• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી અભયકુમાર textborder2

ભગવાન મહાવીરના પાવન ઉપદેશોનો પ્રભાવ આમ જનતાથી માંડીને એમના સમયના રાજા-મહારાજાઓ સુધી પડયો હતો. ભગવાન મહાવીરના પરમ ઉપાસકોમાં એક મગધરાજ શ્રેણિક બિંબિસાર પણ હતા. શ્રેણિક બિંબિસારના પુત્ર અભયકુમાર વિશે ઐતિહાસિક પ્રમાણો મળે છે. જૈનોની દિગમ્બર અને શ્વેતાબર અને બંને પરંપરામાં મંત્રીશ્વર અભયકુમારના પ્રમાણભૂત ઉલ્લેખો મળે છે પણ એથીય વિશેષ પ્રાચીન બૌદ્ધ આગમ `મજ્]િમનિકાય'માં પણ અભયકુમારનો ભગવાન મહાવીરના પરમભક્ત તરીકે ઉલ્લેખ છે. એવી પણ નોંધ મળે છે કે અભયકુમારે એક વખત ગૌતમ બુદ્ધનો પણ આદર-સત્કાર કર્યો હતો. આમાં અભયકુમારની અન્ય ધર્મ પ્રત્યેકની ઉદાર અને વ્યાપક ભાવના પ્રગટ થાય છે. જૈન ધર્મની એક વિશેષતા અન્ય ધર્મો પ્રત્યેના આદરની છે. ભગવાન મહાવીરના સમયમાં થયેલા રાજા શ્રેણિકના મહામંત્રી અભયકુમારમાં અપ્રતિમ બુદ્ધિ, ઉન્નત ધર્મભાવના અને આદર્શરૂપ નિઃસ્પૃહવૃત્તિ હતી. પોતાની કુશાગ્ર બુદ્ધિથી મંત્રીશ્વર અભયકુમારે અત્યંત મુશ્કેલ અને કઠિન લાગતી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ શોધી આપ્યો હતો. આથી દીપાવલી પર્વ સમયે પૂજન કરતી વખતે ચોપડામાં `અભયકુમારની બુદ્ધિ હોજો' એવી પ્રાર્થના લખાય છે. અભયકુમારના પિતા શ્રેણિક બિંબિસારે તેમને પાણી વિનાના કૂવામાં નાખેલી વીંટી કૂવામાં ઊતર્યા વિના બહાર કાફવાનો પડવાનો ફેંક્યો. બુદ્ધિશાળી અભયકુમારે વીંટી પર ગોબર નાખીને એને સૂકવવા દીધું. એ પછી એ કૂવાને પાણીથી ભરીને સુકાયેલા ગોબર સાથે વીંટી બહાર કાઢી આપી. આવી જ રીતે પોતાની બુદ્ધિશક્તિથી અભયકુમારે રાજાના બાગમાં થતી કેરીને ચોરી પકડી પાડી હતી. એક સમયે રાજા શ્રેણિક ચાંડાલ પાસેથી આકર્ષિણી વિદ્યા શીખવા માગતા હતા. અનેક પ્રયાસ કરવા છતાં રાજા શ્રેણિકને વિદ્યા ચડતી નહોતી. અભયકુમારે એમની વિફળતાનું કારણ શોધી કાઢયું. એમણે કહ્યંષ કે, ``િંસહાસન પર બેસીને કોઈ વિદ્યા પ્રાપ્ત થાય નહીં. ચાંડાલને સિંહાસન પર બેસાડી ગુરુવિનય દાખવો તો જ વિદ્યાદેવી રી]ે.'' આમ કહીને અભયકુમારે વિદ્યાગુરુનું ગૌરવ કર્ય઼ું. અત્યંત મેઘાવી, ન્યાયપ્રિય, પ્રજાવત્સલ અને આદર્શ મહામંત્રીના રૂપમાં અભયકુમારની ખ્યાતિ હતી. વેશપલટો કરીને પ્રજાની યાતના અને મનોભાવનાનનો પ્રત્યક્ષ પરિચય મેળવતા હતા. રાજ્યની સામે થતાં ષડ્યંત્રોને એ નિષ્ફળ કરી દેતા. મહામંત્રી અભયકુમારના આવા અનેક પ્રસંગો અને કતાઓ જનસમૂહમાં પ્રચલિત હતા. એ દર્શાવે છે કે એમનો બુદ્ધિપ્રભાવ કેવો વ્યાપક હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં પણ મંત્રીશ્વર અભયકુમાર વિશે અનેક ઘટનાઓ મળે છે. રાજકુમાર અભયમાં ઉદારતા, સૌજન્ય અને નિઃસ્પૃહીપણું હતું. રાજા શ્રેણિકે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમવાનો વિચાર કર્યો ત્યારે અભયકુમારે સહુની સંમતિ લઈને પ્રભુ મહાવીરના શરણમાં જઈને દીક્ષા લીધી. આમ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમારે મુનિરાજ અભયકુમાર તરીકે પણ જિનશાસનની કિર્તિગાથામાં મહત્ત્વનું પ્રદાન કર્ય઼ું.

textborder

 

advt03.png