• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી હરિભદ્રસૂરિ textborder2

મહાન ગ્રંથકાર અને મહાપ્રભાવક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચેલા 1444 ગ્રંથો એ જિનશાસનનો અનુપમ જ્ઞાનવૈભવ છે. તેઓ આગમિક સાહિત્યના સર્વપ્રથમ ટીકાકાર હતા અને એમના ગ્રંથો દ્વારા એમણે યોગના વિષયમાં નવી કેડી કંડારી આપી. તેઓ ચિત્તોડના રાજા જિતારિના પુરોહિત હતા. વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના જાણકાર એવા 14 વિદ્યાના પારગામી હતા. એ સમયે ભારતવર્ષમાં વાદ-િવવાદમાં એમને પરાજિત કરનારું કોઈ નહોતું. વિદ્યાનું અભિમાન એટલું કે લોકોમાં એમ કહેવાતું કે આ પંડિત હરિભદ્ર પેટે સોનાનો પટ્ટો, હાથમાં કોદાળી, બગલમાં જાળ અને ખભે નિસરણી રાખીને ઠેર ઠેર ભ્રમણ કરે છે અને છડેચોક પડકાર ફેંકે છે. પ્રચંડ જ્ઞાનના આફરાથી ફૂલીને પેટ ફાટી ન જાય તે માટે પેટ પર સોનાનો પટ્ટો બાંધે છે. એમને જીતવાની ઈચ્છાવાળો કોઈ વાદી પૃથ્વીવટ છોડીને ધરતીમાં પેસી ગયો હશે તો કોદાળીથી ધરતીને ખોદીને હું એને બહાર કાઢીને પરાભવ આપીશ. સાગરના પેટાળમાં છુપાયો હશે તો આ જાળથી માછલાંની માફક બહાર ખેંચી આણીશ. જો એ આકાશે ચડી ગયો હશે તો એને નિસરણીથી પકડીને લાવીને પરાજિત કરી ભોંયભેગો કરીશ. કળિયુગમાં પોતાને સર્વજ્ઞ માનનારા પંડિત હરિભદ્રે પ્રતિજ્ઞા કરી હતી કે આ પૃથ્વી પર એવો કોઈ જ્ઞાની હોય કે જેનું વચન મારા જેવો સર્વ શાસ્ત્રાેનો જ્ઞાતા સમજી ન શકે, તો એનો હું શિષ્ય બની જઈશ. એક વખત પંડિતરાજ હરિભદ્ર પાલખીમાં બેસીને જતા હતા ત્યારે એમણે એક ધર્માગાર પાસેથી પ્રશાંત મધુર કંઠમાંથી વહેતી ગાથા સાંભળિ. પંડિત હરિભદ્રે એનો અર્થ ઉકેલવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એનો ભેદ ઊકેલતો નહોતો. ચાર વેદો, તમામ ઉપનિષદ, અઢારે પુરાણ અને સર્વ વિદ્યામાં પારંગત એવા એ સમયના શ્રેષ્ઠ વિદ્વાન હરિભદ્રના જ્ઞાનના ગર્વનો હિમાલય ઓગળવા માંડયો. તેઓ નમ્રભાવે ગાથા બોલનારા સાધ્વીજી પાસે ગયા અને કહ્યું કે આપની આ ગાથાનો અર્થ સમજાવો. સાધ્વી મહત્તરા યાકિનીએ કહ્યું કે તમારે ગાથાનો અર્થ સમજવો હોય તો અમારા આચાર મુજબ કાલે અમારા ગુરુદેવ આવે ત્યારે જરૂર પધારજો. તેઓ આપને જરૂર એનો મર્મ સમજાવશે. બીજે દિવસે આચાર્ય જિનદત્તસૂરિ પધાર્યા અને એમણે હરિભદ્રને આ ગાથાનો મર્મ સમજાવ્યો. હરિભદ્ર એમના શિષ્ય બન્યા અને સમય જતાં એ પંડિત હરિભદ્ર આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. તેઓ પોતાના પર અવર્ણનીય ઉપકાર કરનાર અને જ્ઞાન-આરાધનાની નવી ક્ષિતિજો બતાવનાર સાધ્વી યાકિની મહત્તરાને પોતાની માતા ગણતા હતા. હવે કલિકાલના સર્વજ્ઞ જેવાં વિશેષણોથી ઓળખાવું એમને ગમતું નહોતું. જેમ જેમ જૈન શાસ્ત્રાેનું જ્ઞાન વધતું ગયું. તેમ તેમ સમય જતાં અંતે પોતાની જાતને અલ્પમતિ તરીકે ઓળખાવતા હતા અને સ્વરચિત્ત ગ્રંથોના સમાપનમાં તેઓ કૃતજ્ઞતાપૂર્વક સાધ્વી યાકિની મહત્તરાનું સ્મરન કરીને અંતે `યાકિની મહત્તરા ધર્મસૂનુ' અર્થાત્ `યાકિની મહત્તરાના ધર્મપુત્ર' તરીકે તેઓ પોતાનો પરિચય આલેખતા હતા. એક સમયે જૈન ધર્મ પ્રત્યેના દ્વેષને કારણે હરિભદ્ર એમ કહેતા હતા કે ગાંડા હાથીના પગ નીચે કચડાઈને મરવું સારું, પરંતુ જિનમંદિરમાં કદીયે જવું મહીં. એ જ હરિભદ્રને એક વાર ઉન્મત્ત હાથીથી જાતને બચાવવા જિનમંદિરનો આશરો લેવો પડયો. એ સમયે વીતરાગની મૂર્તિ જોઈને એમણે મજાક પણ કરી હતી કે, `તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનની સ્પષ્ટ સાક્ષી પૂરે છે, કેમ કે બખોલમાં અગ્નિ હોય તો ]ાડ લીલુંછમ રહે ખરું ?' પરંતુ કુદરતની બલિહારી એ કે સમય જતાં તેઓને જૈન ધર્મ અને જિનમંદિરની મહત્તાનો અનુભવ થયો અને પોતાના શબ્દો અને વિચારો બદલી નાખ્યા. એમ કહેવાય છે કે લલ્લિગ શેઠે આપેલા રત્નના પ્રકાશમાં આચાર્ય હરિભદ્રસૂરિજી રાત્રે ગ્રંથરચના કરતા હતા. આવા મહાન આચાર્યનો જીવનકાળ વીર નિર્વાણ સં. 1227 થી 1297 (િવ.સં. 757 થી 827) સુધીનો માનવામાં આવે છે.

textborder

advt02.png