતનો વિચાર કરવો, હાંસી કરવી.
અશુભયોગ મન, વચન તથા શરીરનું ખરાબ કામમાં જોડાણ.
અશુભવચનયોગ વચનનો ખરાબ કામમાં ઉપયોગ. જેમકે જૂઠું બોલવું, ગાળ દેવી.
અશુભવિપાક ખરાબ પરિણામ આપનાર કર્મ. જેના પરિણામે અશાંતિ (દુખ) ભોગવવું પડે તેવું કર્મ.
અશુભાનુપ્રેક્ષા સંસારની અશુભતાનો વિચાર.
અશૂન્યકાલ જણાવવા ધારેલા ઠેકાણે બહારથી કોઈ નવો જીવ ઉત્પન્ન ન થાય અને તેમાંથી મરીને કોઈ જીવ બહાર જાય નહિ તેટલો વખત, અવિરહકાળ.
અશોકવૃક્ષ દેવતાઓ તરફથી બતાવાતા તીર્થંકરોના આઠ પ્રકારનાં પ્રાતિહાર્ય (પ્રભાવ) માંહેનો એક.
અષ્ટકર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારનાં કર્મ.
અષ્ટપ્રકારીપૂજા જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય અને ફળ એમ આઠ પ્રકારની પૂજા.
અષ્ટપ્રવચનમાતા શ્રાવક-શ્રાવિકાને સામાયિક પૌષધમાં અન સાધુ, સાધ્વીને દરરોજ પાળવાના આઠઆચાર, પાંચ સમિતિ એટલે ધ્યાનપૂર્વક કરવી તે અને ત્રણ ગુપ્તિ, અશુભ કામમાંથી અટકાવવું તે. (1) જોઈને ચાલવું, (2) વિચારીને બોલવું. (3) ખાવા પીવાની ચીજ તપાસીને લેવી, (4) અહાંસ, (5) નિર્માલ્ય ચીч叆眒䢅眒更眒Ѐ瑖㑨��끐彿㑩奋㑩巫㑩፦㕶彿㑩㕪塚㑩㕶ꍈ㑮��學㑩漸㑮圔㑩��圞㑩圭㑩猦W፦��㑮��
અષ્ટમહા પ્રતિહાર્ય તીર્થંકરોનો આઠ પ્રકારે (પ્રાતિહાર્ય) જોવામાં આવતો પ્રબાવ.
અસ]થ]ાય શાસ્ત્રનો અભ્યાસ અટકાવનારું કારણ. તેવા કારમ 32 છે.
અસદ્ભુતવ્યવહારનય જુદા રહેલા પદાર્થને એકરૂપે માને તેવી સમજ. એક પદાર્થને બીજા રૂપે જાણવાવાળું જ્ઞાન, જેમ કે માટીના ઘડાંને ઘીનો ઘડો કહેવો.
અસમર્થ કારણ પરિણામ પેદા કરનાર સામગ્રીના બે ભેદમાંનો એ નામનો એક.
અસમાધિ મનને એકાગ્રતા ન હોવાપણું.
અમમાધિ મરણ દુખદ સ્થિતિમાં થતું મરણ. બાળભાવે એટલે અજ્ઞાન દશામાં આર્તધ્યાન કરતાં થતું મોત.
અસમિતિ બોલવા-ચાલવા અને લેવા-મુકવામાં કાળજી ન રાખવી તે.
અસમ્યક્ સમકીત એટલે શુદ્ધ જ્ઞાન વગરનું.
અસર્વગત્ત્વ સર્વવ્યાપી ન હોવાપણું.
અસર્વજ્ઞ કેવળજ્ઞાની નહિ એવું.
અસંખ્યાત ગણી શકાય તેનાથી વધુ.
અસંખ્યાતપ્રદેશ ઘણાં પરમાણુથી બનેલ.
અસંગ મોક્ષ, મુક્તિ તેમાં સંસારની સાથે સંબંધ રહેતો નથી. જેમકે ધન, વસ્તુ વગેરેનો સંગ્રહ તથા ક્રોધ, માન, માયા, લોભ વગેરે.
અસંજ્ઞી માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન થયેલું.
અસંપન્નતા: એક ક્રિયા બીજી ક્રિયાને વિઘ્નરૂપ ન થવા પામે એ સ્થિતિ
અસંપુટિત ન મળેલ. ખુલ્લું.
અસંયત પૂજા પાપથી અટકેલ ન હોય તેવાની પૂજા, મિથ્યાત્વી એટલે ખોટી સમજવાળાની પૂજા, નવમા ને દસમા તીર્થંકરની વચ્ચેના વખતમાં આવી પૂજા ચાલુ થઈ હતી, અને તે દસ અચ્છેરા એટલે આશ્ચર્યકારક બનાવમાંનો એક ગણાય છે.
અસંયતાત્મા આત્મસંયમ વિનાનું, ચિત્ત સંયમમાં ન હોય તેવું.
અસંયમ અજ્ઞાન, વ્રત તોડવું તે, હિંસા જેવા પાપ કરવા તે.
અસાતા જૈનો પરિણામે જીવ દુખ પામે એવું વેદનીય કર્મનો એક ભેદ. દુખનો ભોગવટો.
આત્મપ્રબોદ જીવ સંબંદી જ્ઞાન.
આત્મપ્રવણ પોતા તરફ વલણવાળું આત્મપરાયણ - આત્મનિષ્ઠ.
આહારક વર્ગણા આહારક શરારની રચનામાં ઉપયોગી થાય તેવા પુદ્ગલ એટલે પરમાણુનો જથ્થો.
ઇંહાનટ દુશ્મનાવટ, વેર.
ઉદીપન સળગાવવું, પ્રજ્વલિત કરવું, ઉત્તેજના, ઉશ્કેરણી.
ઉન્માદ ઘેલછા, મદ, તોફાન.
કનકાવલિ પાંચ વર્ષ, નવ માસ, અઢાર દિવસમાં પૂરું થતું તપ.
કર્ણાદોલન અણુપરમાણુની ગતિ.
કર્ણિકાચલ સુમેરુ પર્વત.
કર્તાકારયિતા કરનાર - કરાવનાર.
કતૃત્વ પારણામિક ભાવો માંહેનો એક ભાવ. અનાદિ સિદ્ધ એક ભાવ.
કર્મ જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી કાર્મણવર્ગણારૂપ જે પુદ્લગ સ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય તે. કર્મની અવસ્થા મનાય છે. બંધ, સત્તા અને ઉદય. પ્રથમ કર્મ બંધાય છે ત્યારે બાંધવાના સમયમાં તેની બંધ અવસ્થા. બાંધેલું કર્મ થમુક વખત સુધી કાંઈ પણ ફળ દર્શાવ્યч叆眒䢅眒更眒Ѐ瑖㑨��끐彿㑩奋㑩巫㑩፦㕶彿㑩㕪塚㑩㕶ꍈ㑮��學㑩漸㑮圔㑩��圞㑩圭㑩猦W፦��㑮��봨▀睏੠#䩤眒倴睠੠# ੠#ð䢅眒€੤#窜眒੤#؛ﲌ穐眒੤#ﬤ��Item㗺
કર્મક કર્મ સમુદાયરૂપ દ્રવ્ય.
કર્મકરણ કર્મનું સાધન.
કર્મકાષ્ટ જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી ઈંધણ.
કર્મકોષ કર્મનો ખજાનો.
કર્મક્ષપણા કર્મ ખપાવવાં તે.
કર્મક્ષય કર્મનો નાશ.
કર્મક્ષેત્ર કર્મભૂમિ. અસિ, મસિ અને કૃષિ કરીને ગુજરાન ચલાવાતું હોય તેવી ભૂમિ પંદર છે.
કર્મગ્રંથ કર્મ વિષયક ગ્રંથ.
કર્મગ્રંથી કર્મ બંધન.
કર્મજ આઠ કર્મના જથ્થારૂપ કાર્મણ શરીર.
કર્મદલ કર્મોનો સમૂહ.
કર્મનિર્જરા કર્મ બંધનનો અંશથી ક્ષય.
કર્મપાકવશાત કર્મના પાકવાથી. પૂર્વના કર્મોના ફળવાની તૈયારીથી.
કર્મપ્રકૃતિ શ્વે. આ. દેવ શર્મ રચિત ગ્રંથનું નામ. કર્મનો સ્વભાવ, કર્મનો ગુણ
કર્મબદ્ધ શુભાશુભ કર્મના બંધવાળું.
કર્મબંધ રાગ, દ્વેષ કરવાથી કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું આત્માના પ્રદેશોમાં એકમેક મળી જવાપણું.
કમબીજ કર્મનું બીજ. રાગ, દ્વેષ, મોહ વગેરે.
કર્મભાવ જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃતિ.
કવલ મોં ભરાય છતાં મોં વિકૃત ન થાય તેટલો કોળિયો.
કષાય કષ (સંસાર) અ આય (વૃદ્ધિ) જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે.જેના ઉદયથી સાંસામાં જનમરણ કરવાં પડે તે. ક્રોધ -માન-માયા-લોભ.
કુબોલદોષ વચનના દસ માંહેનો એક દોષ.
કુમાર અસુરકુમાર - આદિદેવતા.
કુમારશ્રમણ નાની વચમાં દીક્ષા લીધેલ સાધુ. બાળ બ્રહ્મચારી સાધુ.
કુલકર યુગલિયાનો રાજ. યુગલિયાઓને તે ક્ષત્રિયોનો આચાર અને અગ્નિથી અન્નાદિ પકવવાની ક્રિયા શીખવે છે.
કુશીલ નિર્ગ્રંથના પાંચમાંનો એક પ્રકાર. કુશીલના બે ભેદ. પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ.
કુશ્રુતજ્ઞાન શ્રુતનું અજ્ઞાન, મિથ્યાત્વ.
કુસંઘયણ શરીરનો હલકો બાંધો.
કુંજરતનયા અંજનાસતી, હનુમાનની માતાનું નામ.
કુંડગ્રામ મહાવીરસ્વામી ભગવાનની કલ્યાણક ભૂમિ - ક્ષત્રિયકુંડ.
કુંથુનાથ વર્તમાનકાળના છઠ્ઠા ચક્રવર્તી અને સત્તરમા તીર્થંકર. તેમનો જન્મ હસ્તિનાપુરમાં થયો હતો.
કુંભકળશ એક મંગળ ચિહ્ન.
કુંભી નરકના ભયંકર કેદખાનામાં પ્રવેશ કરવાની કોટડી. તે અંદર પહોળી અને મોઢે સાંકડી હોય છે. તેની અંદર કહોવાયેલા ભયંકર દુર્ગંધ મારતા અશુચીમય પદાર્થો ભરેલા હોય છે. તીક્ષ્ણ ધારવાળા વજ્રમય કાંટા તેની અંદરની બાજુએ હોય છે. તેમાંથી નારકીનો ઉપપાત જન્મ થાય છે.
કૂટસ્થ મૂળસ્વરૂપે જ આત્મા.
