• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

002

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી કપીલ કેવલી textborder2

મુનિશ્રી કપિલ કેવલીનું જીવન એટલે અસંખ્ય તૃષ્ણાઓથી ઘેરાયેલા ભૌતિક જીવનમાંથી બહાર આવીને પ્રગટેલો ત્યાગનો વિરલ પ્રકાશ. કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રીકાશ્યપનો પુત્ર કપિલલાડકોડમાં ઊછરવાને લીધે કશું ભણ્યો નહિ. કાશ્યપને સ્થાને આવેલા રાજ્યશાસ્ત્રીની પાલખી ઘરની નજીકથી પસાર થતી જોઇને કપિલને માતા શ્રીદેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. માતાની આંખના આંસુએ કપિલને વિદ્યાભ્યાસ માટે પ્રેરિત કર્યો, કિંતુ શ્રાવસ્તી નગરીમાં વિદ્યાભ્યાસ માટે ગયેલો કપિલ શાલિભદ્રના ઘરની દાસીના મોહમાં ડૂબી ગયો. વિદ્યાભ્યાસ તો અભરાઇએ ચડી ગયો, કિંતુ સંસાર મંડાતાં આજીવિકાનો આકરો પ્રશ્ન ઊભો થયો. એમાંય દાસીને પ્રસુતિકાળ સમીપ આવતાં ધનની ખૂબ જરૂર પડી. આ નગરીનો રાજવી વહેલી સવારે અેને ત્યાં સૌપ્રથમ આવીને આશીર્વાદ આપનારને બે માસા સુવર્ણ આપતો હતો. આ રીતે એક સવારે સહુથી વહેલા પહોંચવા મધરાતે કપિલ ઘેરથી નીકળ્યો, પણ રસ્તામાં કોટવાળે ચોર માનીને પકડી લીધો. બીજી દિવસે રાજસભામાં કપિલે પોતાની જીવનકથા વર્ણવતા પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું કે, "તારે જે જોઇએ તે માગ તને જરૂર આપીશ." ખોબો ભરીને માગવા જનારને સાગર આપવાની વાત થાય તો કેવું બને! આથી કપિલે બીજે દિવસે પૂર્ણ વિચાર કરીને પોતાની ઇચ્છા પ્રગટ કરવાનું રાખ્યું. અશોકવાટિકામાં એક શિલા પર બેસીને વિચારતા કપિલે બે માસા સોનામહોરમાંથી એકસો સોનામહોર માગવાનું વિચાર્યું, એમાંથી વળી કરોડ સોનામહોર માગવાના વિચાર જાગ્યા.આ સમયે અચાનક વૃક્ષપરથી ખરતાં જીર્ણ પાંદડાને જોઇને કપિલે વિચાર્યું કે સંસાર તો જીર્ણ અને વિનાશશીલ છે. મારે તો જરૂર તો બે માસા સુવર્ણની હતી, એમાંથી છેક એક કરોડ સોનામહોરો સુધી પહોંચી ગયો! કપિલ મુનિનો હળુકર્મી જીવ ઊંડો વિચાર કરવા લાગ્યો. જે રાજા એને કંઇક આપવા માગે છે તેનુ રાજ પ્રલોભનવશ એ છીનવી લેવા માગે છે. કૃતજ્ઞતાને બદલે કેવી કૃતઘ્નતા! મદદ માટે હાથ લાંબો કરનારનો હાથ કાપી નાખવાનો વિચાર કર્યો ગણાય. વળી વિચારે છે કે અડધા રાજ્યની પણ મારે શી જરૂર? હજારનો પણ મારે શો ઉપયોગ? મારેતો માત્ર બે જ માસાની જરૂર છે. જીર્ણ પાંદડાંએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત આપ્યો. આ સમયે ગહન વિચારમાં નિમગ્ન કપિલને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિવેષ ધારણ કરીને રાજાની પાસે ગયેલા કપિલને રાજાએ કેટકેટલાંય પ્રલોભનો આપ્યા., પણ તેઓ મેરૂપર્વતની જેમ અડગ રહ્યા. એકવાર મુનિ કપિલ શ્રાવસ્તી નગરીની પાસે આવેલી ચોરપલ્લીમાં વિહાર કરતા હતા, ત્યારે ચોરોના સરદાર બલભદ્રે એમને ગીત ગાવાનું કહ્યું. કપિલ મુનિએ "શ્રી ઉત્તરાધ્યયન સુત્ર" ના આઠમા અધ્યાયની ગાથાઓને દ્રુપદ રાગમાં એવી હૃદયસ્પર્શિતાથી ગાઇ કે પાંચસો ચોરના હૃદયમાંથી મલિનતા ઓગળી ગઇ અને એમનામાં વૈરાગ્ય જાગ્યો. એમણે કપિલ પાસે દીક્ષા ગ્રહણ કરી. આવા મુનિરાજ કપિલ કેવલીને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આવા મુનિ કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધિ ભદ્રેશ્વર તીર્થની આદ્ય પ્રતિષ્ઠા થઇ હોવાની અનુશ્રુતિ પણ સાંપડે છે.

textborder

advt08.png