• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રમણી ભગવંતો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રમણી શ્રી ઈશ્વરી textborder2

એક-બે વર્ષ નહીં, પણ સતત બાર વર્ષ કારમો દુષ્કાળ પડયો. ગરીબ માનવીઓ તો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. અમીરોનું અઢળક ધન પણ એક મુઠ્ઠી ચોખા લાવી શકે તેમ નહોતું. ધરતી ઉજ્જડ હતી અને એના પર મોતના ઓથાર હેઠળ હાડપિંજર જેવાં માનવી હરતાં-ફરતાં હતાં. દુષ્કાળની આવી પરિસ્થિતિથી સોપારક નગરના જિનદત્ત શેઠનું કુટુંબ પણ ઘેરાયું હતું. એક કોળિયો અન્ન મેળવવાનાં ફાંફાં હતાં. આખરે વિચાર કર્યો કે જિનદત્ત, એમની પત્ની ઈશ્વરી તથા સમગ્ર પરિવાર વિષયુક્ત ભોજન કરીને મોતની ચાદર ઓઢી લે. રોજના પળે પળે થતાં મૃત્યુ કરતાં એક વાર મોતની વેદના સહન કરવી વધુ સારી લાગી. ભોજનમાં વિષ મેળવવા માટે અનાજની જરૂર તો પડે. આખરે એક લાખ સોનામહોર આપીને શેઠ જિનદત્ત પોતાના પરિવાર માટે બે મુઠ્ઠી ચોખા મેળવી શક્યા. ઈશ્વરીએ ભોજન તૈયાર કર્ય઼ું. એ પછી તત્કાળ પ્રાણ હરિ લે તેવું કાળકૂટ વિષ કાઢયું અને ઈશ્વરી તે ભોજનમાં ભેળવવા જતી હતી ત્યાં જ યુગપ્રધાન આચાર્ય વજ્રસેનસૂરિનો ïï`ધર્મલાભ' એવો મંગલ મધુર અવાજ સંભળાયો. ઈશ્વરીએ માન્યું કે જીવન ભલે ]ેર જેવું બન્યું હોય, પણ ]ેર લેવાની વેળાએ કેવા મહાન આચાર્યના દર્શનનો લાભ પ્રાપ્ત થયો ! મૃત્યુની વિકટ ક્ષણોમાં સાધુદર્શનને પોતાનો ચરમ અને પરમ પુણ્યોદય માનવા લાગી. ઈશઆવરીએ ગદ્દગદ બનીને મુનિને ભક્તિસહિત ભાવપૂર્વક વંદન કર્યા. શ્રેષ્ઠી પત્ની ઈશ્વરીના હાથમાં વિષ જોઈને આચાર્યશ્રીએ એનું રહસ્ય પૂછયું. ઈશ્વરીએ આચાર્યશ્રીને યથાર્થ હકીકત કહી સંભળાવી. આ સાંભળતાં જ આચાર્ય વજ્રસેનને પોતાના ગુરુએ કરેલી ભવિષ્યવાણીનું સ્મરણ થયું. ગુરુએ એમ કહ્યું હતું કે જ્યારે લક્ષપાક (એક લાખ સોનામહોર) આપીને મેળવેલા ભોજનમાં ઘરની શ્રાવિકાને વિષ ભેળવતી જુઓ, ત્યારે સમજી લેજો કે બીજા જ દિવસથી દુષ્કાળને કારણે ઊભી થયેલી અસરની અછત દૂર થઈ જશે. આચાર્ય વજ્રસેને ઈશ્વરીને કહ્યંષ, ``ભૂખના દુખથી વિષ ધોળવાની જરૂર નથી. આવતી કાલે સૌને જરૂરી અન્ન મળી રહેશે.'' ઈશ્વરી જાણતી હતી કે સત્યવક્તા આચાર્યોનાં વચન કદી મિથ્યા થતાં નથી. એ રાત્રે સોપારકનગરના બંદર પર અનાજથી ભરેલાં જહાજો આવ્યાં અને સહુને જરૂરી અનાજ મળી ગયું. ભયાનક આફતના ઓળા ઊતરી ગયા. શેઠ જિનદત્તના ઘેર અન્ન પહોંચ્યું અને આખા કુટુંબે ભૂખ્યા પેટની ભભૂકતી આગને ઠારી. જિનદત્તની પત્ની ઈશ્વરી આ ઘટનાના મર્મ પર ઊંડું ચિંતન કરવા લાગી. જો આચાર્યદેવ થોડી ક્ષણો મોડા આવ્યા હોત તો કેવી હાલત થઈ હોત ? ઈશ્વરીએ પોતાના પતિ અને ચારે પુત્રને કહ્યું, ``મુનિરાજે આપણને જીવનદાન આપ્યું છે. હવે ભવોભવનાં દુખ વિદારવા માટે આપણે એમની પાસેથી સંયમદાન મેળવીએ.'' ઈશ્વરીની આ વાત સહુને સાચી લાગી. ઈશ્વરીએ જીવનમાં આવેલી ઉપાધિને આનંદ સમાધિમાં ફેરવી દીધી. અભિશાપને આશીર્વાદમાં પલટી નાખ્યો. વિષમુક્ત આહારની ઘટનાને વરદાનના રૂપમાં બદલી નાખી.

textborder

advt06.png