કૂટસ્થનિત્ય સર્વકાળે એક સ્વરૂપે રહેનાર અને અપરિણામી.
કૂપમંડુકન્યાય કૂવાના દેડકા જેવો સંકુચિત મત. કૂવાનો દેડકો કોઈ વસ્તુને કૂવાથી મોટી ન માને તેમ થોડા જ્ઞાનને લાધે કોઈ માણસ પોતાના જ્ઞાનની બહારની વાત ન માને.
કૃતકૃત્ય જેના સર્વ મનોરથ સિદ્ધ થયા હોય તેવું, કૃતાર્થ.
કૃતવર્મા વિમલનાથ પ્રભુના પિતાનું નામ.
કૃતાંત પૂર્વજન્મમાં કરેલા શુભાશુભ કર્મનું ફળ (સંસાર).
કેવલજ્ઞાનાવરણ કેવલજ્ઞાનને પ્રગટ નહિ થવા દેવાના સ્વભાવવાળું કર્મ. જ્ઞાનાવરણીય કર્મની એક પ્રકૃતિ.
કેવલદર્શન કેવલજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકન. સંપૂર્ણ દર્શન.
કેવલદર્શનાવરણ દર્શનાવરણીય કર્મની એક પ્રકૃતિ. જેને લીધે આત્મા કેવળદર્શન પ્રાપ્ત ન કરે.
ખઈર એક ઉત્તમ વંશ.
ગચ્છ એક આચાર્ય ભગવંતનો શિષ્યાદિક પરિવાર.
તત્ત્વત વાસ્તવિક રીતે જોતાં. તત્વની નજરે.
દર્પ ઘણો અહંકાર, પ્રબળ ગર્વ. (કંદપ7-મોહ)
નાકસ દેવળમાં વગાડતો ઘંટ.
નાગરિ લિપિ, બાલબોધ, દેવનાગરી, સંસ્કૃત. હિંદી, નગરોમાં જાણીતી ભાષા. અન્ય અર્થ પાણી રહિત મિષ્ટાન સામગ્રી, સુખડી, મગદળ, આપવા - લેવાનો વ્યવહાર. ચતુરાઈવાળી વાતરીચ.
નાઠી પરોણો, મહેમાન.
નાડ શરીરની નાડી, રગ (નાડન કે નાડ) અન્ય અર્થ પ્રદેશ.
નાડીકીટ કૃમિ, (કરમ)
નાદ ધ્વનિ, ઘોષ, અવાજ, સ્વર.
નાદબ્રહ્મ નાદરૂપી પરમતત્વ, નાદનું સૂક્ષ્મ આધારસ્થાન.
નાદર ઉત્તમ, શ્રેષ્ઠ.
નાદાર દેવાળિયો,
નાનત હલકાઈ, ધિIાર, ફીટકાર.
નાનપ લઘુતા, ગૌણતા, કલંક, ખામી.
નાનાત્ત્વ વિવિધતા, જુદાપણું દર્શાવે, બેદભાવ.
નાનાવિધ અનેક પ્રકારનું, તરેહ તરેહનું.
પરિપતિત સર્વ પ્રકારે ભ્રષ્ટ થયેલું.
પંચાધ્યાયી પાંચ અધ્યાયવાળો ગ્રંથ.
પંચાશિકા પચાસ શ્ર્લોકબદ્ધ ગ્રંથ.
પાલ શિખબંધ દહેરાસરની ઉપલી ડેરીમાં ટેકરીનો ઉપરનો ભાગ અથવા ત્યાં વસેલું નાનું ગામ. નાના તંબુઓ.
પ્રજ્ઞાપતા એ નામનું ઉત્કાલિક સૂત્ર.
પ્રભા યોગની સાતમી દૃષ્ટિ.
મિશ્રયોનિ સચિત્ત - અચિત્ત, શીત - ઉષ્ણ, સંવૃત્ત - વિવૃત્ત.
યોગદૃષ્ટિ તાત્ત્વિક દૃષ્ટિ, યથાર્થ દૃષ્ટિ.
યોગનિદ્રા સમાધિ, લગભગ તંદ્રાની સ્થિતિની જ્ઞાનીની માનસિક દશા.
યોગબળ યોગથી મળેલી પરિત્ર શક્તિ.
યોગવક્રતા મન વચન કાયની કુટિલતા, કપટ, માયાચાર.
યોજન ટાર ગાઉ, આઠ માઈલ, લગભગ તેર કિલોમીટર.
યોનિ સ્ત્રાળમાં રહેલું જન્મસ્થાન, જીવોનું ઉત્પત્તિસ્થાન. (પ્રવેશ)
રક્ત અનુરાગવાળું, આસક્તિનો આનંદ લેવો, તલ્લીન, મગ્ન, રાતું, લાલ રંગનું લોહી.
રક્તકણ શરીરના લોહીનો બારીક ખંડ - અંશ.
રક્તાક્ષ ગુસ્સે ચઢેલું. ગુસ્સાયુક્ત આંખવાળું.
રજની રાત્રિ, નિશા, રાત્ર.
રજનીકર ચંદ્રમા.
રજોહરણ, રજોણું સાધુનો ઓઘો (ચરવળો) રજોયણો.
રતિ રમવાની ક્રિયા, પ્રીતિ, પ્રેમ, સંભોગ, મૈથુન. કામદેવની પત્ની, એક પાપસ્થાનક, મોહનીયકર્મની પ્રકૃતિ.
રતિકર આનંદ ઉપજાવનારું.
રતિકર્મ મૈથુન.
રતિ - વિરતિ રાગ - વૈરાગ્ય.
રત્નકૂટ એક પર્વતનું નામ.
રત્નત્રય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્ચારિત્ર ત્રણેનું ઐક્ય, જે મોક્ષનું મુખ્ય કારણ છે.
રત્નપ્રભા પ્રથમ નારકી જ્યાં રત્નની વિશેષતા છે.
રમમાણ રમતું, લીન, મગ્ન, પરાયણ.
રવિ સૂર્ય, આદિત્ય, ભાસ્કર, ભાનુ.
રવિપાત સૂર્યાસ્ત.
રસદ્રાવક પ્રવાહીપણે વહેતું.
રહસ્ય ખાનગી વાત, અલૌકિક વાત.
રંચ જરામાત્ર.
રંજ માનસિક દુખ વ્યથા, પ્રશ્ચાત્તાપ.
રંજક આનંદ આપનાર.
રંધી નનામી.
રાગ સંસારના પરિભ્રમણનું મહાદુષણ, અઢાર પાપસ્થાનક માંહેનું દસમું પાપ.
વિષય ઈંદ્રિયગ્રાહ્ય પદાર્થ, ભોગ્ય પદાર્થો, ભોગનું સાધન. ઈંદ્રિયભોગ, કામવાસના.
વૈમાનિક દેવ લોકના ચાર પ્રકાર માંહેનો ચોથો ભેદ. સુખભોગનું સ્થાન.
શલાકા સલી, પીંછી, ઉત્તમ પુરુષ. પ્રતિષ્ઠા સમય ેઅંજનશલાકા કરાય છે તે. શલાકા એટલે પ્રતિમાજીના ચક્ષુમાં સળી વડે થતું અંજન.
શલ્ય તીર. કાંટો. શરીરમાં પીડા આપે તેવું દરદ. પથ્થરની છાંટ.
શવયાન શબ ઉપાડી જવા માટેનું વાહન. નનામી.
શવાસન સ્મશાન (શવસ્થાન)
શંતમ અતિશય દુખ આપનાર.
શંબ દરિદ્ર, વજ્ર.
શંસ્ ઈચ્છવું, ઈજા કરવી, દુખ કરવું, વખાણવું.
શંસ સંશય.
શંસનીય પ્રશંસનીય.
શંસા આકાંક્ષા, ઈચ્છા, વચન.
શાખામૃગ વાંદરો, વાનર, મર્કટ, શાખા શાખાએ ઠેકડા મારનાર.
શાખાવિશાખા નાની મોટી અનેક શાખાઓ.
શાડીકર્મ ગાડાં જેવા સાધનો ઘડે ઘડાવે, વ્યાપાર કરે.
શાતકૌંભી મેરુ પર્વતની ટોચે ભગવાનની (બ્રહ્મદેવની) આવેલી સુવર્ણ નગરી.
શાતન અવનતિ, નિકંદન, નાશ. તીક્ષ્ણ કરવું તે.
શાતા નિરાંત, સુખદ.
શાપ ક્રોધાવેશમાં અન્યનું અમંગળ થાય તેવો પ્રબળ સંકલ્પ.
શાપગ્રસ્ત શાપ પામેલું.
શાપભ્રષ્ટ શાપને કારણે ભ્રષ્ટ થયેલ.
શાપમુક્તિ શાપથી મુક્તિ.
શાપસંભ્રમ શાપને લીધે ઊભી થયેલી ભ્રમણા.
શાબ્દી સરસ્વતી.
શામક સમાવે તેવું, શાંતિકારક.
શાલીન વિનીત, નમ્ર, ખાનદાન, સમાન, સદૃશ.
શાશ્વત પરમપદ, મોક્ષ, નિર્વિકાર, નિત્ય.
શાસન અમલ, રાજ્યઆજ્ઞા, શિક્ષા, ઉપદેશ.
શાસ્ત્ર બોધ વચનનો ગ્રંથ. જેમાં તાત્ત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન હોય. આત્મતત્ત્વ જણાવનાર ગ્રંથ જે કંઈ અદૃષ્ટ છે, અજ્ઞાત છે, તે વસ્તુને યથાર્થ જણાવનાર ગ્રંથ. અન્ય રીતે શાસ્ત્ર એ આજ્ઞા છે. શાસ્ત્રગત શાસ્ત્રમાં આવેલું, શાસ્ત્રમાં કહેલું, શાસ્ત્રની શક્તિ.
શાસ્ત્રજ્ઞ શાસ્ત્રમાં પારંગત, જ્ઞાની પુરુષ.
શાસ્ત્રદૃષ્ટિ શાસ્ત્રશુદ્ધિ દૃષ્ટિ.
શાસ્ત્રનિષિદ્ધ શાસ્ત્રમાં નિષેધ કરેલું.
શાસ્ત્ર નિંદક શાસ્ત્રની નિંદા કરનાર, નાસ્તિક.
શાસ્ત્ર પ્રામાણ્ય શાસ્ત્રમાં પ્રમાણિત કરેલું. શાસ્ત્રનું પ્રમાણપણું.
શાસ્ત્રાર્થ શાસ્ત્રના અર્થની ચર્ચા.
શાસ્ત્રાેક્ત શાસ્ત્રની વિધિ પ્રમાણે.
શાંતરસ નવ માંહેનો એક માનવરસ જેમાં સંસારની અનિત્યતા જાણી, વિરાગી થઈ, કામક્રોધાદિનું શમન કરવા સત્સંગભક્તિના અવલંભનથી ચિત્તને શાતા આપે તે. અથવા તેવું દર્શન કે વર્ણન જેમાં હોય તે શાંતરસ કહેવાય.
