• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી બપ્પભટ્ટસૂરિ textborder2

ક્ષત્રિય વંશમાં શ્રી બપ્પભટ્ટિનો જન્મ વીર નિર્વાણ સં. 1270 (વિ.સં. 800) ની ભાદરવા માસની ત્રીજે ગુજરાતમાં આવેલા ડુમ્બાઉધિ ગામમાં થયો. અત્યારે આ ગામ બનાસકાંઠામાં ધાનેરા-થરાદની નજીક આવેલા ડુવા ગામ તરીકે ઓળખાય છે. એમનું બાલ્યાવસ્થાનું નામ સૂરપાલ હતું. એકવાર મોઢેરામાં બિરાજમાન આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ સ્વપ્નમાં બાળ કેસરીસિંહને ચૈત્ય પર છલાંગ ભરતો જોયો. પ્રાતઃકાળે આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિ જિનાલયમાં ગયા અને એમની દૃષ્ટિ આ છ વર્ષના બાળક પર પડી. આચાર્યશ્રીને આ તેજસ્વી બાળકને જોતાં જ સ્વપ્નનું સ્મરણ થયું અને એમણે બાળક સૂરપાલના પિતા બપ્પ અને માતા ભટ્ટિને બોલાવ્યાં. માતાöિપતાએ બાળકની તેજસ્વિતા અને દૃઢતા જાણીને તેને શાસનને સમર્પિત કર્યો. માતાöિપતાની મંગળ સ્મૃતિ રૂપે આ બાળકનું નામ બપ્પભટ્ટિ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા બાદ મુનિ બપ્પભટ્ટિએ તર્કપ્રધાન ગ્રંથો અને બોંતેર કળાઓનું શિક્ષણ મેળવ્યું. કાન્યકુબ્જ દેશના આમ રાજા બપ્પભટ્ટિસૂરિ પાસેથી પ્રતિબોધ પામ્યા. રાજાએ પોતાનું અડધું રાજ્ય આપવાની વિનંતી કરી, પરંતુ બપ્પભટ્ટસૂરિએ અપરિગ્રહી જૈન સાધુનો ખ્યાલ આપ્યો. બપ્પભટ્ટસૂરિની કાવ્યરચનાથી કાન્યકુબ્જનો રાજા અત્યંત પ્રભાવિત થયો. આ રાજા વખતોવખત બપ્પભટ્ટિસૂરીની કસોટી કરતા હતા. ક્યારેક એમની સાધુતાની અગ્નિપરીક્ષા કરતા, તો ક્યારેક એમની વિદ્વત્તાની પરીક્ષા કરતા. યુવાન સૂરિજીને જોઈને એમના બ્રહ્મચર્યવ્રતની પરીક્ષા કરવા માટે આમ રાજાએ એક ગણિકાને પુરુષવેશમાં સૂરિજી પાસે મોકલી. એ ગણિકા ચૂપચાપ સૂતેલા સૂરિજીની સેવા કરવા લાગી. નારીનો કોમળ સ્પર્શ થતાં બપ્પભટ્ટિસૂરી જાગી ગયા. ચોંકી ઊઠયા. યુવાની, રાત્રિનો નીરવ સમય અને અત્યંત એકાંતમાં ચલાયમાન કરવાનો રાજા આમનો મનોભાવ સૂરિવર પામી ગયા. એમણે ગણિકાને ચાલ્યા જવા કહ્યંષ. આ યુવાન આગળ ગણિકા નમી પડી. અડગ મનના આ સૂરિવરને દેવલોકની અપ્સરા પર ચળાવી શકે તેમ નહોતી. પોતાના ગુરુની ગૌરવગાથા સાંભળીને રાજા આમ હર્ષવિભોર બની ગયા. એકવાર ધર્મ રાજાના નિમંત્રણથી આમ રાજા તરફથી બપ્પભટ્ટિ અને ઘર્મ રાજા તરફથી વિદ્વાન વર્ધનકુંજરનો છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. આ શાસ્ત્રાર્થમાં બપ્પભટ્ટસૂરિનો વિજય થતાં એમને `વાદિકુંજર કેસરી' ની પદવી મળી. મત અને વાદના વિજયને આ સૂરિરાજે સંવાદમાં પલટી નાખ્યો. આમ રાજા અને ધર્મ રાજા વચ્ચે વર્ષો જૂના વેરનું વાવેતર થયું હતું. આ સૂરિરાજે એ બંનેને ક્ષમાધર્મનું માહાત્મ્ય સમજાવ્યું. આને કારણે જૈન ધર્મનો મહિમા થયો.

textborder

advt02.png