• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી હીરવિજયસૂરિ textborder2

એક દિવસ શહેનશાહ અકબર ફતેહપુર સિક્રીના શાહી મેહલના ]રૂખામાં બેસીને રાજમાર્ગ તરફ નજર કરતો હતો. એવામાં એણે એક મોટો વરઘોડો જોયો, જેમાં સુંદર વસ્ત્રાે પરિધાન કરીને ચંપા નામની શ્રાવિકા બિરાજમાન હતી. બાદશાહે તપાસ કરતાં જાણ્યું કે આ શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. આ ઉપવાસમાં માત્ર દિવસે જ ગરમ કરેલું (ઉકાળેલું) પાણી લીધું છે. બીજી કશી ચીજ મોંમા નાખી નથી. આ હકીકત જાણતાં મોગલ બાદશાહના આýાર્યનો પાર ન રહ્યો. એમણે શ્રાવિકાને પૂછયું, તો જાણ્યું કે આ તો ગુરુ હીરવિજયસ્રૂરિ જેવા ધર્મગુરુઓની સુકૃપાનું ફળ છે. અકબર બાદશાહને શ્રી હીરવિજયસૂરિનાં દર્શનની ઈચ્છા જાગી. જૈન શ્રાવકોએ શ્રી હીરવિજયસૂરિજીને ધર્મપ્રભાવના અને ધર્મોપદેશ અર્થે અકબર પાસે જવા વિનંતી કરી. વિ.સં. 1639ના જેઠ વદ 13 ને શુક્રવારે શ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. આ સમયે ફતેહપુર સિક્રીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આýાર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મૂકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. બાદશાહે જાણ્યું કે સૂરિજી આટલી મોટી વયે પાદવિહાર કરીને આવ્યા છે, તેથી વિશેષ આýાર્ય થયું. અકબરે પોતાની કુંડળી અને ભવિષ્ય વિશે પૂછયું ત્યારે સૂરિજીએ કહ્યું, ``આવો ફળાદેશ ગૃહસ્થો આપે. એમને આજીવિકા રળવાની હોય છે. અમે તો માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનની અભિલાષા રાખીએ છીએ.'' આ પ્રસંગે અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનુ-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે મુનિ મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈપણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્ય઼ું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વિ.સં. 1640માં શ્રી હીરવિજયસૂરિને જગદ્દગુરુની પદવી આપી. સૌરાષ્ટ્રના ઊના ગામમાં વિ.સં. 1652ના ભાદરવા સુદ 11ના દિવસે આચાર્યશ્રી સ્વર્ગવાસ પામ્યા. એમના અગ્નિસંસ્કાર માટે અકબરે એકસો વીઘા જમીન આપી હતી.

textborder

advt02.png