• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી જિનદત્તસૂરિ textborder2

જિનશાસનના પ્રભાવક આચાર્ય તરીકે આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી પ્રસિદ્ધ છે. બાળપણથી માતા વાહદેવી પોતાના બાળકને લઈને વ્યાખ્યાનમાં જતી હતી, ત્યારે ઉત્તમ ધર્મકથાઓનું શ્રવણ કરતાં બાળકના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગૃત થયો. એણે મુનિજીવન સ્વીકારવાની ઈચ્છા પ્રગટ કરી. બાળકના શરીર પરનાં શુભ ચિહ્નો એનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતા હતા. વિ.સં. 1141માં ઉપાધ્યાય ધર્મદેવે સંયમદીક્ષા આપી અને એમનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું. તેજસ્વી મુનિરાજે જૈન દર્શનનો ગહન અભ્યાસ કર્યો. મંત્રવિદ્યાનું શિક્ષણ મેળવ્યું. પોતાના સમયના ઉત્તમ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો અને એમાં વિજય મેળવ્યો. વિ.સં. 1159ની વૈશાખ સુદ છઠ્ઠ અને શનિવારે ચિતોડમાં શ્રી દેવભદ્રાચાર્યે તેમને આચાર્યપદે સ્થાપ્યા અને જિનદત્તસૂરિ નામ આપ્યું. એમની વિદ્વતા, સાધુતા, ઉદારતા અને પ્રભાવક્તાને કારણે તેઓ જિનશાસનના ગગનમાં તેજસ્વી સૂર્યની માફક પ્રકાશતા રહ્યા. એમણે નવા નિયમો બનાવ્યા. ખરતરગચ્છની સ્થાપ્ના કરી. એમની શક્તિ અને સાધના અત્યંત પ્રબળ હતિ. ચોસઠ યોગિની, બાવન વીર તથા પાંચ વીર હંમેશાં એમની સેવામાં હાજરાહજૂ રહેતાં હતાં. નાગદેવ નામના એક શ્રાવકને વિલક્ષણ ઈચ્છા જાગી. એને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિચરતા સાધુઓમાં કોણ યુગપ્રધાન છે ? જિજ્ઞાસા તૃપ્ત કરવા એણે અંબિકાદેવીની ઉપાસના કરી. પ્રસન્ન થયેલાં દેવીએ તેની હથેળીમાં અક્ષરો લખ્યા. આ અક્ષરો નરી આંખે વાંચી શકાય તેવા નહોતા. દેવીએ કહ્યું કે જે વ્યક્તિ આ અક્ષરો વાંચી બતાવે, તેને તું યુગપ્રધાન જાણજે. નાગદેવ જિનદત્તસૂરિ પાસે આવ્યો અને આચાર્યશ્રીએ વાસક્ષેપ નાખીને એ અક્ષરો પ્રગટ કરી આપ્યા. પરિણામે આચાર્યશ્રીનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો. તેઓ યુગપ્રધાન ગણાયા. એ જ રીતે મંત્રબળે એક મુલ્લાના પુત્રનો શોક નિવારવા અને તેને બોધ આપવા માટે તેના પુત્રને જીવિત કરી બતાવ્યો. આથી પ્રભાવિત થયેલો મુસ્લિમ સમાજ પણ આચાર્યશ્રીનો અનન્ય ઉપાસક બની ગયો. આવી જ રીતે એક સમયે અજમેરમાં પ્રતિક્રમણ ચાલતું હતું, ત્યારે એકાએક વીજળી પડી. આચાર્યશ્રીએ એ વીજળીને મંત્રબળે થંભાવી દીધી. તેના પર કાષ્ઠાપત્ર ઢાંકીને સહુનું રક્ષણ કર્ય઼ું. આચાર્યશ્રી જિનદત્તસૂરિજીની પ્રસિદ્ધિ ``દાદા'' તરીકે થઈ. ``દાદા'' શબ્દ એમના પ્રત્યેના મહાન આદરને દર્શાવે છે. રાજસ્થાનમાં તો આચાર્ય જિનદત્તસૂરિ કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય જિનદત્તસૂરિએ વિ.સં. 1211ના વૈશાખ સુદિ છઠ્ઠના રોજ બિકાનેરમાં આચાર્ય જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં આચાર્યના નામ પહેલાં ``િજન'' શબ્દ જોડવાની પરંપરા ત્યારથી ચાલુ થઈ.

textborder

advt04.png