• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી વનરાજ ચાવડા textborder2

વનરાજના પિતા જયશિખરી ચાલુક્યવંશી રાજા ભૂવડ સામેના યુદ્ધમાં હારી જતાં એની ગર્ભવતી રાણી રૂપસુંદરીને એના ભાઈ સુરપાળની મદદથી વનમાં છુપાઈ જવું પડયું. આ વનમાં વનરાજનો જન્મ અને ઉછેર થયો. એક વાર બાળક વનરાજ ષાડ સાથે બાંધેરી ]ાેળીમાં સૂતો હતો ત્યારે ઘોર જંગલમાંથી પ્રસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિ નામના સાધુએ એને જોયો. એનાં લક્ષણો જોઈને એમણે કહ્યું કે આ બાળક મોટો થતાં મહાપ્રતાપી થશે. પરોપકારી જૈન સાધુ પાસે વનરાજનો ઉછેર થવા લાગ્યો. આને કારણે બાળ વનરાજમાં ઘણા સંસ્કારોનું સિંચન થયું, પણ એની વીરતા પ્રગટ થયા વિના રહી નહીં. એ વનનો રાજા બની ગયો. જેમ જેમ વનરાજ મોટો થતો ગયો તેમ તેમ તેનું હીર, તેજ અને બળ ખીલવા લાગ્યાં. એ કોઈથી ડરતો નહીં. ક્યાંય સહેજે પાછો પડતો નહીં. પોતાનો સંકલ્પ પૂરો કરીને જ જંપતો. એ પછી વનરાજે રાજખજાનો લૂંટીને ધન એકઠું કરવા માંડયું. પોતાના સાથીઓ અને સૈનિકો વધારવા માંડયા. એકાએક ધાડ પાડીને એ પરદેશી રાજાને હેરાન-પરેશાન કરી નાખતો હતો. એક વાર કાકર ગામના વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડયો. આથી વનરાજે વિચાર્ય઼ું કે આનો અર્થ તો આ ઘરમાં ભોજન લીધું છે એવો થાય. ત્યાંથી ધન કઈ રીતે ચોરી જવાય ? વનરાજ બધું ધન ત્યાં મૂકીને ચાલ્યો ગયો. બીજે દિવસે એ વણિકની બહેન શ્રીદેવીએ એની તપાસ કરી. રાત્રે એણે વનરાજને બોલાવીને જમાડયો. આ સમયે વનરાજે એને વચન આપ્યું કે મારો રાજ્યાભિષેક થશે ત્યારે તારી પાસે તિલક કરાવીશ. વનરાજે સૌરાષ્ટ્રના એક ઘાટમાં રાજા ભૂવડના રૂપાના 24 લાખ દામ અને એક હજાર અશ્વ આંતરીને લૂંટી લીધા. એ પછી રાજા તરફથી કંઈ વળતાં પગલાં નહીં લેવાતાં વનરાજે રાજસત્તા હાંસલ કરવાનો સમય પાક્યો છે તેમ માન્યું. એણે પંચાસરમાં રાજ્ય ન સ્થાપતાં જંગલમાં અણહિલ્લ નામના ગોવાળે બનાવેલી શૌર્યભૂમિ પર રાજધાની વસાવી. એમ કહેવાતું કે એ ભૂમિ પરનું સસલું શિકારી કૂતરા સામે ધસી આવતું હતું. વનરાજે વિ.સં. 802 માં નવી રાજધાનીને અણહિલ્લપાટણ નામ આપ્યું. અગાઉ આપેલા વચન પ્રમાણે દુખના દિવસોમાં મદદ કરનારી ધર્મની બહેન શ્રીદેવીને બોલાવી એની પાસે રાજ્યાભિષેકનું તિલક કરાવ્યું. પચાસ વર્ષે વનરાજ ગાદી પર આવ્યો. અને પૂર્વ વનમાં વીરતા બતાવનાર વણિક જાંબને મહામાત્ય નીમ્યો. વનરજો પંચાસરથી શીલગુણસૂરિને અણહિલવાડ તેડાવીને પોતાનું રાજ્ય અર્પણ કર્ય઼ું હતું એવી અનુશ્રુતિ મળે છે. જોકે વૈરાગ્યસાધક સૂરિએ આનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ એની પ્રેરણાથી વનરાજે વનરાજ-િવહાર નામે ચૈત્ય બંધાવી, પંચાસરથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મંગાવીને એની પ્રતિષ્ઠા કરાવી. આજે પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિનમંદિર મળે છે.

textborder

advt07.png