cc1  

cchead

નમો અરિહંતાણં એ પરમ મંત્ર છે. તેના જાપથી ચૌદ મહાવિદ્યાઓ સિદ્ધ થાયછે.
• નભોગામિની • પરશરીરપ્રવેશિની • રૂપપરાવર્તિની • સ્થંભિની • મોહિની • સુવર્ણસિદ્ધિ • રજતસિદ્ધિ • રસસિદ્ધિ • બંધમોક્ષણી • શત્રુપરાજયી • વશીકરણી • ભૂતાદિદમની • સર્વસંપત્કરી • શિવપદસાધિની. અને તેનાથી સર્વ પ્રકારે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ પરમ મંત્રના જાપ માટે ચોસઠ પ્રકારના વિધાન છે. ભિન્ન ભિન્ન કાર્યોમાં કૃત્યકારિ થાય તે દ્રવ્ય વિધાન કહેવાય અને તે જાણવા માટે ભાવ વિધાનો સાધવા જોઇએ.

  cc2

અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન કષાયના આ ચાર પ્રકારોના ચોકડીને પરમાર્ધદર્શીઓએ ચંડાળચોકડી કહી છે.

cc3  

અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ક્રોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું.
અનંતાનુબંધી પ્રત્યાખ્યાની ક્રોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું.
અનંતાનુબંધી સંજ્વલન ક્રોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું.
એ પ્રમાણે અપ્રત્યાખ્યાની ક્રોધ નિવારણાર્થે ચાર, પ્રત્યાખ્યાની ક્રોધ નિવારણાર્થે ચાર અને
સંજ્વલન ક્રોધ નિવારણાર્થે ચાર એ રીતે સઘળા મળીને  પ્રકારો થાય.
એ પ્રમાણે સોળ ક્રોધના, સોળ માનના, સોળ માયાના અને સોળ લોભના નિવારણાર્થે થાય તો  પ્રકારો પ્રાપ્ત થાય છે. સમગ્ર  પ્રકારો અને તેના ચાર યંત્રો આ સાથે આપવામાં આવ્યા છે.

  cc4
 

કષાયના આ ચાર પ્રકારોની ચોકડીને પરમાર્થદર્શીઓએ ચંડાળચોકડી કહી છે. અનંતાનુબંધી કષાયના ઉદયે સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે શ્રાવકપણું પ્રાપ્ત ન થાય, પ્રત્યાખ્યાન - આવરણ કષાયના ઉદયે સાધુપણું પ્રાપ્ત ન થાય અને સંજ્વલન કષાયના ઉદય અપ્રમત્તભાવ - વીતરાગતાથી વંચિત રાખે.

આ રીતે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને વીતરાગતા એ આત્માના ગુણ છે તો તેને આવરીને આત્માને તે તે ગુણોથી વંચિત રાખનારા આ કષાયો છે. આ ચોકડીના કષાયો અજર, અમર, સિદ્ધ, બુદ્ધ અને શુદ્ધ સ્વરૂપી આત્માને પણ સ્વરૂપથી ભ્રષ્ટ કરી ચોરાશી લાખ યોનિના ચIરમાં રખડાવે છે. આ ચંડાલ ચોકડી બધું રમણ ભ્રમણ કરાવનારી છે. આવો નિર્ધાર થવો જરૂરી છે. તો જ આત્મા ધર્મમાર્ગે ઉપયોગ (જાગૃતિ) રાખી આગળ ધપી શકે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.

પક્ષં સંજ્વનઃ પ્રત્યાખ્યાનો માસચતુષ્ટયમ્ । અપ્રત્યાખ્યાનકો વર્ષજન્માન્તાનુબન્ધકઃ ।।

તૃણના અગ્નિની માફક સળગી ઊઠે અને તત્કાળ શાન્ત થાય તેવો સંજ્વલન કષાય છે, તે એક પખવાડિયા સુધી રહે છે, તે સંપૂર્ણ વિરતિને રોકતો નથી, પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે, તે સંપૂર્ણ વિરતિને રોકે છે, પણ અમુક અંશે વિરતિ થવા દે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે અને તે દેશવિરતિનો પણ પ્રતિબન્ધ કરે છે. અનન્તાનુબન્ધી કષાય જીવનપર્યંત રહે છે અને આત્માને અનંત ભવભ્રમણ કરાવે છે.

અનંતાનુબંધી કષાયની ચોકડીને ભેદવી તે જ ગ્રંથીભેદ છે.
અનંતસંસારના કારણભૂત જે તીવ્રતમ કષાય છે તે અનંતાનુબંધી કહેવાય છે અને તેના ચાર પ્રકાર - ક્રોધ, માન, માયા લોભ છે.
જેનાથી તત્વ તરફ પ્રીતિ ન થાય પરંતુ અતત્વ તરફ થાય તે બધા અનંતાનુબંધી જાણવા. અનંતાનુબંધી કષાયો તત્વપ્રીતિનો ઘાત કરે છે.