border1

01

 

 

 

03

 

ananupurvi name

અણાણુપૂર્વી ગણજ્યો જોય, છ માસી તપનું ફળ હોય;
સંદેહ નવ આણો લગાર, નિર્મળ અને જપો નવકાર.
શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક એમ
અણાણુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરનાં પાપ હણે.

જૈનોમાં નવકારમંત્રની અનાનુપૂર્વી ગણવાની પ્રણાલિકા બહુ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કરવા માટેની એક ઉત્તમ ક્રિયા છે. નવકારમંત્રના પદસ્થ ધ્યાનની શરૂઆત કરવા માટે આ ઉપાય બહુ સહાયક નિવડે છે. મન એ એક બહુ ચંચળ ચીજ છે. અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી, પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતા મહાયોગની શ્રેણીએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એક કોષ્ટાકવલી કરી છે. પંચપરમેષ્ઠી મંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્ય ાછે અને પછી લોમવિલોમ સ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે છે. પાંચનો અંક મૂક્યા પચી બેનો આંકડો આવે કે ‘नमो लोए सव्वसाहूणं ’ પછી नमो अरिहंताणं વાક્ય મુકીને नमो सिद्धाणं એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમ બંધ હોય તો એમ થઇ શકતું નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઇ પડે છે. એ વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે. જેથી સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે તે બહુ સુંદર અને આત્મશાંતિ આપનારી છે.

 

02

 

 

 

04

 

 05    06    07
         

01

 

03

 

05

 

ananupurvi name1

અનાનુપૂર્વી ગણજ્યો જોય,
છમાસિ તપનું ફલ હોય;
સંદેહ નવ આણો લગાર,
નિર્મલ મને જપો નવકાર ।1।
શુદ્ધ વસ્ત્રે ધરી વિવેક,
દિન દિન પ્રત્યે ગણવી એક;
એમ અનાનુપૂર્વી જે ગણે
તે પાંચસે સાગરના પાપને હણે ।2।
અશુભ કર્મ કે હરણકું,
મંત્ર બડો નવકાર;
વાણી દ્વાદશ અંગમેં,
દેખ લીયો તત્વસાર. ।3।

ananupurvi name2

સમરો મંત્ર ભલો નવકાર,
એ છે ચૌદ પૂર્વનો સાર;
એના મહિમાનો નહિ પાર,
એનો અર્થ અનંત અપાર. (1)
સુખમાં સમરો, દુઃખમાં સમરો,
સમરો દિન ને રાત;
જીવતા સમરો, મરતા સમરો,
સમરો સૌ સંગાથ (2)
જોગી સમરે ભોગી સમરે,
સમરે રાજા રંક;
દેવો સમરે, દાનવ સમરે,
સમરે સૌ નિશંકઃ (3)
અડસઠ અક્ષર એના જાણો,
અડસઠ તીરથ સાર;
આઠ સંપદાથી પરમાણો,
અડસિદ્ધિ દાતાર. (4)
નવપદ એના નવનિધિ આપે,
ભવોભવનાં દુઃખ કાપે;
ચંદ્ર વચનથી હૃદય વ્યાપે,
પરમાતમ પદ આપે. (5)
સમરો મંત્ર ભલો નવકાર,
એ છે ચૌદ પૂર્વનો સાર..

 

02

 

04

 

06

border2