• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી વજ્રસ્વામી textborder2

અવંતિ પ્રદેશની તુમ્બવન નગરીના નિવાસી ધનગિરિ અને સુનંદાનાં લગ્ન તો થયાં, કિન્તુ સુનંદા પતિની આત્મકલ્યાણના સાધનાપથની ]ંખનાને સુપેરે જાણતી હતી. સુનંદાને ગર્ભસૂચક શુભસ્વપ્ન આવતાં ધનગિરિએ કહ્યું કે તને થોડા જ સમયમાં પુત્રનો આધાર સાંપડશે, તો હવે તારી અનુમતિ હોય તો મારી દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધવાની ભાવના છે. આદર્શ આર્યનારીની પેઠે સુનંદાએ ધનગિરિને અનુમતિ આપી. વી.િન.સં. 496માં સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. આ સમયે સુનંદાની સહિયરો અને પરિવારજનોએ હર્ષોલ્લાસભેર પુત્રજન્મની ઉજવણી કરી. આનંદના આ અવસરે કોઈએ એમ કહ્યું કે જો આ બાળકના પિતા ધનગિરિએ દીક્ષા લીધી ન હોત અને અહીં હાજર હોત, તો આ જન્મોત્સવની ઉજવણી ઓર દીપી ઊઠત. આ વાક્યો નવજાત શિશુના કાને અથડાતાં જ એને પૂર્વજન્મના સંસ્કારને લીધે જાતિસ્મરણ જ્ઞાન થયું. બાળકે મનોમન વિચાર્ય઼ું કે માતા વાત્સલ્યથી વીંટાળી દે નહીં તે માટે એણે તત્કાળ રડવાનું શરૂ કર્ય઼ું. પૂરા છ મહિના સુધી રાત-િદવસના એના રુદનથી માતા સુનંદા હેરાનપરેશાન થઈ ગઈ અને એક દિવસ અકળાઈને મુનિ ધનગિરિને આ સતત રડતો બાળક જ વહોરાવી દીધો. બાળક મુનિને પધરાવતાં જ શાંત થઈ ગયો. મુનિ ધનગિરિ ]ાેળીમાં લઈને ગુરુ આર્યસિંહગિરિ પાસે આવ્યા ત્યારે ગુરુએ વજનદાર ]ાેળીને જોઈને કહ્યું કે આ તો વજ્ર મસાન અત્યંત ભારયુક્ત છે. ગુરુએ ]ાેળી ખોલીને જોયું તો એમાંથી બાળક નીકળ્યો. ગુરુએ એનું નામ `વજ્ર' રાખ્યું. આ બાળકનો સાધ્વીજી અને શ્રાવિકાઓ દ્વારા ઉછેર થતો ગયો. ત્રણેક વર્ષ બાદ પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય પુનઃ જાગૃત થતાં સુનંદાએ પુત્રની માગણી કરી. વાત છેક રાજદરબાર સુધી પહોંચી. છેવટે નIાળ થયું કે બાળક જેના પ્રત્યે આકર્ષિત થાય તેની પાસે એને રાખવો. સુનંદાએ ભાતભાતનાં સુંદર રમકડાં, મધુર સ્વાદિષ્ટ મીઠાઈઓ અને હાથ લંબાવીને વાત્સલ્યભરી ચેષ્ટાઓ દ્વારા બાળકને પોતાની પાસે બોલાવ્યો, પરંતુ બાળક એક તસુ પણ હાલ્યો-ચાલ્યો નહીં. એ પછી બાળકના પિતા ધનગિરિએ પોતાનું રજોહરણ ઉઠાવીને કહ્યું કે જો તું તત્ત્વને જાણનારો હોય અને સંયમને ગ્રહણ કરવા માટે ઉત્સુક હોય તો કર્મબંધનને ફગાવી દેવા માટે આ રજોહરણનો સ્વીકાર કર. મુનિ ધનગિરિનું વાક્ય પૂરું થાય એ પહેલાં બાળક વજ્ર પોતાના સ્થાનથી ફરીને એમના ખોળામાં બેસી ગયો અને હાથમાં રજોહરણ લઈને ચામરની માફક ઢોળવા લાગ્યો. સાધુતા અને સામર્થ્યની પાવન મૂર્તિ સમા આચાર્ય વજ્રસ્વામી વીર નિ. સં. 584 માં કાલધર્મ પામ્યા. આવા મહાના આચાર્યના સ્વર્ગગમનની સાથે જ દસમો પૂર્વ અને ચતુર્થ સંહનનનો વિચ્છેદ થઈ ગયો. આવા આચાર્યની સ્મૃતિને ચિરસ્થાયી બનાવવા માટે એમના સ્વર્ગગમન પછી વજજીશાખાની સ્થાપના થઈ.

textborder

advt04.png