શાંતિ સામાન્યતઃ ક્ષમા, સહનશીલતા, ક્લેશ-કંકાસ રહિત ચિત્તની અવસ્થા. ઉપરતિ - સર્વ પ્રકારની સાંસારિક - વ્યવહારિક પ્રવૃત્તિઓથી અલગ રહેવાની વૃત્તિ. સાંસારિક ચિંતા, વ્યથા, વિભાવનો અભાવ. ચિત્તની ચંચળતા રાખી સ્વસ્થતા અને પ્રસન્નતા રહે તચેવા. વિષયોમાંથી નિવૃત્તિને ઉપરતિ
સાંતિનાથ (જૈન) આ અવસર્પિમીકાળના સોળમાં તીર્થંકર.
શાંતિપ્રદ શાંતિ આપનાર.
શાંતિપ્રિય જેને શાંતિ પ્રિય છે.
શિખા ટોચ, શિખર, મોરની કલગી.
શિખી (શિખાધાર, શિખાવલી) મોર અગ્નિ.
શિથિલિકરણ ઢીલું કરવું તે.
સિબીકા પાલખી, પડદાવાળી ડોળી (શિબી)
શિયળ શીલ, સતીત્વ.
શિયળભ્રષ્ટ પતીત, ચારિત્રભ્રષ્ટ.
શિર માથું, મસ્તક, ઉત્તાંગ, ટોચ.
શિરચ્છેદ માથું કાપી નાંખવું.
શિરછત્ર આશ્રયદાતા, પાલક.
શિરત્રાણ માથાનું રક્ષણ કરે.
શિરસાવંદ્ય જ્યાં માથું નમી જાય. આદરણીય (શિરોમાન્ય)
સિલા પથ્થર.
શિલાન્યાસ થામુહૂર્ત.
શિલારોપણ મકાન બાંધવામાં પ્રથમ (શુકનમાં) પથ્થર મૂકવાની વિધિ.
શિલાલય પર્વત.
શિલાલેખ પથ્થર પર કોતરેલું લખાણ.
શિવગામી મુક્તિ પામનાર.
શિવગેહ શિવપદ.
શિવજ્ઞ મંગળ - સુખને જાણકાર.
શિવતત્ત્વ ચેતન.
શિવતમ સૌથી વધુ કલ્યાણકારી.
શિરતુલ્ય મોક્ષરૂપ.
શિશિર મેરુ પર્વતની તળેટીમાં આવેલો પર્વત. એક ઋતુ.
શિશિરગિરી હિમાલય.
શિશુ શિશુક - બાળક, બચ્ચું.
શિશુતા બાળપણ, શૈશવ (શિશુત્વ)
શિશુમંડળ બાલકોનો સમૂહ.
શિશ્ન પુરુષની જનનેદ્રિય.
શિષ્ટજન સજ્જન, અમીરવર્ગ.
શિસ્ત નિયમબદ્ધ વર્તન.
શીગ્ર ત્વરા, ઉતાવળ.
સીત ઠંડા સ્પર્શવાળું. એકયોનિ.
શીતલનાથ આ અવસર્પિણીકાળના દસમા તીર્થંકર. (શીતળનાથ)
શીતલપ્રદ ઠંકડ આપનારું.
શીતલેશ્યા જે વડે દાહ - અગ્નિ શમારી શકાય તેવી તપોજન્ય શક્તિ.
સીતાશું કપૂર. શીતળ કિરણવાળો ચંદ્ર.
શીતોષ્ણ અતિ ઠંડું કે અતિ ગરમ નહિ. મધ્યમ.
શીથ પ્રતિજ્ઞા.
શીર્ણ કૃશ, ક્ષીણ, જીર્ણ, તૂટીફૂટી ગયેલું.
શીર્ષક લેખનું મથાળું.
શીલવંત સદ્ગૃહસ્થ, મહાશય (શીલવાન)
શીલવ્રત સ્થૂલ હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, પરિગ્રહનો ત્યાગ.
શુકચંચ પોપટની ચાંચ.
શુકનલિકાન્યાય એ જાતનો ન્યાય. પોપટ કોઈ વાર વેલ પર બેસે ત્યારે નલિકા (ડાળી) ઊંધી વળી જાય, ત્યારે પોપટને ઈડવું ન ફાવે. જેમ ઊડવા પ્રયત્ન કરે તેમ ડાળી નીચી જાય. તેથી તે ડાળીને ચાંચ વડે પકડી પગ મૂકી દે છે. તે માને છે હું હવે છૂટો થયો, પરંતુ ડાળી વધુ નીચે નમે છે. હવે જો ડાળી
શુક્ર સાત ધાતુમાંની એક ધાતુ તે વીર્ય. શુક્રવાર.
શુક્લધ્યાન શ્રેણી આરુઢ મુનિઓની અવસ્થા. મનની નિષ્કંપ અવસ્થા. જેથી ઘાતી કર્મોનો સર્વથા નાશ થઈ જીવ પૂર્ણ જ્ઞાન પામે છે.
શુચિ પવિત્રતા, શુદ્ધપણું, પુનિત. તેજસ્વી.
શુચિતા દાક્ષિણ્ય.
શુદ્ધ પવિત્ર, આત્મગુણ.
શુદ્ધતમ અતિ પવિત્ર.
શુધબુધ અIલ, સમજ.
શુભાવહ શુભાશયી. શુભાશિષ.
શુભ્ર ઉજ્જ્વળ, સફેદ, નિર્મળ.
શુશ્રૂ માતા.
શુશ્રૂષક સેવક.
શુશ્રૂષણ સેવા -ચાકરી કરવી તે.
શુશ્રૂષા આજ્ઞાંકિતપણું, આધીન થઈને સેવા કરવી.
શુષ્ક વ્યર્થ, રસ વગરનું , અર્થરહિત, લાભરહિત. કોરું.
શુષ્કજ્ઞાન અર્થ કે આચરણ વગરની કોરી વાત.
શુષ્કતર્ક કુતર્ક, વ્યર્થ, તર્ક.
શુષ્મ શુષ્મા - અગ્નિ.
શૂદ્ર હલકું, તુચ્છ, હલકી મનોવૃત્તિ કે હલકા સંસ્કારવાળો.
શૂન્ય ઉજ્જડ - સૂનું, રિક્ત, ભાન કે સંજ્ઞા વિમાનું.
શૂન્યઅવકાશ ખાલી જગા.
શૂન્યઘર નિર્જન સ્થાન. શાંતિ ચિત્તવાળો સાધક સમ્યગ્પણે આત્મચિંતન કરે. ધર્મારાધના કરે.
શૂન્યમનસ્ક અસાવધ, ધ્યાન વગરનું. મૂં]ાઈ ગયેલું. (શૂન્યમતિ)
શૂન્યવત કંઈ ન હોય તેવું.
શૂન્યાવકાશ આકાશ, ગગન, ખાલીજગા.
શૃંખલા કડી, વળગણ, પાદબંધન, સાંકળ.
શૃંખલાબદ્ધ ક્રમબદ્ધ, કડીબદ્ધ.
શૃંગભસ્મ સાબર કે હરણ વગેરેના શિંગડાંની ભસ્મ.
શૃંગાર નવ માંહેનો એકરસ. શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, રૌદ્ર, ભયાનક, બીભત્સ તથા શાંત, નવ રસ છે. સામાન્યતઃ શોભા આપે તેવું અલંકાર, પોષાક, આભૂષણ વગેરે. (શૃંગાર સજવો)
શેષકાળ અંત સમય. બાકી રહેલો સમય.
શેષધન બચત.
શેષરાત્રિ પાછલી રાત્ર.
શેષાવન ગિરનારમાં આવેલું ગીચ જંગલ. જ્યાં નેમિનાથ ભગવાન વિચર્યા હતા તથા ત્યાં ત્રણ કલ્યાણક થયા હતા.
શૈક્ષ જ્ઞાની. શિક્ષણ પામેલો.
શૈઘ ઉતાવણ, વેત્ર.
શૈત્ય ઠંડી, શીત.
શૈલનાથ શૈલેશ, શૈલરાજ, શૈલાધીશ. હિમાલયના ઉપનામ છે.
શૈલશૃંગ પર્વતનું શિખર.
શૈલેશીકરણ (જૈન) મેરુ પર્વત જેવી નિશ્ચળ અવસ્થા ત્યાર પછી અવશ્ય મુક્તિ પામે.
શૈલ્ય સ્વભાવ, ગુણ.
શૈશવ બચપણ.
શોક ક્લેશ, સંતાપ.
શોકાશ્રુ શોકનાં આંસુ.
શોચ અફસોસ, પસ્તાવો, ફિકર, ખેદ, દુખ.
શોણિત લાલ રંગ, રુધિર, રક્ત.
શોભાપ્રદ શોભા કે સુંદરતા આપે તેવું. (શોભાસ્પદ)
શોષણ શોષવું, શોષાવું, ચૂસવું.
શૌક પ્રેમ, આસક્તિ.
શૌચ મળ, ત્યાગ, શુદ્ધિ.
શૌનિક શિકારી, પારધી.
શ્રદ્ધા વિશ્વાસ, આસ્થા, આત્માની નિત્યતા, શુદ્ધતા તે ધાર્મિક શ્રદ્ધા છે.સત્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્રના વચનમાં ભાવપૂર્વકનો નિશ્ચય તે શ્રદ્ધા. ચિત્તની પ્રસન્નતા, મનની શાંતિ.
શ્રદ્ધાગમ્ય શ્રદ્ધા દ્વારા માની શકાય તેવું.
શ્રદ્ધાન શ્રદ્ધાળું.
શ્રમ પરિશ્રમ, શ્રમિત, તન-મનથી કાર્ય કરવું. અન્ય રીતે ખેદ, પરિતાપ.
શ્રમણ જૈન અથવા બૌદ્ધ સાધુ. સંસારની આસક્તિનો ત્યાગ કરી આત્મકલ્યામ કરવાવાળો. (શ્રમણક)
શ્રમણધર્મ જૈન સંસ્કૃતિ શ્રમણની છે. સાધુ-સાધ્વીજનોનો સંયમમાર્ગ, શ્રમણપંથ.
શ્રમણી સાધ્વી.
શ્રમણોપાસક સાધુ-સાધ્વીજનોની સેવા-ભક્તિ કરનાર શ્રાવક.
શ્રમણોપાસિકા સાધુ-સાધ્વીજનોની સેવા-ભક્તિ કરનાર શ્રાવિક.
શ્રય આધાર, આશ્રય.
શ્રવ કાન, ધ્વનિ, શલ્દ, અવાજ.
શ્રવણ પિતૃભક્ત પુત્ર અકિંચન્યવ્રતની, સામાન્યતઃ કાન, કર્ણ.
શ્રવણગોચર (શ્રવણગ્રાહ્ય) કાનથી સાંભળી શકાય તેવું.
શ્રવણ ચતુષ્ટય શ્રવણ, મનન, નિદિધ્યાસન અને આત્મસાક્ષાત્કાર.
