• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી ભદ્રામાતા textborder2

ધન્ય છે ભદ્રામાતા અને ધન્ય છે અરણિક મુનિને ! પુત્રની આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છતી અને ભવભ્રમણમાંથી એને ઉગારવા ચાહતી માતાના ઉદાત્ત મહત્તાનાં દર્શન ભદ્રામાતાના ચરિત્રમાં થાય છે. અરણિકનાં માતા અને પિતાએ ભગવાનની વાણી સાંભળીને દીક્ષાનો નિર્ણય કર્યો. માતા-પિતા બંનેએ દીક્ષા લીધા બાદ પિતાએ પુત્ર અરણિકને દીક્ષા આપી. બાળ અરણિક મુનિ બન્યા, પરંતુ એના પિતા જ સંથારો પાથરવાનું કે ગોચરી વહોરી લાવવાનું કામ કરતા હતા. એમણે સંસાર છોડયો હતો, કિંતુ પુત્રમોહ ત્યજી શક્યા નહોતા. થોડા સમયે પિતા મુનિનો સ્વર્ગવાસ થતાં અરણિક મુનિને માથે ગોચરી વહોરવાની અને બીજાં ધર્મકાર્યોની જવાબદારી આવી. સાધુજીવનની કઠિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આવવા લાગ્યો. એક વાર ઉનાળાના દિવસે ધોમધખતા તાપમાં ખુલ્લા પગે અરણિક મુનિ જઈ રહ્યા હતા. ધરતી આગ ઓકતી હતી. આથી મુનિ જરા વિસામો લેવા માટે એક હવેલીના ]રૂખા નીચે શીળો છાંયડો જોઈને ઊભા રહ્યા. મનોમન સાધુજીવનની કપરી સ્થિતિનો વિચાર કરતા હતા. એમ પણ થતું હતું કે આવું કપરું મુનિપણું જાળવી શકીશ ખરો ? આ સમયે હવેલીના ]રૂખામાં ઊભેલી શ્રેષ્ઠીની માનુનીએ મુનિરાજને જોયા. મુનિની સોહામણી કાયા, તેજસ્વી ચહેરો અને સુદૃઢ બાંધો જોઈને એ માનુનીના ચિત્તમાં મોહવિકાર જાગ્યો. એની યુવાનીનો રંગ આ મુનિનો સંગ ઈચ્છવા લાગ્યો. માનુનીએ દાસીને બોલાવીને મુનિને પોતાનું આંગણું પાવન કરવા વિનંતી કરવાનું કહ્યું. એણે કહ્યું, `મુનિરાજ, હવેલીમાં પધારો અને મોદક ગ્રહણ કરો.' મુનિ અરણિક થાક્યા હતા. ધોમધખતો તાપ શરીરને દ]ાડતો હતો. સંયમનો આવો ભાર ખેંચી શકાશે નહીં, એમ વિચારતા હતા. એવામાં આવું નિમંત્રણ આવતાં જોઈતું હતું અને વૈદે કહ્યા જેવું થયું. સુંદરીએ ઘી થી લદબદતા મોદકનું ભોજન કરાવ્યું. મુનિ મોહબંધનમાં ફસાયા અને એના આવાસમાં જ રહી ગયા. દીક્ષાનું મહાવ્રત ત્યાગીને મુનિ સંસારી બની ગયા. જીવનમાં ચોમેર ભોગવિલાસની છોળો ઊડતી હતી. અરણિકની આંખો અને મન બંને એનાથી ઘેરાઈ ગયાં. બીજી બાજુ દીક્ષા ધારણ કરનારી અરણિકની માતા સાધ્વી ભદ્રાને આ આઘાતજનક સમાચા મળ્યા, ત્યારે એના હૃદયમાં વલોપાતનો સાગર ઊમટયો. પોતાનો પુત્ર સંયમનો સાધનાભર્યો માર્ગ ત્યજીને મોહની મહા ગર્તામાં ડૂબે તે માતાનું હૃદય કઈ રીતે સહી શકે ? આથી સાધ્વી ભદ્રા અરણિકને શોધવા નીકળે છે. નગર-નગર અને ગામે-ગામ ફરે છે ! ભટકે છે. એ બૂમો પાડે છે, `ઓ મારા અરણિક ! તું ક્યાં છે ? શાને કાજે તે દીક્ષા છોડી દીધી ? એવું તે શું બન્યું કે તેં મારી કૂખ લજવી ?' આમ ઠેર ઠેર ફરીને બૂમો પાડતી વૃદ્ધ સાધઆવીને પાગલ સમજીને લોકોનું ટોળું એની પાછળ દોડવા લાગ્યું. કોઈ એને કાંકરા મારે તો કોઈ એની હસી-મજાક ઉડાવે. એક દિવસ ]રૂખામાં ઊભેલા અરણિકે વૃદ્ધ માતાના આર્ત પોકારો સાંભળ્યા અને એનું હૈયું પીગળી ગયું. હવેલીમાંથી દોડીને અરણિક નીચે આવીને માતાના પગમાં પડયા. માતાએ કહ્યું, `અરે પુત્ર ! તારી આ દશા ! તેં મારી કૂખ લજવી. દીક્ષા છોડીને સંસારમાં ફસાયો. કોણે તને લોભાવ્યો ?' અરણિકે કહ્યું, `માતા ! આ સાધનાનો માર્ગ અતિ કઠિન છે. ખાંડાની ધારે જીવન ગુજારવા જેવું છે. આવો સંયમ હું પાળી શકું તેમ નથી.' અરણિકે કહ્યું તે એક જ શરતે દીક્ષા લેવા તૈયાર છે અને તે એ કે દીક્ષા પછી અનશન કરીને પ્રાણ ત્યાગશે. માતાને માટે પુત્રના પ્રાણત્યાગથી બીજો કયો વજ્રાઘાત હોય ? સાધ્વી ભદ્રાને માટે પ્રાણત્યાગ કરતાં પણ દીક્ષાત્યાગ વધુ અનિષ્ટકારક હતો, આથી માતાએ કહ્યંષ, `સંસાર ભોગવીને ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તેને બદલે તું દીક્ષા લઈને પ્રાણત્યાગ કરે તે વધુ ઉચિત છે.' અરણિકે ફરી દીક્ષા લીધી. અનશન કરીને સાધુ અરણિક પ્રાણત્યાગ કર્યા બાદ કાળક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.

textborder

advt06.png