• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી પાદલિપ્તસૂરિ textborder2

સાધનાના બળે સર્જાતા ચમત્કાર અને કલ્પનાના બળે રચાતી કૃતિઓનો વિરલ સંગમ જોવા મળશે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના જીવનમાં. માત્ર આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આચાર્ય નાગહસ્તિ પાસે દીક્ષા લઈને મુનિ નાગેદ્ર બન્યા. એકવાર મુનિ નાગેદ્ર ગોચરી વહોરવા ગયા હતા. ઉપાશ્રયમાં પાછા આવી ઈરિયાવહિય આલોચના કર્યા બાદ ગુરુની સમક્ષ એક શ્લોક બોલ્યા જેનો અર્થ હતો, ``તાંબાના જેવા રક્ત નેત્રવાળી, પુષ્પસરખા દાંતની પંક્તિવાળી, નવી પરણેલી યુવાન સ્ત્રાળએ માટીમય પાત્રમાંથી આ કાંજીનું પાણી આપ્યું.'' ગુરુ મહારાજે આવું શૃંગારપૂર્ણ વર્ણન સાંભળીને શિષ્ય પર ક્રોધાયમાન થઈને કહ્યું કે `પલિતોસિ' અર્થાત્ ``તું રાગરૂપી અગ્નિથી પ્રદીપ્ત થયેલો છે.'' હાજરજવાબી મુનિ નાગેદ્રે નમ્ર બનીને ગુરુને કહ્યું, ``પલિતમાં એક માત્રા વધારીને મને પાલિત બનાવવાની કૃપા કરો.'' આનો અર્થ એ હતો કે મને આકાશગમન કરી શકાય તેવી પાદલિપ્ત વિદ્યાનું દાન કરો જેથી હું પાદલિપ્ત કહેવાઉં. મુનિ નાગેદ્રની વિચક્ષણ બુદ્ધિ જોઈને આચાર્યે ``પાદલિપ્તો ભવ'' એવા આશીર્વાદ આપ્યા, ત્યારથી મુનિ નાગેદ્રનું નામ પાદલિપ્ત તરીકે પ્રસિદ્ધ થયું અને સાથોસાથ પગમાં લેપ કરવાથી ઊડવાની ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ. પોતાની આ શક્તિથી તેઓ રોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા આ પાંચ તીર્થોની યાત્રા કર્યા બાદ જ આહાર-પાણી ગ્રહણ કરતા હતા. એકવાર નાગાર્જુન નામના સિદ્ધ યોગીએ પથ્થર કે લોખંડને સુવર્ણ બનાવતા કોટિવેદ રસનું પાત્ર પોતાના એક શિષ્ય સાથે મોકલાવ્યું. આચાર્ય પાદલિપ્તસૂરિએ કહ્યું કે સાધુ માટે તો સુવર્ણ અને કાંકરા બંને સમાન હોય છે. મારે આની જરૂર નથી. આથી નાગાર્જુન ગુસ્સે થયો, પરંતુ પાદલિપ્તાચાર્યે સ્પર્શ અને મૂત્રાદિથી સુવર્ણશિલા બનાવી દિધી. પરિણામે નાગાર્જુનનો ગર્વ ગળી ગયો અને એમની સાથે રહેવા લાગ્યો. પાદલિપ્તાચાર્ય પાસેથી એમણે આકાશગામિની વિદ્યા મેળવી. નાગાર્જુને આચાર્યશ્રીને વિનંતી કરી કે મને કંઈ કામસેવા ફરમાવો, ત્યારે પાદલિપ્તાચાર્યે કહ્યું કે, ``તું જીવનભર જૈન ધર્મ પાળીને આત્મકલ્યાણ સાધ.'' નાગાર્જુને જીવનભર જૈન ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યુ.ં એણે શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું. આજે એ પાલીતાણા તરીકે ઓળખાય છે. કોઈ જૈન આચાર્યના નામ પરથી કોઈ નગરનું નામ પડયું હોય તેનું આ વિરલ દૃષ્ટાંત છે. નાગાર્જુને ગિરિરાજ પર જિનમંદિર બનાવ્યું તેમાં આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના હાથે અનેક જિનબિંબો સ્થાપ્યા. શ્રી શત્રુંજય તીર્થ પર બત્રીસ દિવસનું અનશન કરીને આ પાદલિપ્તસૂરિ કાળધર્મ પામ્યા હતા. આ રીતે ઉત્કૃષ્ટ સાહિત્ય, પ્રભાવક પ્રતિબોધ અને વિસ્મયજનક સિદ્ધિઓ ધરાવતા શ્રી પાદલિપ્તસૂરિજીએ જિનશાસનની યશસ્વી સેવા કરી.

textborder

advt04.png