• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી તરંગવતી textborder2

રાજા કુણિકના રાજ્યમાં સાધ્વી તરંગવતી ગોચરી લેવા ગઈ હતી. ધનાઢય શ્રેષ્ઠીની પત્નીએ સાધ્વીનું અનુપમ સૌંદર્ય જોતાં એને સાહજિક જિજ્ઞાના જાગી, કે શા માટે આ અતિ સૌંદર્યવાન નારીએ સંસારત્યાગ કર્યો હશે ? ધનાઢય શેઠની પત્નીએ આનું રહસ્ય જાણવા વારંવાર પ્રüારૂપે વિનંતી કરતાં અંતે સાધ્વી તરંગવતીએ પોતાના ભૂતકાળના જીવનવૃત્તાંતનું રહસ્ય પ્રગટ કર્ય઼ું. પૂર્વ જન્મમાં તરંગવતી ચક્રવાકની સાથે ચક્રવાકી તરીકે ગંગા નદીના કિનારે સુખપૂર્વક રહેતી હતી. ગંગાના કિનારે ગેલથી ખેલતો ચક્રવાક શિકારીની હાથે વીંધાઈ ગયો. ચક્રવાકને મૃત્યુ પામેલો જોઈને ચક્રવાકી વિરહની વેદનાથી તડપવા લાગી. આ પ્રેમી યુગલ ખંડિત થયું, પરંતુ ચક્રવાકના વિરહમાં ડૂબેલી ચક્રવાકીથી આ વિરહ અસહ્ય બનતાં એણે પ્રાણત્યાગ કર્યો. તરંગવતીને પોતાના આ પૂર્વજન્મનું સ્મરણ થયું એની સાથે એક સવાલ જાગ્યો કે પોતાના ગત જન્મનો આવો પ્રેમી ક્યાં હશે ? એની ભાળ મેળવવા તરંગવતી અતિ આતુર બની. એણે વિચાર્ય઼ું કે જો એની પેઠે એના પ્રિયતમને પૂર્વજન્મની ઘટનાનો સંકેત મળે તો કદાચ પુનઃ મેળાપ થાય. તરંગવતીએ પોતાના પૂર્વ જન્મના સમગ્ર વૃત્તાંતનું ચિત્ર બનાવીને કૌમુદી મહોત્સવ સમયે કૌશાંબી નગરીના ચાર રસ્તા પર મૂક્યું. આ ચિત્રપટ જોઈને શ્રેષ્ઠીપુત્ર પદ્મદેવને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પરિણામે એક ભવમાં વિખૂટા પડેલા બે પ્રિયજનો બીજા ભવમાં પુનઃ મિલન પામ્યા, પરંતુ વળી એમના જીવનમાં નવી આફત ઊતરી આવી. શ્રેષ્ઠીપુત્ર પદ્મદેવની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તરંગવતીના પિતાએ આ યુવક સાથે એના વિવાહ કરવાની વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, કિંતુ તરંગવતી અને પદ્મદેવના પ્રગાઢ પ્રેમને કોણ રોકી શકે ? એક રાત્રે નૌકામાં બેસીને બંને નાસી છુટયાં. ઠેર ઠેર ઘૂમતાં રહ્યાં. આજે અહીં, તો કાલે ત્યાં ö એમ રોજ સ્થળ બદલતાં રહ્યાં. એવામાં એક વાર ચોરોની ટોળકીએ આ બંનેને પકડી કીધાં અન એમણે કાત્યાયની દેવીને આ બંનેનો બલિ ચઢાવવાનું નIાળ કર્ય઼ું. આ સ ાંભળીને તરંગવતી ુસકે ને ુસકે રોવા લાગી. એનું આવું આક્રંદ જોઈને ચોરોના સરદારનું હૃદય પીગળ્યું. એણે આ બંને બંદીવાનોને મુક્ત કર્યા. ફરી બંનેનો ર]ળપાટ શરૂ થયો. વર્ષો પછી ફરી બંને કૌશાંબી નગરીમાં આવ્યાં. પુત્રીની વીતક કથા સાંભળીને અને એના સાચા પ્રેમને જાણીને તરંગવતીના પિતાએ ધામધૂમથી બંનેનાં લગ્ન કરાવ્યાં. કર્મનીગતિ કેવી અકળ છે ! તરંગવતી અને પદ્મદેવનાં લગ્ન થતાં સંસારનો એક અધ્યાય પૂરો થયો. એમની પ્રીતિને પૂર્ણત્વ મળ્યું. પરંતુ જીવનનું પૂર્ણત્વ હજી પામવાનું હતું. એક સાંજે ગંગા કિનારે મુનિરાજનો સહયોગ થયો. મુનિરાજ એ પૂર્વજન્મમાં ચક્રવાકને વીંધનાર શિકારી હતા. એમણે ચક્રવાક પાછળ ચક્રવાકીનો પ્રાણત્યાગ જોયો. ચક્રવાકની ચિંતામાં ]ંપલાવતી ચક્રવાકીને જોઈને આ શિકારીને પોતાની ભૂલ સમજાઈ. પોતાના ક્રૂર કાર્યને માટે જાત પર ફિટકાર વરસાવવા લાગ્યા. એ શિકારી પણ પ્રાયýિાત કરે છે.

textborder

advt07.png