• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી સંપ્રતિ મહારાજા textborder2

એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ]રૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતાં સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તે આ સાધુપુરુષના વર્ષોથી પરિચિત છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપ્રતિએ પ્રüા કર્યો કે આપને જોઈને મને એમ લગો છે કે જાણે આપની સાથે મારો વર્ષોથી ગાઢ પરિચય ન હોય! આવું કેમ થતું હશે ? આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તું પૂર્વજન્મમાં મારો શિષ્ય હતો. એક વાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડયો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની ઉત્સાહભેર વૈયાવસ્ય કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા સંપ્રતિને બટકું રોટલોય મળતો નહોતો. એણે સાધુઓ પાસે ભિક્ષા માંગી ત્યારે ખ્યાલ આવ્યો કે જો એ દીક્ષા લે તો જ આ સાધુઓ એને એમનું ભોજન આપી શકે. સંપ્રતિએ દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્ય઼ું. એ પછી અંતિમ સમયે સાધુ સંપ્રતિનું સમાધિમરણ થયું ત્યારે ગુરુદેવે એમને નવકાર સંભળાવ્યો હતો. આ સાંભળી મહારાજા સંપ્રતિએ પોતાનું રાજ્ય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્ય઼ું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે ? આચાર્યશ્રીએ એને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. રાજા સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની સરહદોને પાર ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ કર્ય઼ું. એક વાર યુદ્ધમાં વિજયી બનીને મહારાજા સંપ્રતિ પાછા ફર્યા. ચોતરફ વિજયનો ઉલ્લાસ લહેરાતો હતો, પરંતુ મહારાજ સંપ્રતિની માતાના ચહેરા પર ઘોર વિષાદ અને નિરાશા છળાયેલાં હતાં. મહારાજ સંપ્રતિએ માતાને આવી વ્યથાનું કારણ પૂછયું ત્યારે માતાએ કહ્યું કે સામ્રાજ્યવિસ્તારના લોભમાં તેં કેટલો બધો માનવસંહાર કર્યો ! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદીરો રચ્યાં હોત ક એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવત. આથી સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી. મહારાજા સંપ્રતિને પિતા કુણાલ અને માતા કંચનમાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડયા હતા. પોતાના ધર્મગુરુ આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક એમણે જીવન વ્યતીત કર્ય઼ું. સમ્રાટ સંપ્રતિના ભવ્ય જીવનની ગાથા `સંપ્રતિકથા', `પરિશિષ્ટપર્વ' અને `પ્રભાવકચરિત્ર' જેવા જૈન ગ્રંથોમાં વર્ણવાઈ છે.

textborder

advt06.png