• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી મદનરેખા textborder2

સુદર્શનપરુ નગરના મણિરથ રાજાના નાનાભાઈ યુગબાહુની પત્ની મદનરેખા અત્યંત સૌંદર્યવાન હતિ. એના સૌંદર્ય પાછળ મુગ્ધ બનેલા મણિરથ રાજાએ કીમતી આભૂષણો, વસ્ત્રાે અને સુગંધિત પુષ્પો મોકલીને મદનરેખાને કામક્રીડા માટેનો સંદેશો મોકલાવ્યો. ત્યારે મદનરેખાએ રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાનાભાઈના પત્ની વિશે આવો વિચાર કરવો આપને શોભતો નથી. રાજા મણિરથે મદનરેખાને યેનકેન પ્રકારેણ પ્રાપ્ત કરવા માટે પોતાના લઘુબંધુ યુગબાહુની હત્યા કરવાનો નિમ્ન વિચાર કર્યો. વસંતપુર નગરમાં આવેલા કદલીગૃહમાં એક વખત યુગબાહુ નિદ્રાધીન હતો, ત્યારે એકાએક મણિરથે તલવારથી પ્રાણઘાતક હુમલો કર્યો. વ્યાકુલ મદનરેખાની ચીસો સાંભળીને દોડી આવેલા સુભટોએ રાજાને ]ડપ્યો તો ખરો, પરંતુ ક્ષમામૂર્તિ યુગબાહુએ સુભટોને કહ્યું કે મારા મોટાભાઈનો વધ કરશો નહીં. આ તો મારા પૂર્વ જન્મનું ફળ છે. કર્મની ગતિ અનેરી છે. વનમાંથી પસાર થઈ રહેલા મણિરથ રાજાને સર્પદંશ થાં એનું મૃત્યુ થયું. યુગબાહુ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર ચંદ્રયથા ત્યાં આવી પહોંચ્યો. મદનરેખાએ પતિને સર્વ જીવોને ખમાવીને અંતિમ સમયની આરાધનાની અમૃતવાણી સંભળાવી. આ ધર્મવાણીનું શ્રવણ કરતાં શુભ ધ્યાનમાં લીન બનેલા યુગબાહુ બ્રહ્મદેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બીજી બાજુ પૃથ્વી પર મદનરેખા અત્યંત વ્યથિત બની ગઈ. પોતે પતિના મૃત્યુનું નિમિત્ત બની તે માટે પોતાની જાત પ્રત્યે ધિIારનો ભાવ અનુભવતી એકાંત જંગલમાં ગુપ્તવાસ કરવા લાગી. આ જંગલમાં એને બીજો પુત્રજન્મ થયો. એના હાથ પર યુગબાહુના નામથી અંકિત વીંટી પહેરાવી નવજાત શિશુને રત્નકંબલમાં વીંટાળીને વૃક્ષની છાયામાં મૂકકીને એ સ્નાન કરવા જળાશય તરફ ગઈ. જળાશયમાં સ્નાન કરતી મદનરેખાને જળહસ્તિએ સૂંઢથી વીંટાળીને આકાશમાં ઉછાળી. આકાશમાંથી પસાર થતા વિદ્યાધરે એનું રક્ષણ કર્ય઼ું. વિદ્યાધર પણ મદનરેખાના રૂપ પર મોહિત બન્યો. કામાસક્ત વિદ્યાધરને એના પિતા મુનિરાજ મણિચૂરે સંસારની અસારતા, સૌંદર્યની ક્ષણભંગુરતા અને પરસ્ત્રાળગમનના પાપની વાત કરતાં. વિદ્યાધરના હૃદયની ચોપાસ જામેલાં વિષયનાં વાદળો દૂર થયા. કાદવમાં કમળ ઊગે તેમ એણે મદનરેખાની ક્ષમાયાચના કરીને એને પોતાની ભગિની બનાવી. મિથિલા નગરીમાં આવેલી મદનરેખાને જાણ થઈ કે ભરતખંડના સુદર્શનપુર નગરના રાજા ચંદ્રયથા અને મિથિલાના રાજવી બનેલા નમિકુમાર એકબીજા સામે યુદ્ધ ચડયા છે. એ સમયે મદનરેખા દીક્ષા લઈને સુવ્રતા સાધ્વી બની હતી. એણે ગુરુણીની આજ્ઞા લઈને યુદ્ધનો મહાસંહાર રોકવા માટે રણભૂમિ પર પ્રયાણ કર્ય઼ું. યુદ્ધભૂમિ પર મદનરેખાએ ધર્મોપદેશ આપ્યો અને પછી એકાંતમાં બન્ને રાજવીઓને એમનો પૂર્વવૃત્તાંત કહેતાં બંને સગા ભાઈઓ એકબીજાને ભેટી પડયા. પરિણામે યુદ્ધના મહાસંહારને બદલે વિખૂટા પડેલા ભાઈઓના મિલનનો મહોત્સવ રચાઈ ગયો.

textborder

advt07.png