• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી દેવાનંદા textborder2

ભગવાન મહાવીરનો ચૌદમો ચાર્તુમાસ બ્રાહ્મણકુંડની નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં હતો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગામનો બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્ય઼ું. આ સયે દેવાનંદા ભગવાન મહાવીર સામે એકીટશે નીરખી રહ્યાં હતાં. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતા દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી. આ દૃશ્ય નિહાળી રહેલા જ્ઞાની ગૌતમને અપાર આýાર્ય થયં. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રüા કર્યો, ``ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપના દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષના આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં?'' ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, ``ગીતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.'' પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ ચ્યવીને દેવાનંદાની કુક્ષીમાં અષાઢ સુદ 6 ના દિવસે ગર્ભરૂપે ઉત્તપન્ન થયો. દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયાં. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યુંષ કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કુળે સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પત્રરત્નનો જન્મ થશે. આનંદવિભોર બનેલી દેવાનંદાના શરીરની કાંતિ અને લાવણ્ય વધુ ને વધુ તેજ ધારણ કરતાં ગયાં. 82 દિવસ બાદ દેવાનંદાએ પૂર્વ જોયેલા સ્વપ્નને કોઈ ચોરી જતું હોય તેવો અનુભવ કર્યો. વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષમાં આવ્યો હતો. મરીચિના ત્રીજા ભવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઈદ્રે આ ઘટના જોઈ. એમણે હરિણેગમૈષી દેવને બોલાવ્યા અને કહ્યંષ કે તમારે તમારી શક્તિથી અસાહ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષનો ગર્ભ ત્રિશલાની કૂખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મૂકવાનો છે. આ ગર્ભ પરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશમાત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ ઈદ્રની આજ્ઞા પ્રમાણે હરિણેગમૈષી દેવે ગર્ભપરિવર્તન કર્ય઼ું. પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાઓ જાણતાં દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ-અજીવ, પુણ્ય-પાપ આદિ તત્ત્વોના જાણકાર અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારા શ્રમણોપાસક હતા. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ઉપદેશ આપ્યો અને બન્નેની દીક્ષાની ભાવના જોઈ એમને સાધુતાના પંથે વાળ્યા. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમધર્મની આરાધના કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્ય઼ું. વર્ષો સુધી આ તપ અને વ્રતપાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી.

textborder

advt04.png