• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી દેવર્ધીગણી મહાશ્રમણ textborder2

ગુજરાતની ઈતિહાસપ્રસિદ્ધ વલ્લભી નગરીમાં વીર નિર્વાણ 980 (વિ.સં. 510)માં જૈન ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ઘટના સર્જાઈ. આચાર્યદેવ શ્રીમદ્દ દેવર્ધિગણિના નેતૃત્વમાં શ્રુતજ્ઞાનની જાળવણી, એનું વ્યવસ્થિત સંકલન અને એનું લિપિકરણ-એમ ત્રણ અપૂર્વ ધર્મકાર્યો કરવામાં આવ્યાં. આ ભગીરથ કાર્યના પ્રારંભરૂપે શ્રમણો પાસેથી આગમના પાઠો સાંભળીને અને ચિત્તમાં ધારણ કરીને એને વ્યવસ્થિત કર્યા. આ સમયે એમનિ સમક્ષ સ્કંદિલી અને નાગાર્જુનીય -એમ બે વાચનાઓ હતી. નાગાર્જુનીય વાચનાના પ્રતિનિધિ તરીકે આચાર્ય કાલક (ચતુર્થ) હતા. જ્યારે સ્કંદિલી વાચનાના પ્રતિનિધિ તરીકે આચાર્ય દેવર્ધિગણિ હતા. બંનેની આગમવાચનામાં ભેદ હતો, કારણ કે આર્ય સ્કંદિલ અને આર્ય નાગાર્જુનનો પ્રત્યક્ષ મેળાપ થયો નહોતો. શ્રુતસંકલનના આ કાર્યમાં બે પાઠભેદ હોવાથી જૈન સંઘ વિભક્ત થાય એવી સ્થિતિ ઊભી થઈ હહતી, કિંતુ શ્રી દેવિર્ધિગણિએ નાગાર્જુનીય વાચનાને પાઠાંતરના રૂપમાં નોંધીને પોતાની ઉદારતા અને ગિરિમાનો પરિચય આપ્યો. આ કાર્યમાં શ્રી દેવર્ધિગણિને આચાર્ય કાલકનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. આગમલેખનને મહત્ત્વનું માનીને બંને વાચનાઓ જોવામાં આવી અને તેથી જ વાચનાની સાથેસાથે આગમલેખન પણ થયું. જિનશાસનની કીર્તિગાથાનું એક ઉત્તંગ શિખર એટલે આચાર્યશ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ. દેવર્ધિગણ ક્ષમાશ્રમણના જીવન વિશે ભિન્ન ભિન્ન કિંવદંતી મળે છે. દેવર્ધિ કાશ્યપ ગોત્રના ક્ષત્રિય હતા અને તેઓ ક્ષમાશ્રમણ અને દેવવાચક એવાં બે નામોથી ઓળખાતા હતા. એક વાર રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે સમવસરણમાં સૌધર્મેદ્રને કહ્યંષ, ``મને ગર્ભાવસ્થામાં દેવાનંદાની કૂખેથી ત્રિશલાની કૂખમાં મૂકનાર હરિણૈગમેષી દેવ જ દેવર્ધિગણી નામથી મારા નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ થશે અને તેઓ દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર થશે.'' દેવર્ધિગણિ માત કલાવતીના ગર્ભમાં હતા, ત્યારે ગર્ભના પ્રભાવથી કલાવતીએ ઋદ્ધિવાળા દેવને જોયા. પરિણામે એમણે પુત્રનું નામ દેવર્ધિગણિ રાખ્યું. યુવાનીમાં દેવર્ધિને શિકારનો ભારે શોખ હતો. એમને સન્માર્ગ બતાવવાનો ઘણો પ્રયત્ન થયો. એક વાર દેવર્ધિ શિકારે નીકળ્યા હતા ત્યારે સામે ત્રાડ નાખતો સિંહ, પાછળ ઊંડી ખાઈ અંને બંને બાજુ જંગલી પ્રાણી ઊભઅ રહેલાં જોયાં. એ સમયે દેવ અને બચાવે છે અને આચાર્ય લોહિત્યસૂરિ પાસે મોકલી આપે છે. આચાર્યનો ઉપદેશ સાંભળીને દેવર્ધિ દીક્ષિત થયા. એકાદશાંગી અને એક પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી આચાર્ય, ગણાચાર્ય અને વાચનાચાર્ય બન્યા. આચાર્યા દેવર્ધિગણિએ વલ્લભીપુરમાં પાંચસો આચાર્યા સમક્ષ પાંચમી આગમવાચના કરી.

textborder

advt02.png