• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી આર્યા પોઈણી textborder2

જૈન ધર્મની આગવી વિશેષતા એ છે કે એમાં સાધુની સાથે સાધ્વીને સમાદરપૂર્વક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાધ્વીસંઘ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારના ભેદભાવની સંકુચિત દીવાલો વિના તમામ જાતિ, વર્ગ અને વર્ણની મહિલાઓને આધ્યાત્મિક સાધના માટે આમાં પ્રવેશ સાંપડયો છે. પ્રાકૃત ભાષાના `પોઈળી' શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે `પોતિની'. આ પોતિનીનો અર્થ છે જહાજ ધરાવનારી. આર્યા પોઈણીએ જ્ઞાનમાર્ગના યાત્રાપ્રવાસની નૌકાથી ધર્માનુરાગી ભાવિકજનોને ભવસમુદ્ર પાર કરવામાં સહાય કરી હતી. વીર નિર્વાણનિ ચોથી સદીમાં થયેલી આર્યા પોઈણી એમની બહુશ્રુતતા, આચારશુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જૈનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર્યા પોઈણીનું જીવન દર્શાવે છે કે જનમાનસમાં ધર્મભાવના જાગૃત કરવા માટે અને પ્રગટેલી ધર્મભાવનાને પ્રેરવા-પોષવા માટે જૈન સાધ્વીઓએ જૈન સાધુઓની માફક શ્રદ્ધઅ, સાધના અને સાહસ સાથે દેશના વિભિન્ન પ્રદેશોમાં પગપાળા વિચરણ કરીને આધ્યાત્મિક ચેતના જગાવી હતી. ઈતિહાસનાં પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની ચતુર્થ શતાબ્દીના પ્રથમ ચરણમાં વચાચનાચાર્ય બલિસ્સહજીના સમયમાં સાધ્વી-પ્રમુખા તરીકે આર્યા પોઈણી હતાં. કલિંગ ચક્રવતી મહામેઘવાહન ખારવેલના સમયમાં જૈન ઈતિહાસની એક મહાન ઘટના સર્જાઈ. કલિંગના રાજવી ખારવેલને ખબર પડી કે પાટલિપુત્રના રાજવી પુષ્યમિત્ર જૈનો પર ઘોર અત્યાચાર આચરી રહ્યા છે. પોતાના રાજ્યશાસનના આઠમા વર્ષે ખારવેલે પાટલિપુત્ર પર ચડાઈ કરી અને પુષ્યમિત્રે શરણાગતિ સ્વીકારીને જૈનધર્મીઓ પર અત્યાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને રાજવી ખારવેલ સાથે સંધિ કરી, પરંતુ થોડા સમય બાદ પુષ્યમિત્રે પુનઃ અત્યાચારોનો આરંભ કરતાં ચાર વર્ષ બાદ વિશાળ સેના સાથે ખારવેલે પાટલિપુત્ર પર આક્રમણ કરીને વિજય મેળવ્યો ભારતીય ઈતિહાસમાં રાજવી ખારવેલ જેવી અપ્રતિમ વીરતા, અદ્દભુત સાહસ, ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠઅ અને અનુપમ સાધર્મી વાત્સલ્ય ધરાવતો જૈન રાજવી વિરલ છે એ પછી આ મહાસમર્થ રાજવીએ કુમારગિરિ નામના પર્વત પર ચુતર્વિધ સંઘને એકત્ર કરીને આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે દ્વિતીય આગમવાચના પરિષદનું આયોજન કર્ય઼ું. આ પરિષદમાં સાધ્વી-પ્રમુખા આર્યા પોઈણીના નેતૃત્ત્વમાં ત્રણસો વિદુષી સાધ્વીઓએ ભાગ લીધો. આગમમર્મજ્ઞ, પ્રતિભાસંપન્ન અને પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીએ આગમપાઠને નિýિાત કરવામાં સહાય કરી. સાધ્વી પોઈણી વિદુષી, આચારનિષ્ઠ અને સંઘસંચાલનમાં કુશળ એવા સાધ્વી હતાં. આ સમયે વિહાર કરીને સાધ્વી પોઈણી જનમાનસમાં અધ્યાત્મચેતના જગાડતાં હતાં તેમજ ધર્મપ્રસારના કાર્યોમાં સંઘને સહાયતા કરતાં હતાં. ઈતિહાસમાં આર્યા પોઈણીના કુળ, વય, શિક્ષા, દીક્ષા કે સાધના વિશે વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત કથાનકોના આધાર પર સાધ્વી યક્ષા પછી આર્યા પોઈણીનું સાધ્વી સંઘમાં પ્રમુખ અને ગૌરવભર્ય઼ું સ્થાન હતું.

textborder

advt04.png