• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી રુદ્રસોમા textborder2

દશપુરના મહારાજના રાજપુરોહિત સોમદેવની પત્ની રુદ્રસોમાએ વીર નિર્વાણ સં. 522 માં આર્યરક્ષિત નામના તેજસ્વી બાળકને જન્મ આપ્યો. વેદજ્ઞાતા, વિદ્વાન રાજપુરોહિત સોમદેવ રાજા અને પ્રજા બન્નેમાં બહોળી ચાહના ધરાવતા હતા, તો એમની પત્ની રુદ્રસોમા જૈન ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠાને કારણે જનસામાન્યનો આદર ધરાવતી હતી. રાજપુરોહિત સમોદેવે પોતાના પુત્ર રક્ષિતને વિશેષ અભ્યાસાર્થે પાટલિપુત્ર મોકલ્યો અહીં. એણે છ અંગો સહિત વેદોનું ગહન અધ્યયન કર્ય઼ું. સર્વ વિદ્યાઓમાં પારંગત થયા બાદ રક્ષિત પાટલીપુત્રથી દશપુર પાછો આવ્યો ત્યારે રાજા અને પ્રજા બંનેએ ભવ્ય સમારોહ યોજીને એનો ઉત્સાહ અને આદરથી નગરપ્રવેશ કરાવ્યો. આર્યરક્ષિત માતાને પ્રણામ કરવા દોડી ગયો, પણ એણે જોયું કે એમની માતા તો સામાયિક લઈને ગહન આત્મચિંતનમાં ડૂબેલી છે. રક્ષિતની તો કલ્પના હતી કે પહોંચતાવેંત જનનીની ગોદમાં લપાઈ જઈને જિંદગીનો સઘળો ભાર ભૂલી જઈશ. માતાને સામાયિકમાં જોઈને ગદ્દગદિત હૃદયે રક્ષિતે પ્રણામ કર્યા. સામાયિક પૂર્ણ થયા બાદ માતાએ માત્ર પુત્ર પર સ્નેહભરી દૃષ્ટિ કરી. રક્ષિતની ધારણા હતી કે એને જોઈને માતાની મમતાનો પણ સાગર લહેરાવા માંડશે, પરંતુ એને બદલે એને તો માતાની માત્ર એક અમીભરી નજર જ મળી. વિદ્વાન રક્ષિત અકળાઈ ઊઠયો. એણે વિચાર્ય઼ું કે સાદાઈ, સ્નેહ અને મમતાની મૂર્તિસમી માતા ક્યારેય અકળાતી નથી તો પછી આજે આવા આનંદના પ્રસંગે માતા કેમ ખુશ થતી નથી ? મહાપંડિત રક્ષિતે માતાને કારણ પૂછયું, માતા રુદ્રમાતાએ કહ્યું કે મારા અંતરની અભિલાષા તો એ છે કે મારો પુત્ર દૃષ્ટિવાદનું અધ્યયન કરે, ગહન એવા આધ્યાત્મિક માર્ગને જાણે અને સાચો આત્મસાધક બને. માતાની અભિલાષા પૂર્ણ કરવાનો રક્ષિતે દૃઢ સંકલ્પ કર્યો. માતાએ કહ્યંષ કે નગરની બહાર ઈક્ષુવાટિકામાં આચાર્ય તોષલિપુત્ર બિરાજમાન છે. તેઓની પાસેથી તેને આ વિદ્યા પ્રાપ્ત થશે. આર્યરક્ષિતે રાત તો માંડ માંડ વિતાવી. વહેલી સવારે માતાને વંદન કરીને આચાર્ય તોષલિપુત્ર પાસે પહોંચી ગયો અને દૃષ્ટિવાદનું અધ્યયન કરાવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું કે નિર્ગ્રંથ શ્રમણની દીક્ષા ગ્રહણ કરી હોય તેવા સાધુને જ દૃષ્ટિવાદનું અધ્યયન કરાવી શકાય. આ સાંભળીને આર્ય રક્ષિતે સહેજે ખચકાટ વિના તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને એકાદશાંગી (અગિયાર અંગ) નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની જિજ્ઞાસા એવી જાગી હતી કે આર્ય રક્ષિત એ સમયના મહાપુરુષ વજ્રસ્વામી પાસે ગયા અને નવ પૂર્વનો અભ્યાસ કર્યો. એ પછી ગુરુ તોષલિપુત્રએ શિષ્યની યોગ્યતા જાણી એને ગણાચાર્ય પદ પ્રદાન કર્ય઼ું. આર્યરક્ષિતનો ભાઈ ફલ્ગુરક્ષિત ભાઈને ઘેર પાછો લઈ જવા આવ્યો, ત્યારે આર્યરક્ષિતનો ઉપદેશ સાંભળીને એ સ્વયં દીક્ષિત થઈ ગયો. બંને ભાઈઓ દશપુર આવ્યા. માતાની આંખમાં પુત્રોની આધ્યાત્મિક લગની જોઈ આનંદથી આંસુનાં તોરણ બંધાયાં. રાજપુરોહિત સોમદેવ, માતા રુદ્રસોમા અને સમગ્ર પરિવારે દીક્ષા ગ્રહણ કરી. આર્ય રુદ્રસોમાએ ઉગ્ર તપ કરીને વિશુદ્ધ સંયમની આરાધના કરી. સાધુ રક્ષિત સમય જતાં યુગપ્રધાન આચાર્ય રક્ષિતસૂરિજી બન્યા. એમણે ભવિષ્યનો વિચાર કરીને આગમોને ચાર અનુયોગોમાં સંકલિત કર્યા. આ અનુયોગોના પૃથIર્તાના રૂપમાં આચાર્યશ્રી રક્ષિતસૂરિજીના નામની સાથેસાથે સાધ્વી રુદ્રસોમાનું નામ પણ અમર બન્યું. આર્યરક્ષિત અને ફલ્ગુરક્ષિત બંને પુત્રો દીક્ષિત થયા હોવાથી એમની વંશપરંપરા આગળ ન ચાલી, પરંતુ પેઢીઓની પેઢીઓ સુધી વંશપરંપરા ચલાવનારા આજે ભૂલાઈ ગયા, જ્યારે વર્ષોથી શ્રદ્ધાળુ શ્રાવકો આર્યરક્ષિત અને ફલ્ગુરક્ષિતની સાથોસાથ એમની સંસ્કારદાત્રી માતા સાધ્વી રુદ્રસોમાનું સતત સ્મરણ કરે છે.

textborder

advt04.png