• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી કુમારપાળ મહારાજા textborder2

વિ.સં. 1149માં જન્મેલા કુમારપાળના લગ્ન ભોપાલદેવી સાથે થયાં. નિઃસંતાન સિદ્ધરાજે જ્યારે જાણ્યું કે એના પછી કુમારપાળના ભાગ્યમાં ગુજરાતનું રાજ્ય છે. ત્યારે સિદ્ધરાજે વિચાર્ય઼ું કે આ કુમારપાળ આમ રાજા નવો જોઈએ નહીં. એ મરીને મારો પુત્ર થાય અને રાજા બને તે યોગ્ય ગણાય. આવા વિચારથી એણે કુમારપાળને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ચોવીસ વર્ષના કુમારપાળને સિદ્ધરાજની દુર્ભાવાનની જાણ થતાં એ બીજાં રાજ્યોમાં ચાલ્યો ગયો અને જુદા જુદા વેશે ભટકવા લાગ્યો. હેમચંદ્રાચાર્યની કુમારપાળ પર ઘણી કૃપા હતી તેથી એમણે પણ એને આ ગુપ્તવાસમાં સહાય કરી હતી. વિ.સં. 1199ના કારતક સુદ ત્રીજના દિવસે સિદ્ધરાજનું મૃત્યુ થયું. એ પછી મહિપાલ, કીર્તિપાલ અને કુમારપાળ વચ્ચે થયેલ રાજગાદી માટેની સ્પર્ધામાં કુમારપાળ ધીર અને સાહસમૂર્તિ સાબિત થતાં હાથણીએ એમના પર કળશ ઢોળ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજ્યમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મુક્યો. અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા પધરાવી કે, ``પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રાળ-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.'' અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. એણે અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કોઈ પણ જીવહિંસા કરે તો તેને ચોર અને વ્યભિચારી કરતાં પણ સખત શિક્ષા કરવી. મહારાજા કુમારપાળની આવી અહિંસા પ્રત્યેની ચાહના જોઈને પડોશી રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે કતલખાનાં બંધ કરાવ્યાં. પશુપીડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. રાજાએ સવારમાં મંગલપાઠથી જાગવું, નમસ્કારના જાપ, `વીરતાગસ્તોત્ર', તથા `યોગશાસ્ત્ર'નો અખંડ પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારપાળવિહારમાં ચૈત્ય પરિપાટી, ઘરદેરાસરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવો, પ્રભુ સ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા અને નિદ્રા ö એ રીતે એાેનો દૈનિક ધાર્મિક ક્રમ હતો. 14 વર્ષમાં 14 કરોડ સોનામહોરોનું દાન, 21 ગ્રંથભંડારોનું લેખન, 18 દેશોમાં અમારિ પાલન, 14 દેશોના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, 1444 દેરાસરોનું નિર્માણ અને 1600 દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવનાર મહારાજા કુમારપાળ ભારતીય ઈતિહાસમાં અદ્વિતીય અને આદર્શ રાજવી તરીકે ચિરસ્મરણીય બની રહ્યા. 84 વર્ષની ઉંમરે વિ.સં. 1229માં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. ગુરુવિદાય પછી કુમારપાળ વિ.સં. 1230માં એંસી વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા.

textborder

advt04.png