• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી મહામંત્રી શાંતુ textborder2

ગુજરાતના ઈતિહાસના સુવર્ણકાળ સમા સોલંકી યુગમાં વીર, ધર્મપરાયણ અને માતૃભૂમિ પર અગાધ પ્રેમ રાખનાર મહામાત્ય શાંતૂનું તેજસ્વી ચરિત્ર મળે છે. ગુજરાતના રાજવી ભીમદેવના સમયમાં તેઓ પાંચ હજાર ઘોડેસવારો ધરાવતા અશ્વદળના સેનાપતિ થયા. એ પછી રાજ્યના મંત્રી, દંડનાયક અને અંતે મહામાત્યની પદવી મેળવી. વિ.સં. 1150માં રાજા સિદ્ધરાજ પાટણની ગાદીએ બેસતાં એમને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દુશ્મનોનો સામનો કરવાનો આવ્યો. આ સમયે મહામાત્ય શાંતૂએ સૈન્ય એકઠું કરીને રાજા સામેનો બળવો ઠારી દીધો. સમય જતાં શાંતૂ ભરુચના દંડનાયક બન્યા. આ શાંતૂએ પાટણમાં ચૈત્ય, થરાદમાં દેરાસર અને આબુ પર્વત પરનાં જિનાલયમોમાં જિનપ્રતિમા ભરાવી તેમજ આશાવલમાં શાંતૂવસહી બંધાવી. વાંકા અને નિહાણા ગામમાં બે વિશાળ જિનાલયો બંધાવ્યાં અને બંને ગામની વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી. શ્રાવકોને એક ગામના દેરાસરમાંથી પૂજા કરીને બીજા ગામના દેરાસરમાં પૂજા કરવાની અનુકૂળતા કરી આપી. ગુજરાતના તેજસ્વી મહામંત્રી એક વાર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયા હતા. અહીં એમણે એકાંતમાં ધ્યાનલીન તપસ્વીને જોયા, પણ ઓળખી શક્યા નહીં. મંત્રીએે એમને પ્રણામ કર્યા અને પછી વિશેષ પરિચય પૂછતાં એમના ગુરુનું નામ પૂછયું. તપસ્વીએ કહ્યું, ``મારા સાચા ગુરુ તો મહામાત્ય શાંતૂ છે.'' આ સાંભળતાં જ મહામાત્યે પોતાના કાને હાથ દાબી દીધા અને કહ્યું, ``ગુરુદેવ ! આપ આવું કેમ બોલો છો ?'' તપસ્વીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ``એક વાર મંત્રી શાંતૂ હાથણી પર બેસીને શાંતૂવસહીમાં પ્રભુદર્શને આવ્યા હતા. આ સમયે એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભા હતા. મંત્રીએ તો હાથણી ઊભી રખાવી નીચે ઊતરીને ચૈત્યવાસી યતિને વિધિપૂવક વંદન કર્યા. થોડી વાર પછી પુનઃ નમન કર્ય઼ું. આ જોઈને કામાસક્ત યતિને એટલી બધી શરમ આવી કે એને થયું કે જમીન માગ આપે તો એમાં સમાઈ જાઉં.'' ``આવો પ્રતાપી મંત્રીશ્વર આ વેશને આટલા ભાવથી નમન કરે છે અને પોતે કેવા અધમ માર્ગે જીવી રહ્યા છે ? મંત્રીશ્વરના ગયા બાદ હૃદયમાં પýાાત્તાપ અને પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી દીધું અને મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈને મેં શત્રુંજય તીર્થમાં ઘોર ત પ શરૂ કર્ય઼ું. આજે એ વતને પૂરાં બાર વર્ષ વીતી ગયાં, પરંતુ મને સન્માર્ગ બતાવનાર ગુરુ શાંતૂને કઈ રીતે ભૂલી શકું ?'' આ ઘટનાએ મહાઅમાત્ય શાંતૂને ધર્મમાં વધુ સ્થિર અને દૃઢ બનાવ્યા. સોલંકીયુગના ઈતિહાસમાં મહામંત્રી શાંતૂનું ચરિત્ર વીરપુરુષ અને ધર્મપુરુષ તરીકે સદાય ચમકતું રહેશે.

textborder

advt03.png