• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી મલયસુંદરી textborder2

વીરધવલ રાજા અને રાણી ચંપકમાલાની પુત્રી મલયસુંદરી અને પૃથ્વીસ્થાનપુરના રાજા સુરપાલના પુત્ર મહાબલકુમાર વચ્ચેના પ્રણયમાં મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ અનર્થ સર્જવા કોશિશ કરી. મહાબલ મલયસુંદરીને મળવા આવ્યો હતો ત્યારે મુખ્ય દ્વાર પર તાળું મારી કનકવતીએ તોફાન મચાવ્યું કારણ કે મહાબલે રાણી કનકવતીની કામેચ્છાને ઠુકરાવી હતી. મહાબલ પોતાના કેશમાં રાખેલી ગુટિકા બહાર કાઢીને નારી રૂપ લે છે અને એ રીતે કનકવતીના પ્રપંચને નિષ્ફળ બનાવે છે. ઓરમાન માતાએ એવો પ્રપંચ રચ્યો કે રાજાએ ગુસ્સે થઈને મલયુસંદરીને અંધારા કૂવામાં નાખી દેવાની આજ્ઞા આપી. અંધારા કૂવામાં રહેલા અજગરના મુખમાં મલયસુંદરી પડી અને અજગર એને અર્ધ ગળીને બહાર આવ્યો. એ જંગલમાં વૃક્ષને ભરડો લેવા જતો હતો. આ સમયે મહાબલ એક રાક્ષસનો પીછો કરવા જતાં યોગાનુયોગ જંગલમાં આવ્યો હતો. એની નજર અજગર પર પડી. એના મુખમાં અડધું ગળેલું માણસ હતું. મહાબલે બે હાથે અજગરના હોઠ પકડી જીર્ણ વસ્ત્રની માફક બે ભાગ કરી નાખ્યા. એના મુખમાંથી મંદ ચૈતન્યવાળી એક સ્ત્રાળ નીકળી. અર્ધબેભાન એવી એ સ્ત્રાળના મુખમાં એ સમયે, `મને મહાબલકુમારનું શરણ હજો' એવા મંદ ઉદ્દગાર નીકળી પડયા. મહાબલે મલયસુંદરીને ઓળખી અને દૂર દૃષ્ટિ કરી તો કોઈ પુરુષ આકાર તેના તરફ ધસતો આવતો હતો. એનાથી બચવા માટે મહાબલે મલયસુંદરનીના ભાલ પર તિલક કરી એને પુરુષ બનાવી દીધી અને કહ્યું, `આ તિલક હું મારા હાથે ભૂંસીશ ત્યારે તારું મૂળ રૂપ પ્રગટ થશે.' બીજી બાજુ રાજાને ખબર પડી કે ઓરમાન માતા કનકવતીના કાવતરાને લીધે મેં મારી નિર્દોષ પુત્રી ગુમાવી દીધી. રાજારાણીને ઘેરો આઘાત લાગતાં બંનેએ પ્રાણત્યાગ કરવાનું નIાળ કર્ય઼ું. આ સમયે મહાબલે નૈમિત્તિકના રૂપમાં ત્યાં આવીને ખબર આપી કે મલયસુંદરી જીવે છે. તમે સ્વયંવર રચો. તેના મંડપમાં જ કાષ્ઠસ્થંભમાંથી એ પ્રગટ થશે. રાજા વીરધવલે સ્યવંવર રચ્યો. યોજના મુજબ મહાબલ વીણાવાદકના વેશમાં ત્યાં પહોંચી ગયો હતો. મલયસુંદરીએ એને હાર પહેરાવ્યો ત્યારે હતાશ થયેલા રાજકુમારો તેના પર તલવાર લઈને તૂટી પડયા. આ સમયે મહાબલે પ્રબળ પરાક્રમ દાખવીને રાજકુમારોને મહાત કર્યા. લગ્ન પછી બંને ભટ્ટારિકાના મંદિરે ગયા. આ નિર્જન સ્થાનમાં એકલા રહેવું ઉચિત નહિ હોવાથી મલયસુંદરીને મહાબલે પુરુષરૂપ આપ્યું. એક સ્ત્રાળનું રુદન સાંભળતાં મહાબલ એની મદદે જાય છે. બીજી બાજુ સવાર પડવા છતાં મહાબલ પાછો આવ્યો નહિ એથી પુરુષવેશધારી મલયસુંદરી પૃથ્વીસ્થાનપુરમાં આવે છે. પૃથ્વીસ્થાનપુર નગરમાં એના રાજકુમાર મહાબલ ગુમ થયા હોવાથી રાજા એની શોધ ચલાવતા હતા ત્યારે આ નગરમાં પુરુષવેશે આવેલી મલયસુંદરી પાસેથી મહાબલના સુવર્ણકુંડલ અને સાફો મળી આવતાં એને પકડવામાં આવી. પુરુષવેશે રહેલી મલયસુંદરીએ નિર્દોષ હોવાની વાત કરી ત્યારે રાજાએ એ નિર્દોષ છે કે નહિ તે માટે કસોટી કરવાનું નIાળ કર્ય઼ું. ધનંજય યક્ષના મંદિરમાં એક ઘડામાં ભયંકર સર્પ મૂકવો. મંદિરમાં મલયસુંદરીએ પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ઘડામાંથી ત્રણ ફૂટ લાંબો શ્યામ સર્પ બહાર કાઢયો. એ સર્પે મુખમાંથી દિવ્ય હાર કાઢીને મલયસુંદરીના ગળામાં પહેરાવ્યો તેમજ એની જીભથી તિલક ભૂંસી નાખતાં મલયસુંદરી મૂળ નારીરૂપ પામી. રાજા અને પ્રજા આ ચમત્કાર જોઈને ખુશ થયા. એ પછી મલયુસંદરીના જીવનમાં અનેક ઘટનાઓ બની. જૈન મુનિની અવમાનના કરતા એણે આ બધું સહન કરવું પડયું. કર્મની આવી ગતિ જોઈને બંનેએ સંયમ સ્વીકારવાનું નIાળ કર્ય઼ું. સંયમનાં શ્વેત વસ્ત્રાેમાં મહાબલ મુનિ અને મલયસુંદરી શોભી રહ્યાં. સાધ્વી મલયસુંદરી થોડા જ સમયમાં અગ્રેસર મહત્તરા બન્યાં.

textborder

advt02.png