• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી પાહિણીમાતા textborder2

મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા એટલે સાધ્વી પાહિણી. ધંધુકાના મોઢ જ્ઞાતિના શેઠ સાચો (સાચિગ) ની પત્ની પાહિણી પ્રસિદ્ધ શ્રેષ્ઠી નેમિનાગની બહેન હતી. એક વખત રાત્રે પાહિણીએ સ્વપ્નમાં ચિંતામણિ રત્ન જોયું. બે હાથમાં રહેલું એ દિવ્ય રત્ન પાહિણીને ગ્રહણ કરવાનું કોઈ કહેતું હતું. સ્વપ્નમાં પાહિણીએ એ રત્ન ગ્રહણ કર્ય઼ું અને એ રત્ન પાહિણીએ ગુરુને અર્પણ કર્ય઼ું. સ્વપ્નમાં આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને એ સમયે એની આંખ ઊઘડી ગઈ. પાહિણીએ વિચાર્ય઼ું કે ગુરુદેવ દેવચંદ્રસૂરિજી આ નગરમાં જ છે, તો સ્વપ્નના ફળ વિશે એમને પૂછી આવું. આચાર્ય દેવચંદ્રસૂરિએ કહ્યું, ``તું, એક નરમણિને જન્મ આપીશ, જે મોટો થતાં ગુરુમણિ બનશે. મહાન આચાર્ય બનીને જિનશાસનને શોભાવશે.'' આ ગુરુવચનોથી પાહિણીના આનંદનો પાર ન રહ્યો. પાહિણીને ગુરુ તરફ અપાર શ્રદ્ધા હતી. પોતાનો પુત્ર જીવનની પરમોચ્ય સિદ્ધિ પામે તેવી ]ંખના માતાને હોય જ. સાધુતાને જીવનનું સર્વોચ્ચ શિખર માનતી પાહિણી આનંદવિભોર બની ગઈ. પોતાનો પુત્ર મહાન આચાર્ય બનશે એ ભવિષ્યકથને એના હૃદયને આનંદિત કરી દીધું. વિ.સં. 1145ના કારતક સુદ પૂનમની રાત્રે એણે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. માતા-િપતાએ એનું નામ ચંગદેવ (ચંગ એટલે ઉત્તમ) રાખ્યું. નાનકડો ચંગેવ એકવાર આચાર્યશ્રીની પાટ પર બેસી જાય છે. સમય જતા યંગદેવને માતાપિતા દીક્ષા માટે અનુમતિ આપે છે. એનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું અને સમય જતાં વિદ્વાન એવા એ મુનિને વિ.સં. 1166ના વૈશાખ વદ ત્રીજના દિવસે મઆયાહ્ન સમયે આચાર્યપદવી આપીને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખ્યું. આ પ્રસંગે એમનાં માતા પાહિણીદેવી ઉપસ્થિત હતાં. એમના હૃદયમાં એવો ઉલ્લાસ જાગ્યો કે પુત્રની આચાર્યપદવી સાથે માતાએ પણ સંયમમાર્ગ ગ્રહણ કર્યો. માતા પાહિણી સાધ્વી પાહિણી બન્યાં અને પ્રવર્તિનીનું પદ અર્પણ કરવામાં આવ્યું. સાધ્વી પાહિણી તપ અને ત્યાગમાં લીન બની ગયાં. આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિહાર કરતાં-કરતાં પાટણમાં પધાર્યા હતા. અહીં પૂજ્ય પ્રવર્તિની પાહિણીએ અનશન આદર્ય઼ું હતું. એમના અંતરમાં પોતના પુત્ર હેમચંદ્રસૂરિનું અપૂર્વ જ્ઞાન જોઈને આનંદ પ્રવર્તતો હતો. એમની વિશિષ્ટ યોગસિદ્ધિ અને મહાન શાસનપ્રભાવના જોઈને સાધ્વી પાહિણી અતિ પ્રસન્ન હતાં. શ્રી હેમચંદ્રાચાર્ય પણ માતા સાધ્વીની પૂરી કાળજી રાખતાં હતાં. માતા પ્રત્યે એમના અંતરમાં અગાધ ભક્તિભાવ હતો. આસપાસનું સાધ્વીવૃંદ એમને અંતિમ આરાધના કરાવતું હતું. સાધ્વી માતા પાસે કલિકાસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યો સાથે દર્શને આવ્યા. પ્રવર્તિની પાહિણી કાળધર્મ પામ્યાં ત્યારે શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાર્યા. વીતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે ? એમણે ત્રણ લાખ શ્લોકનું પુણ્ય માતાને આપ્યું. ઈતિહાસમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રકાંડ વિદ્વતા અને ધર્મપ્રભાવક્તાને યાદ કરવામાં આવે છે, તો એની સાથોસાથ એમની મતા પ્રવર્તિની પાહિણીની ઉચ્ચ ભાવનાને અને ઉત્કટ ધર્મપરાયણતાને પણ યાદ કરવામાં આવે છે.

textborder

advt03.png