• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી કામદેવ textborder2

ચંપાનરીના મહાધનિક કામદેવે ઉત્તમ રીતે શ્રાવક ધર્મનું નિરંતર પાલન કરતાં 14 વર્ષ વ્યતીત કર્યા. પંદરમા વર્ષે કામદેવે નિýાય કર્યો કે સંસારવ્યવહારનો સઘળો કારભાર સંતાનોને સોંપીને મારે શેષ જીવનમાં શ્રાવકની બાર મહાપ્રતિજ્ઞાઓ વહન કરવી છે. અઢાર કોટિ દ્રવ્ય અને દસ-દસ હજાર ગાયોવાળા છ ગોકુળના માલિક કામદેવ એક દિવસ પ્રાતઃકાળે સઘળી સંપત્તિ અને સંસાર છોડીને પૌષધશાળામાં જઈને દર્ભના સંથારા પર બેસી પ્રભુધ્યાન ધરવા લાગ્યા. એક વાર સૌધર્મેદ્રે પોતાની સભામાં કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની મુક્ત કંઠે પ્રશંસા કરી. એક દેવે કહ્યું, ``માનવની ધર્મનિષ્ઠા કેવી ? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી !'' આથી દેવે કામદેવની કસોટી કરવાનું નIાળ કર્ય઼ું. એણે કામદેવ શ્રાવક ધ્યાનમાં લીન હતા ત્યારે દૈવી શક્તિથી કાળજું કંપી ઊઠે તેવાં ભયાવહ રૂપો ધારણ કર્યા અને કામદેવને ડરાવવા લાગ્યો. એણે હાથમાં ખડ્ગ લીધું. વાતાવરણના રૂંવેરૂંવાને કંપાવે તેવું ભયંકર અટ્ટાહાસ્ય કર્ય઼ું અને ત્રાડ નાખતા અવાજે બોલ્યો, ``તું આ ધર્મ-આરાધનાનો અંચળો તજી દે ! જો ધર્મને છોડીશ નહી, તો આ તીક્ષ્ણ ખડ્ગ વડે હું તારું મસ્તક વાઢી નાખીશ. ભયભીત બનીને તું અકાળે મરણને શરણ થઈશ. આવી અદ્યોગતિમાંથી બચવાનો એક જ ઉપાય છે અને તે પૌષધશાળા છોડીને સીધેસીધો ઘરભેગો થઈ જા.'' દેવની ધમકી કે એનાં શસ્ત્રાેથી કામદેવનું રૂંવાડું પણ હાલ્યું નહીં. દેવે અકળાઈને ફરી વાર જોરથી ત્રાડ પાડીને ડરાવવા કોશિશ કરી, ત્યારે કામદેવે કહ્યું, ``હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચલ છું. આ ધર્મ મને એવો અભય આપ્યો છે કે ભયની તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર કશી અસર કરશે નહી.'' એ પછી દેવે તોફાની હાથી અને ફણાવાળા મહાભયંકર સર્પનું રૂપ લીધું. એના કંઠ પર, ગળા પર કાળફૂટ વિષનો ડંશ દીધો. કામદેવના દેહમાં વિષની પારાવાર વેદના જાગી. પણ વેદના તો દેહને હતી. આત્માને નહિ. એનો આત્મા તો પ્રભુ મહાવીરનું સ્મરણ કરતો અધિક ને અધિક શુભ ધ્યાન કરી રહ્યો હતો. ભય અને ડરથી શ્રાવક પર વિજય મેળવવા આવેલા દેવને સમજાયું કે એ ખુદ ભીંત ભૂલ્યો છે. પતાના ગર્વમાં ભાન ભૂલ્યો છે. એણે મહાશ્રાવક કામદેવની ત્રણ પ્રદક્ષિણા કરી, એમના ઉપકારનું સ્મરણ કરી દેવ સ્વર્ગમાં ગયા. કામદેવ શ્રાવક પૃષ્ઠયંપાથી વિહાર કરીને ચંપામાં પધારેલા ભગવાન મહાવીરના દર્શને ગયા. ત્યારે ભગવાને સાધુ અને સાધ્વી સમુદાયની ઉપસ્થિતિમાં કામદેવ શ્રાવકની ધર્મદૃઢતાને વખાણીને કહ્યંષ, ``એક શ્રાવક આવા ઉપાસર્ગો સહન કરે છે, ત્યારે તમે તો ઉપસર્ગરૂપી સૈન્યને જીતવા માટે રજોહરણરૂપ વીર વલયને ધારણન કરીને વિચરો છો.'' સાધુ-સાધ્વીઓએ પ્રભુના ઉપદેશોનો સ્વીકાર કર્યો. સહુને લાગ્યું કે સ્વયં તીર્થંકરે પણ જેની પ્રશંસા કરી તેવા આ કામદેવ શ્રાવકની ધર્મશ્રદ્ધાને ધન્ય છે ! શ્રાવકનાં વ્રતો પૂર્ણપણે પાળનાર કામદેવ શ્રાવક અંતે સિદ્ધપદને પામ્યા.

textborder

advt04.png