• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી પુષ્પચુલા textborder2

સાધ્વી પુષ્યચૂલાનું ચરિત્ર એ ગુરૂસેવાનું અપ્રતિમ ઉદાહરણ છે. પૃથ્વીપુરમાં રાજા પુષ્યકેતુ અને રાણી પુષ્યાવતીને ત્યાં જોડિયા પુત્ર-પુત્રીના જન્મ થયો. પુત્રનું નામ પુષ્યચૂલ અને પુત્રીનું નામ પુષ્યચૂલા રાખ્યું. પુત્ર-પુત્રી યુવાન થતાં રાજાએ એમના વિવાહનો વિચાર કર્યો. પણ સવાલ એ જાગ્યો કે બંને એક ક્ષણ પણ અળગાં રહી શકતાં નથી તો તેઓ કઈ રીતે અન્યની સાથે અળગાં રહીને જીવન ગાળી શકશે ? ઊંડા વિચારને અંતે રાજાએ નાછુટકે બંનેને પરસ્પરને અનુરૂપ માનીને એમનો વિવાહ યોજ્યો. આ ઘટનાએ રાણી પુષ્પાવતીના હૃદયમાં મંથન, વેદના અને વિચારની ભીષણ આંધી જગાવી. રાણીને આવા અનુરાગથી ભરેલા સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. એમણે તપýાર્યા કરી અને તે સ્વર્ગલોકની દેવી બન્યાં. સમય જતાં પૃથ્વીપુરની ગાદી પર રાજા પુષ્યચૂલ અને રાણી પુષ્યચૂલા બિરાજ્યાં. દેવી બનેલી માતાએ અવધિજ્ઞાનથી પુત્ર અને પુત્રીના હીન કર્મો નિહાળ્યાં. વ્યથિત બનેલી દેવીએ રાણી પુષ્યચૂલાને સ્વર્ગ અન નરકનાં સ્વપ્નાં બતાવ્યાં. આ સમયે આચાર્ય અરિણકાપુત્રને રાણી પુષ્યચૂલાએ આ સ્વાપ્નોનો અર્થસંકેત પૂછયો. આચાર્યશ્રીએ આ સ્વપ્નોનો મર્મ પ્રગટ કરતાં કહ્યંષ કે સારાં કર્મ કરનારનો આત્મા એનો મિત્ર છે અને દુષ્કર્મ કરનારનો આત્મા એનો શત્રુ છે. રાણી પુષ્યચૂલાના હૃદયમાં પસ્તાવાનું વિપુલ ]રણું વહેવા લાગ્યું. આચાર્ય અરણિકાપુત્રની ધર્મદેશનાએ એમની આંખ આગળથી મોહ અને અજ્ઞાનનાં પડળ દૂર કરી નાખ્યાં. રાણી પુષ્યચૂલાએ પોતાના પતિ પાસે સંયમ ધારણ કરવા કાજે અનુમતિ માગી. રાજાએ દીક્ષાની સંમતિ આપી, પણ સાથે એવી શરતેય મૂકી કે દીક્ષા લીધા બાદ મારે ત્યાંથી જ ગોચરી ગ્રહણ કરવી. આ સમયે આચાર્ય અરિણકાપુત્રે પોતાના શ્રુતાનથી ભવિષ્યમાં આવી રહેલા ભીષણ દુષ્કાળને નીરખ્યો. આવું દુખદ ભવિષ્ય જાણીને એમણે પોતાના શિષ્યોને દૂરદૂરના પ્રદેશમાં મોકલી આપ્યા, કિંતુ આચાર્યશ્રી અરણિકાપુત્રને વૃદ્ધાવસ્થાને કારણે આ જ સ્થળે રહેવું પડયું. સાધ્વી પુષ્યચૂલાએ અપાર શ્રદ્ધા સાથે ગુરુસેવા કરી. પરિણામે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક વાર વરસતા મુશળધાર વરસાદમાં સાધ્વી પુષ્યચૂલા બહરથી ગોચરી લઈને આવી. ગુરુએ એમને આ વિષયમાં પ્રüા કર્યો ત્યારે અચિત વૃષ્ટિમાં આહાર લાવવાના પોતાના કાર્યની યથાર્થતા દર્શાવી. આ સમયે ગુરુને ખ્યાલ આવ્યો કે પુષ્યચૂલા તો કેવળજ્ઞાનને પામ્યાં છે. ગુરુએ એમને કેવલી જાણીને એમની સેવા લેવા માટે ક્ષમા માંગી, સાધ્વી પુષ્યચૂલા તો મહાન ગુરુના ઉદાર ભાવ જોઈને અંતરથી ધન્ય બની ગયાં. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે, એ જ રીતે ક્ષમાને જીવનમાં સ્થાન આપનારના આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. ક્ષમાનો જન્મ થાય છે હૃદયની વ્યાપકતામાંથી. એનો વિચાર જાગે છે ગુણોની સમૃદ્ધિમાંથી અને એને પરિણમો પ્રાપ્ત થાય છે સમતારસભરી ચિત્તશાંતિ. ભગવાન મહાવીરના સમયમાં થયેલી સાધ્વી પુષ્યચૂલાના જીવનમાં ગુરુઆજ્ઞા, ગુરુસેવા અને ગુરુભક્તિનો મહિમા જોવા મળે છે.ી

textborder

advt03.png