• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

002

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી ચંદ્રરૂડાચાર્ય textborder2

સાંજના સમયે મોજ-મસ્તી કરવા નીકળેલા જુવાનિયાઓ ઉપાશ્રયે આવી પહોંચ્યા. આ ઉપાશ્રયમાં વૃદ્ધ અને ક્રોધી શ્રી ચંડરુદ્રાચાર્ય બિરાજમાન હતા. યુવાનો વૃદ્ધ મહારાજની મજાક કરતાં બોલ્યા, ``મહારાજ, આને ઉગારો. બિચારાને પરણવાની લેશમાત્ર ઈચ્છા નથી છતાં પરાણે લગ્ન કરાવવામાં આવે છે. આપ તો દયાવાન છો. જો આપ એના પર કરુણા કરીને એને દીક્ષા આપો, તો એનાં સઘળાં દુખોનો અંત આવશે. આપનો મોટો ઉપકાર થશે.'' પહેલાં તો વૃદ્ધ મહારાજે આ યુવાનોની ટીખળ તરફ લક્ષ્ય ન આપ્યું. પણ યુવાનોની અતિશય ટીખળને કારણે વૃદ્ધ મુનિરાજે ક્રોધિત થઈને પેલા મીંઢળબંધા યુવાનને કહ્યું, ``ખેર, તારે દીક્ષા લેવી છે ને ! તો તને દીક્ષા આપું છું, પછી કેટલી વીસે સો થાય એની તનેય ખબર પડશે.'' મીંઢળબંધો યુવાન તો હજી ટીખળી મિજાજમાં હતો. એણે વૃદ્ધ મુનિરાજને કહ્યું, ``હા મહારાજ, મને દીક્ષા આપો. મારે કોઈ પણ ભોગે આ સંસારનો માર્ગ ત્યજીને સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે.'' શ્રી ચંડારુદ્રાચાર્યનો ગુસ્સો બહાર ઊછળી આવ્યો. એમણે તો પેલા યુવાનને પકડીને એના વાળ ]ાલી બરાબર લોચ કરવા માંડયો. આ દૃશ્ય જોઈને બીજા ટીખળી યુવાનો તો ભાગ્યા, જ્યારે પેલો મીંઢળબંધો યુવાન એક તસુ પાછો હઠયો નહીં. એણે શ્રી ચંડારુદ્રાચાર્યને વિંનતી કરી, ``મહારાજ, મારાં સગાંઓ હમણાં આવી પહોંચશે, તેઓ આવે તે પહેલાં અઅપણે વિહાર કરીને અહીંથી નીકળી જઈએ.'' વૃદ્ધ મુનિરાજને ખભે બેસાડીને યુવાન શિષ્ય ચાલવા લાગ્યો. રસ્તો અતિ દુર્ગમ અને ખાડા-ટેકરા તથા કાંટાથી ભરેલો હતો. શિષ્યનો પગ સહેજ લથડે અને ધIાે વાગે એટલે તરત ગુરુનો ગુસ્સો ફાટી પડે. શિષ્યના પગ લોહીલુહાણ થઈ ગયા, ગુરુ એના ખભા પર બેઠા બેઠા સતત ઠપકો આપતા હતા. એવામાં ખાડો આવતાં શિષ્યનો પગ લથડયો અને ખભા પર બેઠેલા ગુરુ ડગમગી ગયા. બસ ! આવી બન્યું. ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતાં એમણે શિષ્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો. છતાં શિષ્ય તો વિચારે કે પોતાના કારણે ગુરુને કેટલો બધો શ્રમ અને પરેશાની ભોગવવાં પડે છે ! આવા પýાાત્તાપથી શિષ્યની પરિણતિ વિશુદ્ધ બની જતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગુરુએ કહ્યું કે, ``પહેલાં બરાબર ચાલતો ન હોત અને હવે કેમ બરાબર ચાલવા લાગ્યો ? આટલા અંધારામાં તને કઈ રીતે બધું બરાબર દેખાય છે ?'' શિષ્યએ કહ્યું, ``જ્ઞાનબળે પ્રભુ.'' આ સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભા પરથી નીચે ઊતરી ગયા. કેવળજ્ઞાન પામેલા શિષ્યને પગે પડી ક્ષમાયાચના કરી. પýાાત્તાપમાં ડૂબી ગયેલા ગુરુને એ પળે કેવળજ્ઞાન લાઘી ગયું.

textborder

advt05.png