શ્રવણેદ્રિય કાન, શ્રોત્ર, કર્ણેદ્રિય, સાંભળવાની ઈદ્રિય.
શ્રાંત થાકેલું, કંટાળી ગયેલું.
શ્રાંતિ થાક, પરિશ્રમ.
શ્રિ વસવું, રહેવું, આશ્રય લેવો.
શ્રિત આશ્રિત, આશરો.
શ્રી શુકનયુક્ત શબ્દ, માનવચક, લક્ષ્મી, ઉન્નતિ, ઐશ્વર્ય, સૌંદર્ય, કીર્તિ.
શ્રી ગણેશાય શુભારંભ.
શ્રીગૃહ મંદિર.
શ્રીફળ આમલું, નાળિયેર.
શ્રીમદ્ શ્રીમત્, શ્રીમાન.
શ્રીં એક જાતનો મંત્ર.
શ્રુ સાંભળવું.
શ્રુત શાસ્ત્રજ્ઞાન, પ્રભુવચન.
શ્રુતઅજ્ઞાન વિપરીત જ્ઞાન
શ્રુતજ્ઞાન પાંચ જ્ઞાન માંહેનો એક પ્રકાર. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થને રિશેષપણે જામવો. સાકાર ઉપયોગ. શાસ્ત્રજ્ઞાન.
શ્રુતજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનને આવરણ કરનાર.
શ્રુતપ્રકરણ સૂત્રનું પ્રકરણ.
શ્રુતિ વેદનું નામ.
શ્રુતિધર માત્ર સાંભળીને યાદ રાખનાર.
શ્રેણિ હાર, પંક્તિ.
શ્રેણિબદ્ધ હારબદ્ધ.
શ્રેણી (જૈન) ગુણશ્રેણી. મોક્ષમાર્ગના વિકસતા ગુણસ્થાનોની શ્રેણી પર આરુઢ.
શ્રેય આત્મકલ્યાણ આનંદ, હિત.
શ્રેયસ્કર હિતકારક, કલ્યાણકારક, હિતકર. (શ્રેયકર)
શ્રેયાન આગળનું.
શ્રેયાર્થી આત્માર્થી.
શ્રેયાશ્રેય લાભહાનિ.
શ્રેયાંસનાથ જૈન દર્શનમાં આ અવસર્પિણીકાળનાં અગિયારમાં તીર્થંકર.
શ્રેષ્ઠ ઉત્તમ પુરુષ.
શ્રેષ્ઠી વેપારમાં નામાંકિત, માલિક, ઉત્તમ ગૃહસ્થ.
શ્રોત કાન.
શ્રોતવ્ય સાંભળવા જેવું.
શ્રોત્ર કાન, શ્રવણેદ્રિય. (શ્રોતેદ્રિય)
શ્લાઘ પોતાની મોટાઈ બતાવવી.
શ્લાઘનીય સ્તુતિપાત્ર, પ્રશંસનીય.
શ્લાઘા અભિલાષા, આપપ્રશંસા, આત્મસ્તુતિ.
શ્લિષ્ટ આલિંગન કરેલ. જેના બે (શ્લેષ) અર્થ થાય તેવું.
શ્લીલ લક્ષ્મીવાન, સુંદર.
શ્લેષ્મ ચીકણો કફ.
શ્લોક્ સામાન્ય બે અથવા ચાર ચરણવાળું પદ.
શ્લોક તજી દેવું. એકઠું કરવું. વખાણવું, વધારવું.
શ્લોકબદ્ધ શ્લોકરૂપે રચેલું, કાવ્યરૂપે રચેલું.
શ્વસનક્રિયા શ્વાસોચ્છ્વાસ.
શ્વઃ આવતીકાલ.
શ્વાનનિદ્રા તરત જ જાગી જવાય તેવી ઊંઘ.
શ્વાનવુત્તિ પારકાની ખાઈ લેવાની વૃત્તિ. હલકી મનોવૃત્તિ.
શ્વેતકણ લોહીમાં આવેલો સફેદ કોષ.
શ્વેતાંબર જૈનમાં શ્વેતવસ્ત્રધારી પંથ. દહેરાવાસી, સ્થાનકવાસી.
શ્વેતાંશુ ચંદ્ર.
ષટ છ, છ પદ, છ સ્થાન.
ષટક જેમાં છનો સમૂહ હોય.
ષટકર્ણ કહેનાર અને સાંભળનાર બે ઉપરાંત ત્રીજાએ સાંભળેલું તેમ છ કાન વડે સાંભળેલું.
ષટકર્મ કોઈપણ છ કર્મનો સમૂહ. જેમ કે છ આવશ્યક ષટકર્માણિ.
ષટકર્મા બ્રાહ્મણ, ભણે, ભણાવે, યજ્ઞાદિ કરે કરાવે, દાન લે અને આપે. આ છ કર્મ કરતો હોવાથી બ્રાહ્મણ ષટકર્મા કહેવાય.
ષટજીવકાય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એમ છ પ્રકારના જીવો. તે જૈન શાસ્ત્રમાં ઘણી વિગતથી જણાવ્યા છે.
ષટદર્શન ભારતભૂમિમાં ધર્મક્ષેત્રે મુખ્ય છ દર્શન છે.
ષટપદ છ પગવાળું (ભમરો)
ષટપ્રજ્ઞ કામી પુરુષ. સવિશેષ તત્ત્વ પ્રયોજનરૂપ છ પ્રકારની બુદ્ધિવાળો.
ષટપ્રાણહરણ પ્રાયઃ પ્રાણનો નાશ કરે તેવી છ વસ્તુઓ. સડેલું માંસ, કામી સ્ત્રાળ, ભાદરવાનો તડકો, ભેંસનું દહીં, પરોઢિયે સ્ત્રાળસંગ પ્રાણનો નાશ કરે છે.
ષટરસ મધુ, આમ્લ, ખારો, કટુ, કષાય (તૂરો), તીખો.
ષટસંપત્તિ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા (સહનશક્તિ) શ્રદ્ધા સમાધાન, આ છ સાધકની સંપત્તિ.-લક્ષણ છે.
ષડરિપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એ શત્રુઓ છે.
ષડંગ છ માંગલિક, વેદના છ અંગ, શરીરના છ અંગ.
ષડ્ગુણ મોટાઈ, ધર્મભાવ, કીર્તિ, યશ, જ્ઞાન અને મનની સ્વાધીનતા.
ષડ્દર્શન ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત અથવા જ્ઞાય, વૈશેષિક, સાંખ્ય વેદાંત, જૈન, બૌદ્ધ.
ષડ્ભંગી મૂર્ખ, મંદ અIલ
ષડ્યંત્ર પ્રપંચ, કાવતરુüં.
ષષ્ટિ સાઠ, સાઈઠ વર્ષ.
ષંડ - ષંડક નપુંસક, પાવૈયો.
ષીરોદક શ્રીફળ, નાળિયેર.
ષોડશ સોળની સંજ્ઞા.
ષોડશદલ કમળ.
ષોડશમાતૃકા સોળ દેવીઓ.
ષ્લેષ્મ શરીરમાં વહેતું જલમય દ્રવ્ય.
સઈએદ પવિત્ર આત્માનો પડછાયો.
સકરાત છેલ્લા શ્વાસનો સમય.
સકર્ણ કાનવાળું, ચકોર, સાવધાન, તોફાની, લુચ્ચું.
સકર્મી ભાગ્યશાળી, સુભાગી.
સકષાય કષાયવાળું, ક્રોધ, માન, માયા, લોભ ચારમાંથી કોઈ એક.
સકામમરણ આત્માના સમાધિભાવમાં થતું મરણ. સાર્થક મરણ. 1. ચારે આહારના ત્યાગસહિત ભક્ત પ્રત્યાખ્યાન. 2. ચારે આહાર ઉપરાંત જગાની મર્યાદા સહિતનું ઇંગિત મરણ. 3. એક જ પાસે અંત સમય સુધી પડી રહેવું તે પાદોપગમનમરણ.
સકારણ કારણસર, અર્થયુક્ત, સહેતુક.
સકૃત સારુ કામ (શકૃત-વિષ્ટા)
સખેદ ખેદયુક્ત. દિલગીરીવાળું,
સખ્યભાવ મૈત્રીભાવ.
સગર્વ ગર્વયુક્ત.
સગરુ ગુરુવાળો.
સચરિત (સચ્ચરિત) સદાચારી, સદ્વર્તન.
સચિત્ત ચિત્તવાળું, ચેતનવાળું, સજીવ, યોનિનો એક પ્રકાર.
સચેતન ચેતનયુક્ત, જાગૃત, વિશેષ જ્ઞાનવાલું.
સજાતીય સમાન ધર્મવાળું, સમાન ગુણવાળું.
સજ્જાય ઉપદેશનું પદ, વાંચવું, ગોખવું, સંભારવું, સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસ.
સતર્ક તર્કવાળું, વિચારશીલ.
સતિપઠાણ બુદ્ધે ઉપદેશેલું એક ઉત્તમ સૂત્ર.
સત્ અવિનાશી, ઉત્તમ, શ્રેષ્ઠ, વિદ્યમાન.
સત્કાર પુરસ્કાર પરિષહ સાધુ સાધ્વીજનોને સંયમને કારણે માનસત્કાર મળે તો ખુશી ન થાય અને ન મળે તો ખિન્ન ન થાય તે.
સત્તા અધિકાર, હI, પ્રભાવ, કાબૂ.
સત્ત્વ જેનાથી દયા, શાંતિ, ક્ષમા, નિતી જેવા ગુણોની વૃદ્ધિ થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવ, પ્રાણીમાત્ર સત્ત્વ કહેવાય.
સત્ત્વશૂન્ય સત્વ વગરનું (સત્વહીન)
સત્ત્વસંપન્ન સત્વવાળું.
સત્ત્વસંશુદ્ધિ સત્વ - અંતઃકરણ, તેની શુદ્ધિ. રાગદ્વેષનું અભાવ થઈ અંતઃકરણ શુદ્ધ થાય તે.
સત્ત્વસ્થ જીવનમુક્ત.
સત્દેવ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનરહિત, ઘાતીકર્મનો નાશ કરી કેવળ - જ્ઞાનની પ્રાપ્તિ જેને થઈ છે તે.
સત્ધર્મ સદાચારયુક્ત ધર્મ, દયારૂપ ધર્મ.
સત્ય વાસ્તવિક, વચનવ્યવહારમાં સત્ય આચરણ.
સત્યગવેષક સત્ય શોધનાર, (સત્યાન્વેષણ)
સત્યાનૃત્ય સત્ય - અસત્ય. (મિશ્ર)
સત્યમાગમ (સત્સંગ) સાધુ સંતનો સમાગમ. સજ્જનની મૈત્રીનો સંબંધ.
સદાય હંમેશા, નિરંતર, સર્વથા.
સદોદિત નિત્ય, પ્રકાશમય, નાશરહિત.
સદ્મ ઘર, મંદિર.
સન્નિવેશ અખાડો, શહેર બહારની જગા.
