• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી અભયદેવસૂરિ textborder2

જૈન આગમોમાંથી નવ આગમો પર સંસ્કૃત ટીકાઓ રચીને નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ શ્રી અભયદેવસૂરિજીએ અનેક ગ્રંથોની રચના કરી. એમણે `જ્ઞાતા ધર્મકથા', `સ્થાનાંગ', `સમવાયાંગ', `ભગવતી', `ઉપાસકદશા', `અંતકૃદ્ દશા', `પ્રüાવ્યાકરણ' જેવાં આગમનાં નવ અંગો પર ટીકા રચી. જૈન આગમસાહિત્યના ગૂઢાર્થને સમજવા માટે શ્રી અભયદેવસૂરિજીની ટીકાઓ ચાવીરૂપ છે. આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન હોવાની સાથે એમાં અનેક વિષયોનું નિરૂપણ મળે છે. આ રીતે જિનઆગમોની શુદ્ધ પરંપરા ચિરકાળ સુધી અખંડ રહે, તે માટે ગ્રંથરચના કરનારા આચાર્યોમાં અભયદેવસૂરિજીનું નામ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. આચાર્યશ્રી અભયદેવસુરિનો જન્મ વૈશ્ય પરિવારમાં વીરનિર્વાણ સં. 1542 (િવ.સં. 1072)માં થયો. માલવદેશની વિખ્યાત ધારાનગરીમાં મહિધર શેઠ અને ધનદેવી માતાની કૂખે જન્મેલા આ બાલકનું નામ અભયકુમાર રાખવામાં આવ્યું. ધારાનગરીમાં એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ પધાર્યા હતા, ત્યારે એમનું વ્યાખ્યાન સાંભળતાં અભયકુમારને વૈરાગ્યનો રંગ લાગ્યો. માતા-િપતાની આજ્ઞા લઈને એમણે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. નાની વયે જ એમણે આગમ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો અને સમય જતાં તેઓ આચાર્ય પદથી અલંકૃત બન્યા. એમ કહેવાય છે કે એક રાત્રે આચાર્ય અભયદેવસૂરિ ધ્યાનમાં લીન હતા, ત્યારે શાસનદેવી એમની સમક્ષ પ્રગટ થયાં. શાસનદેવીએ કહ્યું કે `આચારાંગ' અને `સૂત્રકૃતાંગ' આગમોની ટીકાઓ સૂરક્ષિત છે, પરંતુ અન્ય ટીકાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે. એ ક્ષતિને દૂર કરવા માટે તમે શ્રી સંઘનું હિત સાધવા પ્રયત્નશીલ બનો. આચાર્ય અભયદેવસૂરિએ આ મહાન કાર્ય સ્વીકાર્ય઼ું. નિરંતર આયંબિલ તપ કરીને ગ્રંથરચનાની શરૂઆત કરી. લાંબા પરિશ્રમ બાદ તેઓએ અંગ-આગમ પર ટીકાગ્રંથો રચ્યા. સતત આયંબિલ તપ હોવાથી અને રાતોની રાત જાગ્યા હોવાથી તેઓને કોઠ જેવો રોગ ઉત્પન્ન થયો. આને પરિણામે એમના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે શાસ્ત્રાેનું ખોટી રીતે અર્થઘટન કરવા માટે એટલે કે ઉત્સૂત્ર-પ્રરૂપણાને કારણે શાસનદેવીએ દંડરૂપે એમને આ રોગફળ આપ્યું છે. આચાર્ય અભયદેવસૂરિએ રાત્રિના સમયે શાસનરક્ષક ધરણેદ્રનું સ્મરણ કર્ય઼ું અને જાગૃત આચાર્યએ પ્રગટ થેયલા ધરણેદ્રને કહ્યું, `હે દેવરાજ ! મને મૃત્યુનો લેશમાત્ર ભય નથી, પરંતુ મારા રોગને કારણરૂપ બનાવીને નિંદાખોર લોકો દ્વારા ફેલાવવામાં આવતી સંઘની નિંદા મારાથી સહન થતી નથી. આથી મેં અનશન લઈને દેહત્યાગ કરવાનું વિચાર્ય઼ું છે.' શાસનરક્ષક ધરણેદ્રએ તેઓ નિર્દોષ હોવાની ખાતરી આપીને જરૂરી માર્ગદર્શન આપ્યું. અભયદેવસૂરિ ધરણેદ્રના કહેવા મુજબ શ્રાવકસંઘની સાથે સ્થંભનગ્રામમાં સેઢી નદીના કિનારે આવ્યા. અહીં એક ગોવાળની ગાયનું દૂધ આપોઆપ જ એક જ સ્થળે વહેતું હતું. એ સ્થાનને આચાર્યશ્રીએ શોધી કાઢયું અને `જયતિહુઅણ' નામના બત્રીસ શ્લોકનું સ્તોત્ર રચ્યું. આ સ્તોત્રરચાનથી શ્રી સ્થંભન પાર્શ્વનાથની નીલરત્નમય પ્રાચીન પ્રતિમા ધરતીમાંથી પ્રગટ થઈ. શ્રીસંઘે વિધિપૂર્વક એનું સ્નાત્ર કર્ય઼ું અને એ સ્નાત્રજળ અભયદેવસૂરિજીના અંગ પર લગાવવામાં આવતાં જ એમનો રોગ નષ્ટ થઈ ગયો. આચાર્યશ્રી પુનઃ સ્વસ્થ બની ગયા. આજે પણ ખંભાતના જિનાલયમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથની એ પ્રતિમા બિરાજમાન છે.

textborder

advt05.png