• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

002

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ textborder2

ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે એમની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર પણ હતા. મુનિ પ્રસન્નચંદ્ર એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, સૂર્યની સામે દૃષ્ટિ રાખી ઉગ્ર સાધના કરતા હતા. એમની આવી આકરી તપýાર્યા જોઈને મગધ સમ્રાટ શ્રેણિક પ્રભાવિત થયા અને એમણે સમવસરણમાં પ્રભુ મહાવીરને પૂછયું ``પ્રભુ બહાર એક પગે ઊભા રહીને અતિ ઉગ્ર તપ કરનારા મુનિ જો આ ક્ષણે મૃત્યુ પામે તો એમની કઈ ગતિ થાય?'' પ્રભુએ કહ્યું, ``આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. જો એમનું આ જ ક્ષણ મૃત્યુ થાય તો સાતમી નરકમાં ગતિ પામે.'' મહારાજ શ્રેણિક મનોમન વિસામણમાં પડયા. સાધુને નરકગમન હોય નહી, તો પછી મુનિ પ્રસન્નચંદ્રની નરક ગતિ કેમ ભાખી ? કદાચ પ્રભુ મહાવીરનાં વચનો પોતાને બરાબર સંભળાયા ન હોય એમ માનીને મગધરાજ શ્રેણિકે પુનઃ પ્રüા કર્યો, ``હે ભગવાન ! તપસ્વી પ્રસન્નચંદ્ર મુનિ આ સમયે કાળ કરે તો ક્યાં જાય ?'' ભગવાન મહાવીરે કહ્યું, ``સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. મોક્ષગતિ થાય.'' ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળીને આýાર્ય પામેલા મગજરાજ શ્રેણિકે કહ્યું, `પ્રભુ, આપે પહેલીવાર નરક ગતિ પામશે એવી વાત કરી અને થોડીક ક્ષણો બાદ મોક્ષગતિ મેળવશે એમ કહ્યું, આમ આપે બે તદ્દન જુદી વાત કેમ કહી?' ભગવાને કહ્યું, `પ્રથમવાર તમે પૂછયું ત્યારે તે મુનિએ દુર્મુખની વાણી સાંભળી હતી અને દુર્મુખે એમ કહ્યું હતું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પ્રસન્નચંદ્ર રાજાની નગરી ને ઘેરો ઘાલ્યો છે અને પ્રસન્નચંદ્ર રાજાના મંત્રીઓ ફૂટી જવાથી બાળરાજાને મારી નાખીને રાજ્ય લેવા ઈચ્છે છે. આ સાંભળીને મુનિ પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરના મોહને કારણે હિંસક વિચારોનું સમરાંગણ રચાઈ ગયું ! પરિણામે એમણે સાતમી નરક યોગ્ય ગતિ-જાતિ આદિ નામકર્મ બાંધ્યાં. આવા રૌદ્રધ્યાનમાં તેઓ કાળ પામ્યા હોત તો અવશ્ય નરકે જ જાત. એ સમયે પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં તરત જ જાગૃત બની ગયા. વિચાર કરવા લાગ્યા કે ``સાધુની તપýાર્યામાં રહીને મેં કેવા હિંસક વિચારો કર્યા, કેવા ક્રૂર પાપનું આચરણ કર્ય઼ું ?'' આમ મુનિ પ્રસન્નચંદ્રને પારાવાર પýાાતાપ થયો. પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ પાછા પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા. પરિણામે જ્યારે સમ્રાટ શ્રેણિકે પ્રભુને બીજી વાર પૂછયું ત્યારે તેઓ સર્વાર્થ સિદ્ધ યોગ્ય મોક્ષગતિને પાત્ર બની ગયા હતા. એવામાં પ્રસન્નચંદ્ર મુનિની સમીપે દેવ-દુંદુભિ વાગતાં પ્રભુ મહાવીરે કહ્યું, ``એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવવા લાગ્યા.'' મુનિ પ્રસન્નચંદ્રનું ચરિત્ર એક આત્મજાગૃત મુનિની ઓળખ આપે છે.

textborder

advt06.png