સંન્નિષ્ઠા શુભ આસ્થા કે શ્રદ્ધા.
સંન્નિહિત પાસે રહેલું, નિકટ.
સન્મતિ સારી બુદ્ધિ.
સપત્ન દુશ્મન, શત્રુ, વેરી, રિપુ.
સપ્તભંગી સ્યાદ્વાદના સાત ભેદ જેમાં પદાર્થનું વિવિધ પ્રતિપાદન છે.
સપ્તશીલ ચાર શિક્ષા વ્રત, ત્રણ ગુણવ્રત. એમ સાત વ્રત.
સભીત (સભય) ભયવાળું.
સમકાલીન એક જ કાળમાં - સમયમાં થયેલું.
સમગ્રદર્શી સંપૂર્ણપણે સર્વ બાજુનું જાણનાર. સમગ્ર દૃષ્ટિ.
સમયતુરસ્ત્ર જેના ચારે ખૂણા સરખા હોય તેવું. (સમયતુષ્ક)
સમણું સ્વપ્ન, ઉત્કટ કામના થવી.
સમદર્શી સમદર્શિત્વ, સમદર્શિતા સૌ પ્રત્યે સમભાવ રાખવાવાળું.
સમન સમાન બુદ્ધિવાળું.
સમન્વય એક સરખો વ્યવસ્થિત ક્રમ, એકીકરણ, જોડાણ.
સમયોચિત સમયને અનુસરીને કામ કરવું.
સમર્થન અનુમોદન, બળ.
સમર્પણ અર્પણ થવું.
સમવયસ્ક સમાન વયનું.
સમવાય નિત્ય સંબંધ. જેમ દૂધ અને સફેદ રંગ સમૂહ એક અંગસૂત્ર.
સમશીતોષ્ણ ઠંડી, ગરમીની સમાનતા, મધ્યમ.
સમશ્લોકી એક સરખા શ્લોકવાળું, મૂળશ્લોક પ્રમાણ.
સમષ્ટિ સમગ્રતા.
સમષ્ટિતત્ત્વ અખંડ તત્ત્વ, સમસ્ત તત્ત્વ.
સમ સમુચ્ચય જ્ઞાન દર્શનનું સાથે હોવું.
સમંજસ ખરાપણું, યોગ્યતા, સુજ્ઞ.
સમાપત્તિ સમાપ્તિ, ચિત્તની સમાધિ અવસ્થા.
સમારંભ ઘામઘૂમવાળો ઉત્સવ. પ્રમાદી જીવના હિંસા આદિ કાર્ય માટે સાધનો ભેગાં કરવાં તે.
સમાહિત સમાપ્તિ, એકાગ્ર, શાંત, સમાધાનયુક્ત, સ્વસ્થ.
સમાહૃત સંક્ષિપ્ત.
સમીચીન સત્ય, ન્યાયસંગત, યોગ્ય.
સમીપવર્તી નિકટમાં થવાવાળું.
સમુચ્ચય અનેક ભેદો અને ક્રિયાઓનાં સમૂહ દર્શાવતું.
સમુદ્રમંથન ખૂબ પરિશ્રમ લઈ સાર કાઢવો તે.
સરવ સ્વર, સુસ્વર.
સર્વગામી વિસ્તૃત, સર્વવ્યાપક,
સર્વતોભદ્ર બધી બાજુથી ઉત્તમ.
સલિલ પાણી, નીર, જળ. આધ્યાત્મિક તુષ્ટિ.
સલીલજ કમળ, પાણીમાં ઉત્પન્ન થનાર.
સલીલ ચાલાક.
સલૂણા ગુણયુક્ત, મનોહર કાંતિવાળું, સુંદર, સ્વાદિષ્ટ.
સવત્સ બાળક સાથેનું.
સવિકલ્પ વિકલ્પવાળું. જ્ઞાતા અને જ્ઞેય કે કર્તા અને કર્મના ભેદવાળું.
સવિકલ્પક સાકાર ઉપયોગ અથવા સવિકલ્પક બોધ હું ઘડાને જાણું છું તે જ્ઞાન સવિકલ્પક છે.
સવિકલ્પકસમાધિ આત્મા અને પરમાત્માના એકપણાની ભાવના કરવી તે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની કલ્પના સહિત આત્મચિંતન કરવું તે. સવિચાર, નિર્વિચાર, આનંદ અનુભૂતિ તે સર્વે સવિકલ્પક સમાધિ છે.
સવિચાર અર્થ વ્યંજન અને યોગની સંક્રાંતિવાળું ધ્યાન.
સવિમર્શશ્રુતિ યાંત્રિક સ્મૃતિ (કૃત્રિમ)
સવિશ્રંભ ખાનગી.
સસ્યશ્યામલા ધાન્યની ભરપૂરતાને લીધે કાળાશ પડતી દેખાતી ધરતી.
સહજ ઉપલબ્ધિ આપોઆપ સ્વયં સ્ફુરે એવી જ્ઞાશક્તિ.
સહજક્ષમા પોતાના સ્વભાવથી અને ક્રોધના ભેદજ્ઞાનપૂર્વકની સ્વાભાવિક ક્ષમા.
સહજજ્ઞાન અંતર્જ્ઞાન, ઉપલબ્ધિ, અંતઃપ્રજ્ઞા.
સહજાનંદી સ્વાભાવિક આનંદવાળું.
અહજાવસ્થા સમાધિ, આત્મા અને મનનું એકપણું.
સહસ્રદલકમલ હજાર પાંખડીવાળું કમળ.
સહસ્રાર માથામાં સુષુમણા નાડીના મધ્યમાં રહેલું હજાર પાંખડીનું કમળ. (સ્થાન)
સહસ્ર3વધાંની હજાર બાબત પર એકી સાથે ધ્યાન રાખનાર.
સંકેત અગાઉથી કરેલી છૂપી ગોઠવણ, અનુમાન, ઈશારો.
સંક્રમ ઓળંગવું, એક કર્મપ્રકૃતિનું સજાતીય કર્મપ્રકૃતિમાં જવું.
સંખારો પાણી ગાળતા ગળણામાં રહેલા અવશેષ તે પાછા તે જાતના પાણીમાં નાંખવા.
સંખાવો અજંપો, સંકોચ, શરમ, શંકા.
સંખેશ્વર એક જાતનું ]ાડ. (શંખેશ્વર જૈન તીર્થ)
સંગતિદોષ સોબતની માઠી અસર, સંગમ - વિદ્યાધામ, બે નદીઓ ભળે તે, મેળાપ થવો.
સંગમરમર આરસપહાણ.
સંગૃહીત એકઠું કરેલું.
સંગ્રહનય વસ્તુ કે વિચારના અનેક પ્રકારને એકરૂપે માનવું જેમ કે કાપડનું બજાર.
સંઘયણ શરીરનો બાંધો.
સંચારી ક્ષણિક, ચંચળ. સાંસર્ગિક.
સંચારીભાવ વ્યભિચારી કે અસ્થિરભાવ.
સંજીવનીવિદ્યા મૃત જીવને જીવતો કરવાની સંબંધી અસાધરણ વિદ્યા. (ઔષધિ)
સંજ્ઞા અર્થબોધ, સંવેદન.
સંજ્ઞિ મન સહિત પંચેદ્રિય પ્રાણી - જીવ. (સંજ્ઞી)
સંજ્વલન થોડો સમય રહે તેવા ક્રોધાદિ કષાયો કષાયો જે યથાખ્યાત ચારિત્રને રોકે.
સંતપ્ત દુખી, પીડિત, દુખથી કાયર થયેલું.
સંતર્પણ તર્ત કરવું તે.
સંદર્ભ પૂર્વાપર સંબંધ. વાક્ય કે વસ્તુની આગળપાછળનો સંબંધ. રચના.
સંદિગ્ધ અર્થનો બોધ ન થાય. અનિશ્ચિત, સંદેહયુક્ત, બેવડો, અર્થ ન થાય તેવું. શંકાભરેલું.
સંપત સમૃદ્ધિ, સંપત્તિ. (સંપદ)
સંપરાય દુખ, આપત્તિ, પરાભવ.
સંપ્રજ્ઞાત સ્પષ્ટજ્ઞાન, જેમાંથી વિચાર વિતર્ક લુપ્ત થયા નથી તેવી સ્થિતિ. (સમાધિ)
સંપ્રદાય આપવું, દાન.
સંબોધિ સમ્યગ્દૃષ્ટિ ધર્મની પ્રાપ્તિ. સર્વોત્તમ જ્ઞાન.
સંભવનાથ આ વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર.
સંભોગ કોઈ પદાર્થનો સુખરૂપ ભોગવટો. સ્ત્રાળ - પુરુષાનો સાંસારિક કામસંબંધ, ભોગવિલાસ, મૈથુન.
સંભ્રમ ઉત્કંઠા, ગભરાટ, વ્યાકુળતા, મોહ - સંશય.
સંમાનાર્હ સન્માનને લાયક.
સંમૂર્ચ્છન મૂર્છા, બેભાન થવું.
સમૂર્છિમ (જન્મ) નર - માદાના સંયોગ રહિત થતો જન્મ. તે તે જીવો.
સંમોહ મોહ, અજ્ઞાન, ભ્રાંતિ, મૂર્ચ્છા.
સંયત જૈન મુનિ - સાધુ, સંસારથી જેને ઉપરતિ થઈ છે તે. (સંયતિ)
સંયતા સાધ્વી, આર્યા.
સંયતિદોષ સાધુજનો કાઉસગ્ગ કરતાં શરીર ઢાંકીને બેસે તે.
સંયમ આત્મસંયમ, અશુભ પ્રવૃત્તિનો ત્યાગ.
સંરંભ આડંબર.
સંલાપ વાતચીત. પરસ્પર વાર્તાલાપ. એકાંતમાં બોલવું તે.
સંલેખના અનશન વ્રત, ચારે આહારનો ત્યાગ. (સંથારો)
સંવાદ પરસ્પર મેળ.
સંવાદિતા સામ્યતા, અનુરુપતા.
સંવાહક અંગમર્દન કરનાર.
સંવિગ્ન ઉદ્વેગ પામેલું. વૈરાગ્ય પામેલું.
સંવિત્તિ જ્ઞાન, સમજ.
સંવિદૃ સંમતિ.
સંવિધાન ઉપાશ્વ, સાધન, રચના, વ્યવસ્થા.
સંશયબદ્ધ સંશયશીલ - સંશયયુક્ત.
સંશિત શિત. તીક્ષ્ણ અણીવાળું.
સંશુદ્ધિ સમ. શુદ્ધિવાળું. દોષ કે મલિનતાની શુદ્ધિ. ઊર્ધ્વીકરણ, ઊર્ધ્વગતિ, શુદ્ધિકરણ.
સંશોધન શુદ્ધિકરણ, દોષાદિનું પ્રમાર્જન.
સંશ્રય આશ્રય, આશરો, આધાર, વિશ્રામસ્થાન.
સંશ્રવ અંગીકર, સ્વીકાર.
સંશ્લિષ્ટ આલિંગેલું, વળગેલું. બનાવટી.
