• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી માનતુંગસૂરિ textborder2

આચાર્યશ્રી માનતુંગસૂરિજી રચિત `ભક્તામર સ્તોત્ર' એટલે ભારતીય સ્તોત્રસાહિત્યનું એક રમણીય અન ઉત્તુંગ શિખર. તેરસો કરતાં પણ વધુ વર્ષોથી ભક્તિની પરમ, ચરમ અને ઊર્ધ્વ ભૂમિકાએ રચાયેલું આ સ્તોત્ર ભાવપૂર્વક ગાવામાંöઆરાધવામાં આવે છે. આ સ્તોત્ર ચિત્તમાં રહેલી મિથ્યાત્વની મલિનતા ધોઈને પરમાત્મા પ્રત્યેની ભક્તિની ઉજ્જવળતા અર્પે છે. વસંતતિલકા છંદમાં રચાયેલ અત્યંત કર્ણમધુર અને ભાવભરપૂર આ સ્તોત્રનું હજારો ભાવિકો પ્રતિદિન પઠન, પાઠન અને પૂજા કરે છે. એને વિશે સાંપડતી કથાઓ એની પ્રભાવક્તાઓનો પરિચય આપે છે. એનાં યંત્રો એની આરાધનાવિધિ દર્શાવે છે. એના પ્રત્યેક શ્લોકમાં ઋદ્ધિ, મંત્ર અને સાધનવિધિ સાંપડે છે. આ રીતે એક બાજુ એની આંતરિક આરાધનાની વિધિ મળે છે, તો બીજી બાજુ એના ભાવોને સવિશેષ પ્રગટ કરતાં ટીકા, વિવરણ અને પદ્યાનુવાદ મળે છે. આમાં ભાવ અને ભાષા ]રણાંની નૈસર્ગિક છટાથી વહે છે. આમાં પ્રશાંત ભક્તિરસનો પ્રગાઢ અનુભવ થાય છે, તો આચાર્યશ્રી માનતુંગસૂરિની વંદનીય લઘુતા ભાવનાવિભોર કરે છે. એક વખત ભોજરાજાએ એમને ધારાનગરીમાં આવવાનું આદરપૂર્વક નિમંત્રણ આપ્યું. નગર દ્વાર પર અનેક વિદ્વાનો સૂરિજીના સ્વાગત માટે આવ્યા હતા. એમણે ઘીથી ભરેલી વાઢી બતાવી ત્યારે સૂરિજીએ એમાં એક સળી ખોસી દીધી. વિદ્વાનોએ એવો સંકેત આપ્યો કે ધારાનગરી તો વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી છે, તેમાં આવીને વળી તમે શું કરશો ? ઘીમાં સળી ખોસીને સૂરિજીએ દર્શાવ્યું કે તેઓ પોતે ધારાનગરીના વિદ્વાનોની સભામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે તેમ છે. વારાણસી નગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો પરસ્પર ઈર્ષા કરતા હતા. મયૂર નામના પંડિતે ચમત્કાર બતાવ્યો. આથી જૈન ધર્મના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે જૈન ધર્મમાં કાવ્યરચના દ્વારા સર્જનાત્મક ચમત્કાર સર્જનારા પંડિતોનો સર્વથા અભાવ છે. શાસનની પ્રભાવક્તા દર્શાવવ માટે શ્રી માનતુંગાચાર્યે આ પડકાર ]ાળલી લીધો. તેમને એક ઓરડામાં પૂરવામાં આવ્યા. એમના શરીરે ચારે બાજુ લોખંડની સાકળ બાંધવામાં આવી. સાંકળની આગળ 44 તાળાં મારવામાં આવ્યાં. આવા અંધારિયા ઓરડામાં પુરાયેલા આચાર્ય માનતુંગસૂરિજી જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બનીને ભક્તિરસથી છલકાતા શ્લોક પર શ્લોક રચાતા ગયા અને તેના ભાવપૂર્ણ ઉચ્ચારણની સાથે જ તાળાં અને લોખંડની સાંકળ તૂટવા લાગ્યાં. ભગવાન ઋષભદેવની અધિષ્ઠાત્રી દેવી ચક્રેશ્વરીએ આ કાર્યસિદ્ધ કર્ય઼ું. આચાર્યશ્રી માનતુંગસૂરિ રાજસભામાં પધાર્યા અને મધુર શબ્દોથી વારાણસીના રાજા હર્ષદેવને `ધર્મલાભ' કહ્યો. આ વિસ્મયજનક ઘટનાથી અત્યંત પ્રભાવિત બનેલા રાજા હર્ષદેવે આચાર્યશ્રી માનતુંગસૂરિજી પાસેથી જૈન ધર્મનો પવિત્ર ઉપદેશ મેળવ્યો. રાજાએ જૈન શાસનની ઉન્નતિ માટે અનેક સત્કાર્યો કર્યા અને સ્વયં જૈન ધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રી માનતુંગસૂરિજીએ રચેલી 44 ગાથાઓ આજે `ભક્તામર સ્તોત્ર'ને નામે સર્વત્ર પ્રચલિત છે. (દિગંબર અને સ્થાનકવાસી પરંપરામાં 48 ગાથાનો પાઠ મળે છે.) `ભક્તામર' શબ્દથી શરૂ થતું હોવાથી `ભક્તામર સ્તોત્ર'ને નામે ઓળળાતા આ સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. આ સ્તોત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિથી બળેલા-ગળેલા માનવહૃદયને પરમ શાંતિ અર્પે છે. આઠ પ્રકારના ભયથી ઘેરાયેલા માનવીના જીવનને અભયનું વરદાન આપે છે. માનતુંગસૂરિ2 21 પધ ધરાવતી `ભયહર(નમિઊણ) સ્તોત્ર' ની પણ રચના કરી હતી.

textborder

advt01.png