• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી યાકિની મહત્તરા textborder2

ક્ષમા સર્વ ગુણોની ખાણ છે. ક્ષમા ઉદાર હૃદયનું પ્રબળ શોર્ય માગતી હોવાથી `ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેવાય છે. આવી ક્ષમાને જૈનદર્શન દુર્ગતિનું હરણ કરનારી, રત્નત્રયીને પ્રાપ્ત કરાવનારી, જન્મ-મરણરૂપ સંસારસમુદ્રને તારનારી અને ત્રણે લોકમાં સારરૂપ કહે છે. આવી ઉત્તમ ક્ષમાને જાગ્રત કરવાનું કાર્ય યાકિની મહત્તરાએ કર્ય઼ું હતું. આચાર્ય હરિભદ્રસૂરિજીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોની અન્ય ધર્મીઓને હાથે હત્યા થઈ. આનાથી આચાર્યશ્રીનું હૃદય ખળભળી ઊઠયું. પોતાના પ્રિય શિષ્યની ક્રુર હત્યાનો આઘાત એમના દિલમાં બદલાની આગ જલગાવી ગયો. આચાર્યશ્રીએ બૌદ્ધ વિહારમાં અભ્યાસ કરતા 1444 વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઊકળત તેલની કડાઈમાં જીવતા ભૂંજી નાખવાનો વિચાર કર્યો. ક્રોધ વિવેકને ભગાડે છે. આચાર્યશ્રીનું ક્રોધનું બીજે વેરનું વટવૃક્ષ બની ગયું. વેરની વસૂલાત માટે આચાર્યશ્રીએ ઉપાશ્રયના દરવાજા બંધ કર્યા. મોટી ભઠ્ઠી સળગાવી. એના પર કડાઈમાં તેલ નાખ્યું અને પછી પોતાના મંત્રબળે એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આકર્ષિ કરીને આકાશમાં ઊભા રાખ્યા. ક્રોધાયમાન આચાર્યશ્રીનો ઈરાદો તો એક પછી એક વિદ્યાર્થી અને અધ્યાપકને મંત્રબળે બોલાવીને જીવતા ઊકળતા તેલની કડાઈમાં નાખવાનો હતો. આચાર્યશ્રીના વેરની વાતની જાણ યાકિની મહત્તરાને થઈ. એક આચાર્યને હાથે આવો નૃશંસ હત્યાકાંડ ! યાકિની મહત્તરા વેગે ચાલીને ઉપાશ્રયમાં આવ્યાં. ઉપાશ્રયનાં દ્વાર બંધ હતાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની માતા સમાન યાકિની મહત્તરાને કહ્યું, `હાલમાં મારી ક્રિયા ચાલે છે. થોડા સમય પછી આવજો.' યાકિની મહત્તરાએ દૃઢ અવાજે કહ્યંષ, `મારે તમારું જરૂરી કામ છે. તત્કાળ દરવાજો ખોલો.' દરવાજો ખૂલ્યો. યાકિની મહત્તરાએ વિનયપૂર્વક આચાર્યશ્રીને વંદન કર્યા અને પછી કહ્યું, `આચાર્યશ્રી આપની પાસે પ્રાયýિાત લેવા આવી છું. મને આપ પ્રાયýિાત આપો.' પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમોનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્રે જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. પોતાને યોગ્ય માર્ગ દર્શાવનાર યાકિનીને આચાર્ય હરિભદ્રસૂરિ માતા ગણતા હતા. આવી માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયýિાત લેવા આવી છે તે જાણવાની શ્રી હિરભદ્રસૂરિને જિજ્ઞાસા જાગી. યાકિની મહત્તરાએ કહ્યુષં કે અજાણતાં ચાલતાં-ચાલતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેદ્રિય જીવની હિંસાની એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયýિાત ચાહે છે, કારણકે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે વિરાધક બની જાય. આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, `ઓહ ! તમે પંચેદ્રિય જીવનું ધ્યાન રાખી શક્યા નહિ ? એનું તમારે પ્રાયýિાત કરવું જ પડશે.' યાકિની મહત્તરાએ પ્રાયýિાતનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, `મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેદ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયýિાત તો મને મળ્યું, પરંતુ તમે 1444 મનુષ્યોની જાણી-જોઈને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયýિાત શું થશે ?' યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઈ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા. તેમને પાછા મોકલી આપ્યા. પોતાના દુષ્કૃત્ય કરવાના વિચારના પ્રાયýિાત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે તેવા 1444 ગ્રંથોની રચના કરી. ક્રોધ ક્ષમામાં ફેરવાયો. વેર વિદ્યામાં પલટાઈ ગયું.

textborder

advt02.png