• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણ ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

009

textborder1 શ્રેષ્ઠ શ્રમણ શ્રી યશોવિજયસૂરિ textborder2

ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી મોઢેરા જતાં રસ્તામાં આવતા નાનકડા કનોડા ગામમાં તેમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી હતું. આ સૌભાગ્યદેવીને ધર્મ પ્રત્યે એવી અવિચળ શ્રદ્ધા હતી કે `ભક્તામર સ્તોત્ર'નું સ્મરણ કરીને જ રોજ અન્નજળ લેવાનો નિયમ હતો, કિંતુ એકવાર મુશળધાર વરસાદને કારણે સૌભાગ્યદેવી ત્રણ દિવસ સુધી ઉપાશ્રયે સાધ્વીજી મહારાજ પાસે `ભક્તામર સ્તોત્ર' સાંભળવા થઈ શક્યાં નહિ અને તેને પરિણામે અન્નજળ વિના રહેવું પડયું. આ કારણ જાણતાં જ બાળક જશવંતે કહ્યું, ``મા ! તારી જોડે ઉપાશ્રયમાં આવતો અને તારી પાસે બેસીને આ સ્તોત્ર સાંભળતો, તેથી મને એ યાદ રહી ગયું છે.'' ચાર-પાંચ વર્ષનો બાળક એક પણ ભૂલ વિના કડકડાટ `શ્રી ભક્તામર સ્તોત્ર'નો સંપૂર્ણ પાઠ બોલી ગયો. માતાનો લાડકો જશવંત આખા ગામમાં વહાલસોયો બની ગયો. આવી જ રીતે એક વાર જશવંતે સાધુ મહારાજ સાથે પ્રતિક્રમણ કર્ય઼ું અને એક જ વાર સાંભળેલાં તમામ સૂત્રો એને કંઠસ્થ થઈ ગયાં. ધર્મપરાયણ માતા-િપતાએ કુળને અજવાળનારો પુત્ર શાસનસેવા માટે સમર્પિત કર્યો. અહમદાબાદના સૂબા મહોબતખાનને અઢાર અવધાનનો પ્રયોગ બતાવતાં સૂબો એમની પ્રતિભાથી અંજાઈ ગયો. શ્રી યશોવિજયજીની પ્રતિભા વિકસતી અને વિસ્તરતી રહી. શ્રી યશોવિજયજીના ગુરુ મહારાજ પૂજ્યશ્રી નયવિજયજી પણ શિષ્યની જ્ઞાનઆરાધનાથી પ્રસન્ન હતા. એમણે વિચાર્ય઼ું કે જો આ તેજસ્વી સાધુને કાશીના વિદ્વાન પંડિતો પાસે મોકલવામાં આવે તો એની તેજસ્વિતા સોળે કળાએ પ્રગટે તેમ છે. આ સમયે ધનજી સૂરા નામના શ્રાવકે ગુરુ મહારાજને વિનંતી કરી કે આપ એમને કાશીમાં જ્ઞાનોપાર્જનની અનુમતિ આપો તો તે માટે કાશીમાં સઘળી સગવડ કરવાનો મને લાભ આપો. કાશીમાં ગંગા કિનારે શ્રુતઅધિષ્ઠાત્રી સરસ્વતીનું વરદાન મેળવ્યું. અહીં ન્યાયનો અભ્યાસ કરીને વિદ્વાત્તાનો પ્રભાવ દાખવનાર શ્રી યશોવિજયજીને ખુદ અજૈન વિદ્વાનોએ ``ન્યાયાચાર્ય'' અને ``ન્યાયવિશારદ'' જેવાં બિરુદ આપ્યાં. કાશીની દુર્જેય વિદ્વાનોની સભામાં પાંચસો પંડિતોને એકલે હાથે જીતીને તેઓ ન્યાયાચાર્યનું બિરુદ પામ્યા હતા. વિ.સં. 1743માં ડભોઈની પુણ્યભૂમિ પર ઉપાધ્યાયજી મહારાજનો અંતિમ ચાતુર્માસ હતો. 55 વર્ષના દીર્ધ સંયમજીવન બાદ છેલ્લે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો એટલે ચિરકાળ ટકનારા અને સદાય ચમકતા રહેનારા જિનશાસનના ]ળહળતાં અમૂલ્ય રત્નો ! સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ન્યાય, વ્યાકરણ, યોગ અને અધ્યાત્મયના ગ્રંથોની રચના કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને `લઘુહરિભદ્ર' અથવા `િદ્વતીય હેમચંદ્રાચાર્ય' કહેવામાં આવે છે. સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જનને કારણે જિનશાસનમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીની જેમ ઉપાધ્યાય યશોવિજયજી `અંતિમ શ્રુતપારગામી' કહી શકાય તેવા છે.

textborder

advt07.png