સંશ્લેષ ગાઢ આલિંગન.
સંસક શંકા.
સંસરણ ગમન, સરી જવું તે.
સંસર્ગ આસક્તિ, સમીપતા, સંબંધમાં.
સંસર્પણ બસવું, સરકવું.
સંસાર જન્મ - મરણાદિકનું ચક્ર. શરીરાદિમાં મમત્વભાવ, સર્યા કરવું. સૃષ્ટિ, જગત, વિશ્વ, દુનિયા, મૃત્યુલોક, જગત, દૃશ્યસૃષ્ટિ.
સંસિદ્ધિ પૂર્ણતા, સંપૂર્ણ સફળતા.
સંસૃતિ જન્મમરણનું ચક્ર. સંસાર.
સંસ્કરણ દુરસ્ત કરવું, સુધરાવવું.
સંસ્કાર શુભ અને અશુભ બંનેની મન પર અસર. સ્વભાવરૂપ થઈ ગયેલી પૂર્વજન્મની અસર, વાસના. સંસ્કાર કરવો તે શુદ્ધિના અર્થમાં વપરાય છે
સંસ્કૃત ભાષા છે. કેળવાયેલું.
સંસ્તર પાંદડાની બનાવેલી શય્યા. (સંસ્તાર)
સંસ્તવ પરિચય, પ્રશંસા.
સંસ્થાન આકૃતિ.(શરીર)
સંસ્થાન વિચય ધર્મધ્યાન લોકના સ્વરૂપનો વિચાર કરવા મનોયોગ આપવો કે ચિંતન કરવું તે ધર્મધ્યાનનો પ્રકાર છે.
સંસ્ફોટ યુદ્ધ, લડાઈ.
સંસ્મરણ આત્મકથા, સંભારણું.
સંસ્મૃતિ પૂર્ણ સ્મૃતિ.
સંસ્થિતિ કાયમનું સ્થાન મૃત્યુ વિશ્રાંતિ.
સંહત પ્રકૃતિ અને તેનાં કાર્યો.
સંહનન શરીરનું બંધારણ.
સંહરણ નાશ પાવું તે.
સંહિતા ક્રમસર કરેલો સંગ્રહ. પદ કે લખાણનો વ્યવસ્થિત સંગ્રહ. ધર્મના બોધ તથા આચાર અર્થે રચેલા ગ્રંથ, સમુચ્યય જેમાં હિતનું પ્રતિપાદન કરેલું હોય તે. સવિશેષ મહાપુરાણ વગેરે.
સંહૃત આંતરેલું, આવરેલું.
સાઈક્લોપીડિયા જ્ઞાનકોષ, વિશ્વકોષ સર્વ બાબતનો સમાવેશ થાય તેવો કોષ, જ્ઞાનચક્ર.
સાકાર ઉપયોગ જ્ઞાન ઉપયોગ, વિષયનું સ્પષ્ટ જ્ઞાન.
સાકાર ઉપાસના પરમાત્માના સ્વરૂપને સાકાર સમજીને ઉપાસના કરવી (અરિહંતાદિ)
સાક્ષર વિદ્વાન, લેખક, પંડિત, પારંગત.
સાક્ષરી ભારે શબ્દવાળું, સાક્ષરને યોગ્ય હોય તેવું.
સાક્ષાત્ અપરોક્ષ, પ્રત્યક્ષ, ખુલ્લું, સ્પષ્ટ.
સાક્ષાત્ ઉપલબ્ધિ અંતઃસ્ફૂર્તિ, પ્રતિભા.
સાક્ષાત્કાર આત્માનું જ્ઞાન થવું તે, આત્મદર્શન, આત્માનુભૂતિ, સ્વરૂપસિદ્ધિ, સમ્યગ્દર્શન.
સાક્ષી પ્રમાતા, પ્રમેય, પ્રમાણ ઈત્યાદિ સર્વને જાણે છે તે ચૈતન્ય સાક્ષી કહેવાય છે. સ્પર્શાદિ વિષયોને ચેતન આત્મા જાણે છે પણ તેમાં રાગાદિ વિકલ્પ ન કરે તે સાક્ષી છે. જોવા સાંભળવા છતાં જે નિર્વિકાર રહે છે, દૃષ્ટા છે પણ કર્તા નથી તે.
સાગર સમુદ્ર, ગંગા નદી (સાગર), દરિયો. દસક્રોડાક્રોડી પલ્યોપમ પ્રમાણેનો એક કાળ વિભાગને સાગરોપમની ઉપમા જૈનદર્શનમાં આપવામાં આવી છે. નારક અને દેવો આવા દીર્ઘાયુષી હોય છે. એક જાતનું મૃગ.
સાગરમહિષી સાગરની પટરાણી ગંગાનદી.
સાગરરાજ મહાસાગર (સાગરવર).
સાગરલોઢ સાગરનું મોજું, તરંગ.
સાગરવસ્ત્રા પૃથ્વી. (સાગરા)
સાગરસમાધિ સમુદ્રમાં પડી દેહ છોડી સમાધિ લેવી તે.
સાગ્ર ગીચ ]ાડી. સમગ્ર.
સાજ ઉપયોગી સામગ્રી. નનામીના સાધનો.
સાતક્ષેપ સાત ખાતા, સાતક્ષેત્રમાં ધનનો સદ્ઉપયોગ કરવો તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ (જિનાલય), જ્ઞાન (શાસ્ત્રાે) સાધારણ ખાતું.
સાતત્ય ચાલુ સ્થિતિ, અવિચ્છિન્નતા, સતતપણું.
સાતાવેદનીય જે કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય.
સાતિશય અધિકતાવાળું.
સાતિશય કેવળી કથંચિત (દિ.સં.) સાત પ્રકાર દશખ્યા છે. 1. પંચકલ્યાણકયુક્ત તીર્થંકર કેવળી. 2. ત્રણ કલ્યાણયુક્ત તીર્થંકર કેવળી. વર્તમાન મનુષ્યપર્યાયના ભવમાં તીર્થંકર પ્રકૃતિ બાંધે તેમને તપ, જ્ઞાન, નિર્વાણ એ ત્રણ કલ્યાણક હોય છે. 3. બે કલ્યાણકયુક્ત કેવળી - આ જ જન્મમાં મુનિદી
સાતિશય પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય.
સાત્ત્વિક સદ્ગુણી અપેક્ષાએ સમભાવપણું.
સાત્ત્વિક કર્મ નિષ્કામ ભાવે કરાતું કર્મ.
સાત્ત્વિક સુખ આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થતું સુખ.
સાદિસાંત આદિ તથા અંત સહિત.
સાદ્યંત આદિથી અંત સુધીનું સંપૂર્ણ.
સાધર્મ્ય સમાન ધર્મીપણું.
સાધારણ સર્વસામાન્ય. સાધ્યના અભાવમાં અધિકરણમાં રહેનારો હેતુ. અનેક ગત. અનંત જીવો વચ્ચે એક સાધારણ શરીર પ્રાપ્ત થયું હોય તેવો જીવ. તે સાધારણ નામકર્મની પ્રકૃતિ છે.
સાધુસમાચારી અરસપરસ પાળવાનાં સાધુચર્યાના નિયમો. સાધુઓએ કેવા સંયમ આચરણથી કેવળજ્ઞાન કે મોક્ષ પ્રાપત કર્યો હતો તે વિષે જેમાં ઉલ્લેખ હોય તે.
સાપેક્ષ અપેક્ષાવાળું.
સાપેક્ષદૃષ્ટિ (સાપેક્ષવાદ) વસ્તુને મુખ્ય રાખે અને તે જ વસ્તુના બીજા ગુણોને ગૌણ રાખે, વળી દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના એક ગુણધર્મને મુખ્ય રાખે તે સાપેક્ષ દૃષ્ટિ અથવા નય. જે વખતે જેની મુખ્યતા હોય તે જણાવે, ત્યારે અન્યની ગૌણતા કરે પણ તેનો વિચ્છેદ ન બતાવે.
સામર્ષ ક્રોધી, અસહિષ્ણુ.
સામાયિક રાગ, દ્વેષનો જ્ય કરવા સમભાવમાં રહેવું, પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવું, તેના અનુષ્ઠાનનો સમય 48 મિનિટનો છે. શ્રાવકોનું નવમું વ્રત છે.
સામાયિક સૂત્ર જૈન શાસ્ત્રમાં સારરૂપ મહાન સૂત્ર.
સામૂદ્રિક શાસ્ત્ર શરીરના ચિહ્ન ઉપરથી ભવિષ્ય જાણવાનું શાસ્ત્ર. હાથ - પગની રેખા ઉપરથી સુખદુખ જણાવનારું શાસ્ત્ર તેનો જાણનાર સામુદ્રિક કે સામુદ્રિક શાસ્ત્રાળ કહેવાય.
સામ્ય સમાનપણું, તુલ્યતા.
સાયુજ્ય એક થઈ જવું. જોડાઈ જવું.
સારણા બૌદ્ધધર્મનું મોટું તીર્થ. કાશી પાસેનું શ્રી બુદ્ધનું જન્મ સ્થળ.
સારસ્વત જેના ઉપર સરસ્વતી દેવીની કૃપા હોય તેવું. શાસ્ત્ર નિપુણતા.
સારંગ અમૃત, આકાશ, ચંદ્ર, રાજહંસ.
સારોદ્ધાર સારાંશ કાઢવો, મુખ્ય મુદ્દાનું સ્પષ્ટીકરણ. રહસ્ય તારવી લેવું. દરદ મટાડનાર વૈદ્ય.
સાર્થ ગણ, મહાજન.
સાર્થવાહ વ્યાપારી મહાજન સાથેના યાત્રાળુઓની પોતાના ખર્ચે સંભાળ રાખી સાથે લઈ જાય. અનુગ્રહ વડે ભક્તિની સંભાળ રાખનાર. ભગવાનને સાર્થવાહ કહે છે.
સાર્વભૌમત્ત્વ સર્વોપરીપણું, ચક્રવર્તીપણું.
સાવદ્યક્રિયાદોષ સામાયિકમાં કાયાના બાર દોષ પૈકી એક દોષ.
સાષ્ટાંગદંડવત પ્રણામ શરીરના આઠે અંગોથી લાકડીની જેમ સપાટ સૂઈ જઈને કરવામાં આરતા પ્રણામ. (ઈતરજૈન)
સાસ્વાદન સમક્તિ સમકિતની પ્રાપ્ત પછી પડતાં મિથ્યાત્વમાં જતાં વચ્ચેના કાળમાં સમક્તિનો કઈ આસ્વાદ રહે તે વખતની પતિત અવસ્થા. તે વધારેમાં વધારે છે આવલિકા કે સાત સમયનું છે. ત્યારપછી તે જીવ મિથ્યાત્વને પામે છે.
સાહચર્ય બહુ ગાઢ સંબંધ, વિચાર, સંગતિ, મૈત્રી, મેળાપ, સાથે રહેવું, હરવું, ફરવું તે.
