`પચ્ચકખાણ' નામનો શબ્દ વારંવાર આપણા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ `પ્રત્યાખ્યાન' છે અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહિ કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તો પણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઇચ્છાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઇએ, પરંતુ તેનો જો પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તો ફળ ન આપે, કારણ આપણી ઇચ્છા ખૂલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યો આવે તેમ ઇચ્છાના દ્વાર ખુલ્લા હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ તરફ આપણા વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે, અને જો પ્રત્યાખ્યાન હોય તો પછીએ ભણી દ્રષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. આપણે જાણીએ છીએ કે આપણી પીઠનો મધ્ય ભાગ આપણાથી જોઇ શકાતો નથી, માટે એ તરફ આપણે દ્રષ્ટિ કરતા નથી, તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી એટલે એ તરફ આપણું લક્ષ્ય સ્વાભાવિક જતું નથી, એ કર્મ આવવાને આડો કોટ થઇ બડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઇ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માઓએ કહ્યા છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે, તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણું લક્ષ્ય રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઇ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઇ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જો લગામમાં આવી જાય છે, તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઇ જવાય છે, તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઇ જવાય છે, અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નિરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રી આદિક નિયમ કર્યાથી પણ શરીર નિરોગી રહી શકે છે. માદક પદાર્થો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી તે વિમળ થાય છે.

textborder

sun1
નવકારશી - પોરિસિં - સાડ્ઢપોરિસિં - પુરિમડ્ઢ - અવડ્ઢ
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ, પૂરિમડ્ઢ, અવડ્ઢ, મુટ્ઠીસહિઅં, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહંપિ, આહાર, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિશામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ).
આયંબિલ - નિવિ - એકાસણું - બિયાસણું

ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ, પુરિમડ્ઢ, મુટ્ઠીસહિઅં, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહંપિ, આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિશામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલ, નિવિવિગઇઓ પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસટ્ઠેણં, ઉક્ખિત્તવિવેગેણં પડુચ્ચમક્ખિએણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં., એગાસણં, િયાસણં, પચ્ચક્ખાઇ તિવિહંપિ, આહારં અસંણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિઆગારેણં, આઉંટપસારેણં ગુરૂઅબ્ભભુટ્ઠાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરાઇ (વોસિરામિ)
(જો બિયાસણાનું પચ્ચક્ખાણ કરવું હોય તો બિયાસણં, એકાસણા, આયંબિલ કે નીવિ માટે મનમાં ધારી પાઠ કરવો.)

ચઉવિહાર - તિવિહાર ઉપવાસ

સૂરે ઉગ્ગએ અબ્ભતટ્ઠં, પચ્ચખાઇ (પચ્ચક્ખામિ) ચઉવિહંપિ આહારં, તિવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠવણિયાગારેણં., મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણાહાર પોરિસિં, સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢ અવડ્ઢ મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામાહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણં વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરાઇ (વોસિરામિ) (એક થી વધુ ઉપવાસવાળાએ બીજા દિવસથી પાણાહારનું પચ્ચક્ખાણ લેવા માટે “પાણાહાર પોરિસિં થી વોસિરાઇ’’ સુધી પાઠ કરવો.) પારવાનું પચ્ચક્ખાણ લેવું.

sun2

પાણાહાર પચ્ચક્ખાણ

પાણાહાર, દિવસયરિમં, પચ્ચક્ખાઇ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરાઇ (વોસિરામિ)

દેશાવગાસિક પચ્ચક્ખાણ

દેશાવગાસિયં, ઉવભોગં, પરિભોગં, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણા ભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરાઇ (વોસિરામિ)

મુટ્ઠિસહિઅં અભિગ્રહ

મુટ્ઠિસહિઅં, અભિગ્ગહં પચ્ચક્ખાઇ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરાઇ (વોસિરામિ)

મુટ્ઠિસહિણં પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર

મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાણ, ફાસિઅં, પાલિઅં, સોહિઅં, તીરીઅં, કીટ્ટ્ટીઅં, આરાહિઅંજયન આરાહિઅં તસ્સમિચ્છિમિદુક્કડમ્

ચઉવિહાર-તિવિહાર-દુવિહાર પારવા

દિવસચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) ચઉવ્વિહંપિ આહારં, તિવિહંપિઆહારં, દુવિહંપિઆરાહં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરાઇ (વોસિરામિ)
પચ્ચક્ખાણ લેનારે જે તપ કરવાનું હોય તે મનમાં ધારી પચ્ચક્ખાણ બોલવું, જેમ કે નવકારશી કરનારે - પોરિસિં, સાડ્ઢપોરિસિંની ધારણા કરતાં - નવકારશી જ મનમાં ધારવું.

આયંબિલ - નિવી - એકાસણું - બિઆસણું પારવાનું સૂત્ર

ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પોરિસિં, સાડ્ઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડ્ઢં, અવડ્ઢં, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાણ કર્યું, તિવિહાર પચ્ચક્ખાણ ફાસિઅં, પાલિઅં, સોહિઅં, તીરિઅં, કિટ્ટીઅં, આરાહિઅં જં ન આરાહિઅં, તસ્સમિચ્છામિદુક્કડં.
(પચ્ચક્ખાણ પાર્યા પછી એક નવકાર બોલવો.)