• જિનશાસનની
    કીર્તિગાથા

    ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે. અહિં ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો સચિત્ર કથાઓ દ્વારા આલેખાયેલા છે. આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરવો.

    ૨૭ શ્રેષ્ઠ શ્રાવકો:-

    શ્રેષ્ઠ શ્રમણ । । શ્રેષ્ઠ શ્રમણી । । શ્રેષ્ઠ શ્રાવીકા

  • 1

028

textborder1 શ્રેષ્ઠ શ્રાવક શ્રી જગડુશા textborder2

અહિંસાનું પાલન અને કરોડોની સંપત્તિનું દાન એ જગડૂશાની વિશેષતા હતી. એક વખત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે કોયલા પહાડીની નજીક એમનું જહાજ થંભી ગયું. એમ કહેવાતું કે મધ્યાહ્ન સમયે દેવીની દૃષ્ટિ જે વાહન પર પડે તે ભસ્મીભૂત થઈ જાય આ લોકમાન્યતા સાંબળીને જગડૂશા દેવીના મંદિરમાં આવ્યા. આસનસ્થ થઈને ત્રણ ઉપવાસ કર્યા. દેવી પ્રસન્ન થતાં આ સંહાર બંધ કરવાની જગડૂશાએ પ્રાર્થના કરી. કથા એમ કહે છે કે દેવીએ કહ્યું કે મંદિરનાં 108 પગથિયાં પર એક એક પાડાને બલિરૂપે રાખવામાં આવે. જગડૂશાએ 106 પાડા મંગાવ્યા. બીજે પગથિયે પોતાના દત્તક પુત્રને અને પહેલે પગથિયે પોતે ઊભા રહ્યા. પશુઓના સંહારને બદલે પહેલાં પોતાનો બલિ ચડાવવા માટે પોતાની ડોક પર તલવાર ચલાવવા ગયા, ત્યાં જ કોઈ અદૃશ્ય શક્તિએ એમનો હાથ પકડી લીધો. જગડૂશાની જીવદાયા અને સાહસની ભાવના જોઈને દેવી પ્રસન્ન થયાં. દેવીએ કહ્યું કે મારા દક્ષિણ દિશા તરફના મંદિરને ઉત્તર દિશા તરફનું બનાવી દે, જેથી કોઈ સંહાર ન થાય. આજે સૈકાઓ પછી પણ કોયલા પહાડીની યાત્રામાં દેવીના દર્શન કર્યા બાદ જગડૂશા અને એમના પુત્રની આરતી ઉતારવામાં આવે છે. પિતાનું અવસાન થતાં જગડુશાએ વેપાર સંભાળ્યો. એ સમયે ભદ્રેશ્વર ગુજરાતના તાબામાં હતું અને મહારાજ ભીમદેવની સત્તા નબળી પડતી હતી. આ તકનો લાભ લઈને થરપારકરનો અભિમાની રાજા પીઠદેવ ભદ્રેશ્વર પર ધસી આવ્યો અને એના કિલ્લાને તોડી નાખ્યો. પરિણામે ભદ્રેશ્વર માથે પ્રત્યેક ક્ષણે ભય તોળાતો હતો. ત્યારે જગડૂશાએ કિલ્લો બાંધવાનો વિચાર કર્યો. અભિમાની પીઠદેવે ધમકી આપી પરંતુ એનાથી સહેજે ચળ્યા વિના છ માસમાં કિલ્લો તૈયાર કરી દીધો. જગડૂશાએ શત્રુંજય અને ગિરનારના ભવ્ય સંઘો કાઢીને યાત્રા કરી. અનેક મંદિરો બંધાવ્યાં. વિ.સં. 1311માં જગડૂશા એક વખત પરમદેવસૂરિ આચાર્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા ત્યારે દાન વિશે વ્યાખ્યાન આપ્યા પછી ગુરુદેવે જગડૂશાને એકાંતમાં બોલાવીને કહ્યું, ``તમારી લક્ષ્મીના સદ્દવ્યયનો ખરો પ્રસંગ આવી રહ્યો છે. હવે ત્રણ વર્ષ ઉપરાઉપરી દુષ્કાળ આવશે. મનુષ્યસેવાનો આવો મહાન મોકો ફરી મળવો મુશ્કેલ છે.'' આ સમયે જગડૂશાની દુકાનોમાં અનાજની ખરીદી શરૂ થઈ. ધાન્યના કોઠારો પર જગડૂશાએ એક તામ્રપત્ર લખાવ્યું તેમાં ફક્ત આટલા જ શબ્દો લખ્યા `આ કણ ગરીબો માટે છે.' જગડૂશા વિ.સં. 1313, 1314 અને 1315નાં વર્ષમાં ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ આવ્યા. આ દુષ્કાળમાં જગડૂશાહે ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું. પ્રતિદિન પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. આ દુષ્કાળમાં ચાર કરોડ, નવ્વાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વિનામૂલ્યે વહેંચ્યું અને નગદ સાડા ચાર કરોડ રૂપિયા ખર્ચ્યા. રાજા-મહરાજાઓએ એમને જગતના પાલનહારનું બિરુદ આપ્યું. આજે પણ મહાન દાનેશ્વરીને જગડૂશાની ઉપમા અપાય છે, તે આ માટે જ.

textborder

advt02.png