સાહસ્ત્ર હજારની સંખ્યા.
સાહિત્યક સાક્ષર, સાહિત્ય રચનાર.
સાહૂણી જૈન સાધ્વી, આર્યા.
સાંકેતિક દૃષ્ટાંતરૂપ, સૂચક.
સાંખ્ય એ નામનો ગીતાનો યોગ. સાંખ્ય શબ્દોનો અર્થજ્ઞાન છે.
સાંખ્યદર્શન જિન શાસનરૂપી પુરુષનો ડાબો પગ (ઉપમા).
સાંગોપાંગ અંગ ઉપાંગ સહિત. અથથી ઈતિ સુધી સંપૂર્ણ નિર્વિઘ્ને કામ થવું.
સાંઘિક સંઘને લગતું.
સાંત નશ્વર, અંતરહિત, અન્ય રીતે આત્મજ્ઞાનમાં વિરોધ પમાડનારું લક્ષણ.
સાંવ્યવહારિક અનાદિ નિગોદમાંથી તથાવિધ જગત સ્થિતિના નિયમથી સામગ્રીના યોગે પૃથ્વીકાયાદિક વ્યવહારમાં આવેલ.
સિદ્ધક્ષેત્ર મુક્તિસ્થાન.
સિદ્ધગતિ મુક્તિ.
સિદ્ધહેમ સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી શ્વે.શ્રી હેમચંદ્રાચાર્યે રચેલું એ નામનું બૃહદ વ્યાકરણ. સિદ્ધરાજે તે વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી નગર પ્રદક્ષિણા કરી બહુમાન કર્યુ હતું. ત્યારપછી હેમચંદ્રાચાર્યે એક વર્ષમાં સવાલાખ શ્લોકનું પંચાંગ વ્યાકરણ તૈયાર કર્યુ તેનું ન
સિદ્ધાયતન શાશ્વત મંદિર.
સિદ્ધાલય સિદ્ધલોક.
સિદ્ધીયોગ એક શુભયોગ. આધ્યાત્મ માર્ગમાં આત્મગુણની સિદ્ધિ.
સિંહ હિંસક પશુ, પરાક્રમી પશુ. કથંચિત જિનધ્વજ.
સિંહશય્યા એ નામનું યોગાસન. યોગી જમણા પડખા ઉપર પગ તાણીને સૂઈ જાય અને કોણી જમીન પર રાખી જમણી હથેળી પર માથાનો ભાર રાખે. ડાબો હાથ ડાબા પડખા અને સાથળ પર છોડેલો રાખે તે એ આસન વીર્ય રક્ષણ તથા અલ્ય નિદ્રા માટે યોગીને આવશ્યક છે.
સિંહાસહનન શ્રેષ્ઠ અંગવાળું, સિંહ સમાન મજબૂત અંગવાળું.
સિંહસૂર સિદ્ધસેન દિવાકરના એ નામના ગુરુ.
સિંહાવલોકન ઉપર ઉપરથી જોઈ લેવું. ગુણદોષ વિવેચન કે નિરૂપણ.
સીમંધરનાથ મહાન વિદેહક્ષેત્રમાં વર્તમાનમાં વિરાજતાં વીસ માંહેના એ નામના પહેલા તીર્થંકર.
સીંચાણો બાજ પક્ષી, શકરો.
સુગલ આનંદની વાત.
સુગેય સારી રીતે ગાઈ શકે તેવું.
સુઘોષા દેવલોકની એ નામની એક ઘંટા. તીર્થંકરના જન્મ કલ્યાણક જેવા પ્રસંગે જ્યારે બધા દેવોને ભેગા કરવા હોય ત્યારે ઈદ્ર મહારાજ હિરણગમેષી નામના દેવને બોલાવી તેની પાસે સુઘોષા ઘંટા ત્રણ વાર વગડાવે, તેના સાથે જ અસંખ્ય યોજન દૂર રહેલી ઘંટાઓ વાગવા માંડે.
સુચારુ અતિ મનોહર.
સુચિય પવિત્ર.
સુચિરાયુ લાંબા આયુષ્યવાળું.
સુથ આત્મસુખ.
સુધર્મા ભગવાન મહાવીરના પાંચમાં ગણધર. મહાવીર પછી શાસનના અગ્રગણ્ય ગુરુ હતા.
સુધર્માસભા દેવોની સભા - ઈદ્રની સભા.
સુધાસણ અમૃતપાન, સાધુનો સંયમ સુધાસણ જેવો.
સુનૃત્ત સત્યવાણી.
સુપથ જાતીને માર્ગ સન્માર્ગ.
સુપથ્ય રૂચિકર.
સુપાર્શ્વનાથ વર્તમાન ચોવીસીના સાતમા તીર્થંકર.
સુક્ત ઊંઘ, નિદ્રા, અજાગૃત, મંદ.
સુમેધાવી સદ્બુદ્ધિશાળી.
સુરગિરી મેરુ પર્વતનું અપરનામ.
સુરત કાળજી, ધ્યાન, મુખાકૃતિ.
સુરતા અંતરવૃત્તિ, ધ્યાન, આનંદ શક્તિનો અંશ.
સુરભી સુગંધી, ચંદન, તુલસી, પૃથ્વી, સુવાસિત.
સુશ્રાવ્ય મધુર વચન.
સુશ્લિષ્ટ ઉચ્ચ સંસ્કાર.
સુરપન્નતિ બાર અંગમાંહેનો એક ધર્મગ્રંથ.
સુષ જન્મ આપવો.
સુંધા શિકારી કૂતરો.
સૃણિ શત્રુ. હાથીનું અંકુશ (સુણી)
સૃતિ ગમન.
સૃપ પેટે ચાલવું.
સૃષ્ટ નિશ્ચિત.
સૃંક માર્ગ.
સેજ પથારી.
સેવડ ધોળું વસ્ત્ર.
સેવન ઉપભોગ.
સેંદ્રિય પથ્થરની એક જાત. પીંડ, ઈદ્રિયની વિશિષેટ રચના. ઈંદ્રિયવાળું. સજીવ.
સૈક્ત રેતીવાળો કિનારો.
સોડ પગથી માથા સુધી પહોંચે તેવું ઓઢણ, તે તાણીને સૂઈ જવું, સોડ તાણવી, સોડમાં લેવું - પક્ષમાં લેવું.
સોપાધિક ઉપાધિ સહિત.
સોપાન પગથિયું.
સોહંત શોભતું, સોહામણું.
સૌક્ષમ્ય સૂક્ષ્મતા.
સૌખ્ય સુખી હોવાનો ભાવ, સુખ, આરોગ્ય.
સૌધર્મેંદ્ર સૈ ધર્મા વતંસક વિમાનમાં રહેનાર ઈદ્ર.
સૌમનસ ઈંદ્રક વિમાન. એ નામનો એક પર્વત.
સૌમ્યવાર બુધવાર.
સૌષ્ઠવ ઉત્તમતા, શ્રેષ્ઠતા, સૌંદર્ય.
સૌસુમ્ન સૂર્યનું એક કિરણ.
સૌહાર્દ બંધુભાવ, મિત્રતા, સહૃદયતા.
સ્કંધ અવયવી, જેના ભાગ પડે તેવો પદાર્થ. કોઈપણ સંપૂર્ણ દ્રવ્યનો આખો ભાગ. ખભો. શરીર.
સ્તનન શબ્દ, અવાજ, સવિશેષ વાદળાંનો અવાજ.
સ્લખન અધઃપતન, પતન, ભ્રંશ, અંતરાય, ખરી પડવું, સન્માર્ગથી પડવું તે, ભૂલ.
સ્તંભ આસન, કોઠો. અંગની નિશ્ચલતા, જડતા,
સ્તુત્ય સ્તુતિ, વખાણ.
સ્તેન ચોર, લૂંટારો.
સ્તોક એક જાતનું કાલમાન, નિરોગી યુવાન પુરુષ સુખપૂર્વક સાત શ્વાસોચ્છ્વાસ લઈને મૂકે તેટલો સમય. પાણીનું ટીપું, અલ્પ.
સ્તોત્ર પ્રશંસા, સ્તુતિવાક્ય.
સ્ત્રાળત્વ સ્ત્રાળઓને યોગ્ય રીતબાત. સ્ત્રાળનો ગુણ.
સ્ત્રોણ સ્ત્રાળને વશ પુરુષ, કાયરતા, સ્ત્રાળનો સ્વભાવ, સ્ત્રાળ જેવા હાવભાવ.
સ્થપતિ અધિશ, સ્વામી, કારીગર, શિલ્પી.
સ્થલચર ભૂચર, પૃથ્વી પર ફરનાર કે રહેનાર.
સ્થલજ પૃથ્વી પર જન્મનાર.
સ્થલપદ્મ ગુલાબ, સ્થળ પર થયેલ કમળ.
સ્થલારવિંદ પૃથ્વી પરનું કમળ.
સ્થવિકા થેલી.
સ્થવિર જ્ઞાનવાન પુરુષ. સમૂહમાન રહેતાં સાધુ, સ્થિર, નિશ્ચયી.
સ્થવિરકલ્પ પ્રાયે વૃદ્ધ થયેલ સાધુ માટે શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો જ્ઞાનીઓએ મુકરર કરેલો માર્ગ કે નિયમ.
સ્થવિરકૃત સાધુએ રચેલું.
સ્થંભાવલી થાંભલાની હાર.
સ્થાણું ]ાડનું ઠૂંઠૂં. પથ્થર.
સ્થાનાંગ તત્ત્વને લગતાં પરિચયવાળું. ઠાણાંગ સૂત્ર.
સ્થાપત્ય વિવિધ પ્રકારના કલામય બાંધાકમને લગતું.
સ્થાપણા આરોપણ, પ્રસ્તાવના.
સ્થાપના નિક્ષેપ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, આકૃતિ અથવા મૂળવસ્તુ પર આરોપ કરાયો હોય તે. જેમકે પાર્શ્વનાથની કહેવા, અને તેની પૂજા, સત્કાર થાય. 1.મૂર્તિમાં જિનદેવપણાનો આરોપ તે સદ્ભાવરૂપ સ્થાપના. 2. પુષ્પ વગેરેમાં સ્થાપના કરવી તે અસદ્ભાવરૂપ સ્થાપના.
સ્થાવત્ય હલનચલન, શક્તિરહિત.
સ્થાંડિલ વ્રત ધારણ કરીને જમીન ઉપર સૂઈ રહેનાર ઉપાસક.
સ્થિતધી સ્થિતપ્રજ્ઞ, સ્થિર બુદ્ધિવાળું, રાગદ્વેષથી મુક્ત, જ્ઞાની.
સ્થિરવીર્ય બ્રહ્મચારી, જેનું વીર્ય ખંડિત થયું નથી.
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત માલિકે નહિ આપેલી વસ્તુ ન લેવાનું વગેરે શ્રાવકનું ત્રીજું અણુવ્રત.
સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત પરિગ્રહની ધન ધાન્યદિ વસ્તુની મર્યાદા કરવાનું શ્રાવકનું પાંચમું અણુવ્રત.
