• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી નર્મદાસુંદરી textborder2

સ્ત્રાળઓની ચોસઠ કલાની અધિષ્ઠાત્રી નર્મદાસુંદરીના લગ્ન મહેશ્વરદત્ત સાથે થયાં. એક વાર ગોખમાં ઊભેલી નર્મદાસુંદરીએ ચાવેલા પાનની પિચકારી લગાવી તો નીચે પસાર થતા મુનિરાજના મસ્તક પર પડી. મુનિએ ઊંચ જોયું અને એને કહ્યું કે મુનિની કરેલી આશાતનાથી તારે પતિનો વિયોગ સહેવો પડશે. પોતાની ભૂલ સમજાતાં નર્મદાસુંદરી નીચે આવી અને મુનિરાજના પગમાં પડીને કરગરવા લાગી કે, ``આપ તો સાધુ છો, સમતાના સાગર અને ક્ષામાના ભંડાર છો. તો મારા જેવી અજાણતાં ભૂલ કરનારી અજાણી નારીને ક્ષમા નહીં કરો ? આપ સાધુ થઈને આવો શાપ ન આપો તેવી મારી વિનંતી છે.'' જ્ઞાની મુનિએ કહ્યું, ``અમે કંઈ તને શાપ આપ્યો નથી, પરંતુ તારા પૂર્વકર્મના ઉદયનો વિપાક જોઈને કહ્યું છે. જૈન મુનિ શાપ ન આપે, પરંતુ જે કર્મ ભોગવવાનાં છે તેની જ આ વાત છે.'' એક વાર રાત્રે દરિયાઈ દ્વીપમાંથી સંગીતના મધૂર સૂરો સંભળાતાં મહેશ્વરદત્તે કહ્યંષ, ``ગાનાર સંગીતકલામાં ખૂબ પ્રવીણ હોવો જોઈએ.'' નર્મદાસુંદરી અનેક કલાઓની જાણકાર હતી. સંગીતશાસ્ત્રના અભ્યાસ સાથે સ્વરશાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. માત્ર સ્વર સાંભળીને એ ગાનારનું હૂબહૂ વર્ણન કરી શકતી હતી. આથી નર્મદાસુંદરીએ કહ્યું, ``ગાનાર ગાયનમાં કુશળ છે. પરંતુ તે કાળો છે. તેના હાથ સ્થૂળ છે અને કેશ કરકરા છે. એ વિશાળ છાતી ધરાવતો બત્રીસ વર્ષનો યુવાન છે.'' નર્મદાસુંદરીએ ગાનારના કરેલા સૂક્ષ્મ વર્ણન પરથી એના પતિના મનમાં અનેક વિકલ્પો થવા લાગ્યા. પરપુરુષ વિશે આટલી ઊંડી જાણકારી કઈ રીતે હોય ? આમ વિચારી એણે નર્મદાસુંદરીનો ત્યાગ કરવાનું નIાળ કર્ય઼ું. પાછા ફર્યા બાદ મહેશ્વરદત્તે માતા-િપતાને નર્મદાસુંદરીના મૃત્યુના સમાચાર આપ્યા અને એની પાછળ પ્રેતકાર્ય કર્ય઼ું. રાક્ષસદ્વીપમાં જાગેલી નર્મદાસુંદરીને માથે આફતોનો પાર નહોતો. એ કારમું આક્રંદ કરવા લાગી અને ધર્મનું શરણ લઈને દિવસો વ્યતીત કરવા લાગી. એના કાકા વીરદાસ એને અહીંથી લઈ ગયા, પરંતુ નર્મદાસુંદરી વેશ્યાના હાથમાં ફસાઈ ગઈ. અહીં ધાકધમકી અને મારપીટ થવા છતાં એ લેશમાત્ર ચલિત થતી નથી. એ વેશ્યાનું મૃત્યુ થતાં રાજાએ એનું સ્થાન લેવા નર્મદાસુંદરીને રાજસભામાં બોલાવી. આ સમયે પોતાના શીલનું પાલન કરવા માટે નર્મદાસુંદરીએ એકાએક પાલખીમાંથી ખાળમાં પડતું મૂક્યું. ગમે તેમ અસભ્ય બોલવા લાગી. પાગલના માફક વર્તવા લાગી. પોતાનું વસ્ત્ર ફાડી નાખવા લાગી. આથી લોકોએ એને પાગલ કે પિશાચિની માનીને છોડી દીધી. રાજા પણ આ વાત ભૂલી ગયા. નર્મદાસુંદરી એનાંમ માતા-િપતાને ત્યાં પહોંચી અને સુખેથી રહેવા લાગી. એક વાર આર્ય સુહસ્તિસૂરિજીને નર્મદાસુંદરીએ પોતાનો પૂર્વજન્મ પૂછ્યો ત્યારે જ્ઞાનના સાગર સમા આચાર્ય સુહસ્તિસૂરિજીએ કહ્યું, ``પૂર્વજન્મમાં નર્મદા નદીની અધિષ્ઠાત્રી નર્મદાદેવી તરીકે તે કાંઠે રહેલા મુનિને ઘણા ઉપસર્ગો કર્યા હતા.'' આમ જાતિસ્મરણજ્ઞાન થતાં નર્મદાસુંદરીએ દીક્ષા લીધી અને તેને ઉગ્ર તપýાર્યા બાદ અવધિજ્ઞાન સાંપડયું.

textborder

advt06.png