• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી મનોરમા textborder2

રાજકુમારી મનોરમાએ યુવાનીના ઉંબરે પગ મૂક્યો અને એના મનનો મોરલો નાચી ઊઠયો. રાજવૈભવમાં ઊછરેલી આ રાજકુમારીને જીવનના સર્વભૌતિક આનંદપ્રમોદ સાંપડયા હતા. રાજકુમારી તરીકે એનો લાડકોડથી ઉછેર થયો હતો. અત્યંત રૂપવાન મનોરમાએ મનોમન વિચાર કર્યો કે આખી નગરીમાં મારા સમાન સમૃદ્ધ, સુખી અને સ્વરૂપવાન બીજી કોઈ યુવતી નથી. શ્રેષ્ઠનો શ્રેષ્ઠ સાથૈ જ મેળાપ શોભે, પરિણામે એણે નિýાય કર્યો કે આ જગતમાં સૌથી વધુ રસિક પુરુષ હોય, તેની સાથે હું વિવાહ કરીશ. આવી મદમસ્ત યુવાનીમાં રસિકતા ન હોય તો યુવાનીનો અર્થ શો ? કેટલાય રાજકુમારો મનોરમા સાથે લગ્ન કરવા આતુર હતા, પરંતુ મનોરમાને આ રાજકુમારોમાં રાજવૈભવની ષાકમ]ાેળ દેખાતી હતી, પણ છાંટોય રસિકતા નજરે પડતી નહોતી, આથી રાજકુમારોના લગ્નના પ્રસ્તાવને એ સ્વીકારતી નહોતી. એક વાર પાલખીમાં બેસીને રાજકુમારી મનોરમા રાજમાર્ગ પરથી પસાર થતી હતી. આ સમયે એણે કોઈ પુરૂષનો મસ્ત-મધુર અવાજ સાંભળ્યો. એ સાંભળતાં જ મનોરમાના મનનો મોરલો ડોલવા લાગ્યો. આ વર્ણનમાં પુરુષના મુખેથી શૃંગારભાવની એક એકથી ચડિયાતી છોળો ઊછળતી હતી. એમાં છલોછલ છલકાતી પ્રણય-વસંતનું મનોરમ વર્ણન હતું. સમગ્ર સૃષ્ટિ જાણે શૃંગારરસમાં સ્નાન કરતી હોય એવો મનોરમાને અનુભવ થયો. રસિક પુરુષની ગુલાલરંગી કલ્પનાઓએ મનોરમા ચિત્તમાં મોહનો આવેગ જગાડયો. એનું મન એ અવાજના ઉગમસ્થાન તરફ રહ્યું. હૃદયમાં રોમાંચ, અંતરમાં આતુરતા અને આંખમાં દર્શનની તડપન હતી. આવો રસિક પુરુષ મળે તો સુભાગ્યના સઘળા દરવાજા ખૂલી જાય. પાલખીની સાથે ચાલતા સૈનિકોને મનોરમાએ કહ્યું, `જાવ, જલદી જાવ. મારા પિતાને કહો કે મારો માનેલો કંથ મને મળી ગયો છે. એની રસિકતા તો એટલી બધી છે કે હવે જીવન મોજ-મસ્તીથી તરબતર થઈ જશે.' મધુર સ્વરના મૂળ સ્થાનને શોધતી મનોરમા ઉપાશ્રયમાં આવી પહોંચી. આ સમયે ઉપાશ્રયમાં તેજસ્વી આચાર્ય અભયદેવસૂરિજી પાટ પર બેસીને પોતાના શિષ્યોને પાઠ આપતા હતા. બીજા શિષ્યો મંત્રમુગ્ધ બનીને ગુરુવાણી સાંભળતા હતા. શૃંગારના વાતાવરણને અનુભવતા હતા. રાજકુમારી મનોરમા તો કવિતાના રસમાં ઘેલી બની હતી. ઉત્સાહઘેલી રાજકુમારી મનોરમાએ કશુંય જોયા વિના પોતાની ધૂનમાં ને ધૂનમાં આચાર્ય મહારાજને કહ્યું, `હે રાજકુમાર ! મારો સ્વીકાર કરો. આપનો રસ અને મારો રાગ બંનેનું મિલન થતાં સંસાર પર સ્વર્ગ ઊતરી આવશે.' આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજીએ મનોરમાની પ્રણયવ્યાકુળ ઉન્મત દશાને પારખી લીધી. એમણે વાત્સલ્ય સભર અવાજે મનોરમાને કહ્યું, `હે રાજકુમારી ! જે ગીતના આકર્ષણથી ખેંચાઈને તું છેક અહીં સુધી આવી છે, તે ગીત હજી અપૂર્ણ છે. પૂર્ણ ગીત સાંભળીશ તો જ તને તેના પૂર્ણ ભાવનો અનુભવ થશે. ત્યારબાદ તને યોગ્ય લાગે તેમ કરજે.' આચાર્યશ્રીએ અગાએ જેમ શૃંગારનો ધોધ વહેવરાવ્યો હતો તેમ વહેવડાવવા લાગ્યા અને શૃંગારરસમાં પરિવર્તન કરીને ધીરે ધીરે શાંત રસ પ્રગટાવવા લાગ્યા. સ્નેહ-રાગના વાતાવરણમાંથી સમતાનું ભાવવિશ્વ ખડું થયું. ગીતમાંથી રાગમાંથી વિરાગનો ભાવ જાગવા માંડયો. બહુમૂલ્ય આભૂષણો અને કીમતી વસ્ત્રાે ધારણ કરનારી દેવીઓ દિવ્યવંદન કરવા માટે વીતરાગ પ્રભુ પાસે જઈ રહી હતી, એનું આચાર્યશ્રીએ તાદૃશ વર્ણન કર્ય઼ું. એ પછી આચાર્યશ્રીએ વીતરાગ પ્રભુના વૈરાગ્યનું વર્ણન કર્ય઼ું. આસક્તિ કરતાં આરાધનાની મહત્તા ગાઈ. દેહશૃંગારની ક્ષણિકતા સામે આત્મશૃંગારની અમરતા દર્શાવી. ભૌતિક સંપત્તિને બદલે ત્યાગનો મહિમા પ્રગટ કર્યો. આ સાંભળી મનોરમાના મનોભાવેનું પરિવર્તન થયું. અનુરાગમાંથી વૈરાગ્ય જાગ્યો અને એણે સાધ્વી ધર્મ સ્વીકાર્યો.

textborder

advt01.png