• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી શ્રુત સંપત્તિ યક્ષા textborder2

પાટલિપુત્રના નંદરાજા માહપદ્મના મહાંમત્રી શકટાલ શ્રમણોપાસક હતા. એમની પત્ની લાંછનદેવી પણ ધર્મોપદેશિકા હતી. એમને બે પુત્ર, સાત પુત્રીઓ હતી. માતાપિતાના ધર્મસંસ્કારનો અમૂલ્ય વારસો સંતાનોને મળ્યો હતો. આ સાત પુત્રીઓ આýાર્યજનક સ્મરણશક્તિ ધરાવતી હતી. નંદરાજા મહાપદ્મની સભામાં વરરુચિ નામનો એક ઘમંડી કવિ હતો, પણ એનો ઘમંડ રાજસભામાં આ સાત ભગિનીઓની સ્મરણશક્તિ આગળ ઊતરી ગયો. પરિણામે કવિ વરરુચિએ શકટાલ સામે ષડ્યંત્ર રચ્યું. સત્ય સિદ્ધ કરવા મંત્રી શકટાલે રાજ્ય અને કુટુંબની હાજરીમાં પોતાના નાના પુત્રને રાજદરબારમાં વધ કરવાની આજ્ઞા આપી. શ્રેયાંકે પિતાની આજ્ઞા મુજબ રાજદરબારમાં એમનો વધ કર્યો. પિતાના આવા અપ્રતિમ ત્યાગ અને બલિદાનને જોઈને પુત્રીઓને ઊંડો આઘાત લાગ્યો. બહેનોને સત્તા, સમૃદ્ધિ અને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. પરિણામે સાતે બહેનોએ ત્યાગમાર્ગના પંથે ચાલવાનો સંકલ્પ કર્યો. મંત્રી શકટાલના મૃત્યુ પછી એમના પુત્ર સ્થૂલભદ્રને રાજાએ મહાઅમાત્યપદ આપવા માંડયું, ત્યારે સ્થૂલભદ્રે પણ મહાઅમાત્યનું મોટું ગણાતું પદ સ્વીકારવાને બદલે મહિમામય ત્યાગપંથનો સ્વીકાર કર્યો. આ સાત વિદુષી સાધ્વીઓએ એકાદશાંગીનું ઊંડું અધ્યયન કર્ય઼ું. સાધ્વી યક્ષાના નાના ભાઈ શ્રીયકે સાધુતા સ્વીકારી, કિંતુ એમનાથી ભૂખ્યા રહીને ઉપવાસ થઈ શકતો નહીં. એક વાર યક્ષાએ પોતાના ભાઈ શ્રીયકને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે તપનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે તપના અગ્નિ દ્વારા જ તમારા કર્મસમૂહનો નાશ થઈ શકશે. આવા પર્વના સોહામણા દિવસે જો ઉપવાસ ન થઈ શકે, તો એકાસણું તો કરો જ. પરંતુ પ્રાતઃકાળે મુનિ શ્રીયકના મૃત્યુના સમાચાર સાંભળીને સાધ્વી યક્ષાને પારાવાર દુખ, ગાઢ પýાાતાપ અને પ્રબળ આત્મગ્લાનિ થયાં. શ્રીસંઘે એમને વારંવાર કહ્યું કે આમાં તેઓ કોઈ રીતે કારણભૂત નથી. પરંતુ સાધ્વી યક્ષાએ દિવસો સુધી અન્ન-જળ લીધાં નહીં. શ્રીસંઘ વ્યથિત બની ગયો. યક્ષાએ કહ્યું કે જો કોઈ કેવળજ્ઞાની એમ કહે કે તે નિર્દોષ છે તો જ એ અન્ન-જળ ગ્રહણ કરેશે. શ્રીસંઘે શાસનની અધિષ્ઠાત્રી દેવીની આરાધના કરી. દેવીની સહાયથી સાધ્વી યક્ષા શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં પહોંચ્યા. તીર્થંકર શ્રી શ્રીમંધરસ્વામીએ સાધ્વી યક્ષા નિર્દોહ હોવાનું કહ્યંષ અને એને પ્રાયýિાત સ્વરૂપે ચાર અધ્યાય સંભળઅવ્યા જે અપ્રતિમ સમ્રણશક્તિ ધરાવતી યક્ષાએ કંઠસ્થ કરી લીધા. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીના દર્શનથી પોતાના જીવનને ધન્ય માનતી સાધ્વી યક્ષા પુનઃ પાછી આવી. એમણે સ્મરણશક્તિના બળે એ ચારે અધ્યાય સંઘ સમક્ષ યથાવત્ પ્રસ્તુત કર્યા. શ્રીસંઘે ``આચારાંગ સૂત્ર'' અને ``દશવૈકાલિક સૂત્ર''માં એને સંકલિત કર્યા.

textborder

advt06.png