• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

002

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી ભદ્રબાહુસ્વામી textborder2

શ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતો. વરાહમિહિર અને ભદ્રબાહુ એ બંને ભાઈઓ ચાર વેદ અને ચૌદ વિદ્યામાં પારંગત હતા. શ્રુતકેવલી શ્રી યશોભદ્રસૂરિજીનો મેળાપ થતાં બંનેએ દીક્ષા લીધી, કિંતુ ચૌદ પૂર્વનું જ્ઞાન અને આચાર્યપદ અર્પણ કરવામાં ભદ્રબાહુ વિશેષ યોગ્ય લાગતાં ગુરુએ તેમને ઉત્તરાધિકારી બનાવ્યા. આથી છંછેડાયેલા વરાહમિહિરે ગુસ્સે થઈને દીક્ષા છોડી દીધી. આ સમયે રાજાને ત્યાં પુત્રજન્મનો પ્રસંગ આવતાં બાળક એક સો વર્ષનો થશે એવું વરાહમિહિરે ભવિષ્ય ભાખ્યું. જ્યારે એ જ નગરમાં રહેલા સંઘનાયક ભદ્રબાહુસ્વામી વધામણી આપવા આવ્યા નહી, તેથી તક ]ડપીને વરાહમિહિરે રાજા અને પ્રજાના ભદ્રબાહુસ્વામીની વિરુદ્ધ કાન ભંભેર્યા. આ અંગે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે આજથી સાતમા દિવસે બાળકનું બિલાડીના કારણે અવસાન થવાનું છે, ત્યારે રાજાને સાંત્વન આપવા જઈશ. વરાહમિહિરના ભવિષ્યકથનમાં વિશ્વાસ હોવા છતાં રાજાએ તમામ બિલાડીઓને પકડી પકડીને નગર બહાર જંગલમાં હાંકી કાઢી. બાળકુમારની આસપાસ ચોકીપહેરો ગોઠવ્યો. બન્યું એવું કે બિલાડીના મહોરાવાળો આગળો બાળકના માથા પર પડતાં બાળકનું મૃત્યુ થયું. આ આપઘાતજનક પ્રસંગે ભદ્રબાહુસ્વામી આશ્વાસન આપવા ગયા ત્યારે રાજાએ તેમને અદકેરું માન આપ્યું. પોતાની ચાલમાં નિષ્ફળ જતાં ક્રોધ અને દ્વેષથી ઘેરાયેલો વરાહમિહિર પછીના જન્મે વ્યંતરદેવ બન્યો અને પોતાના જ્ઞાનથી પૂર્વજન્મ જાણતાં જ જૈન સંઘ તરફ દ્વેષની આગ ભભૂકી ઊઠી. એણે શ્રીસંઘમાં મહામારીનો ઉપદ્રવ ફેકાવ્યો અને અસંખ્ય લોકો ટપોટપ મરવા લાગ્યા. શ્રીસંઘે ભદ્રબાહુસ્વામીને વિનંતી કરતાં એમણે શ્રુતજ્ઞાનની સઘળી હકીકત જાણી અને ઉપદ્રવ ટાળવા માટે ``ઉવસગ્ગહરં સ્તોત્ર'' ની રચના કરી. આ મહાન સ્ત્રાેતની શક્તિના પ્રભાવે વ્યંતરની શક્તિ ક્ષીણ થઈ. `કલ્પસૂત્ર'ના નામથી અતિ પ્રસિદ્ધ ``પર્યુષણ કલ્પસૂત્ર''ની આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ રચના કરી. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ એમ ચાર છેદસૂત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો પર મહાન ઉપકાર કર્યો. આચારાંગ, સૂત્રકૃતાંગ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રાપ્તિ અને ઋષિભાષિત ö આ દસ સૂત્રોના નિર્યુક્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્ય ભદ્રબાહુએ `ભદ્રબાહુ સંહિતા' તથા સવા લાખ પદ ધરાવતું `વસુદેવચરિત' નામનો ગ્રંથ લખ્યો અને એ જ રીતે એમણે આર્ય સ્થૂલભદ્રને પૂર્વોનું જ્ઞાન આપીને એ મહાન વારસાને નષ્ટ થતો બચાવ્યો હતો. તેઓએ સતત બાર વર્ષ સુધી મહાપ્રાણધ્યાનની ઉત્કટ યોગસાધના કરવાની વિરલ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરીને જિનશાસનનો પ્રસાર કરનાર ભદ્રબાહુસ્વામીને અંતિમ શ્રુતકેવલી તરીકે આદરપૂર્વક સન્માન છે.

textborder

advt07.png