• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ textborder2

ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના મહાપંડિત સિદ્ધસેને પ્રકાંડ પંડિતોને હરાવ્યા હતા. એવામાં એમણે મહાન તાર્કિક વૃદ્ધવાદીસૂરિજીની નામના સાંભળી એટલે વાદ માટે પડકાર ફેંક્યો. પરંતુ એમની સામે પરાજય થતાં પૂ. વૃદ્ધવાદીજી પાસે જૈન ધર્મની દીક્ષા સ્વીકારી અને તેમનું નામ મુનિ કુમુદચંદ્ર રાખ્યું હતું. સમય જતાં એમને આચાર્ય પદવી આપી અને એમના મૂળ નામ પરથી એમને સિદ્ધસેનસૂરિ નામ આપ્યું. સિદ્ધસેનસૂરિ પાસે મંત્રસૈનિકો અને સુવર્ણ પૈદા કરવાની શક્તિ હોવાથી એમણે કર્માર ગ્રામના રાજા દેવપાળને મદદ કરી અને કામરુ દેશના રાજા વિજયવર્માનું આક્રમણ નિષ્ફળ બનાવ્યું. પરિણામે રાજા અને પ્રજા બંનેએ મુક્ત કંઠે આચાર્ય સિદ્ધસેનસુરિજીનાં યશોગાન ગાયાં અને એમને અંધકારમાં પ્રકાશ ફેલાવનાર ``િદવાકર''નું બિરુદ અર્પણ કર્ય઼ું. રાજા આચાર્ય સિદ્ધસેન દિવાકરને આગ્રહ કરીને હાથી પર કે પાલખીમાં બેસાડતા હતા, પગપાળા ચાલવા દેતા નહીં. એમના ગુરુ આચાર્ય વૃદ્ધવાદીસુરિજીને આની જાણ થતાં તેઓએ વિચાર્ય઼ું કે જો આચાર્ય સિદ્ધસેન દિવાકરનું બીજા સાધુઓ અનુસરણ કરતા થઈ જશે તો ત્યાગધર્મની મહત્તા ઘટી જશે. વળી સાધુઓ પરિગ્રહી બનશે તો સમાજમાં અનેક દૂષણો જન્મશે. પરિણામે વયોવૃદ્ધ હોવા છતાં શિષ્યને જાગૃત કરવા માટે પૂ. વૃદ્ધવાદીસૂરિ કર્માર ગ્રામ આવ્યા. એમણે જોયું તો સિદ્ધસેનસૂરિ ઠાઠમાઠથી પાલખીમાં બેસીને રાજદરબાર ભણી જતા હતા. વૃદ્ધ પૂ. વૃદ્ધવાદીસૂરિએ આ પાલખી ઉપાડી, પણ વૃદ્ધાવસ્થાને લીધે ડગમગવા માંડી, ત્યારે દિવાકરસૂરિએ સંસ્કૃતમાં એક વાક્ય કહ્યું. આ વાક્યમાં રહેલો શાબ્દિક દોષ પાલખી ઊંચકનાર ગુરુએ બતાવ્યો. પોતાના જેવા વિદ્વાનની ભૂલ કાઢનાર કોણ હશે ? વળી તે પણ પાલખી ઉપાડનાર ! પાલખી ઊભી રખાવીને નીચે ઊતરીને જોયું તો આ તો સ્વંય ગુરુદેવ જ હતાં ! આચાર્ય સિદ્ધસેનને ઘોર પýાાત્તાપ થયો. ગુરુની માફી માગી. ગુરુએ એમને આત્મધ્યાનમાં સ્થિર થવાનો ઉપદેશ આપીને પ્રયાણ કર્ય઼ું. એક સમયે સિદ્ધસેન દિવાકરે જૈન ધર્મનાં પ્રાકૃતમાં લખાયેલાં સૂત્રોની કેટલાક વિદ્વાનોને ઠેકડી ઉડાડતા જોઈને એનું સંસ્કૃતમાં રૂપાંતર કરવાનો સંકલ્પ કર્યો. આ અંગેની ગુરુની રજા માગી ત્યારે ગુરુએ કહ્યું કે તીર્થંકરોએ જે પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો હતો તે બદલવાનો વિચાર કરવો, એ તીર્થંકરની આજ્ઞાની અવહેલના કહેવાય. પોતાના આવા દોષના પ્રાયýિાત અર્થે સિદ્ધસેનસૂરિ બાર વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહ્યા. આ. સિદ્ધસેન દિવાકરે રચેલા `બત્રીસ-બત્રીસી', `ન્યાયાવતાર', `સન્મતિતર્ક', આદિ અનેક ગ્રંથો એમની વિરાટ પ્રતિભાનો પરિચય આપે છે. ઉચ્ચ કોટિના સાહિત્યકાર, સમર્થવાદી અને દિગ્ગજ વિદ્વાન તરીકે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું સદૈવ સ્મરણ થતું રહેશે.

textborder

advt02.png