સ્થૂલ પ્રાણાતિપાત વિસમાવ્રત (પ્રાણાતિપાત) હિંસા, હિંસાના કાર્યોથી વિરમવું. પાંચ મહાવ્રત કે અણુવ્રતનું પ્રથમ વ્રત.
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત પ્રાયે મોટા પ્રકારનું જૂઠું નહિ બોલવાનું શ્રાવકનું બીજુ અણુવ્રત. થર્થાત્ પરમાર્થિક સત્ય નહિ પણ વ્યરહારિક સત્ય ખરું.
સ્થૂલમૈથુન વિરમણ વ્રત ગૃહસ્થાશ્રમમાં આશિક બ્રહ્મચર્ય પાળવાનું શ્રાવકનું ચોથુંઅણુવ્રત.
સ્નિગ્ઘ ચીકણો.
સ્નિગ્ઘતા સજાતીય અણુઓનું આકર્ષણ.
સ્પર્ધક કર્મના પરમાણુનો ઘણો મોટો સમૂહ જેને વર્ગ કહે. વર્ગના સમૂહને વર્ગણા કહે અને વર્ગણાના સમૂહને સ્પધઙક કહે.
સ્પર્શ અસર, આધાર, ચામડીનો એક ગુણ. ગ્રહણ કરવું.
સ્પંદન કંપ, ૂજ, વહેણ.
સ્પૃશ્ય સ્પર્શ થાય તેરું, અનુભવ થાય તેવું.
સ્પૃષ્ટ સ્પર્શાયેલું.
સ્પૃહા આશા, ઈચ્છા, તૃષ્ણા, પુનઃ પુનઃ સુખ ભોગવવાની સતત ]ંખના.
સ્પૃહ્ય ચાહવાલાયક, ઈચ્છવાયોગ્ય.
સ્ફુલિંગ અગ્નિકણ, ઊડતી ચિનગારી.
સ્મૃતિભ્રંશ યાદશ્કિતનો નાશ.
સ્યાત્ કથંચિત, કોઈ અપેક્ષઆએ, સ્યાદ્વાદ પદ્ધતિથી.
સ્યાદ્વાદ જૈન દશ7નનો દાર્શનિક સિદ્ધાંત, દરેક વસ્તુને અનેક લક્ષણ - બાજુ હોય, તે સર્વે તે તે દૃષ્ટિએ સત્ય હોય તેવી દૃષ્ટિ. તે સાપેક્ષવાદ કે અનેકાંતવાદ કહેવાય. આ દૃષ્ટિ કોઈ પણ વસ્તુને એક જ બાજુથી કથન નહીં કરે. વિરુદ્ધ એવા ભિન્ન ભિન્ન ધર્મોનો સ્વીકાર કરી આ દૃષ્ટિ સમાધ
સ્રષ્ટા પરમેશ્વર.
સ્રાવ વહી જવું. નિરર્થક વ્યય થવો.
સ્રોત સ્વાભાવિક પ્રવાહ (જળપ્રવાહ).
શ્વસન કૂતરો.
સ્વજન આત્મીય.
સ્વત સ્વભાવતઃ સ્વયં, આપમેળે.
સ્વભાવ પરનિમિત્તના આશ્રયરહિત એકરૂપે, મૂળસ્વરૂપે ટકી રહેવું તે. ગુણ, વિશિષ્ટતા, પ્રકૃતિ, લક્ષણ. સંસ્કારોની દૃઢતા, મનોવૃત્તિ.
સ્વયંભૂ આત્મા. જે કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થયો નથી. સ્વયં પ્રગટ છે.
સ્વયંભૂરમણ લોકસંસ્થાનમાં છેલ્લો સમુદ્ર, પોતાની મેળે પૃથ્વીમાં રમણ કરનાર.
સ્વયં સંબુદ્ધ પોતાના સામર્થ્યથી પોતે જ્ઞાન કર્યુ અને અન્યનો પણ ઉદ્ધાર કરે.
સ્વસંવેદ્ય આત્મા સ્વયં સંવેદ્ય છે. કોઈ પદાર્થથી તે અનુભવમાં આવતો નથી.
સ્વસ્વરૂપાનંદ પોતાના આત્મરૂપના જ્ઞાનથી ઊપજતો આનંદ. ગુણ ચિંતવનથી આત્મા સહજાનંદની શ્રેણિએ ચઢતો જાય છે.
સ્વાતિબિંદુ મહાપરિશ્રમે મલે તેવી વસ્તુ. સ્વાતિ નક્ષત્રમાં પડતું વરસાદનું ટીપું. જે દરિયામાં મોતીની માછલીના પેટમાં જઈ માછલી બને છે.
સ્વાત્મનિરૂપણ શ્રી આદ્ય શંકરાચાયે રચેલો એ નામનો ગ્રંથ તેમાં `હું કોણ છું' તેનું નિરૂપણ કર્યુ છે.
સ્વાત્મા જેના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ચારે નિપેક્ષા મોજૂદ હોય તે, સ્વયં આત્મા.
સ્વાંગી નકલ કરનાર.
સ્વાંત પોતાનો અંત.
સ્વેચ્છાચારી ઉચ્છૃંખલ, નિરંકુશ, લોક વિરુદ્ધ આચરણ.
સ્વેદજ પરસેવામાંથી ઉત્પન્ન થયેલ જીવજંતુ. તાપ અને ભેજમાંથી ઉત્પન્ન થનાર.
સ્વૈરવિહાર પોતાની મેળે ઉત્પન્ન થયેલ, સ્વયંભૂ.
સ્વોપજ્ઞ પરંપરાગત નહિ તેવું. પોતે જ મેલવેલું.
હઠયોગ આરાધનાર્થે આગ્રપૂર્વક દેહને કષ્ટ આપવું તે. બળત્કાર ચિત્તવૃત્તિને રોકવી. આગ્રહપૂર્વક સેવવાનો એક યૌગિક સાધનાનો પ્રકાર.
હઠયોગી યમ, નિયમ, આસન, પ્રાણાયામ દ્વારા પ્રાણ સ્થિર કરીને ઈંદ્રિયોના દમન રડે આરાધન કરનાર યોગી.
હઠીસિંગનું મંદિર હઠીસિંગ નામના શ્રેષ્ઠ - શ્રાવકે લગભગ ઈ.સ. 1848 દેલવાડાના મંદિર નિર્માણ કર્યુ હતું. અમદાવાદ કોટની બહાર આજે પણ આ જૈન મંદિર એવા જ ભપકાથી શોભે છે. તેમાં પંદરમા તીર્થકર ધર્મનાથ મૂળ નાયક છે.
હતવીર્ય નિર્બળ, શક્તિહીન, ભીરુ.
હનૂ ગાત, આઘાત, મારવું, આપઘાત.
હરગ સ્વર્ગ.
હરણશીપ અતિ લોભી, સર્વ હરણ કરવાની કુટેવવાલું.
હરનિશ દિનરાત, નિરંતર, સદૈવ.
હસ્તપ્રત હાથની લખેલી નકલ. (ગ્રંથ)
હસ્તામલકવત્ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું, સુસ્પષ્ટ.
હાસ્યપ્રત્યાખ્યાન સત્યવ્રતની પાંચ ભાવનામાં હાસ્યનો ત્યાગ.
હાસ્ય મોહનીય મોહનીય કર્મની નોકષાય પ્રકૃતિનો એક પ્રકાર.
હિમરશ્મિ ચંદ્ર, ઠંડુ કિરણ.
હિમશૈલજા ગંગા, પાર્વતી.
હિમસાર કપૂર (હિમાહ્વ)
હિમાળો શિયાળો, ઠંડી, હિમાલય પર્વત.
હિમાંશુક ચંદ્ર.
હિરણ્યકોષ સોનાથી ભરપૂર હજાનો.
હિંસાનુબંધી રૌદ્રધ્યાન. હિંસા કરવાની વૃત્તિમાં ક્રૂરતા આવે ેતને લીધે હિંસાના સતત વિચાર આવે તે.
હિંસ્રઃ હિંસક, શિકારી.
હૃત હરાયેલું, છીનવી લીધેલું.
હૃતપ્રાણ મરી ગયેલું.
હૃદયકમળ કમળ આકાર સાથે સરખાવેલું હૃદય, કમળ જેવું.
હૃદયગત મનોભાવથી લક્ષિત થયેલું. હૃદયમાં રહેલું.
હૃદયગમ્ય તર્કથી કે બુદ્ધિથી નહિ પણ લાગણીથી સમાજય તેવું શાસ્ત્રાે હૃદયગમ્ય થવા જોઈએ.
હૃદયગ્રંથિ હૃદયમાં રહેલો અજ્ઞાનરૂપ સંસારબંધ.
હૃદયચક્ષુ દિવ્યનેત્ર, અંતઃકરણરૂપી નેત્ર.
હૃદયભેદક હૃદયને બેદે તેવું, દુખદાયક.
હૃદયમંથન આ કરું કે તે કરું તેવા તેવા ઊઠતા ભાવો. જિજ્ઞાસુને ધર્મને ક્ષેત્રે મંથન થાય છે.
હૃદયવિદારક હૃદયને ચીરી નાખે તેવું. ઘણું દુખદાયક.
હૃદયવિશુદ્ધિ હૃદયની નિખાલસતા, મનની પવિત્રતા.
હૃદયંગમ મનને આનંદ પમાડે તેવું.
હેતુ સાધ્યને સાધનારી નિર્દોષ, પ્રબળયુક્તિ સાધનના કહેવાનો હેતુ કહે છે. જેમકે આ અગ્નિ ધૂમ્રવાન છે. સાધ્ય વિના ન રહે તે હેતુ છે. સ્વપક્ષની સિદ્ધિને માટે પ્રયુક્ત હેતુ સાધન હેતુ છે.
હેતુપુરઃસર કારણસર.
હેતુવર્જિત કારણરહિત.
હેતુવાદોપદેશિકી માત્ર વર્તમાનકાળનો જ વિચાર કરવાવાળી જે સંજ્ઞા - અલ્પવિચારક શક્તિ.
હેત્વાભાસ જે હેતુ સાચો ન હોય પણ હેતુ જેવો જણાય. અશુદ્ધ હેતુ શુદ્ધ તરીકે કહેવાયો હોય, જેવો જણાય છતાં તે સાચો ન હોય તે.
હેમચંદ્રાચાર્ય લગભગ 800 વર્ષ પહેલા થયેલા પ્રસિદ્ધ મહાન શાસ્ત્રજ્ઞ આચાર્ય. ઘણાં શાસ્ત્રાેના રચયિતા હતા. કળિકાળ સર્વજ્ઞ કહેવાય છે.
હેમજ્વાલ અગ્નિ.
હેમપુષ્પ આસોપાલવ, ચંપો.
હેમરાગિણી હળદર.
હેમલ કસોટીનો પથ્થર, સોની. કાચીંડો.
હેમવંત જૈન પ્રાસાદ માંહેનો એક.
હૈયાશલ્ય અંતરનું દુખ.